શુક્રવાર, 24 જુલાઈ, 2026

ચાતુર્માસનો મહિમા | શું કરવું? શું ન કરવું? | વ્રતના નિયમો | શું દાન કરવું ? કયું ફળ મળે? | chaturmas mahiti in gujarati ma | Okhaharan |

ચાતુર્માસનો મહિમા | શું કરવું? શું ન કરવું? | વ્રતના નિયમો | શું દાન કરવું ? કયું ફળ મળે? | chaturmas mahiti in gujarati ma | Okhaharan | 


chaturmas-mahiti-in-gujarati-ma
chaturmas-mahiti-in-gujarati-ma

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારા આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે આપણે જાણીશું તારીખ 25 જુલાઈ 2026 શનિવાર દેવસૈની એકાદશી કે દેવપોઢી એકાદશીથી લઈને તારીખ 21 નવેમ્બર 2026 શનિવારના દિવસે દેવઉઠની એકાદશી કે પ્રબોધિની એકાદશી સુધી ચાલતો ચાતુરમાસ મહિમા.  


ૐ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત બોલો ચાતુર્માસના દેવતા લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો ચાતુર્માસ અર્થાત ચાર માસ જેમાંભગ ભગવાન શ્રી હરિની પૂજા ઉપાસના કરીને ભક્તો પોતાના જીવનને સાર્થક કરી શકે છે જાણે અજાણે થયેલા દોષો પાપોનું સમન થાય છે આ ચાતુર્માસના મહિમા વિશે ભગવાન શ્રીકૃષ્ણએ રાજા યુધિષ્ઠિરને મહાત્મે સંભળાવેલું છે તે મહાત્મયને આપણે જાણીશું કે આ ચાતુર્માસમાં શું કરવું ? શું ન કરવું ? કઈ વસ્તુનું ધ્યાન રાખવું શું ત્યાગવું અને શું ગ્રહણ કરવું  ? 

એક વખત યુધિષ્ઠિર રાજા ભગવાન શ્રીકૃષ્ણને કહે છે હે કેશવ ચાતુર્માસના મહિમા વિશે મને જાણવાની ઘણી ઈચ્છા છે શું મહાત્મય છે આ ચાતુર્માસનો શા માટે આ ચાતુર્માસને ઋષિ મુનિઓએ ખૂબ જ સુંદર કહ્યો છે જે આ ચાર માસમાં ભક્તિ કરે છે તે પ્રભુને પ્રાપ્ત કરી શકે છે શું આ સંભવ છે આ સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે હે ધર્મરાજ આ ચાતુર્માસનો પ્રારંભ દેવશયની એકાદશીથી થાય છે તે દિવસે મોક્ષને ઈચ્છનારા મનુષ્ય ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે સયન વ્રત કરે છે તેમજ ચાતુર્માસ વ્રતનો આરંભ પણ આજ દિવસથી થાય છે ત્યારે યુધિષ્ઠિર શ્રીકૃષ્ણ ભગવાનને કહે છે હે માધવ શ્રી વિષ્ણુ સયન વ્રત અને ચાતુર્માસ કેવી રીતે કરવા તે કૃપા કરીને મને કહો ત્યારે ભગવાન


શ્રીકૃષ્ણ કહે છે હે રાજન વિષ્ણુ સયન વ્રત અને ચાતુર્માસમાં જે વ્રતો કરવાના કહેલા છે તે સઘળા હું તમને કહી સંભળાવું છું તે તમે ધ્યાનથી સાંભળો કર્ક સંક્રાંતિમાં અષાઢ સુધી એકાદશીને દિવસે જગતના નાથ નારાયણને પોઢાવવા અને તુલા રાશિના સૂર્ય એટલે કે કાર્તિક સુધી એકાદશીના દિવસે ઉઠાડવા અષાઢ માસના શુદ્ધ પક્ષની એકાદશીના દિવસે ઉપવાસ કરીને ચાતુર્માસ વ્રતનો નિયમ લેવો જોઈએ સફેદ વસ્ત્રથી ઢાંકેલા અને ઓશિકા સહિત સફેદ પલંગ ઉપર સુંદર ભગવાન શ્રી હરિ વિષ્ણુની મૂર્તિ કે જેના હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા છે પીતાંબર પહેરેલું છે તેની સ્થાપના કરવી જોઈએ ઇતિહાસ પુરાણ તથા વેદ જાણનાર ઉત્તમ તમ બ્રાહ્મણની પાસે દૂધ દહીં ઘી મધ સાકર અને જળથી સ્નાન કરાવી સુગંધી ચંદન ચડાવીને ધૂપ દીપ કરવા અને કહેવું હે વિષ્ણુ આપ જગતના નાથ છો સયન કરશો એટલે ચરાચર જગત સયન કરશે અને આપ જાગશો ત્યારે ચરાચર જગત જાગશે એમ પ્રાર્થના કરીને પ્રતિમાની ચંદનને પુષ્પો વડે પૂજા કરવી પછી ભગવાન વિષ્ણુની પ્રતિમા પાસે હાથ જોડીને કહેવું હે પ્રભુ વર્ષા ઋતુના ચાર માસ પછી આપ નારાયણ જાગશો ત્યાં સુધી હું પવિત્ર નિયમોને લઈશ તેમાં આવનારા વિઘ્નો દૂર કરું ભગવાન શ્રીકૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે આ રીતે દેવશયની એકાદશીથી લઈને જે સ્ત્રી કે પુરુષો મારી ભક્તિમાં પરાયણ હોય તેણે નમ્રતાથી ચિત્ત શુદ્ધ રાખીને ધર્મ માટે નિયમ લેવા વિષ્ણુ ભગવાનના વ્રતનો આરંભ કરવાના પાંચ દિવસો કહ્યા છે જેમાં એકાદશી દ્વાદશી પૂર્ણિમા અષ્ટમી અને કર્ક સંક્રાંતિ આ પાંચ દિવસોમાંથી હર કોઈ દિવસે વિધિથી વ્રતનો આરંભ કરવો અથવા કોઈપણ દિવસે ચાતુર્માસનો નિયમ કાર્તિક સુદી દ્વાદશીના દિવસે સમાપ્ત થાય છે જે ભક્તો ભક્તો ચાતુર્માસનો નિયમ લે છે તે દેવ ઉઠની એકાદશીના બીજા દિવસે જ્યારે એકાદશીના આપણે પાળણા કરીએ છીએ તે દ્વાદશીના દિવસે આ ચાતુર્માસને પૂર્ણ કરવો સમાપ્ત કરવો જ્યારથી ચાતુર્માસ આરંભ થાય છે જે કોઈએ સંકલ્પ કર્યો છે કોઈપણ નિયમનો તે દેવ ઉઠી એકાદશી આવે તેના બીજા દિવસે જ્યારે આપણે એકાદશીના પાળણા કરીએ છીએ ત્યારે ચાતુર્માસ સમાપ્ત થાય છે અને ચાતુર્માસના નિયમ જે લીધા છે તે પ્રમાણે દાન પુણ્ય કરવું જોઈએ ચાતુર્માસ અર્થાત દેવપોઢી એકાદશીથી લઈને દેવઉઠની એકાદશી સુધી આ ચાતુર્માસ ગણાય છે માટે વૃદ્ધિ તિથિ કે ક્ષય તિથિનો વિચાર ન કરવો સ્ત્રી અથવા પુરુષોએ પવિત્ર હોય અથવા અપવિત્ર હોય તો પણ એક વ્રત કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકાય છે જે મનુષ્ય નારાયણનું સ્મરણ કરીને પ્રતિવર્ષે વ્રત કરે છે તે સૂર્યના જેવા તેજસ્વી વિમાન ઉપર બેસીને પ્રલય થાય ત્યાં સુધી વિષ્ણુલોકમાં આનંદથી રહે છે.


જે મનુષ્ય જે જે નિયમ લે છે અને તેના જે જે ફળ થાય છે તે જુદા જુદા ફળોને પણ હું કહું છું આમ કહીને ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિર રાજાને કહે છે હે રાજન જે મનુષ્ય ચાર માસ સુધી હમ હંમેશા દેવ મંદિરમાં વાળે છે સફાઈ કરે છે જળ છાંટે છે છાણથી લીપે છે અથવા રંગોળી પૂરે છે તેમાં આલસ્ય રાખતો નથી તે ચાર માસ પૂરા થાય ત્યારે યથાશક્તિ બ્રાહ્મણને જમાડે છે તે સાત જન્મ સુધી ઉત્તમ બ્રાહ્મણ થાય છે ને સત્યમાં તથા ધર્મમાં પરાયણ રહે છે તે મનુષ્ય ચાર માસ સુધી દૂધ દહીં ઘી મધ મધ અને સાકર વડે વિધિથી નારાયણને સ્નાન કરાવે છે તે સારૂપ્ય મુક્તિને પ્રાપ્ત થઈને અક્ષય સુખ ભોગવે છે જે રાજા ભગવાન વિષ્ણુના ઉદ્દેશ્યથી યથાશક્તિ પૃથ્વી સોનું ફળ દક્ષિણા બ્રાહ્મણને આપે છે તે અક્ષય લોકને પામે છે જે મનુષ્ય ચાર માસ પર્યંત તુલસી વડે ભગવાન શ્રી હરિનું પૂજન કરે છે તે સોનાના વિમાનમાં બેસીને વૈકુંઠમાં જાય છે જે મનુષ્ય ચાર માસ સુધી ગગળનો ધૂપ અને દીવો કરીને ગગળના ધૂપ પાત્રનું તથા દીવીનું દાન આપે છે તેને ભોગ ભોગવવા મળે છે ધન મળે છે સારું ભાગ્ય પ્રાપ્ત થાય છે જે મનુષ્ય ચાર માસ સુધી નિયમથી પીપળાને અથવા તો ભગવાન વિષ્ણુની પ્રદક્ષિણા કરે છે તે વૈકુઠમાં જાય છે જે મનુષ્ય ચાર માસ સુધી સંધ્યા વખતે તે બ્રાહ્મણના બાણા પાસે અને મંદિરના બાણા પાસે દીવો કરે છે ચાર માસ પૂરા થાય ત્યારે દીવો વસ્ત્ર સુવર્ણનું દાન આપે છે તે તેજસ્વી થાય છે અને અંતે વૈકુઠ ધામમાં જાય છે જે મનુષ્ય ચાર માસ સુધી શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુનું ચરણામૃત પીએ છે તે વૈકુઠ લોકને પ્રાપ્ત કરે છે જન્મ મૃત્યુના ફેરામાંથી મુક્તિ પ્રાપ્ત કરે છે જે મનુષ્ય ભગવાન નારાયણના મંદિરમાં જઈને ગાયત્રી મંત્રનો જપ કરે છે અથવા તો 108 વાર જપ કરે છે તે પાપથી લેપાતો નથી જે મનુષ્ય ચાર માસ સુધી પુરાણ અથવા ધર્મશાસ્ત્ર સાંભળે છે ચાર માસ પૂરા થાય ત્યારે વસ્ત્ર સહિત તે પુસ્તકનું દાન કરે છે તે પુણ્યવાન ધનવાન સમૃદ્ધિવાન સત્ય અને પવિત્રતામાં પરાયણ જ્ઞાનવાળા ઘણા ઘણા શિષ્યોવાળા સારા ધાર્મિક થઈને જગતમાં પ્રસિદ્ધ થાય છે જે મનુષ્ય ચાર માસ સુધી ભગવાન શિવ અથવા ભગવાન શ્રીનારાયણના મંત્રનો જપ કરે છે ચાર માસ પૂરા થાય ત્યારે દેવોનો જપ હોય તે દેવની માટીની મૂર્તિ લઈને દાન કરવામાં આવે મંદિરમાં અથવા બ્રાહ્મણ દેવને તે પુણ્યવાન થાય છે દોષ મુક્ત થાય છે અને ગુણો નો ભંડાર પણ બની જાય છે જે મનુષ્ય ચાર માસ સુધી નિત્ય કર્મ કર્યા પછી સૂર્યમંડલમાં રહેલા ભગવાન શ્રીનારાયણનું ધ્યાન ધરે છે ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપે છે અને જ્યારે ચાતુર્માસ પૂર્ણ થાય લાલ વસ્ત્ર આપે છે તે આરોગ્યપૂર્ણ આયુષ્યમાન કીર્તિવાન લક્ષ્મીવાન અને બળને પ્રાપ્ત કરી શકે છે જે મનુષ્ય ચાર માસ સુધી ભક્તિથી પ્રતિદિન ગાયત્રી મંત્રનો 108 વાર જપ કરે છે અને કેવલ તલથી 28 આહુતી યજ્ઞમાં આપે છે અને જ્યારે ચાતુર્માસ સમાપ્ત થાય ત્યારે ઉત્તમ બ્રાહ્મણને તિલ પાત્રનું દાન કરે છે તે વાણીથી મનથી શરીરથી સર્વ પાપમાંથી મુક્તિ મેળવે છે રોગના ઉપદ્રવથી તે રક્ષા પ્રાપ્ત કરી શકે છે અને તેને ઉત્તમ પ્રજા પણ થાય છે વંશવૃદ્ધિ થાય છે જે મનુષ્ય ચાર માસ સુધી આળસ છોડીને અન્નનો હોમ કરે છે તેને આરોગ્યની પ્રાપ્તિ થાય છે સંતાનની પ્રાપ્તિ તથા સૌભાગ્ય સંપત્તિ પણ મળે છે જે મનુષ્ય ચાર માસ સુધી પીપડાની પૂજા કરે છે ચાર માસ સમાપ્ત થાય પછી બ્રાહ્મણ દેવને વસ્ત્રનું દાન આપે છે તે વિષ્ણુભ ભક્ત થાય છે અને તેના રોગનું સમન થાય છે જે મનુષ્ય વિષ્ણુ ભગવાનને પ્રીતિ કરનારી પવિત્ર તુલસીને ધારણ કરે છે તુલસીમાલાથી જપ કરે છે ચાર માસ પૂર્ણ થાય ત્યારે ભગવાન વિષ્ણુના ઉદ્દેશ્યથી બ્રાહ્મણોને ભોજન આપે છે તે પાપમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે અને તે વૈકુઠમાં જાય છે.


