સોમવાર, 21 જૂન, 2021

અખંડ સૌભાગ્ય આપનાર વટ સાવિત્રી વ્રત કથા ગુજરાતીમાં | Vat Savitri Vrat Katha in Gujarati | Okhaharan

અખંડ સૌભાગ્ય આપનાર વટ સાવિત્રી વ્રત કથા ગુજરાતીમાં |  Vat Savitri Vrat Katha in Gujarati | Okhaharan

 
vat-savitri-vrat-katha-gujarati-vad-savitri-vrat-katha-gujarati
vat-savitri-vrat-katha-gujarati-vad-savitri-vrat-katha-gujarati

 

વટ સાવિત્રી વ્રતનું મહત્વ

•    આ દિવસે ઉપવાસ કરવાથી અખંડ સૌભાગ્ય મળે છે.

•    આ ઉપવાસ બાળકો મેળવવા માટે પણ કરવામાં આવે છે.

•    આ શુભ દિવસે વટ વૃક્ષની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

•    આ દિવસે પુજન કરવાથી યમદેવતા પ્રસન્ન થાય છે.

વટ સાવિત્રીનો ઉપવાસ ક્યારે રાખશે

આ વષૅ બારસ અને તેરશ નો ક્ષય છે માટેઆ વ્રત


વટ સાવિત્રી વ્રત કથા

ઘણા વષો પહેલા અશ્વપતિ નામનો એક રાજા થઇ ગયો તેની રાણીનું નામ મંગળા રાજાને ખૂબ જ દયાળુ અને પરોપકારી હતા.તેમના રાજ્યની પ્રજા સુખી હતી રાજાના દરબારમાં દરેકને સરખો ન્યાય મળતો હતો. પોતાની પ્રજાને પિતા સમાન પ્રેમ કરતો હતો.  આ અશ્વપતિ રાજા સવૅ વાતો ખુશ હતો પણ તેને એક જ વાતનો ઘણું દુઃખ હતું કે તેમને કોઈ સંતાન ન હતો.એક દિવસ આ રાજાને ત્યાં નારદમુનિ પધાર્યા તેમણે રાજાને તેની ચિંતાનું કારણ પૂછ્યું ત્યારે તેમણે પોતાનું દુઃખ જણાવ્યું નારદ મુનિએ રાજાને સંતાન પ્રાપ્ત કરવા માટે તપ કરવાનું કહ્યું 

 વટ સાવિત્રી વ્રત ના દિવસે પતિના દિધૅઆયુ માટે કરો આ મંત્ર જાપ  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો. 


નારદમુનિ આદેશ અનુસાર મુજબ રાજા એ સાવિત્રી દેવીની આરાધના કરવામાં આવે તો ખૂબ જ આકારૂ તપ કર્યું એટલે એમને સાવીત્રી દેવી પ્રસન્ન થયા તેમણે રાજાને વરદાન માગવાનું કહ્યું રાજા બોલ્યા આપની કૃપાથી અમે સર્વ વાતે સુખી છે પણ આ સુખ ભોગવવા માટે છે કોઈ સંતાન નથી . સાવિત્રી દેવી બોલ્યા તારા જીવનમાં પુત્ર સુખ નથી પરંતુ મેં તને વચન આપ્યું છે એટલે તને પુત્રને બદલે પુત્રી થસે અને એ પુત્રી એવી હશે કે  ગુણીયલ સંસ્કારી અને ભક્તિભાવ વાળી હશે હશે કે આગળ જતાં તેનું નામ રોશન કરશે તો આ પુત્રીનું નામ મારું નામ પરથી સાવિત્રી પાડજે દેવી અંતર્ધ્યાન થઈ ગયા.


 થોડા સમય બાદ રાણીને દિવસો રહ્યા અને પૂરા નવ માસે એક છોકરી ને જન્મ આપ્યો તે કુવંરી રૂપરૂપના અંબાર જેવી હતી રાજા રાણી માતાજીના કહ્યા પ્રમાણે આ નામ સાવિત્રી પાડ્યું તે ખૂબ લાડકોડમાં ઉછેર કરવા લાગી તે દિવસે ન વધે તેટલી રાતે વધે તો તેને ભણાવી ગણાવી અને બધી બાબતે પારંગત બનાવી સાવિત્રી ઉંમરલાયક રાજા-રાણી તેને લગ્નની માટે  તેને જોવા માટે અનેક રાજકુમારો આવવા લાગ્યા પણ તેની આગળ વામણા લાગવા માંડ્યા એટલે એને કોઈ પસંદ ના આવ્યું 

વટ સાવિત્રી વ્રત ક્યારે છે ? | પુજન સ્રામગ્રી | પુજન કેવી રીતે કરવું?  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો. 

 


સાવિત્રીએ જ્યારે યૌવનના ઉંબરે પગ મૂક્યો, ત્યારે તેના માટે યોગ્ય વરની શોધવો ધણો મુશ્કિલ હતો આથી સાવિત્રીને યોગ્ય વરની શોધ કરવા માટે દેશભ્રમણ માટે મોકલી દેવામાં આવી, જેથી કરીને સુયોગ્ય વરની પસંદગી કરી શકે. સાવિત્રીએ પોતાની માટે સત્યવાનને પસંદ કરી લીધો, નારદજીએ સત્યવાન અને સાવિત્રીન ગ્રહોની ગણના કરીને તેના વ્યક્તિત્વના વખાણ કર્યા, પણ સાથે કહ્યું પણ કે સત્યવાનનું આયુષ્ય ખૂબ નાનું છે. આ સાંભળી રાજા અશ્વપતિને ખૂબ દુ:ખ થયું તેમણે સાવિત્રીને બીજો યોગ્ય વર શોધવાનું કહ્યું. પણ સાવિત્રી તેના નિર્ણય પર અટલ હતી. તેણે કહ્યં “પિતાજી, હું આર્ય કુમારી છું, આર્ય સ્ત્રીઓ જીવનમાં એક જ વાર પતિની પસંદગી કરે છે. મેં સત્યવાનને મનોમન વરી ચૂકી છું. હવે તે અલ્પાઆયુ હોય કે દીર્ધાયું, એ મારા નસીબની વાત છે. પણ હું કોઈ અન્યને મારા હ્રદયમાં સ્થાન નહી આપું.”



સાવિત્રી અને સત્યવાન ના લગ્ન થઈ ગયા. સાવિત્રી પોતાના સાસુ-સસરા સાથે જંગલમાં રહેવા લાગી. તે સાસુ સસરાની સેવા કરતી આમ, સમય વીતતો ગયો. સત્યવાનનું આયુષ્ય પૂરુ થઈ ગયું.


એક દિવસ જ્યારે સત્યવાન લાકડીઓ કાંપવા માટે જવા લાગ્યો ત્યારે સાવિત્રી પણ સાસુ-સસરાની આજ્ઞા લઈને તેમની સાથે ચાલવા માંડી. સત્યવાને મીઠા મીઠા ફળ લાવીને સાવિત્રીને આપ્યાં અને પોતે લાકડી કાંપવા ઝાડ પર ચઢી ગયો. થોડી જ વારમાં તેનુ માથું સખત દુ:ખાવાં માંડ્યુ, અને તે નીચે ઉતરી ગયો.

 

વટસાવિત્રી વ્રત નું ઉજવણું કેવી રીતે કરવું? | જો સ્ત્રી માસિક ધર્મ હોય તો શું કરવું ? | ગભૅવતી સ્ત્રીએ કેવી રીતે કરવું? ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  


સાવિત્રીએ પાસે આવેલાં એક વડના વૃક્ષ નીચે તેને સુવાડી દીધો અને તેનું માથું પોતાના ખોળામાં મૂકી દીધુ. સાવિત્રી બધું જાણતી હતી કે શું થવાનું છે.? એટલા માટે તેનું હૃદય કાંપી રહ્યુ હતું. પણ મનમાં તેણે કશું વિચારી લીધુ હતું આથી એક ગજબની પવિત્ર દૃઢતા તેના ચેહરા પર દેખાતી હતી. તેણે તો બસ એ જ ક્ષણની રાહ જોઈ રહી હતી, અને તે સમય પણ આવી ગયો. બ્રહ્માના વિધાન મુજબ યમરાજ સત્યવાનના પ્રાણ લઈને જવા માંડ્યો. સાવિત્રી પણ તેમની પાછળ જવાં માંડી. યમરાજે સાવિત્રીને પરત ફરવાં કહ્યું.



જવાબમાં તે બોલી - “ મહારાજ, પત્નીનું પત્નીત્વ ત્યારે જ સાર્થક કહેવાય જ્યારે તે પતિનું પડછાંયાની જેમ અનુસરણ કરે. અને હું પણ એ જ કરી રહી છું. આ મારી મર્યાદા છે. તમે આના વિરુધ્ધ કશું પણ બોલો એ તમને શોભા નથી આપતું.” યમરાજને લાગ્યું કે સાવિત્રીને કોઈ વરદાન આપી દઈશ તો તે મારો પીછો નહી કરે. તેમણે સાવિત્રીને પતિના પ્રાણ સિવાય કશું પણ માંગવાનું કહ્યું. સાવિત્રીએ યમરાજ પાસેથી સાસુ-સસરાના આંખોની રોશની તથા દીર્ધાયું માંગી લીધું. યમરાજ તથાસ્તુ કહીને આગળ વધી ગયા. સાવિત્રીએ ફરી યમરાજની પાછળ ચાલવાં માડી. યમરાજે જોયું તો સાવિત્રી પાછળ આવતી હતી.

શ્રી ગણેશજી ના "" 12 નામ જાપ ""  દરેક કાર્ય ના વિધ્ન દૂર થશેગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  


તેમણે સાવિત્રીને આગળ આવતા રોકીને વિપરીત દિશામાં જવાનું કહ્યું. ત્યારે સાવિત્રી એ કહ્યું “ધર્મરાજ, પતિ વગર નારીનું જીવન અધુરું છે. અમે પતિ-પત્ની અલગ અલગ રસ્તે કેવી રીતે જઈ શકીએ છીએ. મારા પતિ જે રસ્તે જશે તે જ રસ્તે હું પણ જઈશ.” સાવિત્રીની ધર્મનિષ્ઠા જોઈને તેમણે ફરી વરદાન માંગવાનું કહ્યું. આ વખતે સાવિત્રીએ સો ભાઈઓની બહેન બનવાનું વરદાન માંગી લીધુ. યમરાજ ફરી ‘તથાસ્તુ’ કહીને ચાલવાં માંડ્યાં. સાવિત્રી ફરી તેમના પાછળ ચાલવા માંડી. યમરાજે ફરી સાવિત્રીને કહ્યું “ ભદ્રે ! હજું પણ તારા મનમાં કોઈ ઈચ્છા બાકી હોય તો બતાવ, તું જે માંગીશ તે મળશે.”

 

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 


સાવિત્રી બોલી, “જીવનદાતા ! તમે જો મારા પર સાચે જ પ્રસન્ન હોય, અને મને તમારાં દિલથી કાંઈ આપવાં માંગતા હોય તો મને સો પુત્રોની માઁ બનવાનું વરદાન આપો.” યમરાજે ‘તથાસ્તુ’ કહીને આગળ વધ્યા.


સાવિત્રીએ ફરી તેમનો પીછો કર્યો. યમરાજે કહ્યું કે” હવે આગળ ન વધીશ, મેં તને જોઈતું વરદાન આપી ચૂક્યો છું, હવે કેમ પીછો કરે છે. ?”

સાવિત્રીએ કહ્યું “ તમે મને સો પુત્રોની માઁ બનવાનું વરદાન તો આપ્યુ, પણ શું પતિ વગર હું સંતાનને જન્મ આપી શકુ છું? મને મારા પતિ મળશે ત્યારે તો હું તમારું વરદાન પૂરુ કરી શકીશ”.


સાવિત્રીની ધર્મનિષ્ઠા, જ્ઞાન, વિવેક તથા પતિવ્રતની વાત જાણી યમરાજે સત્યવાનને પોતાના પાસેથી મુક્ત કરી દીધો. આવી રીતે પતિના પ્રાણ પરત મેળવીને તથા યમરાજનું અભિવાદન કરી સાવિત્રી તે જ વટવૃક્ષ નીચે આવી જ્યાં સત્યવાને પ્રાણ છોડ્યાં હતા. 

પુત્રની પ્રાપ્તિ માટે શ્રી ગણેશજી નો "" સંતાન ગણપતિ સ્તોત્રમ્ "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


સાવિત્રીએ વટવૃક્ષને પ્રણામ કરીને જેવી વડની પરિક્રમા પૂરી કરી, તેવો જ સત્યવાન જીવતો થઈ ગયો. સાવિત્રી ખુશ થઈને પોતાના પતિ સાથે સાસુ-સસરા પાસે ગઈ. તેમના આંખોની રોશની પાછી આવી ગઈ હતી. તેમના મંત્રી તેમને શોધતા શોધતા આવી ગયા હતાં. અને તેમણે ફરી રાજ સિંહાસન સંભાળ્યું.


મહારાજ અશ્વપતિ સો પુત્રોના પિતા થયા તથા સાવિત્રી સો ભાઈઓની બહેન બની. સાવિત્રી પણ વરદાનના પ્રભાવથી સો પુત્રોની માતા બની. આમ, ચારેબાજુ સાવિત્રીના પતિવ્રત ધર્મ પાલનની ગુંજ થવાં માંડી.


 શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

 

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ભીમે કરી એકાદશી એકાદશી ભજન ગુજરાતીમાં | Bhim Ekadashi Bhjan Bhme Kari ekadashi | Ekadashi Bhajn Gujarati Lyrics

 ભીમે કરી એકાદશી એકાદશી ભજન ગુજરાતીમાં |  Bhim Ekadashi Bhjan Bhme Kari ekadashi | Ekadashi Bhajn Gujarati Lyrics

Bhim-Ekadashi-Bhjan-Gujarati-Lyrics
Bhim-Ekadashi-Bhjan-Gujarati-Lyrics

એકાદશી ભજન

 

ભીમે કરી એકાદશી રે એતો નદીએ ન્હાવા જાય રે (2)

જમુનાના પથમાં ભૂલો પડ્યો,

હા રે આડે વગડે અથડાય(2)... ભીમે કરી એકાદશી


ચાલી ચાલી ને આવીયો રે નાની સરિતાની માંય (2)

આચ્છા પાણી ને વહેણ સાંકડા,

હા રે જોઈને થયો ઉદાસ(2)... ભીમે કરી એકાદશી


ભીમે તે મનમાં વિચાર્યું રે વીતી જાય સ્નાન કાળ(2)

સરિતામાં આડો સુઈ ગયો,

હા રે બાંધી દીધી પાળ(2)... ભીમે કરી એકાદશી


કાંઠે દેવળ મહાદેવનું રે જળ ભરાય છે ત્યાંય (2)

પાર્વતી પુછે છે મહાદેવ ને,

હા રે આ તે કેવું કહેવાય(2)... ભીમે કરી એકાદશી



નથી વાદળ નથી વીજળી રે નથી વર્ષા નું નામ (2)

ઓચિંતા નીર ક્યાંથી અવિયા

હા રે હમણા ડૂબી જશે ધામ(2)... ભીમે કરી એકાદશી


શંકર કહે સતી સાંભળો રે એક આવ્યો છે ભકત (2)

સરિતામાં આડો સુઈ ગયો

હા રે થયો ન્હાવા તત્કાળ(2)... ભીમે કરી એકાદશી


એવો તે ભકત કેવો હશે મને દેખાડો ને દેવ (2)

ગૌરી થયા છે ગાવડી

હા રે વાઘ બન્યા છે મહાદેવ(2)... ભીમે કરી એકાદશી


ઊંચું કરીને પૂછડું રે આગળ દોડે છે ગાય (2)

પાછળ પડ્યો છે વાઘ કારમો

હા રે ભીમ પાસે એ જાય(2)... ભીમે કરી એકાદશી


ભીમે જોયું ને ક્રોધ વ્યાપ્યો રે વાઘ મારે છે ગાય (2)

પૂછડું પકડયું છે વાઘ નું

હા રે એને રોકી લીધો ત્યાંય(2)... ભીમે કરી એકાદશી


વાઘે તે પંજો મારીયો રે ડાબા પડખા ની માય (2)

પડખું ચીરાણું છે ભીમ નું

હા રે રકતધારા વહી જાય(2)... ભીમે કરી એકાદશી


ક્રોધે થયો છે ભીમ આકળો રે આવ્યો જળ ની બહાર(2)

પૂછડું પકડી ને ફેરવ્યું

હા રે કર્યા મારવા વિચાર(2)... ભીમે કરી એકાદશી


અદ્રશ્ય વાઘ ત્યાંતો થઈ ગયો રે ખાલી દીશે છે હાથ (2)

વિસ્મય થઈને ભીમ જોઈ રહ્યો

હા રે પ્રગટ થયા ભોળાનાથ(2)... ભીમે કરી એકાદશી


ચરણે પડી ભીમ બોલીયા રે ધન્ય ધન્ય મારા નાથ (2)

ઓચિંતા દર્શન આજે આપિયા

હા રે વાઘ આવ્યો ન હાથ(2)... ભીમે કરી એકાદશી


પડખું ચીરીને નાસી ગયો રે એને મારી નાખું ઠાર (2)


મહાદેવે હાથ ફેરવ્યો

હા રે આવી આનંદની લહેર(2)... ભીમે કરી એકાદશી


વજ્ર સમું પડખું થઈ ગયું રે મટી ગયું સહુ દુઃખ (2)

આનંદ પામીને ભીમ બોલીયો

હા રે મને લાગી છે બહુ ભુખ(2)... ભીમે કરી એકાદશી


શંકર કહે સતીના દીકરા આજે અન્ન ના ખવાય (2)

આજે જળ ના પીવાય

હા રે આજે નીર્જળા એકાદશી (2)... ભીમે કરી એકાદશી


આજે ઉપવાસ કરીશ પ્રેમથી રે પછી ઘણું બધું ખાઈલે (2)

મારી કૃપા થી પચી જશે

હા રે બહુ બળીયો તું થાય (2). .. ભીમે કરી એકાદશી


દ્વાદશી એ ઝેર દીધું ભીમ ને રે કરી કૌરાવો રે રોષ(2)

એકાદશી ના વ્રત ના પ્રભાવથી

હા રે એને વ્યાપ્યું નહીં વિષ(2)... ભીમે કરી એકાદશી

 

 એકાદશી ના શુભ દિવસે   "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.  

 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

વટ સાવિત્રી વ્રત ક્યારે છે ? | પુજન સ્રામગ્રી | પુજન કેવી રીતે કરવું? | Vat Savitri Vrat 2021 date time Pujan item Gujarati

 વટ સાવિત્રી વ્રત ક્યારે છે ? | પુજન સ્રામગ્રી | પુજન કેવી રીતે કરવું? | Vat Savitri Vrat 2021 date time Pujan item Gujarati 

Vat-savitri-vrat-pujan-time-date-gujarati
Vat-savitri-vrat-pujan-time-date-gujarati

 

આજે આપણે ગુજરાતી લેખમાં જાણીશું વટ સાવિત્રી વ્રત ગુજરાતમાં ક્યારે ઉજવાસે અને પુજન સ્રામગ્રી કંઈ છે કેવી રીતે પુજન કરશો તે બધું આજે આ લેખમાં જાણીશું.

વટ સાવિત્રી વ્રત ક્યારે છે

 હિન્દુ  ધર્મમાં વટ સાવિત્રીનો વ્રત ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, સુહાગિન સ્ત્રીઓ આ ઉપવાસ તેમના પતિ અને બાળકોના લાંબા જીવન માટે રાખે છે. આ વ્રત દર વર્ષે જયેષ્ઠ માસમાં સુદ તેરશ થી શરૂ કરવામાં આવે છે. આ વ્રતનું પાલન કરવાથી વ્યક્તિને શાશ્વત સૌભાગ્ય મળે છે. 


વટ સાવિત્રી વ્રતનું મહત્વ

•    આ દિવસે ઉપવાસ કરવાથી અખંડ સૌભાગ્ય મળે છે.

•    આ ઉપવાસ બાળકો મેળવવા માટે પણ કરવામાં આવે છે.

•    આ શુભ દિવસે વટ વૃક્ષની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

•    આ દિવસે પુજન કરવાથી યમદેવતા પ્રસન્ન થાય છે.

વટ સાવિત્રીનો ઉપવાસ ક્યારે રાખશે

આ વષૅ બારસ અને તેરશ નો ક્ષય છે માટેઆ વ્રત

•    આ વર્ષે 22 જૂને મંગળવાર થી શરૂ કરીને 24 જુન પુનમ સુઘી સમાપ્ત થશે. આ વ્રત ત્રણ દિવસ નુ હોય છે.  


વટ સાવિત્રી પૂજા સામગ્રીની સૂચિ

•    સાવિત્રી-સત્યવાનની મૂર્તિઓ

•    સુહાગણ પુજન વસ્તુઓ

•    જળથી ભરેલ કળશ

•    વાંસના પંખા

•    સફેદ સુતર નો દોરો

•    દીપ

•    ઘી

•    ફળ

•    ફૂલ

•    અબીલ ગુલાલ

•    કંકુ

•    ચોખા

•    રોલી

•    હનીડ્યુ

•    પોડ્સ

•    વડનું ફળ

પૂજાની રીત

•    આ શુભ દિવસે વહેલી સવારે સૂયૅદય પહેલા ઉઠી ને નિત્યકમૅ પરવારી લો.

•    ઘરના મંદિરમાં તમામ દેવી દેવતાનું પુજન કરો અને દીવો પ્રગટાવો.

•    આ શુભ દિવસે વટ ઝાડની પૂજાનું વિશેષ મહત્વ છે.

•    વટનાં ઝાડ નીચે સાવિત્રી અને સત્યવાનની મૂર્તિ મૂકો.

•    આ પછી, મૂર્તિ અને ઝાડને જળ ચઠાવો.

•    આ પછી, પૂજાની બધી સામગ્રી અર્પણ કરો.

•    સફેદ સુતરને ઝાડ સાથે બાંધો, તેની ફરતે સાત વાર ફેરવો.

•    આ દિવસે સાવિત્રી સત્યવાન કથા વાર્તા પણ સાંભળો.

•    આ દિવસે ભગવાનનું વધુમાં વધુ ધ્યાન કરો.

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

Krishna-chalisa-gujarati

 


રવિવાર, 20 જૂન, 2021

21 જૂન 2021 નિર્જળા ભીમ અગિયારસ ઉપવાસ ના થાય તો શું કરવું ? | Nirjala Ekadashi 2021 | Gujarati Okhaharan

21 જૂન 2021 નિર્જળા ભીમ અગિયારસ ઉપવાસ ના થાય તો શું કરવું ? |  Nirjala Ekadashi 2021 | Gujarati Okhaharan

Nirjala-Ekadashi-Vrat-Mahiti-Gujarati-Nirjala-ekadashi-2021-2022
Nirjala-Ekadashi-Vrat-Mahiti-Gujarati-Nirjala-ekadashi-2021-2022


આજે નિજૅળા એકાદશી ના પવિત્ર દિવસે જાણીશું કે જો નિજૅળા એકાદશી નો ઉપવાસ ના થાય તો શું કરવું? એકાદશી તિથિ એ જગત ના પાલનહાર શ્રી નારાયણ ને અર્પણ છે એ પછી શુક્લ પક્ષ હોય કે કૃષ્ણ પક્ષ. આ વર્ષ નિજૅળા એકાદશી ૨૧ જુન ૨૦૨૧ સોમવાર ના દિવસે ઉપવાસ કરવાનો છે.આ માહિતી જાણીયે એ પહેલાં વિષ્ણુ ભગવાન નું ધ્યાન ધરી લઈએ ૐ નમો ભગવતે વાસુદેવાય


મિત્રો એકાદશી ના ઉપવાસ કરવાના શાસ્ત્રોમાં કેટલાક નિયમોનો ઉલ્લેખ કરેલ છે. દરેક માસની એકાદશી નું મહત્વ અલગ અલગ હોય છે.આ નિજૅળા એકાદશી નું વ્રત કરવાથી આખા વર્ષ ૨૪ એકાદશી નું ફળ મળે છે.

Nirjalar-Ekadashi-2021-Ekadashi-upay-gujarati

નિજૅળા એકાદશી એટલે જળ વગરની એકાદશી આ એકાદશી નું વ્રત જે લોકો જળ વગર કરે છે તે વૈકુંઠ ની પ્રાપ્તિ થાય છે.પરંતુ આ વ્રત કેટલાક ન આધીન હોય છે.


એકાદશી ના એક દિવસ પહેલાં એટલે દશમ ના દિવસે સૂર્ય અસ્ત પછી ખાવાનું છોડી દેવું જોઈએ અને બારસ સુધી ના ખાવા જોઈએ જે લોકો નિજૅળા ઉપવાસ એમને જળ પણ ના પીવું જોઈએ.જે લોકો જળ વગર ઉપવાસ નથી કરવાના એ લોકો દશમ થી એકાદશી બારસ સુધી ફલાહાર તથા ચા દુધ લઈ શકે છે.



એકાદશી ના દિવસે સવારે બ્રહ્મ મૂહુર્તમાં અથવા સૂયૅદય પહેલાં ઉઠીને નિત્યક્રમ કરી સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરીને ભગવાન શ્રી વિષ્ણુ અથવા તેમના દસ અવતાર માંથી કોઈ મ્રુતિ કે છબી સામે પુજન કરી હાથમાં જળ લઈને એકાદશી વ્રત ભગવાન સમક્ષ સંકલ્પ કરવો.


તમારાથી નિજૅળા ઉપવાસ ના થાય તો એકાદશી ના દિવસે આ બાબત નું ધ્યાન રાખો.


જો તમારૂં સ્વસ્થ સારૂ હોય તો ફક્ત ફલાહાર કરો અને ચોખા, ડુંગરી, લસણ, કે પછી કોઈ પણ તામસી ભોજન અથવા કોઈ પણ પ્રકારનું ભોજન ના કરો આ નિયમ દશમ થી શરૂ કરો.


આ દિવસે કોઈ પણ નિંદા ના કરો કે કોઈ પણ પ્રકાર નું જુઠું ના બોલો અને સારા માણસ સાથે બેસીને સંસ્તંગ કરો. તમારી આજુબાજુ લોકો કંઈ પણ વાતો ના કરો બસ પ્રભુ ભક્તિ માં દિવસ પસાર કરો


 

તમારા રહેલાં નાના મોટા બધાનું માન સમાન્ન તથા તમારી આસપાસ ના લોકો ને પણ માન સન્માન જરૂર કરો કોઈ પણ રીતે કોઈ પણ નું અપમાન ના કરો.


એકાદશી ના દિવસે દાન પુણ્ય કરવાનો પણ વધારે મહત્વ હોય છે માટે આ દિવસે તમારા આંગણે આવેલ કોઈ ગરીબ ને ખાલી હાથે ના જવાદો અને જો કોઈ બ્રાહ્મણ હોય તો ખાસ કરીને તેમને ફળ જરૂર આપો અને યથાશક્તિ હોય તો અનાજ ધન ધાન્ય જરૂર આપો.


આ નિજૅળા એકાદશી દિવસે તમારા ધરની નજીક આવેલા ભગવાન વિષ્ણુ જી કે શિવજી ના મંદિરમાં એક નાની માટલી જળ ભરેલી તેની ઉપર કેરી ફળ મુકી અપૅણ કરો.


જે લોકો નિજૅળા ઉપવાસ કરીયો હોય એમને આ બધી બાબત નું ધ્યાન રાખવાનું તથા પુરો દિવસ બસ ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર નું મનમાં રટણ કર્યા કરવાનું. અને શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ ,૧૦૦૮ નામ ,૧૦૮ નામ તથા ભગવત્ ગીતા અને ખાસ કરીને નિજૅળા એકાદશી ની કથા વાતૉઓ સાંભળો તો તેનું અનેક ધણું ફળ મલે છે.


એકાદશી બીજા દિવસ એટલે પારણા દિવસે ભગવાન શ્રી વિષ્ણુ ના નામ દઈને જળ લેવું અને ઉપવાસ છોડવો.


ૐ નમો ભગવતે વાસુદેવાય મિત્રો હું આશા રાખું છું આ બધી બાબત સમજણ પડી ગઈ વાંચવા માટે આભાર અને સૌને ને મારા રાધે રાધે.

આ બઘી માહિતી અમે પુસ્તક અને ઈન્ટનેટ માહિતી ભેગી કરી છે. પ્રયોગ માટે યોગ્ય નિષ્ણાત જોડે સલાહ લો સલાહ બાદજ કરો.

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

Krishna-chalisa-gujarati

શનિવાર, 19 જૂન, 2021

જેઠ સુદ અગિયારસ નિજૅળા એકાદશી ના ખાસ ઉપાય | Nirajala Ekadashi 2026 Upay Gujarati | Okhaharan

જેઠ સુદ અગિયારસ નિજૅળા એકાદશી ના ખાસ ઉપાય | Nirajala Ekadashi 2026 Upay Gujarati | Okhaharan

 

Nirjalar-Ekadashi-2021-Ekadashi-upay-gujarati
Nirjalar-Ekadashi-2021-Ekadashi-upay-gujarati

 

 

નિર્જળા એકાદશી વિશેષ છે

હિન્દું ધર્મમાં 24 એકાદશી તથા અધિક માસ ની 2 એમ કુલ 26 એકાદશી છે. દરેક એકાદશી પોતાનું મહત્વ હોય છે. પરંતુ જેઠ મહિનાના શુક્લ પક્ષ એકાદશી તિથિ ની આવતી નિર્જળા એકાદશીનું અનેક ઘણું મહત્વ માનવામાં આવે છે. આ એકાદશી પર પાણી પીવાનું હોતું નથી એટલે જળ વગર નો ઉપવાસ કરવાનો હોય છે. આ માટે તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ એકાદશી વ્રત કરવાથી વ્યક્તિને બધી 24 એકાદશીનું ફળ મળે છે.

 

 

નિજૅળા ભીમ એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 



હવે આપણે જાણીએ એકાદશી ખાસ ઉપાય 

1 નિજૅળા એકાદશી ના દિવસે સવારે સૂયૅદય પહેલા ઉઠો ત્યારે પથારીમાં બેઠા ત્યારે બંને હાથની હથેળી ભેગી કરીને હથેળી સામે જોઈને આ મંત્રનો બોલો  

કરગ્રે વસતે લક્ષ્મી, કરમધે સરસ્વતી. કર્મુલે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શન.

2. જયારે સ્નાન સમયે પાણીમાં થોડી ગંગાજળ ઉમેરો અને સ્નાન કરો. આ કરવાથી વ્યક્તિ ઘરે તીર્થયાત્રાનું ફળ મેળવી શકે છે. 

 

 નિજૅળા ભીમ એકાદશી ના દિવસે  4 નિમ્નલિખિત કાયૅ ના કરવા જોઈએ અહી ક્લિક કરો.

 

3 હાલ પરિસ્તિથીતી થોડા કેસ ઓછા થતા જો શક્ય હોય તો, પવિત્ર નદીમાં સ્નાન કરો. સ્નાન કરતી વખતે વરુણ મંત્રનો જાપ કરો - ઓમ વં વરુણાય નમ..

4 સ્નાન કર્યા પછી તાંબાનાં વાસણથી સૂર્યને જળ ચઠાવો. સાથે જળમાં ચોખા અને લાલ કંકુ તથા લાલ ફુલ ઉમેરો અને મંત્ર બોલો ઓમ સૂર્યાય નમઃ. 


5 આ દિવસે સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં પૂજા કરો. પૂર્વજો માટે ખાસ કયો કરો. કોઈ મંદિરમાં જાઓ અને ભગવાનની સામે દીવો પ્રગટાવો. પ્રસાદ, ભગવાનની મ્રુતિ કે છબી માટે ગળાનો હાર, ફૂલો, કેસર વગેરે વસ્તુઓ અર્પણ કરો.

6 કોઈ ગરીબ વ્યક્તિને અથવા મંદિરમાં તલ, કપડા, પૈસા, ફળો અને મીઠાઈઓ દાન કરો.

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

7 આ દિવસે નિજૅળા એકાદશીનું વ્રત હોવાથી નિર્જલ એટલે પાણી વિના ઉપવાસ. જો નિર્જલ ઉપવાસ ન કરી શકે તો ફળો અને દૂધનું સેવન કરીને ઉપવાસ કરી શકાય છે. જો શક્ય હોય તો આ ખાસ કરજો.

8. ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા પણ આ દિવસે કરવી જોઈએ. દેવતાની સામે ઘીનો દીવો પ્રગટાવો. માતા પાર્વતીને સુહાગ વસ્તુઓ અર્પણ કરો.


9 નજીકના શિવ મંદિરમાં જાઓ અને ભગવાનને નાળિયેર, બિલ્વફાલ, સોપારી, મોસમી ફળ વગેરે વસ્તુઓ અર્પણ કરો.

10 ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. ભગવાન વિષ્ણુના અવતારની ની કોઈપણ કથાને જેમકે  રામાયણ, સત્યનારાયણની કથા, વિષ્ણુ પુરાણ વગેરે વાર્તાઓ કરવી જોઈએ.

11. નિર્જળા એકાદશી પર ભગવાન વિષ્ણુને ખીર અર્પણ કરો. તેમાં તુલસીના પાન ઉમેરવા. ભગવાન વિષ્ણુને તુલસીના પાન સાથે ખીર અર્પણ કરવાથી પરિવારમાં શાંતિ રહે છે.

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

12. નિર્જળા એકાદશીના દિવસે પીળા રંગના કપડા, ફળ અને અનાજ ભગવાન વિષ્ણુને અર્પણ કરવા જોઈએ. ભગવાન વિષ્ણુની ઉપાસના કર્યા પછી આ વસ્તુઓ કોઈ બ્રાહ્મણને દાનમાં આપવી જોઈએ. આ કરવાથી ઘરમાં કદી મુશ્કેલી નહીં આવે.

13. નિજળા એકાદશીના દિવસે પીપળના ઝાડ પર પાણી ચઠાવવું જોઈએ. સંઘ્યા સમયે ઘીનો દિવો કરવો માનવામાં આવે છે ભગવાન વિષ્ણુ પીપલમાં રહે છે. આ ઉપાય કરવાથી દેવાથી મુક્તિ મળે છે.



 એકાદશી ના શુભ દિવસે   "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.  

 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