મંગળવાર, 21 માર્ચ, 2023

ચૈત્ર માસમાં નિત્ય વાંચો "" ઓખાહરણ ભાગ 1 કડવાં 1 -10 "" | Okhaharan Part 1 to 10 | Okhaharan In Gujarati |

ચૈત્ર માસમાં નિત્ય વાંચો "" ઓખાહરણ ભાગ 1 કડવાં 1 -10  "" |  Okhaharan Part 1 to 10 | Okhaharan In Gujarati |

okhaharan-part-1-to-10-okhaharan-in-Gujarati
okhaharan-part-1-to-10-okhaharan-in-Gujarati

 

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું  ચૈત્ર માસમાં ઓખાહરણ વાંચવાથી તાવ તારીયો એકન તરીયો આવતો નથી. અને મહારોગ માંથી મુક્તિ થાય. ભૂત પ્રેતના ભણકારા સ્વપ્ન માં આવતા નથી. અને સુખી મન તન પામી જીવનમાં લાભ થાય છે.તથા અંખડ સોભાગ્યપ્રાપ્તિ નું વ્રત છે. આ કથા કવિ પ્રેમાનંદજી એ 93 કડવાં ના રૂપ મા છે જેમાં આપણે આજે 1-10 કડવાં વાછીશું.,.આ ઓખાહરણ નુ વાંચન ચૈત્ર મહિના મા ત્રણ દિવસ કરવાથી મનુષ્ય ને તાવ, એકાંતરિયો, ભૂત બાધા, રોગ આદિ થી મુક્તિ મળે છે


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે

સ્તુતિ  

શ્રી ગણેશજી ની પ્રાથૅના  

એક નામ મુજને સાંભર્યું, શ્રી ગૌરીપુત્ર ગણેશ;  

પાર્વતીના અંગથી ઉપન્યો, તાત તણો ઉપદેશ. (૧)  

 

માતા જેની પાર્વતી ને, પિતા શંકરદેવ;  

નવખંડમાં જેની સ્થાપના, કરે જુગ ભુતળ સેવ. (૨)  

 

સિંદુરે શણગાર સજ્યા, ને કંઠે પુષ્પના હાર;  

આયુદ્ધ ફરસી કર ધરીને, હણ્યા અસુર અપાર. (૩)  

 

પહેલા કરમાં જળકમંડળ, બીજે મોદિક આહાર;  

ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે રે જપમાળ. (૪)  

 

ચાલો સહિયરો દેરે જઈએ, પૂજીએ ગણપતિરાય;  

મોટા લીજે મોદિક લાડુ, લાગીએ શંભુસુતને પાય. (૫)  

 

એવા દેવ સાચા મુનિવાચા, પૂરે મનની આશ;  

બેઉ કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ. (૬)  

 


              કડવું-૧  

શ્રી અંબાજી ની પ્રાથૅના

આદ્યશક્તિ મા અંબા પ્રગટ્યાં, જ્યાં પવન નહિ પાણી;  

સુરીનર મુનિજન સર્વ કળાણા, તું કોણે ન કળાણી. (૧)  

 

તારું વર્ણન કેઈ પેરે કરીએ, જો મુખ રસના એક;  

સહસ્ત્રફેણા શેષનાગને, મા ! તોયે ના પામ્યો શેષ. (૨)  

 

જુજલાં રૂપ ધરે જુગદંબા, રહી નવખંડે વ્યાપી;  

મહા મોટા જડમૂઢ હતા મા, તેમની દુરમત કાપી. (૩)  

 

ભક્તિભાવ કરી ચરણે લાગું, મા આદ્યશક્તિ જાણી;  

અમને સહાય કરવા તું સમરથ, નગરકોટની રાણી. (૪)  

 

તું તારા ત્રિપુરા ને તોતળા, નિર્મળ કેશ રંગે રાતે;  

બીજી શોભા શી મુખ કહીએ, રચના બની બહુ ભાતે. (૫)  

 

હંસાવતી ને બગલામુખી, અંબીકા તું માય;  

ભીડ પડે તમને સંભારું, કરજો અમારી સહાય. (૬)  

 

મા સેવક જન તારી વિનતી કરે, ઉગારજો અંબે માય;  

બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાંસળી વાય. (૭)  

 

શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય;  

અબીલ ગુલાલ તણા હોય ઓચ્છવ, મૃદંગના ઝણકાર. (૮)  

 

સિંહાસન બેઠી જુગદંબા, અમૃત દૃષ્ટે જોતી;  

સોળે શણગાર તેં સજ્યા મા, નાકે નિરમળ મોતી. (૯)  

 

ખીર ખાંડ મધ શર્કરા, આરોગો અંબામાય;  

અગર કપુરે તારી કરું આરતી, સેવકજન શિર નમાય. (૧૦)  

 

તું બ્રહ્માણી તું રુદ્રાણી, તું દેવાધિદેવા;  

સકલ વિશ્વમાં તું છે માતા, કરું તારી સેવા. (૧૧)  

 

માના શરણ થયા પ્રતિપાલ, પહોંચી મનની આશ;  

કુશળક્ષેમ રાખજો મા સર્વને, એમ કહે ત્રિપુરાદાસ રે. (૧૨)  

 

  

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

              કડવું-૨  

 

પરીક્ષિત રાજા શુકદેવજી ઓખાહરણ ની કથા કહેવા કહે છે.  

 

હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું, હું તો સકળ પદારથ પામું;  

વામું વામું રે, દુઃખ સકળ કલેવર તણાં રે.

 

(રાગ:ઢાળ)  

 

દુઃખ સકળ વામું કુળીવરના, સુણતાં પાતક જાય;  

ઓખાહરણ જે સાંભળે, મહારોગ થકી મૂકાય. (૧)  

 

તાવ, તરીઓ એકાંતરીઓ, ન ચઢે તેની કાય;  

ભૂતનો ભણકારો તેને, ન આવે સ્વપ્નામાંય. (૨)  

 

પરીક્ષિત પૂછે કહોને શુકજી, ઓખાનો મહિમાય;  

કોણ રીતે થયો, ઓખા અનિરુદ્ધનો વિવાય. (૩)  

 

પ્રથમથી તે નવમે સુધી, કહ્યા મને નવ સ્કંધ;  

હવે દશમની કહો કથા, જેમ ઉપજે આનંદ. (૪)  

 

હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુરો વંસ;  

પ્રથમ મારી પુતના ને, પછી પછાડ્યો કંસ. (૫)  

 

પછી પધાર્યા દ્વારિકામાં, પરણ્યા છે બહુ રાણી;  

સોળ સહસ્ત્રશત રાણી તેમાં, અષ્ટ કરી પટરાણી. (૬)  

 

તેમાં વડાં જે રુક્ષ્મણી, પ્રદ્યુમન તેના તન;  

પ્રદ્યુમનના અનિરુદ્ધિ કહિએ, કર્મ કથા પાવન. (૭)  

 

આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા, મરીચી જેના તન;  

મરીચીના સુત કશ્યપ કહીએ, હિરણ્યકશ્યપ રાજન. (૮)  

 

વિષ્ણુભક્ત પ્રહલાદજી તેને, વહાલા શ્રીભગવંત;  

પ્રહલાદનો સુત વિરોચન, બળીરાય તેનો તન. (૯)  

 

બળિતણો સુત બાણાસુર, જેનું મહારુદ્ર ચરણે મન;  

એક સમે ગુરુ શુક્ર આવ્યા, ત્યારે બોલ્યો વચન. (૧૦)  

 

અહો ગુરુજી, અહો ગુરુજી, કહોને તપમહિમાય;  

શુક્ર વાણી બોલિયા, તું સાંભળને જગરાય. (૧૧)  

 

ત્રણ લોકમાં ભોળા શંભુ, આપશે વરદાન;  

મધુવનમાં જઇ તપ કરો, આરાધો શિવ ભગવાન રે. (૧૨)  

 

  

              કડવું-૩  

બાણાસુર તપનું શિવે આપેલું વરદાન  

 

રાય તપ કરવાને જાય રે, એ તો આવ્યો મધુવનમાંય રે;  

કીધું રાયે નિમૅળ સ્નાન રે, ધરિયું શિવજી કેરું ધ્યાન રે. (૧)  

 

રાય બેઠો છે આસન વાળી રે, કર જમણામાં જપમાળા ઝાલી રે;  

માળા ઘાલ્યા સુગ્રીએ કાન રે, તોયે આરાધે શિવ ભગવાન રે. (૨)  

 

રુધિર માંસ સુકાઇ ગયું રે, શરીર સુકાં કાષ્ટવત થયું રે;  

મહાબળીઓ કેમે નવ બોલે રે, એના તપથી ત્રિભુવન ડોલે રે. (૩)  

 

વળતી બોલ્યા શંકરરાય રે, તમે સાંભળો ઉમિયાય રે;  

એક અસુર મહાતપ સાથે રે, મારું ધ્યાન ધરીને આરાધે રે. (૪)  

 

કોણ કહીએ જેના બાપ રે, તે તો માંડી બેઠો મહાજાપ રે;  

તમે કહો તો વરદાન આપું રે, કહો તો પુત્ર કરીને થાપું રે. (૫)  

 

વળતાં બોલ્યાં રુદ્રાણી રે, મારી વાત સુણો શૂલપાણી રે;  

દૂધ પાઇને ઉછીરીએ સાપ રે, આગળ ઉપજાવે સંતાપ રે. (૬)  

 

ભેદ ભસ્માંગદનો લહ્યો રે, વરદાન પામીને પૂંઠાળ થયો રે;  

વરદાન રાવણને તમે આપ્યાં રે, તેણે જાનકીનાથ સંતાપ્યાં રે. (૭)  

 

માટે શી શિખામણ દીજે રે, ભોળા રુડું ગમે તે કીજે રે;  

વળતાં બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમિયાય રે. (૮)  

 

સેવા કરી ચઢાવે જળ રે, તેની કાયા કરું નિરમળ રે;  

સેવા કરી ચઢાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધનધન રે. (૯)  

 

જે કોઈ ચઢાવે બિલિપત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે;  

સેવા કરી વગાડે ગાલ રે, તેને કરી નાખું ન્યાલ રે. (૧૦)  

 

નારી પાનીએ બુદ્ધિ તમારી રે, આપતાં નવ રાખીએ વારી રે;  

હું તો ભોળાનાથ કહેવાઉં રે, હવે કપટીનાથ કેમ થાઉં રે. (૧૧)  

 

એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર શિર હાથ રે;  

તું તો જાગ્ય બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે. (૧૨)  

 

હું તો જાગું છું મહારાજ રે, આપો શોણિતપુરનું રાજ રે;  

શિવ માગું છું વારંવાર રે, મને આપો કર હજાર રે. (૧૩)  

 

કર એકેકો એવો કીજે રે, દસ સહસ્ત્ર હસ્તીતણું બળ દીજે રે;  

અસ્તુ કહીને શિવે વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરીને સ્થાપ્યો રે. (૧૪)  

 

  નવરાત્રી એકવાર રાત્રે સૂતા પહેલાં માં અંબા ની આ સ્તુતિ કરો જગત જનની પ્રસન્ન રહેશે

   

              કડવું-૪  

સમસ્ત સૃષ્ટિ નો અધિપતિ બાણાસુર બન્યો  

વરદાન પામી વળિયો બાણાસુર, શોણિતપુરમાં જાય;  

વનનાં વાસી પશુ રે પંખી, તે લાગ્યાં બ્‍હીવાય. (૧)  

 

કાંઇ નવ દીઠું સાંભળ્યું, જેમ વૃક્ષ ચાલ્યું જાય;  

આવીને જોવા લાગ્યા સર્વે, દીઠો બાણાસુરરાય. (૨)  

 

નગર સમીપે ચાલી આવ્યો, બાણાસુર બળવાન;  

કૌભાંડ નામે રાય તણે ઘર, પ્રગટ થયો પ્રધાન. (૩)  

 

કોઇક દેશની કન્યા લાવી, પરણાવ્યો રાજન;  

દેશ જીતવા સંચર્યો, રાય બાણાસુર બળવંત. (૪)  

 

પાતાળે નાગલોક જીતી, ચાલ્યો તેણીવાર;  

દેશદેનાઠા મહિપતિ જીત્યા કહેતા ન આવે પાર.  

 સ્વગે જઈને દેવ જીત્યા સવૅ દેવ નાઠા જાય

સૂરજે વળતી સાંગ આપી, બાણાસુર તણા કરમાંય. (૬)  

 

જીતી સુરને પાછો વળિયો, મળિયા નારદમુન;  

પ્રણામ કરીને પાયે લાગ્યો, તેણે સમે રાજન. (૭)  

 

ઓ નારદજી, ઓ નારદજી, ના થયું મારું કામ;  

એકે જોધ્ધો ન મળ્યો સ્વામી, પહોંચે મનની હામ. (૮)  

 

નારદ વાણી બોલ્યા, તું સુણ બાણાસુર રાય;  

જેને તુજને હાથ આપ્યા, તે શિવશું કર સંગ્રામ. (૯)

  

              કડવું-૫  

શિવજી સાથે યુધ્ધ કરવા બાણાસુર ગયો  

કૈલાસ પર્વત જઈ રાજાએ, ભીડી મોટી બાથ;  

જળમાંહી જેમ નાવ ડોલે, એમ ડોલે ગિરિનાથ. (૧)  

 

ટોપ કવચ ને ગદા ફરસી, કડકડાટ બહુ થાય;  

એણે સમે ઉમિયાજી મનમાં, લાગ્યાં બ્‍હીવાય. (૨)  

 

જઇને શંકરને ચરણે નમિયાં, અહો અહો શિવરાય;  

શાને કાજે બીહો પાર્વતી, આવ્યો બાણાસુર રાય. (૩)  

 

શોણિતપુરનું રાજ્ય આપ્યું, ઉપર કર હજાર;  

વળી માગવા શું આવ્યો છે, અંધ તણો કુમાર. (૪)  

 

સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા, તે તો સ્વામી સત્ય;  

એક યોધ્ધો મુજને આપો, યુધ્ધ કરવા સમર્થ. (૫)  

 

આવો શિવ આપણ બે વઢિયે, આપ આવ્યા મારી નજરે;  

ફટ ભૂંડા તું એ શું બોલ્યો, ખોટી હઠ આ તજ રે. (૬)

 

 

   

              કડવું-૬  

શિવજી ના સાપથી ગણપતિ અને ઓખાની ઉત્પત્તિ  

તે તો તારે વણ કહે મેં, ઉપજાવ્યો છે એક;  

જે કર છેદન કરીને તારા, કરશે કટકા અનેક. (૧)  

 

તે તો સ્વામી કેમ કહું હું જાણું, ચિંતા મુજને થાય;  

લે બાણાસુર જા હું આપું, એક આ ધજાય. (૨)  

 

જ્યારે ધજા એ ભાંગી પડશે, ત્યારે કર તારા છેદાય;

રૂધિર તણો વરસાદ વરસશે, તારા નગર મોજાર. (૩)  

 

ત્યારે તું એમ જાણજે, રીપુ ઉત્પન્ન થયો સાર;

વરદાન પામી વળિયો બાણાસુર, શોણિતપુરમાં જાય. (૪)  

 

એક સમે મહાદેવ કહે, મારે તપ કરવાનું મન;  

તેણે સમે ઉમિયાએ માંડ્યું, અતિ ઘણું રુદન. (૫)  

 

અહો શિવજી, અહો શિવજી, જનમારો કેમ જાય;  

મારે નથી એકે બાળક તો, કહો વલે શી થાય ? (૬)  

 

મહારુદ્ર વાણી બોલિયા, લે આ મારું વરદાન;  

તું એક પુત્રને એક પુત્રી, ઉપજાવજે સંતાન. (૭)

 

વરદાન આપી મહાદેવજી, વન તપ કરવાને જાય;  

ઉમિયાજી નહાવાને બેઠાં, વિચાર્યું મનમાંય. (૮)  

 

શિવનાં ઘર મોટાં જાણીને, રખે આવતું કોય;  

બે બાળક મેલું બારણે તે, બેઠાં બેઠાં જોય. (૯)  

 

દક્ષિણ અંગથી મેલ લઈને, અઘડ ઘડિયું રૂપ;  

હાથ ચરણને ઘુંટણપાની, ટુંકું અંગ સ્વરૂપ. (૧૦)  

 

ચતુર્ભુજને ફાંદ મોટી, દીસે પરમ વિશાળ;  

શોભા તેની શું કહું, કંઠે ઘુઘરમાળ. (૧૧)  

 

પહેલાં કરમાં જળકમંડળ, બીજે મોદિક આહાર;  

ત્રીજા કરમાં ફરસી સોહિએ, ચોથે રે જપમાળ. (૧૨)  

 

ગણેશને ઉપજાવીને, બોલ્યાં પાર્વતીમાત;  

એની પાસે જોડ હોય તો, કરે તે બેઠાં વાત. (૧૩)  

 

વામ અંગથી મેલ લઈને, ઘડી કન્યારૂપ;  

શોભા તેની શી કહું, શુકદેવજી કહે સુણ ભૂપ. (૧૪)  

 

સેંથો ટીલડી રાખડી, અંબોડી વાંકી મોડ;  

કંઠ કપોળ અને કામની, તેડે મોડામોડ. (૧૫)  

 

કોથળી ફૂલની વેલણ ડાબલી, રમતા નાના ભાત;  

કંકુ પડો નાડાછડી તે, આપ્યો લઈને હાથ. (૧૬)  

 

(વલણ)  

 

પરિક્ષિતને શુકદેવ કહે, કુંવરી કન્યા જેહ રે;  

ઘર સાચવવાને બાળકો, બે પ્રગટાવ્યાં તેહ રે. (૧૭)  

 

  

              કડવું-૭  

શિવજી એ ગણેશજી શિરોચ્છેદ કયૉ  

દેવી નાવણ કરવા બેઠાં, નારદ આવ્યા ત્યાંય;  

બાળક બે જોઇને નાઠા, ગયા શિવ છે જ્યાંય. (૧)  

 

નારદ ચાલી આવિયા, મધુવન તતખેવ;  

ઓરે શિવજી ઓરે શિવજી, નફટ ભૂંડી ટેવ. (૨)  

 

વનવગડામાં ભમતા હીંડો, માથે ઘાલો ધૂળ;  

આ ધંતુરો વિજિયા ચાવો, કરમાં લ્યો ત્રિશૂળ. (૩)  

 

તમે રે વનમાં તપ કરો, ને ઘેર ચાલ્યું ઘરસુત્ર;  

તમો વિના તો ઉમિયાજીએ, ઉપજાવ્યા છે પુત્ર. (૪)  

 

મહાદેવ ત્યાંથી પરવર્યા, કૈલાસ જોવા જાય;  

ગણપતિ વાણી બોલિયા, આડી ધરી જેષ્ટિકાય. (૫)  

 

અલ્યા જટિલ જોગી ભસ્મ અંગે, દિસંતો અદ્દભુત;  

આજ્ઞા વિના અધિકાર નહિ, હોય પૃથ્વીનો જો ભૂપ. (૬)  

 

વચન એવું સાંભળીને, કોપિયા શિવરાય;  

લાતો ગડદા, પાટુ મૂકી, આવ્યા ઘરની માંય. (૭)  

 

ગણપતિનો ગડદો પડે, બ્રહ્માંડ ભાંગી જાય;  

ત્રિલોક તો ખળભળવા લાગ્યું, આ તે શું કહેવાય ? (૮)  

 

ત્યારે શિવજી કોપિયા ને, ચડી મનમાં રીસ;

કોપ કરીને ત્રિશૂળ મેલ્યું, છેદ્યું ગણપતિનું શીષ. (૯)  

 

માગશર વદી ચોથને દહાડે, પુત્ર માર્યો તર્ત;  

તે દહાડેથી ચાલ્યું આવ્યું, ગણેશ ચોથનું વ્રત. (૧૦)  

 

તે મસ્તક તો જઇને પડ્યું, ચંદ્રના રથમાંય;  

તેથી ચતુર્થીને દિવસે, ચંદ્રપૂજન થાય. (૧૧)  

 

એવે શિવજી ઘરમાં આવ્યા, જ્યાં ઉમિયાજી ન્હાય;  

ઓખા બેઠી‘તી બારણે તે, નાસી ગઇ ઘરમાંય. (૧૨)  

 

લવણ કોટડીમાં જઇને પેઠી, મનમાં વિચારી;  

ભાઇના કકડાં કીધા માટે, મુજને નાંખશે મારી. (૧૩)  

 

મહાદેવજી ઘરમાં ગયા ને, ઝબક્યાં ઉમિયા મન;  

નેત્ર ઉઘાડી નિરખિયું, ત્યારે દીઠા પંચવદન. (૧૪)  

 

વસ્ત્ર પહેરીને ઉમિયા કહે છે, કેમ આવ્યા મહાદેવ;

આક ભાંગ ધંતુરો ચાવો, નફટ ભૂંડી ટેવ. (૧૫)  

 

નાહાતા ઉપર શું દોડ્યા આવો, સમજો નહિ મન માંહે;  

બે બાળક મેલ્યાં બારણે, કેમ આવ્યાં મંદિર માંહે. (૧૬)  

 

છાની રહે તું પાપણી, મેં જોયું પારખું બધું;  

આટલા દહાડા સતિ જાણતો, પણ સર્વ લૂંટી ખાધું. (૧૭)  

 

મુજ વિના તેં તો પ્રજા કીધી, એવું તારું કામ;  

પારવતીજી ! તમે રાખ્યું, હિમાચલનું નામ. (૧૮)  

 

વચન એવું સાંભળીને, ઉમિયાજીને ઊઠી જ્વાળ;  

કાલે તમો કહી ગયા હતા, જે પ્રગટ કરજો બાળ. (૧૯)  

 

ત્યારે શંકરે નીચું જોયું, મનમાં વાત વિચારી,  

તારી પુત્રી તો નાસી ગઈ, તારા પુત્રને નાખ્યો  મારી. (૨૦)  

  નવરાત્રી એકવાર પાઠ દેવી ક્ષમાપન અપરાઘ સ્ત્રોતમ ગુજરાતી અથૅ સહિત

   

              કડવું-૮  

ગણેશજી ના મૃત્યુ નો ઉમિયાજીયે કરેલ વિલાપ  

(સાખી)  

 

વાડી વિના ઝુરે વેલડી, વાછરું વિના ઝુરે ગાય;  

બાંધવ વિના ઝુરે બેનડી, પુત્ર વિના ઝુરે માય. (૧)  

 

પુત્ર ધાન્ય ને પુત્ર ધન , પુત્ર જ આગેવાન;  

જે ઘેર પુત્ર ન નિપજ્યો, તેનાં સૂનાં બળે મસાણ. (૨)  

 

પુત્ર વિના ઘર પાંજરું, વન ઊભે અગ્નિ બાળીશ;  

શિવ શાથી માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી પામીશ ? (૩)  

 

(રાગ:વિલાપનો)  

 

બોલો હો બાળા રે હો ગણપત. બોલો હો બાળા. ટેક.  

 

ઉમિયાજી કરે છે રુદન, હો ગણપત.  

શિવ શાને માર્યો મારો તન, હો ગણપત. (૧)  

 

શિવ પુત્ર વિના જેવી માય હો ગણપત.  

તેને સંપત્તિ પાઘેર જાય. હો ગણપત. (૨)  

 

શિવ પુત્ર વિનાની માય હો ગણપત

તે તરણાથી હળવી થાય, હો ગણપત. (૩)  

 

ત્યારે શિવને આવ્યું જ્ઞાન, હો ગણપત.  

મેં તો આપ્યું હતું વરદાન. હો ગણપત. (૪)

 

પેલા નારદિયાનું કામ, હો ગણપત.  

જૂઠા બોલો છે એનું નામ, હો ગણપત. (૫)  

 

એણે વાત કરી સર્વ જૂઠી, હો ગણપત.  

હું તો તપથી આવ્યો ઊઠી, હો ગણપત. (૬)  

 

મેં તો માર્યો તમારો તન, હો ગણપત.  

આ ઊગ્યો શો ભૂંડો દન , હો ગણપત. (૭)  

 

(રાગ:આશાવરી)  

 

નંદી ભૃંગી મોકલ્યા તે, પહેલી પોળે જાય;  

હસ્તી એક મળ્યો મારગમાં, તે શિરે કીધો ઘાય. (૧)  

 

ગજનું મસ્તક લાવીને , ધડ ઉપર મેલ્યું નેટ;

ગડગડીને હેઠે બેઠું, આગળ નીકળ્યું પેટ. (૨)  

 

કાળા એના કુંભસ્થળ, વરવા એના દાંત;  

આગળ એને સૂંઢ મોટી, લાંબા પહોળા કાન. (૩)  

 

દેવમાં જાશે શું પોષાશે. અપાર મુજને દુઃખ;  

દેવતા સર્વે મેણાં દેશે , ધન પાર્વતીની કુખ. (૪)  

ચૈત્ર નવરાત્રી એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે અહી ક્લિક કરો.   

                   કડવું-૯  

રૂપ સાથે ગુણ પણ જરૂરી છે.  

રૂપગુણને વાદ પાડ્યા, ચાલ્યા રાજદ્વાર;  

ગુણને આપ્યા બેસણાં, પછી રૂપને કર્યા જુહાર. (૧)  

 

રૂપ તો આપ્યાં શિવે નાગરાં, કોઇ જોગી અબધુત;  

ચતુરાઈ દીધી જે ચારણાં, વળી કોઇ રજપુત. (૨)  

 

પુન્ય વિના ધન શા કામનું ઉદક વિના કુપ

એ બે વસ્તુ કંઈ ન કામની જેમ ગુણ વિના રૂપ. (૩)  

 

સ્વરૂપ દિયો શિવ ચાતુરી નિકર રૂપ તારું પાછું લે:

રૂપ ગુણ ચતુરાઈ નહીં એ તો દુ:ખ મહાદેવ દે. (૪)  

 

માયા દીધી તેં સોમને મૂર્ખ ધર દીધી નાર

લોચન દીધાં કુકડાને જાય બેસે ઊંડી ઝાડ(૫)  

 

   

              કડવું-૧૦  

ગણેશજી નો દશૉવેલ મહિમા  

પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ;  

કથા ગ્રંથ આરંભે જેહ, પ્રથમ ગણપતિ સમરે તેહ. (૧)  

 

સૌભાગ્યવંતી શણગાર ધરે, ગણપતિ કેરું સ્મરણ કરે;  

સોની સમરે ઘડતાં ઘાટ, પંથી સમરે જાતાં વાટ. (૨)  

 

પંચવદનના દહેરામાંય , પહેલી પૂજા ગણપતિની થાય;  

એ વિના મુજને પૂજે તો, સર્વે મિથ્યા થાય. (૩)  

 

ઉથલો—શાને કાજે રુવે પાર્વતી, શાને લોચન ચોળે;  

જેને ઘેર વિવાહવાજન હશે. ત્યાં બસશે ઘીને ગોળે રે. (૪)  


  ચૈત્ર માસમાં નિત્ય વાંચો "" ઓખાહરણ ભાગ -11 -20  ""


 


 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ 


ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

રવિવાર, 19 માર્ચ, 2023

ચૈત્ર માસની અમાસ ક્યારે છે? વ્રત ઉપવાસ ક્યારે કરવો? આ દિવસે શુ કરવું ? શું ના કરવું ? | Chaitra Amavasya 2026 Kab Hai | Okhaharan

ચૈત્ર માસની અમાસ ક્યારે છે? વ્રત ઉપવાસ ક્યારે કરવો? આ દિવસે શુ કરવું ? શું ના કરવું ? | Chaitra Amavasya 2026 Kab Hai  | Okhaharan

Chaitra-amavasya-2026-kab-hai


 

  શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ ફાગણ માસની અમાસ ક્યારે છે? વ્રત ઉપવાસ ક્યારે કરવો? આ દિવસે શુ કરવું ? શું ના કરવું ? તે બઘું જાણીશું.


સૈપ્રથમ એ જાણીયે અમાસ તિથિ શું છે. અમાસ તિથિ એ પંચાગ અનુસાર 30 તિથિ ગણાય છે અને આ દિવસે ચંદ્ર શૂન્ય કળામાં હોય છે. અમાસ તિથિ ના દેવ પિતૃ છે. આ અમાસ તિથિનાં દિવસે સ્નાન દાન જપ તપ તથા પિતૃ તૅપણ માટે ઉત્તમ દિવસ માનવામાં આવે છે. અમાસ ના દિવસે પિતૃઓ માટે પિંડદાન કરવાથી તેમને તૃપ્તિ મળે છે અને તેઓ વૈકુંઠ તરફ પ્રસ્થાન કરે છે 

 સવૅ પિતૃ અમાસ ની વ્રત કથા અહી ક્લિક કરો.  


આ વષૅ 2026 ચૈત્ર માસની અમાસ તિથિ માહિતી

તિથિ ની શરૂઆત 16 એપ્રિલ 2026  રાત્રે 8:11 મિનિટ
તિથિ ની સમાપ્તિ 17 એપ્રિલ 2026  સાંજે 5:20 મિનિટ
આમ અમાવસ્યા 17 એપ્રિલ 2026 પિતૃ તર્પણ અમાવસ્યા સ્નાન મહિમા 

ૐ નમો ભગવતે વાસુદેવાય

આગળ જાણાવ્યા મુજબ આ તિથિ પિતૃઓને અપણૅ છે આ દિવસે કરેલા દરેક કાયૅ પિતૃઓને અપણૅ થાય છે અને તેનું પુણ્ય ફળ મળે છે.

અમાસ દિવસે શું કરવું

અમાસ તિથિ સવારથી સૂયૅદય થાય ત્યારથી બઘા કાયૅ કરવામાં આવે છે.


1)  અમાસ તિથિ ના દિવસે સ્નાન સાથે દાન મહિમા વઘારે છે. પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાનો માહાત્મય વઘારે છે. જો નદીમાં સ્નાન ના થઈ શકે તો ઘરમાં સવૅ નદીઓનું મંત્રથી ધ્યાન કરીને સ્નાન કરવું જોઈએ.અને શક્ય હોય તો પાણીમાં ગંગાજળ ઉમેરીને પણ સ્નાન કરી શકો છો.


2)  ત્યાર પછી મંદિરમાં સેવા પૂજા કરી પાનિયારે જ્યાં પીવાનું પાણી રાખીયે ત્યાં સવાર અને સાંજ બે આડી વાટનો ધી દિવો કરી બે અગરબતી કરી પિતૃઓનું ધ્યાન ધરતા ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર અગરબત્તી અડધી ના થાય ત્યાંસુધી જાપ કરવો.

અમાસ ના દિવસે કરો ભક્ત વલ્લભ ભટ્ટ રચિત આનંદ નો ગરબો ૧૧૮ છંદ સાથે અહી ક્લિક કરો.   

 
3)  તાયાર પછી સૂર્યદેવને જળ ચઢાવો. જળ ચઢાવતી સમયે તાબાના લોટામાં લાલ ચંદન અને લાલ ફુલ , ચોખા વડે સૂયૅદેવ ને અઘ્ય આપણૅ કરો અને સૂયૅ દેવનાં 12 જાપ કરો અને પણ ફાવે તો ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો


4)   આ તિથિ પિતૃઓનું કોઈ કાયૅ અઘુરૂ હોય તે કરવામાં ઉત્તમ દિવસ છે આ દિવસે પિતૃઓનું પુજન, તપણૅ વિઘિ, પિડંદાન, અંજલિ કરવાથી તોઓ તૃપ્ત થાય છે. તોઓ ના આશીવૉદ ફળે છે.  


5)    ત્યાર બાદ પિતૃઓને યાદ કરીને દાન કરવું જોઈએ પછી જરૂરિયાતમંદ લોકોને અન્ન,વસ્ત્ર કે પછી ધન દાન કરો તો પણ ચાલે. બ્રહ્માણ ને ભોજન કરાવવું, ગાયમાતા 33 કરોડ દેવી દેવતા વાસ હોય છે એક સારી તિથિ એક સાથે બઘા દેવી-દેવતા પ્રસન્ન થઈ જાય માટે ગાય કે    ગૌશાળામાં લીલું ઘાસ ગાય ને ખડાવવું , ગાયનું ભોજન ખોળ વગેરે ચથાશક્તિ મુજબ કાયૅ કરવું. કુતરા ધી  ગોળ કે મીઠાઈ કે રોટલી રોટલો ખડાવવો, ,  કીડી ને લોટ સાથે મોરંસ ઉમેરીને કીડીયારૂ પુરવું, હવે ઉનાળા સમય આવશે તમારી ઘર ની આસપાસ કે રવેશીમાં પક્ષી માટે ચણ અને પાણી વવ્યવસ્થા કરવી આમ આટલા પ્રકાર ના અમાસ તિથિ ના દિવસે કરી શકાય છે.  


6)    અમાસ તિથિ પિતૃઓને અપણૅ છે આ દિવસે ઘરમાં પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરો. ધૂપ કરવા માટે સવારે, કે બપોર કે પછી સંઘ્યાનો સમય સૌથી ઉત્તમ રહે છે. તેમાં પણ બપોર અથવા સંઘ્યા સમયે ગાયના ગોબર ના છાણા અથવા અત્યારના સમયમાં કોલસા ઉપર ગુગળ મુકીને ઘુપ કરો અને પછી ધૂમાડો નીકળતો બંધ થઈ જાય, ત્યારે બળતા છાણા અથવા કોલસા ઉપર ગોળ અને ઘીથી ધૂપ આપવું જોઈએ. આ દિવસે પિતૃઓ પૃથ્વી પર વાયુ વેગે આવે છે આ દરમિયાન પિતૃઓનું ધ્યાન ઘરતા રહેવું મનમાં ઓમ પિતૃભ્યૌ નમઃ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય જાપ કરવો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ 


7)    આ દિવસે ઘરે ખીર બનાવો અને પિતૃઓને પ્રસાદ તરીકે અપણૅ અને ઘરનાં સવૅ સભ્યો સાથે મળીને ભોજન કરો આમ કરવાથી પણ પિતૃઓ તૃપ્ત થાય છે


8)    અમાસ તિથિ ના દિવસે ભગવાન શિવને કોઈ શિવાલયમાં જઈને શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ તથા ચાંદીના લોટાથી કાચુ દૂધ ચઢાવો અને સાથે સાથે શિવ પંચઅક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો. તે પછી શુદ્ધ જળ ચઢાવો. શિવલિંગનો ચંદન ચોખા, બીલીપાન, ધતૂરો, ફળ-ફૂલ ચઢાવો. ભગવાનને મીઠાઈનો ભોગ ધરાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. પછી પ્રદક્ષિણા કરીને એક માળા ઓમ નમઃ શિવાય ની કરો.


9)    આ અમાવસ્યા ના દિવસે સવારે પીપળા વૃક્ષ પર દૂધ જળ ને મિશ્ર કરીને ચડાવું સાથે ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જાપ કરવા. અને સંધ્યા સમયે સરસવ ના તેલ નો ચૌમુખ વાળો દિવો કરવો. આ સમયે ઓમ પિતૃભ્યૌ નમઃ મંત્ર જાપ પણ કરી શકો છો.


અમાસ ના દિવસે શું ના કરવું?

1)    અમાસ તિથિ ના દિવસે તમે વ્રત કરો કે ના કરો પણ કંઈ પણ નશીલા પદાર્થો સેવન કે  કોઈ વસ્તુ નશો ના કરો.

2)    અમાસ ના દિવસે બ્રહ્મચર્ય નું પાલન કરો.

 

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 


3)    અમાસ ના દિવસે ધરમાં કે બહાર નાના મોટા ની ઉપર કોધ ના કરવો

4)    અમાસ ના દિવસે માંસ મદિર નું સેવન ના કરવું

5)    અમાસ ના દિવસે પારકા એટલે બીજા નું અન્ન ના ખાવ. ધરે બનાવીને જમો.

 

 દરરોજ સવારે કરો શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે 

 

 
 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 9 માર્ચ, 2023

ફાગણ માસની સંકષ્ટી ચતુર્થી 10 કે 11 માચૅ ઉપવાસ ક્યારે કરવો? ચંદ્ર દશૅન નો સમય શુ છે ? | Falgun Sankashti Chaturthi 2023 | Okhaharan

ફાગણ માસની સંકષ્ટી ચતુર્થી 10 કે 11 માચૅ ઉપવાસ ક્યારે કરવો? ચંદ્ર દશૅન નો સમય શુ છે ? | Falgun Sankashti Chaturthi 2023  | Okhaharan 

falgun-sankashti-chaturthi-2023
falgun-sankashti-chaturthi-2023

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું ફાગણ માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ?  10 કે 11 માચૅ ઉપવાસ ક્યારે કરવો? આ દિવસે શ્રી ગણેશ ના ક્યા સ્વરૂપ નું પુજન કરવું ? અને ચંદ્ર દશૅન નો સમય શુ છે ? કેમ આ ચતુર્થી  ખાસ છે તે બધું આજે આપણે જાણીશું   



દરેક મહિનામાં આવતી વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહે છે  હિંદુ ધર્મમાં શ્રી ગણેશ ની સંકષ્ટી ચતુર્થી વ્રતને તમામ ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે શ્રી ગણેશ ના પુજન સાથે ચંદ્રદેવનું પુજન કરવામાં આવે છે. શ્રી ગણેશજી એ પ્રથમ ઉપાસક છે અને તે શુભતાના પ્રતીક પણ છે. ભગવાન ગણેશને માતા ગૌરી અને શંકર ના વરદાન થી પ્રથમ પૂજનીય દેવ માનવામાં આવે છે. ગણેશજીને વિઘ્નોદૂર કરનાર દેવ પણ કહેવામાં આવે છે. આ દિવસે ગણપતિની પૂજા કરી ઉપવાસ કરવાથી જ્ઞાન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે શ્રી ગણેશ ના પુજન સાથે રિદ્રિ સિદ્રિ નું પુજન દરેક કાયૅ માં સિદ્રિ પ્રાપ્ત થાય. તેમાં આ વષૅ માચૅ  મહિનાની ચતુર્થી ફાગણ માસની હોવાથી તેનુ માહાત્મ્ય અનેક ઘણુ વઘી જાય છે . ફાગણ માસની સંકષ્ટી ચતુર્થી ની વધું માહિતી જાણીયે.

શ્રી ગણેશ નો  "" ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દરેક તિથિ દરેક વાર અલગ અલગ ભગવાન અને માતાજી અપણૅ છે જેમ સોમવાર મહાદેવ , એકાદશી તિથિ નારાયણ અષ્ટમી તિથિ માતાજી ને તેમ જ  ચતુર્થી તિથિ એ વિધ્નહર્તા ભગવાન શ્રી ગણેશ ને અપણૅ છે એ પછી સુદ પક્ષની વિનાયક ચતુર્થી  હોય કે વદ પક્ષની સંકષ્ટી ચતુર્થી હોય . તેમાં કેટલીક વખત વિનાયક ચતુર્થી મહત્વ વઘારે હોય તો કેટલીક વખત સંકષ્ટી ચતુર્થી મહત્વ વઘારે હોય . દર માસે બે ચતુર્થી આવે છે આમ દર માસે ની બે અને આ ત્રણ વર્ષે આવતા અધિક માસ ની બે એમ કુલ ૨૬ ચતુર્થી નો ઉલ્લેખ ગણેશ પુરાણમાં થયો છે.  


 
દરેક મહિનામાં આવતી વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહે છે કોઈ પણ માસ ની વદ પક્ષની સંકષ્ટી ચતુર્થી નો ઉપવાસ પૂર્ણ શ્રદ્ધા અને સાચા હૃદયથી ભગવાનની પૂજા કરવાથી ભક્તોના તમામના પ્રકાર વિધ્નો દૂર કરી ભગવાન શ્રી ગણેશ સૌવ સારા વાના થાય છે . ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી જીવનમાં કીર્તિ, ધન, વૈભવ અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. 

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો.   


આ વષૅ મહા માસ ની કરવા સંકષ્ટી ચતુર્થી  
 તિથિ પ્રારંભ 10 માચૅ 2023 શુક્રવાર રાત્રે 9:42
તિથિ સમાપ્તી 11 માચૅ 2023 શનિવાર રાત્રે 10:05
ચતુર્થી નો ઉપવાસ ચંદ્રદોય પ્રમાણે માટે
ચતુર્થી તિથિ નો ઉપવાસ 11 માચૅ 2023 શનિવાર
પુજન નો શુભ સમય 8:22 થી 9:52
ચંદ્ર દશૅન સમય રાત્રે 10:16 મિનિટ છે.

ચતુર્થી તિથિ ચંદ્રની પૂજા વિના અધૂરી માનવામાં આવે છે. માટે રાત્રીના ચંદ્રદય એ ચંદ્રદશૅન પછી ચંદ્ર દેવને ફુલ ચોખા વડે વઘાવી જળ અપણૅ કરી ઉપવાસ છોડવો. આ ચતુર્થી ને વિકટ  ગણેશ ચતુર્થી કહે અને આ ના દિવસે શ્રી ગણેશ ના હેરંબ સ્વરૂપ નું પુજન કરવામાં આવે છે.

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 DISCLAIMER: Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes. 


અહી ઉપરોક્ત આપેલ કોઈપણ માહિતી અથવા આ કંઈ પણ કાયૅ ઈન્ટરનેટ, ચોપડી, જુનાં ગ્રંથો આઘારિત છે.આ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં www.okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

બુધવાર, 8 માર્ચ, 2023

આજે કરો હોળી રંગોત્સવ પહેલાં 12 રાશિ પ્રમાણે ભગવાનને આ રંગ ચઢાવો | Holi Rang 12 Rashi Upay 2023 | Okhaharan

 આજે કરો હોળી રંગોત્સવ પહેલાં 12 રાશિ પ્રમાણે ભગવાનને આ રંગ ચઢાવો  | Holi Rang 12 Rashi Upay 2023 | Okhaharan

 
holi-rang-12-rashi-upay-2023
holi-rang-12-rashi-upay-2023

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું હોળી રંગોત્સવ પહેલાં 12 રાશિ પ્રમાણે ભગવાનને આ રંગ ચઢાવો આખું વષૅ વરસશે આશીર્વાદ



હોળીનો એ આખા વષૅ આવતો એકમાત્ર તહેવાર જેમાં અલગ રંગો થી મંદિર , શહેર સોસાયટી અને ગલીઓમાં રમતા હોય છે. આખા દેશમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. દર વર્ષે હોલિકા દહના બીજા દિવસે સવારે, રંગબેરંગી રંગોથી હોળી ધામધૂમથી રમવામાં આવે છે. કોઈપણ તહેવારની ઉજવણી કરતા પહેલા ભગવાનની પૂજા કરવામાં આવે છે, જેથી દરેક કાર્યમાં શુભતા પ્રાપ્ત થાય છે. સૌ પ્રથમ ભગવાનને અબીલ-ગુલાલ ચઢાવશે અને પછી રંગોથી રમશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 12 રાશિ પ્રમાણે ક્યા રંગો ચઢાવે તો શુભ ફળ મળે અને જો ગ્રહોની કોઈ નકારાત્મક સ્થિતિ હોય તો તેને ઓછી કરી શકાય છે. તો આવો જાણીએ 12 રાશિ પ્રમાણે ભગવાનને કયો રંગ ચઢાવવો જોઈએ.

શ્રી નૃસિંહ વિષ્ણુ અવતાર 5 પાવરફુલ મંત્ર જે દરેક કાયૅ તથા શત્રુ સામે વિજય આપવે


મેષ રાશિ-આ રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે મેષ રાશિના દેવતા ભગવાન વિષ્ણુનો નરસિંહ અવતાર માનવામાં આવે છે. એટલા માટે મેષ રાશિના લોકોએ આ દિવસે સૌથી પહેલા ભગવાન વિષ્ણુને લાલ રંગ અર્પણ કરવો જોઈએ.


વૃષભ રાશિ - આ રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે અને દેવતાઓ શ્રી કૃષ્ણ, ગણેશ અને નવ દુર્ગા છે. તેથી, હોળી પહેલા આ દેવતાઓને લીલા, વાદળી અને સફેદ રંગ અર્પણ કરવા જોઈએ. 



મિથુન રાશિ- મિથુન રાશિનો સ્વામી બુધ ગ્રહ છે. મિથુન રાશિના દેવતાઓ ભગવાન ગણેશ અને માતા સરસ્વતી છે. આ રાશિના લોકોએ લીલા, કાળો અને આછો વાદળી રંગ અર્પણ કરવો જોઈએ.


કકૅ રાશિ - રાશિનો સ્વામી ચંદ્ર છે તેના સ્વામી રામ અને શિવ છે. એટલા માટે હોળીના દિવસે ભગવાનને સફેદ, લાલ અને પીળા રંગ અર્પણ કરવા જોઈએ. 

હોળી દહન બાદ કરીલો આ કામ તમારા ધંધા રોજગાર અને અટકેલા કામો ચુટકી માં દુર થશે 


સિંહ રાશિ - રાશિનો સ્વામી સૂર્ય છે આ રાશિના દેવતાઓ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી છે. આ રાશિના વ્યક્તિએ ભગવાનને પીળા, સફેદ અને લાલ રંગ અર્પણ કરવા જોઈએ.


કન્યા રાશિ-  આ રાશિનો સ્વામી બુધ છે કન્યા રાશિના દેવતાઓ રુદ્ર દેવ અને દેવી મહાકાલી છે. કન્યા રાશિના જાતકોને જાંબલી કે લાલ રંગ ચઢાવવા જોઈએ. 



તુલા રાશિ- આ રાશિનો સ્વામી શુક્ર છે આ રાશિના દેવતાઓ હનુમાનજી અને ભગવાન શિવ છે. તેથી હોળીના દિવસે આ રાશિના લોકોએ ભગવાનને વાદળી, ગુલાબી અથવા લીલો રંગ અર્પણ કરવો જોઈએ.


વૃશ્ચિક રાશિ- આ રાશિનો સ્વામી મંગળ છે તેના દેવતાઓ ભગવાન રામ અને માતા લક્ષ્મી છે.  આ રાશિના લોકોએ દેવતાઓને મરૂન અને જાંબલી રંગ અર્પણ કરવા જોઈએ. હનુમાનજીને સિંદૂરનો રંગ ચઢાવો. 

 જીવનમાં જાણ્યે અજાણ્યે થયેલા પાપોને નષ્ટ કરનારો "" પાપનાશક સ્તોત્ર "   


ધનુ રાશિ - આ રાશિનો સ્વામી ગુરુ છે તેમના દેવતા હનુમાનજી અને ભગવાન વિષ્ણુ છે. આ રાશિના લોકોએ ભગવાનને લીલા અને લાલ રંગ અર્પણ કરવા જોઈએ. તેનાથી સૌભાગ્યમાં વધારો થશે.


મકર રાશિ - આ રાશિનો સ્વામી શનિ છે આ રાશિના દેવતાઓ મા દુર્ગા અને મા લક્ષ્મી છે. આ રાશિના વ્યક્તિએ ભગવાનને કાળા, વાદળી અને સફેદ રંગ અર્પણ કરવા જોઈએ.



કુંભ રાશિ- આ રાશિનો સ્વામી શનિ છે આ રાશિના દેવતાઓ શ્રી રામ અને બ્રહ્મા વિષ્ણુ મહેશ છે. આ રાશિના લોકોએ ભગવાનને નારંગી, પીળો અને વાદળી રંગ અર્પણ કરવા જોઈએ.


મીન રાશિ- આ રાશિનો સ્વામી ગુરુ છે મીન રાશિના દેવતાઓ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ છે. આ રાશિના વ્યક્તિએ ભગવાનને પીળો અને લીલો રંગ અર્પણ કરવો જોઈએ. તેનાથી તમને તમારા કરિયરમાં સફળતા મળશે. 

  કજૅ ઋણ માંથી મુક્તિ મેળવવા શ્રી વિષ્ણુ ભગવાન નો આ પાઠ કરો 

 


આ હતી મિત્રો હોળી રંગોત્સવ પહેલાં 12 રાશિ પ્રમાણે ભગવાનને આ રંગ ચઢાવો માહિતી. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

  

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