ગુરુવાર, 13 એપ્રિલ, 2023

ચૈત્ર માસમાં નિત્ય વાંચો "" ઓખાહરણ ભાગ 4 કડવાં 31 -40 "" | Okhaharan Part 4 Kadva 31 to 40 | Okhaharan In Gujarati |

ચૈત્ર માસમાં નિત્ય વાંચો "" ઓખાહરણ ભાગ 4 કડવાં 31 -40  "" |  Okhaharan Part 4 Kadva 31 to 40 | Okhaharan In Gujarati |

okhaharan-part-4-kadva-31-to-40
okhaharan-part-4-kadva-31-to-40

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું  ચૈત્ર માસમાં ઓખાહરણ વાંચવાથી તાવ તારીયો એકન તરીયો આવતો નથી. અને મહારોગ માંથી મુક્તિ થાય. ભૂત પ્રેતના ભણકારા સ્વપ્ન માં આવતા નથી. અને સુખી મન તન પામી જીવનમાં લાભ થાય છે.તથા અંખડ સોભાગ્યપ્રાપ્તિ નું વ્રત છે. આ કથા કવિ પ્રેમાનંદજી એ 93 કડવાં ના રૂપ મા છે જેમાં આપણે આજે 31-40 કડવાં વાછીશું.,.આ ઓખાહરણ નુ વાંચન ચૈત્ર મહિના મા ત્રણ દિવસ કરવાથી મનુષ્ય ને તાવ, એકાંતરિયો, ભૂત બાધા, રોગ આદિ થી મુક્તિ મળે છે

  ઓખાહરણ ભાગ 3 કડવાં -21 -30

              કડવું-૩૧  

ઓખાની ઉમિયાજીને શાપનિવારણ માટેની વિનંતી  
ઓખા કહે અમે પેઠાં પાણીમાં, તરવા તુંબા ગ્રહ્યાં;  
હું આવી સમુદ્ર વચમાં, તુંબા ફુટી ગયાં. ૧.
 
ઓખા કહે છે તરસ લાગી મારા તનમાં, સરોવર તીરે હું ગઈ;
પીવા ઝબોળી પાય, મારાં ભર્યા સરોવર ગયાં સુકાઈ. ૨.
 
આણી જ તીરેથી અમે અળગા થયાં. પેલી નવ ગયાં;
કરમ તણે સંજોગ અમે, મધ્યે જળ વચ્ચે રહ્યાં. ૩.
 
હું તો આવી ઇશ્વર પૂજવા, સામો દીધો શાપ;  
પરણ્યા પહેલા રંડાપણુ થયું, મારાં કીયા જનમનાં પાપ ? ૪.
 
ઉમિયા તું તો મારી માવડી, છોરૂં છે ના દીજો છેહ;  
માવિત્ર તમો કેમ છૂટશો, હું તો પુત્રી તમારી તેહ. ૫.
 
ઓખા વિરહ વેદના  
 
પ્રેમે પ્રદક્ષિણા કરીને, કરજોડી ઊભી બાળ;
પારવતી કહે માગ્ય વર, હું આપું તે તત્કાળ. ૧.  
 
ઓખા વળતું વચન બોલી. હરખશું તેણી વાર,
માતા મુજને આપીએ, મારા મનગમતો ભરથાર. ૨.
 
ત્રણ વાર માગ્યું ફરી ફરીને, વર આપો આ દિશ;
લાજ મૂકીને ઓખા બોલી, તવ ચઢી પાર્વતીને રીસ. ૩.
 
નિર્લજ થઈ તેં કામ જ કીધું, માટે દઉં છું તુજને શાપ;
જા પરણજે ત્રણ વાર તું, એમ બોલ્યાં પાર્વતી આપ. ૪.
 
વળી ત્રીજે કહ્યું ને તેરસે તારે, ત્રણ હજો ભરથાર:
શાપ એવો સાંભળીને, કંપી રાજકુમાર. ૫.
 
પુરુષને નારી ઘણેરી, તું સાંભળ મોરી માય;
નારીને તો પુરુષ બીજો, શ્રવણે ન સુણ્યો જાય. ૬.
 
સુંદર માધવ માસ આવશે, દ્વાદશીનો દન;
ત્યારે સ્વપ્નમાં આવી પરણશે; પ્રાણ તણો જીવન. ૭.
 
તું જાગ્યાં કેડે ઓળખશે, તુને કહું છું સત્ય વિવેક;
ત્રણવાર તું પરણશે, પણ વર તો એકનો એક. ૮.
 
વર પામી ઓખાબાઈ ચાલ્યાં, મંદિર માળિયાં સાર;  
અરે બાઈ હું પરણી આવી, સુંદર ભરથાર. ૯.
 
એમ કરતાં ઓખાબાઇના, દિન ઉપર દિન જાય;  
સુંદર માધવ માસ આવ્યો; દ્વાદશીનો દિન. ૧૦.
 
સુંદર સજ્યા પાથરી, શણગાર્યું ભોવન;
આજ સ્વપ્નાંતરમાં આવશે, મુજ પ્રાણ તણો જીવન. ૧૧.  
 
સંધ્યા થઈ રવિ આથમ્યો, આથમિયો કશ્યપ તન;  
હજુએ ન આવ્યો, પ્રાણ તણો જીવન. ૧૨.
 
પહોર રાત વહી ગઈ ને, હજુ ન આવ્યું કોય;
ઉમિયાજીએ વચન કહ્યું તે, રખે મિથ્યા હોય. ૧૩.
 
વા વાય ને બારી ડોલે, ખડખડાટ બહુ થાય;  
ના આવ્યા ઓ આવ્યા કહીને, તુરત બેઠી થાય. ૧૪.
 
તમો આવ્યા તે હું જાણું છું, મારી સગી નણંદના વીર;
બોલ્યા વિના નહિ ઉઘાડું, હૈડે છે મને ધીર. ૧૫.  
 
વીણા લીધી હાથમાં ને, ગીત મધુરું ગાય;  
ચેન કાંઇ પડે નહિ ને, ભણકાર બહુ થાય. ૧૬  
 
તેવામાં એક બારણું, ખડખડવા લાગ્યું જ્યારે;  
ઓખાબાઇએ તો દોટ કરી, દ્વાર ઊધાડીયું ત્યારે. ૧૭  
 
બાણાસુરે મહેલ રચ્યો છે, તેનો સ્થંભ જ એક;  
તે તણો પડછાયો તે, ઓખા નજરે દેખ. ૧૮  
 
ઓ પેલા આવ્યા છો, તમ ઉપર જાઉં વારી;  
બોલ્યા વિના તો નહિ બોલાવું, હું છું ગુણવંતી નારી. ૧૯  
 
બાણાસુર જો જાણશે તો, લેશે બેઉના પ્રાણ;  
શાને કાજે અહીં ઊભા છો, સાસુના સંતાન. ૨૦  
 
ઓખાબાઇ તો માળિયામાં, પાડે છે બકોર;  
ઇશ્વર ને પાર્વતીએ, ગગને સાંભળ્યો શોર. ૨૧  
 
ઇશ્વર કહે છે ઉમિયાજીને, કોણ રુવે છે નાર;  
ઉમિયા કહે છે મહાદેવજીને, ઓખા રુવે નિરધાર. ૨૨.  
 
વચન આપણું મિથ્યા કરવા, બેઠી બાણકુમાર;  
તામસી વિધ્યા મોકલી તે, નિદ્રાનો ભંડાર, ૨૩.  
 
મધ્યરાત તો વહી ગઈ ને, મીંચાણાં લોચન;  
સ્વપ્નાંતરમાં આવી પરણ્યો, પ્રદ્યુમનનો તન. ૨૪  
 

 કડવું-૩૨  
 
ઓખાને સ્વપ્નમાં દેખેલ ભરથાર  
 
સ્વપ્નાંતરમાં દીઠી, સોરઠિયાની જાન રે,
સ્વપ્નાંતરમાં વડસસરો ભગવાન રે ૧.  
 
સ્વપ્નાંતરમાં તે ખળકે મીંઢળ ચૂડી રે,  
સ્વપ્નાંતરમાં ઓખા દેસે છે અતિ રૂડી રે. ૨.  
 
સ્વપ્નાંતરમાં વરત્યાં છે મંગળ ચાર રે,
સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે ૩.  
 
સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે,  
ઓખા હસી હસી તાળી લે હાથ રે. ૪.  
 
ચિત્રલેખા ભરી રે નિદ્રામાંથી જાગી રે,  
ઓખાબાઈને કોણ કરમ ગતિ લાગી રે. ૫.  
 
ઓખાબાઇને નાટક ચેટક લાગ્યું રે,  
તે તે કેમ કરીને થાય અળગું રે. ૬.  
 
જાગ જાગ ઓખા જાગ રે;  
જે જોઈએ તે માગ રે. ૭.  
 
(રાગ:મારુ)  
 
ઓખા ભરી રે નિંદરામાંથી જાગી, અંગોઅંગ અંગીઠી લાગી;  
ફટ પાપણી શીદને જગાડી, મને ભર્યા અમૃતમાંથી કહાડી. ૧.  
 
ફટ પાપણી એ શું કીધું, અમૃત લઈને વિખ જ દીધું;  
બીડી પાનની અરધી કરડી, ખાધી મન વિના મુખ મરડી. ૨.  
 
જુઓ મારા કરમની કરણી, વર શે મેલી ગયા મુને પરણી;  
માહરા પિયુને જે મતિ આવી, માહરા નાથ ગયા રે રીસાવી. ૩.  
 
હું તો કરમહીણી કહાવી , નહીં તો થાય ન દશા આવી  
સખી મારા હૈયા કેરો હાર, આણી રે આપો આણીવાર ૪.  


ઓખાહરણ ભાગ 1 કડવાં 1 -10 
   
 કડવું-૩૩  
 
સ્વપ્નમાં થી જગાડી  
 
સહિયર શત્રુ શે થઈને લાગી, મને સ્વપ્નામાંથી જગાડી રે હો;
ઉમિયાનો વર આજ સફળ થયો જે. જપતાં  દહાડી દહાડી રે હો. ૧.  
 
અધવચ કૂવામાં મુજને ઊતારી રે, વચ્ચેથી તરત* મેલ્યું વાઢી રેં હો;  
બાગબગીચામાં ફુલ ફુલ્યાં છે રે હો, ફુલ મારી તનડાની વાડી રે હો. ૨.  
 
પ્રેમાનંદ પ્રભુ જાતા ન ઓળખ્યો હો
છેતરી જાય છે દહાડી દહાડી રે હો ૩
 
સહિયર રે; ભૂંડી સહિયર, શત્રુ શે થઈને લાગી;  
મને સ્વપ્નામાંથી જગાડી રે હો. 


   આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 
   
કડવું-૩૪  
 
(સાખી)  
 
ચંદા તું તો જીવો કરોડ વરસ, સ્વપ્ને થયો સંજોગ;  
શાપ દઉં છું સૂરજ દેવતા, મુજ જાગે પડીઓ વિજોગ. ૧.  
 
સ્વપ્નમાં મહારા પિયુજીશું, અમે કરતાં લીલા લહેર;  
અમૃતરસ હું પીતી હતી, તેમાં તેં મેલ્યું ઝેર. ૨.  
 
કંથ વિજોગણ કામની, ગઈ પંડિતની પાસ;
તમને પૂછું પંડિતો, એક દિન કીતના માસ. ૩.  
 
ફરી ફરી પંડિત એ કહે, સાંભળ ઓખા કરજોડ;
એક પળ પિયુ વિના, લાગે વરસ કરોડ. ૪.  
 
ઓખા પૂછે ઓ પંખીડા, તારી બે પાંખો માગીશ;  
હું સજ્જનને મળી, તારી પાંખો પાછી દઈશ. ૫.
 
પાંખો પ્યારી પંથ વેગળો, તારો પિયુ કોણ જ દેશ;  
કોણ રંગે તારો પિયુ હશે, પહેરે કોણ જ વેશ. ૬.  
 
લેખ લખ્યા છઠ્ઠી તણા, તે મટી કેમ જાય;  
કરમે લખ્યું તે ભોગવે, તેની પક્ષ કરે જદુરાય. ૭.  
 
(રાગ:ઘરાડી)  
 
મધ્ય નિશા સમે રે, માળીયામાં રોતી રાજકુમાર;  
ક્યાં ગયો ક્યાં ગયો રે, બાઈ મારા સ્વપ્નાનો ભરથાર. ૧.  
 
મીંઢળ મારૂં ક્યાં ગયું રે, બાઈ મારો ચુડલો હતો જે હાથ;  
પીતામાં ઢળી ગયું રે, બાઈ મારે અમૃત આવ્યું જે હાથ રે. ૨.  
 
પિયુ પરદેશિયા રે, ભૂંડા મને લીધી શે નવ સાથ;  
આજ વેરણ થઈ રે, બાઈ મારા સ્વપ્ના કેરી રાત. ૩.  
 
લાવ સખી વીખ પીઉં રે, બાઈ મારો કાઢું પાપી પ્રાણ;  
હવે હું કેમ કરું રે, બાઈ મને વાગ્યાં વિરહના બાણ. ૪.  
 
પાપી મારો જીવડો રે, મુને માગ્યા ન આવે મરણ ઓખાબાઈ  
તો ધણું રડે ને પડતાં મૂકે ધરણ  
રોતાં રોતાં જ્યાં ગયાં રે, ઓખાબાઈએ રોપ્યું વાડીવન જઈને પૂછ્યું  
દુમને રે ક્યાંય મારો દીઠો પ્રાણજીવન વાડી વન. ૫.  
 
તું ગુણ વેલડી રે બાઈ જોને કર્મ વિચાર તું આધારે વૃક્ષને હું છું નિરધાર  
 
નાથ મેલી ગયાં રે, બાઈ કોણ જનમનાં પાપ;
આજે વેરણ થઈ રે, બાઈ મારા સ્વપ્ના કેરી રાત. ૬.  
 
જોબન મેં તો જાળવ્યું રે, જાણ્યું મારા પ્રભુને ભેટ કરીશ;  
જો પ્રભુ નહિ મળે રે, હું તો મારા પ્રાણ તજીશ. ૭.  
 
 
   
કડવું-૩૫  
ચિત્રલેખા દ્વારા ઓખાની સલાહ  
 
ઓખા રુવે ચિત્રલેખા વિનવે, ઘેલી સહિયર નવ રોય;  
સ્વપ્ને દીઠું જો નીપજે, તો દુ:ખ ન પામે કોય. ૧.  
 
જળ વલોવે માખણ નીપજે, લુખું કોઈ નવ ખાય;  
મને વહાલી હતી, સખી તું તો ચિત્રલેખાય. ૨.  
 
વેરણ થઈ વિધાત્રી, એણે આડા લખિયા આંક;
એક વાર આવે મારા હાથમાં, તો ઘસીને વાઢું નાક. ૩.  
 
કરમ લખાવે તે લખે, ભરીને મેલ્યો આંક;  
કરણીનાં ફળ ભોગવો, તેમાં વિધાત્રાનો શો વાંક ? ૪.  
 
વિધાત્રી આપે તેને લક્ષ દિયે, ન આપે તેને છેક;  
એક વાર પોકારે બારણે, તેને પુત્રી જન એક. ૫.  
 
લાંચ લઈ લખતી હોય તો, આપત સહુથી પહેલું;  
મારા પિયુ વિજોગણ જાણતી, મારું મરણ લખાવતી વહેલું રે. ૬.
 
એકવાર રાત્રે સૂતા પહેલાં માં અંબા ની આ સ્તુતિ કરો જગત જનની પ્રસન્ન રહેશે

   
કડવું-૩૬  
 
સ્વપ્નં સાચું ન હોય, સહિયર મારી સ્વપ્નું સાચું ન હોય. ટેક૦  
 
એક રંક હતો તે રાજ્ય પામ્યો, સ્વપ્નાંતર મોજાર રે;  
હસ્તી ઝુલે તેને બારણે, રથ ઘોડા પરમ વિશાળ રે,  
જાગીને જોવા જાય ત્યારે, ગંધર્વ ન મળે એક. સ્વપ્નું૦ ૧.  
 
નિરધનીઓ તે ધન પામ્યો, સ્વપ્નાંતરમાં સાર;  
તેને દેશ-વિદેશ વહાણ ચાલે; વાણોતર જે અપાર,  
જાગીને જોવા લાગ્યો ત્યારે, કોને લાવે પાસ. સ્વપ્નું૦ ૨.  
 
મૂરખ હતો તે સ્વપ્નાંતરમાં, ભણિયો વેદ પુરાણ;  
જાગીને ભણવા જાય ત્યારે, મુખે ન આવડે પાષાણ. સ્વપ્નું૦ ૩.  
 
એક વાણિયો તે સ્વપ્નાંતરમાં, વેગે પામ્યો બાળ;  
જાગીને જ્યારે જોવા જાય ત્યારે, કોનું લાવે બાળ.  
સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી, સ્વપ્નું સાચું ન હોય. ૪.  


દેવી ક્ષમાપન અપરાઘ સ્ત્રોતમ ગુજરાતી અથૅ સહિત
   
કડવું-૩૭  
 
ઓખાના સ્વપ્ન ભરથાર ને ચિત્રલેખા ચિત્ર દ્વારા આલેખે છે  
 
ચિત્ર ચાળીને, વાનો વાળીને, રંગ ભેળીને, પટ મેલીને,  
લેખણ લાવીને, કરમાં સાહીને, રંગ ભરતી રે, ચિત્ર કરતી રે. (૧)  
 
હવે સ્વર્ગના લોક લખાય રે, લખ્યા સ્વર્ગલોકના રાય રે;  
સુરલોક લખ્યા ને ભુરલોક લખ્યા, જમલોક અને તપલોક લખ્યા. (૨)  
 
સત્યલોક લખ્યા, ને વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા, ગાંધર્વ લખ્યા;  
હવે ઓખાબાઇ તમે ઓરાં આવોને, આમાં હોય તો આવીને બોલાવો રે. (૩)  
 
ઓખા આવી કાગળમાં જોય રે, એ તો રાતે લોચન રોય રે;  
બાળ્ય બાળ્ય આ તો નથી ગમતું રે, એને રણવગડામાં મેલો જઇને રમતું રે. (૪)  
 
ચિત્ર ચાળીને, વાનો વાળીને, લેખણ લાવીને, કરમાં સાહીને,  
રંગ ભેળીને, પટ મેલીને, હવે પાતાળલોક લખાય રે. (૫)  
 
અતળ લખ્યું, વિતળ લખ્યું તેણીવાર રે,  
લખ્યા પાતાળલોકના રાય રે, નાગલોક લખ્યા તેણી વાર રે (૬)  
 
વાસુકી નાગ લખ્યા ને ત્રિશ્વક નાગ લખ્યા, પુંડરીક નાગ લખ્યા,  
ને મણિધર નાગ લખ્યા, શેષનાગ લખ્યા તેણી વાર રે. (૭)  
 
મારી ઓખાબાઇ સલુણી ઓરાં આવો ને,  
 આમાં હોય તેને હસીને બોલાવો ને,  
બળ્યું બળ્યું એનું દર્પ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા સર્પ રે. (૮)  
 
આ તો કાળા લીલા પીળા સાપ રે,  
લખનારી ચિત્રલેખા તારા બાપ રે. (૯)  
 
ચિત્ર ચાળીને, વાનો વાળીને, દીવો બાળીને, કાજળ પાડીને,  
હવે મૃત્યુલોક લખાય રે, લખ્યા મૃત્યુલોકના રાય રે. (૧૦)  
 
અજમેર લખ્યું ને અલીઆર લખ્યું, મુલતાન લખ્યું;  
મારવાડ લખ્યો ને ખોરાસન લખ્યો ને બંગાલ લખ્યો,  
ને એકમુખા લખ્યા ને અષ્ટમુખા લખીઆ. (૧૧)  
 
શ્વાનમુખા લખ્યા, માંજરમુખા લખ્યા, હસ્તિમુખા લખ્યા ને ગર્ધવમુખા લખ્યા,  
લખી વનસ્પતિ ભાર અઢાર રે. (૧૨)  
 
ઓખા આવી જુઓ ભરથાર રે. બાઇ કાગળ લખ્યો તે તારો પાડ રે,  
હું શું સ્વપ્નાંતરમાં પરણી આવાં ઝાડ રે. (૧૩)  
 
બાઇ લખતાં તે લેખણ તૂટી રે; ખડિયામાંથી રૂશનાઈ ખૂટી રે,  
થયા કાગળોના અંબાર રે, તને સ્વપ્નું નથી લાધ્યું સાર રે. (૧૪)  
 
 
   
 કડવું-૩૮  
 
ઓખા પોતાનું સ્વપ્ન વણૅવે છે  
 
સોરઠ દેશ સોહામણો, મુજને જોયાના કોડ;  
રત્નાગર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ. (૧)  
 
સોરઠ દેશ સોહામણો, ન ચડ્યો ગઢ ગિરનાર;  
ન ન્હાયો ગંગા ગોમતી, તેનો એળે ગયો અવતાર. (૨)  
 
સોરઠ દેશ સોહામણો, ઢેલ કેલ કરંત;  
ગંગોદક ભરી કંચૂકી, રાય હરિચરણે ધરંત. (૩)  
 
સોરઠ સુઘડ માનવી, રાજ નિત નિત કરે વહેવાર;  
એ નગર રહે માનવી, તેને ઊભા ઊભા જુહાર રે. (૪)  
 
(રાગ:હુલારી)  
 
આજે રે, સ્વપ્નમાં દીઠી ગોમતીની તીર રે,  
આજ સ્વપ્નામાં દીઠા હળધરજીના વીર રે;  
આજ સ્વપ્નામાં દીઠા સુંદર ભરથાર રે,  
તેમાં અડધાં ઊંઘ્યાં ને અડધાં જાગતાં રે. (૫)  


શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ   
 
   
 કડવું-૩૯  
 
ઓખા પોતાના ભરથાર ને ચિત્ર દ્વારા ઓળખે છે  
 
ચિત્ર ચાળીને, વાનો વાળીને, રંગ ભેળીને, પટ મેલીને,  
રંગ ભરતી રે, ચિત્ર કરતી રે, લેખણ લાવીને કરમાં સાહીને. (૧)  
 
હાવે સોરઠ દેશ લખાય રે, ત્યાં નગર લખ્યું દ્વારકાય રે;  
લખી જાદવપતિ રાજધાની રે, તેની શોભા સૂરજ સમાણી રે. (૨)  
 
લખ્યો જાદવ પરિવાર રે, ઉગ્રસેન લખ્યા તેણીવાર રે,  
કૃતવર્મા લખ્યા, સાત્વિક લખ્યા, ઓધવ લખ્યા, ને અક્રુર લખ્યા. (૩)  
 
વસુદેવ લખ્યા તેણીવાર રે, ઓખા આવી જુવોને ભરથાર રે,  
બાઇ તે તો એંધાણ મળિયા રે, આ ઘરડાને માથે પળીઆ રે. (૪)  
 
તેને માથે મુગટ કુંડળ કાન રે, એવા જો લખિયા ભગવાન રે,  
ઓખા આવી જુવોને ભરથાર રે. (૫)  
 
બાઈ તેના સરખું રૂપ ને તેના ચાળા રે, મારા નાથજી ગોરા ને આ અતિ કાળા રે;  
તેને વડસસરો સહુ કહેતા રે, હું પરણી ત્યારે ચોરી સાહીને રહેતા રે. (૬)  
 
લખ્યા કૃષ્ણ તણા કુમાર રે, એક લાખ ને એંશી હજાર રે,  
એથી આગળ લખ્યા તેણીવાર રે, ઓખા આવી જુવોને ભરથાર રે. (૭)  
 
એ તો રીંછડીના બાળ રે, એના માથે મોટા વાળ રે,  
એની કુળમાં મારો કંથ રે, એને ધાવણના છે દંત રે. (૮)  
 
એ તો રૂપાળોને ઊંચો રે, એને મોઢે નથી મૂછો રે,  
ત્યારે લખીઆ પદ્યુમન રે, ઓખાનું માન્યું મન રે. (૯)  
 
જાણે હોય ન હોય રે, મુજને પરણ્યો તેનું મોય રે;  
અને સગો સસરો સૌ કહેતા રે, હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે. (૧૦)  
 
(વલણ)  
 
એમ કહીને અનિરુદ્ધ લખિયા, ક્ષણું ન લાગી વાર રે;  
મુખ મરડી ઊભી રહી, બાઈ એ તો મારો ભરથાર રે. (૧૧)  
 
 
   
 કડવું-૪૦  
ઓખા ચિત્રલેખા જોઈ વિહ્હવળ બંને છે  
ચિત્રલેખાના હાથમાંથી, પેલું લખિયું પૂતળું જેહ;  
પ્રેમ આણી ઓખાબાઇએ, ઝુંટી લીધું તેહ. (૧)  
 
કરમાં લઇને કામની, કાંઇ દે છે આલિંગન;  
માળિયામાં મેલી ચાલ્યા, પ્રાણતણા જીવન. (૨)  
 
