શ્રી જલારામ બાપા ના 52 ગુણ પાઠ કરવાથી દુઃખ છૂટી સુખી થવાય | Jalaram Bavni Gujarati Lyrics | Okhaharan
![]() |
| Jalaram-Bavni-Gujarati-Lyrics |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી જલારામ બાપા ના 52 ગુણ પાઠ કરવાથી દુઃખ છૂટી સુખી થવાય .
જલારામ બાપાની ચાલીસા નો પાઠ અહી ક્લિક કરો.
શ્રી જલારામ બાવની
સોરઠ ભૂમિ પાવન ધામ ,વીરપુર નામે એમાં ગામ .
પ્રગટ્યાં ત્યાં શ્રી જય જલારામ ,
જનસેવાનું કરવા કામ .
રાજબાઈ માતાનું નામ ,
પ્રધાનજી પિતાનું નામ .
લોહાણા જ્ઞાતિ હરખાય
, નામ સમરતા રાજી થાય .
સંત પધાર્યા એને કાર
, રાજબાએ કીધો સત્કાર .
ઉજ્જ્વળ થાશે તારી કૂખ
એવું બોલ્યા એ નિજ મુખ .
સંવત અઢારસો છપ્પન માંહ્ય
, કારતક સુદ સાતમની છાંય .
આશીર્વાદથી પ્રગટ્યા રામ
નામ પાડ્યું શ્રી જય જલારામ .
વૃદ્ધ સંત આવ્યા તે ઠામ ,
ઓળખ્યા શ્રી જય જલારામ .
માતા - પિતા સ્વધામે ગયા
કાકાને ત્યાં મોટા થયા .
સંવત અઢારસો સીત્તેર માંહ્ય ,
યજ્ઞોપવિતનો વિધિ થાય .
સંવત અઢારસો બોંતેર માંહ્ય ,
પ્રભુમાં પગલા મંડાય .
કાકાનું સંભાળે હાટ
ધર્મ દાનનું મનમાં ઘાટ .
સાધુ સંતને દેતા દાન
રઘુવીરનું એ ધરતા ધ્યાન .
એક સમે સંતનો સંઘ ,
આવી જમાવ્યો ભક્તિનો રંગ .
જલારામની પાસે આજ ,
આવ્યા સાધુ લેવા કાજ .
જલારામ લઈ માથે ભાર ,
દેવા ચાલ્યા એને દ્વાર .
પડોશીને લાગી લહાય ,
તે કાકાને કહેવા જાય.
વા'લા કાકા દોડયા સાંય ,
એકવાર ગાયત્રી માતાની આ સ્તુતિ જરૂર કરી લેજો સવૅ વેદ લક્ષ પ્રાપ્ત થશે અહી ક્લિક કરો.
જ્યાં જલા દેવાને જાય .
ગભરામણ છૂટી તે વાર
, પત રાખે છે દીન - દયાળ .
છાંણા કહ્યાં તો છાણાં થાય ,
ઘીના બદલે જળ દેખાય . .
પાડોશી તો ભોંઠો થાય ,
દૂરીજન કર્મોથી પસ્તાય .
જલા ભક્તને લગની થઈ
, ભીતર બારી ઊઘડી ગઈ.
યાત્રા કરવા કીધી હામ
પછી ફર્યા એ ચારે ધામ .
ગુરૂ કરવાને પ્રગટયો ભાવ
ફત્તેપુર જઈ લીધો લહાવ.
ભોજા ભગત કીધા ગુરુદેવ.
વ્રત લે કરવા સાચી સેવ .
સવંત અઢારસો છોંતેર માંહ્ય
સદાવ્રતનું સ્થાપન થાય .
વીરબાઈ સુલક્ષણી છે નાર .
સેવાની રાખે સંભાળ .
સાધુ સંતો આવે નિત્ય .
જલાબાપાની જેઈ પ્રીત .
અન્ન તાણા નિધિ છલકાય .
બાધા આખડીથી દુ:ખ જ જાય .
બાપા સૌમાં ભાળે રામ .
ખવરાવીને લે આરામ ,
ગાડા ભરી અન્ન આવે જાય ,
સાધુ સંતો ખૂબ જ ખાય .
તન મન ધનથી દુ: ખિયા જન
આવી નિત કરે ભજન .
બાપા સૌનાં દુખ હરનાર ,
ભેદ ન રાખે કોઈ લગાર .
થોડા જનનાં કહું છું નામ ,
મળિયો છે જેને આરામ .
જમાલ ઘાંચી જે કહેવાય ,
દીકરો તેનો સાજો થાય .
હરજી દરજી પેટ નું દુખ
ટાળી ત્યાં પામ્યો છે સુખ .
મૃત્યુ પામ્યો કોળી એક
પિતા તેનો કરગર્યો છેક ,
બાપા હૈયે કરુણા થાય ,.
રામનામની ધૂન મચાય .
થયો સજીવન તેનો બાળ ,
રામનામનો જય જ્યકાર .
પુણ્ય તયું બાપાનું આંહ્ય ,
વહાલો ઊતર્યો અવનિ માંહ્ય ,
કરી કસોટી માગી નાર ,
જોવા કેવું દિલ ઉદાર .
ધન્ય ધન્ય છે વીરબાઈ નાર ,
પ્રભુ સમ જાણ્યો છે ભરથાર .
આજ્ઞા આપો છું તૈયાર ,
સેવા સંતની સાચો સારે .
સેવા કરવા ગયા સતી ,
જાણી ત્રિભુવનના એ પતિ .
આકાશવાણીમાં સંભળાય ,
ધન્ય જલા ભક્તિ એ કહેવાય .
ઝંડો ઝોળી વીરબાઈ હાથ
કરીલો શ્રી જલારામ બાપાની ની એક સ્તુતિ આ સ્તુતિ કરવાથી બાપાની કૃપા રહે છે અહી ક્લિક કરો.
દઈને અલોપ થયા છે નાથ .
વાયક પહોંચ્યા વીરપુર ગામ
, સૌએ સમર્યા સીતારામ .
આજે પણ વીરપુરની હોય ,
સૌને એનાં દર્શન થાય .
જનસેવા તો ખૂબ જ કરી ,
ઠાર્યા સૌને પોતે કરી .
ઓગણીસે ને સાડત્રીસ માંહ્ય ,
બાપા સિધાવ્યા વૈકુંઠ માંહ્ય .
મનુદાસ બાવની ગાય ,
. દુ: ખથી છૂટી સુખિયા થાય .
. શ્રી રામ શ્રી રામ જય જય રામ
. શ્રી રામ શ્રી રામ જય જય રામ
શ્રી દત્તાત્રેય ભગવાન આ અષ્ટક નો પાઠ કરવાથી જીવનમાં પ્રગતિ થશે
ગુરૂવારે શ્રી દત્તાત્રેય ભગવાનના 108 નામ
ગુરુવારે સૂતાં પહેલા સાંઈબાબા ની આ 2 મિનિટ ની સ્તુતિ અને અજ્ઞાન અંધકાર માંથી મુક્તિ
શ્રી દેવીકવચ ગુજરાતી ભાષાંતર સાથે અહી ક્લિક કરો.
દેવી ક્ષમાપન અપરાઘ સ્ત્રોતમ ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો.
વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 11 થી 15 છંદ નો અથૅ નો આવો થાય છે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

