સોમવાર, 11 જુલાઈ, 2022

અષાઢ સુદ 13 થી શરૂ થતા જયા પાર્વતી વ્રત માહિતી અને વ્રત કથા ગુજરાતી લખાણ સાથે | Jaya Pravati Vrat Katha Gujarati | Okhaharan

અષાઢ સુદ 13 થી શરૂ થતા જયા પાર્વતી વ્રત માહિતી અને વ્રત કથા ગુજરાતી લખાણ સાથે | Jaya Pravati Vrat Katha Gujarati | Okhaharan 

Jaya-Parvati-Vrat-katha-Gujarati
Jaya-Parvati-Vrat-katha-Gujarati
 
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું જયા પાર્વતી વ્રત માહિતી અને જયા પાર્વતી વ્રત કથા વાચીશું

ગૌરી વ્રત કથા મહાત્મય - મોળાકત વ્રત ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

જયા પાર્વતી વ્રત માહિતી

આ જયા પાર્વતી વ્રત દર વષૅ અષાઢ સુદ તેરશને દિવસે કરવામાં આવે છે. કુંવારિકાઓ ગૌરીવ્રતના 5વષૅ કર્યા બાદ જયા-પાર્વતીનું વ્રત કરે છે. આ વ્રત કરનાર કન્યા આ પાંચ દિવસ દરરોજ સવારે વહેલા ઊઠી, નાહી-ધોઈ શિવજીના મંદિરે જાય છે. ત્યાં શિવ-પાર્વતીનું પૂજન કરી પ્રાર્થના કરે છે. આ વ્રત પાંચ દિવસનું હોય છે. તેમાં મીઠા અને ગોળ વગરનું ખાવામાં આવે છે. પહેલા કે છેલ્લા દિવસે નકોરડો ઉપવાસ કરવામાં આવે છે. તે દિવસે ફક્ત ફળફળાદિ, સૂકો મેવો ખાવામાં આવે છે. આ વ્રત 5 વષૅ નું હોય છે અને 5 વષૅ વ્રત કરવાની રીત અલગ અલગ હોય છે તે આપણે આગળ વ્રત કથામાં જાણીયે.

જયા પાર્વતી વ્રત કથા

એક નગરમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતાં. બંને સત્વાદી , શુદ્ર નીતિવાળાં અને પ્રભુ-ભક્તિમાં કરતા હતાં. તેમને આંગણેથી હજુ સુધી કોઈ ભૂખ્યું પાછું ગયું ન હતું. અખૂટ ધનસંપત્તિ હોવા છતાં તેમનામાં સહેજ પણ અભિ માનનો છાંટો ન હતો.

તેમને બધી વાતનું સુખ હતું. પણ તેમને શેર-માટીની ખોટ હતી. તેમનું સંતાનવિહોણું ઘર સ્મશાન જેવું લાગતું હતું, એટલે બંને પતિ-પત્ની રાત-દિવસ સતત ચિંતા કર્યા કરતાં હતાં.

એક દિવસ નારદજી ફરતા-ફરતા ત્યાં આવી ચડ્યા. બ્રાહ્મણ-બ્રાહ્મણીએ તેમને આવકાર આપ્યો અને પછી તેમની આગળ ફળફળાદિ ધર્યાં.

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

નારદજીએ પૂછ્યું : “કેમ છો ? મજામાં ને ?”

“હા મુનિરાજ ! આપની કૃપાથી સર્વ વાતે સુખ છે, પણ...’’ બોલતાં બોલતાં બ્રાહ્મણ ખચકાઈ ગયો. નારદે પૂછ્યું.  “પણ શું ? કાંઈ વાત હોય તે મને વિના સંકોચે જણાવો.’’

બ્રાહ્મણે કહ્યું. “મુનિરાજ ! બીજી કોઈ ઇચ્છા નથી, પણ એક સંતાનની ખોટ છે. તેનો કોઈ ઉપાય હોય તો કૃપા કરીને બતાવો.”

નારદજી ઉપાય બતાવતાં કહ્યું : “અહીંથી તમે દક્ષિણ દિશામાં જાવ, ત્યાં એક અપૂજ શિવલિંગ છે. ઘણાં વર્ષોથી તેની કોઈ પૂજા કરતું નથી. ત્યાં જઈ તમે શંકર-પાર્વતીની એકનિષ્ઠાથી સેવા-પૂજા કરો, તો દિનદયાળુ સદાશિવ તમારી ઉપર જરૂર પ્રસન્ન થશે અને તમને સંતાન આપશે.’’

આમ કહી નારદજી ચાલતા થયા.

બીજા દિવસે નારદજીના કહ્યા પ્રમાણે બ્રાહ્મણ અને બ્રાહ્મણી દક્ષિણ દિશાએ ચાલી નીકળ્યાં. ઘોર વનવગડામાં ભૂખ્યાં અને તરસ્યાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી ચાલ્યાં જાય છે, પણ ક્યાં ય તેમને મહાદેવજીનું મંદિર દેખાતું નથી ! બ્રાહ્મણ-બ્રાહ્મણી થાકીને લોથપોથ થઈ ગયાં અને એક ઝાડ નીચે આરામ કરવાં બેઠાં. ત્યાં તો બ્રાહ્મણીની નજરે એક મોટો ટેકરો દેખાયો. બ્રાહ્મણી બોલી : “હે નાથ ! જુઓ, પેલો ઊંચો ટેકરો ! એ જ મંદિર હોવું જોઈએ.” આમ કહી બંને જણાં આગળ વધ્યાં,

જેમ-જેમ આગળ ગયાં, તેમ-તેમ તેમને ટેકરા ઉપર મંદિર દેખાવા લાગ્યું. મંદિર જોતાં જ બંનેનો થાક ઊતરી ગયો. તેઓ ટેકરા ભણી ઝડપથી ચાલવાં માંડ્યાં. ત્યાં એક શિવમંદિર હતું. બંનેના હૃદયમાં હરખ માતો નથી. તેમણે તો મંદિરમાં પડેલાં પાંદડાં, ઘાસ-ઝાખરાં, ધૂળ વાળી-ઝૂડી સ્વચ્છ કર્યું. બ્રાહ્મણી પાસેની નદીમાંથી પણી ભરી લાવી અને શિવ-પાર્વતીને સ્નાન કરાવ્યું.

મંદિર પાસે જ એક બીલીનું ઝાડ હતું. ત્યાંથી બીલીપત્રો લાવી બ્રાહ્મણે બીલીપત્રો ચડાવ્યાં. ત્યાર બાદ બ્રાહ્મણ અને બ્રાહ્મણી નિયમિતપણે મહાદેવ-પાર્વતીની સેવા કરવા લાગ્યાં. બ્રાહ્મણી હંમેશાં બીલીપત્રો તોડી લાવતી, પણ ફળ-ફૂલ માટે બ્રાહ્મણને દૂર જવું પડતું.

શિવજી નો આ સ્ત્રોત નો પાઠ કરવાથી આપણા કુટુંબ ને રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

આમ કરતાં પાંચ વર્ષ વીતી ગયાં, પણ ભગવાન શંકર પ્રસન્ન થયા નહિ.

એક દિવસ બ્રાહ્મણ ટેકરો ઊતરી વનમાં ફળ-ફૂલ લેવા ગયો, પણ સાંજ પડવા આવી છતાં ય તે પાછો ફર્યો નહિ, એટલે બ્રાહ્મણીને ચિંતા થવા લાગી. તેના મનમાં અનેક પ્રકારની શંકાઓ થતી હતી. તે બ્રાહ્મણની વાટ જોઈ થાકી. છેવટે તે પોતાના પતિને શોધવા નીકળી. તે વન ખૂબ જ બિહામણું હતું. ઠેર-ઠેર વાઘ, સિંહ અને રીંછોનો ભયંકર ઘુઘવાટા સંભળાતા હતા. બ્રાહ્મણી ગભરાતી, ગભરાતી શિવ-પાર્વતીનું રટણ કરતી ચાલતી હતી. અચાનક એની દૃષ્ટિ એક ઝાડ નીચે ગઈ. ત્યાં જઈ તે જુએ છે તો પોતાના પતિ બેભાન દશામાં પડેલો. પગના અંગૂઠામાંથી લોહી નીકળે ! એટલામાં તેણે એક કાળો નાગ ફૂંફાડા મારતો જતો જોયો ! બ્રાહ્મણીને લાગ્યું - ‘નક્કી મારા પતિને આ નાગ કરડ્યો છે.' તેના મોઢામાંથી એક ભયાનક ચીસ નીકળી ગઈ. થોડીવારે અને મૂર્છા વળી, ત્યાં તો તેણે સોળે શણગાર સજીને ઊભેલાં માતા પાર્વતીજીને જોયાં. પાર્વતીજીને જોતાં જ બ્રાહ્મણી નમી પડી, એટલે પાર્વતીજીએ એને આશીર્વાદ આપતાં બોલ્યાં : “હે બ્રાહ્મણી ! તું ચિંતા ન કરીશ.” આમ કહી તેણે બ્રાહ્મણના શરીરે પોતાનો અમૃત સમાન હાથ ફેરવ્યો.

બ્રાહ્મણ તો આળસ મરડીને ઊભો થયો ! બ્રાહ્મણ અને બ્રાહ્મણી માતાજીને ચરણે નમી પડ્યાં. પાર્વતીજી બોલ્યાં : “તમારી બંનેની અનન્ય ભક્તિ અને શ્રદ્ધા જોઈને, હું ખૂબ જ પ્રસન્ન થઈ છું. તમારે જે જોઈએ તે માગી લો ?’’ બ્રાહ્મણ બોલ્યો : “ભગવતી ! અમારે બીજું કાંઈ જોઈતું નથી, એક શેર-માટીની ખોટ છે, તો તેનો કોઈ ઉપાય બતાવો.'

પાર્વતીજી બોલ્યાં : “તમે જયા-પાર્વતીનું વ્રત’ કરો તો તમને અવશ્ય સંતાનપ્રાપ્તિ થશે.’ બ્રાહ્મણી બોલી : “માતાજી ! આ વ્રત કેવી રીતે કરાય ?’ પાર્વતીજી બોલ્યાં : “આ વ્રત અષાઢ સુદ તેરશને દિવસે શરૂ કરવામાં આવે છે અને વદ ત્રીજે પૂરું કરવામાં આવે છે. વ્રત કરનારે આ પાંચે દિવસ ગોળ અને મીઠા વગરનું મોળું એકટાણું જમવું.
પહેલાં પાંચ વર્ષ માત્ર જુવાર ખાઈને,
 બીજા પાંચ વર્ષે મીઠા વગરનું ખાઈને,
ત્રીજા પાંચ વર્ષ ચોખા ખાઈને અને
ચોથા પાંચ વર્ષ મગ ખાઈને વ્રત કરવું. 

ગૌરી વ્રત પુજન આરતી ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

 છેલ્લા દિવસે જાગરણ કરવું. જ્યારે વીસ વર્ષ પૂરાં થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણું કરતી વેળા સૌભાગ્યવતી સ્ત્રીઓને પતિ સહિત પોતાને ત્યાં નોતરી ભાવપૂર્વક જમાડવાં. પછી કંકુ જેવા સૌભાગ્યનાં દ્રવ્યો દાનમાં આપવાં. વ્રત કથાઓ

ગૌરી વ્રત ના ગીતો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. તેને પતિનો વિયોગ કદાપિ ભોગવવો પડતો નથી. સંતાનની પ્રાપ્તિ થાય છે અને અખંડ સુખ પણ મળે છે.” આમ કહીને પાર્વતી અંતર્ધાન થઈ ગયાં. બ્રાહ્મણ-બ્રાહ્મણી તો રાજી થતાં પોતાને ઘેર પાછાં આવ્યાં. બીજે વર્ષે બ્રાહ્મણીએ જયા-પાર્વતીજીનું વ્રત શરૂ કર્યું. થોડા સમયમાં તો તેમને ત્યાં દેવ જેવો દીકરો આવતર્યો.

હે જયા-પાર્વતીજી ! તમે જેવાં બ્રાહ્મણ-બ્રાહ્મણીને ફળ્યાં,તેવ આ વ્રત કરનાર, કથા કરનાર અને ક્યા સાંભળનાર સૌનેફળો 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

 "" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં અહી ક્લિક કરો.     

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 9 જુલાઈ, 2022

અષાઢ સુદ-11 થી પુનમ ગૌરી વ્રત કથા મહાત્મય | મોળાકત વ્રત | Gauri Vrat Katha Gujarati | Gauri Vrat | Okhaharan

અષાઢ સુદ-11 થી પુનમ ગૌરી વ્રત કથા મહાત્મય | મોળાકત વ્રત | Gauri Vrat Katha Gujarati | Gauri Vrat | Okhaharan

Gauri-Vrat-Katha-Gujarati
Gauri-Vrat-Katha-Gujarati

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું  ગૌરી વ્રત

આ વ્રત અષાઢ સુદ અગિયારસને દિવસે શરૂ કરવામાં આવે છે અને પૂનમના દિવસે પૂરું થાય છે. આ વ્રત પહેલ વહેલું પાર્વતી ગૌરીમાએ કરેલું, એટલે તે ‘ગોરમાનું વ્રત' કહેવાય છે. આ વ્રત કુંવારિકાઓ કરતી હોય છે. વ્રતના છેલ્લા દિવસે જાગરણ કરવું પડે છે. કુંવારિકાઓ પોતાને શ્રેષ્ઠ પતિ મળે, સૌભાગ્ય સાથે સંપત્તિ સાંપડે તે માટે ગૌરી વ્રત કરે છે. આ વ્રતને ગોરમાનું વ્રત કે મોળાક્ત વ્રત પણ કહે છે.

ગૌરી વ્રત પુજન આરતી ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

અષાઢ સુદ પાંચમ એટલે કે અષાઢ માસની અજવાળી પાંચમે અડોશ-પડોશની બધી છોકરીઓ છાબડીઓ લઈ એક જગ્યાએ ભેગી થાય છે. તે દિવસે વાંસની ટોપલીઓમાં છાણિયું ખાતર નાખી તેમાં ઘઉં, જવ, તુવેર, ડાંગર, જાર, તલ અને ચોળા એમ સાત ધાન વાવે છે. પછી ઉપર માટી નાખી, પાણી છાંટે છે.

આમ અગિયારસ સુધી તેઓ સવારે થોડું થોડું પાણી છાંટે છે, એટલે અગિયારસના દિવસે તો જુવારા તૈયાર થઈ જાય છે.

અગિયારસના દિવસે છોકરીઓ સવારે વહેલી ઊઠી નદીએ નાહવા જાય છે, ચાલતાં-ચાલતાં રસ્તામાં ગીત ગાય છે :

ગોરમાનો વર કેસરીઓ

 નદીએ નહાવા જાય રે ગોરમા !

નદીઓમાં ડહોળાં પાણી

સરોવર ઝીલવા જાય રે ગોરમા.

ઝીલી ઝીલી ઘરે પધાર્યા

મોતીડે વધાવ્યાં ગોરમા.

ભાઈ બેઠો જમવા

ભોજાઈએ ઓઢ્યાં ચીર ગોરમા.

ચીર ઉપર ચૂંદડી ને

ચોખલિયાળી ભાતે ગોરમા.

વેલમાં બેઠો વાણિયો ને

કાગળ લખતો જાય રે ગોરમા.

કાગળમાં બે પૂતળિયું રે

હસતી રમતી જાય રે ગોરમા.

ગોરમાનો વર કેસરીઓ

 નદીએ નહાવા જાય રે ગોરમા !

ગૌરી વ્રત ના ગીતો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

આમ ગીત ગાતી-ગાતી, હસતી-રમતી, આનંદમાં નદીએ પહોંચી જાય છે. નદીએ નાહી-ધોઈ ઘરે આવે છે. પછી એક પાટલા ઉપર જવારા મૂકે છે. અબીલ, ગુલાલ, કંકુ, ચોખા વડે જવારાનું પૂજન કરે છે. રૂના નાગલા પહેરાવે છે. ઘીનો દીવો કરી અગરબત્તીનો ધૂપ આપે છે.

મારા જવના જવેરા રે જવ છે ડોલરિયો.

મારા કિયા ભાઈએ વાવ્યા રે ? જવ છે ડોલરિયો.

 મારા... ભાઈએ વાવ્યા રે, જવ છે ડોલરિયો.

 મારા જવના જવેરા રે જવ છે ડોલરિયો.

મારા કયા વહુએ સીંચ્યા રે, જવ છે ડોલરિયો

મારા જવના જવેરા રે, જવ છે ડોલરિયો

મારા કયા બહેન પૂજશે રે ? જવ છે ડોલરિયો

 મારા... બહેન પૂજશે રે, જવ છે ડોલરિયો.

 એમને પાટલિયે બેસાડો રે, જવ છે ડોલરિયો.

મારા જવના જવેરા રે જવ છે ડોલરિયો.

કુંવારિકાઓ હાથ જોડી ગોરમાને પ્રાર્થના કરે છે. ઘણી છોકરીઓ બપોરે તો, ઘણી છોકરીઓ સાંજે એકટાણું કરે છે. એકટાણું જમવા બેસે ત્યારે તે મોળું-મોળું જમે છે. મોળું જમવાનું હોવાથી આ વ્રતને મોળાક્ત' પણ કહે છે. જમતી વખતે એક ઠેકાણે બેસીને જ જમાય. જમતી વખતે વચ્ચે ઊભું થવું નહિ. એકટાણું જમ્યા બાદ પણ જો છોકરી ઓને ભૂખ લાગે તો તેઓ ફળ-ફળાદિ, ખારેક, ટોપરાં વગેરે ફરાળી વસ્તુઓ ખાય શકાય છે. પાંચ દિવસમાંથી પહેલો કે છેલ્લો ગમે તે એક દિવસ નકોરડો ઉપવાસ કરવો. તે દિવસે મોળું જમવું નહિ, પરંતુ ફળ-ફળાદિ ખારેક, ટોપરાં વગેરે ખાઈ શકાય છે.

વ્રતના પાંચ દિવસ સુધી છોકરીઓ સાંજના સમયે બાગ બગીચામાં જઈ આનંદી રમે-કૂદે છે. વ્રતના છેલ્લા દિવસે એટલે કે પૂનમે જાગરણ કરવું પડે છે. તે દિવસે બધી છોકરીઓ ભેગી થઈ ગોરમાના ગરબા ગાય છે. જાતજાતની રમતો રમે છે. સવાર થતાં બધી છોકરીઓ ગોરમાને હાથમાં ઊંચકી ગીત ગાતી-ગાતી નદી, તળાવે વળાવવા જાય છે.

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

તો થાળ ભરું શગ મોતીડે,

 હું તો ગોરમાને પૂજવા જઈશ.

મારે સોના સરીખો સૂરજ ઊગિયો.

હું તો બેન રે કયી બેન તમને વિનવું,

 તમારી સાહેલિયો લેજો સાથ.  

મારે સોના સરીખો સૂરજ ઊગિયો.

તો થાળ ભરું રે શગ મોતીડે.

હું તો પારવતી પૂજવાને જઈશ.

મારે સોના સરીખો સૂરજ ઊગિયો.

હું તો બેન રે... બેન તમને વિનવું,

તમારી સાહેલિયો લેજો સાય.

 મારે સોના સરીખો સૂરજ ઊગિયો.

હું તો થાળ ભરું રે રાગ મોતીડે,

હું તો ગોરમાને પૂજવા જઈશ.

 મારે સોના સરીખો સૂરજ ઊગિયો.

હું તો ભાઈ રે કિયા ભાઈ તમને વિનવું,

તમારા ભાઈબંધ લેજો સાથ.

મારે સોના સરીખો સૂરજ ઊગિયો.

પછી નદીકાંઠે જઈ ગોરમાને નીચે મૂકી તમનુ પૂજન કરે છે. પછી તેમને જળમાં પધરાવી દે છે, અને ઘરે આવીને જમવા બેસે છે.

આ વ્રત પાંચ, સાત, અગિયાર એમ એકી સંખ્યામાં કરવામાં આવે છે. આ વ્રતના ઉજવણામાં છઠ્ઠા દિવસે ગોરમા પધરાવી પાંચ વ્રત કરતી છોકરીઓને જમવા બોલાવવામાં આવે છે અને તેમને કંકુનો ચાંદલો કરી જમાડવામાં આવે છે. પછી તેમને એક વાટકી, ચાંદલાનું પેકેટ, બંગડી, કોઈ ફળ આપવામાં આવે છે.

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્રવાર, 8 જુલાઈ, 2022

ગૌરી વ્રત ના ગીતો | Gauri Vrat Na Gito | Gauri Vrat Gito | Gauri Vrat Pujan Song | okhaharan

 ગૌરી વ્રત ના ગીતો | Gauri Vrat Na Gito | Gauri Vrat Gito | Gauri Vrat Pujan Song | Okhaharan

Gauri-Vrat-Na-Gito-Gujarati-Lyrics
Gauri-Vrat-Na-Gito-Gujarati-Lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું   ગૌરી વ્રત ના ગીતો

ગૌરી વ્રત પુજન આરતી ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

1) પ્રથમ દિવસ નુ ગીત
2) દરરોજ પુજન ગીત
3) ગોરમાને વળાવવા ગીત

અગિયારસના દિવસે છોકરીઓ સવારે વહેલી ઊઠી નદીએ નાહવા જાય છે, ચાલતાં-ચાલતાં રસ્તામાં ગીત ગાય છે :
1) પ્રથમ દિવસ નુ ગીત

ગોરમાનો વર કેસરીઓ
 નદીએ નહાવા જાય રે ગોરમા !

નદીઓમાં ડહોળાં પાણી
સરોવર ઝીલવા જાય રે ગોરમા.

ઝીલી ઝીલી ઘરે પધાર્યા
મોતીડે વધાવ્યાં ગોરમા.

ભાઈ બેઠો જમવા
ભોજાઈએ ઓઢ્યાં ચીર ગોરમા.

ચીર ઉપર ચૂંદડી ને
ચોખલિયાળી ભાતે ગોરમા.

વેલમાં બેઠો વાણિયો ને
કાગળ લખતો જાય રે ગોરમા.

કાગળમાં બે પૂતળિયું રે
હસતી રમતી જાય રે ગોરમા.

ગોરમાનો વર કેસરીઓ
 નદીએ નહાવા જાય રે ગોરમા !

2) દરરોજ પુજન ગીત

મારા જવના જવેરા રે જવ છે ડોલરિયો.
મારા કિયા ભાઈએ વાવ્યા રે ? જવ છે ડોલરિયો.
 મારા... ભાઈએ વાવ્યા રે, જવ છે ડોલરિયો.
 મારા જવના જવેરા રે જવ છે ડોલરિયો.
મારા કયા વહુએ સીંચ્યા રે, જવ છે ડોલરિયો
મારા જવના જવેરા રે, જવ છે ડોલરિયો
મારા કયા બહેન પૂજશે રે ? જવ છે ડોલરિયો
 મારા... બહેન પૂજશે રે, જવ છે ડોલરિયો.
 એમને પાટલિયે બેસાડો રે, જવ છે ડોલરિયો.
મારા જવના જવેરા રે જવ છે ડોલરિયો. 

દેવશયની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ

3) ગોરમાને વળાવવા ગીત

ગીત ગાતી-ગાતી નદી, તળાવે વળાવવા જાય છે.

તો થાળ ભરું શગ મોતીડે,
 હું તો ગોરમાને પૂજવા જઈશ.
મારે સોના સરીખો સૂરજ ઊગિયો.

હું તો બેન રે કયી બેન તમને વિનવું,
 તમારી સાહેલિયો લેજો સાથ.  
મારે સોના સરીખો સૂરજ ઊગિયો.

તો થાળ ભરું રે શગ મોતીડે.
હું તો પારવતી પૂજવાને જઈશ.
મારે સોના સરીખો સૂરજ ઊગિયો.

હું તો બેન રે... બેન તમને વિનવું,
તમારી સાહેલિયો લેજો સાય.
 મારે સોના સરીખો સૂરજ ઊગિયો.

હું તો થાળ ભરું રે રાગ મોતીડે,
હું તો ગોરમાને પૂજવા જઈશ.
 મારે સોના સરીખો સૂરજ ઊગિયો.

હું તો ભાઈ રે કિયા ભાઈ તમને વિનવું,
તમારા ભાઈબંધ લેજો સાથ.
મારે સોના સરીખો સૂરજ ઊગિયો. 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 7 જુલાઈ, 2022

દેવશયની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Devshayani Ekadashi 2026 Gujarati | Okhaharan

 દેવશયની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  | Dev shayni Ekadashi 2026 Gujarati | Okhaharan

devshayani-ekadashi-2026-gujarati
devshayani-ekadashi-2026-gujarati

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ અષાઠ માસની સુદ પક્ષની દેવશયની એકાદશી ક્યારે છે 24 કે 25 જુલાઈ ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે?

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

દેવશયની એકાદશી 2026:

હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું એક આગવુ મહત્વ છે. એકાદશી તિથિ દર માસમાં બે વાર આવે છે, કૃષ્ણ  અને શુક્લ પક્ષ. એકાદશીનો સંપૂર્ણ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ એકાદશી દિવસે ના ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિષ્ણુ ભગવાનની વિશેષ કૃપા રહે છે. એવું માનવામાં આવે મનુષ્ય દ્રારા થયેલ દરેક પાપ માંથી મુક્તિ મેળવવાના આ વ્રત કરવામાં આવે છે. અષાઠ માસની શુક્લ પક્ષની એકાદશી ને દેવશયની એકાદશી કહે છે દેવશયની ના નામ ની સંધિ છુટી પાડીને એટલે દેવ અને શયન દેવ એટલે ભગવાન વિષ્ણુ અને શયન એટલે સૂઈ જવું . આ દિવસે થી ભગવાન વિષ્ણુ સૂઈ જાય છે. આ એકાદશી ને હરિશયની એકાદશી તથા પદ્મ એકાદશી પણ કહેવાય છે.

હિન્દુ ધર્મમાં વેદ અને શાસ્ત્રો મહત્વ વધારે છે. ગ્રંથોમાં દેવશયની એકાદશીનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. એકાદશી તિથિ ભગવાન વિષ્ણુ ને અપણૅ છે  આ દિવસે ભક્તો વિષ્ણુ ભગવાન દશ અવતાર માંથી  કોઈ પણ અવતાર પુજન કરે છે દેવશયની એકાદશી નું વ્રત કરવાથી મનુષ્ય સમસ્ત પાપ નષ્ટ પામે છે. આ એકાદશી વ્રત કોઈ પણ કરી શકે ચાહે  વૌષ્ણવ , શુદ્ધ , ક્ષત્રિય , વેશ્ય હોય કે નાના , મોટા , સ્ત્રી , પુરુષ બાળકો  સવે આ વ્રત કરી શકે છે.

ૐ નમો ભગવતે વાસુદેવાય

અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી કહેવામાં આવે છે. દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સૂઈ જાય છે, ત્યારબાદ 4 મહિના પછી કારતક માસની શુક્લ પક્ષની  દેવ ઉઠી  એકાદશીના દિવસે ઉઠે છે. આ સમય ને ચાતુર્માસ કહેવાય છે. આ ચાતુર્માસ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી . આ સમય દરમિયાન શુભ કાર્ય જેવા કે લગ્ન, વિવાહ, મુંડન,  સગાઈ અને માંગલિક કાર્ય કરવામાં આવતું નથી.

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

દર માસની એકાદશી તિથિ ખાસ હોય છે એમાં પણ અષાઠ માસની સુદ પક્ષની એકાદશી નું મહત્વ ધણું વધારે છે. આ એકાદશી ને દેવશયની એકાદશી તરીકે ઓળખાય છે. આ દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ નું પુજન કરવામાં આવે છે.  આ એકાદશી સમસ્ત પાપ નષ્ટ કરી આલોક અને પરલોક મુક્તિ આપનારી છે.  

 એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન સાથે સાથે ગાય માતા ,તુલસી માતા તથા પીપળા વૃક્ષ તથા શિવલંગ નું પુજન થાય છે ગાયમાતા પુજન કરવાથી સવૅ દેવતા ના આશીર્વાદ અને તુલસી માતા પુજન જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તથા પીપળા વૃક્ષ નું પુજન કરવાથી પૃતિદેવ ના આશીર્વાદ મળે છે.શિવલિંગ પર જળ દુઘ ફુલ બીલીપત્ર ચંદન નો અભિષેક કરવો. 

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

દર માસની શુક્લ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી આવે છે અષાઠ માસની શુક્લ પક્ષની એકાદશી ને દેવશયની એકાદશી અને કૃષ્ણ પક્ષની એકાદશી ને કામિકા એકાદશી કહે છે. અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. દરેક એકાદશીનું એક વિશેષ મહત્વ હોય છે  

 આ વષે 2026 ની અષાઠ માસના શુક્લ પક્ષની દેવશયની  એકાદશી તિથિ

 શરૂઆત 24 જુલાઈ 2026 શુક્રવાર સાંજે 9:12 મિનિટ
સમાપ્ત 25 જુલાઈ 2026  શનિવાર સાંજે 11:33 મિનિટ
ઉપવાસ સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે
ઉપવાસ  25 જુલાઈ 2026  શનિવાર  કરવો
પુજન નો શુભ સમય સવારે સૂર્યોદય શરૂ કરીને સવારે 5:52 થી 9:13 સુધી.
પારણા સમય 26 જુલાઈ 2026  સવારે 6:48 થી 8:36 સુધી.

પૌરાણિક કથા અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંને પાતાલ લોક માં રાજા બલિ પાસે જાય છે. અને શયન કરે છે ત્યાર પછી ચાતુર્માસ પૂર્ણ થાય ત્યારે ઉઠે એ તિથિ દેવ ઉઠી એકાદશી કહે છે. આ સમય મા ખાસ રુદ્ર પુજન કરવાથી ઝડપથી શુભ ફળ મળે છે.
 
દેવશયની એકાદશી મંત્ર
'સુપતે ત્વયિ જગન્નાથ જમસુપ્તમ ભવેદિદમ.
વિબુદ્ધે ત્વયિ બુધમ્ ચ જગતસર્વ ચરાચરમ..

 શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ અહી ક્લિક કરો

અર્થ- હે જગન્નાથજી! જ્યારે તમે સૂઈ જાઓ છો, ત્યારે આખું વિશ્વ સૂઈ જાય છે અને જ્યારે તમે જાગો છો, ત્યારે આખું વિશ્વ અને પશુપાલકો પણ જાગી જાય છે.

 અષાઠ માસની સુદ પક્ષની દેવશયની  એકાદશી પૌરાણિક કથા સંપૂણૅ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 