સોમવાર, 10 મે, 2021

ભોમ અમાસ ના દિવસે પુણ્ય કમાવવા કરીલો આ 5 કાયૅ જે સરળતાથી થાય એમ છે કોઈ વેદપુરાણ નથી જરૂર, Bhom Amsa Upay Okhaharan

ભોમ અમાસ ના દિવસે પુણ્ય કમાવવા કરીલો આ 5 કાયૅ જે સરળતાથી થાય એમ છે કોઈ વેદપુરાણ નથી જરૂર, Bhom Amsa Upay Okhaharan

Bhom-Amas-ke-Upay-Gujarati
Bhom-Amas-ke-Upay-Gujarati

 

ભોમ અમાસ ના દિવસે પુણ્ય કમાવવા કરીલો આ 5 કામ જે સરળતાથી થાય એવા છે.

તારીખ 12 ડિસેમ્બર 2023 મંગળવાર ના રોજ આવે છે. હિન્દું માન્યતા અનુસાર, જપ,તપ,વ્રત, ધર્મ,કર્મ, સ્નાન-દાન અને પિતૃઓ અર્પણ માટે ભૌમ અમાસ ખૂબ જ અતિશુભ માનવામાં આવે છે.



ભોમ અમાસ ના દિવસે પુણ્ય કમાવવા નાના 5 કાયૅ

1-સૂયૅદય પહેલાં ઉઠીને નિત્યકમૅ પરવારી સ્નાન કરી સૂયૅદેવને તાંબાના લોટાથી જળ ચઢાવો. ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો.

2- મહિનો શરુ થવાથી  આ સમયમાં ગરમીનુ પ્રમાણ અતિસય વઘે છે. પાણીઓ તથા પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરો. ઘરની આજુબાજુ જગ્યાએ દાણા નાખો તેથી પક્ષીઓ ભોજન કરી શકે. કમૅ કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે.


3-જે શિવ મંદિરમાં સવાર સાંજ બંને સમય આરતી થતી હોય ત્યાં ગડતીમાં બરફ નું દાન કરો. જેથી વઘારે સમય શિવલિંગ ઉપર ઠંડુ જળનો અભિષેક થાય.

4-અમાસના દિવસ એટલે પિતૃઓનો દિવસ આ દિવસે બંને સમય સવારે અને સાંજે ઘરમા ધુપ કરો જો શક્ય હોય તો ગોબરના છાણા નું દુપ કરો તેમાં ગોળ અને ઘી તેના ઉપર રાખીને ધૂપ અર્પણ કરો.

5-અમાસના દિવસ એટલે પિતૃઓનો દિવસ આ દિવસે પિતૃઓના નામથી ગુપ્ત ધન દાન અને અનાજનું દાન જરૂર કરો.



શનિ પનોતી થી બચવા શું દાન કરવું? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

રવિવાર, 9 મે, 2021

89 વર્ષ પછી બની રહ્યો છે 11 મેં 2021 ભોમ અમાસ નો ખાસ યોગ ધરે બેઠા કરીલો આ ખાસ ઉપાય- Bhom Amas No Upay Okhaharan

89 વર્ષ પછી બની રહ્યો છે 11 મેં 2021 ભોમ અમાસ નો ખાસ યોગ ધરે બેઠા કરીલો આ ખાસ ઉપાય- Bhom Amas No Upay Okhaharan

Bhom-Amas-Na-Upay-Gujarati
Bhom-Amas-Na-Upay-Gujarati


આજે આપણે ગુજરાતી ભક્તિમાં જાણીશું ભોમ અમાસ ના દિવસે કરો એક ખાસ ઉપાય જેનાથી બઘી મુશ્કેલી માંથી મુક્તિ મળશે.

આ વષૅ 2021 માં વૈશાખ મહિનાની અમાસ જે આવે છે શુભ યોગ ના લીઘે તેને ભોમ અમાસ કહેવાય છે. જે તારીખ 11 મે, મંગળવારના રોજ આવે છે. 89 વષૅ પછી મંગળવારે આવતી હોવાથી અમાસ ને ભૌમ અમાસ કહેવામાં આવે છે. હિન્દું માન્યતા અનુસાર, જપ,તપ,વ્રત, ધર્મ,કર્મ, સ્નાન-દાન અને પિતૃઓ અર્પણ માટે ભૌમ અમાસ ખૂબ જ અતિશુભ માનવામાં આવે છે. ભૌમ અમાસ દિવસે અમુક ખાસ ઉપાય કરવાથી દેવામાંથી મુક્તિ મળે છે. આગળ જાણીયે વિધિ ના શુભ મુહૂર્તા, ઉપવાસની કેવી રીતે કરવો, મહત્વ અને ભૌમ અમાસ ઉપાય વિશે.


