સોમવાર, 4 મે, 2026

વૈશાખ માસની સંકષ્ટી ચતુર્થી 4 કે 5 મે 2026 ઉપવાસ ક્યારે કરવો? ચંદ્ર દશૅન નો સમય શુ છે ? | Vaishakha Sankashti Chaturthi 2026 | Okhaharan |

વૈશાખ માસની સંકષ્ટી ચતુર્થી 4 કે 5 મે 2026 ઉપવાસ ક્યારે કરવો? ચંદ્ર દશૅન નો સમય શુ છે ? | Vaishakha Sankashti Chaturthi 2026  | Okhaharan | 

vaishakha-sankashti-chaturthi-2026
vaishakha-sankashti-chaturthi-2026

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું વૈશાખ માસની સંકષ્ટી ચતુર્થી 4 કે 5 મે 2026 ઉપવાસ ક્યારે કરવો? ચંદ્ર દશૅન નો સમય શુ છે ?  

"" શ્રી ગણેશ ચાલીસા ""


 વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની ચોથને એકદંત સંકષ્ટિ ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે. ૨૦૨૬માં વૈશાખ માસની સંકષ્ટી ચતુર્થી તિથિ મંગળવારે આવતી હોવાથી તેને 'અંગારકી સંકષ્ટિ ચતુર્થી' કહેવામાં આવશે, જેનું મહત્વ અનેકગણું વધી જાય છે. આ વ્રત કરવાથી તમામ પ્રકારના શારીરિક, માનસિક અને આર્થિક સંકટો દૂર થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે. 

 મહાત્મ્ય

સંકષ્ટિ ચતુર્થી ભગવાન શ્રી ગણેશજીને સમર્પિત વ્રત છે.

જીવનના સંકટ, અવરોધ અને દુઃખ દૂર કરવા આ વ્રત કરાય છે.

ધંધા, નોકરી, અભ્યાસ અને પરિવાર જીવનમાં શુભફળ મળે છે.

બુદ્ધિ, વિવેક અને સમૃદ્ધિ માટે આ દિવસ ઉત્તમ છે.

અંગારકી સંકષ્ટિ હોવાથી પુણ્યફળ વધુ માનવામાં આવે છે.

""શ્રી ગણેશ બાવની"" 


વ્રત વિધિ

1. વહેલી સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર પહેરવા.

2. ભગવાન ગણેશજીની મૂર્તિ/ફોટો સ્થાપી પૂજન કરવું.

3. દુર્વા, લાલ ફૂલ, લાડુ અથવા મોદક અર્પણ કરવા.

4. “ૐ ગણ ગણપતયે નમઃ” મંત્રનો જાપ કરવો.

5. દિવસભર ઉપવાસ રાખવો (ફળાહાર કરી શકાય).

6. સાંજે આરતી કરવી.

7. ચંદ્ર દર્શન પછી ગણેશજીને નૈવેદ્ય ધરાવી વ્રત પારણું કરવું.


૧. સંકલ્પ:  સવારે વહેલા ઉઠી, સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા અને ભગવાન ગણેશ સામે વ્રતનો સંકલ્પ લેવો.

૨. પૂજન: દિવસ દરમિયાન ગણપતિ બાપ્પાનું સ્મરણ કરવું. સાંજે ફરી સ્નાન કરી ભગવાન ગણેશની મૂર્તિ અથવા ફોટાનું સ્થાપન કરવું.

૩. સામગ્રી: બાપ્પાને લાલ ફૂલ, ધૂપ, દીપ અને ખાસ કરીને દૂર્વા (ધરો) અર્પણ કરવી.

૪. નૈવેદ્ય: ભગવાનને મોદક અથવા લાડુનો ભોગ ધરાવવો.

૫. ચંદ્ર દર્શન: રાત્રે ચંદ્રોદય થયા પછી ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવું અને ત્યાર બાદ જ વ્રતના પારણા કરવા.

તારીખ માહિતી

૨૦૨૬માં વૈશાખ વદ ચોથ અને ગણેશ સંકષ્ટિ ચતુર્થી

ચતુર્થી તિથિ પ્રારંભ: ૫ મે, સવારે ૦૫:૨૫ વાગ્યે

ચતુર્થી તિથિ પૂર્ણ: ૬ મે, સવારે ૦૭:૫૨ વાગ્યે

મંગળવાર, 5 મે 2026 ના દિવસે આવે છે. આ દિવસ અંગારકી સંકષ્ટિ ચતુર્થી પણ ગણાય છે, કારણ કે ચતુર્થી મંગળવારે આવી છે, જે વિશેષ શુભ માનવામાં આવે છે.

ચંદ્રોદય સમય (ગુજરાત): રાત્રે ૧૦:૩૩ વાગ્યે 

(સ્થાનિક સમય મુજબ થોડો ફેરફાર હોઈ શકે છે)



કથા (સંક્ષેપ)

એક વખત દેવતાઓ અનેક સંકટોથી પીડાતા હતા. તેઓએ ભગવાન શિવજી પાસે પ્રાર્થના કરી. શિવજીએ કહ્યું કે શ્રી ગણેશજીનું સંકષ્ટિ ચતુર્થી વ્રત કરો. દેવતાઓએ શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું અને તમામ વિઘ્નો દૂર થયા. ત્યારથી આ વ્રત સંકટ હરણાર માનવામાં આવે છે.

 શુભ મંત્ર

ૐ વક્રતુન્ડ મહાકાય, સૂર્યકોટિ સમપ્રભ।

નિર્વિઘ્નં કુરુ મે દેવ, સર્વકાર્યેષુ સર્વદા॥

ખાસ નોંધ

સંકષ્ટિ ચતુર્થીમાં ચંદ્ર દર્શન પછી જ વ્રત પૂર્ણ કરવું.

 


સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

DISCLAIMER: Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes. 


અહી ઉપરોક્ત આપેલ કોઈપણ માહિતી અથવા આ કંઈ પણ કાયૅ ઈન્ટરનેટ, ચોપડી, જુનાં ગ્રંથો આઘારિત છે.આ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં www.okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો