શનિવાર, 6 ઑગસ્ટ, 2022

પુત્રદા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Putrada Ekadashi Kayre che 2024 Gujarati | Okhaharan

પુત્રદા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  | Putrada Ekadashi Kayre che 2024 Gujarati | Okhaharan

putrada-ekadashi-kayre-che-2024
putrada-ekadashi-kayre-che-2022

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ શ્રાવણ માસની સુદ પક્ષની પુત્રદા એકાદશી ક્યારે છે 15 કે 16 ઑગસ્ટ ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે?

 શ્રી કૃષ્ણ બાવની કરવાથી જન્મ-મરણથી મુક્તિ મળી ભગવાનમાં તરફ પ્રીતિ કરવાનાર અહી ક્લિક કરો.  

 

પુત્રદા એકાદશી 2024:


 શ્રાવણ માસની શુક્લ પક્ષની એકાદશી ને પુત્રદા એકાદશી કહે છે. આમ વષૅ બે વખત પુત્રદા એકાદશી આવે એક વખત પોષ પુત્રદા અને બીજી શ્રાવણ પુત્રદા એકાદશી બંને એકાદશી ઉપવાસ કરવાથી સમાન ફળ મળે છે. હિન્દુ શાસ્ત્રોમાંમાં એકાદશી તિથિનું એક વિશેષ મહત્વ છે. એકાદશી તિથિ દર મહિનામાં બે વાર આવે છે, સુદ અને વદ પક્ષ. એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ એકાદશી દિવસે ના ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિષ્ણુ ભગવાનની વિશેષ કૃપા રહે છે. એવું માનવામાં આવે મનુષ્ય દ્રારા થયેલ દરેક પાપ માંથી મુક્તિ મેળવવાના આ વ્રત કરવામાં આવે છે.


એકાદશી વ્રત કોણ કરી શકે છે ? એકાદશી વ્રત વૈષ્ણવ, શુદ્ધ, ક્ષત્રિય કે વેશ્ય પછી નાના મોટા કોઈ પણ આ વ્રત કરી શકે છે. આ એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના દશ અવતાર માંથી કોઈ પણ અવતાર નું પુજન થાય.


ૐ નમો ભગવતે વાસુદેવાય


 શ્રાવણ માસના સુદ પક્ષની એકાદશીને પુત્રદા  એકાદશી કહેવામાં આવે છે. દેક એકાદશી તિથિ એક વિશેષ મહાત્મય હોય છે એમાં પણ શ્રાવણ માસની સુદ પક્ષની એકાદશી નું મહત્વ ધણું વધારે છે. 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન સાથે સાથે ગાય માતા ,તુલસી માતા તથા પીપળા વૃક્ષ તથા શિવલંગ નું પુજન થાય છે ગાયમાતા પુજન કરવાથી સવૅ દેવતા ના આશીર્વાદ અને તુલસી માતા પુજન જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તથા પીપળા વૃક્ષ નું પુજન કરવાથી પૃતિદેવ ના આશીર્વાદ મળે છે.શિવલિંગ પર જળ દુઘ ફુલ બીલીપત્ર ચંદન નો અભિષેક કરવો.

 એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો


દર માસની શુક્લ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી આવે છે શ્રાવણ  માસની સુદ પક્ષની એકાદશી ને પુત્રદા એકાદશી આવે વદ પક્ષની એકાદશી ને આજા એકાદશી કહે છે. અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. દરેક એકાદશીનું એક વિશેષ મહત્વ હોય છે  


 આ વષે 2024 ની શ્રાવણ માસના શુક્લ પક્ષની પુત્રદા એકાદશી તિથિ


 શરૂઆત 15 ઑગસ્ટ 2024 ગુરૂવાર સવારે10:26 મિનિટ


સમાપ્ત 16 ઑગસ્ટ 2024 શુકવાર સવારે  9:39  વાગે મિનિટ


ઉપવાસ સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે


ઉપવાસ 6 ઑગસ્ટ 2024 શુકવાર કરવો


પુજન નો શુભ સમય  સવારે 6:05 થી 10:54 સુધી.


પારણા સમય 17 ઑગસ્ટ 2023  સવારે 5:46 થી 8:29 સુધી.


શ્રાવણ પુત્રદા એકાદશી નું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરવાથી પુત્રરત્ન ની પ્રાપ્તિ થાય છે.આ વ્રતના પ્રભાવથી આલોક અને પરલોક માં સ્વગૅ મળે છે.

 

પુત્રદા એકાદશી પૌરાણિક કથા સંપૂણૅ ગુજરાતી લખાણ સાથે 



 એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે     


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે .


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મંગળવાર, 2 ઑગસ્ટ, 2022

શ્રાવણ મંગળવાર એટલે "" શ્રી મંગળાગૌરી વ્રત વિધિ વ્રત કથા "" | Mangla Gauri Vrat Katha Gujarati | Okhaharan

 શ્રાવણ મંગળવાર એટલે "" શ્રી મંગળાગૌરી વ્રત વિધિ વ્રત કથા "" | Mangla Gauri Vrat Katha Gujarati |

 

mangla-gauri-vrat-katha-gujarati
mangla-gauri-vrat-katha-gujarati

 

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું મંગળાગૌરી વ્રત


શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો 


મંગળાગૌરી વ્રત વિધિ
આ વ્રત કન્યાઓ વેવિશાળ થયા પછીના શ્રાવણ માસના ચારે ય મંગળવાર કરે છે. આ વ્રત પાંચ વર્ષ સુધી કરવામાં આવે છે અને પછી ઉજવવામાં આવે છે. દર મંગળવારે સવારે વહેલા ઊઠી, સ્નાન કરી, પાર્વતીમાની પૂજા કરવી. ત્યાર બાદ મંગળાગૌરીની વાર્તા સાંભળવી અથવા કહેવી. તે દિવસે ઉપવાસ કરવો અથવા એકટાણું કરવું. આ વ્રત પતિનાં સુખ, સંપત્તિ અને આયુષ્ય માટે કરવામાં આવે છે.


મંગળાગૌરી વ્રત કથા
એક ગામમાં એક બ્રાહ્મણ-બ્રાહ્મણી રહે. આ બંનેમાણસો ખૂબ જ દયાળુ અને ધાર્મિક વૃત્તિવાળાં હતાં. બ્રાહ્મણનું નામ રામપાલ અને બ્રાહ્મણીનું નામ રાજલક્ષ્મી. તેઓ બધી રીતે ખૂબ જ સુખી હતાં, પણ તેમને શેરમાટીની ખોટ હતી.


શ્રી ગણેશજી ના 108 નામ જાપ ગુજરાતમાં લખાણ સાથે

 

 આથી બ્રાહ્મણ-બ્રાહ્મણી ઉદાસ રહેતાં. આ બ્રાહ્મણના ઘરે સાધુ આવ્યા. બંને પતિ-પત્નીએ આ સાધુની ખૂબ આગતા-સ્વાગતા કરી. સાધુ બ્રાહ્મણ-બ્રાહ્મણીના ચહેરા પરની ઉદાસીનતાને કળી ગયા. તેઓ બોલ્યા : “હે બ્રાહ્મણ ! તમે બંને કેમ ઉદાસ લાગો છો ?’’ 

xx


બ્રાહ્મણે કહ્યું : “હે સાધુ મહાત્મા ! ભગવાનની દયાથી અમારી પાસે બધું જ છે, પણ એક માત્ર સંતાનની ખોટ છે. સંતાન વગર અમને બધું સુખ મોળું લાગે છે. આ જ ચિંતા અમને સતાવ્યા કરે છે. આથી મહાત્મા ! આ ચિંતાનો કોઈ ઉપાય હોય તો જણાવો.''


આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત

 

 સાધુ-મહાત્મા બોલ્યા : “હે બ્રાહ્મણ ! તું મંગળાગૌરીનું તપ કર.'
બ્રાહ્મણ તો બીજા જ દિવસે સાધુએ બતાવેલા શંકર-પાર્વતીના મંદિરે જઈ મંગળાગૌરી-પાર્વતીમાનું તપ કરવા લાગ્યો. તેના તપથી પ્રસન્ન થઈ માતાજી બોલ્યાં : “હે બ્રાહ્મણ ! હું તારા ઉપર પ્રસન્ન થઈ છું, માટે માંગ, માંગ, જે માંગે તે આપું.” રામપાલ બોલ્યો : “માતાજી ! આપની કૃપાથી મારે કોઈ વાતની ખોટ નથી, માત્ર એક પુત્રની જ ઇચ્છા છે.’’


