શુક્રવાર, 11 માર્ચ, 2022

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 11 થી 15 છંદ નો અથૅ ‌નો આવો થાય છે | Anand No Garbo Meaning 11 to 15 Gujarati | Okhaharan

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના છંદ નો અથૅ ‌નો આવો થાય છે | Anand No Garbo Meaning 11 to 15 Gujarati | Okhaharan

Anand-No-Garbo-Meaning-11-to-15-Gujarati
Anand-No-Garbo-Meaning-11-to-15-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આજે આપણે જાણીશું ભક્ત વલ્લભ ભટ્ટ રચિત માં બહુચર પરમ ભક્તિ કરવાનો આનંદ નો ગરબા ગુજરાતી માં અથૅ. 

 માં બહુચર નો બાલાષ્ટક પાઠ કરો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


આનંદ નો ગરબો એ માં બહુચર ની ભક્તિ કરવાનો તથા સવૅ શ્રેષ્ઠ પાઠ માનવામા આવે છે. આનંદ ના ગરબા ની રચના માઈ ભક્ત વલ્લભ ભટ્ટ કરી હતી ત્યારે એ સમયેએમની ઉમંર 13 વષૅ ની હતી એવું કહેવાય છે. માં બહુચર ભક્ત વલ્લભ ભટ્ટ ના જીભ ના અગ્ર પર બેસી ને આનંદ ના ગરબા ની રચના કરી હતી. આનંદ ના ગરબા કુલ 118 છંદ નો છે અને દરેક છંદ નો અલગ અલગ મહત્વ અને અથૅ થાય છે. તો ચાલો આજે આપણે જાણીયે 11 થી 15 છંદ નો અથૅ. દરેક છંદ અને તેની નીચે દરેક નો અથૅ કહેવામાં આવ્યો છે.


 

મારકંડ મુનિરાય, મુખમહાત્મ ભાખ્યું મા
જૈમિનિ ઋષિ જેવાય, ઉર અંતર રાખ્યું મા.  || ૧૧ ||

જય શ્રી બહુચર માં માડી મારકંડ મુનિએ આપનો મહિમા દેવી ભાગવતમાં પોતાના મુખથી જૈમિની ઋષિ આગળ સપ્તશતીરૂપે કહી સંભાળવ્યુ. તે તેમણે પોતાના હ્રદયમાં ધારણ કરી રાખ્યું હતું. અપ્રાપ્ય અગમ અપાર છતાં. રહસ્ય સાથે મળવાથી તેમના જીવનને ધન્ય માની તેમાં લીન રહેતા હતા. આપની મોહમાયાનુ મહાત્મ્ય પામે શકે તેવા પામરજનોની શું ગુંજાશ છે || ૧૧ ||


શ્રી બહુચર માં નો આ 52 ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


અણ ગણ ગુણ ગતિ ગોત, ખેલ ખરો ન્યારો મા
માત જાગતિ જ્યોત, જળહળ તો પારો મા   || ૧૨ ||

જય શ્રી બહુચર માં માડી તમારા ગુણ તથા આપની ગતિ અને ગોત એ ગણી શકાય નહીં તેવા છો.  આપની ગુણ , કિયા અને જ્ઞાન આ ત્રણેય શક્તિ ઓ અસંખ્ય છે. આનો અર્થ એ છે કે જગતની અંદર ત્રણ શક્તિ જાહેર માં છે. બ્રાહ્મંડ માં સજૅન રૂપે જાગૃતિ જયોતિ સાક્ષી સ્વરૂપ તથા જળહળતાં પાટા જેવા પ્રજ્વલિત સ્વરૂપ આપજ છો. તમારી લીલા ન્યારી છે. જે સમજવી અશક્ય છે.. || ૧૨ ||



 

જશ તૃણ વત ગુણ ગાન, કહુ ઊડળ ગુડળ મા
ભરવા બુદ્ધિ બે હાથ, ઓદ્યામાં ઉંડળ માં  || ૧૩ ||

જય શ્રી બહુચર માં  માડી અલ્પ સમાન આપના ગુણગાથા કથાઓ કહેવા વિચારૂં છું. તોપણ અવળી સવળી કથવા માગું છું. કેમકે આપના ગુણના ઢગલામાંથી  ફક્ત મારી બાથમાં માઈ શકે યાને ઉડળ જેટલા યશગુણ ગાવા કે હ્રદય માં ગ્રહણ કરવા માટે ફક્ત મારી પાસે બુદ્ધિરૂપે બે હાથ છે.એટલે તેનાથી વધારે મેળવાનું અશક્તિ માન છું || ૧૩ ||

 

માં બહુચર નો આ 40 ગુણ નો પાઠ સવૅ કષ્ટ દુર થાય ગુજરાતી લખાણ સાથે જે તમે હજી સુધી નહીં વાંચ્યો હોય અહી ક્લિક કરો. 


