રવિવાર, 5 માર્ચ, 2023

હોલિકા દહન ના દિવસે 12 રાશિ પ્રમાણે કરો આ ઉપાય, દૂર થશે બધી સમસ્યાઓ | Holika Dahan 12 Rashi Upay | Okhaharan

હોલિકા દહન ના દિવસે 12 રાશિ પ્રમાણે કરો આ ઉપાય, દૂર થશે બધી સમસ્યાઓ  | Holika Dahan 12 Rashi Upay | Okhaharan

holika-dahan-12-rashi-upay
holika-dahan-12-rashi-upay

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું હોલિકા દહન ના દિવસે 12 રાશિ પ્રમાણે કરો આ ઉપાય, દૂર થશે બધી સમસ્યાઓ તે આજે આ લેખમાં જાણીશું 

તમે ઘણી તકલીફ માથી પસાર થતા હોવ તો જેમ કે બીમારી,ઘરમાં,ઘંઘામાં તકલીફ તો કરો નાનકડો હોલીકા દહનની રાખ કરો ઉપાય 

ફાગણ સુદ પૂર્ણિમા તિથિ ને હોળી  કહેવાય છે.  સત્યયુગમાં અસત્ય પર સત્ય વિજય ભક્ત ની પ્રભુ પર અપાર ભક્તિ ઉત્સવ એટલે હોલીકા દહન. હોલીકા દહન એ રાક્ષસ હિરણ્યાકૃશ્યભ અને તેનો પુત્ર ભક્ત પ્રહલાદ ની કથા છે જેની આપણે સંપૂર્ણ કથા આવનારી બીજી વિડિયો માં સાંભળીશું. પણ આ વર્ષ 2023 માં તિથિ વધુ ધટ ના લીધે હોળી દહન લઈને વધારે મૂંઝવણ છે પરંતુ  જ્યારે તમારી આસપાસ હોળી દહન પુજન થાય ત્યારે તમારી રાશિ મુજબ ઉપાય કરો જીવનમાં ચાલતી દરેક સમસ્યાઓનો અંત આવશે જીવન સુખમય લાગશે., તો ચાલો આપણે 12 રાશિ મુજબ ઉપાય જાણીએ.

ૐ નિરસૃહ નમઃ 

મેષ - આ રાશિના લોકોએ તેઓએ ઘરના મંદિરમાં એક આખું નારિયેળ લાવવું જોઈએ અને પછી મંદિર પાસે બેસીને બઘી સમસ્યાઓ કહેવી પછી પર લાલ કપડો બાંઘી ચંદન, ચોખાથી તે નારિયેળની પૂજા કરો અને પછી તે નારિયેળને હોલિકા દહનની અગ્નિમાં મૂકો. તમારી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે.
 
વૃષભઃ-  આ રાશિના લોકોએ ગુલાબી રંગના કપડામાં 11 સોપારી અને 5 કોડીયો બાંધીને એક પોટલું પછી પોટલી પુજન કરવું જેમાં ચંદનનું તેલ લગાવો અને તેને તમારા માથાના ટોચ પર 7 વાર માર્યા પછી હોલિકા દહનની અગ્નિમાં મૂકો. આમ કરવાથી રોજગાર સંબંધિત સમસ્યાઓનો અંત આવી શકે છે.

હોળીની ધજા અને જ્વાળાની દિશા દ્વારા શુભ ફળ

મિથુનઃ- આ રાશિના લોકો નોકરી સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો હોલિકા દહનના દિવસે ઘરે મંદિરમાં ભગવાન શ્રી ગણેશની સામે ઘીનો દીવો કરવો અને ગણેશજીની સામે 27 મખાના રાખવી. પૂજા કર્યા પછી સમસ્યાઓ કહેવી આ મખાનાઓને હોલિકા દહનની અગ્નિમાં મૂકીને દેવા.
 
કર્કઃ- આ રાશિના લોકો તેઓએ પોતાના જીવનની તમામ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે હોલિકાની અગ્નિમાં જવના 27 દાણા નાખવા જોઈએ. આ સિવાય ઘઉં અને ચોખાના લોટને મિક્સ કરીને ચારમુખી દીવો બનાવો અને તેમાં તલનું તેલ નાખો અને ઘરના મુખ્ય દરવાજા પર દીવો કરો.

સિંહ રાશિઃ- આ રાશિના લોકોએ એક સોપારી, એક પાતાશા અને 2 લવિંગને સોપારીના પાન પર ઘીમાં બોળીને રાખવા જોઈએ. પછી તેને તમારા માથાથી 7 વાર માર્યા પછી હોલિકાની અગ્નિમાં ફેંકી દો. આમ કરવાથી બધી ખરાબ વસ્તુઓ શુભમાં પરિવતીત થઈ શકે છે.
 
કન્યા રાશિ - આ રાશિના લોકો 22 લવિંગ અને 11 દુર્વા ગાંઠ લઈને પરિવારના સભ્યો અને બાળકોના હાથનો સ્પર્શ કર્યા પછી મંદિરમાં રાખવી જોઈએ. હોલિકા દહન પર આ બધી વસ્તુઓને અગ્નિમાં નાખવી જોઈએ. આમ કરવાથી પરિવારના તમામ સભ્યો ખરાબ નજરથી સુરક્ષિત રહેશે.

