બુધવાર, 17 ફેબ્રુઆરી, 2021

ગુપ્ત નવરાત્રિમાં કરો શ્રી હરસિદ્ધિ મા અને ભક્ત વચ્ચે પરિક્ષા વણૅન કરતો ચાલીસ ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે

 ગુપ્ત નવરાત્રિમાં  કરો શ્રી હરસિદ્ધિ મા અને ભક્ત વચ્ચે પરિક્ષા વણૅન કરતો ચાલીસ ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે

harshidhi-chalisa-gujarati-lyrics
harshidhi-chalisa-gujarati-lyrics


માં હરસિદ્ધિના પ્રાગટય ચાલીસા

કોયલા ડુંગરે બેઠી કૃપાળી , અરજી ઉરે ઘરજો રે

હેત ધરીને હે હરસિદ્ધિ ! સમયે સ્હાયું કરજો રે .

વહાણવટી જો વચન દીયે તો , કોઈ ના શકે રોકી રે ;

સમંદર તારાં ચરણો ઘુવે , ચારે દિશાએ ચોકી રે .

તલવાર ત્રિશૂળ ક૨માં શોભે , સિંહે સવારી તારી રે ;

કમળ કેડા જળમાં પાડે , વરદમુદ્રા ધારી રે ,

આરતી ટાણે ઉજ્જૈન જાતી , સંદયા જ્યારે ઢળતી રે ;

 હાકલ દેવા હાજ૨ થાતી , પ્રભાતે પાછી વળતી રે .

શંખના નાદો , નોબત બાજે , માવડી તારા મોલે રે ;

ઝળહળ ઝળહળ જ્યોતુ થાતી , છત્તર તારા ડોલે રે .

આરતી કેરાં દર્શન થાતાં , અંતરમાં અજવાળાં રે ;

હેતવાળી મા હે હરસિદ્ધિ ! ભાંગે ભ્રમનાં તાળાં રે .

વિક્રમની તું વહારે ચડી મા ! ખેલ ખાંડાના ખેલી રે ;

બાણ લાખ તેં માળવો દીધો , બાંય ઝાલી થઈ બેલી રે .

ક્ષિપ્રા નદીના કાંઠે તું બેઠી , બેઠી હરસિદ્ધિ નામે રે ;

પૂજા કરવા મમ્હાકાલ આવે , આવે તમારા ધામે રે .

દેવી દયાળી દયા કરીને , દરિયે દોટયું દેતી રે ;

શ્રીફળ ચુંદડી સ્નેહ ધરીને , હાથોહાથ તું લેતી રે .

ગાધવી બંદર બેસણાં તારાં , વંટોળિયો ના વેડે રે ;

વંદન કરીને વટાણવટીને , ખારવા દરિયો ખેડે રે . 


જગડુશાએ જાવા જઈને , વેપાર મોટો કીધો રે ;

છ છ જહાજો ભરીને શેઠે , સામાન સાથે લીધો રે .

દરિયે જાગ્યું તોફાન માડી , સાગર તો છલકાણો રે ;

પ્રલયકારી પવન ફૂંકાણો , માથે મેઘ મંડાણો રે .

જગડુશાએ પોકાર પાડ્યો , માડી મદદે ધાજો રે ;

બાળને માથે મોત મંડાણું , ડૂબશે આ જહાજે રે .

દરિયે વાળ્યો દાટ દયાળી ! ના થાવાનું થાશે રે ;

કીધી કમાણી શું રે કામની , પ્રાણ જો મારા જાશે રે .

પાણી ભરાણાં વહાણમાં માડી ! કોઈ ના ફાવે કારી રે ;

વહાલા જોતા હશે વાટડી મારી , તારુણી તું લે તારી રે ..

જગત આખાની જનેતા તું છે , ખોળે બે ખમકારી રે ;

જોરાળી આજે જીવડો જાશે , ભક્તિ લાજશે તારી રે .

છલકે આંસુ આંખલડીએ , કાળ ઊભો છે સામે રે ;

કરજોડીને કરગરી મા ! આવીશ તારા ધામે રે .

સાદ સુણીને ઊઠી તું માડી ! સાવજ લીધો સાથે રે ;

પાવન પગલે પ્રયાણ કીધાં , ત્રિશૂળ તોળ્યું હાથે રે .

ડગલાં દીધાં દરિયામાં તે , દરિયે મારગ દીધો રે ;

ત્રિશૂળ તોળી તારુણી તેં , વણિક તારી લીધો છે .

દેવળ બાંધ્યાં જગડુશાએ , માડી આવી બિરાજો રે ;

પ્રાણ માંગો તોય પરમેશ્વરી હું , પાછો પડું તો કહેજો રે .

શિખર તોડીને પરગટી તું માડી , ભોગ ભયંકર માગ્યા રે ;

એકેક પગથિયે બલિ ચઢાવો , વચન પાળો આપ્યા રે .

છાતી ન થડકી જગડુશાની , કર જોડડ્યા વિશ્વાસે રે ; 


તારા પગથારે પ્રાણ જશે તો , અવતાર સફળ થાશે રે .

દીધા પગથિયે બલિ પાડાના , દીધા વણિકે હરખે રે ;

ચાર પગથિયાં બાકી રહી  ગ્યા , મુખ માડીનું મલકે રે .

મુખ મલકાવી માવડી બોલી , બોલો બાલુડા મારા રે ;

મસ્તક હવે મૂકશો કોના , તૂટશે વચન તમારાં રે .

બે બે પત્ની ને પુત્ર વધેર્યો , પ્રાણ પોતાના દીધા રે ;

હરસિદ્ધિએ હેત વરસાવી , સૌને સજીવન કીધાં રે .

પરગટ પરચા પૂરે તું માડી , દરિયે દોર્યું દેતી રે ;

કળજુગમાં તું હાજરાહજુર , કોયલા ડુંગરે બેઠી રે .

નરસંગદાસને જીભલડી દીધી , જુનાગઢનો વાસી રે ;

દીધાં વિદ્યાનાં દાન તેં માડી ! ગાયા છંદ ચોર્યાસી રે .

હરસ મસાના દરદે માડી ! ભસ્મગિરિ પીડાતો રે ;

તલવાર તોળી શિશને છેદવા , ભગત તૈયાર થાતો રે .

હાજર થઈ તે હાકલ દીધી , વાંક - થોડો પહેરાયા રે ;

ભસ્મગિરિના હરસ - મસા , માડી તેં જ મટાડયા રે .

બાબરા ભૂતને હરાવી બાળે , પાલા ભૂતના પીધા રે ;

શૈલકુમાર પર રીઝી તું માડી ! ગામ બોતેરસો દીધાં રે ,

માડી તેં માગી રુધિરની ઝારી , સુદા શામલે આપી રે ;

દાન રુધિરના લઈને માડી , કષ્ટી સૌ એની કાપી રે ..

દશે દિશાએ દરિયો માડી ! ચરણ ધુવે તમારાં રે ,

હિંડોળે બેસી હાંક તું મારે , વાગે શંખ નગારાં રે .

અખંડ દીવો ઝળકે તારો , શોભે ભક્તોની ખાંભી રે ;

વીજળીવેગે વ્હારે ચડે તું , ઊમટે ભલે આંધી રે .

નંદપુર ધામે નારાયણી તે , સપને દર્શન દીધાં રે ;

વેરીસાલજી ગોહિલે ઉજ્જૈન , આવીને પૂજન કીધાં રે .

કરી કસોટી કરુણાળી તેં , અદેશ્ય કર્યું કંકુ રે ;

આંગળી કાપી તિલક કર્યું , મુખડું માનું મલક્યું રે .

ઉનાવા ધામે શિકોતર નામે , પૂજે સૌ ભક્ત ઉમંગે રે ;

સકરાબાપાની સાથે તું આવી , આવી ગૌમાતા સંગે રે .

રખિયાલમાં તું રંકજનોની , સદા કરે રખવાળી ;

હજારો વંદન છે હરસિદ્ધિ ! રાખજો લીલી વાડી રે .

પાંગળાને તું પાર ઉતારે , આંધળા આંખો પામે રે ;

રંક જનો તો બનતા રાજા , જ્યારે તું જુવે સામે રે .

કોઢિયા પામે કંચન કાયા , આવે બાલુડા બારણે રે ;

વાંઝિયા વલખે દ્વારે તમારા , પુત્ર તું દેતી પારણે રે .

‘ભકત જન ' વિનવે માડી ! વતન ગુજરાત ગામે રે ;

કોયલાવાળી કરજે કરુણા , આવ્યો છું તારા ધામે રે .

બોલીયે શ્રી હરસિદ્ધિ માત કી જય 


 ગુપ્ત નવરાત્રિ શ્રી દેવીકવચ ગુજરાતી ભાષાંતર સાથે અહી ક્લિક કરો. 

 

 શ્રી ભગવતી સ્રોત ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો. 

 

સવૅ દેવી કૃપા પાઠ અહી ક્લકિ કરો

 

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

 

 "" શ્રી શનિદેવ ચાલીસા "  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 

Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

મંગળવાર, 16 ફેબ્રુઆરી, 2021

ગુપ્ત નવરાત્રિમાં શ્રી મહાકાળી માં ની સ્તુતિ કરો કોઈ મેલી વિદ્યા ની અસર નહીં થાય ગુજરાતી લખાણ સાથે

 ગુપ્ત નવરાત્રિમાં શ્રી મહાકાળી માં ની સ્તુતિ કરો કોઈ મેલી વિદ્યા ની અસર નહીં થાય ગુજરાતી લખાણ સાથે

mahakali-stuti-gujarati-lyrics
mahakali-stuti-gujarati-lyrics

 

માતા મહાકાળીની સ્તુતિ

કરે સેવના તાહરી માત દેવા ,
વિષ્ણુ આદિ મહાદેવ દેવા ;
જપે શેષ પોતે જુઓ દેવી ન્યારી ,
મહાકષ્ટ ભાંગો ભજું માતકાળી .
દેવી દાનવોને મહા દુઃખ દીધાં ,  
તેનાં શિર છેદી રુધિરપાન પીધાં ;
બીજા દૈત્ય નાઠા તને દેવી ભાળી ,
મહાકષ્ટ ભાંગો ભજું માત કાળી . 


kunjika-stotram-in-gujarati-Lyrics

કીધી કેસરી આડ સિંદૂર રાતી ,
નાકે વેસરી વાળી મોતી સોહાતિ  ;
ઓઢી ચૂંદડી પંચરંગી વિશાળી ,
મહાકષ્ટ ભાંગો ભજું માત કાળી .
ધર્યાખડગ ખાંડા ત્રિશુળ દેવી સોહીએ ,
વાજે ડંકા ઘંટા તણે નાદ મોહીએ ;
પાયે ઘુઘરી વાજતી હાથ તાળી ,
મહાકષ્ટ ભાંગો ભજું માત ક્રાળી . 


દેરે ડુંગરે ચાચરે વાસ તારો ,
જળે નિર્મળ સ્વર્ગમાં વાસ તારો ;
ધર્યું રૂપ માતા વિધાતાનું બાળી ,
મહાકષ્ટ ભાંગો ભજું માતકાળી .
મહા મૂઢ તેને ઘણી બુદ્ધિ આપી ,
જઈ દીનની પાસ સંભાળ લીધી ;
કીધો દાસ કાળી પાવાગઢવાળી ,
મહાકષ્ટ ભાંગો ભજું માત કાળી .
નમ્યા માન મૂકી કીધા દયા તેને કીધી


Mataji-Mantra-Kuldevi-Mantra-Mantra-Gujarati-Lyrics

આપી રાજ રિદ્ધિ વળી અષ્ટ સિદ્ધિ
કીધા છત્રધારી દુઃખો સર્વ ટાળી ,
મહાકષ્ટ ભાંગો ભજું માત કાળી .  
કીધા ગિરધરે ’ શ્લોક માતાના આઠ ,
ભણે સાંભળે કે કરે નિત્ય પાઠ
ચિરંજીવ જીવો  સદા એ સુખાળી ,
મહાકષ્ટ ભાંગો ભજું  માત કાળી
બોલીયે શ્રી મહાકાળી માત કી જય


 ગુપ્ત નવરાત્રિ શ્રી દેવીકવચ ગુજરાતી ભાષાંતર સાથે અહી ક્લિક કરો. 

 

 શ્રી ભગવતી સ્રોત ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો. 

 

સવૅ દેવી કૃપા પાઠ અહી ક્લકિ કરો

 

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

 

 "" શ્રી શનિદેવ ચાલીસા "  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 

Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

વસંત પંચમી ના દિવસે કરો માં સરસ્વતી નો બે મિનિટ નો આ પાઠ વાણી અને વિધા માં હકારાત્મક ઉર્જા મળે ગુજરાતીમાં લખાણ સાથે

વસંત પંચમી ના દિવસે કરો માં સરસ્વતી નો બે મિનિટ નો આ પાઠ વાણી અને વિધા માં હકારાત્મક ઉર્જા મળે ગુજરાતીમાં લખાણ સાથે


saraswati-stuti-gujarati
saraswati-stuti-gujarati


સરસ્વતી દેવી ને વિધા અને વાણી ના દેવી કહેવાય આવે છે. હર હંમેશ શ્રી બ્રહ્મા જી જોડે હોય છે. અને પુજા સમયે તેમને મહાલક્ષ્મી માં પણ જોડે છે. મહાલક્ષ્મી મહાન સરસ્વતી અને માં અંબે સાથે નામ જાપ અને રટણ કરવાથી કોઈ પણ કાયૅ સિદ્ધ થાય છે.આ ત્રણેય ત્રિદેવ ના દેવી છે‌. 

 

 વસંતપંચમી ના દિવસે હજારો રૂપિયાની વસ્તુ ના ખરિદિ શકો લાવો 11 રૂપિયાની વસ્તુ  અહી ક્લિક કરો


શ્રી સરસ્વતીજીની સ્તુતિ


શારદા શરાદાંભોજવદનાવનામ્બુજે ! 


સર્વદા સર્વદાસ્માકં સન્નિધિ સન્નિધિ ક્રિયાત્ | 


શુકલાં બ્રહ્મવિચાર સાર પરમામ્ આધાં જગદ્ વ્યાપિનીમ્ 


વીણા પુસ્તકધારિણીમ્ અભયદાં જાડ્યાન્ઘકારાપહામ્ |


 હસ્તે સ્ફાટિકમાલિકાં ચ દધતી પદ્માસને સંસ્થિતામ્ 


વન્દે તાં પરમેશ્વરી ભગવતીં બુદ્ધિપ્રદામ્ શારદામ્ 


યા કુન્દેન્દુતુષારહારધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા


યા વીણા વરદંડમંડિતકરા યા શ્વેત પદ્માસના 

વસંતપંચમી ના દિવસે આ પાઠ કરવાથી વિધા,જ્ઞાન,સુખ શાંતિ સમૃદ્ધિ ની પ્રાપ્તિ થાય 


યા બ્રહ્માસ્યુતશંકર પ્રભૂતિભિદેવૈ સદા વંદિતા 


સા માં પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષ જાડયાપહા


યા દેવી  સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ બુદ્ધિરૂપેણ સંસ્થિતા ! 


નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ


શ્રી સરસ્વતી માતાની જય

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને 

 

શ્રી સરસ્વતીમા જરૂર લખજો.

 

 

સુતા પહેલા આ પાઠ જરૂર કરો સરસ્વતી સ્તોત્ર  અહી ક્લિક કરો.  

 

સવૅ કુળદેવી મંત્ર  અહી ક્લિક કરો.

 

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


રવિવાર, 14 ફેબ્રુઆરી, 2021

વંસત પંચમી ના દિવસે ખાસ કરો માં સરસ્વતી નો ચાલીસ ગુણ નો પાઠ હજી સુધી તમે નહીં વાંચ્યો હોય ગુજરાતીમાં

વંસત પંચમી ના દિવસે ખાસ કરો માં સરસ્વતી નો ચાલીસ ગુણ નો પાઠ હજી સુધી તમે નહીં વાંચ્યો હોય ગુજરાતીમાં

સરસ્વતી દેવી ને વિધા અને વાણી ના દેવી કહેવાય આવે છે. હર હંમેશ શ્રી બ્રહ્મા જી જોડે હોય છે. અને પુજા સમયે તેમને મહાલક્ષ્મી માં પણ જોડે છે. મહાલક્ષ્મી મહાન સરસ્વતી અને માં અંબે સાથે નામ જાપ અને રટણ કરવાથી કોઈ પણ કાયૅ સિદ્ધ થાય છે.આ ત્રણેય ત્રિદેવ ના દેવી છે‌.  

શ્રી સરસ્વતી ચાલીસા

Saraswati Chalisa Gujarati
Saraswati Chalisa Gujarati


શ્રી સરસ્વતી ચાલીસા

શ્રી સરસ્વતી માતાયે નમઃ

( દોહરા )

ગૌરી - નન્દન જ બદન | પ્રથમ પૂજય સંસાર વિધ્ન હરણ પ્રસિદ્ધ હે

મંગલકે ભંડાર વિઘાકો ભંડાર હૈ બુદ્ધિ કી જડ માને છે કારણ દિવ્ય પ્રકાશકા , હરે અવિદ્યા રાત |

( ચોપાઈ )

માત સરસ્વતી વીણેવાલી , યોગ મોકા દોનોં કી તાલી .

નામ તેરે કી ઊંચી શાન , મુઝકો દે સંસ્કૃતકા દાન .

બાલક જો ગુણ ગાવે તેરા , ઉસકે કંઠ કરે શ્રુતિ ડેરા .

આજ શરણમેં આયા હું મૈયા , કૃપા કર મુઝે દે વિદ્યાદાન

સેવકકે સંકટ હર લેતી , વાંછિત વર પ્રકટ ધર દેતી .

દુઃખ હરતી શરણાગત તેરી , નિજ ભક્તિ દે ઇચ્છા મેરી .

યોગ મૂલ બીણે રાગ , સુનો ચંચલતા ચિતકો ત્યાગ .

અનહદ શબ્દકો બીણા શકિત , જાપ જપનેકી દે ભક્તિ .

સ્વર બીણે કી કટે ઉદાસી , રસિકો દે પદ અવિનાશી .

બીણેકી સ્વર પ્રેમ સ્વરૂપ , હરતી ભક્તો કા ભવ કૂપ .

વૃત્તિ ઉચ્ચાટકી ઔષધિ બીણા , કૃષ્ણ કુંજકા ભૂષણ કીના .

સરગમ નાચ જબ બીણા ગાતા , નંદ નંદન નટવર બન જાતા .

નારદ રસિક ભી બીણા ધરતે , પ્રસન્નતા લે વિશ્વ વિચરતે .

સુરપુ૨કે ગંધર્વ ભી ચેલે , તેરી પાઠશાલામેં ખેલ .

હોવે દીન ન તેરે દાસ , નીતિ આધમેં નિશ્ચય પાસ .

પૂજા તેરી પુણ્ય બલ દેતી , પ્યાસે પિતૃયોકો જલ દેતી .

લેખ લિખે જીવોકે તૂહી , દુષ્ટકો દુર્મતિ દે તૂહી .

ભક્તિ તેરી સ્વર્ગ નિશાની , સાકી નિશ્ચય ઈશ્વરી બાની .

સેવી તેરી સબ સુખ મૂલ , સ્વપ્નમેં વેધ સકે નહીં શૂલ .

મમતા જાલસે જો નહી છૂટે મૂખ જો મમતાસે રુઠે

જિસને આશ્રય લિયા તુમ્હારા પ્રેમ તત્તવકા પંથ સંવારા

કોટિ તેતીસ દેવ શરણાગત , ઋષિ મુનિ સબ કરે સ્વાગત .

દિવ્ય ચક્ષુ દે પૂર્ણ દાતી , ધૃણા કરે ઉલ્લુ કી જાતિ .

પશુ સમ નર જો વિધાવિહીન , પા ન સકે પદવી સ્વાધીન .

સૂર્ય સહસ ન કટે અંધેરા , દિવ્ય પ્રકાશી સેવક તેરા .

બાટે તૂ પ્રારબ્ધ ખજાના , ભજે ન હઠ યોગી અજ્ઞાના .

બિગડે અંક દૂર કર દેતી , શંકરકો શીઘ વર દેતી .

વાહન હંસકા પાવન ધ્યાન , પરમ હંસકા દેતા જ્ઞાન .

દુભાંગી મોતી નહીં ચુગતે , ચુગનેવાલે રત્ન ભી ચુગતે .

એક હસ્ત જય માલ મૈયાકે , દૂસરે મેં કડતાલ મૈયાકે .

અરુ દો હસ્તકમલ બીણે પર , ધ્યાતાકો દે અજરઅમર વર .

ચતુર ભુજાકે બાજુ બંદ , સ્મરણસે કરતે નિદ્રન્દ્ર .

કાને કુંડલ રખતે દિવ્ય જ્યોતિ , આંખ ત્રિકાલજ્ઞ દર્શી હોતી .

વાટિકા તેરીમેં રહતે મોર , પાપ સમૂહકે યહ ભી ચોર .

કમલ અષ્ટ દલ આસન તેરા , પૂજય વિશ્વ પ્રકાશન પેરા .

ચરણ તેરે મૂર્ત દિવ્ય ધામ , લાખોં તુમકો હૈ પ્રણામ .

હરિ સમાન હર ઘટમેં રહતી , પ્રેમ પુષ્પસે પૂજન ચહતી .

મંગલ ભુવન અમંગલ હરણ , શરણ તેરી વિધિ અંગત વિહારણ .

મત્રવર શુભ શારદા શરણમ્ , આનંદસાગર ભવભય હરણમ્ .

ચાલીસા યહ જો જન ગાવે સો જન વચન સિદ્રિકો પાવે

સુનતી સુતકી માતા ભી , દિવ્ય કામો કે સાથ

મુખસે આશીવાઁદ દે , પામો વિધા દાન

શ્રી સરસ્વતી માતાની જય

 

 હનુમાન ચાલીસા ના દરેક દોહા અને ચોપાઈ નો અથૅ ગુજરાતી લખાણ સાથે 👇👇👇

Hanuman Chalisa Meaning Gujarati
Hanuman Chalisa Meaning Gujrati



કરો શ્રી મહાલક્ષ્મી માં ના ચાલીસ ગુણ ગાન ધન ભંડાર ખુટશે નહીં

👇👇👇

 

 

 મંગળવારે કરો શ્રી ગણેશજી ના ૧૦૮ નામ જાપ ગુજરાતમાં લખાણ સાથે 👇👇👇