ભોમ અમાસ ના શુભ મુહૂર્તા

અમાસ તિથિ 10 મે સોમવાર ની રાત્રે 9:55 વાગ્યે શરૂ થશે, જે 12 મે બુઘવાર ના રોજ 12: 29 વાગ્યે સમાપ્ત થશે.

અમાસની પુજન વિઘિ

1-અમાસના દિવસે વહેલી સવારે ઉઠી જવું.

2- આ દિવસે બ્રહ્મા મુહૂર્ત એટલે સવારે 4 વાગે ઉઠી ને પવિત્ર નદીમાં સ્નાન કરો.અત્યારના સમય શક્ય નથી માટે ઘરમાં ગંગાજળ વડે સ્નાન કરવું.

3-સૂર્યોદય સમયે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરો. જળની અંદર કંકું અને ચોખા નાખવા.

4-આ દિવસે, તમારા પૂર્વજોને ઘ્યાન ઘરો કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર નો જાપ કરો

 

5-પૂર્વજોની શાંતિ માટે વ્રત રાખો.

6-જરૂરિયાત મંદોને દાન તથા ભોજન જરુર કરાવો.

7-બ્રાહ્મણોને ભોજન અવશ્ય કરાવો

ભોમ અમાસ ના દિવસે આ ખાસ ઉપાય કરો

ભોમ અમાસ દિવસે સૂર્યદેવની પૂજા કરો. આ દિવસે સૂર્યોદય સમયે તાંબાના કળશમાં શુદ્ધ પાણી ભરો. તેમાં લાલ કંકું અને ગુલાબ અથવા લાલ ફુલ નાખો.અને સૂર્યદેવ ના 12 નામનો જાપ કરીને. જળનું અઘ્ય આપો. 


ભોમ અમાસ દિવસે મંગલ સ્તોત્રનો પાઠ કરો. જેની યુટુયબ ની લિક નીચે આપેલી છે.આ ખાસ દિવસે મંગળદેવનું પુજન કરવું તથા  મકાનમાં તાંબાના ત્રિકોણ સ્થાપિત કરો અને તેની નિયમિત પૂજા કરો અને મંગલ સ્તોત્રનો પાઠ કરો. ઉપકરણ પર લાલ કંકુ વડે પુજન જરુર કરો. આ તમને ઘરના તથા ભુમિને લગતા કાયો માં રાહત આપશે.

ભોમ અમાસ દિવસે શ્રી ગણેશ દેવું મોચક મંગલ સ્તોત્રનું 51 પાઠ કરો અને દેવામાંથી મુક્તિ માટે ભગવાન ગણેશને મોદક અર્પણ કરો.

ભોમ અમાસ દિવસે લાલ ચંદનની માળા પહેરો જેથી ભૂમિને લગતા કામમાં સફળતા મળશે.


ભોમ અમાસ દિવસે શ્રીયંત્રની મંદિર અથવા ઉત્તર દિશામાં યોગ્ય સ્થાન પર પ્રાર્થના કરો અને શ્રી મહાલક્ષ્મી મંત્ર એટલે શ્રીસુક્તનો પાઠ કરો. જેની યુટુયબ ની લિક નીચે આપેલી છે. આ ઉપાય કરવાથી તમારી ઘનની સમસ્યાઓ દૂર થઈ જશે.

Youtube  મંગલ સ્તોત્રનો પાઠ

Youtube  શ્રીસુક્તનો પાઠ


લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

દરરોજ સવારે કરો શ્રી ગણેશજી ના ૧૨ નામ જાપ તમારા દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે 👇👇👇



ganesh 12 name gujarati
Ganesh 12 Name

 

bahuchar chalisa gujarati
bahuchar-chalisa-gujarati  


Anand No Garbo Fal Gujarati

anand no garbo meaning 61 62 63

શનિવાર, 8 મે, 2021

માતાજી ના દરેક કાર્યમાં શ્રી ફળ નો ઉપયોગ કેમ થાય છે? Why Coconut Gives to Maa -Okhaharan

 માતાજી ના દરેક કાર્યમાં શ્રી ફળ નો ઉપયોગ કેમ થાય છે? Why Coconut Gives to Maa -Okhaharan

Why-coconut-gives-to-god-in-gujarati-coconut-use
Why-coconut-gives-to-god-in-gujarati-coconut-use

 

મિત્રો આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું કેમ દરેક શુભ કાયૅમાં શ્રીફળ નો ઉપયોગ કેમ થાય છે.

શ્રીફળનો એવો અર્થ થાય છે કે જેનાથી લક્ષ્મીજી ફળ આપે છે શ્રીફળ ને પણ લક્ષ્મીજીને પણ અતિ પ્રિય છે શ્રીફળ દરેક કાયૅનું માંગલ્ય નું પ્રતિક માનવામાં આવે છે તે શુકનીડાય પણ ગણાય છે. જીવનના બધા જ કાર્યોમાં શ્રીફળ ઉપયોગમાં લેવાય છે. કલ્પનાં કરો કે શ્રીફળ કેવૂ ભાગ્યશાળી ફળ અશે બહારથી લાગતું તેનું કદરૂપું શરીર અંદરથી કેટલું કોમળતા ભરેલું છે. કોઈ વ્યક્તિ નારિયેલ ના વૃક્ષ નીચે કોઈ ઊભો હોય અને તેના ઉપર શ્રીફળ પડ્યું હોય અને તેનાથી તેને મૃત્યુ થયું હોય તેવો દાખલો આજ સુધી પણ ક્યારેય કોઈએ સાંભળ્યું નહીં હોય.

પહેલાનાં સમયમાંએવું સાભળ્યું છે કે જ્યારે દેવ-દેવીઓને આ શ્રીફળ વધેરવામાં આવે તેની પાછળ બલિદાન નો ભાવ છે. ઋષિ-મુનિઓએ યજ્ઞમાં કે દેવીઓને પશુનું બલિદાન આપવામાં આવતું હતું તે પશુ હિંસા અટકાવી શ્રી ફળ દ્વારા પ્રભુને રીઝવવાનો કાર્ય બતાવ્યું હતું નારિયેલ ને પણ માથૂ ચોટલી નાક અને બે આંખ હોય છે. આપણા ૠશ્રી મુનિયો એ પશુ હત્યાં માંથી શ્રીફળ દ્વારા એક અદભૂત પ્રયોગ કરી અનેક પશું હત્યાં રોકી હતી શ્રીફળ દ્રારા લાખો પશુ હત્યા બચાવે છે.

 

શ્રીફળ એ બારમાસી ફળ છે તમે તેને કોઈ પણ ઋતુંમાં મેળવી શકશો એટલે આપણે ગમે ત્યારે તેને પ્રાપ્ત કરી શકીએ છીએ શ્રીફળ એ બલિદાનનો સુરેશ પ્રતીક છે નાનુ આ મોટુ કોઇ પણ પ્રકારનો બલિદાન પ્રભુને ગમે છે તેમાટે શ્રીફળ અપણૅ કરવામાં આવે છે. શ્રીફળ તો માનવ જગતને સંદેશ છે કે પ્રભુ તમને ગમે અને તમો પ્રભુને ગમો અને તેવું કરવાથી શ્રીફળના ગુણો અપનાવવા જોઈએ અને એવું કહેવાય છે કે નમ્યો તે પ્રભુને અને માં ને ગમ્યો.

દરિયાકિનારે વસ્તુ આ શ્રીફળ દરિયાનું ખારું પાણી પીને જગત નું  મીઠું પાણી આપે છે અને આના થી વિષેસ બલિદાન કર્યું હોય શકે છે અને સાથે સાથે પૂજા ની વિધિ માં પણ શ્રી ફળને પવિત્ર માનવામાં આવે છે અગર જો આપણે બલિદાનની વાત કરીએ તો માનવ પ્રભુ ને આપી આપીને શું આપવાનો છે તે આશ્રીફળ  દ્વારા પ્રભુને રીઝવવાનો પ્રયત્ન કરે છે  શ્રીફળ એર પર ની ભાવના છે અને પ્રભુના ચરણમાં શ્રીફળ સમર્પિત કરી તે પોતાના હૃદયની ભાવના ના સુર પ્રગટાવે છે અને આમાં પણ બીજા અર્થમાં શરણાગતિનો ભાવ છે અને શાસ્ત્રમાં પણ ખૂબ જ મહત્વ ગણાય છે


