મંગળવાર, 3 ઑગસ્ટ, 2021

કામિકા એકાદશી પૌરાણિક કથા સંપૂણૅ ગુજરાતી લખાણ સાથે | Kamika Ekadashi Vrat Katha Gujarati | Okhaharan

કામિકા એકાદશી પૌરાણિક કથા સંપૂણૅ ગુજરાતી લખાણ સાથે | Kamika Ekadashi Vrat Katha Gujarati | Okhaharan

Kamika-Ekadashi-Vrat-Katha-Gujarati
Kamika-Ekadashi-Vrat-Katha-Gujarati

 

 

આજે એકાદશી ના પવિત્ર દિવસે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં વાચીશું કામિકા એકાદશી વ્રતનુ મહત્વ ઘણું વઘારે છે. હિન્દું પ્રમાણે સૌથી વઘુ પુણ્ય સુવર્ણ દાન અને જમીન દાનને માનવામાં આવે છે. પૌરાણિક ગ્રંથોના મુજબ પદ્મપુરાણમાં કહેવામાં આવ્યુ છે કે જો કોઈપણ વ્યક્તિ કામિકા એકાદશી વ્રત કરીને ભાવપૂર્વક ભગવાન વિષ્ણુની આરાધના કરે છે એ જાતકને સંપૂર્ણ પૃથ્વી દાન કરવા જેવુ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. 

 

શ્રી કૃષ્ણ બાવની કરવાથી જન્મ-મરણથી મુક્તિ મળી ભગવાનમાં તરફ પ્રીતિ કરવાનાર અહી ક્લિક કરો.   


 

અષાઢ મહિનાની વદની આ અગિયારને કામિકા એકાદશી કહે છે. ધર્મશાસ્ત્ર પ્રમાણે અષાઢ મહિનામાં જેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેનાથી દેવતા, ગંધર્વ અને સૂર્ય વગેરેની પૂજા આપમેળે થઈ જાય છે.  કામિકા અગિયારસના વ્રતની મહિમા સ્વયં ભગવાન બ્રહ્માજીએ નારદને બતાવી હતી. તે પ્રમાણે કામિકા અગિયારસના વ્રતથી જીવ કુયોનીને પ્રાપ્ત નથી થતો. પાપને નષ્ટ કરનારી આ કામિકા અગિયારસનું વ્રત મનુષ્યએ ચોક્કસપણે કરવું જોઈએ.


 
કુંતીપુત્ર ધર્મરાજ યુધિષ્ઠિર  બોલ્યા : “હે ભગવાન !મેં દેવશયની એકાદશી નું વર્ણન સાંભળ્યું હવે તમે મને અષાઢના કૃષ્‍ણપક્ષમાં કઇ એકાદશી આવે છે ? કૃપા કરી એનું વર્ણન કરો.”

શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યુ છે કે જે ફળ વાજપેય યજ્ઞ કરવાથી પ્રાપ્ત થાય છે એ જ ફળ કામિકા અગિયારસનુ વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે.  કામિકા એકાદશીના વિષયમાં કહેવાય છેકે જે વ્યક્તિ આ દિવસે વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચનામાં મન લગાવે છે તેના બધા પાપ મટી જાય છે અને વ્યક્તિ ઉત્તમ લોકમાં સ્થાન પ્રાપ્ત કરવા યોગ્ય બની જાય છે.

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 ભગવાન શ્રી કૃષ્‍ણ બોલ્‍યાઃ “રાજન ! સાંભળો, હું તમને એક પાપનાશક ઉપખ્‍યાન કહું છું કે જેને પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ કહ્યું હતું.”
 
નારદજીએ પ્રશ્ર્ન કર્યોઃ “હે કમલાસન ! હું આપની પાસેથી આ સાંભળવા ઇચ્‍છુ છું, કે અષાઢના કૃષ્‍ણપક્ષમાં જે એકાદશી આવે છે ? પ્રભુ એ બધું મને કહો !”
 
બ્રહ્માજીએ કહ્યું : “નારદ ! સાંભળો. હું સંપૂર્ણ લોકોના હિતની ઇચ્‍છાથી તમારા પ્રશ્ર્નો ઉત્તર આપી રહ્યો છું. અષાઢ માસના કૃષ્‍ણપક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ “કામિકા” છે. એના શ્રવણ માત્રથી વાજપેય યજ્ઞનું ફળ મળે છે. આ દિવસે શ્રીહરિ વિષ્‍ણુંનું પૂજન કરવું જોઇએ.” 