જે મનુષ્ય દુર્વા મસ્તક પર ધારણ કરે અને ચારમાં સમાપ્ત થાય ત્યારે પ્રાર્થના કરે છે હે દુર્વે તું જેમ શાખા વડે અને ડાળ વડે પૃથ્વીમાં વિસ્તાર પામી છે એ જ રીતે મારા વંશનો વિસ્તાર કરજે અજર અમર રાખજે આ રીતે પ્રાર્થના કરીને તે દુરવાને ભગવાન શ્રીનારાયણના ચરણોમાં સમર્પિત કરવામાં આવે સોનાની અથવા ચાંદીની દુર્વા મંદિરમાં પણ સમર્પિત કરવામાં આવે બ્રાહ્મણ ને દેવામાં આવે તો તે આ લોકમાં સુખી થાય છે પાપમાંથી મુક્તિ મળે છે વંશવૃદ્ધિ થાય છે સઘળા ભોગ ભોગવીને અંતે સ્વર્ગમાં પૂજાય છે જે મનુષ્ય ભગવાન શિવની અથવા ભગવાન નારાયણ પાસે ચાતુર્માસમાં નિત્ય ગાન કરે છે સંગીત ગાન કરે છે ભજન અથવા ઢોલ નગારા વગાડે છે તેને ચાતુર્માસના જાગરણનું ફળ મળે છે ચાતુર્માસનું વ્રત કરનારા મનુષ્યએ દેવને ઉદ્દેશીને સરસ અવાજ કરતી ઘંટા આપવી જોઈએ અર્થાત ઘંટડી દાન આપવી જોઈએ અને માં સરસ્વતીજીને પ્રાર્થના કરે છે કે હે દેવી મારામાં રહેલી જળતા દૂર કરો આ રીતે પ્રાર્થના કરવાથી આ લોક પવિત્ર બને છે ઘંટદાનથી દેવી પ્રસન્ન થાય છે અને સર્વે આધિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય છે નકારાત્મક પ્રભાવ દૂર થાય છે જે મનુષ્ય ચાર માસ સુધી નિત્ય પ્રભુનું નામ સ્મરણ કરીને જપ કરીને ચાર માસ પૂર્ણ થાય ત્યારે શક્તિ અનુસાર વસ્ત્રદાન આપે છે તે મનથી વાણીથી શરીરથી કરેલા પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે લક્ષ્મીવાન આયુષ્યવાન થાય છે જે મનુષ્ય ચાર માસ સુધી કપિલા ગાયનો સ્પર્શ કરે છે અથવા કોઈપણ ગાય માતાની સેવા કરે છે ગાય માતાને ચારો આપે છે તો તે મોટા પ્રતાપી ચક્રવર્તી રાજા થાય છે તેનું આયુષ્ય વધે છે અંતે ગાયના જેટલા રૂવાડા હોય તેટલા વર્ષો સુધી ઇન્દ્રની પેઠે સ્વર્ગમાં રહે છે ગાય માતાની પ્રદક્ષિણા કરવાથી પણ ચાતુર્માસનું પુણ્ય પ્રાપ્ત થાય છે જે મનુષ્ય ચાર માસ સુધી સૂર્યનારાયણ દેવને અને શ્રી ગણેશજીને નમસ્કાર કરે છે ચાર માસ પૂર્ણ થતા સૂર્યનારાયણ દેવની મૂર્તિ લઈને ધાતુની મૂર્તિ છે માટીની મૂર્તિ છે તેનું પૂજન કરીને મંદિરમાં દાન દેવાથી સર્વે મનોરથ સિદ્ધ થાય છે આયુષ્ય અને સર્વ જગ્યાએ વિજય પ્રાપ્ત થાય છે એમાં કોઈ સંદેહ નથી જે મનુષ્ય ચાર માસ સુધી હંમેશા ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે યથાશક્તિ ભક્તિપૂર્વક રૂપું અથવા ત્રાંબુ દાન નમાં આપે છે તેને શિવ ભક્ત સંતાન પ્રાપ્ત થાય છે જે મનુષ્ય ચાર માસ સુધી એ વસ્ત્રો તલ આદિ દાન આપે છે તેને અક્ષય સુખની પ્રાપ્તિ થાય છે કુબેરજીના જેટલું ધન મળે છે જે મનુષ્ય ચાર માસ સુધી હંમેશા ગોપીચંદનનું દાન કરે છે અને ચાર માસ સમાપ્ત થતા તેટલું અથવા અડધું અથવા તેનાથી પણ વધુ ગોપીચંદન વસ્ત્ર દક્ષિણ દષિણા સહિત દાન આપે છે તેની ઉપર ભગવાન શ્રી હરિ વિષ્ણુ પ્રસન્ન થાય છે ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે જે મનુષ્ય ચાતુર્માસ દરમિયાન હંમેશા વ્રતયુક્ત થઈને સાકર અથવા ગોળ તેની ઉપર દક્ષિણા રાખીને દાન કરે છે અને ચાતુર્માસ પૂર્ણ થાય ત્યારે શક્તિ અનુસાર તાંબાના પાત્રમાં ગોળ ભરીને દાન આપવામાં આવે તેના રોગનો નાશ થાય છે પાપોનું સમન થાય છે શરીરમાં પુષ્ટિ મળે છે કીર્તિ આપનાર છે સંતાનમાં વૃદ્ધિ આપનાર છે મનોરથ પૂર્ણ કરનાર છે અંતે સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રીકૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે હે રાજન હવે વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે આ ચાતુર્માસ દરમિયાન તે પણ સાંભળો વ્રત કરનાર મનુષ્યને વિદ્યાની પ્રાપ્તિ થાય છે. સર્વે લોકમાં સર્વના પ્રિય બને છે. રાજા હોય તો તેને રાજ્યની પ્રાપ્તિ થાય છે. સંતાન ઈચ્છનારને સંતાનની પ્રાપ્તિ થાય છે. ધન ઈચ્છનારને ધનની પ્રાપ્તિ થાય છે. મોક્ષ ઈચ્છનારને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્ય ચાર માસ સુધી નિત્ય યથાશક્તિ શાક મૂળ ફળ વગેરે દાન આપે છે વ્રત પૂર્ણ થાય ત્યારે બે વસ્ત્ર સહિત દક્ષિણા સહિત જો દાન આપવામાં આવે તો તે રાજા સમાન સુખ ભોગવે છે શાક સઘળા દેવને પ્રિય છે અને મનુષ્યને તૃપ્તિ આપનાર છે તે શાકનું હું દાન કરું છું માટે દેવ વગેરે મારું નિરંતર મંગલ કરો આ રીતે સંકલ્પ મનમાં કરીને શાકનું દાન આપવાની પ્રાર્થના કરવી જોઈએ જે મનુષ્ય ચાર માસ સુધી નિરંતર સૂઠ મરી પીપર એ ત્રણ વસ્તુ મનુષ્યના સર્વ રોગનો નાશ કરનાર હોય ત્યારે ચાતુર્માસ પૂર્ણ થઈ જાય ત્યારે સૂઠ મરી પીપર શક્તિ અનુસાર દાન આપવા જોઈએ આમ કરવાથી 100 વર્ષનું આયુષ્ય પ્રાપ્ત થાય છે ઈચ્છિત ભોગ પ્રાપ્ત થાય છે અંતે સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે જે મનુષ્ય ચાર માસ સુધી તાંબુલ અથવા તો પાનનું દાન કરે છે ભગવાન મહાદેવને અથવા ભગવાન નારાયણની પૂજામાં ચડાવે છે અને પ્રાર્થના કરે છે કે હે કલ્યાણકારક સુંદર તાંબુલ શિવરૂપ બ્રહ્મારૂપ અને વિષ્ણુરૂપ છો આપ માટે તેના દાનથી તે ત્રણેય દેવો મને પુષ્કળ ધન આપો આ મંત્ર ભણીને જે પણ સ્ત્રી પુરુષ છે તે ચાર માસ સુધી હંમેશા લક્ષ્મીજી ના અથવા પાર્વતીજીના ઉદ્દેશ્યથી આ તાંબુલને ભગવાનને સમર્પિત કરે છે અને અંતે જ્યારે ચાર માસ પૂર્ણ થાય ત્યારે મંદિરમાં અથવા બ્રાહ્મણ દેવને દાન કરે છે તે સ્ત્રી અથવા પુરુષ સૌભાગ્યશાળી થાય છે અને માતા લક્ષ્મી સદેવ પ્રસન્ન રહે છે અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે ધન ધાન્ય અને સંતાનમાં વૃદ્ધિ થાય છે દેવોના ના લોકમાં પૂજાય છે.


જે મનુષ્ય ચાર માસ સુધી હંમેશા ભગવાન શિવ અને પાર્વતીના ઉદ્દેશ્યથી બ્રાહ્મણોને અથવા તેમની સ્ત્રીની પણ પૂજા કરીને શંકર પાર્વતી બંને પ્રસન્ન થાવ એમ કહીને યથાશક્તિ દાન આપે છે ચાર માસ પૂર્ણ થાય ત્યારે ગાય અથવા બળદનું દાન અથવા તો ગાય અથવા મૂર્તિનું દાન આપે છે કારણ કે અત્યારના સમયમાં ગાયનું દાન તે સર્વશ્રેષ્ઠ મનાતું નથી એટલા માટે સિમ્બોલિક રીતે મૂર્તિનું દાન અપાય છે તે દાન આપી અને પ્રાર્થના કરવી જોઈએ કે ઈશ્વર મારી ઉપર પ્રસન્ન થાય જે મનુષ્ય ચાર માસ સુધી પુષ્પનું દાન કરે છે અથવા તો મંદિરોમાં જઈને પુષ્પ સમર્પિત કરે છે ઈશ્વર ઉપર અંતે જ્યારે ચાતુર્માસ પૂર્ણ થાય ત્યારે સોનાનું કે ચાંદીનું પુષ્પ છે અથવા તો કમળ પુષ્પ છે તે ભગવાન ઉપર ચડા વીને ચાતુર્માસમાં જે સેવા કરી છે પોતાનું જીવન કૃતાર્થ થાય એવી પ્રાર્થના કરે છે તેની ઉપર પ્રભુ સદેવ પ્રસન્ન રહે છે જે મનુષ્ય ચાર માસ સુધી હંમેશા વામનદેવના ઉદ્દેશ્યથી બ્રાહ્મણને દહીં ભાત રસવાળા ભોજન કરાવે છે એકાદશીના દિવસે ભોજન કરાવે નહીં અને ગ્રહણ વગેરેમાં પણ દાન કરે અને જો નિત્ય દાન દેવાની શક્તિ ન હોય તોપ પાંચ પર્વ એટલે કે અષ્ટમી ચતુર્દશી પૂર્ણિમા અમાવસ્યા ના દિવસે દાન કરે અથવા પ્રત્યેક રવિવારે શુક્રવારે દાન કરે અને વ્રત પૂર્ણ થાય ત્યારે શક્તિ પ્રમાણે પૃથ્વીમાંથી જે અન્ન ઉત્પન્ન થાય છે તેનું દાન કરે ગૌંઉની મૂર્તિ દાન કરે તેની ઉપર પ્રભુ પ્રસન્ન થાય છે અક્ષય અન્નની પ્રાપ્તિ થાય છે ઘરમાં અન્ન અને ધનના ભંડાર ભર્યા રહે છે જે મનુષ્ય ચાર માસ સુધી શાક મૂળ ફળ વગેરે ખાઈને રહે છે જ્યારે ચાર માસ સમાપ્ત થાય ત્યારે જે પણ આપણે નીમ લીધું છે તેનું દાન કરવામાં આવે તે ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે કાસું તે બ્રહ્મરૂપ છે શિવરૂપ છે લક્ષ્મી રૂપ છે સૂર્યરૂપ છે અને ભગવાન વિષ્ણુનું પણ રૂપ મનાય છે અને આ કાસું મને ને શાંતિ આપો આ રીતે પ્રાર્થના કરીને કાસાનું દાન આપવું જોઈએ યોગ્ય વ્યક્તિને બ્રાહ્મણ અથવા મંદિરમાં જઈને દાન આપવું જોઈએ આમ કરવાથી પાપો બધા અગ્નિમાં રૂની પેઠે બળી જાય છે બ્રહ્મ હત્યા કરનાર મધ્યપાન કરનાર ખોટું બોલનાર સ્ત્રી હત્યા કરનાર વ્રતનો ભંગ કરનાર અને પારકી સ્ત્રીનું ગમન કરનાર સઘળા આ વ્રત કરવાથી પોત પોતાના પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે જે મનુષ્ય માંગ્યા વિના જ કંઈક દાન આપતો રહે છે જે જીવન જરૂરિયાત વસ્તુ છે તે કૈલાશમાં પૂજાય છે ભગવાન મહાદેવને પ્રિય બને છે જે મનુષ્ય ચાર માસ સુધી એક વખત પરિમિત ભોજન કરે છે એટલે કે એક ટાઈમ ભોજન લે છે અને નિયમમાં રહે છે જે બ્રહ્મચર્યનું પાલન ચાર માસ સુધી કરવાનું હોય છે જૂઠું બોલવું નહી કોઈની નિંદા કુતલી કરવી નહીં અને ચાર માસ સુધી ઘણા લોકો વાળ પણ કાપતા નથી નારાયણનું પૂજન કરે છે જ્યારે ચાર માસ સમાપ્ત થાય ત્યારે શક્તિ પ્રમાણે બ્રાહ્મણોને જમાડીને દક્ષિણા આપવામાં આવે તે મનુષ્ય વૈકુઠમાં જાય છે અસાઢ શ્રાવણ ભાદરવો આસો અને કાર્તક માસ અર્થાત અષાઢના 15 દિવસ અને કાર્તક માસના ના 15 દિવસ આ રીતે ચાર માસ થાય છે આ ચાર માસ સુધી દૂધપાક લવણ મધ ઘી ફળો એ બધી ચીજોનો ત્યાગ કરવામાં આવે જ્યારે આ ચાર માસ સમાપ્ત થાય કાર્તક સુધી એકાદશી આવે ત્યારે આ બધી વસ્તુ જે નેમ લીધું છે તે દાન કરવામાં આવે ભગવાન નારાયણ ભગવાન મહાદેવનું સ્મરણ કરવામાં આવે તો સર્વે પાપમાંથી મુક્તિ મળે છે જે મનુષ્ય ચાર માસ સુધી જવ અથવા ચોખા ખાઈને રહે છે તેના સંતાન આદિ કૈલાશમાં પૂજાય છે.