શ્રીફળ ને દરેક ધાર્મિક કાયૅમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે અને મિત્રો નાળિયેરને સંસ્કૃતમાં શ્રીફળ કહેવામાં આવ્યું છે પોરાણિક માન્યતા અનુસાર લક્ષ્મી વિના કોઇપણ શુભ કાર્ય પૂર્ણ થતું નથી અને તેથી જ શુભ કાર્યોમાં આપણે શ્રીફળનો ઉપયોગ અવશ્ય કરીએ છીએ. નારિયેળના ઝાડ ને સંસ્કૃત મા કલ્પવૃક્ષ કહેવામાં આવ્યું છે અને કલ્પવૃક્ષ એટલે કે બધી ઇચ્છાઓ પૂર્ણ કરનારુ વુક્ષ અને એવી જ રીતે નાળિયેર એટલે કે આ શ્રીફળ આપણી બધી ઈચ્છાઓ પૂર્ણ કરનારો છે અને તેથી જ તો આપણે તેને કોઇપણ શુભ કાર્ય કોઈપણ પૂજામાં આપણે તેનો સૌથી પહેલા ઉપયોગ કરીએ.

માણસના જીવનની અંતિમ યાત્રાની નનામી માં પણ શ્રીફળ બાંધવામાં આવે છે અને અને જીવનના બધા જ કાર્યોમાં કામ આવતું શ્રીફળ માનવ ને મૃત્યુના વખતે પણ કેવો સાથ આપે જે નનામી મા રૂપિયા કે ચાંદીની બંગડીઓ બંધાતી નથી પરંતુ ચાર શ્રીફળ  બાંધવામાં આવે છે. 


શ્રીફળ નો વણૅન બાહ દેખાવ ભલે ગમે તેટલો ખડબચડો જ હોય દેખાવ કરતા ગુણ અગત્યના છે અને ગુણવાન વ્યક્તિ બધે જપુજાય છે અને ગુણવાન વ્યક્તિ સંસ્કારી વ્યક્તિનો પ્રભુનો આદર કરે છે પ્રભુ તેને મોક્ષ આપે છે દિવ્ય જીવનનો અનેરો મહિમા છે અને શ્રીફળ એ અતિ કોમળ ફળ છે

શ્રીફળ નુ બલિદાન કેવું છે કે અન્યને માટે તે પોતાનો ભોગ આપે છે પોતે બીજાની બાધા માટે વપરાય છે અને દેવ-દેવીઓને તો રોજ લાખોની સંખ્યામાં શ્રીફળ વધારવામાં આવે છે અન્યનાં સુખો માટે પોતાનું બલિદાન બીજાના સુખે કે અરમાનો માટે વધારાય જવું પોતાના જીવનનું બલિદાન આપવુ અને આ ગુણધર્મને લીધે જ  તે પ્રભુના ચરણમાં બેઠું છે તેનું બલિદાન ઊંચા પ્રકારનુ છે તેથી જગતમાં તે પૂજાય જગતમાં જેને જેને બલિદાનો આપ્યા છે તે હંમેશા ભગવાનના ચરણોમાં ગયા છે. અગાઉ કાલીકા માતાના મંદિરોમાં નાના બાળકો કે મૂંગા પ્રાણીઓ નો ખૂબ જ વધ થતો હતો અને આ બધાને શ્રીફળ વધારવાથી મુક્તિ મળી છે અને આમ શ્રીફળે બીજા લોકોની હત્યા અટકાવી છે અને પોતે હત્યા સ્વીકારી છે અગર જો શ્રીફળના હોત તો દેશમાં આજે લાખો મૂંગા પશુઓની હત્યા થતી હોત અને કેટલાય બાળકોની હત્યા પણ થતી હોત છે 


આપણે શ્રીફળ ધ્યાન થી જોયું હોય તો શ્રીફળ માં એક ચોટી રાખવામાં આવે છે અગર જો તેના છાલ્યા ઉતારીએ તો તેમાં ત્રણ છિદૌ આવે છે કે જેમાં તે બે આંખો સ્વરૂપે ગણાય છે અને એક નીચેના ભાગમાં હોય છે કે જેને નાક સ્વરૂપે ગણાય છે અને ઋષિમુનિઓએ આ નારિયેળને માનવ દેવ જેવું ગણાવી અથાગ પ્રયત્નો કર્યા છે અને આપણા પશુઓ નો ઉદ્ધાર કર્યો છે પૂજા હોય કે નવા મકાન, નવી કાર, હોય કે નવા ધંધાની શરૂઆત કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા નારિયેલને ચોક્કસ વધારવું જોઈએ અને આપણી ભારતીય સંસ્કૃતિમાં નારિયેલને શુભ અને મંગળકારી પણ માનવામાં આવ્યું છે નારિયેળ ભગવાન શ્રીગણેશને દરેક દેવી દેવતા પણ અર્પણ કરવામાં આવે છે અને ત્યારબાદ લોકોમાં તેનો પ્રસાદ વહેંચવામાં આવે છે અને એવું કહેવાય છે અગર જો ધરતી પર કોઈ સૌથી વધુ પવિત્ર ફળ હોય તો તે નારિયેલ છે. તેથી લોકો આ પર માતાજી ને અર્પણ કરે છે 


લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

દરરોજ સવારે કરો શ્રી ગણેશજી ના ૧૨ નામ જાપ તમારા દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે 👇👇👇


ganesh 12 name gujarati
Ganesh 12 Name

 

 હનુમાનજી નો આ પાઠ કરવાથી નકારત્મક ઉર્જા સામે 

રક્ષણ મળે છે👇👇👇

bajrang baan gujarati
bajrang baan gujarati

 

Okhaharan-kadvu-11-Okhaharan-okha-ne-umiyae-apel-shap

  

શુક્રવાર, 7 મે, 2021

ચૈત્ર મહિનાની કૃષ્ણ પક્ષની વરૂથિની એકાદશી ની કથા ગુજરાતીમાં | Varuthini Ekadashi Vrat Katha Gujarati | Okhaharan

ચૈત્ર મહિનાની કૃષ્ણ પક્ષની વરૂથિની એકાદશી ની કથા ગુજરાતીમાં | Varuthini Ekadashi Vrat Katha Gujarati | Okhaharan

Varuthini-Ekadashi-Katha-Gujarati
Varuthini-Ekadashi-Katha-Gujarati

 

ચૈત્ર મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી

ધમૅરાજ યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન ચૈત્ર મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી નું નામ તથા તેની વિધિ કઈ છે?  તેનાથી ક્યાં ફળની પ્રાપ્તિ થાય છે? તે કૃપા કરીને કહો.

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશી નું નામ વિરૂથિની છે. તે સૌભાગ્ય દેનારી છે. તે વ્રત થી સમસ્ત પાપ નષ્ટ થાય છે. જો આ વ્રત એક દુ:ખી સ્ત્રી કરે છે તો તેને સૌભાગ્ય મળે છે. વિરૂથિની ના પ્રભાવથી રાજા માંધાતા સ્વર્ગ માં ગયા હતા. આ રીતે ધુન્ધુમાર આદિ પણ સ્વગૅ માં ગયા. વિરૂથિની એકાદશી નું વ્રત ફળ દસ સહસ્ત્ર વષૅ તપસ્યા કરવાના ફળ બરાબર હોય છે. કુરૂક્ષેત્ર માં સૂર્ય ગ્રહણ ના સમયે એકવાર સ્વણૅ દાન કરવાથી જે ફળ મલે છે તે ફળ વિરૂથિની એકાદશીના વ્રત ના પ્રભાવ થી મનુષ્ય આલોક અને પરલોક બંને માં સુખ પ્રાપ્ત કરે છે અને અંતમાં સ્વર્ગ માં જાય છે.


 હે રાજન એકાદશી નું વ્રત કરવાથી મનુષ્ય આ લોક અને પરલોક મુક્તિ મળે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે હાથીનું દાન, દોડવાનું દાન થી અધિક ઉત્તમ છે. તેનાથી ઉત્તમ તલનું દાન છે. તલથી સ્વણૅ દાન , સ્વણૅ થી અન્નદાન શ્રેષ્ઠ છે. સંસારમાં અન્નદાન સમાન કોઈ દાન નથી. અન્નદાન થી પિતૃ, દેવતા, મનુષ્ય બધા તૃપ્ત થાય છે. શાસ્ત્રોમાં કન્યા દાન અને બરાબર માનવામાં આવે છે. વિરૂથિની એકાદશી ના વ્રતથી અન્ન અને કન્યા દાન નું ફળ મલે છે. 

 એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

જે મનુષ્ય લોભ માં થઈને કન્યાનું લઈલે છે. તે પ્રલય ના અંત સુધી નરકમાં પડ્યા રહે છે. અથવા એમને આગળ ના જન્મમાં બિલાડીનો જન્મ લેવો પડે છે. જે મનુષ્ય પ્રેમ અને યજ્ઞ સહિત કન્યાદાન કરે છે. તેના પુણ્ય ચિત્રગુપ્ત લખવામાં અસમર્થ છે. જે મનુષ્ય આ વિરૂથિની એકાદશી નું વ્રત કરે છે તેને કન્યાદાન નું ફળ મળે છે‌.


વિરૂથિની એકાદશી નું વ્રત કરનારે દશમ ના દિવસે થી દસ વસ્તુઓને નો ત્યાગ કરવો જોઈએ. 

૧) કાંસના વાસણમાં ભોજન કરવું

૨) માંસ

૩) મસૂરની દાળ 

૪) ચણા 

૫) ડુંગળી

૬) શાક 

૭) મધુ

૮) બીજાનું અન્ન 

૯) બીજીવાર ભોજન કરવુ

૧૦) સ્ત્રી સાથે અથવા અન્ય કોઈની સાથે મૈથુન કરવું.

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

 

એ દિવસે જુગાર ના રમવો. એ દિવસે પાનના ખાવું , દાતણ ના કરવું, બીજાની નિંદા ના કરવી, ચાડી ચુગંલી ના કરવી અને પાપીઓની સાથે વાતચીત ના કરવી. એ દિવસે કોધ્ર ના કરવો, જુઠું બોલવાનો ત્યાગ કરવો જોઈએ. આ વ્રતમાં મીઠું તેલ અન્ન વર્જિત છે.


હે રાજન જે મનુષ્ય આ એકાદશી નું વ્રત વિધિપૂર્વક કરે છે તેને સ્વર્ગ લોકોની પ્રાપ્તિ થાય છે જે મનુષ્ય યમરાજથી ડરે છે એમણે આ વિરૂથિની એકાદશી નું વ્રત વિધિપૂર્વક કરવું જોઈએ. આ વ્રતના માહાત્મ્ય ને વાંચવાથી એક સહસ્ત્ર ગોદાનનુ ફળ પ્રાપ્ત થાય છે આનું ફળ ગંગાસ્નાન કરવાથી ફળ મળે છે તેથી વધુ હોય છે.



એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

 શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 



In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 6 મે, 2021

7 મે 2021 વરાહ જંયતિ ના દિવસે વાંચો વરાહ અવતારની કથા. - Varah Avatar Katha Gujarati Okhaharan

 7 મે 2021 વરાહ જંયતિ ના દિવસે વાંચો વરાહ અવતારની કથા. - Varah Avatar Katha Gujarati Okhaharan

Varah-Avatar-Katha-Gujarati-2021
Varah-Avatar-Katha-Gujarati-2021

 

ચૈત્ર વદ અગિયારસ ને વરાહ જંયતિ કહેવામાં આવે છે.

સત્યુગ સમયની વાત છે જ્યારે હિરણ્યક્ષા અને હિરણ્યકશિપુ દિતિના ગર્ભાશયમાંથી જોડિયા તરીકે જન્મ્યા હતા. ત્યારે ધરતી કંપતી,નક્ષત્રો અને આકાશમાંના અન્ય લોક અહીંથી દોડવા લાગ્યા. સમુદ્રમાં મોટા મોજા ઉભા થયા અને આપત્તિજનક પવન લાગ્યો. તે જાણે છે કે જાણે પ્રલય આવી હોય એમ. હિરણ્યક્ષા અને હિરણ્યકશિપુ બંને સાથે મોટા થવા લાગ્યા. જેમ જેમ મોટા થતા ગયા એમ એમનો પૃથ્વી પર અત્યાચારથી વઘવા લાગ્યો. તેમ છતાં બંને આટલા અત્યાચારથી સંતુષ્ટ ન હતા. તેઓ વિશ્વમાં અદમ્યતા અને અમરત્વ પ્રાપ્ત કરવા માગતા હતાં.