 
ભગવાન શ્રીકૃષ્‍ણના પૂજનથી જે ફળ મળે છે. એ ઘણું દુર્લભ પૂણ્ય છે. જે સમુદ્ર અને વન સહિત સમગ્ર પૃથ્‍વીનું દાન કરે છે અને જે કામિકા એકાદશીનું વ્રત કરે છે એ બન્‍નેને સમાન ફળ મળે છે. માટે પાપભીરુ મનુષ્‍યે યથાશકિત, પૂરો પ્રયત્‍ન કરીને કામિકા એકાદશીના દિવસે શ્રીહરિનું પૂજન કરવું જોઇએ. જે પાપરુપી કીચડથી ભરેલ સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે, એમનો ઉધ્‍ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે. અધ્‍યાત્‍મવિદ્યા પરાયણ પુરુષો જે ફળની પ્રાપ્તિ થાય છે. એના કરતા પણ વધારે ફળની પ્રાપ્તિ આ વ્રત કરવાથી થાય છે.   કામિકા એકાદશીનું વ્રત કરનાર મનુષ્‍ય રાત્રે જાગરણ કરીને કયારેય ભયંકર યમદુતના દર્શન નથી કરતો અને કયારેય દુર્ગતિમાં પણ નથી પડતો.

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 

ભગવાન શ્રીકૃષ્‍ણ કહે છેઃ “યુધિષ્ઠર ! આ તમારી સમક્ષ મે કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું. આ એકાદશી બધા પાતકોનું હરણ કરનારી છે. આથી મનુષ્‍યોએ આનું વ્રત અવશય કરવું જોઇએ. આ સ્‍વર્ગલોક અને મહા પૂણ્ય ફલ પ્રદાન કરનારી છે. જે મનુષ્‍ય શ્રધ્‍ધા સાથે આનું મહાત્‍મ્‍ય સાંભળે છે એ બધા પાપોથી મુકત થઇને શ્રી વિષ્‍ણુ લોકમાં જાય છે.” 


અષાઢ માસ ના કૃષ્ણ પક્ષ ની એકાદશી નું નામ કામિકા એકાદશી છે. આ એકાદશી ની કથા સાંભળવા માત્રથી વાજપેય યજ્ઞ નું ફળ મળે છે. કામિકા એકાદશી વ્રતમાં શંખ, ચક્ર, ગદાધારી વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે.  જે મનુષ્ય આ અગિયારસના દિવસે વ્રત કરીને  ભક્તિપૂર્વક તુલસી દળ ભગવાન વિષ્ણુને અર્પણ કરે છે, તેઓ આ સંસારના સમસ્ત પાપોથી દૂર રહે છે. જે આ અગિયારસની રાત્રે ભગવાનના મંદિરમાં દીવો પ્રગટાવે છે તેમના પિત્તર સ્વર્ગલોકમાં અમૃતપાન કરે છે તથા જે ઘી કે તેલનો દીવો કરે છે તેઓ સૌ કરોડ દીવાઓથી પ્રકાશિત થઈ સૂર્યલોક જાય છે. 


 

જે મનુષ્ય એકાદશી ના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવે છે ,તેમના પિતૃ સ્વર્ગ લોક માં સુધા નું પાન કરે છે .જે મનુષ્ય ભગવાન સામે ઘી અથવા તેલ નો દીપ પ્રગટાવે છે તેણે સુર્ય લોક માં પણ સહસ્ત્ર દીપક નો પ્રકાશ મળે છે ,તેથી પ્રત્યેક મનુષ્યે આ એકાદશી નું વ્રત અવશ્ય કરવું જોઈએ .


3 વષૅ આવતા પુરૂષોતમ માસ નું માહાત્મ્ય , શુ ના કરવું તથા કંઈ વસ્તુ નુ દાન આપવું


"" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

સોમવાર, 2 ઑગસ્ટ, 2021

મંગળવારે કરો શ્રી ગણપતિ સ્મરણ ગુજરાતી લખાણ સાથે Ganpati Smaran Stotra with Gujarati lyrics Okhaharan

મંગળવારે કરોશ્રી ગણપતિ સ્મરણ ગુજરાતી લખાણ સાથે Ganpati Smaran Stotra with Gujarati lyrics Okhaharan 

Ganpati-Smaran-Stotra-with-Gujarati-lyrics
Ganpati-Smaran-Stotra-with-Gujarati-lyrics

 

શ્રી ગણપતિનો પાઠ

ગણપતિ સ્મરણ

સ જયતિ સિન્દુર વદનો દેવો યત્પાદપંકજ સ્મરણમ્

વાસરમણિરિવ તમસાં રાશિન્નાશયતિ વિઘ્નાનામ્


જેમ સૂર્ય ગાઢ અંધકારનો નાશ કરે છે, તેમ વિધ્નોના સમૂહનો નાશ ભગવાન ગણપતિ વિધ્નેશ્ર્વર ના ચરણકમણનુ ધ્યાન કરવાથી થાય છે. એવાં ગજ સમાન વદનવાળા વિધ્નનો  નાશ કરનાર દેવ વિજય પામે છે.

 

 મંગળવાર કરો શ્રી ગણેશ નો ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત

 

 અંગ ન્યાસ : આ પ્રમાણે પ્રાથૅના કરી આચમન અને પ્રાણાયામ સ્થિતિ બેસી મંત્ર મુજબ બધા અંગો નો સ્પર્શ કરવો.


દક્ષિણહસ્તે વક્રતુણ્ડાય નમઃ .

જમણા હાથને વિશે જેમનું મુખ વ્રક છે એ દેવને નમસ્કાર

વામહસ્તે શૂર્પકર્ણાય નમઃ .

ડાબા હાથને વિશે સૂપડાં જેવા કાન છે એવા દેવને નમસ્કાર

ઓષ્ઠે વિઘ્નેશાય નમઃ .

ઓષ્ઠને વિશે વિધ્નોના ઈશ્વર ને નમસ્કાર

 

અધરોષ્ઠે ચિન્તામણયે નમઃ .

નીચલા ઓષ્ઠને વિશે મનોકામના પૂર્ણ કરનારને નમસ્કાર

સમ્પુટે ગજાનનાય નમઃ .

સંપુટના વિશે હાથી જેવું મુખ છે એવાને નમસ્કાર

દક્ષિણપાદે લમ્બોદરાય નમઃ .

જમણા પગને વિશે લાંબુ છે ઉંદર જેનું એ દેવને નમસ્કાર

વામપાદે એકદન્તાય નમઃ .

ડાબા પગને વિશે એક દંત છે એવાને નમસ્કાર

શિરસિ એકદન્તાય નમઃ .

મસ્તકને વિશે માયા ઈશ્વર સ્વરૂપ છે એવાને નમસ્કાર

ચિબુકે બ્રહ્મણસ્પતયે નમઃ .

ચિબુકને વિશે જ્ઞાનના સ્વામીને નમસ્કાર

દક્ષિણનાસિકાયાં વિનાયકાય નમઃ .

જમણાં નાકને વિશે વિનાયકને નમસ્કાર


મંગળવાર કરો શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો

 

વામનાસિકાયાં જનેષ્ઠ ગજાય નમઃ .

ડાબા નાકને વિશે મહાન રાજા એ

દેવને નમસ્કાર

દક્ષિણનેત્રે વિકટાય નમઃ

જમણી આંખ તે વિશે વિકટ ભયંકરને નમસ્કાર

વામનેત્રે કપિલાય નમઃ .

ડાબી આંખને વિશે કપિલ છે વણૅ જેનો

એવાને નમસ્કાર

દક્ષિણકર્ણે ધિરણધરાય નમઃ .

જમણા કાનને પૃથ્વીને ધારણ કરનાર દેવને નમસ્કાર


વામકર્ણે આશાપૂરકાય નમઃ

ડાબા કાનને વિશે મનોકામના પૂરનાર એવા દેવને નમસ્કાર

નાભૌ મહોદરાય નમઃ .

નાભિને વિશે મોટા ઉદરવાળા એવાને નમસ્કાર

હૃદયે ધૂમ્રકેતવે નમઃ

હ્રદયને વિશે ધુમાડાને રંગ જેવી ધજા છે એવા દેવને નમસ્કાર

 

દરરોજ કરો પુત્રની પ્રાપ્તિ માટે શ્રી ગણેશજી નો સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે

 

 લલાટે મયૂરેશાય નમઃ .

કપાળમાં મોરના સ્વામી એવા દેવને નમસ્કાર

દક્ષિણબાહૌ સ્વાનન્દવાસકારકાય નમઃ .

જમણા હાથને વિશે નિજાનંદમાં વાસ કરાવનારને નમસ્કાર

વામબાહૌ સચ્ચિત્સુખધામ્ને નમઃ ..

ડાબા હાથને વિશે સચ્ચિત છે સુખ જે તેના ધામ રૂપ એવાને નમસ્કાર 


શ્રી ગણેશાય નમઃ

ઇતિ મુદ્ગલપુરાણોક્તો ગણેશન્યાસઃ સમાપ્ત ..


""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

રવિવાર, 1 ઑગસ્ટ, 2021

3 કે 4 ઓગસ્ટ 2021 કામિકા એકાદશી કયારે છે? | ઉપવાસ ક્યારે કરવો ? | Kamika Ekadashi 2021 Kab Hai | Gujarati Okhaharan

3 કે 4 ઓગસ્ટ 2021 કામિકા એકાદશી કયારે છે? | ઉપવાસ ક્યારે કરવો ?  | Kamika Ekadashi 2021 Kab Hai | Gujarati Okhaharan

 

Kamika-Ekadashi-2021-Kamika-Ekadashi-Kab-Hai-Gujarati
Kamika-Ekadashi-2021-Kamika-Ekadashi-Kab-Hai-Gujarati

 

આજે  આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું કામિકા એકાદશી 2021 કયારે છે ? . કામિકા  એકાદશી નું મહત્વ શું છે? 


Krishna-chalisa-gujarati

કામિકા એકાદશી વિશેષ છે

હિન્દું ધર્મમાં સુદ અને વદ ની 24 એકાદશી તથા અધિક માસ ની 2 એમ કુલ 26 એકાદશી છે. દરેક એકાદશી પોતાનું અલગ અલગ મહત્વ હોય છે. પરંતુ અષાઢ મહિનાના વદ પક્ષની એકાદશીની આવતી તિથિ કામિકા એકાદશીનું અનેક ઘણું મહત્વ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે કામિકા એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી તમામ પાપોનો નાશ થાય છે. હિન્દુ ગંથોમાં કામિકા એકાદશીને વિશ્વના દરેક પ્રકાર ના પાપોનો નાશ કરવાના શ્રેષ્ઠ એકાદશી માનવામાં આવે છે.

અષાઢ મહિનાની વદ પક્ષની એકાદશી તિથિ સમય

તારીખ 03 ઓગસ્ટ, મંગળવારે બપોરે 12:59 થી શરૂ થશે.
તારીખ 04 ઓગસ્ટ, બુધવારે બપોરે 03.17 વાગ્યે સમાપ્ત થશે.
ઉપવાસ અને કોઈ પણ શુભ કાયૅ સુયૅદયથી કરવું જોઈએ માટે તિથિના દિવસથી વ્રતની ગણતરી હોવાથી કામિકા એકાદશીનો ઉપવાસ 04 ઓગસ્ટના રોજ રાખવામાં આવશે.
પારણાનો સમય 05 ઓગસ્ટ ગુરુવારે સવારે 05:45 થી 08:26 સુઘીનો છે.

All-zodic-mantra-for-vishnu-in-chaturmass-gujarati

એકાદશી માં કેટલીક ઘ્યાન રાખવાની બાબતો

કામિકા એકાદશી ઉપવાસ દશમ સંઘ્યા સમય થી શરૂ થાય માટે 3 ઓગસ્ટની સાંજથી સૂર્યાસ્ત પહેલા સાદું ભોજન લેવું જરૂરી છે.
બ્રહ્મચર્યનું પાલન કરો.
કોઈની નિંદા કે ટીકા કર્યા વિના.
ભગવાનની ભક્તિમાં લીન રહો.
ચોખા, ચણા, ભોજન ના લો, ચા, દુઘ ,ફલાહાર કરી શકાય


માસાહાર, લસણ, ડુગરી વગેરે થી દુર રહો. 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 


 

 

 

