બુધવાર, 17 નવેમ્બર, 2021

ચંદ્ર ગ્રહણ ક્યારે છે? ક્યાં ક્યાં દેખાશે? આ દિવસે ખાસ શું કરવાનું ? અને શું નહિં કરવાનું ? | Chandra Grahan 2021 Gujarati | Okhaharan

ચંદ્ર ગ્રહણ ક્યારે છે? ક્યાં ક્યાં દેખાશે? આ દિવસે ખાસ શું કરવાનું ?  અને શું નહિં કરવાનું ? | Chandra Grahan 2021 Gujarati | Okhaharan

chandra-grahan-2021-Gujarati
chandra-grahan-2021-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું 2021 નું છેલ્લું ચંદ્ર ગ્રહણ ક્યારે છે? ક્યાં ક્યાં દેખાશે? આ દિવસે ખાસ શું કરવાનું અને શું નહિં કરવાનું તે બધું આપણું જાણીશું.



2021 નું છેલ્લું ચંદ્ર ગ્રહણ અને વિક્રમ સંવત 2078 નું પહેલું ચંદ્ર ગ્રહણ આ વષૅ તારીખ 19 નવેમ્બર 2021 શુક્રવાર ના રોજ છે. આ ચંદ્ર ગ્રહણ છાયા ચંદ્ર ગ્રહણ છે માટે એ ભારત માં પાડવા માં આવશે નહીં પરંતુ ભારત અમુક ભાગ જેવા કે આસામ અને અરુણાચલ પ્રદેશ દેખાશે. તથા ભારત બહાર દેશ જેવા કે પેસિફિક મહાસાગર વિસ્તાર , એશિયાના પૂર્વીય ભાગો એરીયા, એટલાન્ટિક મહાસાગર વની જગ્યાએ, સંપૂર્ણ ઓસ્ટ્રેલિયા, અમેરિકા ના ઉત્તર અને દક્ષિણ વિસ્તારમાં નરી આંખે ચંદ્ર ગ્રહણ જોઈ શકાશે.


ભારત સમય એટલે ટાઈમ લાઈન +5:30 ભારત પ્રમાણે 19 નવેમ્બર સવારે 11:30 થી સાંજે 5:33 સમય સુધી ચાલુ રહેશે આ વષૅ થી ચાલનારુ સૌથી લાંબા સમયનુ છાયા ચંદ્ર ગ્રહણ છે.એટલે કે આશરે 5 કલાક 59 મિનિટ સુધી ચાલનારુ સૌથી લાંબુ ચંદ્ર છાયાગ્રહણ છે. હવે આપણે જાણીએ આ ચંદ્ર ગ્રહણ ચાલુ હોય એ સમયે ખાસ શું ના કરવું? તથા શું કરવાથી જીવનમાં ફાયદો થાય.


ચંદ્ર ગ્રહણ ના સમયગાળામાં શું ના કરવું?


ચંદ્ર ગ્રહણ ના 6 કલાક સમય દરમિયાન  અમુક કાયૅ જેવાકે શરીર અથવા માથા તેલ લગાવવું, કોઈ પણ પ્રકારનો ખોરાક ખાવો કે પાણી પીવું, નિદ્રા લેવી એટલે કે સૂવું, વાળ કાપવા કે સરખા બનાવવા, સમાગમ એટલે કે પોતાના પુરુષ કે સ્ત્રી સાથે સંબંધ બાંધવો, બ્રશ કરવું, જુના કે નવા કપડાં ધોવા, બંધ ધર કે કોઈ પણ જગ્યાએ તાળું ખોલવું વગેરે ન કરવું જોઈએ.


tulsi-mata-stuti-lyrics-in-gujarati

ચંદ્ર ગ્રહણ સમયે જે લોકો ખોરાક એટલે કે અન્ન, ફળ કે શાકભાજી ખાય છે તેટલા વર્ષો સુધી નરકમાં રહે છે એવી માન્યતા છે.