આણિવાર હું નહિ જાવા દઉં, મેં ઝાલ્યો છેડો;  
મારા પિયુજી પરવરો તો, મુજને જલદી તેડો. (૩)  
 
ચિત્રલેખા એણીપેર બોલી, સજોડે છે જોડ;  
તે તો પહોડ્યા દ્વારકામાં, આ તો ચિત્રામણના ઘોડા રે. (૪) 


ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


મંગળવાર, 11 એપ્રિલ, 2023

મંગળવાર પાઠ કરો શ્રી મેલડી માઁ ની આ સ્તુતિ મેલી વિઘા ચોટ મૂઠ નડશે નહી | Meldi maa ni stuti in gujarati | Meldii Ma | Okhaharan |

મંગળવાર પાઠ કરો શ્રી મેલડી માઁ ની આ સ્તુતિ મેલી વિઘા ચોટ મૂઠ નડશે નહી | Meldi maa ni stuti in gujarati | Meldii Ma | Okhaharan | 

meldi-maa-ni-stuti-in-gujarati-meldii-ma
meldi-maa-ni-stuti-in-gujarati-meldii-ma


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું મંગળવાર પાઠ કરો શ્રી મેલડી માઁ ની આ સ્તુતિ મેલી વિઘા ચોટ મૂઠ નડશે નહી 

શ્રી મેલડી ચાલીસા ગુજરાતી લખાણ સાથે


મેલડીમાની રતુતિ


ભોળા મનથી માનવી મેલડીને ભજશે,

એનાં સઘળાં કામ પૂરાં કરશે મેલડી


 મેલીવિદ્યા, ચોટ-મૂઠ, કામણ-ટૂમણ હોય,

નડશે નહિ એ કોઈ, વ્હારુ કરશે મેલડી


 મુસીબતમાં માનવી વ્રત કરે શ્રદ્ધા થકી

આવીને સાક્ષાત્ વ્હારુ કરશે મેલડી 



બીજાનાં સુખ વાસ્તે પાડી નાખેદેહ (જેના)

નેણે નીતરે નેહ, એની વ્હારુ કરતી મેલડી


 સમરાંગણમાં સ્મરતાં, તરત આગળ થાય,

દુશ્મન દલને ખાય, એની વ્હારુ કરતી મેલડી


 અંધને આંખો ને, વાંઝિયાને સંતાન,

ભક્તોનું રાખે ધ્યાન, એની વ્હારુ કરતી મેલડી


એ ઘર દુઃખ ન ઊપજે, શોક ન થાય,

જે ઘરમાં પૂજાય મા, એની વ્હારુ કરતી મેલડી


જાગતી દેવી મેલડી, જે આપો તે ખાય,

 શ્રદ્ધાથી મા સ્મરતા, મડદાં બેઠાં થાય

 

શ્રી મેલડી માઁ નો મંત્ર


 મેલડીનું મોડું નહિ, નહિ કાલની વાત,

અડધી રાતે ઊભી રહે, સમરો ત્યાં સાક્ષાત્


ભોળા મનથી માનવી મેલડીને ભજશે,

એનાં સઘળાં કામ પૂરાં કરશે મેલડી

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 8 એપ્રિલ, 2023

ચૈત્ર માસની સંકષ્ટી ચતુર્થી 5 કે 6 એપ્રિલ ઉપવાસ ક્યારે કરવો? ચંદ્ર દશૅન નો સમય શુ છે ? | Chaitra Sankashti Chaturthi 2026 | Okhaharan

ચૈત્ર માસની સંકષ્ટી ચતુર્થી 5 કે 6 એપ્રિલ  ઉપવાસ ક્યારે કરવો? ચંદ્ર દશૅન નો સમય શુ છે ? | Chaitra Sankashti Chaturthi 2026  | Okhaharan  



chaitra-sankashti-chaturthi
chaitra-sankashti-chaturthi



 

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું ચૈત્ર માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ?  5 કે 6 એપ્રિલ ઉપવાસ ક્યારે કરવો? આ દિવસે શ્રી ગણેશ ના ક્યા સ્વરૂપ નું પુજન કરવું ? અને ચંદ્ર દશૅન નો સમય શુ છે ? કેમ આ ચતુર્થી  ખાસ છે તે બધું આજે આપણે જાણીશું   

શ્રી ગણેશ નો  "" ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત ""  ગુજરાતી લખાણ સાથે


દરેક તિથિ દરેક વાર અલગ અલગ ભગવાન અને માતાજી અપણૅ છે જેમ સોમવાર મહાદેવ , એકાદશી તિથિ નારાયણ અષ્ટમી તિથિ માતાજી ને તેમ જ  ચતુર્થી તિથિ એ વિધ્નહર્તા ભગવાન શ્રી ગણેશ ને અપણૅ છે એ પછી સુદ પક્ષની વિનાયક ચતુર્થી  હોય કે વદ પક્ષની સંકષ્ટી ચતુર્થી હોય . તેમાં કેટલીક વખત વિનાયક ચતુર્થી મહત્વ વઘારે હોય તો કેટલીક વખત સંકષ્ટી ચતુર્થી મહત્વ વઘારે હોય . દર માસે બે ચતુર્થી આવે છે આમ દર માસે ની બે અને આ ત્રણ વર્ષે આવતા અધિક માસ ની બે એમ કુલ ૨૬ ચતુર્થી નો ઉલ્લેખ ગણેશ પુરાણમાં થયો છે.  ચૈત્ર માસની સંકષ્ટી ચતુર્થી ની વધું માહિતી જાણીયે.


