શુક્રવાર, 14 મે, 2021

14 મે 2021 અખાત્રીજ ના પુજન સમય અને શું દાન કરવાથી શું ફળ મળે.. Akshay Trutiya Dan Gujarati Okhaharan

14 મે 2021 ના પુજન સમય અને શું દાન કરવાથી શું ફળ મળે. Akshay Trutiya Dan Gujarati Okhaharan

akshay-trutiya-na-upay-gujarati
akshay-trutiya-na-upay-gujarati

 

અખાત્રીજ ના દિવસે પુજન સમય થથા શું દાન કરવાથી શું ફળ મલે છે.

વૈશાખ મહિનાના સુદ પક્ષની ત્રીજ તિથિને અખાત્રીજ એટલે અક્ષય તૃતીયા કહેવાય જેમ વંસત પંચમી, વિજયા દશમી કે જેમાં કોઈ પણ નવા કામ કરવા ચોઘડિયા કે મુહૂર્ત જેવાના હોતા નથી તેમજ આ અખાત્રીજ ના દિવસે પણ કોઈ પણ શુભ મુહૂર્ત કે ચોધડિયા જેવાના હોતા નથી . 


અક્ષય તૃતીયા  2021 શુભ સમય: 

અક્ષય તૃતીયા શુક્રવાર 14 મે 2021 તૃતીયા તિથિ શરૂ થાય છે: 

14 મે 2021 થી સવારે 05:38 સુધી ત્રિતીયા તિથિ સમાપ્ત થાય છે: 

15 મે 2021 સુધી 07:59 અક્ષય તૃતીયા 2021 પૂજનનો 

શુભ સમય : પૂજાની કુલ 6 કલાક 40 મિનિટથી સવાર 05:38 થી બપોરે 12:18 અતિ શુભ સમય છે.

આ પવિત્ર દિવસે દાન કરવાથી અક્ષય ફળ ની પ્રાપ્તિ મલે છે. નીચે મુજબ છે. દાન આપતી વખતે તમારું મોં પૂર્વ તરફ હોવું જોઈએ અને દાન લેનાર વ્યક્તિની દિશા ઉત્તર તરફ હોવી જોઈએ. આ સાથે, વિવિધ પદાર્થોના દાન દ્વારા વિવિધ ફળ મેળવવાની માન્યતા છે.


અખાત્રીજ  દાન

1)કપડાના દાનથી સ્વર્ગ તરફ દોરી જાય છે. : 

2)ગોળનું દાન કરવાથી સંપત્તિ અને અનાજ મળે છે. 

3)ચાંદીનું દાન કરવાથી રૂપ અને સૌન્દર્ય પ્રાપ્ત થાય છે. 

4)ગાયને ઘાસનું દાન કરવાથી પાપોથી મુક્તિ મળે છે. 

5) નેત્રદાન કરવાથી આંખોના રોગો થતા નથી. 

6) દર્દીને દવા દાન કરવાથી આનંદ મળે છે. 

7) લોખંડનું દાન કરવાથી રોગોથી રાહત મળે છે. 

8) તલનું દાન કરવાથી બાળકોને જન્મ મળે છે.


લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

 દરરોજ સવારે શ્રી લક્ષ્મી કવચ નો પાઠ એકવાર કરો તમારા ધરમાં રહેલા લક્ષ્મી ને રક્ષણ મળે છે

👇👇👇

  

 


 

ગુરુવાર, 13 મે, 2021

14 મે 2021 અખાત્રીજ ના દિવસે ભૂલથી પણ ના કરો આ 5 કાયૅ નહીં તો ગરીબ થતાં કોઈ નહીં બચાવી શકે. akshaya tritiya 2021 maa laxmi upay gujarati Okhaharan

14 મે 2021 અખાત્રીજ ના દિવસે ભૂલથી પણ ના કરો આ 5 કાયૅ નહીં તો ગરીબ થતાં કોઈ નહીં બચાવી શકે. akshaya tritiya 2021 maa laxmi upay gujarati Okhaharan

akshaya-tritiya-2021-maa-laxmi-upay-gujarati
akshaya-tritiya-2021-maa-laxmi-upay-gujarati

 

14 મે 2021 અક્ષય તૃતીયાને દિવસે ભૂલથી પણના કરો આ કાયૅ . શાસ્ત્રો અનુસાર અક્ષય તૃતીયા આવા અબુજા મુહૂર્તા છે. તેમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવે છે. તેનુ અક્ષય પુણ્ય ફળ મલે છે. અક્ષય તૃતીયા કોઈ પણ શુભ કાર્ય શરૂ થઈ શકે છે. આ વષૅ શુક્રવારના રોજ હોવાથી માતા શ્રી મહા લક્ષ્મી પણ આશીવાદ મળે છે.આદિવસે ખરીદવાની પરંપરા છે. તેનું પાલન કરીને પરિસ્થિતિનો સંપૂર્ણ લાભ લઈ શકાય છે. ચાલો આપણે જાણીએ કે જો તે આજે ક્યાં કાયૅ ના કરવામાં જોઈએ


1)  આજે ખરીદી ખૂબ મહત્વની છે. ખાલી હાથએ ઘરમા માં આવવું જોઈએ નહી.સોનાની કે ચાંદીની વસ્તુ ખરીદિ કરવાનું ખાસ મહત્વ છે પરંતુ ક્ષમતા પ્રમાણે કોઈ ને કોઈ વસ્તુ કે સમાન ખરીદવા નેજ ઘરમાં પ્રવેશ કરવો


2) અક્ષય તૃતીયા નો દિવસ મહાલક્ષ્મી માંનો દિવસ છે માટે જ્યાં સ્વછતા માં નો વાસ. ઘરનાં મંદિર તથા પુજન ની જગ્યાં ખાસ સ્વસ્છ રાખો. પૂજાની સાથે સાથે તમારી પોતાની સ્વચ્છતાનું પણ ધ્યાન રાખો. 


3) અક્ષય તૃતીયા શ્રી લક્ષ્મી નારાયણ નો દિવસ છે માટે શ્રી નારાયણ અતિપ્રિય તુલસીના પાન તોડવા નહી. તેનું પુજન કરો.

4) અક્ષય તૃતીયા ના દિવસે ગુસ્સે ના કરવો.  આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. શુભ કાર્યો ખૂબ જ વિશેષ હોય છે. કોઈપણ શુભ કાર્યો કરવા માટે ઘરનું વાતાવરણ અને મન શાંત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી, આજના દિવસોમાં, ઘરના વડીલો તથા અન્ય લોકો માટે લાગણી રાખો કોઈના માટે મનમાં ખરાબ ભાવનાઓ ના રાખો.


5) કોઈનો અનાદર ના કરવો આખો દિવસ અબુદ્ર મુહૂર્તમાં હોય છે જે અક્ષય આપનારું હોય છે. માટે અનાદર ન કરો, સમાજ અને તમારા માટે પુણ્ય કાર્ય, નવીનીકરણીય કાયૅનું અનંતનું ફળ મલે છે. ઘરની બહાર આવેલા જરૂરિયાતમંદ વ્યક્તિને ખાલી હાથે પાછા ન જવા દો. તે મહત્વનું છે કે તમારે તમારી ક્ષમતા અનુસાર થોડું દાન આપવું જોઈએ, આ દિવસે દરેકને આદર આપવો જોઈએ. 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

  

 દરરોજ સવારે શ્રી લક્ષ્મી કવચ નો પાઠ એકવાર કરો તમારા ધરમાં રહેલા લક્ષ્મી ને રક્ષણ મળે છે

👇👇👇

  


14 મે 2021 અખાત્રીજ માહાત્મ્ય | શ્રી મહાલક્ષ્મી પૂજન વિધિ |  શુભ મુહૂર્ત તથા દાન શુ કરવું? | akshaya tritiya date time Gujarati Okhaharan

14 મે 2021 અખાત્રીજ માહાત્મ્ય | શ્રી મહાલક્ષ્મી પૂજન વિધિ |  શુભ મુહૂર્ત તથા દાન શુ કરવું? | akshaya tritiya date time Gujarati Okhaharan

akshaya-tritiya-date-time-gujarati
akshaya-tritiya-date-time-gujarati

 

ભાગવત પુરાણ પ્રમાણે જેમ ત્રણ વર્ષ આવતા અધિક માસ મહત્વ વધારે એમ દર વર્ષ આવતા વૈશાખ મહિનાને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. એમાં પણ વૈશાખ મહિનાના સુદ પક્ષની ત્રીજ તિથિને અખાત્રીજ એટલે અક્ષય તૃતીયા કહેવાય જેમ વંસત પંચમી, વિજયા દશમી કે જેમાં કોઈ પણ નવા કામ કરવા ચોઘડિયા કે મુહૂર્ત જેવાના હોતા નથી તેમજ આ અખાત્રીજ ના દિવસે પણ કોઈ પણ શુભ મુહૂર્ત કે ચોધડિયા જેવાના હોતા નથી . આ પર્વ હિંદુ ધર્મમાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે આ તિથિ ના દિવસે મહાભારત તથા ત્રેતાયુગ નો પ્રારંભ થયો હતો આ ખાસ દિવસે વૃંદાવન માં શ્રી કૃષ્ણ ભગવાનના ચરણોમાં દશૅન કરાવવામાં આવે છે. આ દિવસે કેદારનાથ મહાદેવ ના કપાટ ખુલે છે. આ દિવસે નારાયણ છઠ્ઠો અને સાતમો અવતાર ત્રેતાયુગ માં થયો હતો.ભગવાન રામ અને પરશુરામ બંને જ વિષ્ણુના અવતાર છે. ભગવાન રામ રધુવંશી કુળના  ક્ષત્રિય કુળમાં જન્મેલાં હોવા છતાં તેમનો મરાયદા પુરૂષોત્તમ બ્રાહ્મણ સ્વાભાવ  હતો. ત્યાં જ, ભગવાન પરશુરામનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો, પરંતુ તેમનો સ્વભાવ ક્ષત્રિયો જેવો હતો. ભગવાન શિવના પરમભક્ત પરશુકામ ન્યાયના દેવતા માનવામા આવે છે.


 આ વર્ષે આ અક્ષય તૃતીયા  શુક્રવાર, 14 મે 2021ના રોજ ઊજવવામાં આવશે. આ તિથિએ જે શુભ કામ કરવામાં આવે છે જે દરેક કાયૅનુ અક્ષય ફળ આપે છે એટલે તેને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે. આ પર્વને અખાત્રીજના નામથી જ ઓળખવામા આવે છે. અક્ષય તૃતીયાના દિવસે નવી વસ્તુઓની ખરીદ દારી અને સોનાથી બનેલી વસ્તુ કે આભૂષણ ખરીદવા ખૂબ જ શુભ માનવામાં આવે છે.અખાત્રીજ ના દિવસે કંઈને કંઈ લઈને ધરે આવવું તથા ધરમાં શ્રી મહાલક્ષ્મીજી નું પુજન કરવું.


અખાત્રીજ તિથિઃ-

વૈશાખ સુદ પક્ષની તૃતીયા તિથિ એટલે અક્ષય તૃતીયા 14 મે 2021 શુકવાર ના રોજ સૂર્યોદય સાથે શરૂ થશે અને બીજા દિવસે 15 મે 2021 શનિવારે સવારે લગભગ 8 વાગ્યા સુધી રહેશે. શુક્રવાર ના દિવસે ખાસ  રોહિણી નક્ષત્રનો સંયોગ  બંને છે.


શ્રીલક્ષ્મી પૂજાની સરળ વિધિઃ-

અખાત્રીજ ના દિવસે સૂર્ય જય પહેલાં સ્નાન કરીને સ્વસ્થ વસ્ત્ર પહેરીને પુજન જગ્યા સાફ કરો તમારૂં મુખ ઉત્તર અથવા પૂર્વ દિશામાં રહે એ રીતે પુજન કરવામાં બેશો.દરેક પુજન ની શરૂઆત પ્રથમ પુજ્ય દેવ શ્રી ગણેશજી થી કરવી. કમૅ સાક્ષી દેવ એટલે દિવો કરો શુદ્ધ ની અને ગાય ના ધી હોય તો અતિ ઉત્તમ.  મુર્તિ હોય પંચામૃત થી અભિષેક કરી ચંદન તિલક કરી લાલ ગુલાબ નો હાર ચડાવો. અને જો ફોટો હોય તો સ્વચ્છ કરી તિલક કરી ફુલ હાર ચોખા ચઢાવો.


શ્રી ગણેશજી ના પુજન બાદ ધુપ કરો. શ્રી લક્ષ્મીનારાયણ દેવને પુજન માટે આવાહન કરવું. પછી સ્વચ્છ જળ અને પંચામૃત વડે અભિષેક કરો. વસ્ત્ર ની ભાવની જેમ માતાજી ને ચુદંડી તથા વિષ્ણુ ભગવાનને જનોઈ અપણૅ કરો. ફુલ , હાર ચોખા ચઢાવો. ખાસ કરીને કમળ ફુલ ચડાવો. ૐ હ્રીં શ્રી મહાલક્ષ્મયૈ નમઃ તથા ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર એક માળા કરો 108 મણકા ની. ખાસ કરીને જો શક્ય હોય શ્રી સુક્ત તથા વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ  જરૂર કરો જેની નીચે આપેલી છે.


દાન પુણ્ય કરવાથી શુભ સમય શરૂ થાય છે.

આ શુભ સમય તથા  તિથિએ દાન કરવાનું વધારે મહત્ત્વ હોય છે તથા આ તો અક્ષય તૃતીયા ની તિથિ છે તો અવશ્ય શુભ ફળ મલે છે, એવામાં અખાત્રીજના દિવસે પોતાની યથાશક્તિ પ્રમાણે દાન કરવો જોઈએ. આ દિવસે શાસ્ત્રોમાં અલગ અલગ પ્રકાર ના દાન કરવાનો મહિમા છે. આ દાન ગૌ, ભૂમિ, તલ, સોનું, ઘી, વસ્ત્ર, અનાજ, ગોળ, ચાંદી, મીઠું, મધ, માટલું, તરબૂચ અને કન્યા છે. જો આમાંથી કોઇ દાન કરી શકો નહીં તો બધા જ પ્રકારના રસ અને ગરમીના દિવસોમાં ઉપયોગમાં આવતી વસ્તુઓનું દાન કરવું જોઈએ. 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

 

 

 

 

બુધવાર, 12 મે, 2021

ગુરૂવારના દિવસે કરો 5 કાયૅ જે તમારી બધી મુશ્કેલીનો અંત લાવી શ્રી લક્ષ્મીજી ની કૃપા રહેશે | Guruvar Upay Gujarati | Okhaharan

ગુરૂવારના દિવસે કરો 5 કાયૅ જે તમારી બધી મુશ્કેલીનો અંત લાવી શ્રી લક્ષ્મીજી ની કૃપા રહેશે -Guruvar Upay Gujarati Okhaharan

guruvar-ke-upay-gujarati
guruvar-ke-upay-gujarati

   

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું ગુરૂવારના દિવસે કરો 5 કાયૅ જે તમારી બધી મુશ્કેલીનો અંત લાવી શ્રી લક્ષ્મીજી ની કૃપા રહેશે 

ગુરૂવારે એકવાર ગાયત્રી માતાની આ સ્તુતિ જરૂર કરી લેજો સવૅ વેદ લક્ષ પ્રાપ્ત થશે અહી ક્લિક કરો.  

તુલસીદાસ રચિત સુદંરકાડ ની એક ચોપાઈ કહેવામાં આવ્યું છે અબ મોહિ ભા ભરોસા હનુમંતા  બીન હરિકૃપા મિલહી નહી સંતા એટલે ભગવાનની કૃપા વગર સંત પુરુષ ના મલે એવી જરીતે આ કળયુગમાં ગુરૂ વગર ભગવાન ના મલે જો તમારા ગુરૂ હોય દરરોજ પુજન સમયે ગુરૂમંત્રનો જાપ કરવો અને તમારા ગુરૂ ના હોય તો હનુમાનજી અને શ્રી હરિ નારાયણ ને ગુરૂ માનવા. આવી જ રીતે દેવાતા ગુરૂ બ્રહસપતી છે જે જ્ઞાનના દાતા છે. બઘા ગ્રહો માં મોટા છે.ગુરૂવારના દિવસથી કોઈ પણ શુભ કાયૅની શરૂઆત કરી શકાય છે એ પછી જપ તપ વ્રત , નોકરીમાં કોઈ શુભ કાયૅ, ઘંઘામાં નવી શરૂઆત કરી શકો છો.


ગુરૂવારે એકવાર શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતીમાં 


પ્રથમ ઉપાય સૂયૅદય પહેલા સ્નાન કરતા સમયે પાણીમાં થોડી હળદર નાખીને સ્નાન કરો. આમ કરવાથી ચામડીનો કોઈ પણ રોગ નાશ થાય છે.


ગુરુવારે કરો ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે 


બીજો ઉપાય સવારે સૂયૅદય પહેલા નિત્યકમૅ પરવારી મંદિર પુજન સમયે ચંદન અને કેસર મિશ્ર કરીને તિલક કરો. અને પાંચ મિનિટ ઓમ બૃં બૃહસ્પતયે નમઃ મંત્ર નો જાપ કરો. બૃહસ્પતયે દેવની કથા વાતા વાચો તથા વાચતા પહેલા પીળા પુષ્પ અપણૅ કરો. આ રીતે કરવાથી ગુરૂ ગ્રહ ની કૃપા રહે છે.


ત્રીજો ઉપાય અલગ અલગ વૃક્ષમાં દેવી દેવતા નો વાસ રહેલો હોય છે તેમ ગુરૂ દેવનો વાસ કેળાના વૃક્ષમાં હોય છે. કેળા વૃક્ષ પર પાણીની અંદર ગોળ મિશ્ર કરીને જળ ચડાવો તથા ઘીનો દિવો કરો પીળા પુષ્પ ચડાવો આ કાયૅ સતત 11 ગુરૂવાર કરો. આ કાયૅ કરવાથી નોકરી, ઘંઘા તથા અભ્યાસમાં પ્રગતી થાય

Krishna-chalisa-gujarati 

ચોથો ઉપાય ગુરૂ, ગાય, ગાયત્રી અને શ્રી લક્ષ્મીનારાયણ આ ચારેય ગાયની અંદર વાસ હોય છે. માટે ગુરૂવાર ના દિવસે એક રોટલી એની ઉપર ઘી, ગોળનો ભુકો, બાફેલી ચણાની દાળ આ ચાર વસ્તુ ભેગી કરીને ગાય ને ખવડાવો અને તમારી મનોકામના કહો. આ કરવાથી ઘનની કમી નહી રહે.


પાચમો ઉપાય પીપળા વૃક્ષમાં પિતૃ તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવી નો વાસ રહેલો હોય છે ગુરૂવારે સંઘ્યા સમયે  પીપળા વૃક્ષ પર પાણીની અંદર દુઘ મિશ્ર કરીને જળ ચડાવો તથા ઘીનો દિવો કરો પીળા પુષ્પ ચડાવો આ કાયૅ સતત 21 ગુરૂવાર કરો. પિતૃઓની કૃપા રહે જે આપણા સ્વગત દેવ છે.


શ્રી ગણેશજી ના 108 નામ જાપ ગુજરાતમાં લખાણ સાથે 


 

જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