પાગ નમાવી શીશ, કહું ઘેલું ગાંડુ મા
માત ન ધરશો રીસ, છો ખુલ્લું ખાંડુ મા  || ૧૪ ||

જય શ્રી બહુચર માં  માડી હું આપના ચલણક્રમણમાં  શીશ નમાવી જે કંઈ ગાંડા ધેલા શબ્દો ઉચ્ચારૂ છું તે સંબંધી આપ ગુસ્સો લાવતા નહીં. જો કે આપ ખુલ્લે ખાંડા ની ધાર જેવા હોવાથી થતાં અપરાધની તુરતજ શિક્ષા આપવા સ્વતંત્ર છો. ગાંડા ધેલા શબ્દો પણ આપને પ્યારાજ લાગશે કેમકે બાળકનાં તેવા શબ્દો પર માં કદી રીશા લાવતા જ નથી. પણ ઉલટાના વાસ્તલ્ય પ્રેમ આણી અપરાધનો અપવાદ નથી લાગતા આનંદ વષૉવે છે || ૧૪ ||



 

 આદ્ય નિરંજન એક, અલખ અકળ રાણી મા
તુજ થી અવર અનેક, વિસ્તરતાં જાણી મા  || ૧૫ ||

જય શ્રી બહુચર માં   માડી સૃષ્ટિના પ્રારંભકાળ થી તું એકજ મહાશક્તિ છે. આદિ નિરંજન નારાયણ ભગવાન કે જે અલખ અને અકળ હતાં. તે પરમ પુરૂષના આપ પ્રકૃતિ મહારાણી હતાં. ત્યારપછી આપની ઈચ્છા થી આપના અંશભુત બીજા અનેક માયા સ્વરૂપ પ્રકટ થયા અને અનેક શક્તિઓનાં વિસ્તાર વાળી લીલા બતાવી છે. અનેક રૂપો ધારણ કરનારી આપ મહામાયા છો.. || ૧૫ ||

તમે આનંદ નો ગરબો પાઠ કરતા હશો પણ તમને ખબર છે આ પાઠ કરવાથી શું ફળ મળે છે? તો જાણો ભક્ત વલ્લભ રચિત આનંદ ના ગરબાનું ફળ ગુજરાતીમાં અહીં ક્લિક કરો

 

 વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 16 થી 20 છંદ નો અથૅ ‌નો આવો થાય છે

 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 6 થી 10 છંદ નો અથૅ ‌નો આવો થાય છે અહી ક્લિક કરો. 

  

 અમારી સાથે જોડાયેલા રહેજો અમે આગળ છંદ મુકીયે છે. 

 માં બહુચર ની ભક્તિ માટે  મોબાઈલ એપ જેમાં મંત્ર , ચાલીસા , બાવની વગેરે.. ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.  

 

માં બહુચર ની આ સ્તુતિ કરો સવૅ ગુણ ચમત્કાર પાઠ જે તે હજું સુધી નહીં વાંચ્યો હોય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 


જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇 

ગુરુવાર, 10 માર્ચ, 2022

આમલકી એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Aamlaki ekadashi 2026 Gujarati | Okhaharan

આમલકી એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Aamlaki Ekadashi 2026 Gujarati | Okhaharan

Aamlaki-ekadashi-2026-Gujarati
Aamlaki-ekadashi-2022-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ ફાગણ માસની સુદ પક્ષની  આમલકી એકાદશી 26 કે 27 ફેબ્રુઆરી?  ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે?

એકાદશી ના દિવસે નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.  


Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics 

 

ૐ નમો ભગવતે વાસુદેવાય

હિન્દુ શાસ્ત્રોમાં શ્રી વિષ્ણું ભગવાનની કૃપા પ્રાપ્તિ માટે સૌથી ઉત્તમ વ્રત એકાદશી નું છે જે તિથિનું એક વિશેષ મહત્વ છે. ફાગણ માસની સુદ પક્ષની  એકાદશી તિથિ ને આમલકી એકાદશી કહેવાય છે. એકાદશી તિથિ દર માસમાં બે વાર આવે છે એક તો સુદ પક્ષ અને બીજી વદ પક્ષ. એકાદશી ની તિથિ જગત ના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. તેમાં પણ ફાગણ માસ ની આ આમલકી એકાદશીના દિવસે અશરણોને શરણ આપનાર શ્રી હરિ નારાયણ નું પુજન કરવાનું માહાત્મ્ય વઘારે છે. અથવા તેમના દશ અવતાર માંથી કોઈ પણ અવતાર નું પુજન કરવામાં આવે છે.

હોળાષ્ટકમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો. 


ફાગણ માસની સુદ પક્ષની એકાદશી ને આમલકી એકાદશી કહે છે. એવું માનવામાં આવે છે આમળા ની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુ આંસુ થી થઈ હતી  પૃથ્વી પડ્યું ત્યા આમળા ની ઉત્પત્તિ થઈ અને એ તિથિ ફાગણ સુદ એકાદશી હતી માટે આ એકાદશી ને આમલકી એકાદશી કહેવાય છે આ દિવસે વિશેષ આમળા વૃક્ષ ની ધુન દિવસ નૈવેદ્ય પ્રદક્ષિણા કરી પૂજા કરવામાં આવે છે અને ખાસ ભગવાન ને પુજન તથા મંદિર માં આમળા ભોગ તથા આમળા કોઈ પણ વસ્તુ ફારરી બનાય ને આપણૅ કરવાની હોય છે. ફાગણ માસની શુક્લ પક્ષની આમલકી એકાદશી  ને રંગપચમી એકાદશી કહે આ દિવસ મંદિરમાં ભગવાન ગુલાલ છાંટ કરવામા આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ એકાદશી ની તિથિ ના દિવસે ભગવાન વિષ્ણુને અપણૅ કરવાથી મનુષ્ય જાણે તપ, યજ્ઞ, દાન કર્યા છે તેમ માનવામાં આવે છે.   


ૐ નારાયણાય વિદ્મહે, વાસુદેવાય ધીમહી. તન્નો વિષ્ણુ પ્રચોદયાત્ ।


 

એકાદશીના દિવસે બીજું કોનું પુજન કરવાથી પુણ્ય ફળ મળે છે.
એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન સાથે સાથે કામધેનુ ગાયમાતા ના, વૃંદા એટલે તુલસી માતા પીપળા વૃક્ષ , શિવલિંગ નું પુજન કરવામાં આવે છે આમ કરવાથી ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન ના કહેવા મુજબ કશું શેષ રહેતું નથી.

એકાદશીના ઉપવાસ કોણ કરી શકે કરી કેવી રીતે.
એકાદશી નું વ્રત ઉપવાસ વ્રત વૈષ્ણવ, શુદ્ધ, ક્ષત્રિય કે વેશ્ય પછી નાના મોટા કોઈ પણ આ વ્રત કરી શકે છે . એકાદશી જો કોઈ બીમાર વ્યક્તિ કોઈ રોગથી પીડાતો હોય , ઉમંરલાયક વ્યક્તિ વૃદ્ધાવસ્થા, નાના બાળક અથવા વ્યસ્ત વ્યક્તિ એટલે મજુરી વઘારે શ્રમ કરતા હોય તો એક જ વેળાનું વ્રત કરવું જોઈએ તેમાં ફળો ખાવા જોઈએ. જો આ પણ શક્ય ન હોય તો આ દિવસે ચોખા અને મીઠું ન ખાવા જોઈએ. ભગવાન વિષ્ણુ અથવા તમારા ઈષ્ટદેવની પૂજા કરો.
 
દર મારે બે એકાદશી અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો  ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. હવે આપણે જાણીએ ફાગણ માસ શુક્લ પક્ષની આમલકી એકાદશીતિથિ માહિતી  


એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

 આ વષે 2026 ની આમલકી એકાદશીની શરૂઆત 


શરૂઆત 27 ફેબ્રુઆરી  2026 સવારે 1:00 મિનિટ


એકાદશી તિથિ સમાપ્તિ 27 ફેબ્રુઆરી 2026 રાત્રે 10:32 મિનિટ


ઉપવાસ  સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે ઉપવાસ 27 ફેબ્રુઆરી 2026  કરવો


27 ફેબ્રુઆરી 2026   પુજન નો શુભ સમય સવારે 6:52 થી 11:11 સુધી છે
પારણા નો સમય 28 ફેબ્રુઆરી 2026   
સવારે  6:32 થી 8:19 સુધી નો છે.

