સોમવાર, 23 જાન્યુઆરી, 2023

મહા સુદ અજવાળી બીજ ના દિવસે પાઠ કરીશું શ્રી રામદેવપીર નોરતા કથા અધ્યાય પહેલો | Ramapir Norta katha Adhyay 1 | Okhaharan |

મહા સુદ અજવાળી બીજ ના દિવસે પાઠ કરીશું શ્રી રામદેવપીર નોરતા કથા અધ્યાય પહેલો | Ramapir Norta katha Adhyay 1 | Okhaharan | 

ramapir-norta-katha-adhyay-1
ramapir-norta-katha-adhyay-1

શ્રી ગણેશાય જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે મહા સુદ અજવાળી બીજ ના દિવસે પાઠ કરીશું શ્રી રામદેવપીર નોરતા કથા અધ્યાય પહેલો જેમાં રામદેવપીર ના જન્મ કથા નું વણૅન કરવામાં આવેલ છે આપણે કથા પઠન કરીયે પહેલાં શ્રી રામદેવપીર નો મંત્ર જાપ કરી લઈએ

બીજ સ્પેશિયલ શ્રી રામદેવપીર નો આ પાઠ કરવાથી ભક્તો ના સવૅ કષ્ટ દૂર કરે છે અહી ક્લિક કરો

ૐ શ્રી રામદેવાયૈ નમઃ 

શ્રી રામદેવજીનાં પ્રથમ નોરતા વાંચવાનો પરચો અજમલજી એ દ્વારકાધીશ ના પરમ ભક્ત હતા અને એમની ભક્તિ થી ખુશ થઈ ને ભગવાને દ્વારકાધીશે અજલમજીને વચન આપ્યું કે હે ભકત હું સ્વયં તારા ઘેર પુત્ર રૂપે પ્રગટ થઇશ. અજમલજી હરખાતા હૈયે ઘેર આવ્યા. આવીને એમની રાણી મીંણલેદેને વાત કહી. વાત સાંભળતાં જ મીણલદેની આંખમાં તો હરખનાં આસું આવી ગયાં.

થોડા સમય પછી એક દિવસની વાત છે. મહેલમાં પ્રકાશ પથરાઇ ગયો. નોબત નગારા ગુંજવા લાગ્યા. મહેલમાં કંકુના પગલાં પડ્યાં. ભકતને આપે વચન ભગવાન દ્વારકાધીશ બાળક બનીને પારણામાં પ્રગટ થયા. અજમલ રાય અને મીણલવે પ્રભુના આગમનથી વધામણા કર્યા. ઘેર ઘેર આસોપાલોના તોરણ થવા લાગ્યા. પુત્ર પ્રત્યેના પ્રેમમાં માંની મમતા એ પણ વિસરી ગઇ કે મારે ત્યાં જગતના નાથે જન્મ લીધો છે અને એ જ સાચી મમતા છે. 

 "" શ્રી રામદેવ બાવની ""  ગુજરાતીમાં અહી ક્લિક કરો

માત મીણલદે ચૂલા પર દુધની દેગ મુકીને બીજા કામમાં પરોવાઇ ગઈ કે ચુલા પર દુધની દેગ મુકી છે તે પણ ભુલી ગયા. પારણામાંથી પ્રભુએ હાથ લંબાવી દેગ ઉતારી લીધી પણ થોડી વારે મીણલેદેને દેગ યાદ આવી તે દોડતા આવ્યા તો દેગ ઉતારેલી જોઇ. તો મીણલદે વિચારમાં પડી ગયા કે આટલામાં બીજું કોઇ છે નહી તો દેગ ઉતારી કોણે. છેલ્લે પારણામાં પોઢેલા અને હાથ-પગ ઉછાળતા પુત્ર પર પડી. બાળ રામદેવજી માં સામે જોઇ એવું મલકયા કે માતા પળવારમાં બધું જ સમજી ગયા. પ્રભુએ પ્રથમ પરચો માતા મીણલદેને  આપ્યો.

હે રામદેવજી મહારાજ તમે જેમ ચુલેથી દેગ ઉતારી એમ અમારા જીવનમાં જયારે જયારે દુઃખના ઉભરા આવે ત્યારે ત્યારે હે પ્રભુ, હાથ લંબાવીને અમારા દેહની દેગ ઝાલી લેજો. સમરણ કયે સુખ ઉપજે ભજતા ભવ દુઃખ જાય. એવા પ્રતાપી પીર રામદેવ મારા રૂદિયે રહો સદાય.

શ્રી રામદેવ 24 ફરમાન ગુજરાતી અથૅ સહિત ગુજરાતીમાં અહી ક્લિક કરો

શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતીમાં   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્રવાર, 20 જાન્યુઆરી, 2023

મૌની અમાવસ્યા મહાત્મય | Shani Amavasya 2023 | Mauni Amavasya Mahatmya 2023 | Amavasya 2023 | Okhaharan

મૌની અમાવસ્યા મહાત્મય | Shani Amavasya 2023 | Mauni Amavasya Mahatmya 2023 | Amavasya 2023 | Okhaharan

shani-amavasya-2023-mauni-amavasya
shani-amavasya-2023-mauni-amavasya

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ આપણે જાણીશું મૌની અમાવસ્યા માહાત્મ્ય, સ્નાન દાન પિતૃ તૅપણ સમય આ દિવસે શુ કરવું શુ ના કરવું તે બઘું વિડીયોમાં જાણીશું. 

શનિ અમાવસ્યા શનિદેવ નો પાઠ જેનાથી સાડાસાતી નો પ્રભાવ ઓછો થાય અહી ક્લિક કરો

સૈપ્રથમ એ જાણીયે અમાસ શું છે. અમાસ તિથિ એ પંચાગ અનુસાર 30 તિથિ ગણાય છે અને આ દિવસે ચંદ્ર શૂન્ય કળામાં હોય છે. આ અમાસ તિથિનાં દિવસે સ્નાન દાન જપ તપ તથા પિતૃ તૅપણ માટે ઉત્તમ દિવસ માનવામાં આવે છે. અમાસ ના દિવસે પિતૃઓ માટે પિંડદાન કરવાથી તેમને તૃપ્તિ મળે છે અને તેઓ વૈકુંઠ તરફ પ્રસ્થાન કરે છે. હવે આપણે જાણીયે મૌની અમાવસ્યાનું મહત્વ વિશે. 

2023 ની પ્રથમ અમાસ પોષ માસ ની મૈની અમાસ 21 જાન્યુઆરી 2023 રોજ છે સાથે શનિવાર નો વાર આવતો હોવાથી તેનું અનેક ઘણું માહાત્મ્ય વઘી જાય છે આ વષૅ અમાસ મૈની શનિ અમાવસ્યા પણ કહેવામાં આવે છે. મૌની અમાવસ્યાના દિવસે મૈન રહીને પ્રભું ભક્તિમાં લિંન રહેવાનું હોય એ પછી 10 મિનિટ કરો, અડઘો કલાક કરો કે પછી આખો દિવસ કરી મનમાં ભગવાનનું રટણ કર્યા કરવાનું હોય છે. આ દિવસે પિતૃ ભક્તિ તથા પિતૃ તપણૅ માટે ઉત્તમ માનવામાં આવે છે સવારે પિતૃઓને અર્પણ કરવાથી તેમના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 

શનિ અમાવસ્યા દિવસે આ 5 મંત્ર માંથી એક મંત્રની કરીલો અહી ક્લિક કરો

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

આ ઉપાયો કરો
મૌની અમાવસ્યા પર 11 લવિંગ અને કપૂરથી હવન કરો. ત્યારબાદ કનકધારા સ્તોત્રનો પાઠ કરો. એવું માનવામાં આવે છે કે તેનાથી આર્થિક તંગી દૂર થાય છે. આ સાથે ઉછીના પૈસા પણ જલ્દી પરત મળી જાય છે. આ સિવાય આ દિવસે રાત્રે કોઈ નદીમાં 5 લાલ ગુલાબ અને 5 સળગતા દીવા કરવા જોઈએ, આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી કૃપાળુ રહે છે.

વષૅમાં આવતી કોઈ પણ અમાસના દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન, પૂજા, જાપ અને તપની ખાસ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય . અમાસના દિવસે ગંગા જળ થી સ્નાન કરી પૂજા કરવાથી બધી  મનોકામનાઓ પૂર્ણ થાય છે, આ દિવસે પિતૃઓને નિમિત્ત દાન કોઈ પણ પ્રકારનું દાન કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે. આ અમાસની તિથિને પિતૃ તરફથી લાગેલા દોષમાંથી મુક્તિ મેળવવા માટે અતિ શુભ સમય માનવામાં આવે છે.

અમાસ દિવસે શુ ના કરવું તથા શુ કરવું અહી ક્લિક કરો 

 સવૅ પિતૃ અમાસ ની વ્રત કથા અહી ક્લિક કરો.   

શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતીમાં   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

રેશ્મા બેન ની "" બંધ ઘડિયાળ "" એક લઘુકથા | Stop Watch Shot Story By Gayatri Jani | Okhaharan

 રેશ્મા બેન ની "" બંધ ઘડિયાળ "" એક લઘુકથા | Stop Watch Shot Story By Gayatri Jani |  Okhaharan

બંધ ઘડિયાળ

"આવો આવો રેશ્મા બેન બહુ દિવસે દેખાયા?"

"હા અલકા બેન આજે થયુ તમને મળી આવુ"

"બેસો. ઘરે બધા મજામાં ને?"

"અલકા બેન આજે મન ભરાઇ ગયું હતું કઈ સુઝતું નહોતું થયુ તમારી સાથે બેસીને વાત કરું મન હળવુ થશે"

એમ વાત કરતા કરતા રેશ્મા બેન રડવા લાગ્યા.

"બોલો શુ થયુ? આપણે ફોન પર તો અવાર નવાર વાત કરતા મને જણાવ્યું કેમ નહી?"

"શું થયું?"

"અલકા બેન મારી દીકરી ના છૂટાછેડા લેવાના છે હવે આર્થિક રીતે વકીલ ની ફી ભરી ને પણ ખેચાઇ ગયા છે કઈ ઉકેલ આવતો નથી દીકરી રડ્યા કરે છે એટલે મારુ મન પણ ક્યાંય લાગતુ નથી "

"રેશ્મા બેન બધુ સારુ થશે ચિંતા કરશો નહીં "

વાત કરતાં કરતાં સમય વધારે પસાર થઈ જાય છે.

"રેશ્મા બેન તમે બેસો હુ ખાલી શાક સમારવા નુ અહીંયા લઇને આવુ મોડુ થયું છે આજે થોડુ "

રેશ્મા બેન ઘડિયાળ સામે નજર કરે છે

" અરે હજુ તો પાંચ વાગ્યા છે"

"ના ના રેશ્મા બેન એ ઘડિયાળ બંધ પડી ગઈ છે અત્યારે સાડા છ થવા આવ્યાં"

"અરે રે મારે પણ ખૂબ મોડુ થઈ ગયુ જવામાં"

"અલકા બેન ઘર મા બંધ ઘડિયાળ ના રખાય"

"વાત તમારી સાચી એ ઘડિયાળ સવારે જ બંધ થઈ છે"

"રેશ્મા બેન બંધ ઘડિયાળ ના કારણે આજે સારુ થયું તમે શાંતી થી બેઠા અને મન હળવુ કર્યુ"

"હા તમારી વાત સાચી"

કહીને ઊભા થાય છે કયારેક બંધ ઘડિયાળ પણ કામ કરી જાય છે

"અલકા બેન આજે મારો ભાર હળવો થયો બંધ ઘડિયાળ ના કારણે હુ વધારે બેઠી પણ મજા આવી ગઈ"

"" અજાણ્યું આમંત્રણ ""  એક લઘુકથા અહી ક્લિક કરો.   

 સરસ પરિવાર બોઘ "" નાઈટ પાટી "" એક લઘુકથા અહી ક્લિક કરો. 

ઉમિયા ની "" સાક્ષરતા "" એક લઘુકથા  અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મંગળવાર, 17 જાન્યુઆરી, 2023

ષટતિલા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Shattila Ekadashi 2024 | Okhaharan

ષટતિલા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Shattila Ekadashi 2024 | Okhaharan

shattila-ekadashi-2024
shattila-ekadashi-2024

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ પોષ માસની વદ પક્ષની  ષટતિલા એકાદશી ?  ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે? 

ૐ નમો ભગવતે વાસુદેવાય

પોષ માસની વદ પક્ષની એકાદશી ને ષટતિલા એકાદશી કહે છે એના નામ પરથી ખબર પડી જાય છે કે ષટતિલા એટલે 6 રીતે તલનો ઉપયોગ . એ પછી, સ્નાન, દાન, હવન, ભોજનમાં, તલનું ઉબટન, કે પછી તિલોદક રીતે કરી શકાય. આ એકાદશી નું વ્રત કરવાથી મનુષ્ય  જન્મો જન્મનાં આરોગ્યતા પ્રાપ્તિ થાય અને સમસ્ત પાપ નષ્ટ થઈને સ્વગૅ માં સ્થાન મળે. ધાર્મિક માન્યતા અનુસાર આ એકાદશી ની તિથિ ના દિવસે ભગવાન વિષ્ણુના પરસેવાથી તલ ની ઉત્પત્તિ થઈ હતી માટે તેને તલ ઉત્પત્તિ એકાદશી પણ કહે છે. 

શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતીમાં  

હિન્દુ શાસ્ત્રોમાં શ્રી હરિ વિષ્ણું ભગવાનની કૃપા પ્રાપ્તિ માટે સૌથી ઉત્તમ વ્રત એકાદશી નું છે જે તિથિનું એક વિશેષ મહત્વ છે. પોષ માસની વદ પક્ષની એકાદશી તિથિ ને ષટતિલા એકાદશી કહેવાય છે. એકાદશી તિથિ દર માસમાં બે વાર આવે છે એક તો સુદ પક્ષ અને બીજી વદ પક્ષ. એકાદશી ની તિથિ જગત ના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. તેમાં પણ મક્રરસંક્રાતિ બાદ આવતી આ ષટતિલા એકાદશી ના દિવસે અશરણોને શરણ આપનાર શ્રી હરિ નારાયણ નું પુજન કરવાનું માહાત્મ્ય વઘારે છે. તથા તેમના દશ અવતાર માંથી કોઈ પણ અવતાર નું પુજન કરવામાં આવે છે. 

ૐ નારાયણાય વિદ્મહે, વાસુદેવાય ધીમહી. તન્નો વિષ્ણુ પ્રચોદયાત્ ।

એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન સાથે સાથે કામધેનુ ગાયમાતા ના, વૃંદા એટલે તુલસી માતા પીપળા વૃક્ષ , શિવલિંગ નું પુજન કરવામાં આવે છે આમ કરવાથી ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન ના કહેવા મુજબ કશું શેષ રહેતું નથી.

એકાદશી જો કોઈ બીમાર વ્યક્તિ કોઈ રોગથી પીડાતો હોય , ઉમંરલાયક વ્યક્તિ વૃદ્ધાવસ્થા, નાના બાળક અથવા વ્યસ્ત વ્યક્તિ એટલે મજુરી વઘારે શ્રમ કરતા હોય તો એક જ વેળાનું વ્રત કરવું જોઈએ તેમાં ફળો ખાવા જોઈએ. જો આ પણ શક્ય ન હોય તો આ દિવસે ચોખા અને મીઠું ન ખાવા જોઈએ. ભગવાન વિષ્ણુ અથવા તમારા ઈષ્ટદેવની પૂજા કરો.

  કજૅ ઋણ માંથી મુક્તિ મેળવવા શ્રી વિષ્ણુ ભગવાન નો આ પાઠ કરો 

દર મારે બે એકાદશી અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો

ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. હવે આપણે જાણીએ પોષ માસની વદ પક્ષની ષટતિલા એકાદશી તિથિ માહિતી   

 આ વષે 2024 ની એકાદશી ની શરૂઆત 

શરૂઆત 5 ફેબ્રુઆરી 2024 સોમવાર સાંજે 5:24 મિનિટ

એકાદશી તિથિ સમાપ્તિ 6 ફેબ્રુઆરી 2024 મંગળવાર સાંજે 4:06 મિનિટ

ઉપવાસ  સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે ઉપવાસ 6 ફેબ્રુઆરી 2024 મંગળવાર કરવો

પુજન નો શુભ સમય સવારે 9:54 થી 2:06 સુધી છે

પારણા નો સમય 7 ફેબ્રુઆરી 2024 બુઘવાર સવારે 7:02 થી 9:18 સુધી નો છે.

પોષ માસની વદ પક્ષની ષટતિલા એકાદશી નું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરવાથી આ એકાદશી નું વ્રત કરવાથી મનુષ્ય  જન્મો જન્મનાં આરોગ્યતા પ્રાપ્તિ થાય અને સમસ્ત પાપ નષ્ટ થઈને સ્વગૅ માં સ્થાન મળે. 

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 ષટતિલા એકાદશી ની વ્રતકથા મહાત્મ્ય ગુજરાતીમાં

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 14 જાન્યુઆરી, 2023

 ઉત્તરાયણથી શરૂ થતું વ્રત એટલે """ ઘમૅરાજા નું વ્રત ની કથા "" | Dharmaraj vrat katha gujarati ma | Okhaharan 

 ઉત્તરાયણથી શરૂ થતું વ્રત એટલે """ ઘમૅરાજા નું વ્રત ની કથા "" | Dharmaraj vrat katha gujarati ma | Okhaharan 

dharmaraj-vrat-katha-gujarati-ma
dharmaraj-vrat-katha-gujarati-ma

આ વ્રત છ મહિનાનું હોય છે. મકરસંક્રાંતિના દિવસથી આ વ્રત શરૂ કરવું. વ્રત કરનારે પ્રાતઃકાળે સ્નાન કરી ધર્મરાજાની વાર્તા. સાંભળવી, વાર્તા સાંભળતી વખતે ‘ધર્મરાજા... ધર્મરાજા' એમ બોલવું.

રામપુર નામના એક નગરમાં ગરીબદાસ નામે એક અત્યંત ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રાહ્મણને બે દીકરા અને એક દીકરી હતી. ઘરમાં ચારે ખૂણે ગરીબાઈ વ્યાપી ગઈ હતી, છતાં આ કુટુંબ ઘણુ નીતિમાન હતું. ‘રોજ એક અતિથિને જમાડ્યા વગર અન્નનો દાણો મોમાં ન મૂકવો' એવી ટેક લીધી હતી. જો કોઈ અતિથિ ન મળે તો ચકલાને ચણ અને ગાયોને ઘાસ નાંખી પછી જ જમવું એવી ટેક હતી. તેઓ ખૂબ જ નિરાધાર સ્થિતિમાં જીવી રહ્યાં હતાં છતાં અત્યાર સુધી તેઓ પોતાના નિયમ કદી ચૂક્યા ન હતા. 

  મકરસંક્રાંતિ ના દિવસે શું કરવું ? શું ના કરવું ? 

બાપની ગરીબીથી ગળે આવીને દીકરાઓ જુવાન થયા. તેમણે વિચાર્યું કે - ‘આપણે પરદેશ કમાવા જઈએ, અહીં બેસી રહીશું તો આપણી પરિસ્થિતિ સુધરશે નહિ.’ આમ વિચારી બંને દીકરાઓ પરદેશ કમાવા ચાલી નીકળ્યા.ઘરમાં બ્રાહ્મણ-બ્રાહ્મણી અને વિધવા દીકરી રહ્યાં. એવામાં ચોમાસું આવ્યું. પ્રભુને આ ગરીબ બ્રાહ્મણની કસોટી કરવાનું મન થયું હોય એમ બારમેઘ ખાંગા થઈને તૂટી પડ્યા. ચારેબાજુ જળબંબાકાર થઈ ગયો. ભયંકર વરસાદમાં કોણ બહાર જવા નીકળે ? આવા વરસાદમાં આંગણે અતિથિ આવવાની વાત તો દૂર રહી, ચકલું ય ફરકતું ન હતું. બ્રાહ્મણ- બ્રાહ્મણી અને તેની દીકરી સતત પંદર દિવસ સુધી ભૂખ્યાં રહ્યાં, પણ સર્જનહાર પર જરાકે ય શ્રદ્ધા ઓછી ન થઈ. ‘કસોટી કંચની થાય, કથીરની નહિ

ભક્તના આખા કુટુંબને ભૂખ્યું-તરસ્યું જોઈ ભગવાનથી ન રહેવાયું. ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી હંસ અને હંસલીનું રૂપ ધારણ કરી ઊડતાં-ઊડતાં બ્રાહ્મણના આંગણે આવ્યાં. હંસ- હંસલીને આંગણે આવેલા જોઈ ત્રણેય જણા રાજી-રાજી થઈ ગયાં. તેમણે ખોબો ભરીને જાર નાખી, પરંતુ હંસ-હંસલીએ એકેય દાણો ખાધો નહિ. આથી ત્રણે જણા નિરાશ થઈ ગયાં. બ્રાહ્મણ- પુત્રી હાથ જોડીને હંસ-હંસલીને વિનવવા લાગી, ત્યાં હંસને વાચા ફૂટી : “હે બ્રાહ્મણપુત્રી ! અમે તો માનસરોવરના રાજહંસ છીએ. અમે તો સાચા મોતી સિવાય બીજું કાંઈ ખાતાં નથી.’

મકરસંક્રાંતિ ના દિવસે દાન આપવાનો સમય , દાન માહાત્મ્ય અને 12 રાશિ મુજબ શું દાન કરવું અહી ક્લિક કરો 

આ સાંભળી ત્રણે જણા મૂંઝાયાં. ઘરમાં એક ટંક ખાવાના પણ સાંસા હતા, ત્યાં સાચાં મોતી લાવવા ક્યાંથી ? છતાં ગરીબદાસ હિંમત કરીને ઉઘાડાપગે નગરના ઝવેરી પાસે ગયો અને સવાશેર સાચાં મોતી માગ્યાં, ઝવેરી તો બ્રાહ્મણની વાત ખૂબ જ અચરજ પામી ગયો. આ ગરીબ બ્રાહ્મણ સાત ભવે ય મોતી પાછાં આપી શકવાનો ન હતો, એની ઝવેરીને ખાતરી હતી. પણ બ્રાહ્મણે તેને મકાન વેચીને પણ તેની કિંમત ચૂકવી આપવાની કબૂલાત કરી. ઝવેરીએ તેની વાત પર વિશ્વાસ રાખી સવાશેર સાચાં મોતી તોલી આપ્યાં. 

આગળ કથા વાંવા અહી ક્લિક કરો

 મકરસંક્રાંતિ દાન માહાત્મ્ય , રાશિ મુજબ દાન ના ખબર હોય વસ્તુ નું દાન કરો 