સોમવાર, 8 ફેબ્રુઆરી, 2021

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં

આજે આ લેખ માં આપણે ઉજ્જૈન માં સ્થિત મહાકાલ જ્યોતિર્લિંગ ની કથા માહિતી જાણીશું.

 

 

mahakaleshwar jyotirling katha gujarati
mahakaleshwar jyotirling katha gujarati


મહાકાલેશ્વર જયોર્તિલિંગ ઉજ્જૈન મધ્યપ્રદેશ માં આવેલ છે જે શિવજી દ્વારા સ્થાપિત ૧૨ જ્યોતિર્લિંગ માનું એક છે.જે ભારત ના નક્શા માં વચ્ચે મધ્યમાં આવેલ છે. આ જ્યોતિર્લિંગ ની જળાધારી દક્ષિણ દિશામાં આવેલી છે. જે બધા મહાદેવ ના શિવલિંગ મંદિર અને જ્યોતિર્લિંગ થી ઉંધી છે કેમ બધા જ્યોતિર્લિંગ ની જળાધારી ઉત્તર દિશામાં હોય છે.

 


 


મહાકાલેશ્વર જયોર્તિલિંગ એ શિવજી ના બધા જ્યોતિર્લિંગ માંથી સોથી અદભુત સ્વરૂપ ગણાય છે. ત્યાં થતી ભસ્મ આરતી ની મહિમા સોથી વધારે છે. ત્યાં થતાં શણગાર દશૅન અતિ અદભુત છે. દરરોજ દશૅન તમે ઓનલાઇન કરી શકો છો. મહાકાલેશ્વર જયોર્તિલિંગ નજીક શ્રી હરસિદ્ધિ માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલ છે. ત્યાં નજીક સિપ્રા નદી સ્નાન કરવાનો અનોખો મહિમા છે.

 

mahakaleshwar jyotirling katha gujarati
mahakaleshwar jyotirling katha gujarati

 

મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની કથા 

 

અવંતી નગરી એટલે ઉજ્જૈન નગરીમાં એક વિદ્વાન અને વેદોનો જાણકાર બ્રાહ્મણ રહેતો હતો.તે શિવપૂજા સવૅકાળ આસક્ત હતો.તે બ્રાહ્મણ ને ચાર પુત્રો હતા. તેમાં સૌથી મોટો દેવપ્રિય , બીજો પ્રિયમેધા , ત્રીજો સુકૃત તથા ચોથો સુવ્રત હતો.તે સમયે રત્નમાલા પવૅત પર દૂષણ નામનો મોટો અસુર રહેતો હતો. બ્રહ્માના વરદાનને કારણે તેણે આખા જગતને તુચ્છકારી નાખ્યું. તેણે દેવોને જીતી લઈ તેમનાં સ્થાનો પચાવી પાડ્યા. તેણે વેદધમો તથા સ્મૃતિધમો સંપૂર્ણ નાશ કરી નાખ્યો. આ દૂષણ પોતાના ચાર મોટા દૈત્યો દ્રારા બ્રાહ્મણોને વિનાશ કરવા લાગ્યો. બ્રાહ્મણો આ દૈત્ય નો ઉત્પાત જોઈ ખૂબ જ દુઃખી થયા. ત્યારે વેદપ્રિયે તેમને કહ્યું આપણી પાસે દુષ્ટોને ડરાવનારૂ મોટું સૈન્ય નથી તેથી આપણે સૌ શિવની આરાધના કરીએ તે જ આપણું રક્ષણ કરશે. આમ કહીને બ્રાહ્મણો શિવની પૂજનમાં મગ્ન રહેવા લાગ્યા. દૂષણે તેમને જોઈ આજ્ઞા કરી કે આ બ્રાહ્મણોને મારી નાખો. તે સમયે જ શિવલિંગ સ્થાને મોટો ખાડો થઈ ગયો. તે ખાડામાંથી ભોળાનાથ મહાકાલ રૂપે થયા. તેમણે મોટો હાકોટો નાખ્યો. જેથી દૂષણ દૈત્ય ત્યાં ને ત્યાં ભસ્મ બની ગયો. પછી ભોળાનાથ દુષ્ટોને આખા સૈન્ય માં હાહાકાર મચાવી દીધો. છેવટે આખું દૈત્ય સૈન્ય નાશ પામ્યું. ભોળાનાથ પેલા બ્રાહ્મણો પર પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું. ત્યારે તેમણે કહ્યું તમે અમને મુક્તિ આપી, સંસારસમુદ્ર થી પાર ઉતારો તેમજ લોક રક્ષાથે તમે અહીં રહો.

 

shiv bhakti mobile application
Shiv Bhakti Mobile Application for Prayer


   


ભોળાનાથ તે અતિશય ઊંડા ખાડામાં બિરાજયા ચારે દિશામાં એક કોશ જેટલી ભૂમિ ભોળાનાથ સ્થાન રૂપ થતી ગઈ. ત્યાં બધે શિવલિંગ સ્વરૂપે જ પ્રકટ થયાં. એ સદાશિવ મહાકાલેશ્વર નામે જાણીતા થયાં. તેમના દશૅનથી ભાવિકોના મનોરથ સફળ થાય છે.


કાલ ભી ઉસકા ક્યા કરે જો ભક્ત હોય મહાકાલ 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને 

જય મહાકાલ જરૂર લખજો.


દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો.

 

 

 સોમનાથ જ્યોતિર્લિંગ સ્થાપના ની ચંદ્ર ભક્તિ શિવપુરાણ ની કથા ગુજરાતી લખાણ સાથે

  👇👇👇

 

Somnath jyotirling katha gujarati
Somnath jyotirling katha gujarati

 

આજે સોમવારે કરો શિવજીના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

👇👇👇

shiv 108 name gujarati
Shiv 108 Name gujarati

 

 

 

શિવજી ના બાવન ગુણ નો પાઠ એટલે શિવ બાવની 👇👇👇

Shiv bavani Gujarati
Shiv Bavni gujarati

 

  

રવિવાર, 7 ફેબ્રુઆરી, 2021

દરરોજ કરો સવૅ બાળક ની રક્ષા માટે આઈ શ્રી ખોડિયાર માઁ નો આ પાઠ ગુજરાતી લખાણ સાથે | Khodiyar Kavach Gujarati Lyrics | Okhaharan

દરરોજ કરો સવૅ બાળક ની રક્ષા માટે આઈ શ્રી ખોડિયાર માઁ નો આ પાઠ ગુજરાતી લખાણ સાથે | Khodiyar Kavach Gujarati Lyrics | Okhaharan

khodiyar-kavach-gujarati-lyrics
khodiyar-kavach-gujarati-lyrics

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં.ખોડિયાર કવચ ના પાઠ કરવાથી દરેક કાર્ય માં રક્ષણ મળે છે. ખાસ આ પાઠ મંગળવાર, ગુરુવારે, અને રવિવારે સાચી શ્રદ્ધા થી કરવાથી દરેક કાર્ય જરૂર રક્ષણ મળે છે. 

 khodiyar-chalisa-lyrics-in-gujarati

ખોડિયાર કવચ

ૐ  નમો માતભવાની ,
ખોડલ તું ખમકારી
જગમાં તારું છે અમર નામ ,  
મા તું પરગટ પરચાધારી
શત્રુથી મા રક્ષણ કરો ,  
મનના મનોરથ સિદ્ધ કરો
નવગ્રહ ને ત્રણ તાપના ,
સઘળાં મા તમે દુઃખ હરો
મામડીયાની દેવી દયાળી ,
 રાજપરામાં તું પ્રગટી 


સાત બેન્યુની સંગે રહેતી ,
 નવખંડમાં તું નામ કમાણી
હાથે ત્રિશુલ મગરે સવારી ,
 માટેલ ધરે તું વસનારી
તારી સેવા ભક્તિ કરે ,  
વાંઝિયા મેણાં તું ભાંગનારી
કાળ સામે કરે હુંકારો ,  
કાળ પણ રહે  તુજથી આઘો
મેઘ સામુ માંડે નજરું ,  
પડતો એ તો થઈ ખાંગો 


