સોમવાર, 20 જૂન, 2022

તમે ક્યાંય નહીં વાંચી હોય એવી એકદમ નવી સ્તુતિ શંકરના સાત વાર સ્તુતિ જેના પઠન શ્રવણ માત્રથી ભોળાનાથ પાસે જાશે | Shankar Na Sat Var Stuti Gujarati | Okhaharan |

તમે ક્યાંય નહીં વાંચી હોય એવી એકદમ નવી સ્તુતિ શંકરના સાત વાર સ્તુતિ જેના પઠન શ્રવણ માત્રથી ભોળાનાથ પાસે જાશે | Shankar Na Sat Var Stuti Gujarati | 

Shankar-Na-Sat-Var-Stuti-Gujarati

Shankar-Na-Sat-Var-Stuti-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શંકરના સાત વાર સ્તુતિ જેના પઠન શ્રવણ માત્રથી ભોળાનાથ પાસે જાશે

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

શંકરના સાત વાર

સોમે તો શંકર ચાલ્યા રે, મહાવનના તે મારગ ઝાલ્યા રે;

આવી વનમાં પદ્માસન વાળ્યું રે, ભોળા શંભુ સુધ સદાયે લેજો રે.

મંગળે શંકરે તપ આદર્યું રે, એથી ઈન્દ્રનું આસન ડોલ્યું રે,

 દેવની થર થર કંપી કાય રે, ભોળા શંભુ સુધ સદાયે લેજો રે.

 બુધે ઉમિયાજી ગભરાય રે, વિના શંભુજી નવ રહેવાય રે,


 મનથી એ તો બહુ મુંઝાય રે, ભોળા શંભુ સુધ સદાયે લેજો રે.

 ગુરુએ બુદ્ધિ વિચારી રે, વન જવા કરી તૈયારી રે,

 નંદી પણ લીધો સાથ રે, ભોળા શંભુ સુધ સદાયે લેજો રે.

શુક્ર સતી વને આવ્યા રે, ભોળા શંભુ જોઈ હરખાયા રે,

 તપ-ભંગ કરાવવા ધાર્યું રે, ભોળા શંભુ સુધ સદાયે લેજો રે.

શનિએ સતિ થયા ભીલરાણી રે, રિઝવ્યા નૃત્યથી ત્રિશૂળપાણી રે,

જાગ્યા શંકર ભાન ભૂલી રે, ભોળા શંભુ સુધ સદાયે લેજો રે.

 રવિએ જાણ્યા ભોળાએ સતીને રે, એ તો મનમાં અતિ હરખાયે રે,


 ઝાલી હાથ આવ્યા કૈલાસ રે, ભોળા શંભુ સુધ સદાયે લેજો રે.

 સાત વાર જે કોઈ ગાશે રે, તે તો ભોળાનાથ પાસે જાશે રે,

 કહે દાસ તણો પણ દાસ રે, ભોળા શંભુ સુધ સદાયે લેજો રે.

 

શિવજી નો આ સ્ત્રોત નો પાઠ કરવાથી આપણા કુટુંબ ને રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 

મહાદેવ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

 

"" શિવ બાવની "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     


આપ આ YouTube પર સાંભળવા અહીં ક્લિક કરો.

 

બિલ્વપત્ર ની ઉત્પત્તિ કેવી રીતે થઈ? બિલ્વ વૃક્ષ કેટલા દેવતા નો વાસ છે?  બિલ્વપત્ર શિવજી ને અપણૅ કરવાનો મંત્ર કયો? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.


શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

 

 "" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં અહી ક્લિક કરો.     

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

 

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 18 જૂન, 2022

આજના શુભ દિવસે પાઠ કરો શ્રી સૂર્યદેવ 21 નામ મંત્ર સૂર્યદય અને સૂર્યાસ્ત સમયે પાઠ કરવાથી સર્વે પાપ નાશ પામે છે | Surya Dev 21 Name Gujarati Lyrics | Okhaharan

આજના શુભ દિવસે પાઠ કરો શ્રી સૂર્યદેવ 21 નામ મંત્ર સૂર્યદય અને સૂર્યાસ્ત સમયે પાઠ કરવાથી સર્વે પાપ નાશ પામે છે | Surya Dev 21 Name Gujarati Lyrics  | Okhaharan

Surya-Dev-21-Name-Gujarati-Lyrics
Surya-Dev-21-Name-Gujarati-Lyrics

 

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી સૂયૅદેવ ના 21 નામ મંત્ર જાપ.

 

શ્રી સૂયૅ દેવ નો આ કવચ નો પાઠ કરવાથી આરોગ્ય , ધન , સમૃદ્ધિ યશ ની પ્રાપ્તિ કરાવે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 


આમ તો દરરોજ સૂયૅદેવ ને જળ ચઢાવીને અધ્યૅ આપણૅ કરીયે છે પણ રવિવાર એ સૂયૅ દેવ નો વાર છે માટે આ દિવસે સૂયૅદેવ ને જળ સાથે ચોખા , કંકુ અને લાલ રંગના ફુલ ઉમેરી જળ અધ્ય અપણૅ કરવાથી વિશેષ આશીવૉદ મળે છે. સૂયૅ દેવ એ સૃષ્ટિ ના એક જાગતા દેવ માનવામાં આવે છે. આ સૃષ્ટિ પર ના હોય તો દરેક જીવને રહેવું શક્ય નથી.સૂયૅદેવ નું પુજન કરવાથી શરીર સ્વસ્થ રહે સાથે સાથે ધરમાં સુખ શાંતિ બની રહે છે.

 ભગવાન શ્રી સૂયૅદેવ ના આ 21 ચમત્કારી નામ જાપ કરવાથી મનુષ્ય જીવનમાં કીર્તિ ધન અને વૈભવ આવે છે. આ 21 નામ નો જાપ કરવાથી મનુષ્ય ને શ્રી સૂયૅદેવના સહસ્ત્રનામ જાપ બરાબર પુણ્ય ફળ મળે છે.આ નામ નો જાપ સવારે સૂર્યોદય તથા સૂયૉસ્ત સમયે કરવાથી તમામ પાપોનો નાશ થાય છે.


 સૂર્યદય સમયે કરો આ સૂયૅ દેવના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો 

 

હવે આપણે જાણીએ શ્રી સૂર્ય દેવ ના 21 નામ મંત્ર
 
1ૐ વિકર્તન નમઃ - આફતોનો નાશ કરનાર
2. ૐ વિવસ્વાન નમઃ - પ્રકાશ સ્વરૂપ
3. ૐ માર્તંડ નમઃ
4. ૐ ભાસ્કર નમઃ
5. ૐ રવિ નમઃ
6. ૐ લોકપ્રકાશક નમઃ
7. ૐ શ્રીમાન નમઃ
8. ૐ લોકચક્શુ નમઃ


9. ૐ ગૃહેશ્વર નમઃ
10. ૐ લોકસાક્ષી નમઃ
11. ૐ ત્રિલોકેશ નમઃ
12. ૐ કર્તા નમઃ
13. ૐ હર્તા નમઃ
14. ૐ તમિસ્ત્રાહ નમઃ - અંધકારનો નાશ કરનાર
15.ૐ તપન નમઃ
16. ૐ તાપન નમઃ
17. ૐ શુચિ નમઃ સૌથી શુદ્ધ
18. ૐ સપ્તાશ્વવાહન નમઃ
19. ૐ ગભસ્તિહસ્ત નમઃ કિરણો જેના હાથ રૂપ છે 


20.ૐ બ્રહ્મા નમઃ
21. ૐ સર્વદેવનમસ્કૃત નમઃ

 રવિવારે કરો સૂર્ય દેવનો દ્રાદશનામ સ્તોત્ર અને તેનું માહાત્મ્ય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો 



મિત્રો આ હતા શ્રી સૂયૅદેવના ચમત્કારી 21 નામ જાપ 


 

રવિવાર ના દિવસે કરો સૂર્ય દેવ નો આ સ્ત્રોત કરવાથી કોઢ જેવા ભયંકર રોગ નથી થતા  

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

 

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શ્રીરામ ની આ જપમાળા જાપ કરવાથી આધિ વ્યાધિ ઉપાધિને પાપ તાપ ટળી જાય | Shree Jay Ram Jap mala 108 Gujarati Lyrics | Okhaharan

 શ્રીરામ ની આ જપમાળા જાપ કરવાથી આધિ વ્યાધિ ઉપાધિને પાપ તાપ ટળી જાય  | Shree Jay Ram Jap mala 108 Gujarati Lyrics | Okhaharan

Shree-Jay-Ram-Jap-mala-108-Gujarati-Lyrics
Shree-Jay-Ram-Jap-mala-108-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું  જયરામ અષ્ટોત્તરશત નામમાળા સંપૂણૅ ગુજરાતીમાં પાઠ કરવાથી,  સંકટ તેનાં દૂર થતાં જરી ન આવે આંચ, મનવાંછિત દેશે પ્રભુ સિયાવર રામચંદ્રજી કી જય

 "" શ્રી રામ બાવની "" વાચવાં માત્રથી તાપ ત્રિવિધ તનમનના દૂર થાય અહી ક્લિક કરો. 


જયરામ અષ્ટોત્તરશત નામમાળા
પુખ્ય પવિત્ર છે મંગળ નામ, શ્રીરામ જય રામ જય જય રામ  ૧
સમરી લે મન પૂરણ કામ, શ્રીરામ જય રામ જય જય રામ ૨
એમાંના કંઈ બેસે દામ, શ્રીરામ જય રામ જય જય રામ ૩
સર્વ રીતે છે લાભનું કામ, શ્રીરામ જયરામ જય જય રામ ૪
એથી સદાય વધે ધનધામ, શ્રીરામ જયરામ જય જય રામ ૫
વાંચ્છિત ફળ દેનારુ નામ, શ્રીરામ જયરામ જય જય રામ ૬
લેવા જેવું જગમાં છે નામ, શ્રીરામ જયરામ જય જય રામ ૭
(એ) નામ સદાએ છે સુખધામ, શ્રીરામ જયરામ જય જય રામ ૮
હરતાં ફરતાં કરતાં કામ, શ્રીરામ જયરામ જય જય રામ ૯
મારે મન એ હરિનું નામ, શ્રીરામ જયરામ જય જય રામ ૧૦ 


ભજું ઘડીક તજીને ઘરનાં કામ, શ્રીરામ જયરામ જય જય રામ ૧૧
આનંદ રે'શે આઠ જામ, શ્રીરામ જયરામ જય જય રામ ૧૨
એ ધરણીધર છે. સુખધામ, શ્રીરામ જયરામ જય જય રામ ૧૩
તારા બગડેલ સુધરશે કામ, શ્રીરામ જયરામ જય જય રામ ૧૪
મનુષ્ય જન્મની સાચી લ્હાણ, શ્રીરામ જયરામ જય જય રામ ૧૫
જેથી મટે ચોરાશી ખાણ, શ્રીરામ જયરામ જય જય રામ ૧૬
જીભ દીધી તો રટી લે રામ, શ્રીરામ જયરામ જય જય રામ ૧૭
સુખી થવાનું સાચું ઠામ, શ્રીરામ જયરામ જય જય રામ ૧૮
 નિર્બળના એ બળ છે રામ, શ્રીરામ જયરામ જય જય રામ ૧૯
માટે રટી લ્યો રૂડા રામ, શ્રીરામ જયરામ જય જય રામ ૨૦

"" શ્રી રામ ચાલીસ ""  પાઠ કરવાથી સુખ શાંતિ અને મુક્તિ મળે છે અહી ક્લિક કરો.  


 દીન જનોના છે વિશ્રામ, શ્રીરામ જયરામ જય જય રામ ૨૧
હરિ વિના છે સર્વ હરામ, શ્રીરામ જયરામ જય જય રામ ૨૨
રામનામ તો તીરથ ધામ, શ્રીરામ જયરામ જય જય રામ ૨૩
હરિ વિના મંદિર સૂનસામ, શ્રીરામ જયરામ જય જય રામ ૨૪
જાણી સુખદુ:ખ સર્વ સમાન, શ્રીરામ જયરામ જય જય રામ ૨૫
ભજ તજી તારું સર્વ ગુમાન, શ્રીરામ જયરામ જય જય રામ ૨૬
તે વીણ નહિ પામો આરામ, શ્રીરામ જયરામ જય જય રામ ૨૭
સાચો સહાયક છે સીતારામ, શ્રીરામ જયરામ જય જય રામ ૨૮
જપી લ્યો છોડીને સો કામ, શ્રીરામ જયરામ જય જય રામ ૨૯
હિરને ભજતાં ના હારો હામ, શ્રીરામ જયરામ જય જય રામ ૩૦
હારેલાના એ છે વિશ્રામ, શ્રીરામ જયરામ જય જય રામ ૩૧
આ બે દિનનો છે દામદમામ, શ્રીરામ જયરામ જય જય રામ ૩૨
કાયા પણ કૈં નહિ આવે કામ, શ્રીરામ જયરામ જય જય રામ ૩૩
ઉમા સહિત શિવ જપતા નામ, શ્રીરામ જયરામ જય જય રામ ૩૪
કલ્પતરુ ઠરવાનું ઠામ, શ્રીરામ જયરામ જય જય રામ ૩૫
ભજ મૂકી માયા ધન ધામ, શ્રીરામ જયરામ જય જય રામ ૩૬
સાચો હિરરસ અમૃત જામ, શ્રીરામ જયરામ જય જય રામ ૩૭
હિર ને હર બેઉ એક સમાન, શ્રીરામ જયરામ જય જય રામ ૩૮
તે પણ જપતા સદા શ્રીરામ, શ્રીરામ જયરામ જય જય રામ ૩૯
નગદ નારાયણ હિરનું નામ, શ્રીરામ જયરામ જય જય રામ ૪૦



એવા પ્રભુને લાખ્ખો પ્રણામ, શ્રીરામ જયરામ જય જય રામ ૪૧
બતલાવ્યું ગુરુએ સાચું જ્ઞાન, શ્રીરામ જયરામ જય જય રામ ૪૨
હરિને ભજતાં મળશે આરામ, શ્રીરામ જયરામ જય જય રામ ૪૩
રામ ભજીલે રાખી હામ, શ્રીરામ જયરામ જય જય રામ ૪૪
એમાં કાયરનું નહિ કામ, શ્રીરામ જયરામ જય જય રામ ૪૫
શ્વાસે શ્વાસે જપવું હરિનામ, શ્રીરામ જયરામ જય જય રામ ૪૬
લઈ જાશે એ વૈકુંઠ ધામ, શ્રીરામ જયરામ જય જય રામ ૪૭
સંતોનું જીવન સુખધામ, શ્રીરામ જયરામ જય જય રામ ૪૮
પછી ભટકવાનું શું કામ, શ્રીરામ જયરામ જય જય રામ ૪૯
સાચું જગમાં હરિનું નામ, શ્રીરામ જયરામ જય જય રામ ૫૦

હનુમાનજી નો આ પાઠ કરવાથી નકારત્મક ઉર્જા સામે રક્ષણ મળે છે અહી ક્લિક કરો. 


અન્ય કશું ના આવે કામ, શ્રીરામ જયરામ જય જય રામ ૫૧
કરીએ કીર્તન જો આઠે ધામ, શ્રીરામ જયરામ જય જય રામ પર
વિશ્વપતિ આપે આરામ, શ્રીરામ જયરામ જય જય રામ ૫૩
સાચું એ ધન છે હિરનું નામ, શ્રીરામ જયરામ જય જય રામ ૫૪
સ્થિર ઠરી ઠરવાનું ઠામ, શ્રીરામ જયરામ જય જય રામ ૫૫
અહલ્યા તારક ઘનશ્યામ, શ્રીરામ જયરામ જય જય રામ ૫૬
સેવકના સાચા છે સુખધામ, શ્રીરામ જયરામ જય જય રામ ૫૭
તજીને જૂઠાં ધન ને ધામ, શ્રીરામ જયરામ જય જય રામ ૫૮
રટી લ્યોને એ રૂડા રામ, શ્રીરામ જયરામ જય જય રામ ૫૯
પોતાનો જાણી પાળે રામ, શ્રીરામ જયરામ જય જય રામ ૬૦
તજીને જગનાં બીજા કામ, શ્રીરામ જયરામ જય જય રામ ૬૧
(તમે) ધૂન મચાવો ઠામોઠામ, શ્રીરામ જયરામ જય જય રામ ૬૨
કરીએ જો કીર્તન આઠે જામ, શ્રીરામ જયરામ જય જય રામ ૬૩
બનતું એ તો તીરથધામ, શ્રીરામ જયરામ જય જય રામ ૬૪
દેહ તજતાં પુનિતે ઉચ્ચાર્યું નામ, શ્રીરામ જયરામ જય જય રામ ૬૫
(કરી) સ્મરણ ગયા છે વૈકુંઠધામ, શ્રીરામ જયરામ જય જય રામ ૬૬
નિતનિત લેવું એક જ નામ, શ્રીરામ જયરામ જય જય રામ ૬૭
સદાય રહે ઉરમાં આરામ, શ્રીરામ જયરામ જય જય રામ ૬૮
જાણે અજાણે ભજીએ રામ, શ્રીરામ જયરામ જય જય રામ ૬૯
ચઢતો વહારે એ સુંદીરશ્યામ, શ્રીરામ જયરામ જય જય રામ ૭૦



કરવાનું જગમાં એક જ કામ, શ્રીરામ જયરામ જય જય રામ ૭૧
રામ વિનાના સુખ શા કામ, શ્રીરામ જયરામ જય જય રામ ૭૨
સંતો ગાતા એ ગામો ગામ, શ્રીરામ જયરામ જય જય રામ ૭૩
(એ) નામમાં સાચો છે આરામ, શ્રીરામ જયરામ જય જય રામ ૭૪
સાચું એ સુખનું શાંતિધામ, શ્રીરામ જયરામ જય જય રામ ૭૫
દુઃખીયાનાં દુઃખ દૂર થાય તમામ  શ્રીરામ જયરામ જય જય રામ ૭૫
ભક્તોનું રક્ષણ કરતા રામ, શ્રીરામ જયરામ જય જય રામ ૭૭
(વળી) દેતા સોના સરખાં ધામ, શ્રીરામ જયરામ જય જય રામ ૭૮
સાચા સંતોના એ અભિરામ,શ્રીરામ જયરામ જય જય રામ ૭૯
તેથી પામ્યા કંઈ અવિચળ ધામ, શ્રીરામ જયરામ જય જય રામ ૮૦ 

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે અહી ક્લિક કરો.   


બની મસ્ત સદા ગા હિરનું નામ, શ્રીરામ જયરામ જય જય રામ ૮૧
સફળ થશે તારાં સૌ કામ, શ્રીરામ જયરામ જય જય રામ ૮૨
કર રટન હિરનું ભૂલીને ભાન, શ્રીરામ જયરામ જય જય રામ ૮૩
જેથી કરશે તારાં સૌ કામ, શ્રીરામ જયરામ જય જય રામ ૮૪
પરભવનું ભાથું હિરનું નામ, શ્રીરામ જયરામ જય જય રામ ૮૫
અંત સમયે એ આવે કામ, શ્રીરામ જયરામ જય જય રામ ૮૬
અધમોધમ ઉદ્ધારક રામ, શ્રીરામ જયરામ જય જય રામ ૮૭
એ ઘનશ્યામ છે પૂરણ કામ, શ્રીરામ જયરામ જય જય રામ ૮૮
રમી રહ્યો રગ રગમાં રામ, શ્રીરામ જયરામ જય જય રામ ૮૯
દોડી આવીને કરતો કામ, શ્રીરામ જયરામ જય જય રામ ૯૦
ભીડ પડે ભીરું એ રામ, શ્રીરામ જયરામ જય જય રામ ૯૧
અંત સમય ઠરવાનું કામ, શ્રીરામ જયરામ જય જય રામ ૯૨
ભજ વડીલોને કરી પ્રણામ, શ્રીરામ જયરામ જય જય રામ ૯૩
તો ભવપાર ઉતારે રામ, શ્રીરામ જયરામ જય જય રામ ૯૪
રાવણ કુળ સંહારક રામ, શ્રીરામ જયરામ જય જય રામ ૯૫
પતિતપાવન કરતા રામ, શ્રીરામ જયરામ જય જય રામ ૯૬
સંકટમાં સુખ દેનારું નામ, શ્રીરામ જયરામ જય જય રામ ૯૭
તે વીણ ના કોઈ ઠરવા ઠામ, શ્રીરામ જયરામ જય જય રામ ૯૮
શરણ હિરનું સાચું સુખધામ, શ્રીરામ જયરામ જય જય રામ ૯૯
ક્ષમા કરે એ ભૂલ તમામ, શ્રીરામ જયરામ જય જય રામ ૧૦૦



અવધપુરીના રાજા રામ, શ્રીરામ જયરામ જય જય રામ ૧૦૧
અંત સમય આપે આરામ, શ્રીરામ જયરામ જય જય રામ ૧૦૨
નિર્ધનનું ધન સાચું હરિનામ, શ્રીરામ જયરામ જય જય રામ ૧૦૩
ખરી ભીડમાં આવે કામ, શ્રીરામ જયરામ જય જય રામ ૧૦૬
આધાર કળીમાં હિરનું નામ, શ્રીરામ જયરામ જય જય રામ ૧૦૫
કીર્તનથી જાતાં પાપ તમામ, શ્રીરામ જયરામ જય જય રામ ૧૦૬
ઠરવાનું જગમાં એક જ ઠામ, શ્રીરામ જયરામ જય જય રામ ૧૦૭
જયરામ કહે ભજ મનથી રામ, શ્રીરામ જયરામ જય જય રામ ૧૦૮


કરશે એ તારું ધાર્યું કામ, શ્રીરામ જયરામ જય જય રામ
નીશ દિન જે આ માળાને, જપે સવાર ને સાંજ,
સંકટ તેનાં દૂર થતાં જરી ન આવે આંચ, 

સિયાવર રામચંદ્રજી કી જય


સાચી શ્ર્રદ્રાથી જે ભજે, રામ નામ જાપ,
તરત દોડી આવી કરે, પ્રભુ ભક્તનાં કામ,

 સિયાવર રામચંદ્રજી કી જય 


આધિ વ્યાધિ ઉપાધિને, પાપ તાપ ટળી જાય,
મનવાંછિત દેશે પ્રભુ, જયરામ જામિન થાય,

 સિયાવર રામચંદ્રજી કી જય


જયરામ અષ્ટોત્તરશત નામમાળા સમ્પૂર્ણમ્ ।

 

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

 

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્રવાર, 17 જૂન, 2022

આજના શુભ દિવસે પાઠ કરો "" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે | Ganesh Chalisa In Gujarati Lyrics | Okhaharan

 આજના શુભ દિવસે પાઠ કરો "" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે | Ganesh Chalisa In GUjarati Lyrics | Okhaharan 

Ganesh-Chalisa-in-Gujarati-Lyrics
Ganesh-Chalisa-in-Gujarati-Lyrics

 

શ્રી ગણેશ ચાલીસા
શ્રી ગણેશાયૈ નમઃ ।
(દોહરો)
જય ગણેશ મંગલ કરન, ભરન જનમ સુખસાજ
 દીન દાનિ કીજૈ દયા,  હમ પર શ્રી મહારાજ
જય ગણપતિ જય જય શિવનન્દન,  જયજયજયજનક્લુષનિકન્દન;
જય લમ્બોદર વિઘ્ન વિનાશન, જયતિ સુમુખ વિજ્ઞાન વિકાસન.
જય જય કપિલ જયતિ ઇક દંતા, જપત જાહિ નિત સબ સુર સંતા;
જય જય ભાલચન્દ્ર મન ભાવન, જય ગજકર્ણ સકલ મન ભાવન.
જય જય વિકટ જયતિ વિનાયક, જય જય જય જયતિ વિનાયક;
જય જય જય ધૂમ્રકેતુ અસુરારી, જય ગજમુખ ત્રૈલોક્ય બિહારી. 


શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

 દ્વાદશ નામ જપે કોઈ, તાહિ નિરન્તર મંગળ હોઈ;
રિદ્ધિ સિદ્ધિ દોઉ ચંવર ડુલાવૈ, મહિમા અમિતે પારકો પાવૈ.
લક્ષ લાભ દોઉ તનય સુહાયે, મુદિત હોત જગ જા કહે પાયે; ...
એક સમય શિવ રીસ કરિ ભારી, પારવતી કહં દીન્હ નિકારી.
 કિષ્કિંધા ગિરિ ગિરિજા ગઈ, તહં તુમ પ્રગટાવત ભઈ;
દ્વારપાલ યહં તુમહિ બનાઈ, આપ ગુફા બિય ધ્યાન લગાઈ.
કછુક દિવસ બીતે પર શંકર, ભયે શાન્ત ભોલે અભયંકર,
ખોજત ગિરજહિં તહં ચલિ આયે, રક્ષક દ્વાર તુમહિ તહં પાયે.
શિવ પ્રવિશન ચહ ગુફા મંઝારી, તબ તુમ બરજ્યો તિનહિં પ્રચારી;
કોપિ શંભુ તહં યુદ્ધ મચાવા, ધડર્સે સર તબ કોટિ ગિરાવા.
શિવા પ્રાર્થના સુનિ શિવ તોષે, કરિ શિર જોરિ તુમહિં પુનિ પોષે;
એક સમય ગણપતિ યહ હેતુ, સુનત સુનાય કહે વૃષકેતુ.
મહિ પરિક્રમા કરિકે જો આવે, સો ગણેશકી પદર્પી પાવૈ


