ગુરુવાર, 21 જાન્યુઆરી, 2021

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૫૮,૫૯,૬૦  નો આવો થાય છે અનુવાદ જાણો

 વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૫૮,૫૯,૬૦   નો આવો થાય છે અનુવાદ જાણો

આનંદ નો ગરબો એ માં બહુચર ની ભક્તિ કરવાનો અને પ્રસન્ન કરવાનો ઉત્તમ પાઠ છે. આનંદ ના ગરબા ની રચના ભાઈ ભક્ત વલ્લભ ભટ્ટ કરી હતી એવું કહેવાય છે કે માં બહુચર ભક્ત વલ્લભ ભટ્ટ ના જીભ ના અગ્ર પર બેસી ને આનંદ ના ગરબા ની રચના કરી હતી. 


  આવો આપણે જાણીએ આ ગરબા અગલ અલગ છંદ ના અથૅ શું થાય છે. 


 

કામ ક્રોધ મોહ લોભ, મદમત્સર મમતા મા

તૃષ્ણા સ્થિરતા ક્ષોભ; ધૈર્ય ધરે સમતા મા  || ૫૮ ||

 

જય શ્રી બહુચર માં  માડી  કામવાસનાની કોપની મોહિની લોભની અંહકારની ઈષૅયાની મમાતાની તૃષ્ણાની સ્થિરતાની ક્ષોભ સંકોચની લજ્જની ધૈયૅતાની અને સમતાની લાગણીઓ વગેરે પણ આપજ મુખ્ય છો... || ૫૮ ||

 


ધર્મ અર્થ ને કામ; મોક્ષ તું મંમાયા મા

વિશ્વતણો વિશ્રામ; ઉર અંતર છાયા મા. || ૫૯ ||

 

જય શ્રી બહુચર માં  માડી  હે જગતજનની ધમૅ , અથૅ , કામ , કોધ , અને મોક્ષ રૂપે તમારી આશાઓમા સમાયેલા છે. પ્રાણીમાત્રના હ્રદયકમળમા વિશ્રામ રૂપે છવાઈ રહેલાં છો. ધમૅકિયા ધનપ્રાપ્તિ ધંધામાં આનંદલિલામા અને દરેક દુ:ખ ની જીવનમુકતિ માટે જ મેળવવામાં આપની કૃપા જ થાય તો કશું જ મેળવી શકતું નથી|| ૫૯ ||



ઉદય ઉદારણ અસ્ત, આદ્ય અનાદિથી મા

ભાષા ભૂર સમસ્ત, વાક્ય વિવાદે થી મા. || ૬૦ ||

 

જય શ્રી બહુચર માં  માડી  ઉદય અસ્તકાળમા અરૂણોદયકાળમા આપજ અનાદિકાળથી છો. સૂર્ય , ચંન્દ્ર , આકાશના તારા મંડળ , પંચ મહાભૂતોમાથી અને પ્રાણીઓના અજવાળા ના ઉદય પણ આપ અનાદિકાળથી અસ્તિત્વ માં છો. પૃથ્વી પરથી સમસ્ત ભાષાઓ વાક્ય આનંદ વાણી વિલાસ એ સવૅમા શબ્દશકતિ સ્વરૂપ આપ ભગવતિ સમાયેલાં છો... || ૬૦ ||

 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૫૫,૫૬,૫૭  નો આવો થાય છે અનુવાદ જાણો 👇👇👇


 

 

ગુરુવારે કરો બગદાણા બાપા સીતારામ નો અષ્ટક નો પાઠ ગુજરાતી લખાણ સાથે

 ગુરુવારે કરો બગદાણા બાપા સીતારામ નો અષ્ટક નો પાઠ ગુજરાતી લખાણ સાથે

 

બગદાણા બાપા સીતારામ અષ્ટક

રુવે શંખનાદ નગારાને ઝાલર 
રુવે આજ દીવડા રુવે આજ દેવળ 
રુવે આરતીના આજે અજવાળા 
મુકી સૌને રડતા ગયા બંડીવાળા

ધ્રુસકા ભરે આજ ધુણો તમારો ને હીબકા ભરે છે બગડનો કિનારો રુવે છે 
તમારી મઢુલીને માળા  મુકી સૌને રડતા ગયા બંડીવાળા

પીધો જ્યાં તમે બાપા ભક્તિ નો પ્યાલો જુવે વાટ દેવળની 
બધીયે દીવાલો રુઠયા રામ સૌના રુઠયા રખવાળા મુકી સૌને રડતા ગયા બંડીવાળા

સરગમા પડી ખોટ સત્સંગની જ્યારે તેડાવી લીધા દેવે બાપાને 
ત્યારે ને વૈકુંઠથી આવ્યા પાષૅદ પગપાળા મુકી સૌને રડતા ગયા બંડીવાળા

ટાળી સૌની આધિ વ્યાધિ ઉપાધિ સીતારામ કહીને લીધી છે 
સમાધિ ભયૉ ભૂમિ પરથી બાપા ઉચાળા મુકી સૌને રડતા ગયા બંડીવાળા
 

લુછે કોણ આંસુ કહોને અમારા રુવે જ્યાં આ આભલિયે 
નવલખ તારા રુવે ચાંદ સૂરજ તણા અજવાળા મુકી સૌને રડતા ગયા બંડીવાળા

હવે કોણ વરસાવે હેત કેરી હેલી ગયો ગોહિલવાડેથી ગરીબોનો 
બેલી રુવે આજ ભક્તિ તણી ગંગાધારા મુકી સૌને રડતા ગયા બંડીવાળા

ધર્મના ધુણા પર સુરતાયુ સાધી બુઝાવી શકે ના કળજુગની 
આંધી ગામે ગામ શોભે મઢુલીના માળા મુકી સૌને રડતા ગયા બંડીવાળા

આ અંતરથી અષ્ટક રસિકથી રચાયું ને રુદિયાના રાગે 
રધુવીરે ગાયું ભાંગી ભ્રમણાયુ તુટ્યા ભવના તાળા મુકી સૌને રડતા ગયા બંડીવાળા

બોલીયે શ્રી બગદાણા બાપા સીતારામ ની જય કોમેન્ટ માં બાપા સીતારામ લખજો.

 

 

 

ગુરુવારે કરો ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે 👇👇👇