 


ફાગણમાસની સુદ પક્ષની આમલકી એકાદશીનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરવાથી આ વ્રત નું પુણ્ય એક હજાર ગૌ દાન ફળ બરાબર છે મનુષ્ય સમસ્ત પાપ નષ્ટ થઈને સ્વગૅ માં સ્થાન મળે.


મિત્રો આ હતી આમલકી એકાદશી ની સંપૂર્ણ માહિતી હું આશા રાખુ આપને પસંદ આવશે માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ જય શ્રી કૃષ્ણ જરૂર લખજો.

આમલકી એકાદશી વ્રત ઉપવાસ કરવો તથા વ્રત કથા વાંચવાથી એક હજાર ગૌદાની ના ફળ બરાબર ફળ મળે છે અહી ક્લિક કરો.  

 


હોળાષ્ટકમાં ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

 

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

 

  જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

આજનો તેલ બજાર ભાવ વઘ્યાં 10 -3- 2022 નો ગુજરાત તેલ બજાર નો ભાવ | Gujarat Tel Bazar Bhav Today | Okhaharan

આજનો તેલ બજાર ભાવ વઘ્યાં 10 -3- 2022 નો ગુજરાત તેલ બજાર નો ભાવ | Gujarat Tel Bazar Bhav Today | Okhaharan

Tel-bazar-bhav-gujarat-today
Tel-bazar-bhav-gujarat-today

 

 સુપ્રભાત મિત્રો સ્વાગત છે તમારૂ ગુજરાતી ભક્તિ લેખમાં આજે હું કંઈક નવુ લઈને આવ્યો છું આજના ભાવ સમાચાર આજે જાણીશું તારીખ 10-3-2022 નો તેલ બજાર નો ભાવ આવી દરરોજ તેલ બજારની ભાવની માહિતી માટે આ વેબસાઈટ ને ફોલો કરો

હોળાષ્ટકમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.  

આજનો 5 કિલો ગ્રામનો ભાવ  સોયાબીન:-   933 /- રૂપિયા    

આજના ૧૫ કિ.ગ્રા નો ભાવ  સોયાબીન:-  2800/- રૂપિયા


આજનો 5 કિલો ગ્રામનો ભાવ દિવેલ :- 800 /- રૂપિયા                          

આજના ૧૫ કિ.ગ્રા નો ભાવ દિવેલ :- 2400 /- રૂપિયા


આજનો 5 કિલો ગ્રામનો ભાવ કપાસિયા :- 883/- રૂપિયા                          

આજના ૧૫ કિ.ગ્રા નો ભાવ કપાસિયા :- 2650/- રૂપિયા


આજનો 5 કિલો ગ્રામનો ભાવ પામોલીન :- 850 /- રૂપિયા    

આજના ૧૫ કિ.ગ્રા નો ભાવ પામોલીન :- 2550 /- રૂપિયા


આજનો 5 કિલો ગ્રામનો ભાવ કોપરેલ :- 966 /- રૂપિયા                           

આજના ૧૫ કિ.ગ્રા નો ભાવ  કોપરેલ :- 2900 /- રૂપિયા


આજનો 5 કિલો ગ્રામનો ભાવ સરસિયું તેલ :- 900 /- રૂપિયા    

આજના ૧૫ કિ.ગ્રા નો ભાવ  સરસિયું તેલ :- 2700/- રૂપિયા 

 હોળાષ્ટકમાં નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.

આજના નો ભાવ ૫ લિટર     સનફ્લાવર :- 900 રૂપિયા     

આજના  નો ભાવ ૧૫ લિટર   સનફ્લાવર  :- 2700  રૂપિયા


આજના નો ભાવ ૫ લિટર    તિરુપતિ કપાસ :- 850 /- રૂપિયા  

આજના  નો ભાવ ૧૫ લિટર   તિરુપતિ કપાસ :- 2550/- રૂપિયા



 આજના નો ભાવ ૫ લિટર    સિંગતેલ :- 840 /- રૂપિયા     

આજના  નો ભાવ ૧૫ લિટર   સિંગતેલ :- 2520 /- રૂપિયા

હોળાષ્ટકમાં ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 હોળાષ્ટક દરમિયાન શું કરવું ? | હોળાષ્ટક શું ના કરવું? અહી ક્લિક કરો. 

