મંગળવાર, 6 સપ્ટેમ્બર, 2022

પરિવર્તિની એકાદશી ની વ્રત કથા ગુજરાતીમાં | Parivartini ekadashi vrat katha in Gujarati | Okhaharan

પરિવર્તિની એકાદશી ની વ્રત કથા ગુજરાતીમાં | Parivartini ekadashi vrat katha in Gujarati  | Okhaharan

Parivartini-Ekadashi-Vrat-Katha-in-Gujarati
Parivartini-Ekadashi-Vrat-Katha-in-Gujarati

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા લેખ માં આજે આપણે જાણીશું   ભાદરવા માસની શુક્લ (સુદ) પક્ષની પરિવર્તિની એકાદશી તથા વામન જયંતી ની વ્રત કથા ગુજરાતીમાં.

પરિવર્તિની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ ગુજરાતી લખાણ સાથે

ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા : “હે ભગવાન ! ભાદરવાના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે ? તેની વિધિ કઈ છે ? એ એકાદશી વ્રતનું ફળ મળે છે તે કહો.”

 નિત્ય સવારે શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે ગુજરાતી લખાણ સાથે  

શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા : “હે રાજનુ ! હવે હું અનેક પાપ નષ્ટ કરનારી અને અંતમાં સ્વર્ગ દેનારી ભાદરવાની શુક્લ પક્ષની ‘વામન’ નામની એકાદશીની કથા કહું છું. આ એકાદશીને જયંતી એકાદશી પણ કહે છે આ એકાદશીની કથા સાંભળવામાત્રથી પાપોનો નાશ થાય છે. આ જયંતી એકાદશીની કથાથી નીચ પાપીઓનો ઉદ્ધાર થઈ જાય છે. જો કોઈ ધર્મપારાયણ મનુષ્યના દિવસે મારી પૂજા કરે છે તો હું તેને સંસારની પૂજાનું ફળ આપું છું. જે મનુષ્ય આ એકાદશીના દિવસે શ્રી ભગવાનની પૂજા કરે છે તે ત્રણ દેવતા અર્થાત્ બ્રહ્મા, વિષ્ણુ, મહેશની પૂજા કરે છે. જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે. એમણે આ સંસારમાં કશું પણ કરવું શેષ રહેતું નથી.

આ એકાદશીના દિવસે શ્રીવિષ્ણુ ભગવાન પડખું બદલે (પાસુ બદલે) છે તેથી તેને પરિવર્તિની એકાદશી કહે છે. યુધિષ્ઠિર બોલ્યા : “હે ભગવાન ! તમારા વચન સાંભળી મને સંદેહ થાય છે કે તમે કેવી રીતે સૂઓ છો, તથા પાસા બદલો છો ? તમે બલિને કેમ બાંધ્યા ? અને વામન રૂપ ધારણ કરીને કઈ લીલાઓ કરી. ચાતુર્માસ વ્રતની વિધિ કઈ છે તથા તમારા શયન કરવાથી મનુષ્યનું કયું કર્તવ્ય બને છે, તે બધુ વિસ્તારપૂર્વક કહો.

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે  ગુજરાતી લખાણ સાથે  

શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા : “હે રાજનુ ! હવે તમે પાપોને નષ્ટ કરનારી આ કથાનું શ્રવણ કરો.”

ત્રેતાયુગમાં બિલ નામનો એક દાનવ હતો. તે અત્યંત ભક્ત, દાની, સત્યવાદી તથા બ્રાહ્મણોની સેવા કરનાર હતો. તે પોતાની ભક્તિના પ્રભાવથી સ્વર્ગમાં ઇન્દ્રના સ્થાન પર રાજ્ય કરવા લાગ્યો. ઇન્દ્ર તથા અન્ય દેવતા આ વાતને સહન ન કરી શક્યા અને ભગવાન પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા. તેથી ભગવાને વામન રૂપ ધારણ કર્યું અને રાજા બલિને જીતી લીધો.'' ત્યારે યુધિષ્ઠિર બોલ્યા : “હે જનાર્દન ! તમે વામન રૂપ ધારણ કરી એ બલિને કેવી રીતે જીત્યો તે મને વિસ્તાર પૂર્વક કહો.”

શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા : “હે રાજન્ ! મેં વામન રૂપ ધારણ કરી રાજા બલિને યાચના કરી કે - ‘હે રાજન્ ! તમે મને ત્રણ ડગલાની ભૂમિ આપી દો, તેનાથી તમને ત્રણ લોકનું દાનનું ફળ પ્રાપ્ત થશે.' રાજા બલિએ આ નાની યાચનાનો સ્વીકાર કર્યો અને ભૂમિ આપવા તૈયાર થયો. ત્યારે મેં મારો આકાર વધારી દીધો અને ભૂલોકમાં પગ, ભુવનલોકમાં જાંઘ, સ્વર્ગલોકમાં કમર, મહર્લોકમાં પેટ, જળલોકમાં હૃદય, તપ-લોકમાં કંઠ અને સત્યલોકમાં મુખ રાખીને પોતાનું માથું ઊંચું ઉઠાવ્યું. આ સમયે સૂર્ય, નક્ષત્ર, ઇન્દ્ર તથા અન્ય દેવતા મારી સ્તુતિ કરવા લાગ્યા. એ સમયે મેં રાજા બલિને પકડ્યો અને પૂછ્યું : “હે રાજન્ ! હવે હું ત્રીજો પગ ક્યાં મૂકું ? આ સાંભળી રાજા બલિએ પોતાનું મસ્તક નીચે કર્યું. મેં તેના મસ્તક પર ત્રીજો પગ રાખી દીધો અને ભક્ત દાનવ પાતાળમાં ચાલ્યો ગયો.

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

ત્યારે મને તે અત્યંત વિનીત જોયો. તો મેં તેને કહ્યું : “હે બિલ ! હું સદૈવ તારી પાસે રહીશ. ભાદરવા માસના શુક્લ પક્ષની પરિવર્તિની નામની એકાદશીના દિવસે મારી એક પ્રતિમા રાજા બલિ પાસે રહે છે અને એક ક્ષીરસાગરમાં શેષનાગ પર શયન કરે છે. આ એકાદશીએ વિષ્ણુ ભગવાન સૂતા સૂતા પડખું બદલે છે. આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવે છે. એમાં ભાત અને દહીં સાથે ચાંદીનું દાન કરવામાં આવે છે. આ દિવસની રાત્રિએ જાગરણ કરવું જોઈએ. એ પ્રકારે વ્રત કરવાથી મનુષ્ય સમસ્ત પાપોથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે.

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે

"" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે 

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે 

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

સોમવાર, 5 સપ્ટેમ્બર, 2022

પરિવર્તિની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Parivartini Ekadashi Kayre che 2025 Gujarati | Okhaharan

પરિવર્તિની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  | Parivartini Ekadashi Kayre che 2025 Gujarati | Okhaharan

Parivartini-ekadashi-kyare-che-2024-Gujarati
Parivartini-ekadashi-kyare-che-2024-Gujarati
 
 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ ભાદરવા માસની સુદ પક્ષની પરિવર્તિની એકાદશી ક્યારે છે 2 કે 3 સપ્ટેમ્બર ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે?

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

પરિવર્તિની એકાદશી 2025:

ભાદરવા માસની શુક્લ પક્ષની એકાદશી ને પરિવર્તિની એકાદશી કહે છે. હિન્દુ શાસ્ત્રોમાંમાં એકાદશી તિથિનું એક વિશેષ મહત્વ છે. એમાં પણ ભાદરવા માસની આ એકાદશી નું મહત્વ વધારે છે કેમ કે આ એકાદશી ચાતુર્માસ ની મધ્યની એકાદશી છે.  તિથિ દર મહિનામાં બે વાર આવે છે એક તો  સુદ પક્ષ અને બીજી વદ પક્ષ. એકાદશી ની તિથિ જગત ના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એમાં પણ આ એકાદશી વિષ્ણુ દશાવતાર ના પાંચમો અવતાર વામન સ્વરૂપ ને સમર્પિત છે. આ એકાદશી દિવસે ના ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિષ્ણુ ભગવાનની વિશેષ કૃપા રહે છે. એવું માનવામાં આવે મનુષ્ય દ્રારા થયેલ દરેક પાપ માંથી મુક્તિ મેળવી સ્વગૅ લોક ની પ્રાપ્તિ થાય છે. 

સવાલ એવો પણ થાય છે કે આ એકાદશી વ્રત કોણ કરી શકે છે ? એકાદશી નું વ્રત શિવ ધમૅ અને કૃષ્ણ ધમૅ એમ બંને કરી શકે આ એકાદશી ઉપવાસ વ્રત  વૈષ્ણવ, શુદ્ધ, ક્ષત્રિય કે વેશ્ય પછી નાના મોટા કોઈ પણ આ વ્રત કરી શકે છે. આ એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના દશ અવતાર માંથી પાંચમો અવતાર વામન અથવા  દશ અવતાર માંથી કોઈ પણ અવતાર નું પુજન થાય.
 
ૐ નમો ભગવતે વાસુદેવાય

ભાદરવા માસની સુદ પક્ષની એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે. દરેક એકાદશી તિથિ એક વિશેષ મહાત્મય હોય છે એમાં પણ ભાદરવા માસની સુદ પક્ષની પરિવર્તિની એકાદશી નું મહત્વ ધણું વધારે છે. દેવ પોઢી એકાદશી દેવ ઉઠી એકાદશી ચાતુર્માસ સમય ના બરાબર મધ્ય ની આ એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન શયન સમયે પડખું ફેરવે છે માટે પરિવર્તિની એકાદશી કહે છે.આ એકાદશી ને વામન એકાદશી તથા જળજિણી એકાદશી નામે ઓળખાય છે.

 શ્રી કૃષ્ણ બાવની કરવાથી જન્મ-મરણથી મુક્તિ મળી ભગવાનમાં તરફ પ્રીતિ કરવાનાર અહી ક્લિક કરો.  

એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન તથા વામન સ્વરૂપ પુજન સાથે સાથે  સવૅ દેવતા ના પુજન ના આશીર્વાદ આપતા ગાયમાતા ,  જીવનમાં સુખ સમૃદ્ધિ આપનાર  તુલસી માતા પુજન થાય , આપણા પુવૅજ એટલે કે પૃતિદેવ ના આશીર્વાદ માટે પીપળા વૃક્ષ નું પુજન કરવામાં આવે છે  ખાસ એકાદશી ના દિવસે શિવલિંગ પર જળ દુઘ ફુલ બીલીપત્ર ચંદન નો અભિષેક કરવો. આમ કરવાથી કૃષ્ણ ભગવાન ના કહેવા મુજબ કશું શેષ રહેતું નથી. અત્યાર ચાલતા શ્રી ગણેશ ના દિવસે એમાં પણ એકાદશી મંગળવાર ના દિવસે શ્રી ગણેશ નું વિશેષ પુજન કરવાથી સવૅ પ્રકાર ના વિધ્નો દૂર થાય છે.

 એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

દર મારે બે એકાદશી અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો
ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. હવે આપણે જાણીએ ભાદરવા માસની સુદ પક્ષની પરિવર્તિની એકાદશી તિથિ માહિતી

 આ વષે 2025 ની પરિવર્તિની એકાદશી ની શરૂઆત

 શરૂઆત 3 સપ્ટેમ્બર 2025 વહેલી સવારે 3:52 મિનિટ

સમાપ્ત 4 સપ્ટેમ્બર 2025 વહેલી સવારે 4:21 મિનિટ

આમ એકાદશી 
3 સપ્ટેમ્બર 2025 દિવસ ની રહેશે

ઉપવાસ   3 સપ્ટેમ્બર 2025  કરવો

પુજન નો શુભ સમય  સવારે 6:11 થી 9:18 સુધી.

ભાદરવા પરિવતૅની એકાદશી નું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરવાથી સમસ્ત પાપોથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે. 

પરિવર્તિની એકાદશી ની વ્રત કથા ગુજરાતીમાં અહી ક્લિક કરો.   

  એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

રવિવાર, 28 ઑગસ્ટ, 2022

રામદેવપીર નોરતામાં નિત્ય પાઠ કરો "" શ્રી રામદેવ બાવની "" ગુજરાતીમાં | Ramdev Bavni Gujarati Lyrics | Okhaharan

 રામદેવપીર નોરતામાં નિત્ય પાઠ કરો  "" શ્રી રામદેવ બાવની ""  ગુજરાતીમાં | Ramdev Bavni Gujarati Lyrics | Okhaharan
ramdev-bavni-gujarati-lyrics

શ્રી રામદેવ બાવની

જય જય ગજમુખ ગવરી સુત,

રૂપ આપનું છે. અદ્ભુત.

