મંગળવાર, 10 મે, 2022

વૈશાખ સુદ નોમ જાનકી નોમ તિથિ માહિતી , પુજનવિઘી | જાનકી નોમ નું મહત્વ | Sita Nom Vrat Katha | Okhaharan

 વૈશાખ સુદ નોમ જાનકી નોમ તિથિ માહિતી , પુજનવિઘી | જાનકી નોમ નું મહત્વ | Sita Nom Vrat Katha | Okhaharan


Sita-Nom-Vrat-Katha
Sita-Nom-Vrat-Katha

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું જાનકી નોમ ક્યારે છે  ? તિથિ માહિતી શુભ સમય , પુજનવિઘી અને આ જાનકી નોમ નું મહત્વ શું છે તે બઘું આજે આપણે જાણીશું.

 

મોહિની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.


વૈશાખ સુદ નોમ જાનકી નોમ એટલ દેવી સીતાની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ વ્રત કરવાથી વિવાહિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે.

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


જાનકી નોમ 2026 વૈશાખ મહિનાના શુક્લ પક્ષની નવમી તારીખે સીતા જયંતિ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતા સીતાનો જન્મ મંગળવારે પુષ્ય નક્ષત્રમાં થયો હતો. આ વષૅ પણ એજ મંગળવાર આવવાથી ખાસ સંયોગ બને છે. દેવી સીતાના લગ્ન ભગવાન રામ સાથે થયા હતા, ભગવાન રામનો જન્મ પણ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષ નોમ તિથિએ થયો હતો. હિંદુ પંચાગ અનુસાર સીતા જયંતિ રામનવમીના બરાબર એક મહિના પછી આવે છે.  



સીયાવરરામચંદ્ર ભગવાનની જય

 સૂયૅદય પ્રમાણે કરવી માટે ઉદયા તિથિના કારણે 25 મી ના રોજ સીતા નવમીની ઉજવણી તથા આ દિવસે ઉપવાસ પણ કરવામાં આવશે.

આ દિવસે પુજન શુભ સમય સવારે 10:57 થી બપોરે 01:39 સુધીનો છે.

સીતા નવમી સૌથી ઉત્તમ મધ્યાહન ક્ષણ - 12:18 PM


સીતા નોમની પૂજા પદ્ધતિ

સીતા નવમીના દિવસે સૌ પ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને નિત્યકમ્ર પરવારી મંદિર પાસે બેસીને ઉપવાસનું વ્રત લેવું.


પછી ભગવાન શ્રી રામ સીતાજીની મૂર્તિને ગંગાના જળથી સ્નાન કરાવો.અને ફોટો હોય તો ગંગા જળ છાંટી સ્વચ્છ કપડાં વડે સાફ કરો. પ્રતિમાની સામે ઘીનો દીવો પ્રગટાવો. આ પછી ઘરના મંદિર અથવા પૂજા સ્થાનમાં સીતા રામની વિઘિવઘ રીતે પૂજા કરો અને ભોગ ધરાવો.

 

 શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

અને તેના પછી ભગવાન રામ અને સીતા માતાની આરતી અને સ્તુતિ કરો.


 આ કારણે માતા સીતાને જાનકી કહેવામાં આવે છે

માતા સીતાને જાનકી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તે મિથિલાના રાજા જનકની દત્તક પુત્રી હતી. તેથી આ દિવસને જાનકી નવમી તરીકે પણ ઓળખવામાં આવે છે. હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે રાજા જનક યજ્ઞ કરવા માટે જમીન ખેડતા હતા, ત્યારે તેમને સોનાના શબપેટીમાં એક બાળકી મળી. જમીન ખેડતી વખતે ખેતરની અંદરથી સોનાની કોફીન મળી આવી હતી. ખેડેલી જમીનને સીતા કહેવામાં આવે છે, તેથી રાજા જનકે છોકરીનું નામ સીતા રાખ્યું. રાજા જનકની દિકરી હોવાથી તેમને જનકનંદની પણ કહેવામાં આવે છે.


સીતા નવમીનું મહત્વ

એવું માનવમાં આવે છે કે સીતા નોમનું વ્રત રાખવાથી જો વિવાહિત લોકો ભગવાન રામ અને સીતા માતાની પૂજા-અર્ચના કરે છે તો તેમને ઈચ્છિત વરદાન મળે છે. આ વ્રત રાખવાથી ઘરમાં સુખ-શાંતિનું વરદાન મળે છે અને પતિનું દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે. સીતાનોમનું વ્રત કરવાથી ઉપવાસ અને પૂજા કરવાથી અનેક તીર્થોના દાન અને દાન સમાન ફળ મળે છે.

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 


એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

 

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   

 

Amazon Today Offer 

50% Off On Price + 10% Discount on Cards Click Here 👇👇

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

સોમવાર, 9 મે, 2022

મોહિની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Mohini Ekadashi 2024 Gujarati | Okhaharan

મોહિની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  | Mohini Ekadashi 2024 Gujarati | Okhaharan

Mohini-Ekadashi-2024-Gujarati
Mohini-Ekadashi-2024-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ વૈશાખ માસની સુદ પક્ષની મોહિની એકાદશી ક્યારે છે ? ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે?

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


વૈશાખ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશી તિથિને મોહિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, અસુરો પાસેથી અમૃત લેવા અને દેવતાઓને આપવા માટે ભગવાન વિષ્ણુએ આ મોહિની એકાદશીના દિવસે મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું.

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.  


હિન્દુ ધર્મમાં વેદ અને શાસ્ત્રો એક આગવું મહત્વ દર્શાવેલ છે. ગ્રંથોમાં વિરૂથિની એકાદશીનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. એકાદશી તિથિ ભગવાન વિષ્ણુ ને અપણૅ છે  ભક્તો વિષ્ણુ ભગવાન ના કોઈ પણ અવતાર પુજન કરે છે આ દિવસે ખાસ કરીને વિષ્ણું ભગવાન ના મોહિની અવતારની પુજા કરવામાં આવે છે મોહિની એકાદશી નું વ્રત કરવાથી આ વ્રત મોહ આદિ પણ નષ્ટ થાય છે . આ સંસારમાં આ વ્રતથી અન્ય કોઈ શ્રેષ્ઠ કોઈ વ્રત નથી.  

 

આપણા ઋષિમુનિઓએ પાપ નરક સ્વગૅ વિચાર ધ્યાન માં લઈ ને મનુષ્ય સારા કર્મ કરવા માટે જપ તપ વ્રત તેમાં એકાદશી નું માહાત્મ્ય ધણું વધારે છે . એકાદશી નું વ્રત કરવાથી પાપો નો નાશ થાય સાથે સાથે 1000 ગૌદાનનુ ફળ મળે છે.આ એકાદશી વ્રત કોઈ પણ કરી શકે ચાહે  વૌષ્ણવ , શુદ્ધ , ક્ષત્રિય , વેશ્ય હોય કે નાના , મોટા , સ્ત્રી , પુરુષ બાળકો  સવે આ વ્રત કરી શકે છે. 

 એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો


એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન સાથે સાથે ગાય માતા ,તુલસી માતા તથા પીપળા વૃક્ષ નું પુજન થાય છે ગાયમાતા પુજન કરવાથી સવૅ દેવતા ના આશીર્વાદ અને તુલસી માતા પુજન જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તથા પીપળા વૃક્ષ નું પુજન કરવાથી પૃતિદેવ ના આશીર્વાદ મળે છે.


એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 દર માસની શુક્લ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી આવે છે વૈશાખ માસના શુક્લ પક્ષની એકાદશી ને મોહિની એકાદશી કહે છે. અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. દરેક એકાદશીનું એક વિશેષ મહત્વ હોય છે


 આ વષે 2024 ની વૈશાખ માસના શુક્લ પક્ષમાં મોહિની એકાદશી તિથિ


 શરૂઆત 18 મે 2024 શનિવાર રાત્રે 11:22 મિનિટ

સમાપ્ત 19 મે 2024 રવિવાર બપોરે 1:49 મિનિટ

ઉપવાસ સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે

ઉપવાસ 19 મે 2024 રવિવાર કરવો

પુજન નો શુભ સમય સવારે 7:25 થી 12:24 સુધી.

પારણા સમય 20 મે 2024 સવારે 5:40 થી 8:19 સુધી.
.



આ એકાદશી નું વ્રત પૂણૅ શ્રદ્રા રાખીને કરવાથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે તથા જીવનભર રહેલા દરેક પ્રકારના મોહ માંથી મુક્તિ આપનારૂ છે અંતે મૃત્યુ પછી વૈકુંઠ મળે છે 

 વૈશાખ સુદ પક્ષની મોહિની એકાદશી ની કથા ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.


મિત્રો આ હતી મોહિની એકાદશી ની સંપૂર્ણ માહિતી હું આશા રાખુ આપને પસંદ આવશે માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ જય શ્રી કૃષ્ણ જરૂર લખજો 

 

 

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

માં વૈભવ લક્ષ્મી વ્રત કોણ કરી શકે ? અને કેવી રીતે કરવું ? શું કરવું  ? શુ ના કરવું ? અહી ક્લિક કરો.  

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 


એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

 

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   

 

Amazon Today Offer 

50% Off On Price + 10% Discount on Cards Click Here 👇👇

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 

રવિવાર, 8 મે, 2022

ગંગા સપ્તમી ના શુભ દિવસે પાઠ કરો | શ્રી ગંગા બાવની | Ganga Bavani Gujarati Lyrics | Okhaharan

ગંગા સપ્તમી ના શુભ દિવસે પાઠ કરો |  શ્રી ગંગા બાવની | Ganga Bavani Gujarati Lyrics | Okhaharan

Ganga-Bavani-Gujarati-Lyrics
Ganga-Bavani-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું હિન્દું ઘમૅ ની સૌથી પવિત્ર નદી માં ગંગાના બાવન ગુણ નો પાઠ એટલે શ્રી ગંગા બાવની વૈશાખ સુદ સાતમના દિવસે ગંગા સપ્તમી પર્વ ઊજવવામાં આવે છે આ દિવસે માતા ગંગા દેવીની પૂજા-અર્ચના કરવાથી તથા ગંગાજળથી સ્નાન કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને પાપનો ક્ષય થાય છે. સાથે જ પિતૃદોષની શાંતિ માટે આ દિવસ શુભ માનવામાં આવે છે. આ વષૅ આ વર્ષે ગંગા સાતમના દિવસે રવિ પુષ્ય, શ્રીવત્સ અને સર્વાર્થ સિદ્ધિ યોગ બનશે માટે દિવસનું મહત્વ વઘારે બની જાય છે. 

આજના શુભ દિવસે ગંગા જન્મોત્સવ કથા, પુજન વિઘિ કેવી રીતે કરવી ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.


શ્રી ગંગા બાવની

શ્રી ગણેશજીને લાગું પાય ,
સરસ્વતી મા કરજો સહાય .
સદગુરુ ચરણે નમાવું શીશ ,
ત્રિદેવ આપો શુંભાશિષ
કૃપયા આપની પૂરણ થાય ,
ગંગાજી નું ગીત લખાય
હિમાલય પૂજય પિતા ..
મેનકા ગંગાના  માતા ,
આર્યપુત્ર ભીષ્મપિતા
ગંગાજીના સુત હતા
હિમાલય શિખર ઉપર
ગંગાનું જળ  તેના ૫૨
. બરફમાંથી એ જળ વહે


કમંડલે  બ્રમાંના રહે .
મુનિ એ જળથી પૂજા કરે
પ્રભુ વિષ્ણુના ચરણે સરે .
બ્રહમ પુરાણ બતાવે સાર
લખાય બાવની એ આધાર .
ઈન્દ્ર પદ મેળવવા કાજ ,
કરે પ્રયન્ત  સગરરાજ
અશ્વમેધ સો યશ કર્યા ,
સદ કાય એ અવળા સર્યા .
ઇન્દ્રરાજને ચિંતા થાય
યશ અશ્વ એ ચોરે ત્યાંય
. સાઠ હજાર સગરના સુત ,
અશ્વ શોધવા દોડે તુર્ત .
કપિલ મુનિનો આશ્રમ જ્યાંય ,
મળી ગયો એ અશ્વ ત્યાંય ..
કપિલ મુનિને તસ્કર કહ્યા ,
સમાધિ છૂટી શબ્દો વહ્યા .
સગરાજના  સર્વે સુત ,
થયા શ્રાપથી ભસ્મીભુત .
ત્રીજી પેઢીના ભગીરથરાય
શોધે ઉદ્ધા૨વા ઉપાય .
મહર્ષિઓ કહે સત્ય વાત ,
ઊતરે પૃથ્વી ગંગા માત .
બ્રહ્માને રીજવવા રાય ,


આજના શુભ દિવસે માં ગંગા ના 108 નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  



તપ આદરે ઉગ્ર ત્યાંય .
પ્રસન્ન થાય બ્રહ્મા એ સ્થાન ,
માગ્યું ભાગીરથે વરદાન .
કરવા પિતૃનો ઉદ્ધાર
ઉતારવી છે . છે ગંગા ધાર .
ધોધ અજબનો દિવ્ય અપાર ,
ઝીલવા કોઈ નહિ તૈયાર .
ભોળા શંભુ એ તે વાર ,
આપ્યો સંપુરણ સહકાર .
વિષ્ણુ ચરણે થી પ્રસ્થાન ,
શિવજી શીરે પામ્યા માન . ,
જટાઝુંડ ફેલાવી થાય ,
માં ગંગા એમા ઝીલાય .
સો વરસ ગંગા નું ગુંચવાય
, ભગીરથ શિવને લાગે પાય
. ભોળા બહુ ગણાતા હર ,
ઉતાર્યા બિન્દુ સરોવર .
વૈકુંઠમાંથી બ્રહ્મલોક ,
આવ્યા સ૨તા શ્રીશિવલોક .
ધ્રુવ ચંદ્ર ને સૂર્ય લોક
તપલોક , જનલોક , મહરલોક .
આવિયા  ત્યાંથી  ઇન્દ્રલોક ,


મંદાકિની થઈ મૃત્યુ લોક .
ભગીરથે ઉતારી આમ ,
ભાગીરથી ગંગા છે નામ ,
વિષ્ણુના ચરણે થી વહ્યા
, સંકટ માએ સર્વ સહ્યા .
વૈશાખ સુદી સાતમ થાય
, ગંગા સપ્તમી એ જ ગણાય .
પદ્મપુરાણ કહે છે સાર ,
જેઠ દશમ સુદ મંગળવાર .
ગંગા દસમી એ જ મનાય ,
મંદિરે ઉત્સવ ઉજવાય .
એ શુભ દિને ઊતર્યા માત ,
સહુ નદીઓમાં સુવિખ્યાત .
વેદોને શાસ્ત્રો સૌ ગાય .
ગંગા વિષ્ણુ સ્વરૂપ ગણાય .
ગીતામાં શ્રીકૃણ કહે
નદીઓમાં હું ગંગા વહે .
પદ્મપુરાણ કહે છે આમ ,
આમ અલકનંદા ગંગા નામ
. ભારત ની આ સંસ્કૃતિમાં
ઉત્તમ સ્થાને ગંગા મા ..
જગનાથ થયા પંડિત ,
લખ્યું ‘ ‘ ગંગાલહરી ' ' ગીત ..
ચઢચા પગથિયા મા બાવન
પંડિતને તુર્ત કીધા પાવન .
રૈદાસ ઉપર દયા કરી ,
કંકણ આપ્યું હાથે ધરી .
દેહ છૂટતો જયાં દેખાય ,
ગંગા જળ મુખમાં મુકાય .
અસ્થિ  ગગે પધરાવાય ,

 

આજના શુભ દિવસે શ્રી સૂયૅ દેવ નો આ કવચ નો પાઠ કરવાથી આરોગ્ય , ધન , સમૃદ્ધિ યશ ની પ્રાપ્તિ કરાવે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


અનેક જીવો ઉદધારાય .
કરતું ગંગાજળ તો ખાસ
રોગ જંતુનો પુરણ નાશ .
નવસોને નવ્વાણું નદી ,
એમાં ઉત્તમ ગંગા નદી .
વેદ અને પુરાણો સહુ ,
ગંગાના ગુણ ગાતા બહુ –
મહિમા ગંગાજી નો અપાર ,
વર્ણવતા નહિ આવે પાર
. જગત જનની તારણ હાર ,
વંદન મારા વાર હજાર .
સ્વીકારજો આ હૃદયગીત ,
ગાનારાનું કરજો હિત .
રીઝે શ્રી રણછોડ જરૂર ,
આપ કૃપા ઉતરે ભરપુર .
સાખી


ગંગા માની બાવની સ્નાન સમયમાં ગાવ ,
૨ણછોડજી રાજી થશે , પુરણ પાવન થાવ .
બોલો શ્રી ગંગા માતા કી જે ...

 


 

નિજૅળા ભીમ એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.


જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 7 મે, 2022

હનુમાનજી ના 12 નામનો મહિમા | મંત્ર ક્યાં સમયે જાપ કરવા | બાળ રક્ષા ઉપાય | Hanuman 12 Name Mantra Gujarati | Okhaharan

 હનુમાનજી ના  નામનો મહિમા | મંત્ર ક્યાં સમયે જાપ કરવા | બાળ રક્ષા ઉપાય |  Hanuman 12 Name Mantra Gujarati | Okhaharan

Hanuman-12-Name-Mantra-Gujarati
Hanuman-12-Name-Mantra-Gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ચિરંજીવી શ્રી હનુમાનજી ના 12 નામનો મહિમા. તથા આ મંત્ર ક્યાં સમયે જાપ કરવાથી શું ફળ મલે છે અને બાળ રક્ષા નજરમુક્તિ નો  નાનકડો ઉપાય તે આપણે જાણીએ

 

શનિવાર દિવસે  દિવસે આ 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.   

 

 આ કોઈ સાદા નામ નથી આ હનુમાનજી ના 12 નામ જાપ થકી આપને આ લૌકમા દિધૅ આયુષ્ય મળે તથા પરલોક એટલે સ્વગૅ માં પણ રક્ષણ મળે છે.

અંજની પુત્ર કેસરીનંદન હનુમાનજી 12 નામ દિવસ કે રાત કોઈ પણ સમયે 11 વખત ફક્ત સ્મરણ કરવાથી દિધૅ આયુષ્ય મળે સાથે સાથે સાંસારિક સુખોની પ્રાપ્તિ તથા લોકમાં દશેદિશામા રક્ષણ  થાય છે. 

 

શનિવાર  દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક  

 

આ હનુમાનજી ના 12 નામ જાપ સવારે પથારી કે સૂયૅદય પહેલાં કરવાથી 11 વખત જાપ કરવાથી ગમે તેવી પરિસ્થિતિ હોય તેનું આયુષ્ય લાંબુ રહે છે.


આ હનુમાનજી ના 12 નામ બપોરે બરાબર 12 વાગે 11 વખત જાપ કરવાથી વ્યક્તિ ધનવાન બને અને સાથે પારિવારિક સુખોથી સંતુષ્ટ થાય છે.

 

શનિદેવ નો આ પાઠ કરવાથી શનિદેવ ક્રુર પ્રભાવ ઓછો થાય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

આ હનુમાનજી ના 12 નામ રાત્રે સૂતા સમયે 11 વખત જાપ કરવાથી વ્યક્તિ ના જીવનમાં રહેલા દરેક શત્રુ પર વિજય પ્રાપ્ત થાય છે. Sub

 

શ્રી રામચરિતમાનસ સુંદરકાંડ દોહા કેમ હનુમાનજી ને મચ્છર જેવું રૂપ લેવુ પડ્યું  ? અહી ક્લિક કરો.  

હનુમાનજી 12 નામ

1) ॐ જય હનુમાન

2)ॐ જય અંજની સુત

3)ॐ જય વાયુ પુત્ર

4)ॐ જય મહાબલી

5)ॐ જય રામેષ્ટ્ર

6)ॐ જય ફાલ્ગુન સખા


7)ॐ જય પિંગાક્ષ

8)ॐ જય અમિત વિક્રમ

9)ॐ જય ઉદધિ ક્રમણ

10)ॐ જય સીતા શોક વિનાશન

11)ॐ જય લક્ષ્મણ પ્રાણ દાતા

12)ॐ જય દશ ગ્રીવ દર્પહ

 

શનિ પનોતી થી બચવા શું દાન કરવું? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

મિત્રો આ મંત્ર ને એક સફેદ કોળા કાગળ પર નવી લાલ રંગ ની પેન વડે લખી ધરની બહાર લગાવી શકાય, એવું નાનું તાવીજ બનાવી છોકરા ના ગળા કે હાથ પર બાંધી શકાય આમ કરવાથી બુરી નજર કે મેલી નજર થી રક્ષણ મળે છે.


હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

હનુમાન 108 નામ || 108 Names of Lord Hanuman with Gujarati Lyrics અહી ક્લિક કરો.   

 

હનુમાનજી નો આ પાઠ કરવાથી નકારત્મક ઉર્જા સામે રક્ષણ મળે છે અહી ક્લિક કરો.   

Amazon Today Offer

50% Off On Price + 10% Discount on Cards Click Here 👇👇

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

શુક્રવાર, 6 મે, 2022

આજના શુભ દિવસે પાઠ કરો "" શ્રી લક્ષ્મી માંના 24 નામ મંત્ર "" | Lakshmi 24 Name Mantra with Lyrics | Okhaharan

 આજના શુભ દિવસે પાઠ કરો "" શ્રી લક્ષ્મી માંના 24 નામ મંત્ર  "" | Lakshmi 24 Name Mantra with Lyrics | Okhaharan

Lakshmi-24-Name-Mantra-with-Lyrics
Lakshmi-24-Name-Mantra-with-Lyrics

 

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી મહાલક્ષ્મી માં ના 24 નામ મંત્ર .


આજના શુભ દિવસે  શ્રી મહાલક્ષ્મી માં આ પાઠ કરવાથી દુઃખ કષ્ટ દુર થઈ ઘન સંપત્તિ પ્રાપ્ત થાય 



શ્રી મહાલક્ષ્મી માં આમ તો આઠ સ્વરૂપ છે જે અષ્ટલક્ષ્મી કહેવાય છે પરંતુ પુરાણો તેમના 24 નામ નો મંત્ર મહિમા પણ અનેરો છે . માતા લક્ષ્મી ને જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ ના પ્રિયે કહેવાય છે . માતા લક્ષ્મી ની ઉત્પત્તિ ક્ષીરસાગર માંથી સમુદ્ર મંથન સમયે થઈ હતી. માતા લક્ષ્મી નો પુજન નો દિવસ શુક્રવાર શુભ માનવામાં આવે છે. 


શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


શ્રી લક્ષ્મી માં ના 24 નામનો મંત્ર
1
ૐ શ્રિયૈ નમઃ
ॐ श्रियै नमः।
Om Shriyai Namah। 


2
ૐ લક્ષ્મ્યૈ વરદાયૈ નમઃ
ॐ लक्ष्म्यै वरदायै नमः।
Om Lakshmyai Varadayai Namah।


3
ૐ વિષ્ણુપત્ન્યૈ નમઃ
ॐ विष्णुपत्न्यै नमः।
Om Vishnupatnyai Namah।


4
ૐ ક્ષીરસાગર વાસિન્યૈ નમઃ
ॐ क्षीरसागर वासिन्यै नमः।
Om Kshirasagara Vasinyai Namah।


5
ૐ હિરણ્યરૂપાયૈ નમઃ
ॐ हिरण्यरूपायै नमः।
Om Hiranyarupayai Namah।


6
ૐ સુવર્ણમાલિન્યૈ નમઃ
ॐ सुवर्णमालिन्यै नमः।
Om Suvarnamalinyai Namah।


7
ૐ ભક્તિમુક્તિ દાત્ર્યૈ નમઃ
ॐ भक्तिमुक्ति दात्र्यै नमः।
Om Bhaktimukti Datryai Namah।


8
ૐ પદ્મવાસિન્યૈ નમઃ
ॐ पद्मवासिन्यै नमः।
Om Padmavasinyai Namah।


9
ૐ યજ્ઞપ્રિયાયૈ નમઃ
ॐ यज्ञप्रियायै नमः।
Om Yajnapriyayai Namah।


10
ૐ મુક્તાલંકારિણ્યૈ નમઃ
ॐ मुक्तालंकारिण्यै नमः।
Om Muktalankarinyai Namah।


11
ૐ સૂયૉયૈ નમઃ
ॐ सूर्यायै नमः।
Om Suryayai Namah।


શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય 


 12
ૐ ચન્દ્રાનનાયૈ નમઃ
ॐ चन्द्राननायै नमः।
Om Chandrananayai Namah।


13
ૐ વિશ્ર્વમૂત્યૈ નમઃ
ॐ विश्वमूर्त्यै नमः।
Om Vishvamurtyai Namah।


14
ૐ મુક્ત્યૈ નમઃ
ॐ मुक्त्यै नमः।
Om Muktyai Namah।


15
ૐ મુક્તિદાત્ર્યૈ નમઃ
ॐ मुक्तिदात्र्यै नमः।
Om Muktidatryai Namah।


16
ૐ શ્રદ્ધયૈ નમઃ
ॐ श्रद्धये नमः।
Om Shraddhaye Namah।


17
ૐ સમૃદ્ધયે નમઃ
ॐ समृद्धये नमः।
Om Samriddhaye Namah।


18
ૐ તુષ્ટયૈ નમઃ
ॐ तुष्टयै नमः।
Om Tushtayai Namah।


19
ૐ પુષ્ટયૈ નમઃ
ॐ पुष्टयै नमः।
Om Pushtayai Namah।


20
ૐ ધનેશ્ર્વયૈ નમઃ
ॐ धनेश्वर्यै नमः।
Om Dhaneshvaryai Namah।


21
ૐ શ્રદ્ધાયૈ નમઃ
ॐ श्रद्धायै नमः।
Om Shraddhayai Namah।


22
ૐ ભોગિન્યૈ નમઃ
ॐ भोगिन्यै नमः।
Om Bhoginyai Namah।


શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે 

 23
ૐ ભોગદાયૈ નમઃ
ॐ भोगदायै नमः।
Om Bhogadayai Namah।


24
ૐ ધાત્ર્યૈ નમઃ
ॐ धात्र्यै नमः।
Om Dhatryai Namah।

મિત્રો આ મહાલક્ષ્મી માં ના પુરાણ માં જાણશે 24 નામનો મંત્ર હું આશા રાખું આપને પસંદ આવ્યું હશે તો કોમેન્ટ માં જય શ્રી મહાલક્ષ્મી માં લખી શેર જરૂર કરજો


શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતી ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

   

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    


   માં વૈભવ લક્ષ્મી વ્રત કોણ કરી શકે ? અને કેવી રીતે કરવું ? શું કરવું  ? શુ ના કરવું ?


શુક્રવારે જાણો શ્રી લક્ષ્મીજી નાં સ્વરૂપ નામ અને સ્વરૂપ નું મહત્વ ગુજરાતી લખાણ સાથે  


Amazon Today Offer 

50% Off On Price + 10% Discount on Cards Click Here 👇👇

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