રવિવાર, 8 ઑગસ્ટ, 2021

દશામાં આરતી | Dashama Aarti Gujarati Lyrics Okhaharan

દશામાં આરતી  | Dashama Aarti Gujarati Lyrics Okhaharan

Dashamani-Aarti-Gujarati-Lyrics
Dashamani-Aarti-Gujarati-Lyrics


આરતી

દિવડા ઝગમગ ઝગમગ થાય

આરતી દશામાની થાય

દિવડા ઝગમગ ઝગમગ થાય

માંડી અમે લાવ્યા છે સાઢણીની જોડ

માંડી તમે બેસો તો આનંદ થાય

દિવડા ઝગમગ ઝગમગ થાય


dashama-vrat-katha-ane-vrat-vidhi-Gujarati 

 માંડી અમે લાવ્યા છે ચુંદડી ની જોડ

માંડી તમે ઓઢો તો આનંદ થાય

દિવડા ઝગમગ ઝગમગ થાય


માંડી અમે લાવ્યા છે સોળે શણગાર

માંડી તમે પહેરોતો આનંદ થાય

દિવડા ઝગમગ ઝગમગ થાય


માંડી અમે લાવ્યા છે પૂજાનો થાળ

માંડી તમને ચડાવતા આનંદ થાય

દિવડા ઝગમગ ઝગમગ થાય


દશામાંનો-થાળ-dashama-no-thal-Gujarati-thad

માંડી અમે લાવ્યા છે ચુરમાના થાળ

માંડી તમે જમોતો આનંદ થાય

દિવડા ઝગમગ ઝગમગ થાય


માંડી અમે લાવ્યા છે જેમના નીર

માંડી તમે આચમન કરો તો આનંદ થાય

દિવડા ઝગમગ ઝગમગ થાય


માંડી અમે લાવ્યા છે બીડલાના પાન

માંડી તમે મુખવાસ કરો તો આનંદ થાય

દિવડા ઝગમગ ઝગમગ થાય


માંડી તારા ભક્તો આરતી ગાય

માંડી તમે દશૅન આપો તો આનંદ થાય 


દિવડા ઝગમગ ઝગમગ થાય


લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

Angarak-Stotram-Gujarati-Lyrics-PDF

 


દશામાં વ્રત દશામાંનો થાળ | dashama no thal Gujarati | Okhaharan

દશામાં વ્રત દશામાંનો થાળ | dashama no thal Gujarati | Okhaharan

દશામાંનો-થાળ-dashama-no-thal-Gujarati-thad
દશામાંનો-થાળ-dashama-no-thal-Gujarati-thad

 

 થાળ


મીનાવાળા દશામાં તમે જમવા પહેલા આવો ને

જમવા વહેલા આવો માંડી સહેલીયોને સાથે લાવો

સોમવારે શીરો પુરી જમવા વહેલા આવો ને

જમવા વહેલા આવો માંડી સાથે અંબાને લાવજો રે

મીનાવાળા દશામાં તમે જમવા પહેલા આવો ને


dashama-vrat-katha-ane-vrat-vidhi-Gujarati

મંગળવારે મોહનથાળ જમવા વહેલા આવો ને

જમવા વહેલા આવો સાથે મહાકાળી ને લાવજો રે

મીનાવાળા દશામાં તમે જમવા વહેલા આવો ને


બુધવારે બરફી પેડા જમવા વહેલા આવો ને

જમવા વહેલા આવો સાથે બહુચર માને લાવજો રે

મીનાવાળા દશામાં તમે જમવા વહેલા આવો ને


ગુરૂવારે ગુલાબ જાંબુ જમવા વહેલા આવો ને

જમવા વહેલા આવો સાથે ખોડિયાર માં ને લાવો રે

મીનાવાળા દશામાં તમે જમવા વહેલા આવો ને


શુક્રવારે સુત્ર ફેણી જમવા વહેલા આવો ને

જમવા વહેલા આવો સાથે લક્ષ્મીજી ને લાવો રે

મીનાવાળા દશામાં તમે જમવા વહેલા આવો ને


શનિવારે શ્રીખંડ પુરી જમવા વહેલા આવો ને

જમવા વહેલા આવજો સાથે રાદંલ માને લાવજો રે

મીનાવાળા દશામાં તમે જમવા વહેલા આવો ને


Dashamani-Aarti-Gujarati-Lyrics

રવિવારે રસગુલ્લા જમવા વહેલા આવો ને

જમવા વહેલા આવો સાથે ચામુંડા માને લાવો રે

મીનાવાળા દશામાં તમે જમવા વહેલા આવો ને


જળ જમનાની જાળી ભરાવી આચમન લેવા આવો રે

આચમન લેવા આવો સાથે આશાપુરા ને લાવો રે

મીનાવાળા દશામાં તમે જમવા વહેલા આવો ને


લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

Angarak-Stotram-Gujarati-Lyrics-PDF

 

શનિવાર, 7 ઑગસ્ટ, 2021

દશામાં વ્રત વિધિ અને સંપુણૅ વ્રત કથા ગુજરાતી લખાણ સાથે | Dashama Vrat Vidhi | Dashama Vrat Katha Gujarati | Okhaharan

દશામાં વ્રત વિધિ અને સંપુણૅ વ્રત કથા ગુજરાતી લખાણ સાથે Dashama Vrat Vidhi ane Vrat Katha Gujarati Okhaharan 

 

dashama-vrat-katha-ane-vrat-vidhi-Gujarati
dashama-vrat-katha-ane-vrat-vidhi-Gujarati
 

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું અમાસ ના દિવસે શરૂ થતું માં દશામાં ના વ્રત ની માહિતી જેમકે વ્રત કેવી રીતે કરવું, વ્રત કથા, બઘું ગુજરાતીમાં જણીશું.


વ્રતની વિધિ
દશામાંનુ વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે આ દિવસ ને દિવાસો કહે છે. આ દિવસે પ્રાત :સ્નાન કરી , ધૂપ-દીવો કરી , શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી.
 
દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા. માટીની સાંઢણી બનાવી તેનું પુન કરવું બના તેનું પૂજન કરવું. દસમે દિવસે એ સાંઢણીને નદીમાં પધરાવવી.
 
પાંચમા વર્ષે વ્રતનું ઉજવણું કરવું. યથાશ્કતિ સોનું , ચાંદી કે પંચ ધાતુની સાંઢણી બનાવરાવી બ્રાહ્મણને દાનમાં આપવી. વસ્ત્રદાન કરવું. અથવા નદીમાં પઘરાવી દેવી.


દશામાં ની વ્રત કથા આ પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવેલ છે.
સુવર્ણપુર નગરીમાં જગજીતસિંહ નામે ઘણોજ ગર્વિષ્ઠ રાજા રાહ કરતો હતો. નગરની સમૃદ્ધિનો પાર ન હતો. રાજાની ગુણીયલ સંસ્કારી અને અતિ સુશીલ તથા રૂપવતી રાણીનું નામ અનંગસેના હતું. રાણી ઘણી જ નમ્ર અને ધર્મિષ્ઠ હતી. એ ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી , પણ રાજા એની વાત કદી ન સાંભળતો.
 
એક દિવસ રાજમહેલના ઝરૂખે બેઠેલી રાણી નદીના કિનારે સ્ત્રીઓને વ્રત કરતી જોઈ. તેથી રાણીએ કુતુહલવશ થઈ તરત દાસીને આજ્ઞા આપી કે નદી કિનારે સોળે શણગાર અજીને ટોળે બળેલી સ્ત્રીઓ શું કરે છે એ જાણી લાવ દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે હઈ અને પૂછવા લાગી જે તમે બધા શું કરો છો. ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું -
 
અમે દશામાનું વ્રત કરી એ છીએ. આ વ્રતનઈ વિધિ એવી છે કે સૂતરના દસ તાર, લઈ દસ ગાંઠ વાળવી . ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા... ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું... કેવી રીતે કરવું વગેરે જણાવ્યું.
 
દાસીએ  મહેલમાં આવીને રાણીને બધી વાત કરી. ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ. મનથી વ્રત કરવાનું નક્કે કર્યું . એણે રાજાને આ વાત જણાવી તો અહંકરી રાજાને ના પાડી દીધી અને કહ્યું-  

દશામાં આરતી ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


આ વ્રત  તો ગરીબ માટે છે , આરે તોઘણી સાહ્યબી છે... ધન દોલત  , નોકર  ચાકર  ,  બાગ-બગીચા  , રાજ-પાઠ બધું છે માટે આ વ્રત કરવાનું જ છોડી દે " .

રાજાના અભિમાન ભર્યા વચન સાંભળી રાણીનું દિલ દુભાયું. એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બે થવાનો નથી. રાજાએ અહંકાર , ગર્વ અને અભિમ આનમાં ચકચૂર થઈને દશામા વ્રતનું અપમાન કર્યું. તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો. માએ રાજાના સપનામાઅં આવીને
એક જ શબ્દ કહ્યો. પડું છું...'
 
બીજી જ દિવસે પડોશી તાજા લાવ લશ્કત સાથે ચઢી આવ્યો. આવા અણધાર્યા હુમલાથી રાજા અભયસિંહ ગભરાયો. જીવ બચાવવા માટે રાણી અને બન્ને કુંવરોને લઈને જંગલના રસ્તે ભાગ્યો. રાણી અનંગસેન આ મનમાં સમજે છે કે પોતાના પતિઓ કરેલ દશામા વ્રતના અપમાનથી આ દશા પ્રાપ્ત થઈ છે.

ઘોર જંગલમાં રાજા-રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે. પગમાં કાંટા-કાંકરા ભોંકાય છે. દુખ અને થકાનો પાર નથી. કુંવતો તરસ્યા થયા છે ? એટલામાં એક વાવ આવી. રાજા પાણી લેવા માટ વાવમાં ઉતર્યો  , તો દશામાએ અદૃશ્ય રહીને બન્ને કુંવરોને ખેંચી લીધા. કુંવરોને અદૃશ્ય થઈ ગયેલા જાણી રાણી વિલાપ કરવા લાગી. રાજા પણ મનમાં સમજી ગયો કે નક્કી આ દશામાનો કોપ છે. એ રાણીએ આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યાં એણે લઈ લીધા . હવે એ જ  આપશે.   રૂદન કરતી રાણીને સમજાવતો રાજા આગળ ચાલ્યો. થાકના લીધે બન્નેના પગ ઘસડાય છે. પગમાં વેઢા-વેઢાના કાંટા ભોંકાઈ ગયા છે . તેથી પીડાનો પાર નથી. રસ્તામાં એક વાડી આવી. રાજ આને થયું કે હાશ , બે ઘડી વિસામો તો મળશે. પણ રાજાએ વાડીમાં જેવા પગ મૂક્યા તો ખીલેલાં ફૂલો કરમાઈ ગયા.
 
વાડીનો માળી વિચાર કરવા માંડ્યો કે નક્કી આ માણસ પાપી પગલાંનો છે. તેથી માળી લાકડી લઈને રાજા-રાણીને મારવા દોડ્યો . રાજા-રાણી માંડ બચીને ભાગ્યાં. 

દશામાંનો થાળ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 
જીવનથી હતાશ  થઈ ગયેલા ભીખારી જેવી હાલતમાં બન્ને એક નગરમાં આવ્યાં. એ નગર રાજાની બહેનનું હતું. રાજાને આશા હતી કે બહેન જરોર આશરો આપશે. એણે પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે. બહેન પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી મોકલાવી અને સાથે સોનની સાંકળી મૂકી.
 
પણ સોનાની ગાગર પિતળની બની ગઈ. સુખડે ઈંટના કટકા બની ગઈ અને સોનાની સાંકળીના બદલે ફૂંફાડા મારતો કાળોનાગ નીકળ્યો.રાજા વિચાર કરે છે કે મારી સગી બહેન મને મારી નાખવા આબું ન કરે. નક્કી આ દશામાના કોપને કારણે રજ થયું છે. આવો કિચર કરી રાજાએ ગાગર ત્યાંજ દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલ્ય્પ્ ચાલતા ચાલતા એક નદી આવી. નદીના કાંઠે ચીભડાના વાડા છે. રાજા બે હાથ જોડીને વાડાના માલિકને કરગરવા લાગ્યો કે ભાઈ ! સાત દિવસના ભૂખ્યાં છીએ  . દયા કરીને એક ચીભડું આપ. ખેડૂતને દયા કરીને એક ચીભડું આપ્યું. રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીભડું ખાવું અને ભૂખ સમાવવી.
 
પૂર્વે બન્યું એવું કે એ ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલાં રિસઈને ભાગી ગયો હતો. સિપાઈઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા. દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીભડું હતું એ કુંવરનું માથું બની ગયું.લ આ માથા પર નજર પડતા જ સિપાઈઓએ દોડીને રાજાને(જગજીતસિંહ) પકડી લીધો. દોરડાથી બાંધીને લાતો મારતા નગરમાં લઈ ગયા.  નગરના રાજા બધી વાત કરી. રાજાએ પોતાના કુંબરની હત્યા કરવા બદલ જગજીતસિંહને કાળ કોટડીનો હુક્મ આપી બંદીખાનામાં નાખી દીધો.
 
રાજા વગર વાંકે કેદ થયો . તેથી રાણી અનંગસેના પર દુખનો પહાડ તૂટી પડ્યો. એ રોજ જંગલમાં જતી. લાકદાનો ભારો  લઈ આવતી . એ વેચીને જે પૈસ મળે એમાંથી પેટનો ખાડો પૂરતી. આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા. અષાડ્જ મહિનો આવ્યો. અનંગસેનાએ અષાઢની અમાસે એટ્લે કે દિવાસના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું. દશામા વ્રતના દશે દસ સિવસ નકોરડા ઉપવાસ કર્યા. અને માની ભક્તિ કરી.
રાણી અનંગસેનાની અપાર ભક્તિ જોઈ દશામાનો કોપ સમી ગયો.
માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે કાલે રમે તારો પતિ પાછો મળશે. એ જ રાત્રે દશામાએ
નગરના રાજાને સ્વપનમાં જઈ આદેશ આપ્યો કે તે નિર્દોષ માણસને કેદમાં પૂર્યો છે. તારો કુંવર તો એના મોસાળમાં લીલા-લહેર કરે છે સવારે પાછો આવી જશે.

સવાર પડતા જ દશાનામી કૃપાથી કુંવર પાછો આવી ગયો. રાજાએ જાતે જઈને જગજીતસિંહને બંદીખાનામાંથી મુક્ત કરી ક્ષમા માંગી. એટલું જ નહી ખૂબ ધન પણ આપ્યું. રાજા-રાણી રથમાં બેસીને સુર્વણપુર આવવા નીક્ળ્યા. રસ્તામાં બહેનનું નગર આવ્યું . રાજાને પેલી ગાગાર સોનાની બની ગઈ હતી. ગાગરમાં સોનાનીસાંકળ અને સુખડી હતી. એટલામાં બહેન પણ આવી. આગ્રહ કરીને ભાઈ-ભાભીને ઘેર લઈ ગઈ.

બે દિવસ રોકાઈને રાજા-રાણી આગળ ચાલ્યા. રસ્તામાં વાવ આવી . જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઉભા છે. બન્ને કુંવરો એમની
આંગળી પકડીને ઉભા છે. રાજા-રાણી તરત માતાજીને ઓળખી ગયા અને લાકડીની જેમ માના પગમાં પડ્યા. દશામાએ અસલ સ્વરૂપમાં આવી દર્શન આપતાકહ્યું.

હે - રાજા
" તે અભિમાન આણીને મારા વ્રતનું અપમાન કર્યું હતું . તેથી તારા પર હું કોપાયમાન થઈ હતી. પણ હવે તારો ગર્વ ગળી ગયો છે. વળી તારી
રાણીએ ભાવથી મારૂ વ્રત કર્યું છે તેથી હું પ્રસન્ન થઈ છું. તારું રાજ તમે પાછું મળી જશે .!


'મા..મા કરતો રાજા જગજીતસિંહ દશામાના પગમાં આળોટી પડ્યો અને બોલ્યો
'મા .. હે દયાળી , કળી યુઅગમાં તમારી કારમી કસોટીમાંથી કોઈ પાર ઉતરી નહી શકે , માટે આવો કોપ કદી ન કરશો "

દશામા મીઠું મધુર હાસ્ય વેરતા બોલ્યા "તારી વાત કબૂલ કરૂં છું . કળયુઅગમાં જે કોઈ મારી કથા સાંભળશે કે સંભળાવશે , તેની દશા સદા સારી રહેશે! આમ
કહી
દશામા અદૃશ્ય થઈ ગયા.


રાજા-રાણી બન્ને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યાં. જગજીતસિંહના સેનાપતિ પડોશી રાજાને હરાવીને રાજ પાછું મેળ્વ્યું હતું

રાજા-રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા


' હે દશામાં ! જેવા
રાજા-રાણીને ફ્ળ્યાં ,તેવા કળયુગમાં વ્રત કરનાર સર્વને ભક્તજનો ને ફળજો


વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્રવાર, 6 ઑગસ્ટ, 2021

એવરત જીવરત વ્રત કથા ગુજરાતી લખાણ સાથે | Aevarat Jivarat Vrat Katha Gujarati | Vrat Katha | Okhaharan

એવરત જીવરત વ્રત કથા ગુજરાતી લખાણ સાથે | Aevarat Jivarat Vrat Katha Gujarati | Vrat Katha | Okhaharan

Aevarat-Jivarat-Vrat-Katha-Gujarati-Vrat-Katha
Aevarat-Jivarat-Vrat-Katha-Gujarati-Vrat-Katha

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું  એવરત-જીવરતનું વ્રત અષાઢ વદ તેરસથી અમાસ સુધી ત્રણ દિવસ કરવાનું વિધાન છે. નવી પરણેલી વહુ આ વ્રત કરવું. એ દિવસે સવારે વહેલા ઊઠી ને નાહી પરવારી. એવરત જીવરત દેવીઓનું  પુજન કરવું.  ઉપવાસ હોય એ મીઠા વિનાનું ભોજન લઈ એકટાણું કરવું. બીજા સમયમાં ફળ લઈ શકાય. જાગરણ કરી માતાજીના ગરબા ગાવા અને માતાજી સમક્ષ અખંડ દીવો પ્રગટાવેલો રાખવો. 

શિવજી નો આ સ્ત્રોત નો પાઠ કરવાથી આપણા કુટુંબ ને રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

માં એવરત-જીવરતની કથા ટુકમાં આ રીતે છે.


એક ગામમાં એક બ્રાહ્મણ દંપતી રહે. ગોર-ગોરાણી બધી વાતે સુખી, પણ પગલીનો પાડનાર પુત્ર પ્રભુએ આપ્યો ન હતો, તેથી નિઃસંતાનપણાનું દુઃખ આ દંપતીને સાલતું હતું. સંસારનાં મહેણાંટોણાં સહન થતાં નહીં, તેમનાથી આ દુઃખ ખમાતું ન હતું.આ દંપતીએ ભગવાન શંકરની ખૂબ જ ભક્તિ કરી મનાવાનું વિચાર્યું અને જંગલ તરફ નીકળાયાં. સાત દિવસ ના તપ પછી ભોળાનાથ આ બ્રાહ્મણ પર પ્રસન્ન થયા. અને શિવજી વરદાન માગવા કહ્યું. બ્રાહ્મણએ વરદાન એક પુત્ર માગ્યો. શિવજીએ કહ્યું, "તારે ત્યાં પુત્રનો જન્મ થશે, પણ તેને પરણાવવા માટે ઉતાવણ ના કરતો એને ભણાવજે. બઘી પ્રકાર ની વિઘ્યાં પછી જ એના લગ્ન કરજે.


શિવજી તથાસ્તુ કહી ચાલ્યા ગયા. બ્રાહ્મણ પ્રસન્નવદને ઘેર આવ્યો. પોતાની પત્નીને બધી જ વાત કરી. પત્નીના હર્ષનો તો પાર ન હતો. સમય જતાં શિવજીના આશીર્વાદ પ્રમાણે પુત્રરત્નનો જન્મ થયો. પુત્ર ઘણો રૂપાળો હતો. પુત્રનું લાલનપાલન, ઉછેર, ભણતર વગેરે માટે માતા-પિતાએ ખૂબ જ કાળજી રાખી. આવા દીકરાને કુંવારો રાખવો કોને ગમે? બ્રાહ્મણે શિવજીએ રાખેલી શરતનો ભંગ કર્યો. આ બ્રાહ્મણે પોતાના સ્વાર્થ માટે ભગવાન શંકર કહેલા વચન ભુલી ગયો. અને દિકરાના લગ્ન પર ગામ નકકી કરી દિઘા. જયારે જાન સાથે દીકરો પરણીને ઘેર આવ્યો. એકાએક રસ્તાં માં  તોફાન ચડી આવ્યું. વાદળાંઓનો ગડગડાટ અને વીજળીના ચમકારા થવા લાગ્યા. જાન ઘેર આવી શકી નહીં અને ગામના પાદરમાં જ રોકાઈ ગઈ. ચારેય બાજુ પાણીનું જ સામ્રાજ્ય હતું.

 

કજૅ ઋણ માંથી મુક્તિ મેળવવા શ્રી વિષ્ણુ ભગવાન નો આ પાઠ કરો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

એકાએક એક કાળો ઝેરી સાપ પાણીમાં તણાતો તણાતો આવી પહોંચ્યો અને વરરાજાને દંશ દઈ સડસડાટ ચાલ્યો ગયો. સાપના ઝેરથી તરફડીને વરરાજાનું પ્રાણપંખેરું ઊડી ગયું. જ્યાં આનંદમંગલ હતાં ત્યાં બઘું માતમ માં ફેરવાઈ જતાં બઘા રાડારોળ શરુ થઈ ગયું. પુત્રના મૃતદેહને ગામમાં લઈ જવા સૌ તત્પર થયાં તે જોઈ નવપરિણીતા બોલી, "ગામમાં જેને જવું હોય તે જાઓ, હું તો મારા પતિદેવ સાથે અહીં જ રહીશ. જ્યાં તે ત્યાં હું. મારો સંસાર અહીં છે, મારું સ્વર્ગ મારા પતિ જ છે. હું એમની સાથે અહીં જ મારા દેહનો ત્યાગ કરીશ."


ગામના આગેવાનોએ નવવધૂને સમજાવવા ઘણો પ્રયત્ન કર્યો, પણ તે એકની બે ન થઈ. કોઈ તેને દૃઢ સંકલ્પ પરથી ચલિત કરી શક્યું નહીં. ભયંકર ઘોર અંધારી રાત જામી. મેઘલી રાત બિહામણી બનીને ડરાવવા લાગી. વીજળીના ચમકારામાં દૂર એક મંદિરની ધજા ફરકતી જોઈ.નવવઘુ પોતાના પતિના મૃતદેહને લઈ તે મંદિરમાં આવી અને બારણાં બંધ કરી અંદર બેઠી.

હનુમાનજી ની સ્તુતિ કરો સવૅ ભય ભૂત પિસાચ સામે રક્ષણ મલે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 ચોતરફ મેઘનું તાંડવ મચ્યું હતું. આ સમયે મંદિરના પ્રાંગણમાં એવરતમા આવી પહોંચ્યાં. બારણે ટકોરા માર્યા. નવવધૂએ મંદિરનું બારણું ઉઘાડયું. દેવીનાં દર્શન કરી પરિણીતાએ પોતાની કથની રડતાં હૃદયે કહી સંભળાવી. દેવીએ હું એવરતમા છું એમ કહી પોતાની ઓળખાણ આપી. નવવધુએ પોતાના પતિ માટે પ્રાથૅના કરી માં એ કીઘુ તુ મને વચન આપ હું માગું તેઆપીશ નવવઘુ હા પાડી માં તથાસ્તું બોલતા પતિ એક પડખું ફર્યો. ત્યારબાદ આવી રીતે જીવરતમાં , જયામાં, અને વિજયાં માં આવ્યા નવવઘુએ બઘા માં ને વચન આપ્યાં માગશે તે આપશે.


પછી વષૅ જતા નવવઘે દીકરો થયો અને જન્મ રાક્ત્રે જીવરતમા આવીને લઈ ગયાં. આવી રીતે 4 વષૅ સુઙી પછી જીવરતમાં, જયામાં, અને વિજયાં માં આવ્યા અને એના દિકરાને લઈ જાય. પછી 5 વષે દીકરીને જન્મ આપ્યો. માં લેવા આવ્યા નહી માટે માં વ્ર પુરૂ થયું અને એનું ઉજવણું કરયું તથા માં જમવા આમત્રણ આપ્યું.જમતાં સમયે નાની દીકરી રડી ત્યારે માં બોલ્યાં કેમ રડે છે.દિકરી બોલી મારે કોઈ ભાઈ નથી ત્યારે ચારેય માં બોલ્યા આ રહ્યાં તારા 4 ભાઈ . એમ કરીને નવવઘું 4 ચારેય દીકરા પાછા આપ્યાં અને અંતરઘ્યાન થઈ ગયાં.

આ વષૅ 2023 દશામાં નુ વ્રત કયારે કરવું 17 જુલાઈ કે 16 ઓગસ્ટ? શુ અને સાચી માહિતી પંચાગ અને કથા અનુસાર 



સમય જતાં વ્રત ફળ્યાં અને ઘેર પારણું બંધાયું. આ નવવધૂની માફક જે કોઈ એવરત-જીવરત વ્રત કરે છે તેને વ્રતનું ફળ અવશ્ય મળે છે, 

 

માટે જયા પાર્વતી, એવરત-જીવરત, જીવંતિકા વગેરે વ્રતોનો મહિમા વિશેષ છે.


3 વષૅ આવતા પુરૂષોતમ માસ નું માહાત્મ્ય , શુ ના કરવું તથા કંઈ વસ્તુ નુ દાન આપવું 



 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

બુધવાર, 4 ઑગસ્ટ, 2021

આજે એકાદશી ના દિવસે કરો શ્રી વિષ્ણ્વષ્ટકમ્ નો પાઠ Shree Vishnu Ashtakam Gujarati Lyrics Okhaharan

 આજે એકાદશી ના દિવસે કરો શ્રી વિષ્ણ્વષ્ટકમ્  નો પાઠ  Shree Vishnu Ashtakam Gujarati Lyrics Okhaharan 

Shree-Vishnu-Ashtakam-Gujarati-Lyrics
Shree-Vishnu-Ashtakam-Gujarati-Lyrics


આજે એકાદશી ના પવિત્ર દિવસે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં વાચીશું શ્રીવિષ્ણ્વષ્ટકમ્ પાઠ કરવાથી સવૅ પાપમાંથી મુક્તિ મળે અને વિષ્ણુ લોકોની પ્રાપ્તિ થાય છે

શ્રીવિષ્ણ્વષ્ટકમ્

શ્રીગણેશાય નમઃ .

વિષ્ણું વિશાલારુણપદ્મનેત્રં

વિભાન્તમીશાંબુજયોનિપૂજિતમ્ .

સનાતનં સન્મતિશોધિતં પરં

પુમાંસમાદ્યં સતતં પ્રપદ્યે .. ૧..

Krishna-chalisa-gujarati


કલ્યાણદં કામફલપ્રદાયકં

કારુણ્યરૂપં કલિકલ્મષઘ્નમ્ .

કલાનિધિં કામતનૂજમાદ્યં

નમામિ લક્ષ્મીશમહં મહાન્તમ્ .. ૨..


પીતાંબરં ભૃઙ્ગનિભં પિતામહ-

પ્રમુખ્યવન્દ્યં જગદાદિદેવમ્ .

કિરીટકેયૂરમુખૈઃ પ્રશોભિતં

શ્રીકેશવં સન્તતમાનતોઽસ્મિ .. ૩..



ભુજઙ્ગતલ્પં ભુવનૈકનાથં

પુનઃ પુનઃ સ્વીકૃતકાયમાદ્યમ્ .

પુરન્દરાદ્યૈરપિ વન્દિતં સદા

મુકુન્દમત્યન્તમનોહરં ભજે .. ૪..



ક્ષીરાંબુરાશેરભિતઃ સ્ફુરન્તં

શયાનમાદ્યન્તવિહીનમવ્યયમ્ .

સત્સેવિતં સારસનાભમુચ્ચૈઃ

વિઘોષિતં કેશિનિષૂદનં ભજે .. ૫..


ભક્તાર્ત્તિહન્તારમહર્ન્નિશન્તં

મુનીન્દ્રપુષ્પાઞ્જલિપાદપઙ્કજમ્ .

ભવઘ્નમાધારમહાશ્રયં પરં

પરાપરં પઙ્કજલોચનં ભજે .. ૬..



નારાયણં દાનવકાનનાનલં

નતપ્રિયં નામવિહીનમવ્યયમ્ .

હર્ત્તું ભુવો ભારમનન્તવિગ્રહં

સ્વસ્વીકૃતક્ષ્માવરમીડિતોઽસ્મિ .. ૭..



નમોઽસ્તુ તે નાથ! વરપ્રદાયિન્

નમોઽસ્તુ તે કેશવ! કિઙ્કરોઽસ્મિ .

નમોઽસ્તુ તે નારદપૂજિતાઙ્ઘ્રે

નમો નમસ્ત્વચ્ચરણં પ્રપદ્યે .. ૮..


ફલશ્રુતિઃ

વિષ્ણ્વષ્ટકમિદં પુણ્યં યઃ પઠેદ્ભક્તિતો નરઃ .

સર્વપાપવિનિર્મુક્તો, વિષ્ણુલોકં સ ગચ્છતિ ..



ઇતિ શ્રીનારાયણગુરુવિરચિતં શ્રીવિષ્ણ્વષ્ટકમ્ સમ્પૂર્ણમ્ .

Kamika-Ekadashi-Vrat-Katha-2021-Gujarati

 

 લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 
 
ganesh stuti gujarati,