સોમવાર, 29 નવેમ્બર, 2021

ઉત્પત્તિ એકાદશીની વ્રતકથા મહાત્મ્ય ગુજરાતીમાં | Utpatti Ekadashi Vrat Katha Gujarati | Okhaharan

 ઉત્પત્તિ એકાદશીની વ્રતકથા મહાત્મ્ય ગુજરાતીમાં | Utpatti Ekadashi Vrat Katha Gujarati | Okhaharan 

Utpatti-Ekadashi-Vrat-Kaha-gujarati
Utpatti-Ekadashi-Vrat-Kaha-gujarati
 

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું કારતક માસના કૃષ્ણ પક્ષની એકાદશી ઉત્પત્તિ એકાદશીની વ્રત કથા જે તમે સંપૂણૅ ક્યાંય વાચી નહી હોય. ચાલો આપણે જાણીયે કથા.

ભગવાન બોલ્યા :" હે અર્જુન ! સતયુગ માં એક મહા ભયંકર દૈત્ય હતો .જેનું નામ મુર હતું .એ દૈત્યે દેવતા સહીત ઇન્દ્ર ને પરાસ્ત કરી વિજય મેળવી તેમને તેમના સ્થાન પરથી પાડી દીધા હતા .ત્યારે દેવેન્દ્ર એ મહાદેવજી ને પ્રાર્થના કરી કે હે શિવ શંકર ! અમે બધા દેવતા મુર દૈત્ય થી દુઃખી થઇ ને મૃત્યુ લોક માં પોતાનું જીવન વ્યતીત કરીએ છે .અન્ય દેવતાઓ ની હાલત નું તો હું વર્ણન જ કરી શકતો નથી ,પણ તમે કૃપા કરીને આ મહાન દુઃખ માં થી છૂટવાનો ઉપાય બતાવો ."

Utpatti-Ekadashi-2021-gujarati

 

શંકરજી બોલ્યા :"હે દેવેન્દ્ર !તમે વિષ્ણુ ભગવાન ની પાસે જાઓ ."

ઇન્દ્ર અને અન્ય દેવતા મહાદેવજી ના વચન સાંભળી ક્ષીર સાગર માં ગયા ,જ્યાં ભગવાન વિષ્ણુ શેષશય્યા પર શયન કરતા હતા .ભગવાન ને શયન કરતા જોઈને દેવતાઓ સહીત ઇન્દ્રે સ્તુતિ કરી :"હે દેવો ના દેવ ! તમે સ્તુતિ કરવા યોગ્ય છો ,તમને વારંવાર પ્રણામ છે .હે દૈત્યો ના સંહારક ! હે મધુસુદન ! તમે અમારી રક્ષા કરો .હે જગન્નાથ !અમે સમસ્ત દેવ,દૈત્યો થી ભયભીત થઇ ને અમે તમારી શરણ માં આવ્યા છીએ .આ સમયે દૈત્યો એ અમને સ્વર્ગ માં થી કાઢી મુક્યા છે .અમે બધા દેવતા પૃથ્વી ઉપર વિચરણ કરીએ છે .હવે તમે જ અમારી રક્ષા કરો .દેવતાઓ ની આ કરુણા પૂર્ણ વાણી સાંભળી શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા :"હે દેવતાઓ ! તે કયો દૈત્ય છે ,જેને દેવતાઓ ને જીતી લીધા છે ?"

ભગવાનના અમૃતરૂપી વચનો સાંભળી ઇન્દ્ર બોલ્યા :"હે ભગવાન ! પ્રાચીન સમય માં નાડીજંગ નામ નો એક દૈત્ય હતો .આ દૈત્ય ની બ્રહ્મ વંશ થી ઉત્પત્તિ થઇ હતી .એ દૈત્ય નું નામ મુર છે .તેની રાજધાની ચંદ્રાવતી છે .એ નગરી માં તે મુર નામ નો દૈત્ય નિવાસ કરે છે .જેને પોતાના બલ થી સમસ્ત વિશ્વ ને જીતી લીધું છે .અને બધા દેવતાઓ ને દેવલોક મા થી કાઢી ને ઇન્દ્ર ,અગ્નિ, સૂર્ય, વરુણ, યમ ,ચંદ્રમાં આદિ ને લોકપાલ બનાવ્યા છે .તે સ્વયં સૂર્ય બનીને પૃથ્વી પર તપે છે અને સ્વયં મેઘ બનીને જળ ની વર્ષા કરે છે તેથી તે બળવાન ભયંક દૈત્ય નેમારી તમે દેવતાઓ ની તમે રક્ષા કરો ."ઇન્દ્ર ના આવા વચન સાંભળી શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા :" હે દેવતાઓ ! હું તમારા શત્રુ નો શીઘ્ર જ સંહાર કરીશ .હવે તમે એ ચંદ્રાવતી નગરી મા જાઓ ."


આ રીતે ભગવાન વિષ્ણુ દેવતાઓ ની સાથે ચાલ્યા .એ સમયે દૈત્યપતી

મુર અનેક દૈત્યો ની સાથે યુદ્ધ ભૂમિ માં ગરજી રહ્યો હતો .યુદ્ધ પ્રારંભ થતા અસંખ્ય દાનવ અનેક શાસ્ત્રો ને ધારણ કરી દેવતાઓ સાથે યુદ્ધ કરવા લાગ્યા .પણ દેવતા દૈત્યો ની આગળ ના ટકી શક્યા.ત્યારે ભગવાન વિષ્ણુ પણ યુદ્ધ ભૂમિ માં આવીગયા .જયારે દૈત્યો ને ભગવાન વિષ્ણુ ને યુદ્ધ ભૂમિ માં જોયા તો એમના ઉપર અસ્ત્ર શાસ્ત્ર થી પ્રહાર કરવા લાગ્યા .ભગવાન પણ ચક્ર અને ગદા થી એમના અસ્ત્ર શાસ્ત્રો ને નષ્ટ કરવા લાગ્યા .આ યુદ્ધ મા અનેક દાનવ સદા ના માટે સૂઈ ગયા . પણ દૈત્યો નો રાજા મુર ભગવાનની સાથે નીશાળ ભાવ થી યુદ્ધ કરતો રહ્યો .ભગવાન તેણે મારવા માટે જે જે શસ્ત્રો નો પ્રયોગ કરતા ,તે બધા તેમના તેજ થી નષ્ટ થઇ ને પુષ્પ ની સમાન પડવા લગતા અને અનેક અસ્ત્રો શસ્ત્રો ના પ્રયોગ કરવા છતાય ભગવાન તેણે જીતી ના શક્યા .

Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics

ભગવાન એ દૈત્ય જોડે દેવતાઓ ના માટે સહસ્ત્ર વર્ષ સુધી યુદ્ધ કરતા રહ્યા પણ એ દૈત્ય ને ના જીતી શક્યા .અંતે શાંત થઇ ને વિષ્ણુ વિશ્રામ કરવા ની ઈચ્છા થી બદ્રીકાશ્રમ ચાલ્યા ગયા .એ સમયે આડત્રીસ કોસ લાંબી એક દ્વાર વાળી હેમવતી નામ ની ગુફા

માં શયન કરવાની ઈચ્છા થી પ્રવેશ કર્યો .

હે અર્જુન ! મેં તે ગુફા માં શયન કર્યું ત્યાં તે દૈત્ય પણ મરી પાછળ પાછળ ચાલવા લાગ્યો અને મને શયન કરતો જોઈ ને મને મારવા તૈયાર થઇ ગયો .તે દૈત્ય વિચારવા લાગ્યો કે હું આજે મારા ચિર શત્રુ ને મારી ને સદૈવ ના માટે નિષ્કંટક થઇ જઈશ ." એ સમયે મારા અંગ માં થી એક અત્યંત સુંદર કન્યા દિવ્ય વસ્ત્ર ધારણ કરી ને ઉત્પન્ન થઇ અને દૈત્ય ની સામે આવી યુદ્ધ કરવા લાગી .તે દૈત્ય વિચારવા લાગ્યો કે આવી બળવાન સુંદર કન્યા ક્યાંથી ઉત્પન્ન થઇ ? તે દૈત્ય લગાતાર એ કન્યા સાથે યુદ્ધ કરતો રહ્યો .થોડો સમય વીત્યા પછી એ કન્યા એ ક્રોધ માં આવી ને એ દૈત્ય ના અસ્ત્રો શસ્ત્રો ના ટુકડે ટુકડા કરી નાખ્યા .એ કન્યા એ એના રથ ને તોડી નાખ્યો .એ દૈત્ય તેની સાથે મલ્લા યુદ્ધ કરવા લાગ્યો .તે કન્યા એ તેને મારી ને મૂર્છિત કરી નાખ્યો .તેના ઊઠવા પર તેનું મસ્તક કાપી નાખ્યું .મસ્તક કાપતા જ તે દૈત્ય પૃથવી પર પડી ગયો અને મૃત્યુ પામ્યો .