જે મનુષ્ય ચાર માસ સુધી શરીરે તેલ ચોપડતા નથી તે વિષ્ણુ લોકમાં પૂજાય છે જે મનુષ્ય ચાર માસ સુધી શાકનો ત્યાગ કરે છે તે વ્રત પૂરું થાય ત્યારે હરિના ઉદ્દેશ્યથી તે શાકનું દાન કરે છે વૈદિક બ્રાહ્મણોને જમાડે છે અથવા યથાશક્તિ વ્યક્તિ દક્ષિણા આપે છે તે મનુષ્ય મહાદેવના પ્રસાદથી મહાદેવની સમીપે જઈને બસે છે જે મનુષ્ય અસાઢ માસથી લઈને ચાર માસ સુધી રીંગણા કારેલા દૂધી પંડોળા અને બીજા પણ જે જે ફળ પોતાને પ્રિય હોય તે ફળનો ત્યાગ કરે છે ચાર માસ પૂરા થાય ત્યારે તે ત્યાગ કરેલા ફળોનું દાન કરવામાં આવે છે મારી ઉપર દેવ પ્રસન્ન થાય એવી પ્રાર્થના કરવામાં આવે છે દક્ષિણા આપવામાં આવે છે તેનું આયુષ્ય વધે છે આરોગ્ય પ્રાપ્ત થાય છે પુત્ર પોત્રાદિમાં વૃદ્ધિ થાય છે સુંદર રૂપ દેખાવ મળે છે અક્ષય વંશ ચાલે છે કીર્તિ ફેલાય છે અને તે સ્વર્ગમાં પૂજાય છે ચાર આશ્રમમાં બ્રહ્મચારી ગૃહસ્થ આશ્રમી વાનપ્રસ્થી અને સન્યાસ આશ્રમવાળા આ ચારે આશ્રમવાળાએ આ નિયમનું પાલન અવશ્ય કરવું ચાર આશ્રમીઓએ શ્રાવણ માસમાં અવશ્ય શાકનો ત્યાગ કરવો ભાદરવા માસમાં દહીંનો ત્યાગ કરવો આસો માસમાં દૂધનો ત્યાગ અને કાર્તિક માસમાં દાળનો ત્યાગ અવશ્ય કરવો એવી રીતે એ ચારેય ચીજોના ચારેય માસમાં ક્રમે કરીને અવશ્ય ત્યાગ કરવો જોઈએ કોળું ચોળા મૂળા ગાજર કરમદાને અને શેરડી એટલી વસ્તુઓ ચોમાસાના ચાર માસમાં ત્યજવા યોગ્ય છે તેમજ મસૂરની દાળ છે ઘણા બીજવાળા ફળો રીંગણાનો પણ ત્યાગ કરવો જોઈએ વિદ્વાનોએ એ પણ કહ્યું છે કે બોર આમળા દૂધી અને આમલીનો પણ ત્યાગ કરવો જોઈએ આ ચાતુર્માસ દરમિયાન ભક્તિવાળા મનુષ્યએ ચોમાસાના ચાર માસમાં પલંગ કે ખાટલામાં સુવું ન જોઈએ જે સ્ત્રીઓ માસિક ધર્મમાં થાય છે તેઓ પણ પોતાની અલગ વ્યવસ્થા કરે હરિસ્મરણ કરતા રહે કોઈને અડકવું નહીં પ્રભુમાં મન પોરવીને વ્રત ઉપવાસ અવશ્ય થાય પરંતુ પૂજા ન થાય માસિક ધર્મ તે કોઈ દોષ નથી પરંતુ માસિક ધર્મ દરમિયાન સ્ત્રીની શક્તિ ક્ષીણ થાય છે એટલા માટે તેને આરામ કરવાની આવશ્યકતા રહે છે આ ચાતુર્માસ દરમિયાન આવી સ્ત્રીઓએ બહાર ન જવું જોઈએ ગર્ભવતી મહિલાઓ છે વૃદ્ધો છે બાળકો છે તેઓ પણ ચાતુર્માસ કરી શકે છે જો નિયમ લેવા યોગ્ય હોય તો ચાતુર્માસમાં સરગવાની સિંગોનો પણ ત્યાગ કરાય છે તરબૂજ છે બીલું છે ઉમરાનું ફળ છે દાજેલું અનાજ છે તેનો પણ ત્યાગ કરવો વાસી અનાજનો પણ ત્યાગ કરવો જોઈએ જે મનુષ્ય ઉપવાસ કે ઈટાણું કરે છે સાયંકાળે પ્રાતઃ કાકાળે સ્નાન અને પૂજા વગેરે કરે છે તે વૈકુઠમાં જાય છે જે મનુષ્ય ચાર માસ સુધી વિષ્ણુ ભગવાન પાસે બાધ્ય વગાડે છે ગાન કરે છે તે ગંધર્વ લોકમાં જાય છે જે મનુષ્ય ચાર માસ સુધી ગોળનો ત્યાગ કરે છે મધનો ત્યાગ કરે છે તેના સંતાનોમાં વૃદ્ધિ થાય છે જે તીખા કડવા ખાટા મીઠા તુરા ખારા એ છ રસનો ત્યાગ કરે છે તેના શરીરમાં કોઈ વખત વખતે બગાડ થતો નથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે જે પુષ્પ વગેરેનો ત્યાગ કરે છે તે સ્વર્ગમાં વિદ્યાધર થાય છે જે મનુષ્ય યોગાભ્યાસ કરે છે બ્રહ્મ પદને પામે છે આ ચાતુર્માસ દરમિયાન જે કોઈ વ્યસન હોય તેનો ત્યાગ કરવામાં આવે તો પણ ભગવાન શ્રી હરિની કૃપાથી કુબેર જેવા ધનવાન બની જવાય છે લસણ ડુંગરી આદિનો ત્યાગ કરવાથી દહીનો નો દૂધનો ત્યાગ કરવાથી ગોલોકમાં જવાય છે હાંડલામાં રાંધેલા અનાદનો ત્યાગ કરવાથી સ્વર્ગમાં જવાય છે એકાંતરા ઉપવાસ કરવાથી બ્રહ્મલોકમાં જવાય છે એકાંતમાં રહીને શાંતિથી ભગવાન શ્રી હરિનું મનમાં હૃદયમાં ધ્યાન કરીને જપ કરીને સાંસારિક કાર્યને પાર પાડીને જે મનુષ્ય આ ચાર માસ દરમિયાન સંયમથી જીવે છે તેની ઉપર પ્રભુ સદૈવ પ્રસન્ન રહે છે શક્તિ પ્રદાન થાય છે અનંત ફળની પ્રાપ્તિ થાય છે આ ચાતુર્માસ દરમિયાન જે લોકો ભગવાન નારાયણનું પૂજન કરીને પ્રદક્ષિણા કરે છે જે સાત પ્રદક્ષિણા છે 11 છે 51 108 છે કે એથી પણ વધુ તે હંસવાળા વિમાનમાં બેસીને વૈકુંઠમાં જાય છે જે મનુષ્ય ત્રણ રાત્રી ભોજનનો ત્યાગ કરે છે જે મનુષ્ય પારકા અન્નનો ત્યાગ કરે છે આ ચાતુર માસ દરમિયાન તે દેવતા સમાન થઈ જાય છે જે મનુષ્ય ચાર માસ સુધી પ્રજાપત્ય વ્રત કરે છે તે શરીરથી વાણીથી મનથી થયેલા ત્રણ પ્રકારના પાપોમાંથી મુક્તિ મેળવે છે ચાંદ્રાયણ વ્રત અર્થાત આખા માસમાં 15 દિવસનો ગેપ રાખવાનો હોય છે પૂર્ણિમાના દિવસોમાં ભોજન લેવામાં ઘટાડો થાય છે અને અમાવસ્યાના દિવસો એટલે કે વધ પક્ષની શરૂઆત થાય ત્યારે ધીમે ધીમે ભોજન વધારવાનું હોય છે આ રીતે પ્રાયશ્ચિત વ્રત છે ચાંદ્રાયણ વ્રત છે તે વ્રત જે ભક્તો કરે છે તેનું શરીર અલૌકિક થાય છે કૈલાશ ભૂમિમાં અને તે કૈલાશમાં જાય છે.



