બુધવાર, 18 સપ્ટેમ્બર, 2024

પિતૃશ્રાદ્ધ કરવા ના વ્રત વિઘિ નિયમો | પૂર્વજોને પાણી કોણ અર્પણ કરી શકે છે? | શ્રાદ્ધ પિતૃપક્ષ દરમિયાન શું ના કરવું | Shradh Paksha 2024 Su na Karvu? | Okhaharan

પિતૃશ્રાદ્ધ કરવા ના વ્રત વિઘિ નિયમો | પૂર્વજોને પાણી કોણ અર્પણ કરી શકે છે? | શ્રાદ્ધ પિતૃપક્ષ દરમિયાન શું ના કરવું | Shradh Paksha 2024 Su na Karvu? | Okhaharan

shradh-paksha-2024-su-na-karvu
shradh-paksha-2024-su-na-karvu

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું પિતૃશ્રાદ્ધ કરવા ના વ્રત વિઘિ નિયમો ખાસ શું ઘ્યાન રાખવું ? , ઘરે રહીને પિતૃપક્ષ દરમિયાન પિતૃઓનું પુજન કેવી રીતે કરવું? ,પૂર્વજોને પાણી કોણ અર્પણ કરી શકે છે? શ્રાદ્ધ પિતૃપક્ષ દરમિયાન રાખવાની સાવચેતી.


પિતૃશ્રાદ્ધ કરવા ના વ્રત વિઘિ નિયમો ખાસ શું ઘ્યાન રાખવું ? 

ભાદરવા વદ ફક્ષમાં આવતા પિતૃપક્ષના 15 દિવસોનું હિન્દુ ધર્મમાં ખૂબ જ વિશેષ મહત્વ છે. પિતૃ એટલે જે પોતાના પરિવાર જનો જે ગુજરી ગયા હોય એને પૂર્વજો કહે અને તેમને પિતૃ કહેવામાં આવે છે છે જ્યારે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પછી પુનર્જન્મ પામતો નથી, ત્યારે તે બીજી યોનીમાં જન્મ લે છે. ત્યારબાદ, પરિવારના સભ્યો પૂર્વજોના આશીર્વાદ મેળવવા પિતૃ પક્ષમાં પૂર્વજો પૂજા કરે છે.  આ પિતૃપક્ષ દરમિયાન પૂર્વજો પૃથ્વી પર આવે છે અને પોતાના પરિવાર ના સભ્યો ને આશીર્વાદ આપીને તેમની સમસ્યાઓનું સમાધાન કરે છે. 
ભાદરવા ના 15 દિવસો પિતૃ પક્ષ દરમિયાન, આપણે આપણા પૂર્વજોને યાદ કરીએ છીએ અને સ્મરણ કરીને દાન ધર્મનું પાલન કરીએ છીએ. એવું માનવામાં આવે છે કે  જો પૂર્વજો આપણી પર ગુસ્સે થઈ જાય તો ઘરની તથા જીવનની પ્રગતિમાં અવરોધો આવે છે. તે માટે શ્રાદ્ધની વિધિ આ પંદર દિવસના ખાસ સમયગાળામાં કરવામાં આવે છે અને તે આ વષૅ 2024 માં 17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુઘી રહેશે. શ્રાદ્ધ પક્ષને પિતૃપક્ષ તથા મહાલય તરીકે પણ ઓળખવામાં આવે છે. 

ઘરે રહીને પિતૃપક્ષ દરમિયાન પિતૃઓનું પુજન કેવી રીતે કરવું? 

શ્રાદ્ધ તિથિ ના દિવસે એક લોટમાં પાણી ભરીને બપોરે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને પાણીની અંદર કાળા તલને પાણીમાં ભેળવીને કુશ (એક વનસ્પતિ) હાથમાં રાખવામાં આવે છે.અને પિતૃઓને યાદ કરીને જળ અપણૅ કરવું આ પૂર્વજના તિથિના દિવસે અન્ન અને વસ્ત્રોનું દાન અને આ દિવસે ગરીબ વ્યક્તિને ભોજન પણ કરાવવાથી પિતૃઓનું પુજન થયું માનવામાં આવે છે. આ પછી પિતૃપક્ષનું કાર્ય સમાપ્ત થાય છે



પૂર્વજોને પાણી કોણ અર્પણ કરી શકે છે? 

ઘરના સભ્ય અથવા તેની ગેરહાજરીમાં પરિવારનો કોઈપણ પુરુષ સદસ્ય તર્પણ કરી શકે છે. એમાં પૌત્રને પણ તર્પણ અને શ્રાદ્ધ કરવાનો અધિકાર છે. તેમજ હાલમાં મહિલાઓ તર્પણ અને શ્રાદ્ધ પણ કરી શકે છે. પરંતું કેટલાક નિયમો નું ઘ્યાન રાખવું અને પૂર્વજોની પુજન સાવચેતી થી કરવું.  

શ્રાદ્ધ પિતૃપક્ષ દરમિયાન રાખવાની સાવચેતીઃ 
1. આ સમયગાળા દરમિયાન બંને વેળામાં સ્નાન કરીને પૂર્વજોનો મંત્ર જાપ કરવો જોઈએ 
2. બપોરની વેળામાં પિતૃઓને તર્પણ અર્પણ કરવું અને આ વેળામાં તર્પણનું પણ વિશેષ મહત્વ છે. 
3. તર્પણમાં કુશ અને કાળા તલનું વિશેષ મહત્વ છે. કુશ અને કાળા તલ વડે તર્પણ કરવાથી પિતૃ તૃપ્ત થાય છે. 
4. જે કોઈ પિતૃ પક્ષનું પુજન અનુષ્ઠાન પાલન કરે છે તેણે આ સમયગાળા દરમિયાન સાત્વિક આહારનું સેવન કરવું જોઈએ. માંસાહાર ના લેવો જોઈએ.


5. પિતૃઓને હળવી સુગંધવાળા સફેદ ફૂલ અર્પણ કરી શકાય છે.
6. આ સિવાય દક્ષિણ દિશામાં મુખ રાખીને પિતૃઓને તર્પણ અને પિંડ દાન અર્પણ કરો. 
7. પિતૃ પક્ષ દરમિયાન દરરોજ ગીતાના અઘ્યાય પઠન કે શ્રવણ કરવું.
8. પિતૃ પક્ષ દરમિયાન પિતૃ ના કાયૅ કોઈની પાસે થી ઉછીના કે લોન લઈને અથવા કોઈના દબાણમાં આવીને શ્રાદ્ધ ન કરવું જોઈએ.

શ્રાદ્ધ પક્ષ જાણો પિતુ પક્ષમાં કઈ વસ્તુઓનું દાન કરવું અને તેનું મહત્વ શું છે?


શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં કરીલો આ 5 માંથી કોઈ પણ એક નાનકડું કામ


શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં કરો એક છોડ આ નાનકડો ઉપાય




શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 


શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો