સોમવાર, 28 ઑગસ્ટ, 2023

રક્ષાબંઘન ક્યારે છે ? રાખડી બાંઘવાનો સમય ? રાખડી બાઘતા સમયે કંઈ દિશામાં બેસવું અને રક્ષાબંઘન કયો મંત્ર બોલવો ? | Raksha bandhan 2023 Kayre che | Okhaharan

રક્ષાબંઘન ક્યારે છે ? રાખડી બાંઘવાનો સમય ? રાખડી બાઘતા સમયે કંઈ દિશામાં બેસવું અને રક્ષાબંઘન કયો મંત્ર બોલવો ? | Raksha bandhan 2023 Kayre che | Okhaharan


raksha-bandhan-2023-kayre-che
raksha-bandhan-2023-kayre-che

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું રક્ષાબંઘન ક્યારે છે ? રાખડી બાંઘવાનો સમય ? રાખડી બાઘતા સમયે કંઈ દિશામાં બેસવું અને રક્ષાબંઘન કયો મંત્ર બોલવો ?
 
રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિના ની સુદ પક્ષની પૂનમ દિવસે ઉજવાય છે. આ તહેવાર ભાઈ બહેન નો પવિત્ર તહેવાર છે. આ દિવસે બહેન ભાઈ ના ધરે જાય અને ભાઈના દીધૉ આયુષ્ય  માટે ભાઈ કાંડા પર રક્ષા સુત્ર બાંધે છે. આને ભાઈ બહેન ગિફ્ટ કે કપડાં કે પછી બહેન ને જે જોઈએ તે આપે છે.


પવિત્ર મહિનો ભક્તિ કરી હોય કે ના કરી હોય "શિવ માળા 108 મણકા" ૐ નમઃ શિવાય આખા મહિનાનું  ફળ મળશે



  હવે આપણે જાણીએ  રક્ષાબંધન ની તિથિ માહિતી
સૌપ્રથમ આપણે એ જાણીયે કે શ્રાવણ માસ ની પૂણિમા તિથિ માહિતી
આ વષૅ 2023 ની શ્રાવણ પૂણિમા તિથિ


શરૂઆત 30 ઓગસ્ટ 2023 બુધવાર સવારે 10: 49 મિનિટે
સમાપ્તિ 31 ઓગસ્ટ 2023 ગુરૂવાર. સવારે 7:04 મિનિટ સુધી રહે. 


હવે આપણે રક્ષા સુત્ર એટલે રક્ષાબંધન વિશે જાણીયે. 


આ સમય ખાસ કરીને અશુભ ચોધડિયા, નક્ષત્ર અને કાળ જેવા મા આવે છે. આ પૂણિમા ના  દિવસે આયુષ્યમાન યોગ, બુધાદિત્ય યોગ, વાસી યોગ અને સનફા યોગ પણ રક્ષાબંધનના દિવસે હશે. ખાસ કરીને હોળી અને રક્ષાબંધન ભદ્રાકાળ જોવામાં આવે છે હવે સવાલ એવો થાય કે આ ભદ્રાકાળ શુ છે. ભદ્રાકાળ એ ભદ્રા નક્ષત્ર છે જે પરમપિતા બ્રહ્માના શ્રાપ થી અશુભ થઈ હતી અને આ ભદ્રાકાળ મા સુરપંખા જે રાવણ ની બહેન હતી. તે પોતાના ભાઈ એવા રાવણ, કુભકરણ, ઈન્દ્રજીત વગેરે રક્ષ સુત્ર બાધી હતી અને જે આગળ જતા અશુભ ફળ આપ્યું હતું માટે રક્ષાબંધન ના કાયૅ મા આ ભદ્રા કાળ અશુભ મનાય છે. 


 આ રક્ષાબંધન ના દિવસે ભદ્રાકાળ કયારે છે. 


શરૂઆત 30 ઓગસ્ટ 2023 બુધવાર સવારે 10:59 થાય 
સમાપ્ત 31 ઓગસ્ટ 2023 ગુરૂવાર સવારે 7:04 મિનિટે સમાપ્ત થાય 


પરંતુ ભદ્રા ના મુખ ભાગ એટલે શરૂઆત સમય મા શુભ કાયૅ ના થાય પણ તેના પુછ ભાગ એટલે સમાપ્ત પછી સમયે શુભ કાયૅ થાય. 


જે સમય 30 ઓગસ્ટ 2023 બુધવાર રાત્રે 9:02 થી 31 ઓગસ્ટ 2023 ગુરૂવાર સવારે 7:04 મિનિટે સુધી રહેશે આ સમય રાખડી બાંધી શકાય છે. 

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત


અમુક લોકો એવું પણ માને છે કે રક્ષા સુત્ર રક્ષણ માટે જ હોય માટે કોઈ પણ ચોધડિયા કે સમય જોવામાંઆવતો નથી. 
 
જે તમારી રક્ષા કરે છે, તમને સુરક્ષિત રાખે છે તેના પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવા માટે બહેન ભાઈ ને રક્ષાસૂત્ર બાંધી છે. ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું હતું કે રક્ષાબંધનનો તહેવાર તેમની સેના સાથે ઉજવો, તેનાથી પાંડવો અને તેમની સેનાની રક્ષા થશે. રક્ષાસૂત્રમાં અદ્ભુત શક્તિ છે.  ખાસ કરીને રક્ષાબંધન પર બહેન પોતાના ભાઈને જ રાખડી બાંધે છે. પરંતુ બ્રાહ્મણો, ગુરુઓ, વૃક્ષો જેવા આદરણીય સંબંધીઓ દ્વારા અને પુત્રીની જેમ પરિવારની નાની છોકરીઓ દ્વારા પણ તે પિતા સાથે જોડાયેલું છે. 
 રક્ષાશુત્ર કંઈ દિશામાં બેસીને બાંધવું


 
ભાઈ તેનું મુખ પુર્વ દિશામાં અને બહેન નું મુખ પશ્ર્ચિમ દિશામાં આવે તેવી રીતે બેસવું. ભાઈ એ માથા પર રૂમાલ ઠાડી રાખવો અને બહેને પણ માથે ઓઢણી કે સાડી નો પલ્લું રાખવો. ભાઈ ને કપાળ પર તિલક કરી ચોખા લગાવવાના  રાખડી બાંધી ભાઈ ની આરતી કરી બહેને ભાઈને મીઠાઈ ખવડાવવી અને ભાઈ એ બહેન યથા શક્તિ મુજબ ભેટ આપે છે.
 
રક્ષા સુત્ર બાંધવાનો મંત્ર


 
યેન બદ્ધો બલિ રાજા, દાનવેન્દ્રો મહાબલઃ તેન ત્વામ પ્રતિબદ્ધનામિ રક્ષે માચલ માચલઃ


હું આશા રાખું આ સંપૂર્ણ માહિતી ખબર પડી ગઈ હશે અને તમારો પશ્ર્ન હોય તો WhatsApp  મેસેજ કરશો. 






બિલ્વપત્ર ની ઉત્પત્તિ કેવી રીતે થઈ? બિલ્વ વૃક્ષ કેટલા દેવતા નો વાસ છે?  બિલ્વપત્ર શિવજી ને અપણૅ કરવાનો મંત્ર કયો? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  


શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે 

 

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

સોમવાર, 21 ઑગસ્ટ, 2023

સર્વ રોગોની એક જ દવા "શિવ માળા 108 મણકા" ૐ નમઃ શિવાય || Shiv Mala with Lyrics || Shiv 108 Manka || Okhaharan

સર્વ રોગોની એક જ દવા "શિવ માળા 108 મણકા" ૐ નમઃ શિવાય || Shiv Mala with Lyrics || Shiv 108 Manka || Okhaharan 

shiv-mala-with-lyrics-shiv-108-manka
shiv-mala-with-lyrics-shiv-108-manka

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું "શિવ માળા 108 મણકા". ભગવાન શિવ ની કૃપા પ્રાપ્તિ માટે આ શિવ માળા ના મણકા નિત્ય કરવા જોઈએ. ૐ નમઃ શિવાય - આ જાપ સાંભળવાથી આરોગ્ય, સૌભાગ્ય, ધન, સુખ, શાંતિ મળે, સર્વ દુઃખ દરિદ્રતા દૂર થઈ, ભવ ભય ના કષ્ટો નુ હરણ થઈ જય ભોળાનાથ પ્રસન્ન રહે છે.

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત


ૐ નમઃ શિવાય અષ્ટોત્તર સતનામ માળા 


મંગલકારી શિવનું નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
સાચું સુખ દેનારૂ નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
વાંછિત ફળ દેનારૂ નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 ઋષિ, મુનિ, જપતા નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
બ્રહા, વિષ્ણુ ઉચ્ચારે નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
પાર્વતીના પ્યારા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
નંદી, ગણેશ જપતાં એ જાપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
નારદ, શારદ ગાતાં ગાન નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
તેત્રીસ કરોડ દેવ જપતાં જપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
ગાંધર્વ, કિન્નર, ગાતાં ગાન નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
સાધુ-સંતો ના પ્યારા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
ધૂન મચાવો આઠે જામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
વિશ્વ સકળના તારણહાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય 


કૈલાસમાં ગુંજે એક નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 અણુ અણુમાં ભોલેનો વાસ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 શ્વાસે શ્વાસે . જપજો જાપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
અંત સમય આપે છે કામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
જ્યોતી સ્વરૂપે પ્રગટ્યા નાથ, નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
કલ્યાણકારી એક જ નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
અમરનાથનું અમર છે નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
ભક્તો દર્શન કરવા જાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
ચંદ્રની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
સોમનાથ કહેવાય નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 દર્શન કરતા પાપ ધોવાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
કાર્તિકેયના પ્યારા તાત. નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 મલ્લિકાર્જુનથી પ્રગટ્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
પૂનમ અમાસના દર્શન થાય. નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 બ્રાહ્મણની ભક્તિ સ્વીકારે નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
અવન્તિકામાં બિરાજ્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય


 "મહાકાલ” થી પ્રગટ્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 બાર વરસે અમૃત ઉભરાય. નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 કુંભ મેળાનું તિરથધામ' નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 ભક્તિ મુક્તિ દેનારૂ નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 મધ્યમાં છે કાર નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 મમલેશ્વરનું પામ્યા નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 વિન્ધ્યાચલ ના તારણહાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 પરલી ગામે બિરાજ્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 “વેજનાથ” નો મહિમા અપાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 દર્શન કરતાં દુખડાં જાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
ડાકિન વનમાં વસીયા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
ભીમ રાક્ષસને હણતાં નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 ભીમા શંકર પાન્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
અમર રાખ્યું ત્યાં ભીમનું નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 સેતુ બંધ દક્ષિણમાં ધામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
રામની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 વિજયના આપ્યા આશીર્વાદ નમઃ શિવાય ૐ નમઃ શિવાય


 દારુક વનમાં બિરાજે નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 નાગેશ્વરનું પામ્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
અસુરોના સંહારક નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
દીન:દુખીયાઓના તારણહાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
કાશીનગરી અમર છે ધામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
વિશ્વેશ્વરનો મહિમા અપાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
દર્શન કરતા પાપ ધોવાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
અમરવાનું આપે વરદાન નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 ગૌતમી તટે વિરાજ્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 ત્રયંબકેશ્વરથી પ્રગટ્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 દર્શન કરતાં પાવન થવાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 હિમાલય છે શિવનું ધામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
કેદારનાથે પ્રગટ્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 જનમજનમના પાપ ધોવાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 કેદારનાથનો મહિમા અપાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય 


હરિદ્વાર હરીહરનું ધામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 ઋષિકેશ નો મહિમા અપાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
ધુશ્માની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 સજીવન કર્યો ત્યાં બ્રહ્મકુમાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 ધુશ્મેશ્વર થી પ્રગટ્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
અમર કર્યું ઘુશ્માનું નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 જ્યોતિલીંગનો મહિમા અપાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 જન્મમરણ હણનારૂ નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
ગિરનારની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 ભાવના પાપ હરે ભવનાથ, નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
દર્શન કરતી પાવળ થવાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 કુબેરેશ્વરનો મહિમા અપાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
કુબેર ભંડારી આપ્યું નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 કળીયુગના સાચા આઘાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
અષ્ટ સિધ્ધિ દેનારૂ નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 જ્ઞાન ભક્તિના છે. ભંડાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
શિવ ભજતા આપે વૈરાગ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
ચાર પદારથ આપે નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
અડસઠ તિરથનું પુન્ય દેનાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય


 ચાર વેદનો એક જ સાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
તેત્રીસકરોડ જપતાં જે જપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 શિવપદ આપે ભોલેનાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
કામક્રોધ હણનારૂ નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
માયા-મોહને દૂર કરનાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
શિવરાત્રિએ જપજો જાપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 જનમ-જનમના બાળે પાપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 શ્રાવણ માસમાં કરતા જાપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
શિવ-ચરણોમાં પામ વાસ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 ઈક્કોતેર પેઢી તારે નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 નિર્ધનને ધન આપે નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 પુત્રહીનને પુત્ર દેનાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
ગ્રહની પીડા દૂર કરનાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 દુઃખ દરિદ્ર દૂર કરનાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 મહારોગોનો એકજ ઈલાજ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 સુખ શાંતિ આપે એક નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 અકાળ-મૃત્યુ ટાળે નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
શિવ શરણું આપે એક નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
તેમા કાયરનું નહી કામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 ભજી લ્યોને છોડી સૌ કામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 બતાવ્યું ગુરૂએ સાચુ જ્ઞાન નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 શ્વાસે શ્વાસે જપ જાપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
સંકટમાં આપે આરામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
શ્રદ્ધાથી જપજો એક નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 


અરજી સાંભળ જો ભોલેનાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 ભક્તિ અનન્ય આપજે નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 “વિશ્વનાથ” જપતા એક જાપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
ૐ જડેશ્વરદાદાના જપતા જાપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 નિશદિન માળા જે કરે સવાર, બપોર ને સાંજ
 સંકટ તેના દુર થાય, જરીના આપે આંચ 
આધિ, વ્યાધિ, ઉપાધિ, હરે, પરમપાવન 
શિવનામ મનોકામના પૂરણ કરે ભક્તવત્સો ભોલેનાથ. 
બોલ શ્રી શિવશંકરકી જય 
ઉમાપતિ મહાદેવકી જય 
શ્રી રામચંદ્ર ભગવાનકી જય 
શ્રી ગજાનન ગણપતિની જય
 શ્રી પવનસુત હનુમાન કી જય
 બોલો રે સબ સંતનકી જય, 
શ્રી કાળ ભૈરવનાથકી જય 
ૐ જડેશ્વરદાદા કી જય છે નમ: પાર્વતી પતયે હરહર મહાદેવ હર







બિલ્વપત્ર ની ઉત્પત્તિ કેવી રીતે થઈ? બિલ્વ વૃક્ષ કેટલા દેવતા નો વાસ છે?  બિલ્વપત્ર શિવજી ને અપણૅ કરવાનો મંત્ર કયો? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  


શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે 

 

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 19 ઑગસ્ટ, 2023

શ્રાવણ સુદ ત્રીજ શ્રી ઠકુરાણી ત્રીજ મહારાણી એવા શ્રી યમુનાજી ની આ સ્તુતિ પઠન કરવા માત્રથી સવૅ પ્રકારના પાપનો નાશ થાશે અને પ્રભુને પ્રિયે થાશે | Shri Yamunaji Stuti in Gujarati Lyrics |

શ્રાવણ સુદ ત્રીજ શ્રી ઠકુરાણી ત્રીજ મહારાણી એવા શ્રી યમુનાજી ની આ સ્તુતિ પઠન કરવા માત્રથી સવૅ પ્રકારના પાપનો નાશ થાશે અને પ્રભુને પ્રિયે થાશે | Shri Yamunaji Stuti in Gujarati Lyrics | Okhaharan |

shri-yamunaji-stuti-in-gujarati-lyrics
shri-yamunaji-stuti-in-gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રાવણ સુદ ત્રીજ એટલે શ્રી ઠકુરાણી ત્રીજ શ્રી ઠકોરજી ના રાણી એવા શ્રી યમુનાજી મહારાણી ની આ સ્તુતિ પઠન કરવા માત્રથી સવૅ પ્રકારના પાપનો નાશ થાશે અને પ્રભુને પ્રિયે થાશે.


 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે


શ્રી યમુનાજી સ્તુતિ
(૧)
શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યાં
સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને
સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી   રહ્યું
ને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું
પૂજે સુરાસુર સ્નેહથી  વળી સેવતા  દૈવી જીવો
વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો
(૨)
મા સૂર્યમંડળ છોડીને બહુ વેગથી આવી રહ્યાં
ત્યાં કાલિન્દીના શિખર ઉપર શોભા અતિ સુંદર દીસે
તે  વેગમાં પથ્થર ઘણા હરખાઈને ઊછળી  રહ્યાં
ને આપ પણ ઉલ્લાસપૂર્વક ઊછળતાં શોભી રહ્યાં
હરિ હેતના ઝૂલા  ઉપર જાણે બિરાજ્યા આપ હો
વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો
(૩)
શુક મોર સારસ હંસ આદિ પક્ષીથી સેવાયેલાં
ગોપીજનોએ સેવ્યાં ભુવન સ્વજન પાવન રાખતાં
તરંગ રૂપ શ્રી હસ્તમાં  રેતી રૂપી મોતી તણાં
કંકણ સરસ શોભી રહ્યાં શ્રી કૃષ્ણને બહુ પ્રિય છે
નિતમ્બ રૂપ શ્રી તટ  તણું અદ્ભુત દર્શન  થાય જો
વંદન કરું શ્રી યમુનાજીને  શ્રી કૃષ્ણ આશ્રય  આપજો
(૪)
અનન્ત ગુણથી શોભતાં  સ્તુતિ દેવ બ્રહ્મા શિવ કરે
ઘનશ્યામ  જેવું  મેઘ  સમ  છે  સ્વરૂપ સુંદર આપનું
વિશુદ્ધ  મથુરા  આપના  સાન્નિધ્યમાં શોભી રહ્યું
સહુ  ગોપ ગોપી વૃન્દને ઇચ્છિત ફળ આપી રહ્યું
મમ કોડ સૌ પુરા કરો જ્યમ ધ્રુવ પરાશરના કર્યાં
વંદન કરું શ્રી યમુનાજીને શ્રીકૃષ્ણ આશ્રય આપજો


(૫)
શ્રીકૃષ્ણના ચરણો થકી શ્રી જાન્હવી ઉત્પન્ન થયાં
સત્સંગ પામ્યાં  આપનો ને સિદ્ધિદાયક થઈ ગયા
એવું મહાત્મ્ય છે આપનું સરખામણી કોઈ શું કરે
સમકક્ષમાં આવી શકે સાગર સુતા  એક જ ખરે
એવાં  પ્રભુને  પ્રિય મારા  હૃદયમાં  આવી  વસો
વંદન કરું શ્રીયમુનાજીને  શ્રી કૃષ્ણ આશ્રય આપજો
(૬)
અદ્ભુત ચરિત્ર  છે આપનું વંદન કરું હું પ્રેમથી
યમ યાતના આવે  નહિ મા આપના પયપાનથી
કદી દુષ્ટ હોઇએ તોય પણ સંતાન છીયે અમે આપનાં
સ્પર્શે  ન અમને કોઈ ભય  છાયા  સદા છે આપની
ગોપીજનોને પ્રિય બન્યાં  એવી  કૃપા  બસ રાખજો
વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો

(૭)
શ્રી કૃષ્ણને  પ્રિય આપ છો  મમ દેહ સુંદર રાખજો
ભગવદ લીલામાં  થાય  પ્રીતિ  સ્નેહ  એવો આપજો
જ્યમ આપના સંસર્ગથી ગંગાજી પુષ્ટિમાં  વહ્યાં
મમ દેહ મન શ્રી કૃષ્ણને  પ્રિય  થાય એવાં રાખજો
વિરહા ર્તિમા હે માત મારા  હૃદયમાં  બિરાજજો
વંદન કરું શ્રી યમુનાજીને  શ્ર કૃષ્ણ આશ્રય આપજો
(૮)
હું આપની સ્તુતિ શું  કરું માહાત્મ્ય અપરંપાર છે
શ્રી લક્ષ્મી  વિષ્ણુ  સેવવાથી  મોક્ષનો અધિકાર છે
પણ આપની સેવા થકી  અદ્ભુત  જલક્રિડા તણાં
જલના અણુની પ્રાપ્તિ થાય ગોપીજનોના સ્નેહથી
એ  સ્નેહનું સુખ  દિવ્ય છે મન મારું  એમાં સ્થાપજો
વંદન કરું શ્રી યમુનાજીને શ્રીકૃષ્ણ આશ્રય આપજો


કોઈ સ્નેહથી કરશે સદા આ પાઠ યમુનાષ્ટકતણો
નિશ્ચય પ્રભુને પ્રિય  થશે  ને  નાશ  થાશે  પાપનો
સિદ્ધિ સકલ મળશે અને શ્રી કૃષ્ણમાં  વધશે પ્રીતિ
આનંદ સાગર ઊમટશે ને  સ્વભાવ પણ જાશે જીતી
જગદીશને વહાલા અમારા શ્રી વલ્લભાધીશ ઉચ્ચરે
વંદન કરું શ્રી યમુનાજીને  શ્રી કૃષ્ણ  આશ્રય આપજો


ગુરુવાર, 17 ઑગસ્ટ, 2023

જીવંતિકા માં વ્રત કયારે છે ? માં જીવંતિકા વ્રત માં શું ના કરવું છે ? | જીવંતિકા માં વ્રત ઉજવણું કેવી રીતે કરવી ? | Jiantika Vrat 2023 | Okhaharan

જીવંતિકા માં વ્રત કયારે છે ? માં જીવંતિકા વ્રત માં શું ના કરવું છે ? | જીવંતિકા માં વ્રત ઉજવણું કેવી રીતે કરવી ?  | Jiantika Vrat 2023 | Okhaharan 


jiantika-vrat-2023
jiantika-vrat-2023

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું 2023 જીવંતિકા માં વ્રત કયારે છે ? માં જીવંતિકા વ્રત માં શું ના કરવું છે ? | જીવંતિકા માં વ્રત ઉજવણું કેવી રીતે કરવી ? 


જીવંતિકા માં ની આરતી ગુજરાતીમાં 


 
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે દયાના સાગર મા જીવંતિકાનું વ્રત શ્રદ્ધાથી શરૂ કરવું, કોઈ સ્ત્રીને અડચણ હોય, આવરણ હોય કે કોઈ પ્રતિકૂળતા હોય તો આ વ્રત બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે. પવિત્ર શ્રાવણ માસનો દરેક શુક્રવાર આ વ્રત માટે શુભ છે. 


ૐ શ્રી જીવંતિકા માતાયે નમઃ 


સોહાગણ સ્ત્રીઓના સર્વ મનોરથ અને મનોકામના પૂર્ણ કરનાર આ વ્રત શાસ્ત્રોમાં ઉત્તમ ગણાયું છે. સર્વ રીતે મંગલ કરનાર, આધિ-વ્યાધિ અને ઉપાધિ હરનાર, દુઃખ-શોક દૂર કરનાર અને સકળ શુભ મનોરથ સિદ્ધ કરનાર આ અતિ પવિત્ર જીવંતિકા વ્રત પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરાય છે. સોહાગણ સ્ત્રી પોતાનાં સંતાનોના દીર્ઘાયુષ્ય માટે તેમજ પોતાના સૌભાગ્યની રક્ષા માટે શ્રદ્ધાથી આ વ્રત કરે છે. આ વ્રત કરનાર સોહાગણ સ્ત્રીનાં સંતાનોની મા જીવંતકા સર્વ પ્રકારે રક્ષા કરે છે.


જીવંતિકા માં ની ચાલીસા ગુજરાતીમાં 


 
આ વ્રત શ્રદ્ધાથી કરનાર સોહાગણ સ્ત્રીના બાળકની દેશ પરદેશમાં, શહેર-જંગલમાં, અજવાળે-અંધારે મા જીવંતિકા રક્ષા કરે છે. પુરાણોએ અતિ પવિત્ર માનેલા આ વ્રતનો પ્રભાવ એટલો બધો છે કે જેના બાળક જીવતા ન હોય એ જીવે છે અને વળી, દીર્ઘાયુષ્ય પામે છે. વંધ્યા સ્ત્રી પુત્રરત્ન પામે છે. મા જીવંતિકાના પ્રતાપે એનું વાંઝિયામેણું ટળે છે. વળી, 


આ વ્રતનું માહાત્મ્ય એવું છે કે વિધવા સ્ત્રી પણ પોતાનાં સંતાનોના દીર્ઘાયુષ્ય માટે તેમજ તેની રક્ષા માટે આ વ્રત કરી શકે છે.


આ વ્રત પાંચ, સાત કે નવ વર્ષે ઉજવાય છે. આ વ્રતનું ઉજવણું પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવું. પ્રથમ શુક્રવારે કોઈ અડચણ કે આવરણ હોય તો કોઈ પણ શુક્રવારે કરવામાં બાધ નથી. ઉજવણામાં એક સૌભાગ્યવતી સ્ત્રી, એક કુંવારિકા અને એક બટુક એમ ત્રણ જણાને ભાવપૂર્વક જમાડવા. જમણમાં મિષ્ટાન બનાવવા. વ્રત ઉજવનાર તથા ઘરના સર્વે જમી શકે છે. કારણ કે આ જમણ મા જીવંતિકાની પ્રસાદી ગણાય. મા જીવંતિકાનો પ્રસાદ લેનાર જીવમાત્રના આચાર-વિચાર અને વાણી-વર્તન શુદ્ધ થાય છે.


શ્રાવણ માસ શુક્રવાર જીવંતિકા માં ની સ્તુતિ 


સૌભાગ્યવતી સ્ત્રી, કુંવારિકા તથા બટુકને જમાડચા પહેલાં કંકુ, ચોખા અને પુષ્પથી એમનું પૂજન કરવું. યથાશક્તિ વસ્ત્રો આપવાં. શક્તિ ન હોય તો પણ સૌભાગ્યના શણગાર, જેમકે ચૂડી-ચાંદલો વગેરે તો આપવા જ. જમાડચા પછી યથાશક્તિ દક્ષિણા આપવી અને શ્રદ્ધાપૂર્વક વંદન કરવા. વ્રત ઊજવ્યા પછી પણ આ વ્રત આખી જિંદગી કરી શકાય. એનાથી મા જીવંતિકાની અમીષ્ટિ રહે છે. જોકે એક વાર વ્રત ઊજવી લીધા પછી ફરીવાર ઉજવણું ન કરવું.



માં જીવંતિકા વ્રત માં શું ના કરવું


આ વ્રત કરનાર સોહાગણ સ્ત્રીએ પીળાં વસ્ત્રો કે પીળા અલંકાર ધારણ કરવાં નહીં.


આ વ્રત કરનાર સ્ત્રીએ લાલ વસ્ત્ર જ ધારણ કરવાં.


વિધવા સ્ત્રીએ શ્વેત વસ્ત્ર ધારણ કરવા. વળી,


લીલા-પીળા મંડપ નીચેથી પસાર ન થવું.


વહેતું પાણી ઓળંગવું નહિ.


 શ્રાવણ માસ શુક્રવાર જીવંતિકા માં નો થાળ


આ વ્રત કરનારે સત્ય વચન બોલવાં, અસત્ય ભાખવું નહિ.


પરનિંદા કરવી નહિ કે સાંભળવી નહિ,


કોઈ કડવાં વચન બોલે તો ગળી જવા, પણ ક્રોધ ન કરવો.


બ્રહ્મચર્ય પાળવું.


ઘરકામ કરતાં કરતાં પણ મનથી મા જીવંતિકાનું રટણ કરવું.


આ વષૅ 2023 માં જીવંતિકા વ્રત 4 શુક્રવાર છે જેની તારીખ આ પ્રમાણે છે.


પ્રથમ 18-8-2023
દ્રિતીય 25-8-2023
તૃતીયા 1-9-2023
ચતૃથ 8-9-2023

ન જાણું મંત્રો ન જાણું તંત્રો,

પૂજન અર્ચન જીવંતિકે,

ન્યાસ મુદ્રા કંઈ નવ જાણું,

ક્ષમા કરો જીવંતિકે.

છે અપરાધોની પરંપરા,

કરો કૃપા જીવંતિકે.

દાસી ભાવે છઉં યોગ્ય,

ક્ષમા કરો જીવંતિકે.

શ્રાવણ માસ શુક્રવાર જીવંતિકા વ્રત કથા ગુજરાતીમાં



"" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે

 

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે 

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


 Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

બુધવાર, 16 ઑગસ્ટ, 2023

પુરુષોત્તમ માસ કથા અધ્યાય ત્રીસમો | Purushottam Maas Katha Adhyay 30 in Gujarati | Adhyay 30 | Adhik Mass 2026 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય ત્રીસમો |  Purushottam Maas Katha Adhyay 30 in Gujarati  | Adhyay 30 | Adhik Mass 2026 | Okhaharan | 


purushottam-maas-katha-adhyay-30-in-gujarati
purushottam-maas-katha-adhyay-30-in-gujarati



શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય ત્રીસમો પુરૂષોત્તમ વ્રતનું દાન માહાત્મ્ય અને કથાશ્રવણ અને અમૃત ધારા જે વાતૉ કહેવાય સાસુ વહુની વાર્તા. 

પુરુષોત્તમ માસ કથા અધ્યાય ઓગણત્રીસમો 


અધ્યાય ત્રીસમો પુરૂષોત્તમ વ્રતનું દાન માહાત્મ્ય અને કથા શ્રવણ  
 નારદ બોલ્યા : “હે સ્વામી શ્રી નારાયણ ! આપે સર્વ સાનોમાં કાંસાના સંપૂટના દાનને શ્રેષ્ઠ કહ્યું છે તેનું કારણ આપ જણાવશો ?”


શ્રી નારાયણ બોલ્યા : “હે બ્રાહ્મણ ! પહેલાં એક વખતે પાર્વતીજીએ આ પુરૂષોત્તમ માસનું વ્રત કર્યું હતું તે વેળા તેમણે શ્રી મહાદેવજીને પૂછ્યું હતું કે “હે દયાના સાગર શિવજી ! મારે ક્યું ઉત્તમ દાન દેવું જોઈએ, જેથી મેં કરેલું પુરૂષોત્તમનું વ્રત સંપૂર્ણતા પામે ?”


શિવજી બોલ્યા : “હે સુંદર મુખવાળી ! પુરૂષોત્તમ માસમાં કોઈ પણ દાન એવું છે જ નહીં કે તે પૂર્ણ ગણાય. આ વ્રતની પૂર્ણતા માટે સંપૂટ આકારના આખા બ્રહ્માંડને દાનમાં આપી દેવું. એ બ્રહ્માંડના પ્રતિનિધિ રૂપે કાંસાનો સંપૂટ કરવો. તેમાં ત્રીસમાલપુડા મૂકી તેને સાત તાંતણા વીંટાળી અને તે પછી તેની વિધિ પ્રમાણે પૂજા કરી વ્રતની સંપૂર્ણતા માટે કોઈ વિદ્વાન બ્રાહ્મણને તેનું દાન કરવું.”


શ્રી નારદજી બોલ્યા : “હે પ્રભુ ! આપની પાસેથી આ ઉત્તમ માહાત્મ્ય સાંભળી મને ઘણી જ તૃપ્તિ થઈ છે. હવે મારે સાંભળવાનું કાંઈ બાકી રહેતું નથી.”


શ્રી પુરૂષોત્તમ કથા શ્રવણ – માહાત્મ્ય


          સુતપુરાણી બોલ્યા : “હે શૌનકાદિ મુનિઓ ! જે લોકો આ ઉત્તમ પુરૂષોત્તમ માસનું સેવન કરતાં નથી અને સંસારમાં જ રચ્યાપચ્યા રહી તેની કથા પણ સાંભળતા નથી, તેઓ મનુષ્યોમાં અધમ છે, એટલું જ નહી પણ તેઓ આ સંસારમાં અવરજવર કર્યા કરે છે; જન્મે જન્મે અભાગિયા થાય છે અને પુત્ર, મિત્ર, સ્ત્રી તથા સગાસંબંધીઓના વિયોગથી દુ:ખી રહ્યા કરે છે.
હે બ્રાહ્મણો !  આ પવિત્ર પુરૂષોત્તમ માસનું માહાત્મ્ય નિરંતર આદરથી સાંભળવા યોગ્ય છે. કેમકે તે સર્વ ઈચ્છિત પદાર્થને આપનારું છે અને તેનો એક શ્લોક સાંભળવાથી પણ બ્રાહ્મણ બ્રહ્મતેજવાળો અને રાજા તથા વૈશ્ય ધનપતિ થાય છે અને શૂદ્ર ઉત્તમપણું પામે છે. એટલું જ નહી, શુદ્ર જાતિના લોકો કે જેઓ પશુઓ જેવું જીવન ગાળનારા છે, તેઓ બધા પણ આ ઉત્તમ માહાત્મ્ય સાંભળી મુક્તિ પામે છે.


શ્રી પુરુષોત્તમ 108 જાપ માળા જાપવાથી આખા મહિનાનું અધિક ફળ મળશે


જે માણસ આ પુરૂષોત્તમ માહાત્મ્ય લખીને પોતાના ઘરમાં રાખે છે તેના ઘરમાં સર્વ તીર્થો નિરંતર વિલાસ કરે છે.


પુરૂષોત્તમ માસમાં ભગવાન શ્રીકૃષ્ણનું આ રીતે ધ્યાન કરવું : “ગોવર્ધન પર્વતને હથેળીમાં ધારણ કરનારા, ગોવાળના વેશમાં ગોકુળમાં ઉત્સવ રચનારાઅને ગોપીઓને પ્રિય પરમેશ્વર શ્રી ગોવિંદને હું વંદન કરું છું. મેઘ જેવા શ્યામ, બે ભૂજાવાળા, મોરલીને ધારણ કરવાવાળા, સુશોભિત પીળાં વત્રો ધારણ કરનારા, સુંદર અને રાધિકાજી સહિત શ્રી પ્રભુ પુરૂષોત્તમને હું વંદન કરું છું.”


આ પ્રમાણે અપાર મહિમાવાળા અને અનંત પુણ્ય આપનારા અને બધા મહિનાઓમાં ઉત્તમ શ્રી પુરૂષોત્તમ માસનું માહાત્મ્ય સાંભળી શૌનક આદિ સર્વે મુનિઓ અત્યંત હર્ષ પામ્યા. ઋષિઓ બોલ્યા : “ઓ મહાભાગ્યશાળી સુત ! તમને ધન્ય છે. પુરૂષોત્તમ માસની કથા સાંભળી અમે કૃતાર્થ થઈ ગયા. હે પુરાણવેત્તાઓના શિરોમણિ ! તમે ઘણું લાંબું જીવો.”


“તમારા મુખકમળમાંથી નીકળેલી ભગવાનની કથારૂપ અમૃતનું પાન કરવા આતુર આ નૈમિષાસન તમને અર્પણ કર્યું છે તો જ્યાં સુધી ભગવાનની પવિત્ર કીર્તિ આ પૃથ્વી પર ફેલાયેલી રહે છે ત્યાં સુધી અહીં મુનિવરોની સભામાં શ્રીહરિની સુંદર કથા કહ્યા કરો.


એમ બ્રાહ્મણોના આશીર્વાદ ગ્રહણકરીતે સમગ્ર બ્રાહ્મણોને પ્રદક્ષિણા તથા નમસ્કાર કરી સુત પુરાણી પોતાનું નિત્ય કર્મ કરવા ગંગા નદી પર ગયા. તે પછી નૈમિષારણ્યમાં રહેતા એ બ્રાહ્મણો પરસ્પર કહેવા લાગ્યા કે આ પુરૂષોત્તમ માસનું માહાત્મ્ય દિવ્ય, સર્વ કરતાં શ્રેષ્ઠ પુરાણુ તથા ઈચ્છિત પુરુષાર્થ આપવામાં કલ્પવૃક્ષ સમાન છે.


“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો


“પુરૂષોત્તમ વ્રતનું દાન માહાત્મ્ય અને કથાશ્રવણ” નામનો ત્રીસમો અધ્યાય સંપૂર્ણ.

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  
 
હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.


સાસુ વહુની વાર્તા


ધરમપુર ગામમાં એક ડોશી દીકરા ને વહુ સાથે રહે. ડોશી ધાર્મિક સ્વભાવના. વ્રત-તપ કરે, ધર્મ-ધ્યાન કરે. એવામાં પાવન પુરૂષોત્તમ માસ આવ્યો. સાસુએ આખો પુરૂષોત્તમ માસ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. ગામમાં સઘળી સ્ત્રીઓ પણ વ્રત કરતી હતી તે જોઈ દીકરાની વહુનેય વ્રત કરવાની ઈચ્છા થઈ. તેણે સાસુને વાત કરી : “બા ! હુંય પુરૂષોત્તમ માસનું વ્રત કરું.”
પણ વહુની વાત સાંભળી ડોશી છણકો કરીને બોલી કે “જોઈ ના હોય તો મોટી ભક્તાણી. ઘરમાં બેસીને ધર્મ-ધ્યાન કરો, કાંઈ વ્રત-તપ કરવા નથી, હું બેઠી છું વ્રત કરવાવાળી.”


બિચારી વહુ શું બોલે ? એણે તો મન વાળી લીધું ને ઘેર બેઠાં વ્રત આદર્યું. તેણે વિચાર્યું કે પ્રભુનું ભજન ક કરવું છે ને, તો પછી ઘેર બેસીને વ્રત કરવું. વળી, કહ્યું છે ને કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. વહુ તો કથરોટમાં પાણી ભરીને સ્નાન કરે. પુરૂષોત્તમ પ્રભુની પૂજા કરે. આંગણામાં બેસીને વાર્તા કરે. માંગવા આવનાર બ્રાહ્મણને દક્ષિણા આપે.


એક દિવસ સાસુ નદીએ નહાવા ગઈ. નહાતાં નહાતાં આંગળીએ પહેરેલી વીંટી ખોવાતાં સાસુ તો રઘવાઈ થઈ ગઈ. ઘણી ગોત કરવા છતાં વીંટી ન મળી એટલે સાસુ ઉતરેલા મોંએ ઘેર આવી.


આ બાજુ વહુ કથરોટમાં સ્નાન કરતી હતી. સ્નાન કરતાં કરતાં કથરોટમાં વીંટી દેખાણી. વહુ ઓળખી ગઈ કે આ તો મારા સાસુજીની વીંટી. ભૂલથી પડી ગઈ લાગે છે.


સાસુ ઘેર આવ્યા ત્યારે વહુએ વીંટી આપીને બધી વાત કરી. સાસુને વીંટી જોઈ ઘણું અચરજ થયું, પણ છણકો કરીને વીંટી લઈ લીધી.


બે દિવસ પછી સાસુ નદીએ નહાવા ગયા ત્યારે નદીમાં નહાતાં નહાતાં ગળામાં પહેરેલો હાર પાણીમાં પડી ગયો. સાસુ બહાવરી બની ગઈ. કથા-વાર્તા સાંભળવાનું પડતું મેલીને સાસુ તો હાર શોધવા લાગી.


સાસુ તો કપાળ કૂટતી કૂટતી ઘેર આવીને કકળાટ કરવા લાગી. ત્યાં જ વહુએ આવીને હાર સાસુના હાથમાં મૂકતાં કહ્યું: “બા ! આ તમારો હાર મને કથરોટમાંથી મળ્યો છે, તમે નક્કી ભૂલી ગયા હશો.”


વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે


હવે સાસુના વિસ્મયનો પાર ના રહ્યો. આવું ચળીતર તો કદી જોયું નથી કે જાણ્યું નથી. વસ્તુ નદીમાં ખોવાય અને નીકળે કથરોટમાં. નક્કી આ વહુ ડાકણ લાગે છે. નક્કી મેલી વિદ્યા જાણતી લાગે છે. સાસુના મનમાં ગભરાટ વ્યાપ્યો. ડાકણનો ભરોસો નહીં. ખીજે તો લોહી પીતાં પણ ના અચકાય. કાલ ઊઠીને છોકરા થાય અને તેને ભરખી જાય તો વંશવેલો રહે નહીં.
સાસુના ગભરાટનો પાર નથી. આ ડાકણનો ઈલાજ કરવો પડશે. નહીં તો ધનોત-પનોત કાઢી નાંખશે. એ તો ગઈ રાજાના મહેલે. રાજાને બધી વાત કરી : “મારા છોકરાની વહુ ડાકણ છે. મેલી વિદ્યાની જાણકાર છે. જાત-જાતનાં ચળીતર કરે છે. પહેલાં અમને, પછી પડોશીને અને પછી ધીમે ધીમે આખા રાજને અને તમનેય ભરખી જશે, માટે એને મોતને ઘાટ ઉતારો.”
રાજા સમજુ અને વિવેકી હતો. જોયા જાણ્યા વગર સત્યને પારખ્યા વગર તે કોઈ પગલું ભરવા માંગતો નહોતો. એટલે એણે ડોશીને આશ્વાસન આપ્યું : “માજી! તમે શાંતિ રાખો. આ પવિત્ર પુરૂષોત્તમ માસ્સ ચાલે છે એટલે મારાથી કોઈ જીવહત્યા થાય નહીં. આ મહિનો પૂરો થયે હું ચોક્કસ તમારી વહુનો ઈલાજ કરીશ.” આમ રાજાએ ડોશીને ધીરજ બંધાવી. રાજાના વચનથી ડોશીને હૈયે શાંતિ થઈ.


મહિનો પૂરો થયા પછી રાજાએ મોટો યજ્ઞ કર્યો. વિદ્વાન બ્રાહ્મણોને નોંતર્યા. આખું ગામ યજ્ઞનાં દર્શને આવ્યું. વહુ બોલી કે “બા હુંય આવું. યજ્ઞનાં દર્શન થાય તો જનમારો સફળ થાય.” ત્યારે સાસુ ધમકાવતાં બોલી કે “બેસ, બેસ, ડાકણ ! કાંઈ આવવું નથી, ઘેર બેસી રહે.” વહુંને તો રડવું આવી ગયું. સાસુના ગયા પછી વહુ પણ છાનીમાની યજ્ઞના દર્શન કરવા આવી અને સંતાઈને દર્શન કરવા લાગી.


હવનની પૂર્ણાહુતિ સમયે યજ્ઞમાંથી એક દિવ્ય પ્રકાશ ફેલાયો અને ગેબી વાણી સંભળાઈ : “હે રાજા ! તમે બધાએ ભલે મારું વ્રત કર્યું હોય, ભલે તમે દાન-દક્ષિણા આપી હોય, મારા હોમ-હવન-પૂજા કરી હોય, પણ મારુંવ્રત સાચા ભાવથી અને પૂર્ણ શ્રદ્ધાથી માત્ર આ ડોશીના છોકરાની વહુએ જ કર્યું છે. તેના ભક્તિભાવના પ્રતાપે જ મેં ડોશીની ખોવાયેલી વીંટી અને હાર તેને કથરોટમાં આપ્યા હતાં. તેની મારા પ્રત્યેની સાચી શ્રદ્ધાએ મને સંતુષ્ટ કર્યો છે અને હું તેના પર ઘણો જ પ્રસન્ન થયો છું અને તેને આશીર્વાદ આપું છું કે તેનું સદાય કલ્યાણ થશે, તેના વ્રતના પ્રતાપે તારા રાજમાં સુખ-શાંતિ રહેશે અને બધા પ્રજાજનો સમૃદ્ધ બનશે.” આમ બોલી તે ગેબી વાણી શાંત થઈ ગઈ.


રાજા યજ્ઞમાં ભાગ લેવા આવનાર વિદ્વાન બ્રાહ્મણો અને પ્રજાજનો આ ચમત્કાર જોઈ વહુના પગમાં પડી ગયા અને તેનો જય જયકાર કરવા લાગ્યા. સાસુ તો એવી ભોંઠી પડી ગઈ કે કાપોતો લોહી ના નીકળે. જે વહુને ડાકણ માનતી હતી, તે તો દેવી નીકળી. તેણે વહુની માફી માંગી.


આખી જિંદગી સુખ-સમૃદ્ધિ ભોગવી અંતકાળે વહુ પોતાના પતિ સાથે વૈકુંઠમાં ગઈ.

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે


હે પુરૂષોત્તમ પ્રભુ ! તમે જેવા ભોળી વહુને ફળ્યા, એવા સહુને ફળજો.