પછી તેમને જગત પિતા બ્રહ્માજી ને પ્રસન્ન કરવા માટે મહાન તપસ્યા કરી. હિરણ્યક્ષા અને હિરણ્યકશિપુ તપસ્યા થી બ્રહ્માજી પ્રસન્ન થયાં.તેમણે હાજર થઈને કહ્યું, 'હું તમારી તપસ્યાથી ખુશ છું. માગો તમને શું જોઈએ છે? હિરણ્યક્ષા અને હિરણ્યકશિપુએ જવાબ આપ્યો, 'હે પ્રભુ, અમને એવું વરદાન આપો, કે જેથી કોઈ અમને યુદ્ધમાં હરાવી શકશે નહીં કે કોઈ અમને મારી શકે નહીં.' બ્રહ્માજી 'તથાસ્તસ્તુ' કહીને તેઓ ચાલ્યા ગયા. બ્રહ્મા પાસેથી અદમ્યતા અને અમરત્વનું વરદાન મેળવીને, હિરણ્યક્ષા બદનક્ષી અને મનસ્વી થઈ ગઈ. તેણે ત્રણેય વિશ્વમાં પોતાને શ્રેષ્ઠ માનવાનું શરૂ કર્યું. બીજાને ધ્યાનમાં લીધા વિના, તેમણે ભગવાન વિષ્ણુની સામે જ તેમની આગળ ધિક્કાર કરી. હિરણ્યક્ષા ગર્વ અનુભવે છે અને ત્રણેય વિશ્વને જીતવાનો વિચાર કરે છે. .

 

હાથમાં ગદા લઈને તે ઇન્દ્રલોક પાસે ગયો . દેવતાઓ જ્યારે તેના આગમનનો સમાચાર મળતા તે ડરીને ઈન્દ્રલોકથી ભાગી ગયો. ટૂંક સમયમાં, હિરણ્યક્ષાની સત્તા સ્થાપિત થઈ. જ્યારે કોઈ ઈન્દ્રલોકમાં લડવા માટે મળ્યું નહી ત્યારે હિરણ્યક્ષા વરૂણદેવ ની રાજધાની વિભાવરી નગરીમાં ગયાં. તે વરુણની સામે ગયો અને કહ્યું, 'વરુણ દેવ, તમે રાક્ષસોને હરાવવાં રાજસુય  યજ્ઞ કર્યો હતો  . આજે તમારે મને હરાવવાનો છે. તૈયાર થઈ જાવ, મારી સાથે યુદ્ધમાં પીપસા તૈયાર રહો. હિરણ્યક્ષાનું વિધાન સાંભળીને વરુણ મનમાં રોષ ભરાયો, પણ તેમણે રોષ અંદર દબાવી દીઘો. તે ખુબજ શાંત રહ્યાં.અને શાંતિથી કહ્યું, 'તમે મહાન યોદ્ધા છો, તમારી સાથે લડવાની હિંમત ક્યાં છે? ભગવાન વિષ્ણુ સિવાય ત્રણેય વિશ્વમાં કોઈ નથી જે તમારી સાથે લડી શકે. તેથી ફક્ત તેમની સાથે જાઓ. તેઓ તમારા યુદ્ધને શાંત કરશે. '


વરુણનું નિવેદન સાંભળી હિરણ્યક્ષા ભગવાન વિષ્ણુની શોધમાં સમુદ્રની નીચે પાતાળમાં પહોંચી. પાતાળ પાસે પહોંચીને તેણે એક આશ્ચર્યજનક દ્રશ્ય જોયું. તેણે એક વરાહને દાંત ઉપરથી ધરતી સાથે જતા જોયો. તે મનમાં વિચારવા લાગ્યો, આ વરાહ કોણ છે? કોઈ સામાન્ય ડુક્કર તેના દાંત ઉપર પૃથ્વી ઉપાડી શકશે નહીં. અલબત્ત, તે વરાહ તરીકે ભગવાન વિષ્ણુ છે, કારણ કે તે તે છે જે દેવતાઓના કલ્યાણ માટે માયા રચ્યાં કરતાં હોય છે. હિરણ્યક્ષા વરહાનું લક્ષ્ય રાખતા, તેમણે કહ્યું, 'તમે ભગવાન વિષ્ણુ છો.તમે ભૂગર્ભમાંથી પૃથ્વી ક્યાં લઈ રહ્યા છો? આ પૃથ્વી રાક્ષસોના હક છે. તમે દેવોના કલ્યાણ માટે તમે રાક્ષસોને ઘણી વાર છેતર્યા. 


આજે તમે મને છેતરી શકશો નહીં. આજે, હું તમારી પાસેથી જૂનો દ્વેષપૂર્ણ કરીશ. તેમ છતાં, પણ ભગવાન વિષ્ણુ શાંત રહ્યા. તેમના મનમાં થોડો ગુસ્સો પણ નહોતો. તે દાંત પર ધરતી સાથે વરાહ તરીકે ચાલુ રહ્યો. ભગવાન વરાહના રૂપમાં હિરણ્યક્ષા વિષ્ણુની પાછળ ચાલ્યાં ગયા. તે તેમને ક્યારેક નિર્લજ્જ, ક્યારેક કાયર અને ક્યારેક પ્રપંચી કહેતા, પરંતુ ભગવાન વિષ્ણુ માત્ર હસતાં જ રહેતાં. તે પાતાળમાંથી બહાર આવ્યો અને પૃથ્વીને સમુદ્રની ટોચ પર મુકી. હિરણ્યક્ષા તેની પાછળ ચાલતો હતો. તે તેના શબ્દોથી તેના હૃદયને વીંધતો હતો. ભગવાન વિષ્ણુએ પૃથ્વીની સ્થાપના કર્યા પછી હિરણ્યક્ષા તરફ ધ્યાન આપ્યું. તેણે હિરણ્યક્ષા તરફ જોયું અને કહ્યું, 'તમે ખૂબ જ બળવાન છે. બળવાન લોકો બોલે નહી તે કરીને બતાવે છે. તુ તો તારી શક્તિની પ્રસન્નતા કરે છે. હું તમારી સામે ઉભો છું. તું મારા પર કેમ હુમલો નથી કરતો? આગળ વધ, મારા પર હુમલો કર આ વચન સાભળીને. ' હિરણ્યક્ષાની નસોમાં વીજળી પડી એમ તેણે હાથમાં ગદા વડે ભગવાન વિષ્ણુ તરફ દોડ્યો. ભગવાનના હાથમાં કોઈશસ્ત્ર શસ્ત્ર નહોતું. તેણે બીજી જ ક્ષણે હિરણ્યક્ષાના હાથમાંથી ગદા છીનવી અને ફેંકી દીધી. હિરણ્યક્ષા ક્રોધથી ઉગ્ર બની ગયો. તેણે હાથમાં ત્રિશૂળ લીધું અને પછી ભગવાન વિષ્ણુ તરફ મારવા લાગ્યો.


ભગવાન વિષ્ણુએ થોડા સમય પછી સુદર્શન ચ્રક હાજર થયું ચક્ર તેમના હાથમાં આવ્યું. તેણે હિરણ્યક્ષાના ત્રિશૂળને તેમના ચક્ર સાથે ટુકડા કરી નાખ્યા . હિરણ્યક્ષે તેની આશુરી શકતિનો પ્રયોગ કર્યો. તે ક્યારેય દેખાય તો ક્યારેક છૂપાયેલા, ક્યારેક અવાજ કરે છે, ક્યારેક રડવાનો અવાજ કરે તો ક્યારેય લોહી નો વરસાદ ક્યારેક હાડકા નો વરસાદ કરે. ભગવાન વિષ્ણુ તેની બધી માયા નાશ કરવા જઇ રહ્યા હતા. જ્યારે ભગવાન વિષ્ણુએ હિરણ્યક્ષાને ખૂબ માયાવિઘા વાપરી ત્યારે ભગવાન વિષ્ણુએ તેના કાનનાચે એક થપ્પડ મારી તો તેની આંખો બહાર આવી. તે પૃથ્વી પર પડ્યો અને માર્યો ગયો. ભગવાન વિષ્ણુ દ્વારા માર્યા ગયા હોવાથી, હિરણ્યક્ષા વૈકુંઠ લોકમાં ગઈ. તે પછી તે ભગવાનના દરવાજાના રક્ષક તરીકે ખુશીથી રહેવા લાગ્યો.


ભગવાન વિષ્ણુને પ્રેમ કરવો પણ સારું છે, ધિક્કારવું પણ સારું છે. જે પ્રેમ કરે છે, તે વિષ્ણુલોકમાં પણ જાય છે, અને જે નફરત કરે છે, તેને સજા કરે છે અને વિષ્ણુલોકમાં જાય છે. ભગવાનની નજરમાં, પ્રેમ અને દ્વેષ બંને સમાન છે. તેથી જ એવું કહેવામાં આવે છે કે ભગવાન બધા પ્રકારનાં ભેદ પરે છે.

 

 લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

Ekadashi Upay,

Krishna-chalisa-gujarati 

 ગુરુવારે કરો ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે👇👇👇

 

 

 એકાદશી ના દિવસે ખાસ કરો શ્રી વિષ્ણુ ભગવાન ના ચાલીસા ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે 👇👇👇

 

 

 Varuthini-Ekadashi-gujarati-2021