ગુરુવાર, 31 ડિસેમ્બર, 2020

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૩૧,૩૨,૩૩ નો આવો થાય છે અનુવાદ જાણો

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૩૧,૩૨,૩૩ નો આવો થાય છે અનુવાદ જાણો

આનંદ નો ગરબો એ માં બહુચર ની ભક્તિ કરવાનો અને પ્રસન્ન કરવાનો ઉત્તમ પાઠ છે. આનંદ ના ગરબા ની રચના ભાઈ ભક્ત વલ્લભ ભટ્ટ કરી હતી એવું કહેવાય છે કે માં બહુચર ભક્ત વલ્લભ ભટ્ટ ના જીભ ના અગ્ર પર બેસી ને આનંદ ના ગરબા ની રચના કરી હતી. 
 
 


 
આવો આપણે જાણીએ આ ગરબા અગલ અલગ છંદ ના અથૅ શું થાય છે.
 
 
 
 

મેરૂ શિખર મહિમાહ્ય, ધોળાગઢ પાસે મા

બાળી બહ્ચર માય , આદ્ય વસે વાસો મા || ૩૧ ||

 

જય શ્રી બહુચર માં  માડી  આપ આદિથી આપ પૃથ્વી પર કૈલાસ પવૅત ની પાસે આવેલા મેરૂ પવૅત પર નિવાસ કરો છો . .. || ૩૧ ||

 


 

ન લહે બ્રહ્મા ભેદ , ગૃહય ગતિ ત્હારી મા

વાણી વખાણી વેદ, શીજ મતિ મ્હારી મા  || ૩૨ ||

 

જય શ્રી બહુચર માં  માડી  બ્રહ્માજી પણ આપની ગુપ્ત ગતિ અને આપના સ્વરૂપ વિભાગ વગેરેના ભેદ જાણી શકાયા ન હતા. તેમજ ચાર વેદો તથા વેદોની વાણી અથવા સરસ્વતિ જી અને વેદો પણ આપના ગુહ્યાગુણાનુવાદ તેમજ વિશ્ર્વના ચરાચર પદાર્થો નો મૂળ ધર્મ અને જ્ઞાન કિયા ચાહેલુ સિદ્ધ કરવાની કૃતિ અંદર બ્રહ્માજી વેદો અને સરસ્વતિ જી પણ પાર ન પામવાની ફક્ત આપના વખાણ કરી તેઓ આનંદ પામેલ છે. તો માહારી મતિ તો તેમની આગળ વાંચો હિસાબમાં છે કે હું ચત્કિચિત ગુપ્ત ગતિનો ભેદ લહી શકું? ... || ૩૨ || 


 
 
 
 

 

વિષ્ણુ વિલાસી મન , ધન્ય જ ઉચ્ચરિયા મા

અવર ન તુજ થી અન્ય, બાળી બહુચરિયા મા || ૩૩ ||

 

જય શ્રી બહુચર માં  માડી  શ્રી ભગવાન વિષ્ણુ એ પણ આપની શક્તિ જોઈ ધન્ય ધન્ય બોલી તમારી શક્તિ વખાણી છે. જગતમાં બીજી અનેક શક્તિ ઓ છે . તે તમારાથી શક્તિ સવૅની લીલા છે. ધણા રાક્ષસોને ભક્ષી ભયામુકત ભૂમી કરી જેથી બાળા ત્રિપુરા રૂપ બહુચરી તરીકે ખ્યાતિ પામ્યા છો... || ૩૩ ||

 

 

 

બુધવાર, 30 ડિસેમ્બર, 2020

આજે દત્ત જંયતિ ના દિવસે કરો દત્ત મહામાલા મંત્ર જાપ ગુજરાતી લખાણ સાથે | Datta Maha Mala Mantra Gujarati Lyrics | Okhaharan

આજે દત્ત જંયતિ ના દિવસે કરો દત્ત મહામાલા મંત્ર જાપ ગુજરાતી લખાણ સાથે | Datta Maha Mala Mantra Gujarati Lyrics | Okhaharan



।।શ્રી દત્તમહામાલામન્ત્રઃ।।
ૐ નમો ભગવતે દત્તાત્રેયાય ,
સ્મરણમાત્રસન્તુષ્ટાય , મહાભયનિવારણાય,
મહાજ્ઞાનપ્રદાય, ચિદાનંદાત્મને,
બાલોન્મત્તપિશાચવેષાય , મહાયોગિને , અવધૂતાય
અનસૂયાનન્દવધૅનાય,અત્રિપુત્રાય,
ૐ ભવબન્ધવિમોચનાય, આં અસાધ્યસાધનાય
હી્ં સવૅવિભૂતિદાય, કોં અસાધ્યાકષૅણાય,
ઔં વાકૂપ્રદાય,કલીં જગતૂત્રયવશીકરણાય,
સૌઃ સવૅમનઃક્ષોભણાય , શ્રીં મહાસમ્પત્પ્રદાય ,
ગ્લૌં ભૂમણ્ડલાધિપત્યપ્રદાય,


 



 


 
દ્રાં ચિરંજીવિને, વષટૂ વશીકુરુ વશીકરુ,
વૌષટૂ આકષૅય આકષૅય,હું વિદ્રેષય વિદ્રેષય,
ફટ્ ઉચ્ચાટય ઉચ્ચાટય, ઠઃ ઠઃ સ્તમ્ભય સ્તમ્ભય,
ખેં ખેં મારય મારય, નમઃ સમ્પન્નય
સમ્પન્નય , સ્વાહા પોષય પોષય પરમન્ત્ર
પરયન્ત્ર પરતન્ત્રાણિ ચ્છિન્ધિ ચ્છિન્ધિ,
ગ્રહાન્ નિવારય નિવારય,વ્યાધીન્ વિનાશય વિનાશય,
દુઃખં હર હર,દારિધ્રં વિદ્રાવય
વિદ્રાવય દેહં પોષય પોષય,ચિતં તોષય તોષય,
સવૅમન્ત્રસ્વરૂપાય સવૅયન્ત્રસ્વરૂપાય
સવૅતંત્રસ્વરૂપાય , સવૅપલ્લવસ્વરૂપાય ,
ૐ નમો મહાસિદ્રાય  સ્વાહા।।
ૐ નમો ભગવતે દત્તાત્રેયાય ,
ૐ નમો મહાસિદ્રાય  સ્વાહા।।
ઈતિશ્રીદત્તમહામાલામન્ત્રઃ।।



શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ""  

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

રવિવાર, 27 ડિસેમ્બર, 2020

રવિવારે કરો માં ખોડલ ના ચાલીસા ગુણ નો પાઠ ગુજરાતી માં લખાણ સાથે | Khodiyar Chalisa in Gujarati | Okhaharan

રવિવારે કરો માં ખોડલ ના ચાલીસા ગુણ નો પાઠ ગુજરાતી માં લખાણ સાથે | Khodiyar Chalisa in Gujarati | Okhaharan

 
Khodiyar chalisa Gujarati
Khodiyar Chalisa Gujarati

 
 

 

 

ખોડીયાર ચાલીસા



અનેક રૂપે અવતરી, ભોમ ઉતારણ ભાર, 
 આવી શક્તિ ઈશ્વરી, ખમકારી ખોડિયાર.
જગત જનેતા આપ છો, દયાળુ ને દાતાર, 
 ભવસાગર થકી તરવા, ખોડલ એક આધાર.
નવ ખંડોમાં નેજા ફરકે, દશે દિશાએ તારાં નામ,
 ભક્તો તણી પ્રતિપાલ છે, તું ખમકારી ખોડિયાર.
ગળધરે પ્રથમ વાસ કર્યો, પ્રગટ્યા શક્તિ અવતાર,
 દર્શન દીધા રા,નવઘણને, ખમકારી ખોડિયાર.

Khodiyar-Bavni-with-Gujarati-Lyrics

તું તાતણિયા ધરાવાળી, દર્શન દઈ સુખ દેનાર, 
 ટાળતી દુઃખ જો અનેકના, ખમકારી ખોડિયાર.
સોરઠ ભૂમિ સોહામણી, માટેલ ધરામાં વાસ, 
 મડદાં તું ઉઠાડતી મા, ખમકારી ખોડિયાર.
ખોડેલ ખડગધારી માત, વિદ્યાવળવાળી માત, 
 પરચા પૂર્યા તેં ઘણાં, થઈ જગતમાં વિખ્યાત.
ડુંગરે ડુંગરે દીવા બળે, તારા મા ખોડિયાર, 
 ત્રિશૂળ તેજસ્વી હાથમાં, દિવ્ય જેનો ચમકાર.
ત્રિશૂળધારિણી ખોડલી, કરતી તું ખમકાર, 
 લોબડીઆળી આઈ તું, સહુને સુખ દેનાર.
મગર ઉપર સવારી કરી, પધારે ખોડલ માત,
 
 જે ભાવે જે જે ભજે, તેને દર્શન દે સાક્ષાત્.
ધરા ધરામાં વાસ તારો, ત્રિશૂળ કર્યું નિશાન, 
 ગિરિ-ડુંગરે વાસ તારો, પરચા તારા મહાન.

Khodiyar Pachisa Gujarati

વાંઝિયા-મેણું ટાળવા, અવતર્યાં ચારણ ઘેર, 
 કર્યો મા તેં કુળ ઉદ્ઘાર, ખમકારી ખોડિયાર.
જન્મ્યાં મોમડિયાને ઘરે, છ બહેનોની સંગાત, 
 લાગી ખોડી કે,તાતને, પણ થઈ તું જગવિખ્યાત.

ખોડલ કેરી સહાયથી, વરુડી કરતી કાજ, 
 પરચા કઈ જોવા મળ્યા, રા,નવઘણને સાચ.
ખોડલ કેરી સહાયથી, જો દરિયો ઓળંગાય,
 સમરે જેહ જે ભાવથી, કામ તેના સફળ થાય.
દર્શન દીધાં રા, રાયને, ખોડલ માએ સાક્ષાત્, 
 ધન્ય બની ગયું જીવન, જગમાં થયો વિખ્યાત.

ત્રણ વરસની ઉંમરે, પરચા પૂરતી માય,
 હતી વરોળી વાંઝણી, થઈ દૂઝતી ગાય.
સોના-રૂપાની છડી પર, લાલ ધજા અનુપમ, 
 પૂજે ખોડિયાર માતને, વલ્લભીપુરના ભૂપ.
ખોડલ કેરી કૃપાએ, નિરોગી થયો રાજકુમાર,
 રોગ-દોગ સૌ ચાલી ગયા, થયું મુખ તેજ અંબાર.
 શિહોરા કેરા ડુંગરે, કર્યો ખોડલ વાસ, 
 રંક રાય સૌ નમન કરે, મા પૂરે સૌની આશ.
નેક ટેક વ્રત શ્રદ્ઘાથી, મે,રબાન ખોડલ થાય, 
 પંગુ વરજાંગ સુતને જો, ચડાવ્યો ડુંગર ક્ષણમાંય.
એ પ્રતાપી મા ખોડલે, કર્યો પ્રચંડ પડકાર, 
 ધુણાવ્યો ધુંધળીનાથને, પરચાળી તું ખોડિયાર.
એ.....ધૂણે મંડ્યો ધૂણવા, ધૂંધળી જોગંદર, 
 માએ વગડાવ્યાં ડાકલાં, ધૂણે ધાંધલપર.
કોળાંભા સદભાગી, કમળાઈ ડુંગરનું નામ, 
 દર્શનથી દુઃખડાં ટળે, મા ખોડિયારનું ધામ.
હઠીસિંગ કુમતિયો થયો, અત્યાચાર કર્યો અમાપ,
 મા કન્યાએ તવ કૃપાથી, ભસ્મ કીધો એ ભૂપ.

Khodiyar-Bavni-with-Gujarati-Lyrics

તાંતણિયા ધરા પાસે, ખોડલે કર્યા ધામ, 
 ભાવનગર નૃપતિઓનાં, મા કરતી સદા કામ.
ચિંતા વિઘ્ન વિનાશિની, ત્રિશૂળ હસ્ત ધરંત, 
 હે ખોડલ મા દયાળી, તું ભક્ત રક્ષા કરંત.
મા ખોડલ, મા દયાળી, જોને કરતી સહાય, 
 શરણાગત-રક્ષા નિત, જોને કરતી માય.
અંધને દેખતાં કરે, વાંઝિયાને આપે બાળ, 
 પરચા અપરંપાર ખોડલ, તું છે દીનદયાળ.
ખોડલ ખોડલ જે કહે, ને ઘરે નિરંતર ઘ્યાન, 
 તેની સહાયે સર્વદા રહે, તું ખોડલ માત.
દીન વત્સલ ખોડિયારની, કૃપા નજર જો થાય,
 તો તૃણનો મેરુ બને, મૂંગો મંગળ ગાય.
મોમડિયાની બાળને, ભજતા પાતક જાય, 
 પાપ સરવ તેના ટળે, જીવન ઉન્નત થાય.

આધી-વ્યાધી સહુ પળે, ખોડલને દરબાર, 
 આશા સહુ પૂરી કરે, ખમકારી ખોડિયાર.
ધાબડીયાળી માવડી, ખપ્પરવાળી ખોડિયાર, 
 ખમકારો જો કરે તો, ભવનાં દુખડાં જાય.
ખોડલ સૌની માવડી, સંકટે કરે સહાય, 
 તેને ભરોંસે નાવડી, ઊતરે પાર સદાય.
સહાય જેને ખોડિયારની, મનસા પુરણ થાય, 
 હર પળે હાજર રહે એ, ખમકારી ખોડલ માય.
લંગડાં બને સાજાં નરવાં, મા ખોડલને પ્રતાપ, 
 રોગી કૈંક થાય નિરોગી, મા ખોડલને પ્રતાપ.
લૂલાં લંગડાં ને દુખિયાં, આવતા માને દ્વાર,
 હેતથી હસી રાજી કરી, ખોડલ કરતી વહાર.
ખોડલ સૌની માવડી, વિપત્ત કરજે સહાય, 
 બિરુદ તારું જાય ના, ભરજે ના પાછો પાય.
'મા' ની લીલાનો નહિ પાર, જેનાં ઠેર ઠેર ધામ, 
 'મા' ના ગુણ ગાવાનો નહિ પાર, હૈયે એનું નામ.
બોલ શ્રી ખોડિયાર માતની જય 
 

Khodiyar Photo Online Buy

 સવૅ કુળદેવી મંત્ર  અહી ક્લિક કરો.

 

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