ચંદ્ર ગ્રહણ સમયે  સૂવાથી વ્યક્તિ ને કોઈ પણ પ્રકારની બીમાર થઈ જાય છે. એમાં પણ ખાસ કરીને શૌચથી પેટમાં કૃમિનો રોગ,  રક્તપિત્ત, અને સ્ત્રી ના સંબંધને કારણે ગૃપ્તરોગ થઈ ખરાબ યોનિમાં જન્મ પામે છે.


ચંદ્રગ્રહણના શરૂ થવાના ભોજન ન ખાવું જોઈએ. 1 પ્રહર એટલે ત્રણ કલાક પહેલા વૃદ્ધ લોકો, બાળકો અને દર્દીઓ એક પ્રહર પહેલા ખાઈ શકે છે.


ચંદ્રગ્રહણના દિવસે ચંદ્ર ગ્રહણ સમયે કોઈ પણ પ્રકારના પાંદડા, વૃક્ષ કે છોડ ની ડાળી અને ફૂલ, ફળ ન તોડવા જોઈએ.


સ્કંદ પુરાણો મુજબ જે કોઈ વ્યક્તિ અવા છાયા ગ્રહણ સમયે બીજા જોડેથી લઈ કે ઝુટવીને ભોજન કરે તો તેને કરેલા 12 વર્ષના તમામ પ્રકારના પુણ્યનો નાશ થાય છે.


ચંદ્ર ગ્રહણ ના દિવસે સમયે કોઈ પણ પ્રકારનું શુભ કે નવું કાર્યની શરૂઆત ના કરવી.



ચંદ્ર ગ્રહણ સમય એટલે પુણ્ય કામવાનો શુભ સમય આ દરમિયાન શું કરવું


ચંદ્ર છાયા ગ્રહણ શરૂ થાય તે પહેલા સ્નાન કરીને ભગવાનની પૂજા, યજ્ઞ , મંત્ર જાપ કરવા જોઈએ.


ભગવાન વેદ વ્યાસજી મહાભારતમાં કહ્યું છે કે સૂર્યગ્રહણમાં સમયે કરવામાં આવેલ જાપ, ધ્યાન, દાન દસ લાખ ગણા ફળ આપે જ્યારે ચંદ્રગ્રહણ દરમિયાન કરવામાં આવેલા જાપ, ધ્યાન, દાન એક લાખ ગણા પુણ્ય ફળ આપે છે.


ગ્રહણ સમયે ઈષ્ટદેવ મંત્ર , માતાજી મંત્ર,  ગુરુમંત્ર અથવા ભગવાનના નામનો જાપ કરવો જોઈએ,

6 કલાક ના ચંદ્ર ગ્રહણ સમાપ્ત થયા પછી સ્નાન કરીને યોગ્ય વ્યક્તિને દાન  આપવું જોઈએ.

 

ચંદ્ર ગ્રહણ કાળમાં સ્પર્શ પહેરલા કપડાં સાથે સ્નાન કરી શુદ્ધિ કરવાં.

ગ્રહણ સમયે ગાયને ઘાસ, પક્ષીઓને અન્ન, જરૂરિયાતમંદોને વસ્ત્ર દાન કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે.

Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 


ram raksha stotra gujarati

 

Hanuman-Janjira-Chalisa-Gujarati-Lyrics 

મંગળવાર, 16 નવેમ્બર, 2021

આજે મંગળવાર રાત્રે સૂતા પહેલાં શ્રી ગણેશ ની આ સ્તુતિ કરી લેજો સવૅ પ્રકારના વિધ્નો નાશ પામશે  | vighna nashak ganesh Stuti Gujarati Lyrics | Okhaharan

આજે મંગળવાર રાત્રે સૂતા પહેલાં શ્રી ગણેશ ની આ સ્તુતિ કરી લેજો સવૅ પ્રકારના વિધ્નો નાશ પામશે  | vighna nashak ganesh Stuti Gujarati Lyrics | Okhaharan

vighna-nashak-ganesh-stuti-gujarati-lyrics
vighna-nashak-ganesh-stuti-gujarati-lyrics

 

શ્રી વિધ્ન નાશક ગણેશ સ્તુતિ

પરં ધામ પરં બ્રહ્મ પરેશં પરમીશ્ર્વરમવિધ્નનિધ્નકરં શાન્તં પુષ્ટં કાન્તમન્નકમ સુરા સુરેન્દ્રો સિદ્ધેન્દ્રૈ: સ્તુતં સ્તૌમિ પરાત્પરમ્ સુર પદ્મ દિનેશં છ ગણેશં મંગલાયનમ્ઈદં સ્તોત્રં મહાપુણ્યં વિધ્નશોકહરં પરમ્ય: પઠેત્ પ્રાતરુત્થાય સવૅવિધ્નાત્ પ્રમુચ્યતે 

Ganesh-Mantra-gujarati-lyrics-ganesh-slok

 

જે પરમ ધામ પરં બ્રહ્મ પરેશ પરમ ઈશ્વર વિઘ્નોનો નાશ કરનાર શાંત સ્વાસ્થ્ય મનોહર અને અંત વગરના છે પ્રધાન પ્રધાન સૂર અસુરો અને યોગીઓ જેમની સ્તુતિ કરે છે જે દેવરૂપી કમળ માટે સૂર્ય અને મંગલ કાર્યોનું આશ્રયસ્થાન છે એ પરાત્પર અને મહાન દેવ ગણેશજીની હુ કરું છું

ganesh-stotram-ganesh-runmuki-stotram-gujarati

 

આ ઉત્તમ સ્તોત્ર મહાપુણ્ય આપનારુ,  વિઘ્નોનો નાશ કરનારૂ અને મનુષ્યના તમામ શોકને હરનારુ છે જે પ્રાતઃકાળે બપોરે અને સંઘ્યા સમયે ઊઠી આ સ્તોત્રનો પાઠ કરે છે તે વિધ્નોથી સંપૂર્ણ મુક્તિ મેળવી લે છે



અંગારકી સંકષ્ટ ચતુર્થી વ્રત- કથા,મહાત્મય Youtube પર સાભળો



શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 


ganesh 12 name gujarati

 

ganesh stuti gujarati,

ganesh puja vidhi mantra  home

 

ganesh 21  name gujarati

 


સોમવાર, 15 નવેમ્બર, 2021

આજે તુલસી વિવાહના ખાસ યોગ પર સંઘ્યા સમયે કરો આ ઉપાય બધી મનોકામનાઓ પૂર્ણ થશે.| Tulsi Vivah Upay Gujarati | Okhaharan

આજે તુલસી વિવાહના ખાસ યોગ પર સંઘ્યા સમયે કરો આ ઉપાય બધી મનોકામનાઓ પૂર્ણ થશે.| Tulsi Vivah Upay Gujarati | Okhaharan 

Tulsi-Vivah-Upay-2021-Gujarati
Tulsi-Vivah-Upay-2021-Gujarati


શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું  કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ ને દેવઉઠી , પ્રબોધિની એકાદશી , તુલસી વિવાહ એકાદશી કહેવાય છે.આજના દિવસે ચાર માસ પછી જગત ના પાલનહાર શ્રી વિષ્ણું ભગવાન યોગ નિંદ્રામાંથી જાગે છે.

પાછલા લેખમાં જાણું કે કેમ તુલસી અને શાલિગ્રામના વિવાહ કરવામાં આવે છે હવે આપણે જાણીશું કેટલાક સંઘ્યા સમય ના ઉપાય જેથી વિષ્ણું ભગવાન અને તુલસીમાતા પ્રસન્ન થઈ સવૅ મનોકામના પૂણૅ કરશે.


તુલસી વિવાહ નું મહત્વ વાચવાં અહી ક્લિક કરો.


પીપળના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. તુલસી વિવાહ એકાદશી ના દિવસે પીપળના વૃક્ષને જળ ચઢાવવાથી અને સાંજે ખાસ કરીને પીપળના વૃક્ષ પાસે ચોખ્ખા ઘી નો દીવો પ્રગટાવવાથી અને સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રની એક માળા કરો આમ કરવાથી ભગવાન વિષ્ણુ તમારી પર પ્રસન્ન થઈ સવૅ મનોકામનાઓ પૂર્ણ કરે છે. 