સુનિ મયૂર ચઢી ચલે કુમારા, તબ તુમ યહ નિજ મનહિ વિચારો.
માતુ પિતા પરિકર જો લાવૈ, યહી પરિક્રમા ફલ સૌ પાવૈ;
યહ મન સોચિ તુરત તેહિ ઠાઈ, ફિરે પરદક્ષિન શિવ ગિરજાઈ,
બુદ્ધિમાન લખિ સબ સુર હર્ષે, તુમહિ સરાહિ સુમન બહુ વર્ષે,
સુર સમ્મતિ લહિં તબહિં મહેશા, તુમહિ બનાયહુ બેગિ  ગણેશા .
આદિ કલ્પમે સૃષ્ટિ પ્રસારન, હિત ઇચ્છા કીન્હેઉ જગ તારન;
પુનિ દેખહુ હરિ નૈન ઉધારી, સકલ જગતમેં હૈ અન્ધિયારી.
તબ હિર ધરેઉ ગણેશ સુરૂપા, ગજમુખ લમ્બોદર સુર ભૂપા;
દીર્ઘ સૂંડ સો સબ અધિયારી, ખૈચી લપેટી ઉદરમે ડારી,
તબતે જગત પૂજ્ય પ્રભુ ભયઉ, આદિ ગણેશ કહાવત ભયઉ,
મહિમા નાથ કહાં લગી ગાઉં, તબ યશ વરણત પાર ન પાઉં,
જય જય વન્દન વિદ્યાસાગર, જય મોદક પ્રિય સબ ગુણ સાગર;
કહં લગી કહો બદનકી શોભ, મુનિમન જાહિ વિલોકત લોભા
લાલ બરન દોઉ ચરણ સુહાવન, અમિત અધિક જો કીન્હેઉ  પાવન;
નાગ યજ્ઞ ઉપવીત સુહાવે, તીન નયન લખિ અરિ દુઃખ પાવે
અક્ષયમાલ નિજ દંત દક્ષકર, મોદક પાત્ર પરશુ બાયે ધર;
પદ્માસન મૂસક અસવારી, સોવત ત્રિવિધ તાપ ભયહારી.
જય જય દેવ સુજન મન રંજન, જય જય સુર દ્વિજ મહિ ભંજન;
જય જય સુર ગિરિજાકે નન્દન, જય જય જયંતિ ભક્ત ઉરચન્દન. 


""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 જય જય અગ્ર પૂજ્ય શુભ કામા, સુમિરત સિદ્ધ હોઈ સબ કામા;
જય જય વ્યાસ સહાયક સ્વામી, કૃપા કરહુ ઉર અન્તરયામી.
જય જય જય પીતામ્બર ધારી, શુક્લામ્બર ધર જય અધહારી;
જયતિ રક્ત અમ્બર પરિધાન, વિઘ્ન વિમોચન મોદ નિધાન.
શંભુ જલન્ધર યુદ્ધ મચાવા, તહાં આપ નિજ બલહિં દિખાવા
અગણિત દૈત્ય નિમિષ મહં મારે, ભાગે બચે રહે અધ મારે.
હે પ્રભુ દીનબંધુ અવિનાશી, કરહુ કૃપા ત્રૈલોક્ય વિલાસી;
જય તપ પૂજા પાઠ અચારા, નહીં જાનત મતિ મંદ ગંવારા
નહીં વિજ્ઞાન ગ્રન્થ મત જાનો, કેવલ તવ ભરોસ ઉ૨ માનો;
ભૂલ ચૂક જો હોઈ હમારો ક્ષમિય નાથ મૈં દાસ તુમ્હારો
નહીં મો પહં બુદ્ધિ બલ લવલેશા, તવ બલ નિર્ભય રહત હમેશા;
નાથ, આપ હો બુદ્ધિ વિધાતા, અતિ આતુર દુખ કરહું નિપાતા.
જો જન તુમ્હરો ધ્યાન લગાવૈ, સો અભિમત ફલ બેગિહિં પાવૈ;
નાથ મોહિ બહુ દુષ્ટ સતાવે, શુભ કાજનમેં વિઘ્ન મચાવે.
 તિનકર નાશ બેગિહિ કીજૈ, મહારાજ મમ વિનય સુન લીજૈ;
તુમહિ આનિ ગિરજા શંકરકી, વિપત્તિ હટાવો જનકે ઘરકી.
જો યહ પઢે ગણેશ ચાલીસા, તાકહં સિદ્ધ હોઈ સિદ્ધિસા;
જો વ્રત ચૌથિ કરે મન લાઈ, તાપર ગણપતિ હોઈ સહાઈ.
નિર્જલ વ્રત દિન ભર જો કરઈ, ચન્દ્રોદય પૂજા અનુસરઈ;
યથાશક્તિ પૂજે ધરિ ધ્યાના, ગણપતિ છોડે ભજૈ નહીં આના.
તાકર કારજ સકલ સંવારે, સત્ય સત્ય શ્રુતિ સન્ત પુકારે;
ચૌથિ પરમ પ્યારી ગણરાજહિ, તાકહં ચાર મુખ્ય કરિ ભાજહિં. 


સંકટ ચૌથિકો પૂજિ ગણેશા, પૂજ્ય પદ વિનાયક ઈશા;
સિદ્ધિ વિનાયક ચૌથ કહાવૈ, જાસુ કૃપા જન અભિમત પાવૈ.
શ્રાવણ શુક્લ ચતુર્થી આવૈ, તબ વ્રતકો આરંભ લગાવૈ;
એક બાર કરિ સાત્ત્વિક અશના, રહે સનિયમ તજૈ સબ વ્યસના.
પૂજૈ નિત્ય કપર્દિ ગણેશા, તાકે પાપ રહે નહીં લેશા;
 ભાદ્ર શુક્લકી ચૌથિ સુહાવન, વ્રત સમાપ્ત તેહિ દિન કરિ પાવન.
દ્વાદશ નામ પાઠ નિત કરઈ, મન બચન કર્મ ધ્યાન નિત ધરઈ;
વિદ્યારંભ વિવાહ મઝારી, પુનિ પ્રવેશ યાત્રા સુખકારી.
 સંકટ તથા બિકટ સંગ્રામા, વિઘ્ન હોઈ નહીં કૌનેઉ કામા;
સત્ય સત્ય નહીં સંશય ભાઈ, ગણપતિ કૃપા સુમન અગમાઈ.
હે અબોધ જન આનન્દ, જાગત સોર્વિત શરણ તુમ્હારી;
અક્ષર પદ માયા સ્વરભંગા,ક્ષમહુ પાઠ કર અવિકૃત અંગા. 


શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 

 તબ પ્રસાદ પૂરન સબ હોઈ, હૈ મરજાદ નામકી સોઈ.
નિશ્ચય દેઢ વિશ્વાસ કરી, પાઠ કરે મન લાય તાકે ઉપર શંભુસુત,
ગણપતિ હોય સહાય. શ્રી ગણેશજીની જય


ગણેશ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 16 જૂન, 2022

આજના શુભ દિવસે પાઠ કરો શ્રી ગાયત્રી આ પાઠ કરવાથી સાંભળવાથી સર્વ પાપોથી મુક્તિ મળે છે | Gayatri Kavach in Gujarati Lyrics | Okhaharan

 આજના શુભ દિવસે પાઠ કરો શ્રી ગાયત્રી આ પાઠ કરવાથી સાંભળવાથી સર્વ પાપોથી મુક્તિ મળે છે | Gayatri Kavach in Gujarati Lyrics  | Okhaharan

Gayatri-Kavach-in-Gujarati-Lyrics
Gayatri-Kavach-in-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી ગાયત્રી કવચ સંપૂણૅ ગુજરાતી અથૅ સાથે. આ કવચનો પાઠ કરવાથી, સાંભળવાથી સર્વ પાપોથી મુક્તિ મળે છે. પરમ બ્રહ્મની પ્રાપ્તિ થાય છે અને હજાર ગાયોનું દાન કર્યાનું ફળ મળે છે.

ગુરૂવારે એકવાર શ્રી ગાયત્રી ચાલીસા પાઠ કરો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


નારદ ઉવાચ


નારદે પૂછ્યું : “હે સર્વ જગતના નાથ, સ્વામી, હે ચોસઠ કળાઓને તેમજ યોગને જાણનારા, મારા મનમાં એક સંશય ઉત્પન્ન થયો છે. માણસનો દેહ, કયા પુણ્યથી, પાપમાંથી છૂટી શકે છે, તેમજ બ્રહ્મરૂપ વેદરૂપ અને મંત્રરૂપ થઈ શકે છે.


(૧-૨)


હે પ્રભો, તે કર્મ, તેના ન્યાસ, ઋષિ, છંદ, તેના દેવ તેમજ ધ્યાન હું સાંભળવા ઇચ્છા રાખું છું.”


 નારાયણે કહ્યું : “હે નારદ, ગાયત્રી કવચ છે, જે અત્યંત ગુહ્ય છે, તેનો પાઠ કરવાથી તથા ધારણ કરવાથી માણસ બધાં જ પાપમાંથી છૂટી શકે છે.


(૪)


માણસ પાપમાંથી છૂટી શકે છે, એટલું જ નહિ પણ આ ગાયત્રી કવચનો પાઠ કરવાથી બધી જ કામનાઓ પૂર્ણ થાય છે, દેવી સ્વરૂપ થાય છે, આ ગાયત્રી કવચના બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર -


એ ઋષિઓ છે, અને હૈ નારદ - ઋગ્, યજુ, સામ અને અથર્વવેદ તેના છંદ છે, બ્રહ્મરૂપ દેવતા છે અને ગાયત્રી પરમ કલા છે.


તત્ એ બીજ છે, ભર્ગ એ શક્તિ છે. કીલક ધિંયઃ છે અને મોક્ષ મળે એ માટે વિનિયોગ છે.



તેના પહેલા ચાર અક્ષરને હૃદય કહ્યું છે. તે પછીના ત્રણ અક્ષરને શિર કહ્યું છે. તે પછીના ચાર અક્ષરને શિખા કહેલી છે. તે પછીના ત્રણ અક્ષરોને કવચ જાણવું. તે પછીના ચાર અક્ષરોને નેત્ર જાણવાં અને છેલ્લા ચાર અક્ષરને અસ્ત્ર સમજવા. હવે હે નારદ ! હું તમને સાધકની મનોકામના પૂર્ણ કરનાર ધ્યાન કહું છું.


મોતી, પરવાળા, સોનું અને નીલમણિ જેવી ધવલ કાંતિવાળાં, ત્રણ નેત્ર અને પાંચ મુખવાળાં, ચંદ્રથી બાંધેલા રત્નજડિત મુગટવાળાં, તત્ત્વરૂપ અર્થવાળાં, વર્ણોમય અને હાથ વડે વર, અભય, અંકુશ પાશ, ઉજ્વળ ખપ્પર, ધનુષ્યની દોરી, શંખ, ચક્ર તથા બે કમળોને ધારણ કરનાર ગાયત્રીને હું ભજું છું.


પૂર્વ દિશામાં ગાયત્રી મારું રક્ષણ કરો. દક્ષિણમાં સાવિત્રી મારું રક્ષણ કરો. પાછળ બ્રહ્મસંધ્યા મારું રક્ષણ કરો અને ઉત્તરમાં સરસ્વતી મારું રક્ષણ કરો.


જળમાં શયન કરનારા પાર્વતી અગ્નિકોણમાં મારું રક્ષણ કરો અને રાક્ષસોને ભયંકર એવી હે દેવી, મારું નૈઋત્ય ખૂણામાં રક્ષણ કરો.


વાયુ કોણમાં પવન સાથે વિહાર કરનારાં દેવી મારું રક્ષણ કરો અને ઈશાન કોણમાં રુદ્ર સ્વરૂપ રુદ્રાણી મારું રક્ષણ કરો. (૧૩)

 

 ગુરૂવારે એકવાર ગાયત્રી માતાની આ સ્તુતિ જરૂર કરી લેજો સવૅ વેદ લક્ષ પ્રાપ્ત થશે અહી ક્લિક કરો.   


ઊર્ધ્વ દિશામાં હે બ્રહ્માણી મારું રક્ષણ કરો. નીચે વૈષ્ણવી તમે રક્ષણ કરો. દશે દિશાઓ સર્વાંગે ભુવનેશ્વરી તમે રક્ષણ કરો. (૧૪)


તત્ પદ મારા પગનું રક્ષણ કરો અને સવિતુ: પદ મારી જાંઘોનું રક્ષણ કરો, વરેણ્ય પદ મારી કિટનું રક્ષણ કરો અને ભર્ગઃ પદ મારી નાપમાં નાભિનું રક્ષણ કરો.


દેવસ્ય પદ મારા હૃદયની રક્ષા કરો. ધીમહિ પદ મારા ગાલની રક્ષા કરો. ધિયઃ પદ મારા નેત્રની રક્ષા કરો અને યઃ પદ મારા લલાટનીવરક્ષા કરો.


‘નઃ’ પદ મારા મસ્તકની રક્ષા કરો. પ્રચોદયાત્ પદ મારી શિખાનું રક્ષણ કરો. ‘તત્’ પદ મારા મસ્તકની રક્ષા કરો. સઃ પદ મારા કપાળની રક્ષા કરો.


‘વિ’ મારા નેત્રની રક્ષા કરો. ‘તુઃ’ મારા ગાલની રક્ષા કરો. ‘વ’ મારા નાકનું રક્ષણ કરો. ને રૈ’ મારા મોઢાનું રક્ષણ કરો.


‘ણિ’ મારા ઉપલા હોઠની રક્ષા કરો. ‘ય’ કાર મારા નીચલા હોઠની રક્ષા કરો. ‘ભ’ કાર મારા મોઢાની રક્ષા કરો અને ‘ર્ગો’ કાર મારી દાઢીનું રક્ષણ કરો.


 ‘દે’ મારા કંઠની રક્ષા કરો. ‘વ’ મારા ખભાની રક્ષા કરો. ‘સ્ય’ મારા જમણા હાથની રક્ષા કરો અને ‘ધી’ મારા ડાબા હાથની રક્ષા કરો.


‘મ’ કાર મારા હૃદયની રક્ષા કરો. ‘હિ’ કાર મારા પેટની રક્ષા કરો. ‘ધિ’કાર મારી નાભિની રક્ષા કરો અને ‘યો’ કાર મારા કટિની રક્ષા કરો.


‘યો’ કાર મારા ગુહ્ય ભાગની રક્ષા કરો. ‘ન’ કાર મારા સાથળનું રક્ષણ કરો. ‘પ્ર’ કાર મારા ઢીંચણનું રક્ષણ કરો અને ‘ચો’ કાર મારી પિંડીઓનું રક્ષણ કરો.


‘દ’ મારા ઘૂંટણનું રક્ષણ કરો. ‘ય’ મારા પગની રક્ષા કરો. ‘ત્’ વ્યંજન મારાં બધાં અંગોની રક્ષા કરો.


આ દિવ્ય કવચ સેંકડો પીડાઓનો નાશ કરનાર છે. ચોસઠ કળાઓ તેમજ વિદ્યા અને મોક્ષ આપનાર છે.


આ કવચનો પાઠ કરવાથી, સાંભળવાથી સર્વ પાપોથી મુક્તિ મળે છે. પરમ બ્રહ્મની પ્રાપ્તિ થાય છે અને હજાર ગાયોનું દાન કર્યાનું ફળ મળે છે.


।। શ્રી ગાયત્રી વય સંપૂર્ણમ્ ॥

 

 

ગાયત્રી મંત્ર જાપ સમયે ઘ્યાન રાખવાની બાબતો | જાપ થી શું ફળ મળે છે ગુજરાતીમાં અહી ક્લિક કરો.   

 

આજે જાણો ગાયત્રી માં મહિમા અને ગાયત્રી મંત્ર નો અથૅ ગુજરાતીમાં

 

ગુરૂવારે શ્રી દત્તાત્રેય ભગવાનના 108 નામ પાઠ કરો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 

ગુરૂવારના દિવસે કરો 5 કાયૅ જે તમારી બધી મુશ્કેલીનો અંત લાવી શ્રી લક્ષ્મીજી ની કૃપા રહેશે અહી ક્લિક કરો.   

 

ગુરૂવારે એકવાર શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતીમાં અહી ક્લિક કરો.  

ગુરુવારે કરો ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 


 

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