Khodiyar-Bavni-with-Gujarati-Lyrics

કવચ તારું કંઠે ધરું ,  
અમી નજરું બસ તારી માંગુ
સર્વ જગતની ઉપાધિ ટાળતી ,  
માડી તારું શરણું માગું
કરજો કલ્યાણ સેવકનું જોગમાયા ,  
એવી ખોડલ દેવી દયાળી
તારા નામની ધુણી ધખાવું ,
 મે'૨ કરો મહાદેવી


 

બોલીયે આઈ શ્રી ખોડિયાર માઁ ની જય 

Khodiyar Photo Online Buy

 સવૅ કુળદેવી મંત્ર  અહી ક્લિક કરો.

 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 6 ફેબ્રુઆરી, 2021

હનુમાનજી અને પવનદેવ નો મંત્ર જે જીવન માં રક્ષા આપે છે. તમે હજી સુધી નહીં વાંચ્યો હોય ગુજરાતી લખાણ સાથે 

 હનુમાનજી અને પવનદેવ નો મંત્ર જે જીવન માં રક્ષા આપે છે. તમે હજી સુધી નહીં વાંચ્યો હોય ગુજરાતી લખાણ સાથે 

Hanuman Ashtak Path gujarati

Hanuman Ashtak Path


 

શ્રીપવનજાષ્ટકમ્

ભવભયાપહં ભારતીપતિં ભજકસૌખ્યદં ભાનુદીધિતિમ્ .
ભુવનસુન્દરં ભૂતિદં હરિં ભજત સજ્જના મારુતાત્મજમ્ .. ૧..
અમિતવિક્રમં હ્યઞ્જનાસુતં ભયવિનાશનં ત્વબ્જલોચનમ્ .
અસુરઘાતિનં હ્યબ્ધિલઙ્ઘિનં ભજત સજ્જના મારુતાત્મજમ્ .. ૨..
પરભયઙ્કરં પાણ્ડુનન્દનં પતિતપાવનં પાપહારિણમ્ .
પરમસુન્દરં પઙ્કજાનનં ભજત સજ્જના મારુતાત્મજમ્ .. ૩..
કલિવિનાશકં કૌરવાન્તકં કલુષસંહરં કામિતપ્રદમ્ .
કુરુકુલોદ્ભવં કુમ્ભિણીપતિં ભજત સજ્જના મારુતાત્મજમ્ .. ૪..
મતવિવર્ધનં માયિમર્દનં મણિવિભઞ્જનં મધ્વનામકમ્ .
મહિતસન્મતિં માનદાયકં ભજત સજ્જના મારુતાત્મજમ્ .. ૫..
દ્વિજકુલોદ્ભવં દિવ્યવિગ્રહં દિતિજહારિણં દીનરક્ષકમ્ .
દિનકરપ્રભં દિવ્યમાનસં ભજત સજ્જના મારુતાત્મજમ્ .. ૬..
કપિકુલોદ્ભવં કેસરીસુતં ભરતપઙ્કજં ભીમનામકમ્ .\n
વિબુધવન્દિતં વિપ્રવંશજં ભજત સજ્જના મારુતાત્મજમ્ .. ૭..
પઠતિ યઃ પુમાન્ પાપનાશકં પવનજાષ્ટકં પુણ્યવર્ધનમ્ .
પરમસૌખ્યદં જ્ઞાનમુત્તમં ભુવિ સુનિર્મલં યાતિ સમ્પદમ્ .. ૮..


હનુમાનજી નો આ પાઠ કરવાથી નકારત્મક ઉર્જા સામે રક્ષણ મળે છે👇👇👇

bajrang baan gujarati
bajrang baan gujarati


HAnuman Chalisa Gujarati
Hanuman Chalisa Gujarati


દરરોજ સવારે હનુમાનજીના આ મંત્ર એક માળા કરો સવૅ કષ્ટ માંથી મુક્તિ મળે ગુજરાતી લખાણ સાથે 👇👇👇

hanuman mantra gujarati
hanuman mantra gujarati


હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 👇👇👇

ram raksha stotra gujarati
ram raksha stotra gujarati