દરેક મહિનામાં આવતી વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહે છે  હિંદુ ધર્મમાં શ્રી ગણેશ ની સંકષ્ટી ચતુર્થી વ્રતને તમામ ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે શ્રી ગણેશ ના પુજન સાથે ચંદ્રદેવનું પુજન કરવામાં આવે છે. શ્રી ગણેશજી એ પ્રથમ ઉપાસક છે અને તે શુભતાના પ્રતીક પણ છે. ભગવાન ગણેશને માતા ગૌરી અને શંકર ના વરદાન થી પ્રથમ પૂજનીય દેવ માનવામાં આવે છે. ગણેશજીને વિઘ્નોદૂર કરનાર દેવ પણ કહેવામાં આવે છે. આ દિવસે ગણપતિની પૂજા કરી ઉપવાસ કરવાથી જ્ઞાન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે શ્રી ગણેશ ના પુજન સાથે રિદ્રિ સિદ્રિ નું પુજન દરેક કાયૅ માં સિદ્રિ પ્રાપ્ત થાય. તેમાં આ વષૅ એપ્રિલ મહિનાની ચતુર્થી ચૈત્ર માસની હોવાથી તેનુ માહાત્મ્ય અનેક ઘણુ વઘી જાય છે .

 શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે

કોઈ પણ માસ ની વદ પક્ષની સંકષ્ટી ચતુર્થી નો ઉપવાસ પૂર્ણ શ્રદ્ધા અને સાચા હૃદયથી ભગવાનની પૂજા કરવાથી ભક્તોના તમામના પ્રકાર વિધ્નો દૂર કરી ભગવાન શ્રી ગણેશ સૌવ સારા વાના થાય છે . ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી જીવનમાં કીર્તિ, ધન, વૈભવ અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે.


આ વષૅ ચૈત્ર માસ ની સંકષ્ટી ચતુર્થી  

 તિથિ પ્રારંભ 5 એપ્રિલ 2026  સવારે 11:59

તિથિ સમાપ્તી 6 એપ્રિલ 2026  બપોરે  2:10

ચતુર્થી નો ઉપવાસ ચંદ્રદોય પ્રમાણે માટે

ચતુર્થી તિથિ નો ઉપવાસ 5 એપ્રિલ 2026 

પુજન નો શુભ સમય 8:00 થી 12:41

ચંદ્ર દશૅન સમય રાત્રે 9:46 મિનિટ છે.


ચતુર્થી તિથિ ચંદ્રની પૂજા વિના અધૂરી માનવામાં આવે છે. માટે રાત્રીના ચંદ્રદય એ ચંદ્રદશૅન પછી ચંદ્ર દેવને ફુલ ચોખા વડે વઘાવી જળ અપણૅ કરી ઉપવાસ છોડવો. આ ચતુર્થી ને વિકટ  ગણેશ ચતુર્થી કહે અને આ ના દિવસે શ્રી ગણેશ ના વિનાયક સ્વરૂપ નું પુજન કરવામાં આવે છે.


""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

બુધવાર, 5 એપ્રિલ, 2023

હનુમાન જન્મોત્સવ આ ઉપાય સુખ-સમૃદ્ધિના ,મનોકામનાઓ ,રક્ષણાત્મક કવચ , | Hanuman Jayanti Upay Gujarati ma | Okhaharan

 હનુમાન જન્મોત્સવ આ ઉપાય સુખ-સમૃદ્ધિના ,મનોકામનાઓ ,રક્ષણાત્મક કવચ , | Hanuman Jayanti  Upay |


hanuman-jayanti-upay-gujarati-ma
hanuman-jayanti-upay-gujarati-ma






 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું હનુમાન જન્મોત્સવ 2023 સર્વાર્થ સિદ્ધિ યોગમાં બજરંગ બલી ના આ ઉપાય સુખ-સમૃદ્ધિના દ્વાર ખોલે , મનોકામનાઓ પૂર્ણ  , નોકરી અને ધંધામાં પ્રગતિ, રક્ષણાત્મક કવચ ,  પૈસા અને અનાજની કમી ના થાય , મંગળ ગ્રહ શુભ અસર ઉપાય  

 

હનુમાન ચાલીસા જેટલો 100% ફળ આપનારો ભૂત પ્રેત ભગાડવા માટેનો હનુમાન જંજીરો 


હિન્દુ પંચાગ અનુસાર ચૈત્ર સુદ પૂર્ણિમા ની તિથિ એ હનુમાન જન્મોત્સવ ની છે જે આ વષૅ 12 એપ્રિલ 2025 ના રોજ રહેશે. આ હનુમાન જન્મોત્સવ દિવસે ખાસ શુભ યોગ બની રહ્યાં છે જે આ પ્રમાણે છે.


હનુમાન જન્મોત્સવ ના દિવસે  સર્વાર્થ સિદ્ધિ યોગ રહે છે. આ સાથે હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્રનો પણ શુભ સંયોગ થાય છે અને ભૌતિક સુખ-સુવિધાઓનો સ્વામી ગ્રહ શુક્ર પણ પોતાની રાશિ બદલી નાખશે. આવી સ્થિતિમાં હનુમાન જન્મોત્સવ પર બજરંગ બલી ની વિશેષ પૂજા કરવી વધુ ફાયદાકારક હોય છે. આ દિવસે  મહાવીર ને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાય પણ કરી શકો છો. આનાથી હનુમાનજી તમારા જીવનમાંથી બધી પરેશાનીઓ દૂર કરશે અને તેમના આશીર્વાદ આખું વષૅ રહેશે.

 

સુખ-સમૃદ્ધિના દ્વાર ખોલે ઉપાય

હનુમાન જયંતિ ના  દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્ત માં સ્વચ્છ સ્નાન કરી પરવારી સાંજ સુધી 11 વાર સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. જો આ શક્ય ન હોય તો તમે 108 વાર હનુમાન ચાલીસાનો પાઠ પણ કરી શકો છો. તેની સાથે તમે હનુમાન અષ્ટક અને બજરંગ બાણનો પાઠ કરી શકો છો. આમ કરવાથી હનુમાનજીના તમામ કષ્ટો દૂર થાય છે અને આસપાસ હાજર ભૂત-પ્રેત જેવી નકારાત્મક શક્તિઓ પણ દૂર થાય છે.

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય 

 

મનોકામનાઓ પૂર્ણ  ઉપાય

હનુમાન જયંતિના દિવસે તમારી આસપાસ કોઈ પણ હનુમાન મંદિરમાં જઈને આસન પર બેસીને ચમેલીના તેલનો પાંચ દિવેટ પ્રગટાવીને દિવો કરવો ત્યાર પછી રામચરિત માનસ પાઠ કે રક્ષાસ્ત્રોતનો પાઠ કરો. આ પછી જમણા હાથના અંગૂઠાથી હનુમાનજીના માથા પરથી થોડું સિંદૂર લઈને માતા સીતાના ચરણોમાં લગાવો. આમ કરવાથી સવૅ પાપ દૂર થઈ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

 

નોકરી અને ધંધામાં પ્રગતિ ઉપાય   

હનુમાન જયંતિના દિવસે 108 તુલસીના પાન પર સિંદૂર કે ચંદન થી રામ રામ નું નામ લખીને તુલસી ની માળા હાર બનાવો અને તે હનુમાન જી ને ચઢાવો . આ પછી ત્યાં બે દીવા કરો એક સરસવના તેલ અને  બીજો ઘીનો દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો બંને એટલા વધારે જાપ અને 108 કરો તો વધારે પૂણ્ય ફળ ની પ્રાપ્તિ થાય.આમ કરવાથી ઘરમાં ધન-ધાન્યની કમી નથી રહેતી અને નોકરી-ધંધામાં પ્રગતિના ચાન્સ છે.

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ 


રક્ષણાત્મક કવચ ઉપાય

હનુમાન જયંતિના દિવસે સર્વાર્થ સિદ્ધિ સહિત અનેક શુભ યોગો બની રહ્યા છે. આ શુભ યોગોમાં હનુમાન યંત્રની સ્થાપના કરો અને નિયમિત પૂજા કરો. આમ કરવાથી શારીરિક અને માનસિક વિકાસ થાય છે અને આત્મવિશ્વાસ પણ વધે છે. આ યંત્રનો દરેક ઉપાસક સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર રાખે છે અને સમગ્ર પરિવાર માટે રક્ષણાત્મક કવચનું કામ કરે છે.

 

પૈસા અને અનાજની કમી ના થાય ઉપાય

 હનુમાન જયંતિ  નું ઉપવાસ નું વ્રત રાખો અને નજીકના હનુમાન મંદિરમાં ગોળ અને ઘઉંના લોટના લાડુ બનાવીને હનુમાનજીને ભોજન અર્પણ કરો. જો તમને આ લાડુ બનાવવા ના ફાવે તો તમે હનુમાનજીને મોતીચૂરના લાડુ પણ અર્પણ કરી શકો છો. તેની સાથે કેવડાનું અત્તર અને ગુલાબની માળા અર્પણ કરો. આમ કરવાથી હનુમાનજીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનમાં પૈસા અને અનાજની કમી નથી રહેતી. 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ

 

મંગળ ગ્રહ શુભ અસર ઉપાય  

જે લોકો ને કુડંળી માં મંગળ ગ્રહ અશુભ અસર હોય તેને શુભ પ્રભાવ કરવા માટે  હનુમાન જયંતિના દિવસે રક્તદાન, મસૂરનું દાન અથવા લાલ વસ્ત્રનું દાન પણ કરી શકે છે. કોઈ હનુમાન મંદિરમાં ધ્વજા ચડાવવાથી તમને વિશેષ લાભ પણ થશે. આમ કરવાથી કુંડળીમાં મંગળની સ્થિતિ મજબૂત બને છે. 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