તુલસી વિવાહ એકાદશી દિવસે પૂજા સમયે શ્રી હરિને ધન ઘાન્ય મંદિર અથવા પુજન સમયે  અર્પણ કરવું અને દક્ષિણા મુકો . આ પછી આ પૈસા તમારા ઘન રાખવાની જગ્યાએ અથવા તમારા પાકીટમાં રાખો.

તુલસી વિવાહ એકાદશી તુલસીજી આસપાસ પુવ્ મુખ રહે એ રીતે શુદ્ધ ઘીના 11 દીવા પ્રગટાવો અને જોડે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જાપ કરો. આ મંત્રનો જાપ કરતી વખતે તુલસીજીની 11 પદક્ષિણા કરો. આવું કરવાથી માતા તુલસી તમામ પ્રકારના રોગ અને કોઈપણ દોષ દૂર કરશે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ સંપત્તિ લાવશે.  

tulsi-mata-stuti-lyrics-in-gujarati

 

જો કોઈ ઘરના સભ્ય કે વ્યક્તિના લગ્નમાં વારવારં અવરોધ આવે તો તુલસી વિવાહ એકાદશી દિવસે તુલસી વિવાહનું કોઈપણ મંદિર અથવા પોતાના ઘરે વિઘિ વિઘાન તુલસી વિવાહ આયોજન કરવું જોઈએ. તેમજ તુલસી માતાનો મંગલાષ્ટકનો નામનો પાઠ કરવાથી લગ્નમાં આવતા દરેક  અવરોધો દૂર થાય છે. 

Tulsi-chalisa-with-gujarati-lyrics

તમે નોકરી કે ધંધામાં સારી પ્રગતિ મેળવવા માટે તુલસી વિવાહ એકાદશી દિવસે શ્યામા તુલસી જે એક તુલસીનો પ્રકાર છે એના તુલસીનાં મૂળમાં પીળા રંગનો ટુકડો લઈને બાંધીને તમારી  ઓફિસ કે દુકાનમાં રાખો. આમ કરવાથી દરેક પ્રકારની સવૅ મનોકામના પૂર્ણ થાય. 

એકાદશી કેટલાક નિમ્લિખિત કામ ના કરવા જોઈએ વાચવાં અહી ક્લિક કરો.  

 

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ 


વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 




શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 


શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

આજે એકવાર પાઠ કરો તુલસી 108 નામ ગુજરાતી લખાણ સાથે | Tulsi 108 Name in Gujarati | Okhaharan

આજે  એકવાર પાઠ કરો તુલસી 108 નામ ગુજરાતી લખાણ સાથે | Tulsi 108 Name in Gujarati | Okhaharan 

Tulsi-108-Name-in-Gujarati-Lyrics
Tulsi-108-Name-in-Gujarati-Lyrics


॥ શ્રીતુલસી અષ્ટોત્તરશતનામાવલી ॥

ૐ શ્રી તુલસ્યૈ નમઃ ।

ૐ નન્દિન્યૈ નમઃ ।

ૐ દેવ્યૈ નમઃ ।

ૐ શિખિન્યૈ નમઃ ।

ૐ ધારિણ્યૈ નમઃ ।

ૐ ધાત્ર્યૈ નમઃ ।

ૐ સાવિત્ર્યૈ નમઃ ।

ૐ સત્યસન્ધાયૈ નમઃ ।

ૐ કાલહારિણ્યૈ નમઃ ।

ૐ ગૌર્યૈ નમઃ । ॥ 10 ॥

Tulsi-chalisa-with-gujarati-lyrics


ૐ દેવગીતાયૈ નમઃ ।

ૐ દ્રવીયસ્યૈ નમઃ ।

ૐ પદ્મિન્યૈ નમઃ ।

ૐ સીતાયૈ નમઃ ।

ૐ રુક્મિણ્યૈ નમઃ ।

ૐ પ્રિયભૂષણાયૈ નમઃ ।

ૐ શ્રેયસ્યૈ નમઃ ।

ૐ શ્રીમત્યૈ નમઃ ।

ૐ માન્યાયૈ નમઃ ।

ૐ ગૌર્યૈ નમઃ । ॥ 20 ॥


tulsi-mata-stuti-lyrics-in-gujarati

ૐ ગૌતમાર્ચિતાયૈ નમઃ ।

ૐ ત્રેતાયૈ નમઃ ।

ૐ ત્રિપથગાયૈ નમઃ ।

ૐ ત્રિપાદાયૈ નમઃ ।

ૐ ત્રૈમૂર્ત્યૈ નમઃ ।

ૐ જગત્રયાયૈ નમઃ ।

ૐ ત્રાસિન્યૈ નમઃ ।

ૐ ગાત્રાયૈ નમઃ ।

ૐ ગાત્રિયાયૈ નમઃ ।

ૐ ગર્ભવારિણ્યૈ નમઃ । ॥ 30 ॥


ૐ શોભનાયૈ નમઃ ।

ૐ સમાયૈ નમઃ ।

ૐ દ્વિરદાયૈ નમઃ ।

ૐ આરાદ્યૈ નમઃ ।

ૐ યજ્ઞવિદ્યાયૈ નમઃ ।

ૐ મહાવિદ્યાયૈ નમઃ ।

ૐ ગુહ્યવિદ્યાયૈ નમઃ ।

ૐ કામાક્ષ્યૈ નમઃ ।

ૐ કુલાયૈ નમઃ ।

ૐ શ્રીયૈ નમઃ । ॥ 40 ॥


 

 ૐ ભૂમ્યૈ નમઃ ।

ૐ ભવિત્ર્યૈ નમઃ ।

ૐ સાવિત્ર્યૈ નમઃ ।

ૐ સરવેદવિદામ્વરાયૈ નમઃ ।

ૐ શંખિન્યૈ નમઃ ।

ૐ ચક્રિણ્યૈ નમઃ ।

ૐ ચારિણ્યૈ નમઃ ।

ૐ ચપલેક્ષણાયૈ નમઃ ।

ૐ પીતામ્બરાયૈ નમઃ ।

ૐ પ્રોત સોમાયૈ નમઃ । ॥ 50 ॥


Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics

 ૐ સૌરસાયૈ નમઃ ।

ૐ અક્ષિણ્યૈ નમઃ ।

ૐ અમ્બાયૈ નમઃ ।

ૐ સરસ્વત્યૈ નમઃ ।

ૐ સંશ્રયાયૈ નમઃ ।

ૐ સર્વ દેવત્યૈ નમઃ ।

ૐ વિશ્વાશ્રયાયૈ નમઃ ।

ૐ સુગન્ધિન્યૈ નમઃ ।

ૐ સુવાસનાયૈ નમઃ ।

ૐ વરદાયૈ નમઃ । ॥ 60 ॥



ૐ સુશ્રોણ્યૈ નમઃ ।

ૐ ચન્દ્રભાગાયૈ નમઃ ।

ૐ યમુનાપ્રિયાયૈ નમઃ ।

ૐ કાવેર્યૈ નમઃ ।

ૐ મણિકર્ણિકાયૈ નમઃ ।

ૐ અર્ચિન્યૈ નમઃ ।

ૐ સ્થાયિન્યૈ નમઃ ।

ૐ દાનપ્રદાયૈ નમઃ ।

ૐ ધનવત્યૈ નમઃ ।

ૐ સોચ્યમાનસાયૈ નમઃ । ॥ 70 ॥


Tulsi-Vivah-Katha-Gujarati 

 ૐ શુચિન્યૈ નમઃ ।

ૐ શ્રેયસ્યૈ નમઃ ।

ૐ પ્રીતિચિન્તેક્ષણ્યૈ નમઃ ।

ૐ વિભૂત્યૈ નમઃ ।

ૐ આકૃત્યૈ નમઃ ।

ૐ આવિર્ભૂત્યૈ નમઃ ।

ૐ પ્રભાવિન્યૈ નમઃ ।

ૐ ગન્ધિન્યૈ નમઃ ।

ૐ સ્વર્ગિન્યૈ નમઃ ।

ૐ ગદાયૈ નમઃ । ॥ 80 ॥


ૐ વેદ્યાયૈ નમઃ ।

ૐ પ્રભાયૈ નમઃ ।

ૐ સારસ્યૈ નમઃ ।

ૐ સરસિવાસાયૈ નમઃ ।

ૐ સરસ્વત્યૈ નમઃ ।

ૐ શરાવત્યૈ નમઃ ।

ૐ રસિન્યૈ નમઃ ।

ૐ કાળિન્યૈ નમઃ ।

ૐ શ્રેયોવત્યૈ નમઃ ।

ૐ યામાયૈ નમઃ । ॥ 90 ॥


ૐ બ્રહ્મપ્રિયાયૈ નમઃ ।

ૐ શ્યામસુન્દરાયૈ નમઃ ।

ૐ રત્નરૂપિણ્યૈ નમઃ ।

ૐ શમનિધિન્યૈ નમઃ ।

ૐ શતાનન્દાયૈ નમઃ ।

ૐ શતદ્યુતયે નમઃ ।

ૐ શિતિકણ્ઠાયૈ નમઃ ।

ૐ પ્રયાયૈ નમઃ ।

ૐ ધાત્ર્યૈ નમઃ ।

ૐ શ્રી વૃન્દાવન્યૈ નમઃ । ॥ 100 ॥


ૐ કૃષ્ણાયૈ નમઃ ।

ૐ ભક્તવત્સલાયૈ નમઃ ।

ૐ ગોપિકાક્રીડાયૈ નમઃ ।

ૐ હરાયૈ નમઃ ।

ૐ અમૃતરૂપિણ્યૈ નમઃ ।

ૐ ભૂમ્યૈ નમઃ ।

ૐ શ્રી કૃષ્ણકાન્તાયૈ નમઃ ।

ૐ શ્રી તુલસ્યૈ નમઃ ॥ 108 ॥

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ 


વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 




શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 


શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

તુલસી વિવાહ કથા | ગુજરાતીમાં કેમ શાલીગ્રામ જોડે લગ્ન થાય છે ? | Tulsi Vivah Katha Gujaratima | Okhaharan |

તુલસી વિવાહ કથા | ગુજરાતીમાં કેમ શાલીગ્રામ જોડે લગ્ન થાય છે ? | Tulsi Vivah Katha Gujaratima | Okhaharan | 

Tulsi-Vivah-Katha-Gujarati
Tulsi-Vivah-Katha-Gujarati

 

કારતક માસના સુદ પક્ષની અગિયારસ તિથિને દેવઉઠી, પ્રબોઘીની અને તુલસી વિવાહ એકાદશી કહેવામાં આવે છે અને સાથે તુલસી વિવાહ નો પર્વ ઉજવાય છે. આ અગિયારસના દિવસે હરસો ઉલ્લાસ ધૂમધામથી તુલસીજી ના વિવાહ ભગવાન શાલીગ્રામ સાથે કરવામાં આવે છે. આ વર્ષે તુલસી વિવાહ ઉત્સવ મંદિરો એટલે કે આજે ઉજવાસે. પણ સવાલ એવો થાય કે તુલસીજીના વિવાહ શાલીગ્રામ સાથે કેમ એ આપણે આગળ વિડીયો શિવપુરાણ નો એક ભાગ ની વાત કરીશું.  


Tulsi-chalisa-with-gujarati-lyrics

તુલસી વિવાહનું મહત્વ

તુલસી માતાને મા લક્ષ્મીનું એક સ્વરૂપ માનવામા આવે છે. તુલસી ના વિવાહ ભગવાન શાલીગ્રામ સાથે થયા હતા. શાલીગ્રામ કોણ ભગવાન શાલીગ્રામ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર શ્રીકૃષ્ણના એક સ્વરૂપ છે. તુલસીજીને વિષ્ણુ પ્રિયા પણ કહેવામાં આવે છે. જે ઘરમાં તુલસીની પૂજા થાય છે, તે ઘરમાં ક્યારેય પણ ધન-ધાન્યની ઉણપ આવતી નથી જીવન સુખ શાંતિમય રહે છે. તુલસી વિવાહની સાથે વિવાહ અને માંગલિક કાર્યોની શરૂઆત થાય છે.


શિવપુરાણની કથાઓ અનુસાર, જલંધર નામના શક્તિશાળી અસુરના વિવાહ સુદંર અને પરમ વિષ્ણું ભકત વૃંદા નામની એક કન્યા સાથે થવાનો હતો. વૃંદાની ભક્તિ લીધે તથા એના  સતીત્વના બળ પર જલંધર અજેય અને દરેક નાના યુદ્રમાં વિજય બનતો. બધા દેવતા તેનાથી કંટાળી ચૂક્યા હતા. એકવાર તેણે પાર્વતી માતા પર કુદૃષ્ટિ નાખી તો ત્રિદેવોએ તેના વધની યોજના બનાવી. ભગવાન શિવે તેની સાથે યુદ્ધ કર્યુ જેમાં તેઓ હારી ગયા. કારણ કે જલંધર શિવના ત્રીજા નેત્ર ની જવાળા માંથી ઉત્પન થયો હતો.


tulsi-mata-stuti-lyrics-in-gujarati

આ જોઈને સવૅ દેવતા દુ:ખી થઈને ભગવાન વિષ્ણુની શરણમાં ગયાં. વિષ્ણુએ પોતાની માયાથી જલંધરનો રૂપ ધારણ કરી લીધુ. અને તેમણે વૃંદા જે જલઘંરની પત્ની થવાની હતી તેનું  સતીત્વને ભંગ કરી નાખ્યું તો જલંધરની શક્તિ ધીરે-ધીરે ક્ષીણ થઈ અને તે દેવતાઓ સાથેના યુદ્ધમાં મરણ પામ્યો. આ બાજું ત્યાં સુધી વૃંદા શ્રી વિષ્ણુ ભગવાનના છળને સમજી ચૂકી હતી. અને પોતાના તનાર પતિના મુત્યુ ના સમાચાર સાભળીને દુ:ખી વૃંદાએ ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપી દીધો. બઘા દેવી - દેવતાઓની વિનંતી અને માતા લક્ષ્મીની જોઈને વૃંદાએ પોતાનો શ્રાપ પાછો લઈ લીધો. પણ તેની ભક્તિ લીઘે તેના શ્રાપ માં ઘણું સત્ય હતું પરંતુ ભગવાન વિષ્ણુ તેમના કર્યાનું પ્રાયશ્ચિત કરવા માગતા હતા. તેમણે વૃંદાના શ્રાપને જીવિત રાખવા માટે પોતાની જાતને એક શાલિગ્રામ સ્વરૂપમાં પ્રકટ કર્યો જે શાલિગ્રામ કહેવાયું.


દુ:ખી વૃંદા પોતાના પતિ જલંધરની યાદમાં તેજ ક્ષણે સાથે જ સતી થઈ ગઈ. વૃંદાની રાખથી તુલસીનો છોડ ઉત્પન્ન થયો. વૃંદાનું માન જાળવવા માટે દેવતાઓએ શાલિગ્રામ સ્વરૂપી વિષ્ણુ ભગવાનનો વિવાહ તુલસી સાથે કરાવ્યો. તેને સમય કારતક માસની સુદ પક્ષની એકાદશી દેવઊઠી અગિયારસ કહેવાય છે.


ત્યાર પછી ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું હતું કે, ‘આવતા જન્મમાં તમે એક છોડ સ્વરુપે પ્રકટ થશો. જેનું નામ હશે તુલસી. તમે મને લક્ષ્મી કરતા વધારે પ્રિય હશો, તમારું સ્થાન મારા દરેક શુભ કાયૅમાં હશે . આટલું જ નહીં હું તમારી વગર કોઈ જ પ્રકારનું ભોજન પણ નહીં કરું.’ તેથી જ ભગવાન વિષ્ણુ કે તેમના તમામ અવતારની પૂજાના પ્રસાદમાં તુલસી હોવી અનિવાર્ય છે.

એકાદશી કેટલાક નિમ્લિખિત કામ ના કરવા જોઈએ વાચવાં અહી ક્લિક કરો.  

 



શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 


શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