 "" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે 


 “પણ ભાઈ ! તારા નસીબમાં સંતાનસુખ નથી.’’ “ગમે તેમ કરો માતાજી ! પણ જો મારી ઉપર પ્રસન્ન થયાં હો તો મને જરૂર એક સંતાન આપો.’’
“સારું ભાઈ ! અહીં મંદિરના ઓટલા પાસે એક આંબો છે, તેની એક કેરી તોડી લે ! તારાથી જો ન પહોંચાય તો ગણપતિની દુટીમાં પગ ભરાવીને કેરી તોડી લેજે.’’

 

ઓટલા ઉપર જ ગણપતિની મૂર્તિ હતી. રામપાલ તો ગણપતિની દુટીમાં પગ ભરાવી એક કેરી તોડી, પણ એને લોભ જાગ્યો, એટલે એણે ફરી બીજીવાર ગણપતિની દુટીમાં પગ ભરાવીને બીજી બે કેરીઓ તોડી.
આથી ગણપતિજી ગુસ્સે થઈ ગયા. તેમણે રામપાલને શાપ આપતાં કહ્યું : ‘રામપાલ ! તને માતાજીએ એક કેરી તોડવાં માટે કહ્યું, પણ તેં લોભ કરી બીજી બે કેરીઓ તોડી એટલે માતાજીની કૃપાથી તને પુત્ર તો પ્રાપ્ત થશે, પણ સોળમે વરસે તે મૃત્યુ પામશે.' પછી તરત જ રામપાલના હાથમાંની બે કેરીઓ અદશ્ય થઈ ગઈ અને એક કેરી જ બાકી રહી.


આગળ કથા વાંચવા અહીં ક્લિક કરો 


મહાદેવ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે 

 બિલ્વપત્ર ની ઉત્પત્તિ કેવી રીતે થઈ? બિલ્વ વૃક્ષ કેટલા દેવતા નો વાસ છે?  બિલ્વપત્ર શિવજી ને અપણૅ કરવાનો મંત્ર કયો? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે 


શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે 

 

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં  

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  

 

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય  

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

સોમવાર, 1 ઑગસ્ટ, 2022

શ્રાવણ સોમવાર ની વ્રત કથા "" સોળ સોમવાર વ્રત કથા મહિમા " | Sol Somvar Mahadev Vrat Katha Gujarati | Okhaharan

 શ્રાવણ સોમવાર ની વ્રત કથા "" સોળ સોમવાર વ્રત કથા મહિમા " | Sol Somvar Mahadev Vrat Katha Gujarati | Okhaharan

sol-somvar-mahadev-vrat-katha-gujarati
sol-somvar-mahadev-vrat-katha-gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું  સોળ સોમવારની વાર્તા  શ્રાવણ માસ માં પહેલા સોમવારે જે વ્રત થાઈ છે તે "સોળ સોમવાર ની વ્રત કથા " છે.. શ્રાવણ માસના સોમવાર નુ વ્રત  સોળ સોમવાર વ્રત કથા મહિમા આ સોમવારનું  વ્રત કરવાથી  મહાદેવ તથા માતા પાર્વતીજી ની કૃપા પ્રાપ્ત થાઈ છે. મનુષ્ય ને આરોગ્ય, સૌભાગ્ય, સુખ, ધન ની પ્રાપ્તિ થાઈ છે.. આ વ્રત સોળ સોમવાર સુધી કરી, પછી તેનું ઉજવણુ  કરવાનું હોય છે. આ વ્રત કોઈ પણ કરી શકે છે.. શ્રાવણ માસ ભગવાન મહાદેવ ને અતિ પ્રિય છે.. અને તેમાંય સોમવાર ના તો ભગવાન શિવ સ્વામી જ છે.

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

સોળ સોમવાર વ્રત 


આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ કરવું અને સોળ સોમવાર સુધી કરવું. વ્રતના દિવસે સવારે મહાદેવજીના મંદિરે જઈ શિવ-પાર્વતીનું પૂજન કરવું, એકટાણું કરવું અને મહાદેવજીની વાર્તા સાંભળવી. વાર્તા સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા અને હોંકારો દેવાને બદલે ‘મહાદેવજી મહાદેવજી' એમ બોલવું.


સોળ સોમવારની કથા ગુજરાતીમાં


એકવાર શંકર અને પાર્વતી પોતાના મંદિરે બેઠાં છે અને બેઠાં બેઠાં સોગઠાંબાજીની રમત રમે છે. પરંતુ એમની રમતમાં કોણ હાર્યું અને કોણ જીત્યું એનો ન્યાય કોણ કરે ? તેનો વિચાર તેઓ કરતાં હતાં, એટલામાં આ મંદિરનો પૂજારી તપોધન બ્રાહ્મણ ત્યાં આવી ચડ્યો, એટલે શંકર પાર્વતીએ તેમને પોતાની પાસે બેસવા કહ્યું અને આ રમતનો ન્યાય આપવા જણાવ્યું.

"" શિવ બાવની "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     


શંકર-પાર્વતીએ રમત શરૂ કરી અને તપોધન બ્રાહ્મણ તેમની પાસે ઊભો રહ્યો. એક બાજી પૂરી થઈ, તેમાં ભગવાન શંકર જીતી ગયા. તેમણે બ્રાહ્મણને પૂછ્યું. “કોણ હાર્યું? કોણ જીત્યું?’’ “પ્રભુ ! આપ જીત્યા અને માતાજી હાર્યાં.” બ્રાહ્મણે જવાબ આપ્યો. બીજી બાજી શરૂ થઈ. તેમાં પાર્વતીજી જીતી ગયાં. તેમણે બ્રાહ્મણને પૂછ્યું : “કોણ હાર્યું ? કોણ જીત્યું ?” હાર્યાં.’


“પ્રભુ ! આપ જીત્યા અને માતાજી ત્રીજી બાજી શરૂ થઈ, તેમાં પણ પાર્વતીજી જીતી ગયાં અને તેમણે બ્રાહ્મણને પૂછ્યું : “હે બ્રાહ્મણ ! બોલ કોણ હાર્યું અને કોણ જીત્યું ?”


“પ્રભુ ! આપ જીત્યા અને માતાજી હાર્યાં.’’


આ તપોધન બ્રાહ્મણ બેવાર જૂઠું બોલ્યો, કારણ તેને તો મહાદેવજીને રાજી કરવા હતા. આથી પાર્વતીજી ક્રોધે ભરાયાં અને બ્રાહ્મણને શાપ આપ્યો :


“હે બ્રાહ્મણ ! ત્રણ બાજીમાંથી બે બાજી હું જતી હતી, છતાં તું જૂઠું બોલ્યો અને ખોટો ન્યાય આપ્યો. આથી હું તને શાપ આપું છું કે - ‘તારા આખા શરીરે કોઢ ફૂટી નીકળે.”


મા પાર્વતીનો શાપ મળતાં જ તપોધન બ્રાહ્મણને આખા શરીરે કોઢ ફૂટી નીકળ્યો. બ્રાહ્મણને પોતાની ભૂલ બદલ ખૂબ જ પસ્તાવો થયો. તેણે પોતાને શાપમુક્ત કરવા માટે શંકર-પાર્વતીને ખૂબ જ આજીજી - વિનંતી કરી, માફી માંગી, પણ બધું જ નકામું. કારણ આ શાપ પાર્વતીજીએ આપ્યો હતો, એટલે કંઈ થઈ શક્યું નહિ. શંકર-પાર્વતીજી પણ અંતર્ધાન થઈ ગયાં. એટલે,તપોધન બ્રાહ્મણ રોતો - કકળતો ત્યાંથી ચાલી નીકળ્યો.