 Ekadashi Upay,

બુધવાર, 28 જુલાઈ, 2021

વિધ્નનાશ માટે શ્રી રાધિકોવાચ શ્રી ગણેશ સ્તુતિ ગુજરાતી લખાણ સાથે Radhika Stotram Ganesh Stuti Gujarati Lyrics Okhaharan

વિધ્નનાશ માટે શ્રી રાધિકોવાચ શ્રી ગણેશ સ્તુતિ ગુજરાતી લખાણ સાથે Radhika Stotram Ganesh Stuti Gujarati Lyrics Okhaharan

Radhika-Stotram-Ganesh-Stuti-Gujarati-Lyrics
Radhika-Stotram-Ganesh-Stuti-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આજના ગુજરાતી ભક્તિ લેખમાં આજે લેખમાં જાણીશું વિધ્નનાશ માટે શ્રી રાધિકોવાચ શ્રી ગણેશ સ્તુતિ.

 

Ganesh-stuti-with-Gujarati-Lyrics-2021

વિધ્નનાશ માટે

શ્રી ગણેશ સ્તુતિ

શ્રી રાધિકોવાચ

પરંધામ પરંબ્રહ્મ પરેશં પરમીશ્ર્વરમ્

વિધ્નનિધ્નકરં શાન્તં પુષ્ટં કાન્તમનન્તકમ્

સુરાસુરેન્દ્રૈ સિદ્રૈન્દ્રૈ: સ્તુતં સ્તૌમિ પરાત્પરમ્


સુરપદ્મદિનેશં ચ ગણેશં મંગલાયનમ્

ઈદં સ્તોત્ર મહાપુણ્યં વિધ્નશોકહરં પરમ્

ય: પઠેત્ પ્રાતરુત્થાય સવૅવિધ્નાત્ પ્રમુચ્યતે

ganesh 12 name gujarati 

અંગારકી સંકષ્ટ ચતુર્થી વ્રત- કથા,મહાત્મય Youtube પર સાભળો


શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 Angarak-Stotram-Gujarati-Lyrics-PDF

 ganesh 21  name gujarati

 

આજે બુધવારે પાઠ કરો આ શ્રી ગણેશ સ્તુતિ નો દરેક કાર્ય ના વિધ્ન દુર થાય Ganesh stuti with Gujarati Lyrics Okhaharan

આજે બુધવારે પાઠ કરો આ શ્રી ગણેશ સ્તુતિ નો દરેક કાર્ય ના વિધ્ન દુર થાય Ganesh stuti with Gujarati Lyrics Okhaharan

Ganesh-stuti-with-Gujarati-Lyrics-2021
Ganesh-stuti-with-Gujarati-Lyrics-2021


શ્રી ગણેશ સ્તુતિ

જય ગણેશ ગણનાથા દયાનિધિ

સકલ વિધ્ન કર દૂર હમારે

પ્રથમ ધરે જો ધ્યાન તુમ્હારા

ઉસકે પૂરણ કારજ સારે 

ganesh 12 name gujarati

જય ગણેશ ગણનાથા દયાનિધિ

લંબોદર ગજવદન મનોહર

કર ત્રિશુલ વધારે 


જય ગણેશ ગણનાથા દયાનિધિ

રિદ્ધિ સિદ્ધિ દોઉ ચમર ડુલાવે

મૂષક વાહન પરમ સુખારે 

ganesh puja vidhi mantra  home

જય ગણેશ ગણનાથા દયાનિધિ

બ્રહ્માદિક સુર ધ્યાવત મનમેં

ઋષિ મુનિગણ સબ દાસ તુમહારે 

જય ગણેશ ગણનાથા દયાનિધિ

બ્રહ્માનંદ સહાર કરો નિત   

ભક્તજનો કે તુમ રખવારે

જય ગણેશ ગણનાથા દયાનિધિ


શ્રદ્ધા ભક્તિ સમેત નિજ જો પૂજે ચિત્ત લાય

કરે કૃપા ગિરિજા સુવન કોટિન પાપ નસાય

 

Radhika-Stotram-Ganesh-Stuti-Gujarati-Lyrics

અંગારકી સંકષ્ટ ચતુર્થી વ્રત- કથા,મહાત્મય Youtube પર સાભળો


શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 Angarak-Stotram-Gujarati-Lyrics-PDF

 ganesh 21  name gujarati