શરણાગતના સંકટ હરો,

વરદ હસ્ત મસ્તક પર ધરો. ૨

વીણાધરી જય વાગેશ્વરી,

વિશુદ્ધ વાણી દેજો ભરી. ૩

રામદેવના ગુણલાં ગાઉ,

 લખી બાવની પાવન થાઉં. ૪

ચૌદમી સદીમાં રામદેવ થયા,

અદ્ભુત જીવન જીવી ગયા. ૫

મરુભૂમિ પોકરણ ગઢ ગામ,

અજમલજી રાજાનું નામ.

સુંદર નાર મીણલદે સતી,

મન કર્મ વચને સેવે પતિ. ૭

દર્શન કરવા અજમલરાય,

દર વર્ષે દ્વારિકા જાય. ૮

અજમલજીને નહિ સંતાન,

માગ્યું પુત્રતણું વરદાન. ૯

કાઢી ભક્ત કેરું માપ,

પુત્ર રૂપે પ્રગટ્યાં પ્રભુ આપ. ૧૦ 

શ્રી રામદેવ 24 ફરમાન ગુજરાતી અથૅ સહિત

રામદેવજી રાખ્યું નામ,

પારણે ઝૂલે પુરણ કામ. ૧૧

 કુમકુમ કેરાં પગલાં પડયાં,

રાય-રાણીને નજરે ચડ્યાં. ૧૨

પુત્ર જોઈ હૈયે હરખાય,

નક્કી આવ્યા રણછોડરાય. ૧૩

ગરમ દૂધને આવ્યા વેગ,

ચૂલેથી ઉતારી દેગ. ૧૪

માતા મનમાં વિસ્મિત થયાં,

પુત્રપ્રેમમાં ડૂબી ગયાં. ૧૫

પુત્ર લઈ બેઠાં છે બહાર,

જાતો દીઠો ઘોડેસ્વાર. ૧૬

રામદેવજીએ લીધી હઠ,

ઘોડો લાવી આપો ઝટ. ૧૭

અજમલજી ત્યાં આવ્યા પાસ,

દરજીને તેડાવ્યો ખાસ. ૧૮

કપડું આપ્યું ચાલીસ હાથ,

દરજીને સમજાવી વાત. ૧૯

મેલા ફાટ્યા ડૂચા ભરી,

લીલ લુગડે સુંદર કરી. ૨૦.

દરજી ઘોડો લાવ્યો દ્વાર,

થયા રામદેવ ઝટ સ્વાર. ૨૧

ઊડી ઘોડો ગગને ગયો,

 હાહાકાર ભારે ત્યાં થયો. ૨૨ 

દરજીભાઈને પૂર્યા જેલ,

 ઊતરી આવ્યા રામદે મહેલ. ૨૩

રામદે દેખી રાજી થયા,

દરજીના સૌ દુઃખડા ગયા. ૨૪

કર ભાલો લઈ વનમાં ગયા,

ભૈરવા દૈત્યની સામે થયો. ૨૫

ભૈરવ માર્યો ભાલે કરી,

 દુનિયાની ઉપાધી હરી. ૨૬

ગુરુ બનાવ્યા બાલીનાથ,

રામદેવ પગ મૂક્યો હાથ. ૨૭

જ્ઞાન દઈને કંઠી ધરી;

રામદેવને સિદ્ધિ વરી. ૨૮

ભકતતણો જોઈને ભાવ,

બોયતા વણિકનું તાર્યું નાવ. ૨૯

અસત્ય વણઝારાએ કહ્યું,

મીસરી કેરું મીઠું થયું. ૩૦

 મીઠું સરોવર કડવું થયું,

અભિમાન ઝંભાનું હર્યું. ૩૧

સગુણાબેનનું સંકટ હયુ,

શાહ સૈન્યને પૂરું કર્યું. ૩૨ 

શ્રી રામદેવપીર ચાલીસા

વાંકી નેત્રા સીધી કરી,

રણુજે લાવ્યા પોતે વરી. ૩૩

મરેલ ભાણેજ જીવતો કર્યો,

શોક સગુણા કેરો હર્યો. ૩૪

બાર વાયકમાં પોતે ગયા,

 બાર બીજના સ્વામી થયા. ૩૫

નિજ્યા ધર્મનો દઈ ઉપદેશ,

ભકતોને દીધો આદેશ. ૩૬

ડાલીબાઈને દાસી કરી,

સિદ્ધિ સઘળી દીધી ભરી. ૩૭

દલુ વાણિયે રાખી ટેક,

રામદેવ પર ભાવ અતિરેક. ૩૮

નરનારી જાત્રાએ જાય,

માલ દેખી ચોર સાથે થાય. ૩૯

ઘેરી ઝાડી ચારે કોર,

હથિયાર લઈ ઉગામે ચોર. ૪૦

વણિક મારી લૂંટ્યો માલ,

શેઠાણી થઈ ગઈ બેહાલ. ૪૧

રામદેવને કર્યો પોકાર,

વ્હેલા આવો જગ્દાધાર. ૪૨

ચોપાટ રમતાં સૂમ્યો સાદ,

રક્ષણ કરવા લાગ્યો નાદ. ૪૩

લીલે ઘોડે થયા અસવાર,

 હાથે લઈ લીધા હથિયાર. ૪૪

રામદે આવી ઊભા રહ્યા,

સમાચાર શેઠાણીએ કહ્યા. ૪૫ 

ધડ મસ્તક બે જોડયા સાથ,

માથે મૂક્યો મીઠો હાથ. ૪૬

ભકત દલુને જીવતો કર્યો,

માલ બધો લાવીને ધર્યો. ૪૭

ભાટી ભગતની ભંભલી ભરી,

સજીવન વીરડી ત્યાં તો કરી. ૪૮

હરજી ભાટી સંકટ મ્હાંય,

 સત્વર જઈને કીધી સહાય. ૪૯

 કાપડ ઘોડો સાચો કર્યો,

જોધપુર રાયનો હુંપદ હર્યો. ૫૦

પૂરણ કરી પોતાનું કામ,

લીધી સમાધિ ગયા સ્વધામ. ૫૧

હરભજીને દર્શન દીધાં,

 સાથે બેસી કસુંબા લીધાં. ૫ર

દોહરો :

રામદેવની બાવની જે કોઈ પ્રીતે ગાય;

ગોવિંદ આ સંસારના સંકટ તેના જાય.

બીજ સ્પેશિયલ શ્રી રામદેવપીર નો આ પાઠ કરવાથી ભક્તો ના સવૅ કષ્ટ દૂર કરે છે 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

  જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 25 ઑગસ્ટ, 2022

14/15 સપ્તેમ્બર શ્રાવણ અમાસ ક્યારે? | અમાસ દિવસે શું કરવું ? શું ના કરવું ? | Shravan Amavasya 2023 | Okhaharan

14/15  સપ્તેમ્બર શ્રાવણ અમાસ ક્યારે? | અમાસ દિવસે શું કરવું ? શું ના કરવું ? | Shravan Amavasya 2023 | Okhaharan

Shravan-Amavasya-2023-Gujarati
Shravan-Amavasya-2023-Gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રાવણ માસ ની અમાસ ક્યારે છે? ક્યારે પિતૃ તર્પણ , સ્નાન દાન ક્યારેકરવું?  અમાસ ના દિવસે શું કરવું ? શું ના કરવું?

 શનિદેવ નો આ પાઠ કરવાથી શનિદેવ ક્રુર પ્રભાવ ઓછો થાય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

તિથિ એ ચંદ્ર ની કળા પર આધારિત હોય છે જયારે પૂર્ણ ચંદ્ર કળા હોય એટલે પૂનમ કહેવાય અને જ્યારે ચંદ્ર શૂન્ય કળા હોય એને અમાસ કહેવાય. અમાસ તિથિ પિતૃઓને આપણૅ છે. આ દિવસે લક્ષ્મીનારાયણ દેવ , શિવ પાવૅતી તથા હનુમાનજીના ની પણ પૂજા કરવા માં આવે છે.અમાસ તિથિ ના દિવસે પિતૃઓ વાયુવેગે તપણૅ આરોગવા આવે છે. આ દિવસે પિતૃઓ માટે જાપ ,તપ,  વ્રત , સ્નાન, અને દાન કરવાથી સુખ સમૃદ્ધિ  વધે છે.

આ વષૅ શ્રાવણ માસની અમાસ તિથિ બે દિવસ રહેશે એટલે કે 14 સપ્તેમ્બર અને 15 સપ્તેમ્બર. તિથિ માહિતી

અમાસ તિથિ ની શરૂઆત 14 સપ્તેમ્બર સવારે 4:48 મિનિટ

અમાસ તિથિ ની સમાપ્તિ 15 સપ્તેમ્બર સવારે 7:09 થાય છે

આમ બે દિવસ અમાસ રહેશે

અમાસ ના દિવસે શું કરવું

અમાસ તિથિ દેવી દેવતા ની સાથે સાથે પિતૃઓને અપણૅ છે આ દિવસે પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરો. ધૂપ કરવા માટે બપોર તથા સંઘ્યાનો સમય સૌથી ઉત્તમ રહે છે. બપોર અથવા સંઘ્યા સમયે ગાયના ગોબર ના છાણા અથવા કોલસા ઉપર ગુગળ મુકીને ઘુપ કરો અને પછી ધૂમાડો નીકળતો બંધ થઈ જાય, ત્યારે બળતા છાણા અથવા કોલસા ઉપર ગોળ અને ઘીથી ધૂપ આપવું જોઈએ. પિતૃઓ પૃથ્વી પર વાયુ વેગે આવે છે આ દરમિયાન પિતૃઓનું ધ્યાન કરતા રહેવું જોઈએ.

સવૅ પિતૃ અમાસ ની વ્રત કથા અહી ક્લિક કરો.  

અમાસ તિથિ ના દિવસે સ્નાન સાથે દાન માહાત્મ્ય છે. પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાનો મહિમાં વઘારે છે. જો નદીમાં સ્નાન ના થઈ શકે તો ઘરમાં સવૅ નદીઓનું મંત્રથી ધ્યાન કરીને સ્નાન કરવું જોઈએ.અને શક્ય હોય તો પાણીમાં ગંગાજળ ઉમેરીને પણ સ્નાન કરી શકો છો. પછી સ્વચ્છ થઈને જરૂરિયાત મંદ લોકોને ધન, વસ્ત્ર અને અનાજનું દાન કરવું જોઈએ. તમારી નજીક કોઈ ગૌશાળામાં લીલું ઘાસ , ગાયનું ભોજન ખોળ વગેરે ચથાશક્તિ મુજબ દાન કરવું જોઈએ.

શનિશ્ર્ચરી અમાસ રાત્રે સૂતા પહેલાં શનિદેવની આ સ્તુતિ કરી લેજો સાડાસાતી અને ક્રુર પ્રભાવ ઓછો થશે ગુજરાતી લખાણ સાથે અહીં ક્લિક કરો  

અમાસના દિવસે સવારે સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ ચઢાવો.  જળ ચઢાવતી સમયે  તેમાં લાલ ચંદન અને લાલ ફુલ વડે સૂયૅદેવ ને અઘ્ય આપણૅ કરો અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ

અમાસ તિથિ ના ભગવાન શિવ પણ છે . આ તિથિ ના દિવસે મહાદેવ મંદિરમાં શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ તથા ચાંદીના લોટાથી કાચુ દૂધ ચઢાવો અને સાથે સાથે શિવ પંચઅક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો. તે પછી શુદ્ધ જળ ચઢાવો. શિવલિંગનો ચંદન ચોખા, બીલીપાન, ધતૂરો, ફળ-ફૂલ ચઢાવો. ભગવાનને મીઠાઈનો ભોગ ધરાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો.

અમાસ ના દિવસે શું ના કરવું?

અમાસ તિથિ ના દિવસે તમો વ્રત ના કરો તો કંઈ પણ નશીલા પદાર્થો નું કોઈ વસ્તુ નશો ના કરો.

અમાસ ના દિવસે બ્રહ્મચર્ય નું પાલન કરો.

અમાસ ના દિવસે ધરમાં કે બહાર કોધ ના કરવો

અમાસ ના દિવસે મસ મંદિર નું સેવન ના કરવું

અમાસ ના દિવસે બીજા નું અન્ન ના ખાવ.

 હનુમાનજી ના 12 નામનો મહિમા | મંત્ર ક્યાં સમયે જાપ કરવા | બાળ રક્ષા ઉપાય ગુજરાતી લખાણ સાથે અહીં ક્લિક કરો 

મિત્રો હું આશા રાખું છું કે આ માહિતી તમને ખબર પડી હશે અને આ લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો.

શનિ પનોતી થી બચવા શું દાન કરવું? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  