આગળ કથા વાંચવા અહીં ક્લિક કરો 

 


Gujarati Bhakti Lekh on Whatsapp

 "" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે 



 બિલ્વપત્ર ની ઉત્પત્તિ કેવી રીતે થઈ? બિલ્વ વૃક્ષ કેટલા દેવતા નો વાસ છે?  બિલ્વપત્ર શિવજી ને અપણૅ કરવાનો મંત્ર કયો? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે 


શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે

  

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં  

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે   

 

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય  

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

રવિવાર, 31 જુલાઈ, 2022

વીર પસલી ની વ્રત કથા | વીર પસલી વાર્તા | Vir Pasli Varta | Vir Pasli Vrat Katha Gujarati | Okhaharan

વીર પસલી ની વ્રત કથા | વીર પસલી વાર્તા | Vir Pasli Varta | Vir Pasli Vrat Katha Gujarati | Okhaharan

vir-pasli-varta-vir-pasli-vrat-katha
vir-pasli-varta-vir-pasli-vrat-katha

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું વીરપસલી વ્રત


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 


શ્રાવણ માસના પહેલા રવિવારથી આ વ્રતનો પ્રારંભ થાય છે, અને બીજા રવિવારે પૂરું થાય છે. આ દિવસે બહેન ભાઈને ઘેર જમવા જાય છે અને બહેનને જમાડીને ભાઈ યથાશક્તિ ભેટ આપે છે. આ વ્રત ભાઈના કલ્યાણ માટે, તેના દીર્ઘાયુ માટે કરવામાં આવે.


એક ગામમાં એક કણબી રહેતો હતો. તેને સાત દીકરા અને એક દીકરી હતા. સાતે ભાઈઓ અને બહેન પરણેલાં હતાં. પરંતુ બહેનના સાસરિયાં એવાં ખરાબ નીકળ્યાં કે બહેનને તેડવાં જ ન આવે. બહેન પરણીને સાસરે ગઈ, પછી પિયર રહેવા આવી કે પાછી સાસરે જવા ન જ પામી. એને પરાણે પિયરમાં રહી સુખ:દુઃખમાં દિવસો પસાર કરવા પડે છે.



કણબીનો સૌથી નાનો દીકરો ખૂબ જ ભોળો અને ભલો હતો, જ્યારે બાકીના છએ ભાઈઓ ખૂબ જ કપટી હતા. ખૂબ ખૂબ કમાઈને ધનવાન બની ગયા, એટલે અભિમાની બની જુદા રહેવા લાગ્યા.


નાના ભાઈ સાથે ડોસા, ડોસી, બહેન અને તેનાં સ્ત્રી-બાળકો બધાં ભેગાં રહે. ખાનારાં ઝાઝાં અને કમાનાર એકલો. તે ખૂબ પરિશ્રમ કરે, ત્યારે માંડ પેટ પૂરતું ખાવા મળે, એટલે તે બિચારો નિર્ધન જ રહ્યો.

શિવજી નો આ સ્ત્રોત નો પાઠ કરવાથી આપણા કુટુંબ ને રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


બહેનને નાના ભાઈ ઉપર ખૂબ જ દયા આવતી. તેને થયું કે “લાવ ! મારા ભાઈને ટેકો કરું.' એમ વિચારી તે છએ ભાભીઓ પાસે કામ માગવા ગઈ, ત્યારે અભિમાનથી છકી ગયેલી તેની ભાભીઓએ કહ્યું : ‘‘નણંદબા ! અમારે ત્યાં બીજું તો કોઈ કામ નથી, પણ અમારા છએ ઘરનાં ઢોર ચારવાં જાવ, તો બપોરનું એકટાણું વધ્યું-ઘટ્યું ખાવા માટે આપીશું.”


બિચારી બહેનને તો કામ જોઈતું હતું, આથી તેણે ઢોર ચારવાનું કામ પણ સ્વીકારી લીધું. બહેન તો છએ ભાઈઓના નિયમિત રીતે ઢોર ચરાવવા



અને વધ્યું-ઘટ્યું ખાઈને દિવસો પસાર કરવા લાગી. એક દિવસ બહેન ઢોર ચરાવવા જતી હતી, ત્યાં નદીકાંઠે સરખે સરખી છોકરીઓને નાહતી-ધોતી જોઈ એટણે પૂછ્યું : “બહેનો ! તમે આ શું કરો છો ?’’


છોકરીઓ બોલી : “આજે વીરપસલી છે, એટલે

વીરપસલીના દોરા લઈએ છીએ.’’


દોરા લેવાથી શો લાભ થાય ?’’ “બારે માસ ભાઈને સુખ મળે.’’


બહેન બોલી : “મારેય વીરપસલીનું વ્રત લેવું છે. પણ એ વ્રત શી રીતે થાય તે મને શીખવાડો.''

 કર્પૂરગૌરં કરૂણાવતારં નો અર્થ કર્પૂર નથી થતો જાણો અથૅ ગુજરાતીમાં અહીં ક્લિક કરો 


છોકરીઓએ પોતાના કપડામાંથી આઠ તાંતણા કાઢી દોરો આપ્યો. પછી કહ્યું : “લે આ દોરો ! મહાદેવજી - મહાદેવજી’ એમ બોલતી જા અને આંઠ ગાંઠો વાળતી જા. પછી આઠ દિવસ સુધી વ્રત કરજે. રોજ સવારે વહેલા ઊઠીને સ્નાન કરી, આ દોરાને ધૂપ આપજે. નવમા દિવસે વ્રત ઉજવજે અને દોરાને પીપળે બાંધજે.''


છોકરીઓના કહ્યા પ્રમાણે નાની બહેને વ્રત શરૂ કર્યું. આમ કરતા આઠ દિવસ પસાર થઈ ગયા. હવે વ્રત ઉજવવાનું હતું,


 છોડિયો બોલી : ‘આજે ભાઈને દોરો બાંધવો. ભાઈ જે આપે તે જમવું.’ બહેને વિચાર કર્યો કે, મારે સાત ભાઈઓ છે, સાત ભાઈઓમાં છ ભાઈઓ તો બોલતા ય નથી. નાનો ભાઈ નિર્ધન છે. મારું વ્રત ઉજવશે કોણ ? તો યે એ દોરો લેવા બેઠી. છોડિયોએ પોતાના લુગડામાંથી આઠ તાંતણા કાઢી, ગાંઠો વાળીને દોરો આપ્યો અને કહ્યું : ‘આઠ દિવસ સુધી નાહી ધોઈ દોરાને દેવતાથી ધૂપ દેજે. દોરાને ધૂપ દીધા પછી જમજે. આઠ દિવસે દોરો ઉજવીને પીપળાને બાંધજે 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે


બહેન તો દોરો લઈને આવી અને માતાને કહેવા લાગી : મા મા ! આજે તો મેં વીરપસલીનો દોરો લીધો છે. ચૂલામાં દેવતા ઠારશો નહીં.’ 

મા કહે : ‘સારું.’ આ વાત છએ ભાભીઓ જાણી ગઈ. ભાભીઓના મનમાં તો ઝેર ભરેલું હતું. એ તો ચૂપચાપ આવીને ચૂલામાં પાણી રેડી ગઈ. દેવતા ઠરી ગયો ! 

બહેન તો નદીએથી નાહીને આવી. દોરાને ધૂપ દેવા દેવતા લેવા ગઈ. ત્યાં જુએ છે, તો ચૂલામાં પાણી જ પાણી ! એને થયું કે અવશ્ય આ ભાભીઓના જ કામ છે.  

એ પછી તો એ હંમેશા સીમમાં દેવતા લઈને જવા લાગી. સીમમાં જઈને એ દોરાને ધૂપ દે અને ગાયમાતાને વાત સંભળાવે, એમ કરતાં કરતાં આઠ દિવસ પૂરા થયા. 

આજે વીરપસલીનું ઉજવણું કરવું હતું, એટલે તેણે માને કહ્યું : ‘મા ! આજે તો મારે વ્રતનું ઉજવણું કરવું છે. ભાઈ જે આપશે તે જ જમીશ.’  

એ તો ભાઈઓને ત્યાં ગઈ અને પૂછ્યું :‘ભાભી ! ભાભી ! મારા ભાઈ ઘરે છે ને ?’  

ભાભી છણકામાં બોલી : ‘તારા ભાઈને તું જાણે, હું શું જાણું !’ બહેન તો ત્યાંથી ચાલી નીકળી. બીજા ભાઈને ઘરે ગઈ. ત્રીજાભાઈને ઘરે ગઈ. એમ થયે ભાઈઓના બારણે જઈને પાછી ફરી.  

છેવટે એ નાનાભાઈને ત્યાં આવી ને ડૂસકું ભરતાં પૂછ્યું : ‘ભાભી ! મારા ભાઈ ક્યાં છે ?’ નાની ભાભીએ નણંદબાને બાથમાં લીધા.  

માથે હાથ ફેરવીને કહ્યું : ‘બહેન ! હું જાણતી હતી કે મોટેરાં તો બોલશે પણ નહિ.’ 

એણે બહેનને કહ્યું : ‘તમારા ભાઈ હમણાં જ ખેતરે ગયા છે. માંડ પાદરે પહોંચ્યાં હશે. બહેન ત્યાંથી દોડવા લાગી. પાદરે જઈને જુએ તો ભાઈ તો ઘણાં છેટે દેખાય.  

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે

એણે સાદ દીધો : ‘ભાઈ ભાઈ !…. વીરપસલી !’ ભાઈ તો ખેતર પાસે પહોંચેલો, બહેનનો સાદ સાંભળીને ઊભો રહ્યો. 

બહેનની વાત સાંભળીને ભાઈ બોલ્યો : ‘અરેરે ! બહેન, હું તો તને શું આપું ? મારી પાસે છે શું ?’ ‘ભાઈ ! તમે જે આપશો તે હું સવાલાખનું ગણીને લઈશ.’ બહેન બોલી. 

ભાઈએ તો બહેનને બી માટે લીધેલા સવાશેર કોદરા આપ્યા. એક માટીનું ઢેફું આપ્યું અને પછેડીથી છોડીને એક પૈસો આપ્યો. 

બહેને કોદરાને ઘઉં માનીને લીધા. ઢેફાને ગોળ માનીને લીધું. 

પૈસાને સોનાનાણું માનીને લીધો ! 

એ તો રાજી થતી ઘર ભણી નીકળી, ઘરે આવીને જુએ તો એનો વર તેડવા આવેલો. કોઈ દા;ડે નહિ ને આજે તેડવાનું ક્યાંથી સૂઝ્યું ? એને તો વ્રત ફળ્યું. 

જમાઈ બોલ્યો : ‘હું તો તેડવા આવ્યો છું. આજને આજ મોકલો. હું તેડીને જ જઈશ.’ સાસુ કહે : ‘એવી ઉતાવળ શી છે ? ઘણા દાડે આવ્યા છો તો આજનો દાડો રહી જાવ. કાલે જજો !’ 

જમાઈએ હઠ પકડી : ‘ના, હું તો આજે જ તેડીને જઈશ.’ સાસુએ દીકરીને વળાવવાની ગોઠવણ કરવા માંડી.  

ઘરમાં જોયું તો દીકરીને આપવા જેવું કાંઈ ન મળે ! છયે ભાભીઓને ટીંખળ કરવાનું મન થયું. એમણે ચીંથરા, સાવરણી, જુની ઈંઢોણી અને કપડાંના ડૂચાનું પોટલું વાળીને નણંદને માથે ચઢાવ્યું. 

ડોશી દીકરીને જમાઈ સાથે વળાવી ઘરે આવી, ત્યારે ડોશીને થયું કે, દેવતા વિના દીકરી દોરાને ધૂપ ક્યાંથી દેશે ? દોરાને ધૂપ નહિ દેવાય તો દીકરી ભૂખી ને તરસી રહેશે. 

એ તો હાથમાં દેવતા લઈને દોડતી ગયી અને સાદ દેવા લાગી : ‘દીકરી ! દીકરી !…. દેવતા લેતી જા !’ 

વર કહે : ‘તારાં મા કંઈ નહિ ને દેવતા આપવા કેમ આવ્યા ?’ 

વહુ કહે : ‘રૂડા પ્રતાપ એ દેવતાના કે, તમે નહોતા તેડતા તે મને તેડી. આજે મારા વ્રતનું ઊજવણું છે.’ 

એમ કહી વરને વાવને ટોડલે બેસાડી, વહુ નહાવા ઉતરી. નાહીને ભીને કપડે બહાર આવી અને વરને કહ્યું : ‘પેલા પોટલામાંથી લુગડું નાખો ને ?’ 

વરે પોટલું છોડ્યું અને કહ્યું : ‘કયું ચીર આપું ?’ 

વહુને થયું : ‘કેવા મારી ઠેકડી કરે છે !’ 

એ બોલી : ‘અમારે નિર્ધનને હીર ને ચીર ક્યાંથી હોય ? વરે લુગડું નાખ્યું. વહુ લુગડું જુએ છે. તો કસબી કોરનુ રૂપાળું અમ્બર ! ખરેખર ! પોટલામાં જાતજાતની મોંઘા મૂલની સાડીઓ થઈ ગઈ ?  

