શુક્રવાર, 21 એપ્રિલ, 2023

2023 અખાત્રીજ માહાત્મ્ય | પુજન સમય | આ દિવસે ૩ નાના ઉપાય કરવાથી આખું વષૅ ધનવર્ષા | Akhatrij 2023 mahatmya in gujarati | Okhaharan

2023 અખાત્રીજ માહાત્મ્ય | પુજન સમય | આ દિવસે ૩ નાના ઉપાય કરવાથી આખું વષૅ ધનવર્ષા | Akhatrij 2023 mahatmya in gujarati | Okhaharan


akhatrij-2023-mahatmya-in-gujarati
akhatrij-2023-mahatmya-in-gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું અક્ષય પુણ્ય આપનાર અક્ષય તૃતીયા અખાત્રીજ માહાત્મ્ય પુજન સમય અને આ દિવસે ૩ નાના ઉપાય કરવાથી આખું વષૅ ધનવર્ષા થતાં કોઈ રોકી નહીં શકે તે બઘું જાણીશું

પરશુરામ ભગવાન પાવરફુલ મંત્રો અને ફાયદા


ભાગવત પુરાણ પ્રમાણે જેમ ત્રણ વર્ષ આવતા અધિક માસ મહત્વ વધારે તેવી જ રીતે આખા વર્ષ આવતા ત્રણ તિથિ અતિ શુભ માનવામાં આવે છે જેમ કે વિજયા દશમી, વસંત પંચમી અને અક્ષય તૃતીયા આ ત્રણેય તિથિ ના દિવસે વણૅ જોયા વગર કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવે છે.  વૈશાખ મહિનાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એમાં પણ વૈશાખ મહિનાના સુદ પક્ષની ત્રીજ તિથિને અખાત્રીજ ,અક્ષય તૃતીયા કહેવાય અને આ દિવસે વિષ્ણું ભગવાન છઠ્ઠા અવતાર ભગવાન શ્રી પરશુરામ નો જન્મોત્સવ ઉજવાય છે.

આજના શુભ દિવસે  શ્રી મહાલક્ષ્મી માં આ પાઠ કરવાથી દુઃખ કષ્ટ દુર થઈ ઘન સંપત્તિ પ્રાપ્ત થાય

એવું માનવામાં આવે છે આ તિથિ ના દિવસે મહાભારત તથા ત્રેતાયુગ નો પ્રારંભ થયો હતો આ દિવસે વૃંદાવન માં શ્રી કૃષ્ણ ભગવાનના ચરણોમાં દશૅન કરવાનું માહાત્મ્ય વઘારે  છે. આજના શુભ દિવસે ચાર ઘામ યાત્રા કેદારનાથ મહાદેવ ના કપાટ ખુલે છે. ભગવાન પરશુરામનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો, પરંતુ તેમનો સ્વભાવ ક્ષત્રિયો જેવો હતો. પહેલા ભગવાન રામ નામ હતું પરંતુ શિવના પરમભક્ત પછી શિવના આશીવૉદ રૂપ તેમને પરશું આપ્યું અને તેમને પરશુરામ કહેવામાં આવે છે.


ૐ શ્રી મહાલક્ષ્મી દેવયૈ નમઃ

અક્ષય તૃતીયા  2023 શુભ સમય:

અક્ષય તૃતીયા  તિથિ શરૂઆત શનિવાર , 22  એપ્રિલ 2023 સવારે 7:49

તિથિ સમાપ્ત રવિવાર 23 એપ્રિલ 2023 સવારે 07:47 સુધી

આમ 22 એપ્રિલ અક્ષય તૃતીયા રહેશે આ દિવસે

પુજન શુભ સમય સવારે 7:49 થી બપોરે 12:20 સુધી

 

આ વષૅ આ તિથિ ના દિવસે સવૉથૅ સિદ્ધિ યોગ, ત્રિપુષ્કર યોગ, અમૃતસિદ્ધિ યોગ, આયુષ્માન યોગ, રવિયોગ , સૌભાગ્ય યોગ, આમ 6 યોગ શુભ તિથિ ના દિવસે રહેશે. આ દિવસે સોના ખરીદી સમય 22 એપ્રિલ 2023 સવારે 7:49 રવિવાર 23 એપ્રિલ 2023 સવારે 05:48 સુધી રહેશે. અને જો આપ સોનું ના ખરીદી શકો તો કરો આ 3 નાના ઉપાય જેનાથી આખુવષૅ ધનવષૉ રહેશે. અખાત્રીજ ના દિવસે કંઈને કંઈ લઈને ધરે આવવું તથા ધરમાં શ્રી મહાલક્ષ્મીજી નું પુજન કરવું.


ધન પ્રાપ્તિનો ઉપાય


ધનતેરસ ની જેમ અક્ષય તૃતીયાના દિવસે પણ માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. જેના કારણે દેવી લક્ષ્મીની કૃપા વરસે છે અને ઘર ધન-ધાન્યથી ભરાઈ જાય છે. આવી સ્થિતિમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અક્ષય તૃતીયા પર ગુલાબી ફૂલ ચઢાવો. આ સિવાય નવા જરબાળા ના ફૂલ જે એક ફૂલ ની જાત છે તેની માળા અર્પણ કરો. જો નવી જપમાળા ઉપલબ્ધ ન હોય તો જૂના ફૂલની જપમાળાને ગંગાજળમાં ધોઈને અર્પણ કરી શકાય છે. આમ કરવાથી તમને જીવનમાં ધન અને સમૃદ્ધિ મળશે.

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""


અક્ષય તૃતીયા પર સોના-ચાંદીની વસ્તુઓની ખરીદી બરકત માટે  શુભ માનવામાં આવે છે. અને એ પણ ના કરી શકો તો ફક્ત  ચાંદીની બનેલી લક્ષ્મીજીની ચરણ પાદુકા લાવી ઘરમાં રાખો અને તેની નિયમિત પૂજા કરો. આનાથી ઘર હંમેશા ધનથી ભરેલું રહેશે, કારણ કે જ્યાં મા લક્ષ્મીના પગ પડે છે ત્યાં ક્યારેય ધનની કમી નથી રહેતી. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" 


નાણાકીય મુશ્કેલીઓ દૂર કરવા માટે

અક્ષય તૃતીયાના દિવસે કેસર અને હળદરથી દેવી લક્ષ્મીની નો અભિષેક કરી પૂજા કરો. આમ કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. આ સિવાય આ દિવસે પૂજા સ્થાન પર એકાક્ષી નાળિયેર સ્થાપિત કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.


પૂજા ઘરમાં 11 કોડીયો રાખો

અક્ષય તૃતીયાના દિવસે 11 કોડીયો પૂજા પછી, તેને સ્વચ્છ લાલ કપડામાં બાંધીને પૂજા સ્થાન પર રાખો. તેમાં દેવી લક્ષ્મીને ધરમાં આવવાની ક્ષમતા હોય છે.

દાન કરો

અક્ષય તૃતીયા પર દાન કરવું શુભ માનવામાં આવે છે.આ પવિત્ર દિવસે દાન કરવાથી અક્ષય ફળ ની પ્રાપ્તિ મળે છે આ દિવસે દાન કરનાર ને સૂર્ય જેવું તેજસ્વી પ્રકશ પ્રાપ્ત થાય છે, તેથી તમારી ક્ષમતા અનુસાર કંઈક દાન કરો.

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 


 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો