શનિવાર, 20 નવેમ્બર, 2021

શ્રી રામચરિતમાનસ સુંદરકાંડ દોહા ૧ ગુજરાતી લખાણ સાથે અથૅ સહિત | Sunderkand With Gujarati Meaning Doha-1 | Okhaharan

શ્રી રામચરિતમાનસ સુંદરકાંડ દોહા ૧ ગુજરાતી  લખાણ સાથે અથૅ સહિત  | Sunderkand With Gujarati Meaning Doha-1 | Okhaharan

Sunderkand-With-Gujarati-Meaning-doha-1
Sunderkand-With-Gujarati-Meaning-doha-1

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું રામચરિતમાનસ સુંદરકાંડ ગુજરાતીમાં અને તેના અથૅ સહીત હું આશા રાખું તમને પંસદ આવશે.


હનૂમાન તેહિ પરસા કર પુનિ કીન્હ પ્રનામ|
રામ કાજુ કીન્હેં બિનુ મોહિ કહાઁ બિશ્રામ |

હનુમાનજીએ તેને હાથથી સ્પર્શ કર્યો, પછી પ્રણામ કરીને કહયું -
ભાઈ! શ્રીરામચન્દ્રજીનું કાર્ય કર્યા વિના મને વિશ્રામ ક્યા? ।૧] 


hanuman mantra gujarati

જાત પવનસુત દેવન્હ દેખા ।
જાનૈં કહુઁ બલ બુદ્ધિ બિસેષા।।
સુરસા નામ અહિન્હ કૈ માતા ।|
પઠઈન્હિ આઇ કહી તેહિં બાતા ।॥૧॥

દેવોએ પવનપુત્ર હનુમાનજીને જતાં જોયા. તેમનાં વિશિષ્ટ બળબુદ્ધિની પરીક્ષા માટે તેમણે સુરસા નામે સર્પોની માતાને મોકલી, તેણીએ આવીને હનુમાજીને કહ્યું - ।।૧।।

આજુ સુરન્હ મોહિ દીન્હ અહારા |
સુનત બચન કહ પવનકુમારા |
રામ કાજુ કરિ ફિરિ મૈ આવૌં।
સીતા કઈ સુધિ પ્રભુહિ સુનાવૌં ।

આજે દેવોએ મને ભોજન આપ્યું છે. આ વચન સાંભળીને પવનકુમાર હનુમાનજીએ કહ્યું - શ્રીરામજીનું કાર્ય કરીને હું પાછો વળું અને સીતાજીના ખબર પ્રભુને સંભળાવી દઉ, ॥ ૨॥


તબ તવ બદન પૈઠિહઉં આઈ!
સત્ય કહઉં મોહિ જાન દે માઈ |
કવનેર્હું જતન દેઇ નહિં જાના!
ગ્રસસિ ન મોહિ કહેઉ હનુમાના


પછી હું આવીને તમારા મુખમાં પૈસી જઈશ [તમે મને ખાઇ જજે ] હે માતા! હું સત્ય કહું છું, અત્યારે મને જવા દે, જ્યારે કાઈ પણ ઉપાયે તેણે જવા ન દીધા, ત્યારે હનુમાનજીએ કહું “ તો પછી મને ખાઈજ લે ને

જોજન ભરિ તેહિં બદનુ પસારા
કપિ તનુ કીન્હ દુગુન બિસ્તારા ||
 સોરહ જોજન મુખ તેહિં ઠયઊ |
 તુરત પવન સુન બત્તિસ ભયઊ ।।૪।


Hanumanji Stuti Gujarati


તેણીએ યોજન જેટલું (ચાર ગાઉ) મુખ ફેલાવ્યું; ત્યારે હનુમાનજીએ પોતાના શરીરને તેનાથી બમણું વધારી દીધું. તેણીએ સોળ યોજનનું મુખ કર્યું. હનુમાનજી તરત જ બત્રીસ યોજનના થઈ ગયા. ॥૪।॥

જસ જસ સુરસા બદનુ બઢાાવા
તાસુ દૂન કપિ રૂપ દેખાવા॥
 સત જોજન તેહિં આનન કીન્હા |
 અતિ લઘુ રૂપ પવનસુત લીન્હા ।૫।॥

જેમ જેમ સુરસા મુખનો વિસ્તાર વધારતી હતી, હનુમાનજી તેનાથી બમણું રૂપ બતાવતા હતા. તેણીએ સો યોજન(ચારસો ગાઉ)નું મુખ ક્યું, ત્યારે હનુમાનજીએ ઘણું જ નાનું રૂપ ધારણ કરી લીધું; ॥ ૫॥

બદન પઈઠિ પુનિ બાહેર આવા
માગા બિદા તાહિ સિરુ નાવા
મોહિ સુરન્હ જેહિ લાગિ પઠાવા|
બુધિ બલ મરમુ તોર મૈં પાવા


અને તેઓ તેના મુખમાં પેસીને [તરત જ| પાછા બહાર નીકળી આવ્યા અને તેને શીશ નમાવીને વિદાય માગવા લાગ્યા. [તેણીએ કહ્યું -] મેં તમારાં બુદ્ધિ - બળનો ભેદ પામી લીધો; જેના માટે દેવોએ મને મોક્લી હતી; ॥ ૬॥



દરરોજ નવા દોહા ના અથૅ અને ભક્તિ લેખ વાચવાં વેબસાઈટ ફોલો કરજો.

 

Shani-jayanti-2021-shani-mantra-lyrics-gujarati

Sunderkand-With-Gujarati-Meaning-doha-2

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 


ram raksha stotra gujarati

 

Hanuman-Janjira-Chalisa-Gujarati-Lyrics 

 

શુક્રવાર, 19 નવેમ્બર, 2021

રાત્રે સૂતા પહેલાં શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી રોડપતિ પણ કરોડપતિ બની જાય | mahalakshmi ashtakam gujarati Lyrics | Okhaharan

રાત્રે સૂતા પહેલાં શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી રોડપતિ પણ કરોડપતિ બની જાય | mahalakshmi ashtakam gujarati Lyrics | Okhaharan 


mahalakshmi-ashtakam-gujarati-Lyrics
mahalakshmi-ashtakam-gujarati-Lyrics




રિદ્ધિ સિદ્ધિ દાયક

શ્રી મહાલક્ષ્મી અષ્ટક

(ધન પ્રાપ્તિ માટે)

નમસ્તેસ્તુ મહામાયે શ્રીપઠે સુરપૂજિતે
શંખચકગદાહસ્તે મહાલક્ષ્મી નમોસ્તુતે
નમસ્તે ગરૂડાસને કોલાપુર ભયંકરિ
સવૅ પાપહરે દેવિ મહાલક્ષ્મી નમોસ્તુ
સવૅજ્ઞ સવૅવરદે સવૅદુષ્ટ ભયંકરિ 
lakshmi-stuti-lyrics-gujarati
સવૅ દુ:ખ હરે દેવિ મહાલક્ષ્મી નમોસ્તુતે
સિદ્ધિ બુદ્ધિ દેવિ ભુક્તિમુક્તિ પ્રદાયિની
મંત્રમૂતે સદા દેવિ મહાલક્ષ્મી નમોસ્તુતે
આદિઅંતરહિતે દેવિ આધશકિત મહેશ્ર્વરી
યોગજે યોગસંભૂતે આધલક્ષ્મી નમોસ્તુતે
સ્થૂલસૂક્ષ્મમહારોદ્રે મહાશક્તિ મહોદરે
મહાપાપ હરે દેવિ મહાલક્ષ્મી નમોસ્તુતે
પદ્માસન સ્થિતે દેવિ પરબ્રહ્મસ્વરૂપિણિ 


પરમેશ્ર્વરી જગન્માતામહાલક્ષ્મી નમોસ્તુતે
શ્ર્વેતામ્બરધરે દેવિ નાનાલંકારભૂષિતે
જગત્સ્થિતે જગંમાતા મહાલક્ષ્મી નમોસ્તુતે
મહાલક્ષ્મ્યષ્ટક સ્તોત્રં ય: પઠેત્ ભક્તિમાન્નરં
સવૅ સિદ્ધિ મવાપ્રાતિ રાજ્ય પ્રાપ્નોતિ સવૅદા
એક કાલ પઠન્નિત્યં મહાપાપ વિનાશનમ્
દ્રિકાલં  પઠેન્નિત્યં ધનધાન્યસમન્વિત્
ત્રિકાલં  ય: પઠેન્નિત્યં મહાશત્રુવિનાશનમ્
મહાલક્ષ્મી ભવેન્નિત્યં પ્રસન્ના વરદા શુભા 

Lakshmi-Stavan-Lyrics-Gujarati

 
 
સિદ્ધ કરેલા શ્રીયંત્ર ઉપર કેસરયુકત જળનો અંભિષેક કરી નિત્ય આ અદભુત સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો મનુષ્યની અપૂર્વ વૈભવ મળે છે ગમે તેવી આર્થિક મુશ્કેલી પડે છે સાધકને રિદ્ધિ સિદ્ધિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે
નિત્ય ન થઈ શકે તો દર રવિવાર મંગળવાર આઠમ બારસ અને પૂનમ તથા ગ્રહણના સમયે કેસરયુક્ત જળનો અભિષેક શ્રી યંત્ર પર કરી ઉપર સ્તોત્રના ૨૧ પાઠ કરવા હાથી અદભુત ધનપ્રાપ્તિ થાય છે



શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 


શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


ગુરુવાર, 18 નવેમ્બર, 2021

ગુરૂવારે એકવાર ગાયત્રી માતાની આ સ્તુતિ જરૂર કરી લેજો સવૅ વેદ લક્ષ પ્રાપ્ત થશે | Gayatri Stuti Gujarati Lyrics | Okhaharan

ગુરૂવારે એકવાર ગાયત્રી માતાની આ સ્તુતિ જરૂર કરી લેજો સવૅ વેદ લક્ષ પ્રાપ્ત થશે | Gayatri Stuti Gujarati Lyrics | Okhaharan 

gayatri-stuti-gujarati-lyrics
gayatri-stuti-gujarati-lyrics

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું ગાયત્રી માં વેદમાતાની સ્તુતિ આ સ્તુતિનો પાઠ કરવાથી વેદ જ્ઞાન પ્રાપ્ત થાય છે.

Gayatri-Chalisa-in-gujarati-Lyrics

શ્રી ગાયત્રીમાતાની સ્તુતિ

ૐ ભુભુઁવ: સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભગૉ

દેવસ્ય ધીમહિ ઘિયો યો નઃ પ્રચોદયાત્

ગાયત્રી ત્ર્યક્ષરાં બાલાં સાક્ષ સૂત્ર કમંડલમ્

રક્ત વસ્ત્રાં ચતુહૅસ્તાં હંસવાહન સંસ્થિતામ્

ઋગ્વેદ ચ કૃતોત્સગૉ સવૅ લક્ષણ સંયુતામ્

બ્રહ્માણી બ્રહ્મદૈવત્યાં બ્રહ્મલોક નિવાસિનીમ્


આવાહ્યામ્યહં દેવી માયાતી સૂયૅ મડંલાત્

આગચ્છ વરદે દેવી ત્ર્યક્ષરે બ્રહ્મવાદિની

ગાયત્રી છન્દસાં માતબ્રહ્મયોનિ નમોઙસ્તુ તે

ગાયત્રી તુ સકૃત સ્મત્વા જપ લક્ષ ફલં લભેત્

ગાયત્રી દશઘા જપ્ત્વા દશ લક્ષ ફલં લભેત્

જય શ્રી ગાયત્રી માતાની જય 




શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 


શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

વૈકુંઠ ચતુર્દશી રાત્રે સૂતા પહેલાં વાંચી લો કેમ શિવ કરેલ વિષ્ણુંજીની પરિક્ષાની કથા | Vaikund chaturdashi vrat katha gujarati | Okhaharan

 વૈકુંઠ ચતુર્દશી રાત્રે સૂતા પહેલાં વાંચી લો કેમ શિવ કરેલ વિષ્ણુંજીની પરિક્ષાની કથા | Vaikund chaturdashi vrat katha gujarati | Okhaharan

Vaikund-chaturdashi-vrat-katha-gujarati
Vaikund-chaturdashi-vrat-katha-gujarati

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું વૈકુંઠ ચતુર્દશી ની શિવ કરેલ વિષ્ણુંજીની પરિક્ષાની નાનકડી વાતૉ.કારતક માસના શુક્લ પક્ષની ચતુર્દશી વૈકુંઠ ચતુર્દશી કહેવાય છે. આ વર્ષે 4 નવેમ્બર 2025, ના રોજ  છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે જે ભક્તો પુજન, તપ,જપ,વ્રત રાખે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેઓ વૈકુંઠ ધામની પ્રાપ્તિ અવશ્ય થાય છે.

Shiv Mantra Gujarati

 

વૈકુંઠ ચતુર્દશીની શિવ કરેલ વિષ્ણુંજીની પરિક્ષા નાનકડી વાતૉ

હિન્હું ગ્રંથ અનુસાર, કારતક સુદ ચૈદશના દિવસે ભગવાન વિષ્ણુએ ચાતુમાસ પછી  કાશીમાં જઈને ભગવાન શિવને 1008 સોનેરી કમળના પુષ્પ અર્પણ કરવાનો મનમાં સંકલ્પ કર્યો . ભગવાન શિવે વિષ્ણુની ભગવાનની પરીક્ષા કરવા માટે તેમની પાસેથી એક કમળ પુષ્પ ગાયબ કરી દીઘું. જ્યારે પુજન સમયે એક કમળ પુષ્પ ઓછું થયું ત્યારે વિષ્ણું ભગવાને પોતાની એક નયન અપણૅ કરી કેમકે વિષ્ણું ભગવાન ને કમળ નયન એટલે એમની આંખો કમળ પુષ્પ જેવી છે. ત્યારે ભગવાન શિવ તેમની આ રીતે ભક્તિ જોઈને પ્રસન્ન થયા અને તેમની સમક્ષ પ્રગટ થયા અને તેમને આશીવાદૅ રૂપે સુદરશન ચ્રક આપ્યું. 

 

 આ દિવસ પછી ભગવાન વિષ્ણું વૈકુંઠ માં જાય છે માટે કારતક માસના શુક્લ પક્ષની ચતુર્દશી 'વૈકુંઠ ચૌદસ' તરીકે ઓળખાશે. 

Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics



શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 


શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


બુધવાર, 17 નવેમ્બર, 2021

ચંદ્ર ગ્રહણ ક્યારે છે? ક્યાં ક્યાં દેખાશે? આ દિવસે ખાસ શું કરવાનું ? અને શું નહિં કરવાનું ? | Chandra Grahan 2021 Gujarati | Okhaharan

ચંદ્ર ગ્રહણ ક્યારે છે? ક્યાં ક્યાં દેખાશે? આ દિવસે ખાસ શું કરવાનું ?  અને શું નહિં કરવાનું ? | Chandra Grahan 2021 Gujarati | Okhaharan

chandra-grahan-2021-Gujarati
chandra-grahan-2021-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું 2021 નું છેલ્લું ચંદ્ર ગ્રહણ ક્યારે છે? ક્યાં ક્યાં દેખાશે? આ દિવસે ખાસ શું કરવાનું અને શું નહિં કરવાનું તે બધું આપણું જાણીશું.



2021 નું છેલ્લું ચંદ્ર ગ્રહણ અને વિક્રમ સંવત 2078 નું પહેલું ચંદ્ર ગ્રહણ આ વષૅ તારીખ 19 નવેમ્બર 2021 શુક્રવાર ના રોજ છે. આ ચંદ્ર ગ્રહણ છાયા ચંદ્ર ગ્રહણ છે માટે એ ભારત માં પાડવા માં આવશે નહીં પરંતુ ભારત અમુક ભાગ જેવા કે આસામ અને અરુણાચલ પ્રદેશ દેખાશે. તથા ભારત બહાર દેશ જેવા કે પેસિફિક મહાસાગર વિસ્તાર , એશિયાના પૂર્વીય ભાગો એરીયા, એટલાન્ટિક મહાસાગર વની જગ્યાએ, સંપૂર્ણ ઓસ્ટ્રેલિયા, અમેરિકા ના ઉત્તર અને દક્ષિણ વિસ્તારમાં નરી આંખે ચંદ્ર ગ્રહણ જોઈ શકાશે.


ભારત સમય એટલે ટાઈમ લાઈન +5:30 ભારત પ્રમાણે 19 નવેમ્બર સવારે 11:30 થી સાંજે 5:33 સમય સુધી ચાલુ રહેશે આ વષૅ થી ચાલનારુ સૌથી લાંબા સમયનુ છાયા ચંદ્ર ગ્રહણ છે.એટલે કે આશરે 5 કલાક 59 મિનિટ સુધી ચાલનારુ સૌથી લાંબુ ચંદ્ર છાયાગ્રહણ છે. હવે આપણે જાણીએ આ ચંદ્ર ગ્રહણ ચાલુ હોય એ સમયે ખાસ શું ના કરવું? તથા શું કરવાથી જીવનમાં ફાયદો થાય.


ચંદ્ર ગ્રહણ ના સમયગાળામાં શું ના કરવું?


ચંદ્ર ગ્રહણ ના 6 કલાક સમય દરમિયાન  અમુક કાયૅ જેવાકે શરીર અથવા માથા તેલ લગાવવું, કોઈ પણ પ્રકારનો ખોરાક ખાવો કે પાણી પીવું, નિદ્રા લેવી એટલે કે સૂવું, વાળ કાપવા કે સરખા બનાવવા, સમાગમ એટલે કે પોતાના પુરુષ કે સ્ત્રી સાથે સંબંધ બાંધવો, બ્રશ કરવું, જુના કે નવા કપડાં ધોવા, બંધ ધર કે કોઈ પણ જગ્યાએ તાળું ખોલવું વગેરે ન કરવું જોઈએ.


tulsi-mata-stuti-lyrics-in-gujarati

ચંદ્ર ગ્રહણ સમયે જે લોકો ખોરાક એટલે કે અન્ન, ફળ કે શાકભાજી ખાય છે તેટલા વર્ષો સુધી નરકમાં રહે છે એવી માન્યતા છે.


ચંદ્ર ગ્રહણ સમયે  સૂવાથી વ્યક્તિ ને કોઈ પણ પ્રકારની બીમાર થઈ જાય છે. એમાં પણ ખાસ કરીને શૌચથી પેટમાં કૃમિનો રોગ,  રક્તપિત્ત, અને સ્ત્રી ના સંબંધને કારણે ગૃપ્તરોગ થઈ ખરાબ યોનિમાં જન્મ પામે છે.


ચંદ્રગ્રહણના શરૂ થવાના ભોજન ન ખાવું જોઈએ. 1 પ્રહર એટલે ત્રણ કલાક પહેલા વૃદ્ધ લોકો, બાળકો અને દર્દીઓ એક પ્રહર પહેલા ખાઈ શકે છે.


ચંદ્રગ્રહણના દિવસે ચંદ્ર ગ્રહણ સમયે કોઈ પણ પ્રકારના પાંદડા, વૃક્ષ કે છોડ ની ડાળી અને ફૂલ, ફળ ન તોડવા જોઈએ.


સ્કંદ પુરાણો મુજબ જે કોઈ વ્યક્તિ અવા છાયા ગ્રહણ સમયે બીજા જોડેથી લઈ કે ઝુટવીને ભોજન કરે તો તેને કરેલા 12 વર્ષના તમામ પ્રકારના પુણ્યનો નાશ થાય છે.


ચંદ્ર ગ્રહણ ના દિવસે સમયે કોઈ પણ પ્રકારનું શુભ કે નવું કાર્યની શરૂઆત ના કરવી.



ચંદ્ર ગ્રહણ સમય એટલે પુણ્ય કામવાનો શુભ સમય આ દરમિયાન શું કરવું


ચંદ્ર છાયા ગ્રહણ શરૂ થાય તે પહેલા સ્નાન કરીને ભગવાનની પૂજા, યજ્ઞ , મંત્ર જાપ કરવા જોઈએ.


ભગવાન વેદ વ્યાસજી મહાભારતમાં કહ્યું છે કે સૂર્યગ્રહણમાં સમયે કરવામાં આવેલ જાપ, ધ્યાન, દાન દસ લાખ ગણા ફળ આપે જ્યારે ચંદ્રગ્રહણ દરમિયાન કરવામાં આવેલા જાપ, ધ્યાન, દાન એક લાખ ગણા પુણ્ય ફળ આપે છે.


ગ્રહણ સમયે ઈષ્ટદેવ મંત્ર , માતાજી મંત્ર,  ગુરુમંત્ર અથવા ભગવાનના નામનો જાપ કરવો જોઈએ,

6 કલાક ના ચંદ્ર ગ્રહણ સમાપ્ત થયા પછી સ્નાન કરીને યોગ્ય વ્યક્તિને દાન  આપવું જોઈએ.

 

ચંદ્ર ગ્રહણ કાળમાં સ્પર્શ પહેરલા કપડાં સાથે સ્નાન કરી શુદ્ધિ કરવાં.

ગ્રહણ સમયે ગાયને ઘાસ, પક્ષીઓને અન્ન, જરૂરિયાતમંદોને વસ્ત્ર દાન કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે.

Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 


ram raksha stotra gujarati

 

Hanuman-Janjira-Chalisa-Gujarati-Lyrics