એણે તો બહાર આવી હરખમાં ને હરખમાં દોરાને ધૂપ દીધો. એના મનમાં થયું કે, પૈસો આપું તો એ પાસેના ગામમાંથી સીધું લઈ આવે. 

છેડેથી પૈસો છોડીને જુએ છે, તો સોનાનું નાણું ! 

ઢેફું જુએ છે તો ગોળ થઈ ગયો ! 

કોદરા જુએ છે તો ઘઉં થઈ ગયા ! એના આશ્ચર્યનો પાર રહ્યો નહિ.  


ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ


એણે સોનાનાણું આપી પોતાના સ્વામીને સીધું લેવા મોકલ્યો. ત્યાં તો વાવની પાસે મોટી હવેલી થઈ ગઈ ! સીધું લઈને વર આવ્યો.  

વહુને સાતમા માળના ઝરૂખામાં બેઠેલી જોઈ તેને નવાઈ લાગી. વર તો ધીમે ધીમે મેડીએ ચડ્યો. 

બંને જણે પેટ ભરીને વાતો કરી. વહુએ રસોઈ કરવા માંડી પણ જ્યાં ખોદે ત્યાં સોનું જ સોનું ! 

તેણે ધરતીમાતાને પ્રાર્થના કરી : હે ધરતીમાતા ! એકલા સોનાને હું શું કરું ? થોડી ભોંય ઉઘાડી આપો !’ 

ત્યાં તો ચૂલો થાય એટલી ધરતી ઉઘાડી થઈ ગઈ ! વહુએ રસોઈ કરી, બંને જણા જમવા બેઠાં, જમી પરવારીને વાતે વળ્યાં અને ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો. 

એમને તો ખેતીવાડી, વણજ વેપાર ચાલવા માંડ્યાં. થોડા વર્ષો વીતાવ્યા ને વહુના પિયરમાં દુકાળ પડ્યો. છયે ભાઈ ભિખારી થઈ ગયા ! 

ડોસો, ડોશી સાત દીકરા અને સાત વહુઓ પેટિયા માટે પરગામ જવા નીકળ્યાં ! 

બધાં ચાલતાં ચાલતાં દીકરીની હવેલીએ આવ્યાં. મોટી હવેલી જોઈને કામનું પૂછવા લાગ્યાં. સાતમે માળેથી દીકરીએ પોતાના ભાઈઓ અને મા-બાપને ઓળખ્યાં અને તેમને પોતાને ત્યાં રાખ્યા. 

છ ભાઈઓ અને છ ભાભીઓને વૈતરાનું કામ સોંપ્યું. તગારાં, કોદાળી ને ઈંઢોણી આપ્યાં. નાના ભાઈને અને નાની ભાભીને કશું કામ કરવાનું નહિ અને બે વાર જમવાનું. 

ડોસો-ડોશી છોકરાં રાખે ને પ્રભુ ભજન કરે. એક દિવસ બધાં સાથે જમવા બેઠાં. બહેને છયે ભાઈઓની થાળીમાં સોનાના ટુકડા મૂક્યા, છયે ભાભીઓની થાળીમાં રૂપાના ટુકડા મૂક્યા અને નાનાભાઈને લાપશી પીરસી ! 

છયે ભાઈઓ અને ભાભીઓ જુએ છે. તો બહેનને દીઠાં અને તેમની આંખો ઉઘડી ગઈ. પોતાની બહેનને દુઃખ દેવા માટે બધાં પસ્તાવો કરવા લાગ્યાં. 

એમની આંખોમાં પાણી વહેવા લાગ્યું. બહેનને દયા આવી, બધા ભાઈઓને એક એક ઘર આપ્યું અને ભાભીઓને પણ જે જોઈએ તે આપ્યું. બધાં આનંદમાં રહેવા લાગ્યાં.  

જેવું બહેનને વીરપસલીનું વ્રત ફળ્યું’ એવું અમને ફળજો 




શ્રાવણ માસમાં જાણો ૐ નમઃ શિવાય 5 મંત્રો નો અથૅ જાણીને જાપ કરવાથી અઘિક ફળ મલે 


ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં 

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે   

 

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય 

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ 

 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