અન્ય સમસ્ત દાનવ પણ આ જોઈને પાતાળ લોક માં ચાલ્યા ગયા .જયારે ભગવાન વિષ્ણુ ની નિંદ્રા તૂટી તો એ દૈત્ય ને મૃત્યુ પામેલ જોઈ ને તે અત્યંત આશ્ચર્ય કરવા લાગ્યા કે - આ દૈત્ય ને કોણે માર્યો ?ત્યારે તે કન્યા ભગવાન ને હાથ જોડી ને બોલી કે હે ભગવાન ! આ દૈત્ય તમને મારવા તૈયાર હતો ત્યારે મેં તમારા અંગ મા થી ઉત્પન્ન થઇ આનો વધ કર્યો છે ."

ભગવાન બોલ્યા :" હે કન્યા તેં આને માર્યો છે તેથી હું તારા પર અત્યંત પ્રસન્ન છું .તેં ત્રણે લોક ના દેવતાઓ ને સુખી કર્યા છે .તેથી તુ તારીઈચ્છા અનુસાર વરદાન માંગ."


કન્યા બોલી :" હે ભગવાન !મને એ વરદાન આપો કે જે મારું વ્રત કરે તેના સમસ્ત પાપ નષ્ટ થઇ જાય અને અંત માં સ્વર્ગ લોક માં જાય અનેમારા વ્રત નું

અડધું ફળ રાત્રી નું મળે અને અડધું ફળ એક સમય ભોજન કરનાર ને મળે .જે મનુષ્ય ભક્તિ પૂર્વક મારું વ્રત કરે તે નિશ્ચય જ વિષ્ણુલોક ને પ્રાપ્ત કરે .કૃપા કરીને મને એવું જ વરદાન આપો .જે મનુષ્ય મારા દિવસ તથા રાતે એકવાર ભોજન કરે તે ધન ધાન્ય થી ભરપુર રહે ."

 

એકાદશી કેટલાક નિમ્લિખિત કામ 

ના કરવા જોઈએ વાચવાં અહી ક્લિક કરો.   

 

ભગવાન વિષ્ણુ તે કન્યા ને કહેછે કે "હે કલ્યાણી ! એવું જ થશે .મારા અને તારા ભક્તો એક જ હશે .એને સંસાર માં પ્રસિદ્ધિ મેળવી અંત માં મારા લોક ને પ્રાપ્ત કરશે ..હે કન્યા ! તુ એકાદશી એ ઉત્પન્ન થઇ છે તેથી તારું નામ પણ "એકાદશી" થશે . જે મનુષ્ય તારા દિવસે વ્રત કરશે એના સમસ્ત પાપ જડ થી નષ્ટ થશે અને અંત માં મુક્તિ પ્રાપ્ત કરશે .તું મારા માટે હવે ત્રીજ ,આઠમ ,નોમ અને ચૌદસ થી પણ અધિક પ્રિય છે .તારા વ્રત નું ફળ બધા તીર્થો ના ફળ થી પણ મહાન હશે ."આમ કહી ને ભગવાન અંતર્ધ્યાન થઇ ગયા .એકાદશી પણ ભગવાન ના ઉત્તમ વચનો સાંભળી ને અતિ પ્રસન્ન થઇ .


ભગવાન બોલ્યા: "હે! અર્જુન બધા તીર્થો ,દાન ,વ્રતો ના ફળ થી એકાદશી ના વ્રત

નું ફળ સર્વ શ્રેષ્ઠ છે . હું એકાદશી વ્રત કરનાર મનુષ્યો ના શત્રુઓ ને નષ્ટ ક્રી દઉં છું ,અને તેમને મોક્ષ આપું છું .હે અર્જુન! આ મેં તમને એકાદશી ના વ્રત ની ઉત્પત્તિ વિષે બતાવ્યું છે .

એકાદશી વ્રત સમસ્ત પાપો ને નષ્ટ કરનાર અને સિદ્ધિ આપનાર છે .ઉત્તમ મનુષ્યો એ બન્ને પક્ષ ની એકાદશી ને સમાન સમજવું જોઈએ .એમાં ભેદ ભાવ માનવો ઉચિત નથી .જે મનુષ્ય એકાદશી ના મહાત્મ્ય નું શ્રવણ અને પઠન કરે છે તેને અશ્વ્ મેઘ યજ્ઞ નું ફળ મળે છે ." 

 

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 

108 નામ ગુજરાતી લખાણ સાથે

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 Krishna-chalisa-gujarati 

 

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો