ગુરુવાર, 26 જાન્યુઆરી, 2023

12 રાશિ મુજબ વિદ્યાર્થીઓની કિસ્મત ચમકી જાય એવા વસંતપંચમી ઉપાય | Vasant Panchami 12 Rashi Upay Gujarati | Okhaharan

12 રાશિ મુજબ વિદ્યાર્થીઓની કિસ્મત ચમકી જાય એવા વસંતપંચમી ઉપાય | Vasant Panchami 12 Rashi Upay Gujarati | Okhaharan 

vasant-panchami-12-rashi-upay-gujarati
vasant-panchami-12-rashi-upay-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું વસંત પંચમી ના પવિત્ર દિવસે 12 રાશિ મુજબ શું ઉપાય કરવાથી કિસ્મત ચમકી જાય. 

સૌપ્રથમ આપણે એ જાણીએ કે વસંત પંચમી શું છે?  મહા સુદ પાંચમ તિથિ ને વસંત પંચમી, કે જે સમય થી વસંત ઋતુ ની શરૂઆત થાય. આ વસંત પંચમી ના દિવસે વિધા વાણી અને સંગીત ના દેવી શ્રી મહાસરસ્વતી તથા ઈચ્છાશક્તિ ના દેવી મહાલક્ષ્મી નો પુજન નો શુભ દિવસ માનવા આવે છે વષૅ માં ત્રણ તિથિ એવી હોય છે જેમાં કોઈ પણ મુહૂર્ત કે ચોધડિયા જોવા ની જરૂર નથી હોતી , અખાત્રીજ, વિજયા દશમી અને વસંતપંચમી છે.  હવે આપણે જાણીએ કે 12 રાશિ મુજબ શું ઉપાય કરવો? 

વસંતપંચમી ના દિવસે સૂતાં પહેલાં એકવાર આ સરસ્વતી સ્ત્રોત કરવાથી આખું વષૅ વિધા પરીપૂર્ણ થાય છે અહી ક્લિક કરો

મેષ - આ રાશિના જાતકો એ વસંતપંચમી ના શુભ દિવસે વહેલી સવારે સ્નાન સ્વચ્છ થઈને સફેદ વસ્ત્ર ધારણ કરી શ્રીમદ્ ભગવદ્ ગીતા ના ગ્રંથ નું પુજન કરવું પછી શ્રી સરસ્વતી દેવી નો કવચ નો પાઠ કરવો. આ પુજન વિધી કરવાથી મેમરી પાવરને વધે છે.

વૃષભઃ-આ રાશિના જાતકો એ વસંતપંચમી ના શુભ દિવસે  માતા શ્રી શારદા દેવી ને સફેદ ચંદન અર્પણ કરવું તથા એક અગરબત્તી કરીને 'ૐ ઐં સરસ્વત્યાયૈ નમઃ' મંત્રનો 108 વાર જાપ કરવો. આનાથી અભ્યાસમાં આવતી અડચણો દૂર થશે.

મિથુન -આ રાશિના જાતકો એ વસંતપંચમી ના શુભ દિવસે બાળકોને લીલા રંગની સાહી વાડી પેન દાન કરો.આમ કરવાથી બાળકોનો અભ્યાસમાં રસ વધશે.

કર્કઃ- આ રાશિના જાતકો એ વસંતપંચમી ના શુભ દિવસે  શ્રી સરસ્વતી ગાયત્રી મંત્રની અથવા ગાયત્રી મંત્ર ની માળાનો જાપ કરવાથી દેવી સરસ્વતી ખૂબ જ પ્રસન્ન થાય છે.

સિંહ:- આ રાશિના જાતકો એ વસંતપંચમી ના શુભ દિવસે મહાસરસ્વતી દેવી પીળા ચંદન વડે તિલક કરી માતા સરસ્વતી નો ગાયત્રી મંત્ર ૐ સરસ્વત્યાયૈ વિદ્મહે બ્રહ્મપુત્ર્યૈ ધીમહિ તન્નો દેવી પ્રચોદયાત  108 વખત જાપ કરવાથી મગજ વિચાર શક્તિ અને વાણી મન મોહી બંને છે.

કન્યા રાશિ - આ રાશિના જાતકો એ વસંતપંચમી ના શુભ દિવસે ભણતા અને જરૂરિયાત બાળકોને પુસ્તકો કે નોટ કે ભણવાને લગતી અને સંગીત લગતી કંઈ પણ વસ્તુઓ ભેટ આપવાથી તમારી વાણીની ખામી દૂર થાય અને બાળકોનું મન આધ્યાત્મિકતા આગળ વધે.

વસંતપંચમી ના દિવસે આ પાઠ કરવાથી વિધા,જ્ઞાન,સુખ શાંતિ સમૃદ્ધિ ની પ્રાપ્તિ થાય 

તુલાઃ- આ રાશિના જાતકો એ વસંતપંચમી ના શુભ દિવસે  વિદ્યાર્થીઓએ આછા પીળા રંગના ચોખા ની અંદર કેસર ઉમેરીને  માં સરસ્વતી ને અર્પણ કરવું આમ કરવાથી  યાદશક્તિ સારી રહે છે અને નાના બાળકોની વાણીમાં સ્પષ્ટ થઈ જાય છે.

વૃશ્ચિક -આ રાશિના જાતકો એ વસંતપંચમી ના શુભ દિવસે વિદ્યાર્થીઓએ ઓમ ઐં હ્રીં ક્લીં મહાસરસ્વતી દેવાયૈ નમઃ ની માળા સાથે જાપ કરવો તેનાથી બુદ્ધિની સાથે સંપત્તિમાં પણ વધારો થાય છે.

ધનુ -  આ રાશિના જાતકો એ વસંતપંચમી ના શુભ દિવસે માતા સરસ્વતીની સામે એક કોરા કાગળ પર 'ઓમ' લખો. સફેદ ગાયની પૂજા કરાવી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ રહે છે.

મકર રાશિઃ- આ રાશિના જાતકો એ વસંતપંચમી ના શુભ દિવસે વિદ્યાર્થીઓએ ચોખા, ખાંડ, મીઠું, હળદર, કેળું, કોઈપણ વસ્તુનું દાન કોઈ ગરીબ વ્યક્તિને કરવું જોઈએ.

કુંભ -આ રાશિના જાતકો એ વસંતપંચમી ના શુભ દિવસે આ લોકોએ પણ માતાને સફેદ ચંદનનું તિલક કરવું જોઈએ. ગરીબ બાળકને તેના અભ્યાસમાં મદદ કરો તેનાથી કરિયરમાં સફળતા મળે છે.

મીન - આ રાશિના જાતકો એ વસંતપંચમી ના શુભ દિવસે માતા સરસ્વતીને દૂધ અને કેસર મિક્સ કરીને અભિષેક કરવો. હળદર, કેળા, ચણાના લોટના લાડુ અને પીળા ચંદનથી માતા સરસ્વતીની પૂજા કરવાથી બાળક સર્જનાત્મક શક્તિ તથા શિક્ષણના કાયૅ માં પ્રગતિ કરે છે.

 વસંતપંચમી ના દિવસે હજારો રૂપિયાની વસ્તુ ના ખરિદિ શકો લાવો 11 રૂપિયાની વસ્તુ  અહી ક્લિક કરો 

વસંત પંચમી ના દિવસે કરો માં સરસ્વતી નો બે મિનિટ નો આ પાઠ વાણી અને વિધા માં હકારાત્મક ઉર્જા મળે ગુજરાતીમાં લખાણ સાથે અહી ક્લિક કરો.  

સવૅ કુળદેવી મંત્ર  અહી ક્લિક કરો.

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મંગળવાર, 24 જાન્યુઆરી, 2023

વસંતપંચમી ના દિવસે હજારો રૂપિયાની વસ્તુ ના ખરિદિ શકો લાવો 11 રૂપિયાની વસ્તુ | Vasant Panchmi ke din kya kharide | Vashant Panchmi 2026 | Okhaharan

વસંતપંચમી ના દિવસે હજારો રૂપિયાની વસ્તુ ના ખરિદિ શકો લાવો 11 રૂપિયાની વસ્તુ | Vasant Panchmi ke din kya kharide | Vashant Panchmi 2026 | Okhaharan 

vasant-panchmi-ke-din-kya-kharide 20

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ આપણે જાણીશું વસંત પંચમી ના દિવસે આપ હજારો રૂપિયાની વસ્તુ ના ખરિદિ શકો તો લાવો આ 11 રૂપિયાની વસ્તુ અને જો આ 11 રૂપિયાની વસ્તુ ના ખરિદિ શકો તો ઘરે બેસી એક કામ કરશો તો પણ વિઘાદેવી સરસ્વતીની આખું વષૅ કૃપા રહેશે.

વસંતપંચમી ના દિવસે સૂતાં પહેલાં એકવાર આ સરસ્વતી સ્ત્રોત કરવાથી આખું વષૅ વિધા પરીપૂર્ણ થાય છે અહી ક્લિક કરો

મહા મહિની શરૂઆત થતાં શુભ પ્રસંગોની શરૂઆત થઈ જાય અને એમાં પણ મહા સુદ પાંચમ એટલે વસંત પંચમી એટલે આ દિવસે કોઈ પણ મુહુત જોયા વગર શુભ કાયૅ થાય. જેમ મહાકાલી એ કિયાશક્તિ માટે પુજન થાય, મહાલક્ષ્મી ઈચ્છા શક્તિ માટે પુજન થાય તેમ મહાસરસ્વતી દેવીનું જ્ઞાન શક્તિ માટે પુજન કરવામાં આવે છે તેનાં માટે વસંત પંચમી ની તિથિથી બીજો કોઈ ઉત્તમ દિવસ ના હોઈ શકે જે આ વષૅ મહા સુદ પાંચમ એટલે વસંત પંચમી તિથિ 23 જાન્યુઆરી 2026  ના રોજ રહેશે આ દિવસે જ્ઞાન, વાણી, અને સગીત ના દેવી મહાસરસ્વતી પુજન કરવાનો શુભ દિવસ છે. આ દિવસે કેટલીક ખાસ વસ્તુઓની ખરીદી કરવાથી ઘરમાં માતા સરસ્વતીનો વાસ થાય અને આપણા જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે છે. આવો જાણીએ 11 રૂપિયાની કંઈ વસ્તુ ખરિદિ કરવાથી ભાગ્ય સાથે કિસ્મત બદલાઈ જાય.

વસંત પંચમી તિથિના દિવસે મહાદેવ અને પાર્વતીનો તિલકોત્સવ થયો હતો જેને આપણો ચંલ્લો કે રિંગ સેરેમની કહીયે છે.માટે આ તિથિ દિવસે લગ્ન સંબંધિત સામગ્રી, લગ્ન પહેરવેશ, ઘરેણાં, લગ્નની વસ્તુઓ , અને સુહાગણ સામ્રાગી ખરીદવાથી સુખ અને સૌભાગ્ય વધે છે.

વસંતપંચમી ના દિવસે આ પાઠ કરવાથી વિધા,જ્ઞાન,સુખ શાંતિ સમૃદ્ધિ ની પ્રાપ્તિ થાય 

પાળો સ્ફટીક બોલ

વસંત પંચમી ના દિવસે પીળા રંગનું વિશેષ મહત્વ છે. પીળો ક્રિસ્ટલ બોલ જરૂર ખરીદો કરી ઘરના મુખ્ય દરવાજા પર લગાવો આમ કરવાથી બાળકોનું ભણવામાં મન લાગશે અને કોઈ પણ પ્રકાર ની અડચણ નહી આવે.

મોર છોડ અથવા મોર પીછું કે સામાન્ય એને વિઘા છોડ પણ કહે છે.

મોર છોડ અને મોર ના પીછા નો વિશેષ મહત્વ છે તેને ઘરના પુવૅ દિશામાં લગાવો અને જોડીયાં. મોર એ માતા સરસ્વતી પાસે રહે છે અને મોર પીછ કૃષ્ણ ભગવાનનાં મુગુટમાં વિરાજ માન છે એનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે આમ વિઘા છોડ અને મોર પીછ લગાવવાથી મહાસરસ્વતી અને મહાલક્ષ્મી બંને પ્રસન્ન થાય છે.

વાંસળી

માતા સરસ્વતી ને સંગીતના દેવી કહે છે વસંત પંચમીના દિવસે ઘરમાં એક નાનું સંગીત નું સાઘન જે મઘુર અવાજ આપે એવું વાંસળી લાવીને માતા સરસ્વતીને અર્પણ કરો અથવા એમના કોઈ મંદિરમાં તેનાથી જ્ઞાન વૃદ્રિ થાય છે.

વસંત પંચમી ના દિવસે કરો માં સરસ્વતી નો બે મિનિટ નો આ પાઠ વાણી અને વિધા માં હકારાત્મક ઉર્જા મળે ગુજરાતીમાં લખાણ સાથે અહી ક્લિક કરો.  

મા સરસ્વતીની મૂર્તિ

વસંત પંચમીના દિવસે બજારમાંથી માતા સરસ્વતી મૂર્તિ ખરિદિ કરો જે મૂર્તિ માં હાથમાં વીણા સાથે બેઠેલી મા સરસ્વતીની હોય અથવા ફોટો લાવો. તેને ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં એટલે ઈશાનમાં રાખો અને નિયમિત પૂજા કરો. આના કારણે ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.

હુ આશા રાખું આટલે સુઘી આપને માહિતી ખબર પડી ગહે હવે આપણે વાત કરીયે કે આ જાણવેલ કોઈ પણ વસ્તુ ના ખરિદિ શકો ઘરે બેસીને માતા સરસ્વતી નો આ મંત્ર એક અગરબત્તી કરીને જાપ કરો. સવૅ રીતે માતા સરસ્વતી ની કૃપા રહેશે તે પહેલા આપ ચેનલ કરો  આ મંત્ર છે.  

'ॐ सरस्वत्यै विद्महे ब्रह्मपुत्र्यै धीमहि तन्नो देवी प्रचोदयात्'  

આ મંત્ર એ દેવી મહાસરસ્વતી નો ગાયત્રી મંત્ર છે.

હું આશા રાખું આપેલ સંપૂણૅ સમજાઈ હશે . 

 શ્રી ભગવતી સ્રોત ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો. 

સવૅ દેવી કૃપા પાઠ અહી ક્લકિ કરો

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

 "" શ્રી શનિદેવ ચાલીસા "  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

સોમવાર, 23 જાન્યુઆરી, 2023

મહા સુદ અજવાળી બીજ ના દિવસે પાઠ કરીશું શ્રી રામદેવપીર નોરતા કથા અધ્યાય પહેલો | Ramapir Norta katha Adhyay 1 | Okhaharan |

મહા સુદ અજવાળી બીજ ના દિવસે પાઠ કરીશું શ્રી રામદેવપીર નોરતા કથા અધ્યાય પહેલો | Ramapir Norta katha Adhyay 1 | Okhaharan | 

ramapir-norta-katha-adhyay-1
ramapir-norta-katha-adhyay-1

શ્રી ગણેશાય જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે મહા સુદ અજવાળી બીજ ના દિવસે પાઠ કરીશું શ્રી રામદેવપીર નોરતા કથા અધ્યાય પહેલો જેમાં રામદેવપીર ના જન્મ કથા નું વણૅન કરવામાં આવેલ છે આપણે કથા પઠન કરીયે પહેલાં શ્રી રામદેવપીર નો મંત્ર જાપ કરી લઈએ

બીજ સ્પેશિયલ શ્રી રામદેવપીર નો આ પાઠ કરવાથી ભક્તો ના સવૅ કષ્ટ દૂર કરે છે અહી ક્લિક કરો

ૐ શ્રી રામદેવાયૈ નમઃ 

શ્રી રામદેવજીનાં પ્રથમ નોરતા વાંચવાનો પરચો અજમલજી એ દ્વારકાધીશ ના પરમ ભક્ત હતા અને એમની ભક્તિ થી ખુશ થઈ ને ભગવાને દ્વારકાધીશે અજલમજીને વચન આપ્યું કે હે ભકત હું સ્વયં તારા ઘેર પુત્ર રૂપે પ્રગટ થઇશ. અજમલજી હરખાતા હૈયે ઘેર આવ્યા. આવીને એમની રાણી મીંણલેદેને વાત કહી. વાત સાંભળતાં જ મીણલદેની આંખમાં તો હરખનાં આસું આવી ગયાં.

થોડા સમય પછી એક દિવસની વાત છે. મહેલમાં પ્રકાશ પથરાઇ ગયો. નોબત નગારા ગુંજવા લાગ્યા. મહેલમાં કંકુના પગલાં પડ્યાં. ભકતને આપે વચન ભગવાન દ્વારકાધીશ બાળક બનીને પારણામાં પ્રગટ થયા. અજમલ રાય અને મીણલવે પ્રભુના આગમનથી વધામણા કર્યા. ઘેર ઘેર આસોપાલોના તોરણ થવા લાગ્યા. પુત્ર પ્રત્યેના પ્રેમમાં માંની મમતા એ પણ વિસરી ગઇ કે મારે ત્યાં જગતના નાથે જન્મ લીધો છે અને એ જ સાચી મમતા છે. 

 "" શ્રી રામદેવ બાવની ""  ગુજરાતીમાં અહી ક્લિક કરો

માત મીણલદે ચૂલા પર દુધની દેગ મુકીને બીજા કામમાં પરોવાઇ ગઈ કે ચુલા પર દુધની દેગ મુકી છે તે પણ ભુલી ગયા. પારણામાંથી પ્રભુએ હાથ લંબાવી દેગ ઉતારી લીધી પણ થોડી વારે મીણલેદેને દેગ યાદ આવી તે દોડતા આવ્યા તો દેગ ઉતારેલી જોઇ. તો મીણલદે વિચારમાં પડી ગયા કે આટલામાં બીજું કોઇ છે નહી તો દેગ ઉતારી કોણે. છેલ્લે પારણામાં પોઢેલા અને હાથ-પગ ઉછાળતા પુત્ર પર પડી. બાળ રામદેવજી માં સામે જોઇ એવું મલકયા કે માતા પળવારમાં બધું જ સમજી ગયા. પ્રભુએ પ્રથમ પરચો માતા મીણલદેને  આપ્યો.

હે રામદેવજી મહારાજ તમે જેમ ચુલેથી દેગ ઉતારી એમ અમારા જીવનમાં જયારે જયારે દુઃખના ઉભરા આવે ત્યારે ત્યારે હે પ્રભુ, હાથ લંબાવીને અમારા દેહની દેગ ઝાલી લેજો. સમરણ કયે સુખ ઉપજે ભજતા ભવ દુઃખ જાય. એવા પ્રતાપી પીર રામદેવ મારા રૂદિયે રહો સદાય.

શ્રી રામદેવ 24 ફરમાન ગુજરાતી અથૅ સહિત ગુજરાતીમાં અહી ક્લિક કરો

શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતીમાં   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્રવાર, 20 જાન્યુઆરી, 2023

મૌની અમાવસ્યા મહાત્મય | Shani Amavasya 2023 | Mauni Amavasya Mahatmya 2023 | Amavasya 2023 | Okhaharan

મૌની અમાવસ્યા મહાત્મય | Shani Amavasya 2023 | Mauni Amavasya Mahatmya 2023 | Amavasya 2023 | Okhaharan

shani-amavasya-2023-mauni-amavasya
shani-amavasya-2023-mauni-amavasya

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ આપણે જાણીશું મૌની અમાવસ્યા માહાત્મ્ય, સ્નાન દાન પિતૃ તૅપણ સમય આ દિવસે શુ કરવું શુ ના કરવું તે બઘું વિડીયોમાં જાણીશું. 

શનિ અમાવસ્યા શનિદેવ નો પાઠ જેનાથી સાડાસાતી નો પ્રભાવ ઓછો થાય અહી ક્લિક કરો

સૈપ્રથમ એ જાણીયે અમાસ શું છે. અમાસ તિથિ એ પંચાગ અનુસાર 30 તિથિ ગણાય છે અને આ દિવસે ચંદ્ર શૂન્ય કળામાં હોય છે. આ અમાસ તિથિનાં દિવસે સ્નાન દાન જપ તપ તથા પિતૃ તૅપણ માટે ઉત્તમ દિવસ માનવામાં આવે છે. અમાસ ના દિવસે પિતૃઓ માટે પિંડદાન કરવાથી તેમને તૃપ્તિ મળે છે અને તેઓ વૈકુંઠ તરફ પ્રસ્થાન કરે છે. હવે આપણે જાણીયે મૌની અમાવસ્યાનું મહત્વ વિશે. 

2023 ની પ્રથમ અમાસ પોષ માસ ની મૈની અમાસ 21 જાન્યુઆરી 2023 રોજ છે સાથે શનિવાર નો વાર આવતો હોવાથી તેનું અનેક ઘણું માહાત્મ્ય વઘી જાય છે આ વષૅ અમાસ મૈની શનિ અમાવસ્યા પણ કહેવામાં આવે છે. મૌની અમાવસ્યાના દિવસે મૈન રહીને પ્રભું ભક્તિમાં લિંન રહેવાનું હોય એ પછી 10 મિનિટ કરો, અડઘો કલાક કરો કે પછી આખો દિવસ કરી મનમાં ભગવાનનું રટણ કર્યા કરવાનું હોય છે. આ દિવસે પિતૃ ભક્તિ તથા પિતૃ તપણૅ માટે ઉત્તમ માનવામાં આવે છે સવારે પિતૃઓને અર્પણ કરવાથી તેમના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 

શનિ અમાવસ્યા દિવસે આ 5 મંત્ર માંથી એક મંત્રની કરીલો અહી ક્લિક કરો

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

આ ઉપાયો કરો
મૌની અમાવસ્યા પર 11 લવિંગ અને કપૂરથી હવન કરો. ત્યારબાદ કનકધારા સ્તોત્રનો પાઠ કરો. એવું માનવામાં આવે છે કે તેનાથી આર્થિક તંગી દૂર થાય છે. આ સાથે ઉછીના પૈસા પણ જલ્દી પરત મળી જાય છે. આ સિવાય આ દિવસે રાત્રે કોઈ નદીમાં 5 લાલ ગુલાબ અને 5 સળગતા દીવા કરવા જોઈએ, આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી કૃપાળુ રહે છે.

વષૅમાં આવતી કોઈ પણ અમાસના દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન, પૂજા, જાપ અને તપની ખાસ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય . અમાસના દિવસે ગંગા જળ થી સ્નાન કરી પૂજા કરવાથી બધી  મનોકામનાઓ પૂર્ણ થાય છે, આ દિવસે પિતૃઓને નિમિત્ત દાન કોઈ પણ પ્રકારનું દાન કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે. આ અમાસની તિથિને પિતૃ તરફથી લાગેલા દોષમાંથી મુક્તિ મેળવવા માટે અતિ શુભ સમય માનવામાં આવે છે.

અમાસ દિવસે શુ ના કરવું તથા શુ કરવું અહી ક્લિક કરો 

 સવૅ પિતૃ અમાસ ની વ્રત કથા અહી ક્લિક કરો.   

શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતીમાં   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

રેશ્મા બેન ની "" બંધ ઘડિયાળ "" એક લઘુકથા | Stop Watch Shot Story By Gayatri Jani | Okhaharan

 રેશ્મા બેન ની "" બંધ ઘડિયાળ "" એક લઘુકથા | Stop Watch Shot Story By Gayatri Jani |  Okhaharan

બંધ ઘડિયાળ

"આવો આવો રેશ્મા બેન બહુ દિવસે દેખાયા?"

"હા અલકા બેન આજે થયુ તમને મળી આવુ"

"બેસો. ઘરે બધા મજામાં ને?"

"અલકા બેન આજે મન ભરાઇ ગયું હતું કઈ સુઝતું નહોતું થયુ તમારી સાથે બેસીને વાત કરું મન હળવુ થશે"

એમ વાત કરતા કરતા રેશ્મા બેન રડવા લાગ્યા.

"બોલો શુ થયુ? આપણે ફોન પર તો અવાર નવાર વાત કરતા મને જણાવ્યું કેમ નહી?"

"શું થયું?"

"અલકા બેન મારી દીકરી ના છૂટાછેડા લેવાના છે હવે આર્થિક રીતે વકીલ ની ફી ભરી ને પણ ખેચાઇ ગયા છે કઈ ઉકેલ આવતો નથી દીકરી રડ્યા કરે છે એટલે મારુ મન પણ ક્યાંય લાગતુ નથી "

"રેશ્મા બેન બધુ સારુ થશે ચિંતા કરશો નહીં "

વાત કરતાં કરતાં સમય વધારે પસાર થઈ જાય છે.

"રેશ્મા બેન તમે બેસો હુ ખાલી શાક સમારવા નુ અહીંયા લઇને આવુ મોડુ થયું છે આજે થોડુ "

રેશ્મા બેન ઘડિયાળ સામે નજર કરે છે

" અરે હજુ તો પાંચ વાગ્યા છે"

"ના ના રેશ્મા બેન એ ઘડિયાળ બંધ પડી ગઈ છે અત્યારે સાડા છ થવા આવ્યાં"

"અરે રે મારે પણ ખૂબ મોડુ થઈ ગયુ જવામાં"

"અલકા બેન ઘર મા બંધ ઘડિયાળ ના રખાય"

"વાત તમારી સાચી એ ઘડિયાળ સવારે જ બંધ થઈ છે"

"રેશ્મા બેન બંધ ઘડિયાળ ના કારણે આજે સારુ થયું તમે શાંતી થી બેઠા અને મન હળવુ કર્યુ"

"હા તમારી વાત સાચી"

કહીને ઊભા થાય છે કયારેક બંધ ઘડિયાળ પણ કામ કરી જાય છે

"અલકા બેન આજે મારો ભાર હળવો થયો બંધ ઘડિયાળ ના કારણે હુ વધારે બેઠી પણ મજા આવી ગઈ"

"" અજાણ્યું આમંત્રણ ""  એક લઘુકથા અહી ક્લિક કરો.   

 સરસ પરિવાર બોઘ "" નાઈટ પાટી "" એક લઘુકથા અહી ક્લિક કરો. 

ઉમિયા ની "" સાક્ષરતા "" એક લઘુકથા  અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  