 

 Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics

 

ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

 

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   


 


In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

  જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 

હોળાષ્ટક સમયમાં શ્રી કૃષ્ણ આ સ્ત્રોત પાઠ કરવાથી દુઃખી ના દુઃખ હરે અંતે જીવને કૃષ્ણ ચરણમાં સ્થાન મળે | Govind Damodar Stotra Gujarati Lyrics | Okhaharan

 હોળાષ્ટક સમયમાં શ્રી કૃષ્ણ આ સ્ત્રોત પાઠ કરવાથી દુઃખી ના દુઃખ હરે અંતે જીવને કૃષ્ણ ચરણમાં સ્થાન મળે | Govind Damodar Stotra Gujarati Lyrics | Okhaharan

Govind-Damodar-Stotra-Gujarati-Lyrics
Govind-Damodar-Stotra-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં  હોળાષ્ટક સમયમાં શ્રી કૃષ્ણ ગોવિંદ દામોદર સ્ત્રોત પાઠ કરવાથી દુઃખી ના દુઃખ હરે અંતે જીવને કૃષ્ણ ચરણમાં સ્થાન મળે 


હોળાષ્ટકમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો. 


શ્રી ગોવિંદ દામોદર સ્ત્રોત

કરારવિન્દેન પદારવિન્દં મુખારવિન્દે વિનિવેશયન્તમ ।

વટસ્ય પત્રસ્ય પુટે શયાનં બાલં મુકુન્દં મનસા સ્મરામિ ।।1||


શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ ।

જીહવે પિબસ્વામૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ ।।2||


વિક્રેતુકામાકિલગોપકન્યા મુરારિપાદાર્પિતચિત્તવૃત્તિ: ।

દધ્યાદિકં મોહવશાદવોચદ ગોવિંદ દામોદર માધવેતિ ।।3||


ગૃહે ગૃહે ગોપવધુ કદમ્બા: સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ ।

પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યં ગોવિંદ દામોદર માધવેતિ ।।4||


સુખં શયાના નિલયે નિજેપિ નામાનિ વિષ્ણો: પ્રવદંતિ મર્ત્યા:

તે નીશ્ચિતં તન્મયતાં વ્રજંતિ ગોવિંદ દામોદર માધવેતિ ।।5||

 

હોળાષ્ટકમાં નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.


જીહવે સદૈવં ભજ સુંદરાણિ નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણિ ।

સમસ્ત ભક્તાર્તિ વિનાશનાનિ  ગોવિંદ દામોદર માધવેતિ ।।6||


સુખાવસાને ઇદમેવ સારં દુઃખા વસાને ઇદમેવ જ્ઞેયમ ।

દેહાવસાને ઇદમેવ જાપ્યં ગોવિંદ દામોદર માધવેતિ ।।7||


શ્રીકૃષ્ણ રાધાવર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણો ।

જીહવે પિબસ્વામૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ ।।8||


જિહવે રસજ્ઞે મધુરપ્રિયા ત્વં સત્યં હિતં ત્વાં પરમં વદામિ ।

આવર્ણયેથા મધુરાક્ષરાણિ ગોવિંદ દામોદર માધવેતિ ।।9||


ત્વામેવ યાચે મમ દેહિ જિહવે સમાગતે દણ્ડધરે કૃતાન્તે ।

વક્તવ્યમેવં મધુરં સુભક્ત્યા ગોવિંદ દામોદર માધવેતિ ।।10||


શ્રીનાથ વિશ્વેશ્વર વિશ્વમૂર્તે શ્રીદેવકીનન્દન દૈત્યશત્રો ।

જીહવે પિબસ્વામૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ ।।11||


ગોપીપતે કંસરિપો મુકુન્દ લક્ષ્મીપતે કેશવ વાસુદેવ ।

જીહવે પિબસ્વામૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ ।।12||

 

આમલકી એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ અહી ક્લિક કરો.


 

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કર

વાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે


શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   


રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મંગળવાર, 8 માર્ચ, 2022

શ્રી ગણેશ 32 નામ સ્વરૂપ નામ પાઠ માત્રથી સવૅ પરેશાની નાશ થાય છે | Shree Ganesh 32 Names Gujarati | Okhaharan

 શ્રી ગણેશ 32 નામ સ્વરૂપ નામ પાઠ માત્રથી સવૅ પરેશાની નાશ થાય છે | Shree Ganesh 32 Names Gujarati | Okhaharan

Shree-Ganesh-32-Names-Gujarati
Shree-Ganesh-32-Names-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી ગણેશ ભગવાન 32 સ્વરૂપો વિશે જેના નામ પાઠ કરવાથી માત્રથી બધી પ્રકાર ની પરેશાની નાશ પામે છે.


રાત્રે સૂતા પહેલાં શ્રી ગણેશ ની આ સ્તુતિ કરી લેજો સવૅ પ્રકારના વિધ્નો નાશ પામશે અહી ક્લિક કરો.  

શ્રી ગણેશ પાવૅતી નંદન અને મહાદેવ પુત્ર છે તેમને માતા પાવૅતી પિતા મહાદેવ ના આશીર્વાદ થી પ્રથમ પુજ્ય દેવ કહેવાય છે . શ્રી ગણેશ નો પંચ મુખ્ય દેવ માં પણ સમાવેશ થયેલ છે. જેમાં પંચ દેવ એટલે શ્રી ગણેશ , વિષ્ણુ , દેવી દુર્ગા ,દેવો ના દેવ મહાદેવ, તથા સૂર્ય નારાયણ નો સમાવેશ થાય છે.

શ્રી ગણેશ એ રિધ્ધિ સિધ્ધિ ના સ્વમાની છે તથા દરેક કાયૅ નામ લેવાતા શુભ લાભ ના પિતા પણ છે. ભગવાન ગણેશ ની પુજન કરવાથી રિધ્ધિ સિધ્ધિ આવે છે તથા જ્યોતિષ પ્રમાણે ભગવાન ગણેશ નો બુધ ગ્રહ ના દેવતા માનવામાં આવ્યા છે.

દરેક કાયૅ માં ભગવાન ગણેશ નું પ્રથમ કરવું આવશ્યક છે. શ્રી ગણેશ ભક્તોના દરેક વિધ્નો કષ્ટો રોગ ,ગ્રહ દોષ તથા જીવનમાં રહેલી દરિદ્રતા ને દૂર કરનાર છે. બુધવાર ના દિવસે ખાસ જો ગણેશ પુજન કરવામાં આવે તો અનેક ધણા ફાયદા થાય છે. બુધ ગ્રહ એ મિથુન અને કન્યા રાશિનો સ્વામી છે માટે ખાસ આ બે રાશિ વાળા લોકોએ શ્રી ગણેશ નું પુજન આવશ્યક કરવું.

બધા યુગ સમય અનુસાર શ્રી ગણેશ ના અલગ અલગ અવતાર નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ચાલો આપણે એ 32 શ્રી ગણેશ ના અલગ સ્વરૂપ તથા તે નામનો અથૅ જાણીયે.
 
શ્રી બાલ ગણપતિ - જેમના છ હાથ અને લાલ રંગનું શરીર છે

શ્રી તરુણ ગણપતિ - જેમના આઠ હાથ લોહીવાળા રંગનું શરીર.

શ્રી ભક્ત ગણપતિ- જેમના ચાર હાથ સફેદ રંગનું શરીર હોય છે.

શ્રી વીર ગણપતિ - જેમના દસ હાથ લોહીવાળા રંગનું શરીર.

શ્રી શક્તિ ગણપતિ- જેમના ચાર હાથ સાથે સિંદૂર રંગનું શરીર

શ્રી સિદ્ધિ ગણપતિ - જેમના છ હાથવાળા પિંગલ રંગનું શરીર હોય છે.

શ્રી વિઘ્ન ગણપતિ - જેમને દસ હાથ સુવર્ણ શરીર.છે

શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 શ્રી ઉચ્ચિષ્ઠ ગણપતિ –જેમને  ચાર હાથ ધરાવતું વાદળી રંગનું શરીર.

શ્રી હેરંબ ગણપતિ- જેમના આઠ હાથ ગૌર રંગનું શરીર.

શ્રી ઉદ્ધ ગણપતિ - જેમને છ હાથ કનક એટલે સુવર્ણ રંગનું શરીર.

શ્રી ક્ષિપ્ર ગણપતિ - જેમને છ હાથ લોહીવાળા રંગનું શરીર હોય છે

શ્રી લક્ષ્મી ગણપતિ - જેમને આઠ હાથ ગૌર રંગીન શરીર.

શ્રી વિજય ગણપતિ - જેના ચાર હાથ લોહીવાળા રંગનું શરીર હોય છે.

શ્રી મહાગણપતિ- જને આઠ ભુજાઓ રક્તના  રંગનું  શરીર હોય છે.

શ્રી નૃત્ય ગણપતિ - જેમને  છ હાથ રક્ત રંગનુ શરીર.હોય છે

શ્રી એકાક્ષર ગણપતિ - જેમને ચાર હાથ ધરાવતું લોહીવાળા રંગનું શરીર હોય છે

શ્રી હરિદ્ર ગણપતિ - જેમને છ હાથ પીળા રંગનું શરીર હોય છે.

શ્રી ત્રિયક્ષ ગણપતિ - જેમનુ સુવર્ણ એટલે સોનાના રંગનું શરીર, હોય અને ત્રણ આંખો સાથે ચાર હાથ હોય છે.

શ્રી વર ગણપતિ - જેમને છ હાથ રક્ત રંગનું શરીર હોય છે.

શ્રી ઠુન્ડી ગણપતિ -  જેમને ચાર હાથ લોહીવાળા રંગનું શરીર હોય છે..

શ્રી ક્ષિપ્રપ્રસાદ ગણપતિ - જેમને છ હાથ, લોહીની રંગ જેવું શરીર અને ત્રણ આંખવાળા. હોય છે

શ્રી ઋણ મોચન ગણપતિ - જેમને ચાર હાથ લાલ રંગના વસ્ત્રો ધારણ કરે છે.

શ્રી એકદંત ગણપતિ - જેમને છ હાથ શ્યામ રંગ નું શરીર હોય છે .

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.    

 શ્રી સૃષ્ટિ ગણપતિ - જેમને ચાર હાથ હોય છે ઉંદર પર સવારી કરતા લોહીના રંગનું શરીર.હોય છે

શ્રી દ્વિમુખ ગણપતિ - જેમને  ચાર હાથ હોય અને બે મુખવાળા પીળા રંગના શરીર હોય છે.

શ્રી ઉદંડ ગણપતિ - બાર હાથ ધરાવનાર,   લોહીના રંગનું શરીર વાળા તથા હાથમાં કંકુ અને અમૃતનું વાસણ ધરાવે છે.

શ્રી દુર્ગા ગણપતિ - આઠ ભુજાઓ રક્ત રંગીન અને લાલ વસ્ત્રો ધારણ કરે છે.

શ્રી ત્રિમુખ ગણપતિ - જેમને ત્રણ મુખવાળા,હોય છે તથા  છ હાથ હોય અને , લોહીના રંગવાળા શરીર હોય છે

શ્રી યોગ ગણપતિ - યોગ મુદ્રામાં બેઠેલા, વાદળી વસ્ત્રો પહેરીને, ચાર ભુજાઓ સાથે.

શ્રી સિંહ ગણપતિ - સફેદ રંગના આઠ હાથ, સિંહનો મુખ તથા હાથીનું ધડ હોય છે.

શ્રી સંકટ હરણ ગણપતિ - ચાર  હાથ, રક્ત રંગનું શરીર, હીરા જડિત મુગટ પહેરેલો. હોય છે.

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

તો મિત્રો આ હતા શ્રી ગણેશ ભગવાન 32 સ્વરૂપો વિશે જેના નામ પાઠ કરવાથી માત્રથી બધી પ્રકાર ની પરેશાની નાશ પામે છે.

ગણેશ ની ભક્તિ માટે  મોબાઈલ એપ જેમાં મંત્ર , ચાલીસા , બાવની વગેરે.. ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો. 

અંગારકી સંકષ્ટ ચતુર્થી વ્રત- કથા,મહાત્મય Youtube પર સાભળો


શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

 

ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

 

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 

જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇 

 

ganesh puja vidhi mantra  home

 

ganesh 21  name gujarati