શું તમે જાણો છો ક્યાં ગુજરાતી ગીતો YouTube પર વાઈરલ છે? એકાદવાર જુઓ ગુજરાતી હોવાનો ગર્વ થશે
Gujarati Bhakti Lekh Daily Provide New Prayer in from of Mantra, Katha, Varta, Stuti,Aarti, Chalisa, Gujarati Bhajan etc for reading . ગુજરાતી ભકતિ લેખ દરરોજ તમને ભકતિ માટે મંત્ર, કથા, વાતૉ, આરતી,ચાલીસા,ગુજરાતી ભજન વગેરે મળશે.
શું તમે જાણો છો ક્યાં ગુજરાતી ગીતો YouTube પર વાઈરલ છે? એકાદવાર જુઓ ગુજરાતી હોવાનો ગર્વ થશે
શ્રી ગણેશ અને મહાલક્ષ્મી માં નો લક્ષ્મી પ્રાપ્તિ માટેનો મંત્ર ગુજરાતી લખાણ સાથે
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે
રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
શ્રી મહાકાળી ચાલીસા
( દોહરો )
આદ્યશક્તિ પરમેશ્વરી , જગની સર્જનહાર
વિશ્વ બધું વિલસી રહ્યું , મા તારો આધાર
( ચોપાઈ )
જય મહાકાળી , પરમ કૃપાળી ,
જય જગદંબા , ક૨ ૨ખવાળી .
ત્રણે લોકમાં તું રમનારી ,
સચરાચરમાં તુંહિ વસનારી .
જય જય મહામાયા વિકરાલી ,
કાળ તણી મહાકાળ તું કાલી .
ત્રિગુણ રૂપ હું પા ૨ ન પામું ,
તવ શરણે ભવ પાર હું વામું .
રૂપ તમારું શ્યામલ સોહે ,
દર્શન કરતા સુરગણ મોહે .
દશ મુખ નયનો ત્રીસ મનભાવન ,
ભાલબાલશીશમુકુટ સુહાવન .
સકલ જીવના સંકટ હરતી ,
પાલન પોષણ સહુના કરતી .
રૂપનું વર્ણન કોણ કરે મા !
શ્યામ કેશ ઘનવટા સમા મા !
ખપ્પર ખડગ ત્રિશૂલ ધરતી ,
ગદા ચક્ર લઈ ચહુ દિશ ફરતી .
કોપી ધરી અરિ હાથ કટિ પર ,
ધૂમ મચાવે સમર ભૂમિ પર .
પ્રલયકાળમાં પ્રલય કરતી
રૂપ તમોગુણ ઘોર ધરંતી .
વિધા બુદ્ધિની તુંહિ દાતા
બાળક જાણી દયા કર માતા .
મહા પ્રલયની તું અધિષ્ઠાત્રી ,
આધા જનેતા સિદ્ધિદાત્રી .
મંગલમયી સહુ મંગલ કરજો
સ્વજન ગણી મા વિપદા હરજો .
બ્રહ્મા હરિ હર માની
નારદ આદિ સેવે શુક શાની
મણિદ્વીપમાં સ્થાન સુહાવે ,
ભક્તજનોને દુઃખથી બચાવે .
કનક સિંહાસન માત બિરાજે
હોય આરતી નોબત બાજે .
મહાકાળી તે રાવણ રોળ્યો ,
રઘુકુલ તારી અસુર કુલ બોળ્યો .
વિશ્વશાંતિ ને જનસુખ કાજે ,
વિવિધ રૂપ ધરી તુંજ બિરાજે .
કૃષ્ણ રૂપ લે તેહિ રમનારી ,
મધુર હાસ મુરલી કર ધારી .
પાવાગઢમાં તું મતવાલી ,
હણ્યો કંસ તે મા વૈતાલી .
શીશ મુકુટ સુહામણી રાજે ,
કરમાં કેયૂર કંકણ સાજે .
ઝગમગતા કુંડલ બેઉ કાને ,
વિમલ દીપકની માયા જાણે .
તુંહિ ભદ્રકાળી હૈ કલાસી ,
અરિ ૨ક્તની સદા પિયાસી .
ખચ ખચ ખચ કાપે શત્રુ ક૨ ,
ભર ભર ભર શોણિત ખપ્પર ભર .
દલ દલ દલ દાનવ ભક્ષણ કરે ,
ચલ ચલ ચલ અમ સંકટ તું હરે .
ભીષણ સમયમાં શૂર ઝૂઝનારી ,
ખડગ પ્રહારથી અરિ હણનારી .
તોમર સમર કરણ જે આવ્યું ,
લૈ ત્રિશૂલ યમલોક પોંચાડ્યું .
હણ્ય અસિથી દુશ્મન સઘળા ,
સહુથે ખલ દલ થેર્યા સબળા .
રક્તબીજના ખંડ જ કીધા ,
પૂર્ણશક્તિ રક્ત જ પીધા .
મહિષાસુર અતિશય બલધારી ,
રણમાં રોળ્યો તેં લલકારી .
ધૂમ્ર વિલોચન દારુણ દુઃખકારી ,
કર્યો ભસ્મ તેને સંહારી .
ચંડ મુંડના મસ્તક તોડયાં ,
જગમાં જય જય ઝંડા ખેડયા .
દૈત્ય થકી તેં જગત ઉગાર્યું ,
ત્રષિમુનિને રક્ષણ આપ્યું .
શરણાગત દુઃખ ભંજનહારી ,
ક્રર રક્ષા પ્રતિદિન અમારી .
હે વરદાન તું દેવા માતા !
શત્રુ હઠે મળે સુખ શાતા .
જો મા તુજ કૃપા નહિ થાયે ,
જનમ જનમનાં પાપ ન જાયે .
સકલ શક્તિ લૈ આવો મૈયા ,
ત્રિવિધ તાપ શમાવો મૈયા .
કાળી કૃપાળી હે મહાકાળી ,
મનવાંછિત ફળ કે તું દયાળી .
નમું નમું હો નમન ભવાની ,
દુઃખ ટાળી સુખ દે તું ભવાની .
કાળી ચાલીસા પ્રેમથી ,
પાઠ કરે અગિયાર સુખ
સંપત્તિ બહુ વધે સુખી થાય પરિવાર
શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે
ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે
રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