બુધવાર, 5 એપ્રિલ, 2023

હનુમાન જન્મોત્સવ આ ઉપાય સુખ-સમૃદ્ધિના ,મનોકામનાઓ ,રક્ષણાત્મક કવચ , | Hanuman Jayanti Upay Gujarati ma | Okhaharan

 હનુમાન જન્મોત્સવ આ ઉપાય સુખ-સમૃદ્ધિના ,મનોકામનાઓ ,રક્ષણાત્મક કવચ , | Hanuman Jayanti  Upay |


hanuman-jayanti-upay-gujarati-ma
hanuman-jayanti-upay-gujarati-ma






 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું હનુમાન જન્મોત્સવ 2023 સર્વાર્થ સિદ્ધિ યોગમાં બજરંગ બલી ના આ ઉપાય સુખ-સમૃદ્ધિના દ્વાર ખોલે , મનોકામનાઓ પૂર્ણ  , નોકરી અને ધંધામાં પ્રગતિ, રક્ષણાત્મક કવચ ,  પૈસા અને અનાજની કમી ના થાય , મંગળ ગ્રહ શુભ અસર ઉપાય  

 

હનુમાન ચાલીસા જેટલો 100% ફળ આપનારો ભૂત પ્રેત ભગાડવા માટેનો હનુમાન જંજીરો 


હિન્દુ પંચાગ અનુસાર ચૈત્ર સુદ પૂર્ણિમા ની તિથિ એ હનુમાન જન્મોત્સવ ની છે જે આ વષૅ 12 એપ્રિલ 2025 ના રોજ રહેશે. આ હનુમાન જન્મોત્સવ દિવસે ખાસ શુભ યોગ બની રહ્યાં છે જે આ પ્રમાણે છે.


હનુમાન જન્મોત્સવ ના દિવસે  સર્વાર્થ સિદ્ધિ યોગ રહે છે. આ સાથે હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્રનો પણ શુભ સંયોગ થાય છે અને ભૌતિક સુખ-સુવિધાઓનો સ્વામી ગ્રહ શુક્ર પણ પોતાની રાશિ બદલી નાખશે. આવી સ્થિતિમાં હનુમાન જન્મોત્સવ પર બજરંગ બલી ની વિશેષ પૂજા કરવી વધુ ફાયદાકારક હોય છે. આ દિવસે  મહાવીર ને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાય પણ કરી શકો છો. આનાથી હનુમાનજી તમારા જીવનમાંથી બધી પરેશાનીઓ દૂર કરશે અને તેમના આશીર્વાદ આખું વષૅ રહેશે.

 

સુખ-સમૃદ્ધિના દ્વાર ખોલે ઉપાય

હનુમાન જયંતિ ના  દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્ત માં સ્વચ્છ સ્નાન કરી પરવારી સાંજ સુધી 11 વાર સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. જો આ શક્ય ન હોય તો તમે 108 વાર હનુમાન ચાલીસાનો પાઠ પણ કરી શકો છો. તેની સાથે તમે હનુમાન અષ્ટક અને બજરંગ બાણનો પાઠ કરી શકો છો. આમ કરવાથી હનુમાનજીના તમામ કષ્ટો દૂર થાય છે અને આસપાસ હાજર ભૂત-પ્રેત જેવી નકારાત્મક શક્તિઓ પણ દૂર થાય છે.

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય 

 

મનોકામનાઓ પૂર્ણ  ઉપાય

હનુમાન જયંતિના દિવસે તમારી આસપાસ કોઈ પણ હનુમાન મંદિરમાં જઈને આસન પર બેસીને ચમેલીના તેલનો પાંચ દિવેટ પ્રગટાવીને દિવો કરવો ત્યાર પછી રામચરિત માનસ પાઠ કે રક્ષાસ્ત્રોતનો પાઠ કરો. આ પછી જમણા હાથના અંગૂઠાથી હનુમાનજીના માથા પરથી થોડું સિંદૂર લઈને માતા સીતાના ચરણોમાં લગાવો. આમ કરવાથી સવૅ પાપ દૂર થઈ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

 

નોકરી અને ધંધામાં પ્રગતિ ઉપાય   

હનુમાન જયંતિના દિવસે 108 તુલસીના પાન પર સિંદૂર કે ચંદન થી રામ રામ નું નામ લખીને તુલસી ની માળા હાર બનાવો અને તે હનુમાન જી ને ચઢાવો . આ પછી ત્યાં બે દીવા કરો એક સરસવના તેલ અને  બીજો ઘીનો દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો બંને એટલા વધારે જાપ અને 108 કરો તો વધારે પૂણ્ય ફળ ની પ્રાપ્તિ થાય.આમ કરવાથી ઘરમાં ધન-ધાન્યની કમી નથી રહેતી અને નોકરી-ધંધામાં પ્રગતિના ચાન્સ છે.

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ 


રક્ષણાત્મક કવચ ઉપાય

હનુમાન જયંતિના દિવસે સર્વાર્થ સિદ્ધિ સહિત અનેક શુભ યોગો બની રહ્યા છે. આ શુભ યોગોમાં હનુમાન યંત્રની સ્થાપના કરો અને નિયમિત પૂજા કરો. આમ કરવાથી શારીરિક અને માનસિક વિકાસ થાય છે અને આત્મવિશ્વાસ પણ વધે છે. આ યંત્રનો દરેક ઉપાસક સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર રાખે છે અને સમગ્ર પરિવાર માટે રક્ષણાત્મક કવચનું કામ કરે છે.

 

પૈસા અને અનાજની કમી ના થાય ઉપાય

 હનુમાન જયંતિ  નું ઉપવાસ નું વ્રત રાખો અને નજીકના હનુમાન મંદિરમાં ગોળ અને ઘઉંના લોટના લાડુ બનાવીને હનુમાનજીને ભોજન અર્પણ કરો. જો તમને આ લાડુ બનાવવા ના ફાવે તો તમે હનુમાનજીને મોતીચૂરના લાડુ પણ અર્પણ કરી શકો છો. તેની સાથે કેવડાનું અત્તર અને ગુલાબની માળા અર્પણ કરો. આમ કરવાથી હનુમાનજીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનમાં પૈસા અને અનાજની કમી નથી રહેતી. 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ

 

મંગળ ગ્રહ શુભ અસર ઉપાય  

જે લોકો ને કુડંળી માં મંગળ ગ્રહ અશુભ અસર હોય તેને શુભ પ્રભાવ કરવા માટે  હનુમાન જયંતિના દિવસે રક્તદાન, મસૂરનું દાન અથવા લાલ વસ્ત્રનું દાન પણ કરી શકે છે. કોઈ હનુમાન મંદિરમાં ધ્વજા ચડાવવાથી તમને વિશેષ લાભ પણ થશે. આમ કરવાથી કુંડળીમાં મંગળની સ્થિતિ મજબૂત બને છે. 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મંગળવાર, 4 એપ્રિલ, 2023

ચૈત્ર સુદ પૂર્ણિમા હનુમાન જન્મોત્સવ | શું કરવું શું ન કરવું ? | Hanuman Jayanti Gujarati | Okhaharan

ચૈત્ર સુદ પૂર્ણિમા હનુમાન જન્મોત્સવ | શું કરવું શું ન કરવું ? | Hanuman Jayanti Gujarati | Okhaharan 

hanuman-jayanti-gujarati-mahiti


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી હનુમાનજી જન્મોત્સવ ક્યારે છે ? આ દિવસે શું કરવું? શું ના કરવું? એક નાનકડા ઉપાય કરવાથી સવૅ સંકટો દૂર થાય‌.


પહેલાં આપણે એ જાણીએ કે કેમ હનુમાન જંયતિ નહીં હનુમાન જન્મોત્સવ. કારણ કે રામાયણ ગ્રંથ મુજબ હનુમાનજીને માતા જાનકી આશીવૉદ થી સાત ચિરંજીવી માં ના એક છે માટે જે જીવિત ના હોય એમની જંયતિ હોય પણ જે ચિરંજીવી છે તેમનો તો જન્મોત્સવ હોય. 

હનુમાન ચાલીસા જેટલો 100% ફળ આપનારો ભૂત પ્રેત ભગાડવા માટેનો હનુમાન જંજીરો


 હિન્દુ શાસ્ત્રો માં દરેક વાર અને તિથિનું પોતાનું એક આગવું મહત્વ હોય છે તેમાં ચૈત્ર માસની પૂર્ણિમા એ હનુમાન જન્મોત્સવ તરીકે ઓળખાય છે. આમ તો બધા હનુમાન ને દર મંગળવારે, શનિવાર તેમનું પૂજન કરતા હોય છે પરંતુ આ ચૈત્ર પુનમ ના દિવસે હનુમાનજી નું પુજન કરવામાં આવે તો તેનું વિશેષ પુણ્ય ફળ ની પ્રાપ્તિ થાય છે.


જે આ વષૅ 2026 માં ચૈત્ર માસની પૂર્ણિમા તિથિ ની માહિતી

શરૂઆત 1 એપ્રિલ 2026 સવારે 7:05 શરૂઆત થાય

સમાપ્તિ 2 એપ્રિલ 2026 સવારે 7:40 થાય છે

આમ તિથિ મહાત્મ્ય સૂયૅદય મુજબ હોય છે તેથી ચૈત્ર સુદ પૂર્ણિમા હનુમાન જન્મોત્સવ 1- 2 એપ્રિલ 2026  ના રોજ રહેશે. 

આ દિવસે ભક્તો હનુમાનજી ને પુજન માટે ખૂબ જ ખાસ દિવસ છે. ભક્તો સાચા મન અને પૂર્ણ ભક્તિથી બજરંગબલીની પૂજા કરવાથી જલ્દી શુભ ફળ મળે છે.


ૐ નમો હનુમંતે નમઃ


હિંદુ પંચાંગ અનુસાર ચૈત્ર સુદ પૂર્ણિમા ના દિવસે હનુમાનજીનો જન્મ થયો હતો.આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી સંકટમોચન કૃપા પ્રાપ્ત થાય છે. એવુ કહેવામાં પણ આવે છે  પૂજાનથી પ્રસન્ન થયેલા હનુમાનજી જીવનભર ભક્તો પર ગુસ્સે થતા નથી.  હનુમાનજીને પ્રસન્ન કરવા માટે આ દિવસ ખાસ મહત્વ નો હોય છે  આ દિવસે ઘણા ભક્તો હનુમાનજીના વિવિધ મંત્રોને , ચાલીસા , બંજરંગ બાણ , જંજીરા સ્ત્રોત, સુદંરકાડ વગેરે  ના પાઠ કરે છે. અનેક લોકો તંત્ર-મંત્રનો સહારો પણ લે છે. પરંતુ આ કામ કરવામાં આવેલી નાની ભૂલ પણ તમને ભારે નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે હનુમાનજીની પૂજા ખૂબ જ સરળ રીતે કરવી જોઈએ જેથી કરીને આપણે કોઈપણ ભૂલ વિના આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીએ.

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય


આ દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન વગેરે માંથી નિવૃત્ત થયા પછી પૂજા કરો. તેમાં ગણેશજીની પૂજાન કરો અથવા તેમનું મનમાં સ્મરણ કરો પછી ભગવાન શ્રી રામ અને માતા સીતાની પૂજા કરો. અને તેમના આશીર્વાદ લો. આ પછી હનુમાનજીની પૂજા કરો. તેમની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવો. તેમને લાલ રંગના ફૂલ, ફળ માં મોસંબી, અગરબત્તી રૂપ, આંકડા ના ફૂલ,  વગેરે અર્પણ કરો. આ પછી હનુમાન સામે બેસીને હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરો.


આ દિવસે હનુમાનજીની પુજન કરી મનોકામના પૂર્ણ કરવા ઈચ્છતા હોય તો તેના માટે તમારે ધરે હનુમાનજીના પુજન પછી હનુમાન ચાલીસા, બજરંગ બાણ , રામ રક્ષા સ્ત્રોતનો વગેરે નો ઓછામાં ઓછો 108 વાર પાઠ કરવો જોઈએ. તેનાથી તમારા જીવનમાં આવનારી તમામ પરેશાનીઓનો નાશ થશે અને તમને દરેક ક્ષેત્રમાં પ્રગતિ મળશે. આ દિવસે કોઈ પણ હનુમાનજી ના મંદિરે જઈને તેમનો તેલ, સિંદુર, આંકડા ના ફૂલ નો હાર વગેરે અપણૅ કરી હનુમાન ચાલીસા કે તેમના 12 નો જાપ 3 વખત એટલે કે સવારે , બપોરે , સાંજે કરવો.


આ તો આપણે જાણીયુ કે આ દિવસે શું કરવાથી વિશેષ ફળ ની પ્રાપ્તિ થાય હવે જાણીએ કે શું ના કરવાથી પણ હનુમાનજી ના આશીર્વાદ મળે.


 શું ના કરવું

હનુમાનજી ને પુજન ક્યારે તેમનો એકલો ફોટો કે મૂર્તિ ના હોવી જોઈએ સાથે સીયારામ કે રામ દરબાર નો ફોટો અવશ્ય હોવો જોઈએ.


હનુમાનજીને ક્યારેય પણ ચરણામૃત ન ચઢાવવું જોઈએ. આમ કરવાથી અનેક અશુભ પરિણામોનો સામનો કરવો પડી શકે છે તેમને તેલ અને સિંદૂર ચઢાવો.

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ 


હનુમાનનીજી બાલબ્રહ્મચારી છે માટે તેમની પૂજા કરતી વખતે બ્રહ્મચર્ય વ્રતનું ખૂબ જ કડક પાલન કરવું પડે છે. બાળ બ્રહ્મચારી હોવાને કારણે, પુજન સમયે પોતાની સ્ત્રીનો પણ સ્પર્શને કરવો ટાળવો જોઈએ.  


સુતક કાળના સમયમાં હનુમાનજીની પૂજા ન કરવી જોઈએ. ઘરમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે સુતક કાળ નો સમય માનવામાં આવે છે. આ સૂતક કાળ સમય વ્યક્તિના મૃત્યુના પછી  13 દિવસ સુધી શાસ્ત્રોમાં માન્ય છે. માટે આ સમય દરમિયાન પુજન ના કરવું.


હનુમાનજી ના પુજન સમયે કાળા કે સફેદ વસ્ત્રો પહેરીને ક્યારેય પણ પુજા ના કરવી. આમ કરવું પણ અશુભ છે. સંકટમોચન ની પૂજામાં માત્ર લાલ કે પીળા રંગના વસ્ત્રો જ પહેરો.


હનુમાનજીની પૂજામાં કોઈ ફાટેલો ફોટો કે તૂટેલી ખંડિત મૂર્તિનો ઉપયોગ ન કરવો. જો ઘરમાં હનુમાનજીની કોઈ ફાટેલી તસવીર હોય તો તેને તરત જ હટાવી દો.


જો તમે હનુમાન જન્મોત્સવનુ વ્રત રાખ્યું હોય કે ના રાખ્યું હોય પણ આ  દિવસ દરમિયાન સૂવું નહીં. આ સિવાય મીઠાનું, સીતા ફળનું સેવન ન કરો. દાનમાં આવેલી કોઈ પણ વસ્તુ કે ભોજન નું સેવન પણ ન કરો.


હનુમાન જન્મોત્સવ ના દિવસે માંસ અને દારૂનું સેવન ન કરો. 

શારીરિક સંબંધ ન બનાવો. 

ગુસ્સામાં કોઈની સાથે દુર્વ્યવહાર ન કરો.

 કોઈ ની ચાડી ચુગંલી ના કરો અને ખોટું ના બોલો જેથી કોઈ પણ પ્રકાર ની હનુમાનજી વિષે ખોટી માહિતી અપાય નહીં.

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ


 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્રવાર, 31 માર્ચ, 2023

ચૈત્ર માસની સુદ પક્ષની કામદા એકાદશી 1 કે 2 એપ્રિલ? ઉપવાસ ક્યારે કરવો? | Kamada Ekadashi 2023 Kayre Che | Okhaharan

ચૈત્ર માસની સુદ પક્ષની કામદા એકાદશી 1 કે 2 એપ્રિલ?  ઉપવાસ ક્યારે કરવો? | Kamada Ekadashi 2023 Kayre Che | Okhaharan 


kamada-ekadashi-2023-kayre-che
kamada-ekadashi-2023-kayre-che

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ ચૈત્ર માસની સુદ પક્ષની કામદા એકાદશી 1 કે 2 એપ્રિલ?  ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે? 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ


ૐ નમો ભગવતે વાસુદેવાય


સનાતન ધર્મમાં વેદ અને પુરાણનું એકદશી આગવું મહત્વ દર્શાવેલ છે. ગ્રંથોમાં કામદા એકાદશીનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. ચૈત્ર  માસ ની સુદ પક્ષમાં આવતી કામદા એકાદશી નું વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે તથા કુયોનિ માંથી છુટી અને સ્વગૅ ની પ્રાપ્તિ કરાવનાર એકાદશી છે. ધાર્મિક માન્યતા અનુસાર આ એકાદશી ની તિથિ ના દિવસે ભગવાન વિષ્ણુને અપણૅ કરવાથી મનુષ્ય જાણે તપ, યજ્ઞ, દાન કર્યા છે તેમ માનવામાં આવે છે.    

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે



હિન્દુ શાસ્ત્રોમાં શ્રી વિષ્ણું ભગવાનની કૃપા પ્રાપ્તિ માટે સૌથી ઉત્તમ વ્રત એકાદશી નું છે જે તિથિનું એક વિશેષ મહત્વ છે. ચૈત્ર  માસની સુદ પક્ષની  એકાદશી તિથિ ને કામદા એકાદશી કહેવાય છે. એકાદશી તિથિ દર માસમાં બે વાર આવે છે એક તો સુદ પક્ષ અને બીજી સુદ પક્ષ. એકાદશી ની તિથિ જગત ના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. તેમાં પણ ચૈત્ર  માસ ની આ કામદા એકાદશીના દિવસે અશરણોને શરણ આપનાર જગત ના પાલનહાર શ્રી વિષ્ણુ ભગવાન ના ચતુર્ભુજ સ્વરૂપ નું પુજન કરવામાં આવે છે. અથવા તેમના દશ અવતાર માંથી કોઈ પણ અવતાર નું પુજન કરવામાં આવે છે આ દિવસે અને રાત્રિનું જાગરણ માં ભગવાન ના ભજન કીર્તન કરવાનું હોય છે


ૐ નારાયણાય વિદ્મહે, વાસુદેવાય ધીમહી. તન્નો વિષ્ણુ પ્રચોદયાત્ ।


એકાદશીના ઉપવાસ કોણ કરી શકે કરી કેવી રીતે.

એકાદશી નું વ્રત ઉપવાસ વ્રત વૈષ્ણવ, શુદ્ધ, ક્ષત્રિય કે વેશ્ય પછી નાના મોટા કોઈ પણ આ વ્રત કરી શકે છે . એકાદશી જો કોઈ બીમાર વ્યક્તિ કોઈ રોગથી પીડાતો હોય , ઉમંરલાયક વ્યક્તિ વૃદ્ધાવસ્થા, નાના બાળક અથવા વ્યસ્ત વ્યક્તિ એટલે મજુરી વઘારે શ્રમ કરતા હોય તો એક જ વેળાનું વ્રત કરવું જોઈએ તેમાં ફળો ખાવા જોઈએ. જો આ પણ શક્ય ન હોય તો આ દિવસે ચોખા અને મીઠું ન ખાવા જોઈએ. ભગવાન વિષ્ણુ અથવા તમારા ઈષ્ટદેવની પૂજા કરો. 

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ


એકાદશીના દિવસે બીજું કોનું પુજન કરવાથી પુણ્ય ફળ મળે છે.

એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન સાથે સાથે કામધેનુ ગાયમાતા ના, વૃંદા એટલે તુલસી માતા પીપળા વૃક્ષ , શિવલિંગ નું પુજન કરવામાં આવે છે આમ કરવાથી ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન ના કહેવા મુજબ કશું શેષ રહેતું નથી.

 

દર મારે બે એકાદશી અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો

ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. હવે આપણે જાણીએ ચૈત્ર માસની સુદ પક્ષની કામદા એકાદશી તિથિ માહિતી   


 આ વષે 2023 ની કામદા એકાદશીની શરૂઆત

શરૂઆત 1 એપ્રિલ 2023 શનિવાર સવારે 1:57 મિનિટ

એકાદશી તિથિ સમાપ્તિ 2 એપ્રિલ 2023 રવિવાર સવારે 4:19 મિનિટ

ઉપવાસ  સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે ઉપવાસ 1 એપ્રિલ 2023 શનિવાર કરવો

1 એપ્રિલ 2023 શનિવાર પુજન નો શુભ સમય સવારે 8:06 થી 9:38 સુધી છે

પારણા નો સમય 2 એપ્રિલ 2023 રવિવાર બપોરે 1:40 થી 4:14 સુધી નો છે.

 એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી

ચૈત્ર માસની સુદ પક્ષની કામદા એકાદશીનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરવાથી મનુષ્ય શારિરીક માનસિક કષ્ટ હોય , જાણ્યે પાપ કાયૅ થયા હોય, ભાઈ બહેન ગરીબી અને દ્રારિદ્ર જીવન કાઠતા હોય તેમને આ વ્રત પૂર્ણ શ્રદ્ધા અને મન સ્વચ્છ રાખીને કરવાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ થાય છે.  આ એકાદશી નું વ્રત પૂણૅ શ્રદ્રા રાખીને કરવાથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે તથા કુયોનિ માંથી છુટી અને સ્વગૅ ની પ્રાપ્તિ કરાવનાર એકાદશી છે.

કામદા એકાદશી વ્રત કથા વાંચવા માત્રથી કુયોનિ માંથી મુક્તિ મળે છે.


 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 25 માર્ચ, 2023

ચૈત્ર માસમાં નિત્ય વાંચો "" ઓખાહરણ ભાગ 3 કડવાં -21 -30 "" | Okhaharan Part 3 Kadva 21 to 30 | Okhaharan In Gujarati |

 ચૈત્ર માસમાં નિત્ય વાંચો "" ઓખાહરણ ભાગ -21 -30  "" |  Okhaharan Part 3 Kadva 21 to 30 | Okhaharan In Gujarati |

 

okhaharan-part-3-kadva-21-to-30-okhaharan-in-Gujarati
okhaharan-part-3-kadva-21-to-30-okhaharan-in-Gujarati

 

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું  ચૈત્ર માસમાં ઓખાહરણ વાંચવાથી તાવ તારીયો એકન તરીયો આવતો નથી  અંખડ સોભાગ્ય પ્રાપ્તિ નું વ્રત છે . આ કથા કવિ પ્રેમાનંદજી એ 93 કડવાં ના રૂપ મા છે જેમાં આપણે આજે 21-30 કડવાં વાછીશું.,.

   શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે 

              કડવું-૨૧  

ઓખા અને ચિત્રલેખા વચ્ચે વાતૉલાપ  

ચિત્રલેખા એણીપેર બોલી, સાંભળ સહિયર વાત;  

તારે કાજે નહિ પરણાવે, બાણ તારો તાત. (૧)  

 

તારે કાજે જો પરણાવે, છેદાયે રાયના હાથ;  

તારે કાજે નહિ પરણાવે, પ્રધાન મારો તાત. (૨)  

 

તાત કેરી આજ્ઞા લઈ, આવોને ઔખાય;  

વચન સાંભળ ઓખા વળતી, ત્યાંથી ચાલી જાય. (૩)  

 

તાત આપો આજ્ઞા તો, શંભુ પૂજવા જાઉં;  

બાણાસુર પ્રત્યે પુત્રીએ, વચન પ્રકાશી કહ્યું (૪)  

 

ઘેલી પુત્રી એમ ન કહીએ, બેસી રહો મંદિરમાંય;  

ઘર આવે મહાદેવજી, પૂજીને લાગો પાય. (૫)  

 

વચન સાંભળી ઓખા ચાલ્યાં, પોતે  તેણીવાર:  

ચિત્રલેખા સહિયર મહારી, ઉપાય કરવો સાર. (૬)

    

              કડવું-૨૨  

ઓખા ચિત્રાત્મક વણૅન  

ઓખા તારે શ્રવણે ઝબુકે ઝાલ રે,  

ઓખા તારા રાતા ગાલ રે;  

ઓખા તું ચાલે હંસની ચાલ રે,  

ચોળીને રંગે ઓખા તારા ચૂદંડી રે. (૧)  

 

ઓખા તારે બાંયે બાજુબંધ રે,  

ઓખા તારું મુખડું પુનમ ચંદ રે;  

ઓખા તારે મન ઉપજ્યો આનંદ રે,  

ઓખા તારે સાળુડે કસબી કોર રે (૨)  

 

ઓખા તારા શોભીતા શણગાર રે,  

ઓખા તારે પાવલે નેપુર વાગતા રે. (૩)  

   

              કડવું-૨૩  

 

સાખી  

 

હાંરે બેની તારે, વિછુવા કર કંકણ મુદ્રિકા ને હાર;  

એ પુરુષ વિના પહેરે પ્રેમદા, તેનો ધીક પડ્યો અવતાર. (૧)  

 

સેંથો ટીલડી રાખડી, નયને કાજળ કુમકુમ આડ;  

પુરુષ વિના કરે પ્રેમદા, તેનો ધીક પડ્યો અવતાર. (૨)  

 

(ચોપાઈ ચાલફેર)  

 

બાઈએ છોડી નાખ્યા હાર રે,  

આ તું લે તારો શણગાર રે;  

હું તો નહિ પામું ભરથાર રે,  

નહિ ઓઢું ઘાટડી રે. (૧)  

 

બાણાસુર મારો બાપ રે,  

મારા કોણ જનમનાં પાપ રે;  

મુને નહિ પરણાવે આપ,  

નહિ જોઉં વાટડી રે. (૨)  

 

              કડવું-૨૪  

ઓખા વિરહ વેદના  

વર વરવાને યોગ્ય થઈને, પ્રગટ્યાં સ્ત્રીનાં ચેનજી;  

ઓખા કહે છે ચિત્રલેખાને, વાત સાંભળ મારી બહેનજી,  

સહિયર શું કીજે હા હાં રે અંનિહા રે કે વિષ ધોળીધોળી પીજે

દાડલા કેમ લીજે મારી બેની રે,દોષ કર્મને દીજે;ટેક  

 

આજ મારે ભૂંડું જોબનિયું, મદ પૂરણ મારી કાયજી;  

પિતા તે પ્રીછે નહિ, મારો કુંવારો ભવ કેમ જાય રે. સહિયર. (૧)  

 

સાસરે નિત્ય જાય ને આવે, મુજ સમાણીજી;  

હું અપરાધણ હરખે પીડાણી, આંખે ભરું નિત્ય પાણી રે. સહિયર. (૨)  

 

એ રે દુઃખે હું દુબળી, અને અન્ન ઉદક ન ભાવેજી;  

આ વાસ રૂપી શૂળીએ સુતાં, નિદ્રા કઈપેરે આવે રે. સહિયર. (૩)  

 

જળ વિનાની વેલડી ને, પાત્ર વિના જેવું અન્ન રે;  

ભરથાર વિના ભામની, એ તો દોહલા કાઢે દન રે. સહિયર. (૪)  

 

ધન્ય હશે કામનીને, જેણે કંઠે કંઠ ગ્રહી રાખ્યો જી;  

હું અભાગણીએ પરણ્યા પિયુનો, અધર સુધારસ નવ ચાખ્યો રે. સહિયર. (૫)  

 

મરજાદા માટે માણસ કરે, આંખનો અણસારોજી;  

તે સુખ તો મેં સ્વપ્ને ન દીઠું, વ્યર્થ ગયો જન્મારોજી. સહિયર. (૬)  

 

સ્વામી કેરો સંગ નહિ શ્યામાને, એથી બીજું શું નરતું જી;  

હવે નવ રહી આશા પરણ્યા કેરી, મુજ જોબન જાયે ઝુરતું રે. સહિયર. (૭)  

 

બીજી વાત રુચે નહિ, મુજને ભરથાર ભોગમાં મનજી;  

આંહી પુરુષ આવે પરણું, નવ પૂછું જોશીને લગન રે. સહિયર. (૮)  

 

વચન રસિક કહેતાં તરુણી, ભારે આવે લટકતી ચાલેજી;  

પ્રેમ કટાક્ષે પિયુને બોલાવે, હૃદિયા ભીતર સાલે રે. સહિયર. (૯)  

 

સુખ દુઃખ કર્મે કર્યું છે, હું લેવાઈ મારે પાપેજી,  

બંધોગરી મારાં કર્મે કરી, શૂળીએ ચઢાવી મારા બાપે રે. સહિયર. (૧૦)  

 

મરકલડે મુખ મધુર વચને, મરજાદા નવ આણીજી;  

શાક, પાક પિયુને નવ પિરસ્યાં, આઘો પાલવ તાણી રે. સહિયર. (૧૧)  

 

અકળ ગતિ છે ગોવિંદજીની, શું ઉપજશે બેનીજી;  

ગોપાળને ગમતું થાશે, મનડું મારું રહે નહિ રે. સહિયર. (૧૨)  

  

   આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

              કડવું-૨૫  

ઓખાને ચિત્રલેખા દ્વારા સલાહ  

ઓખાને કહે ચિત્રલેખા જો, તું તો સાંભળ બાળ સ્નેહી જો;

આપણે મોટાં મા-બાપનાં છોરું જો, કેમ કહીએ કાળું કે ગોરું જો. ૧.

 

બેની લાંછન લાગે કુળમાં જો, પ્રતિષ્ઠા જાય એક પળમાં જો;

અમે તો તમ પાસે ન રહીએ જો, જઈ બાણાસુરને કહીએ જો. ૨.

 

વાત બાણાસુર રાય જાણે જો, આપણા બેનો અંતજ આણે જો;

મને મેલી ગયો તારી પાસે જો, તારો બાપ રહ્યો વિશ્વાસે જો. ૩.

 

તુજમાં દીસે છે અપલક્ષણ જો; કોઈના કરવા દશૅન ઈચ્છે જો .  

બહેની છોકરવાદ ન કીજે જો, તારા બાપ થકી તો બીહીજે જો. ૪.

 

તને દેખું છું મદમાતી જો, નથી પેટભરી અન્ન ખાતી જો;

તારું વચન મુને નથી ગમતું જો, જોબનિયું હશે સહુને દમતું જો. ૫.

 

કામ વ્યાપે સર્વ અંગે જો., બહેની રહીએ પોતાના ઢંગે જો;

તું\'તો બેઠી નિહાળે પંથ જો, કારાગૃહમાં ક્યાંથી હશે કંથ જો ? ૬.

 

તેં તો મુનિને આંખમાં ઘાલી જો, માથે છાણાં થાપી ચાલી જો;

હું પ્રીછે કામનું કારણ જો, બહેની રાખજે હૈયામાં ધારણ જો. ૭.

 

તું તો જુવે લોકમાં ઓઠાં જો, વામણું ક્યાંથી પામશે કોઠાં જો;

બેની ડગલાં ન ભરીએ લાંબા જો, ઉતાવળે ન પાકે આંબા જો. ૮.

 

આવ્યો ચઈતર માસ એમ કરતાં જો, પછી ઓખાવ્રત આચરતાં જો;

મારી ઓખાબાઈ સલુણાં જો, નિત્ય અન્ન જમે અલુણાં જો. ૯.

 

દીપક બાળે ને અવરિએ સુવે જો, માત ઉમિયાને આરાધે જો,

થયું પૂરણ વ્રત એક માસે જો, કોઇ જાણે નહિ એકાંતે જો. ૧૦.

 

(વલણ)  

 

આવાસ એક સ્થંભ વિષે, વ્રત કીધું ઓખાય રે;

સ્વપ્નામાં સંજોગ સ્વામીનો, ભટ પ્રેમાનંદ ગાય રે. ૧૧.  


   

              કડવું-૨૬  

ગોયૅ માં પૂજા  

 

બાઇ તું કુંવારી હું યે કુંવારી; સાંભળ સહિયર વાત;  

ગોર્યમાની પૂજા કરીએ, તો પામીશું નાથ. (૧).

 

કોણ માસે કોણ દહાડે, ગોર્યમાની પૂજા થાય;

મને કરી આપો પૂતળાં, પૂજું મોરી માય. (૨).

 

ફાગણ વદ બીજના દહાડે, કરવું રે સ્થાપન;  

ચૈતર સુદી ત્રીજના દહાડે, કરવું ઉત્થાપન. (૩).

 

ભોંય શય્યા પાથરી, સંદેસરાના ફૂલ;

પૂજી અરચી ઓખા માંગે, જે જે વસ્તુ અમૂલ્ય. (૪).

   

              કડવું-૨૭  

 

ગોર્યમા! માંગુ રે, મારા બાપનાં રાજ;  

માતા સદાય સોહાગણી (૧).

 

ગોર્યમા! માગું રે મારા ભાઇનાં રાજ;  

ભાભી તે હાથ હુલાવતી. (૨).

 

ગોર્યમા! માગું રે મારા સસરાનાં રાજ;  

સાસુને પ્રજા ઘણી. (૩).

 

ગોર્યમા! માગુ રે, દિયર જેઠનાં રાજ;  

દેરાણી જેઠાણીનાં જોડલાં. (૪).

 

ગોર્યમા! માગું રે, તમારી પાસ;

અખંડ હેવાતન ઘાટડી. (૫).

 

ગોર્યમા! માંગું રે, હું તો વારંવાર;  

ચાંલ્લો ચૂડોને રાખડી. (૬).

 

ગોર્યમા! માંગું રે, સરખાં સરખી જોડ;  

માથે મનગમતો ધણી. (૭).

 

  

  નવરાત્રી એકવાર રાત્રે સૂતા પહેલાં માં અંબા ની આ સ્તુતિ કરો જગત જનની પ્રસન્ન રહેશે

              કડવું-૨૮  

ઓખા ગોયૅમાને ઠપકો આપે છે.  

એક દહાડો ચિત્રલેખાને ઊંઘ આવી સાર;  

વાસી પુષ્પે કરતી પૂજા. ઓખા તો નિરધાર. ૧.

 

એટલે ચિત્રલેખા જાગીને જુવે તો, વાત બની વિપ્રિત;  

વાસી પુષ્પ ચઢાવ્યાં દીઠાં, થઈ રહી ભયભીત. ૨.

 

વાસી પુષ્પે પૂજા કીધી, નહિ પામે ભરથાર;

ભરથાર જો હું નહિ પામું, તું સાંભળ મોરી માય. ૩.

 

આ લે તારાં પૂતળાં, મારી પૂજે છે બલાય;  

ઉપર પાણી રેડીએ તો, આફુરાં ધોવાય. ૪.

 

ઊંચેથી પછાડીએ. ભાંગી ભૂકો ન થાય;

તું આ લે રે તારાં પૂતળાં, મારી પૂજે છે બલાય. ૫.

 

પંદર દહાડા પૂજા કીધી, બોલાવ્યા નહિ બોલે;  

તું તો બહેની કહેતી હતી જે, નહિ ગોર્યમા તોલે. ૬.

 

પકવાન પેંડા મેલિયે તો, કકડો કોઇ ન ખાય;

તું આ લે તારાં પૂતળાં, મારી પૂજે છે બલાય રે. ૭.  

   

              કડવું-૨૯  

શિવના લીજે વારણાં, જેને નેત્રે બળ્યો કામ;  

ત્રિપુરા દૈત્યને વિદારીઓ, હું તો કેમ મેલું શિવ નામ રે. ૧.

 

શિવ અખંડાનંદ જેણે ગંગાધારી શીશ;  

ભાગીરથ તપથી ઊઠ્યા, હું કેમ મેલું તે ઇશ. ૨.

 

શિવ ભોળો સુએ સમશાનમાં, ચોળે ત્યારે રાખ;  

માગે ભિક્ષા વ્રત, આપે તેને લાખ. ૩.  

     

              કડવું-૩૦  

ઉમિયાજીની મુલાકાતે ઓખા અને શિવજી જાય છે.  

 

હિમાચળનો ભાણે જ ભાઇ, ગણપતિ મારે વીર;

મહાદેવની પૂજા કરીએ, મન રાખીને ધીર. ૧.

 

ખેચરી ગતમાં ઓખા ચાલ્યાં, તેનો કહું વિસ્તાર;  

સ્નાન કરીને કામનીએ તો, સજ્યા સોળ શણગાર રે. ૨.

 

નેપુર વાજે વિંછવા ગાજે, ઝાંઝરનો ઝમકાર;  

નાગદમણી ઝુમણું ને, વળી ઉર એકાવળ હાર. ૩.

 

જડાવ ચુડલો ઝુલતી દામણી, દામણીએ ચકલીઓ ચાર;  

પગે પાવલાં નેપુર વાજે. ઘુઘરીનો ધમકાર. ૪.

 

વાળે વાળે મોતી પરોવ્યાં. મોતી સેરો સોળ;  

દરપણ લીધું હાથમાં ને, મુખે ભરિયા તંબોળ. ૫.

 

પકવાન થાળ મોતીએ ભરિયો, માંહે શ્રીફળ ફોફળ પાન;

આક ધંતુરો અગથીઓ, શંખાવલિ નિરવાણ. ૬.

 

આકાશમાર્ગે પક્ષિણી તે, વેગે ચાલી જાય;

ઇન્દ્ર કેરું વિમાન ચાલે, એવી તે શોભાય. ૭.

 

મહાદેવ ને પાર્વતી બેઠા, પાસા રમતા સાર;  

મહાદેવ કહે છે પાર્વતીને, ઓ આવી કોઇ નાર. ૮.  

 

શિવ કાંઇ ઘેલા થયા એ, બાણ તણી કુમાર;

હવે તું એમ જાણે છે, ને કરશે અંગીકાર. ૯.

 

પાર્વતીએ મન વિચાર્યું, હવે તો વંઠી વાત;  

મહાદેવજીને કામી જાણી, લોચને દીધો હાથ. ૧૦.  

 

ત્રીજું લોચન ઊઘાડ્યું, શંકરને લલાટ;  

પાસે આવી ઓખા દીઠી, લજ્યા પામ્યા તાત. ૧૧.

 

તેણે સમે ઓખા આવી, ઉમીયાને લાગી પાય;

આવડી ઉતાવળી થઈ આવી, નહિ પામે ભરથાર રે. ૧૨. 

 

  નવરાત્રી એકવાર પાઠ દેવી ક્ષમાપન અપરાઘ સ્ત્રોતમ ગુજરાતી અથૅ સહિત 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ 


ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