 જે મનુષ્ય ચાર માસ સુધી અન્ન વગેરેનો ત્યાગ કરે છે તે હરિમાં સારૂપ્ય પ્રાપ્ત કરે છે જે મનુષ્ય ચાર માસ સુધી પંચગવ્ય અર્થાત ગાયનું જે પાંચ પ્રકારનું પદાર્થ છે જેમાં ગાયનું ઘી દૂધ માખણ દહીં અને ગૌમૂત્ર આ પંચગવ્ય છે તે નિત્ય ગ્રહણ કરે છે તે ચાંદ્રાયણ વ્રતનું ફળ પ્રાપ્ત કરી શકે છે જે મનુષ્ય ત્રણ દિવસ સુધી જલપાન કરતો નથી તેને રોગ થતો નથી ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે હે રાજન આ રીતે ચાતુરમાસમાં ભગવાન શ્રીનારાયણની પ્રસન્નતા અર્થે ભક્તો વિવિધ રીતે ઉપવાસ નિયમનું પાલન કરે છે જે દિવસે ભગવાન વિષ્ણુ ક્ષીર સમુદ્રમાં પોઢે છે ને પાછા જે દિવસે જાગે છે દેવશયનીથી દેવ પ્રબોધિની એકાદશી સુધી મનુષ્ય ચિત્ત સ્થિર રાખીને ઉપવાસ કરે છે તેને ભગવાન નારાયણ પરમ ગતિ આપે છે એવી રીતે ભવિષ્ય પુરાણમાં વિષ્ણુ સયની એકાદશીથી વિષ્ણુ પ્રબોધિની એકાદશી સુધીના આ ચાતુર્માસના મહિમા વિશે કહેવામાં આવ્યું છે બોલો ભગવાન શ્રીનારાયણની જય આ ચાતુર્માસમાં ભગવાન શ્રી હરિ સયન કરે છે મહાદેવ જાગે છે પોઢે છે મતલબ પ્રભુ યોગનિન્દ્રામાં જાય છે પોઢે એટલે કે સુઈ નથી જતા યોગનિન્દ્રામાં પ્રભુ આપણા કર્મોને જોશે જે કોઈ શુભ કર્મ કરતા હશે જે કોઈ છલ કપટનો ત્યાગ કરીને સત્યતાના ધર્મના માર્ગ ઉપર ચાલશે તેને ચાર માસ પછી પુરસ્કાર પ્રભુ દેશે એવા ભગવાન શ્રીનારાયણને આપણે કોટિ કોટિ વંદન કરીએ છીએ પ્રભુને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ અમારી ભૂલ અપરાધને ક્ષમા કરીને આ ચાતુર્માસ દરમિયાન અમે જે કાઈ નિયમ લઈએ તેનું પાલન કરી શકીએ એટલી શક્તિ આપજો ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરી બોલો જગદગુરુ ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય 

 

 શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ અહી ક્લિક કરો

 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.


  જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

DISCLAIMER: Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes. 


અહી ઉપરોક્ત આપેલ કોઈપણ માહિતી અથવા આ કંઈ પણ કાયૅ ઈન્ટરનેટ, ચોપડી, જુનાં ગ્રંથો આઘારિત છે.આ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં www.okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો