રવિવાર, 20 જૂન, 2021

21 જૂન 2021 નિર્જળા ભીમ અગિયારસ ઉપવાસ ના થાય તો શું કરવું ? | Nirjala Ekadashi 2021 | Gujarati Okhaharan

21 જૂન 2021 નિર્જળા ભીમ અગિયારસ ઉપવાસ ના થાય તો શું કરવું ? |  Nirjala Ekadashi 2021 | Gujarati Okhaharan

Nirjala-Ekadashi-Vrat-Mahiti-Gujarati-Nirjala-ekadashi-2021-2022
Nirjala-Ekadashi-Vrat-Mahiti-Gujarati-Nirjala-ekadashi-2021-2022


આજે નિજૅળા એકાદશી ના પવિત્ર દિવસે જાણીશું કે જો નિજૅળા એકાદશી નો ઉપવાસ ના થાય તો શું કરવું? એકાદશી તિથિ એ જગત ના પાલનહાર શ્રી નારાયણ ને અર્પણ છે એ પછી શુક્લ પક્ષ હોય કે કૃષ્ણ પક્ષ. આ વર્ષ નિજૅળા એકાદશી ૨૧ જુન ૨૦૨૧ સોમવાર ના દિવસે ઉપવાસ કરવાનો છે.આ માહિતી જાણીયે એ પહેલાં વિષ્ણુ ભગવાન નું ધ્યાન ધરી લઈએ ૐ નમો ભગવતે વાસુદેવાય


મિત્રો એકાદશી ના ઉપવાસ કરવાના શાસ્ત્રોમાં કેટલાક નિયમોનો ઉલ્લેખ કરેલ છે. દરેક માસની એકાદશી નું મહત્વ અલગ અલગ હોય છે.આ નિજૅળા એકાદશી નું વ્રત કરવાથી આખા વર્ષ ૨૪ એકાદશી નું ફળ મળે છે.

Nirjalar-Ekadashi-2021-Ekadashi-upay-gujarati

નિજૅળા એકાદશી એટલે જળ વગરની એકાદશી આ એકાદશી નું વ્રત જે લોકો જળ વગર કરે છે તે વૈકુંઠ ની પ્રાપ્તિ થાય છે.પરંતુ આ વ્રત કેટલાક ન આધીન હોય છે.


એકાદશી ના એક દિવસ પહેલાં એટલે દશમ ના દિવસે સૂર્ય અસ્ત પછી ખાવાનું છોડી દેવું જોઈએ અને બારસ સુધી ના ખાવા જોઈએ જે લોકો નિજૅળા ઉપવાસ એમને જળ પણ ના પીવું જોઈએ.જે લોકો જળ વગર ઉપવાસ નથી કરવાના એ લોકો દશમ થી એકાદશી બારસ સુધી ફલાહાર તથા ચા દુધ લઈ શકે છે.



એકાદશી ના દિવસે સવારે બ્રહ્મ મૂહુર્તમાં અથવા સૂયૅદય પહેલાં ઉઠીને નિત્યક્રમ કરી સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરીને ભગવાન શ્રી વિષ્ણુ અથવા તેમના દસ અવતાર માંથી કોઈ મ્રુતિ કે છબી સામે પુજન કરી હાથમાં જળ લઈને એકાદશી વ્રત ભગવાન સમક્ષ સંકલ્પ કરવો.


તમારાથી નિજૅળા ઉપવાસ ના થાય તો એકાદશી ના દિવસે આ બાબત નું ધ્યાન રાખો.


જો તમારૂં સ્વસ્થ સારૂ હોય તો ફક્ત ફલાહાર કરો અને ચોખા, ડુંગરી, લસણ, કે પછી કોઈ પણ તામસી ભોજન અથવા કોઈ પણ પ્રકારનું ભોજન ના કરો આ નિયમ દશમ થી શરૂ કરો.


આ દિવસે કોઈ પણ નિંદા ના કરો કે કોઈ પણ પ્રકાર નું જુઠું ના બોલો અને સારા માણસ સાથે બેસીને સંસ્તંગ કરો. તમારી આજુબાજુ લોકો કંઈ પણ વાતો ના કરો બસ પ્રભુ ભક્તિ માં દિવસ પસાર કરો


 

તમારા રહેલાં નાના મોટા બધાનું માન સમાન્ન તથા તમારી આસપાસ ના લોકો ને પણ માન સન્માન જરૂર કરો કોઈ પણ રીતે કોઈ પણ નું અપમાન ના કરો.


એકાદશી ના દિવસે દાન પુણ્ય કરવાનો પણ વધારે મહત્વ હોય છે માટે આ દિવસે તમારા આંગણે આવેલ કોઈ ગરીબ ને ખાલી હાથે ના જવાદો અને જો કોઈ બ્રાહ્મણ હોય તો ખાસ કરીને તેમને ફળ જરૂર આપો અને યથાશક્તિ હોય તો અનાજ ધન ધાન્ય જરૂર આપો.


આ નિજૅળા એકાદશી દિવસે તમારા ધરની નજીક આવેલા ભગવાન વિષ્ણુ જી કે શિવજી ના મંદિરમાં એક નાની માટલી જળ ભરેલી તેની ઉપર કેરી ફળ મુકી અપૅણ કરો.


જે લોકો નિજૅળા ઉપવાસ કરીયો હોય એમને આ બધી બાબત નું ધ્યાન રાખવાનું તથા પુરો દિવસ બસ ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર નું મનમાં રટણ કર્યા કરવાનું. અને શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ ,૧૦૦૮ નામ ,૧૦૮ નામ તથા ભગવત્ ગીતા અને ખાસ કરીને નિજૅળા એકાદશી ની કથા વાતૉઓ સાંભળો તો તેનું અનેક ધણું ફળ મલે છે.


એકાદશી બીજા દિવસ એટલે પારણા દિવસે ભગવાન શ્રી વિષ્ણુ ના નામ દઈને જળ લેવું અને ઉપવાસ છોડવો.


ૐ નમો ભગવતે વાસુદેવાય મિત્રો હું આશા રાખું છું આ બધી બાબત સમજણ પડી ગઈ વાંચવા માટે આભાર અને સૌને ને મારા રાધે રાધે.

આ બઘી માહિતી અમે પુસ્તક અને ઈન્ટનેટ માહિતી ભેગી કરી છે. પ્રયોગ માટે યોગ્ય નિષ્ણાત જોડે સલાહ લો સલાહ બાદજ કરો.

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

Krishna-chalisa-gujarati

શનિવાર, 19 જૂન, 2021

જેઠ સુદ અગિયારસ નિજૅળા એકાદશી ના ખાસ ઉપાય | Nirajala Ekadashi 2026 Upay Gujarati | Okhaharan

જેઠ સુદ અગિયારસ નિજૅળા એકાદશી ના ખાસ ઉપાય | Nirajala Ekadashi 2026 Upay Gujarati | Okhaharan

 

Nirjalar-Ekadashi-2021-Ekadashi-upay-gujarati
Nirjalar-Ekadashi-2021-Ekadashi-upay-gujarati

 

 

નિર્જળા એકાદશી વિશેષ છે

હિન્દું ધર્મમાં 24 એકાદશી તથા અધિક માસ ની 2 એમ કુલ 26 એકાદશી છે. દરેક એકાદશી પોતાનું મહત્વ હોય છે. પરંતુ જેઠ મહિનાના શુક્લ પક્ષ એકાદશી તિથિ ની આવતી નિર્જળા એકાદશીનું અનેક ઘણું મહત્વ માનવામાં આવે છે. આ એકાદશી પર પાણી પીવાનું હોતું નથી એટલે જળ વગર નો ઉપવાસ કરવાનો હોય છે. આ માટે તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ એકાદશી વ્રત કરવાથી વ્યક્તિને બધી 24 એકાદશીનું ફળ મળે છે.

 

 

નિજૅળા ભીમ એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 



હવે આપણે જાણીએ એકાદશી ખાસ ઉપાય 

1 નિજૅળા એકાદશી ના દિવસે સવારે સૂયૅદય પહેલા ઉઠો ત્યારે પથારીમાં બેઠા ત્યારે બંને હાથની હથેળી ભેગી કરીને હથેળી સામે જોઈને આ મંત્રનો બોલો  

કરગ્રે વસતે લક્ષ્મી, કરમધે સરસ્વતી. કર્મુલે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શન.

2. જયારે સ્નાન સમયે પાણીમાં થોડી ગંગાજળ ઉમેરો અને સ્નાન કરો. આ કરવાથી વ્યક્તિ ઘરે તીર્થયાત્રાનું ફળ મેળવી શકે છે. 

 

 નિજૅળા ભીમ એકાદશી ના દિવસે  4 નિમ્નલિખિત કાયૅ ના કરવા જોઈએ અહી ક્લિક કરો.

 

3 હાલ પરિસ્તિથીતી થોડા કેસ ઓછા થતા જો શક્ય હોય તો, પવિત્ર નદીમાં સ્નાન કરો. સ્નાન કરતી વખતે વરુણ મંત્રનો જાપ કરો - ઓમ વં વરુણાય નમ..

4 સ્નાન કર્યા પછી તાંબાનાં વાસણથી સૂર્યને જળ ચઠાવો. સાથે જળમાં ચોખા અને લાલ કંકુ તથા લાલ ફુલ ઉમેરો અને મંત્ર બોલો ઓમ સૂર્યાય નમઃ. 


5 આ દિવસે સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં પૂજા કરો. પૂર્વજો માટે ખાસ કયો કરો. કોઈ મંદિરમાં જાઓ અને ભગવાનની સામે દીવો પ્રગટાવો. પ્રસાદ, ભગવાનની મ્રુતિ કે છબી માટે ગળાનો હાર, ફૂલો, કેસર વગેરે વસ્તુઓ અર્પણ કરો.

6 કોઈ ગરીબ વ્યક્તિને અથવા મંદિરમાં તલ, કપડા, પૈસા, ફળો અને મીઠાઈઓ દાન કરો.

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

7 આ દિવસે નિજૅળા એકાદશીનું વ્રત હોવાથી નિર્જલ એટલે પાણી વિના ઉપવાસ. જો નિર્જલ ઉપવાસ ન કરી શકે તો ફળો અને દૂધનું સેવન કરીને ઉપવાસ કરી શકાય છે. જો શક્ય હોય તો આ ખાસ કરજો.

8. ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા પણ આ દિવસે કરવી જોઈએ. દેવતાની સામે ઘીનો દીવો પ્રગટાવો. માતા પાર્વતીને સુહાગ વસ્તુઓ અર્પણ કરો.


9 નજીકના શિવ મંદિરમાં જાઓ અને ભગવાનને નાળિયેર, બિલ્વફાલ, સોપારી, મોસમી ફળ વગેરે વસ્તુઓ અર્પણ કરો.

10 ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. ભગવાન વિષ્ણુના અવતારની ની કોઈપણ કથાને જેમકે  રામાયણ, સત્યનારાયણની કથા, વિષ્ણુ પુરાણ વગેરે વાર્તાઓ કરવી જોઈએ.

11. નિર્જળા એકાદશી પર ભગવાન વિષ્ણુને ખીર અર્પણ કરો. તેમાં તુલસીના પાન ઉમેરવા. ભગવાન વિષ્ણુને તુલસીના પાન સાથે ખીર અર્પણ કરવાથી પરિવારમાં શાંતિ રહે છે.

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

12. નિર્જળા એકાદશીના દિવસે પીળા રંગના કપડા, ફળ અને અનાજ ભગવાન વિષ્ણુને અર્પણ કરવા જોઈએ. ભગવાન વિષ્ણુની ઉપાસના કર્યા પછી આ વસ્તુઓ કોઈ બ્રાહ્મણને દાનમાં આપવી જોઈએ. આ કરવાથી ઘરમાં કદી મુશ્કેલી નહીં આવે.

13. નિજળા એકાદશીના દિવસે પીપળના ઝાડ પર પાણી ચઠાવવું જોઈએ. સંઘ્યા સમયે ઘીનો દિવો કરવો માનવામાં આવે છે ભગવાન વિષ્ણુ પીપલમાં રહે છે. આ ઉપાય કરવાથી દેવાથી મુક્તિ મળે છે.



 એકાદશી ના શુભ દિવસે   "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.  

 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

બુધવાર, 16 જૂન, 2021

20 કે 21 જુન નિર્જળા એકાદશી 2021 કયારે છે?. નિર્જળા એકાદશી નું મહત્વ શું છે. ? Nirjala Ekadashi Kayre che 2021 Gujarati Okhaharan

20 કે 21 જુન નિર્જળા એકાદશી 2021 કયારે છે?. નિર્જળા એકાદશી નું મહત્વ શું છે. ? Nirjala Ekadashi Kayre che 2021 Gujarati Okhaharan

Nirjalaa-Ekadashi-Kayre-2021-che-BhimAgiyaras-Gujarati
Nirjalaa-Ekadashi-Kayre-2021-che-BhimAgiyaras-Gujarati

 

 નિર્જળા એકાદશી 2021 કયારે છે. નિર્જળા એકાદશી નું મહત્વ શું છે.

નિર્જળા એકાદશી વિશેષ છે


હિન્દું ધર્મમાં 24 એકાદશી તથા અધિક માસ ની 2 એમ કુલ 26 એકાદશી છે. દરેક એકાદશી પોતાનું મહત્વ હોય છે. પરંતુ જેઠ મહિનાના શુક્લ પક્ષ એકાદશી તિથિ ની આવતી નિર્જળા એકાદશીનું અનેક ઘણું મહત્વ માનવામાં આવે છે. આ એકાદશી પર પાણી પીવાનું હોતું નથી એટલે જળ વગર નો ઉપવાસ કરવાનો હોય છે. આ માટે તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ એકાદશી વ્રત કરવાથી વ્યક્તિને બધી 24 એકાદશીનું ફળ મળે છે.


ઉપવાસ પુજન શુભ સમય


આ નિર્જળા એકાદશીને ભીમ એકાદશી પાંડવ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.

નિર્જળા એકાદશીની શરૂઆત તારીખ 20 જૂને બપોરે 04.21 વાગ્યાથી પ્રારંભ 

 

નિર્જળા એકાદશીની સમાપ્ત 21 જૂને બપોરે 01.31 વાગ્યે સમાપ્ત થશે.

ઉપવાસ સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે 21 જૂને 2021 ના દિવસે ઉપવાસ કરવો. 


નિજળા એકાદશીના પારણા અને જળ પીવાનો સમય 22 જૂનને સવારે 05: 24 થી 08.12 સુધી છે.

 નિર્જળા એકાદશી નું મહત્વ

માન્યતા અનુસાર દશેરાના દિવસથી તામાસિક ખોરાકનો ત્યાગ કરવો જોઈએ. આ સાથે, લસણ અને ડુંગળી વિનાનું ખોરાક લેવું જોઈએ. રાત્રે જમીન પર સૂઈ જાઓ. બીજા દિવસે બ્રહ્મમુહુર્તામાં જાગે અને સૌ પ્રથમ શ્રીહરિને યાદ કરો. આ પછી, દૈનિક પ્રવૃત્તિઓમાંથી નિવૃત્ત થયા પછી, સ્નાનનાં પાણીમાં ગંગાજળ નાખીને સ્નાન કરો. હવે વ્રત લો અને વ્રત લો. ત્યારબાદ પીળા કપડા (કપડા) પહેરો. આ પછી સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરો.


આ શ્રેષ્ઠ નિર્જળા એકાદશી, જે આખા વર્ષ દરમિયાન એકાદશીનો ઉત્તમ લાભ આપે છે, તેને લોકમાં પાંડવ એકાદશી અથવા ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે જે પોતે જ પાણી વિના રહે છે તે બ્રાહ્મણ અથવા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને શુદ્ધ પાણીથી ભરેલું ઘડાનું દાન કરે છે. જીવનમાં તેની કદી કોઈ વસ્તુંની કમી હોતી નથી. હંમેશાં સુખ અને સમૃદ્ધિ રહે છે.


લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

Krishna-chalisa-gujarati 


 

 

 

 Ekadashi Upay,

 



સોમવાર, 14 જૂન, 2021

14 જુન આજે વિનાયક ચોથ ના દિવસે કરો શ્રી ગણેશજી ની આ વંદના કરવાથી દરેક કાયૅ વિધ્ન દુર થશે Ganesh Vandna Lyrics Gujarati Okhaharan

14 જુન આજે વિનાયક ચોથ ના દિવસે કરો શ્રી ગણેશજી ની આ વંદના કરવાથી દરેક કાયૅ વિધ્ન દુર થશે Ganesh Vandna Lyrics Gujarati Okhaharan

Ganesh-Vandna-Lyrics-Gujarati
Ganesh-Vandna-Lyrics-Gujarati


શ્રી ગણેશ વંદના

રવિવાર, 13 જૂન, 2021

14 જુન વિનાયક ચતુર્થી પુજન શુભ મુહૂર્ત અને ઉપાય જેનાથી ધરમાં સુખ,શાંતિ અને સંપત્તિ મળે VInayak Chaturthi June 2021 Gujarati Okhaharan

14 જુન વિનાયક ચતુર્થી પુજન શુભ મુહૂર્ત અને ઉપાય જેનાથી ધરમાં સુખ,શાંતિ અને સંપત્તિ મળે Vinayak Chaturthi June 2021 Gujarati Okhaharan  

vinayak-chaturthi-June-2021-Gujarati
vinayak-chaturthi-June-2021-Gujarati

 

શ્રી ગણેશ સૌવ નું ભલું કરે આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું વિનાયક ચતુર્થી વિશે.