શ્રી નૃસિંહ વિષ્ણુ અવતાર 5 પાવરફુલ મંત્ર જે દરેક કાયૅ તથા શત્રુ સામે વિજય આપવે

તુલા રાશિઃ- આ રાશિના લોકો પીપળના પાનમાં જાયફળ, થોડા ચોખા અને ખાંડના થોડા દાણા રાખવા જોઈએ. પહેલા તેને તમારા આખા ઘરમાં ફેરવો અને પછી તેને હોલિકાની અગ્નિમાં ચઢાવો. આમ કરવાથી પરિવાર સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થશે.
 
વૃશ્ચિક રાશિઃ- આ રાશિના લોકોએ એક સોપારી અને 5 કમળના ફૂલ આખા પાન પર ઘીમાં બોળી રાખવા જોઈએ. આ પછી હનુમાન જીના મંત્ર ઓમ હનુમતે નમઃનો 27 વાર જાપ કરો અને જાપ કર્યા પછી બધી વસ્તુઓને હોલિકાની અગ્નિમાં ચઢાવવાની હોય છે. આમ કરવાથી ધંધાની સમસ્યા દૂર થઈ શકે છે.

ધનુ -  આ રાશિના લોકો 7 પ્રકારના અનાજ એટલા લેવા જોઈએ કે તે એકસાથે મુઠ્ઠીભર બની જાય. પછી એક સૂકું નાળિયેર કાપીને તેમાં દાણા ભરો. કપાળ પર નારિયેળ લગાવો અને પછી તેને હોલિકા દહનની પૂજામાં લગાવો. આમ કરવાથી તમામ નવ ગ્રહો સંબંધિત સમસ્યાનો અંત આવશે.
 
મકરઃ- આ રાશિના લોકો પીપળના પાન પર અડધા મુઠ્ઠી કાળા તલ રાખો અને તમારી સમસ્યા વિશે બોલ્યા પછી તે પાનને ઘરની પશ્ચિમ દિશામાં રાખો. હોલિકા દહનના સમયે આ પાન ઉપરથી 7 વાર ફેરવો અને હોલિકાની અગ્નિમાં મૂકો. આમ કરવાથી જીવનની સમસ્યાઓ દૂર થશે અને આંખની ખામીઓથી પણ છુટકારો મળશે.

હોળી દહન બાદ કરીલો આ કામ તમારા ધંધા રોજગાર અને અટકેલા કામો ચુટકી માં દુર થશે

કુંભઃ- આ રાશિના લોકોએ એક મોટુ પાન લો તેની પર સોપારી મુકો , આખી અડદની દાળને તમારી ઉમંર પ્રમાણે પાન પર રાખો પછી પોતાની સમસ્યા કહીને તેને હોલિકાની અગ્નિમાં નાખે છે. સંપત્તિ અને સંપત્તિ સંબંધિત વિવાદોનો અંત આવશે.
 
મીન રાશિઃ- આ રાશિના લોકો તેમણે એક પાન પર મોટી સોપારી પર એક મુઠ્ઠી હવન સમાગ્રી, હળદર એક ગઠ્ઠો, કપૂર રાખવો જોઈએ. હોલિકાની અગ્નિની 7 વાર પ્રદક્ષિણા કર્યા પછી તેને અગ્નિમાં નાખો. આમ કરવાથી તમારું મન શાંત રહેશે અને દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થઈ શકે છે.

આ હતી મિત્રો 12 રાશિ મુજબ હોલિકા દહન ના દિવસે ઉપાય માહિતી.

 જીવનમાં જાણ્યે અજાણ્યે થયેલા પાપોને નષ્ટ કરનારો "" પાપનાશક સ્તોત્ર "  

 શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતીમાં   

  કજૅ ઋણ માંથી મુક્તિ મેળવવા શ્રી વિષ્ણુ ભગવાન નો આ પાઠ કરો 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 4 માર્ચ, 2023

હોલિકા દહન ક્યારે છે? 6 કે 7 માચૅ શું છે દહન નો સમય ? પૂર્ણિમા વ્રત ક્યારે કરવું? ભદ્રા કાળ સમય ક્યો છે? | Holika Dahan Date and Time 2023 | Okhaharan

હોલિકા દહન ક્યારે છે? 6 કે 7 માચૅ શું છે દહન નો સમય ? પૂર્ણિમા વ્રત ક્યારે કરવું? ભદ્રા કાળ સમય ક્યો છે? | Holika Dahan Date and Time 2023 | Okhaharan

holika-dahan-date-and-time-2023
holika-dahan-date-and-time-2023

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું હોલિકા દહન ક્યારે છે? 6 કે 7 માચૅ ? શું છે દહન નો સમય ? ફાગણ સુદ પૂર્ણિમા વ્રત ક્યારે કરવું? ભદ્રા કાળ સમય ક્યો છે? તે બધુ આજે આપણે જાણીશું.

તમે ઘણી તકલીફ માથી પસાર થતા હોવ તો જેમ કે બીમારી,ઘરમાં,ઘંઘામાં તકલીફ તો કરો નાનકડો હોલીકા દહનની રાખ કરો ઉપાય

ફાગણ સુદ પૂર્ણિમા તિથિ ને હોળી  કહેવાય છે.  જેમ ત્રેતાયુગમાં અધમૅ પર ધમૅ વિજયી રામ એ રાવણ વધ કરી વિજાયા દશમી ઉત્સવ ઉજવાય છે છે તેવી જ રીતે સત્યયુગમાં અસત્ય પર સત્ય વિજય ભક્ત ની પ્રભુ પર અપાર ભક્તિ ઉત્સવ એટલે હોલીકા દહન. હોલીકા દહન એ રાક્ષસ હિરણ્યાકૃશ્યભ અને તેનો પુત્ર ભક્ત પ્રહલાદ ની કથા છે જેની આપણે સંપૂર્ણ કથા આવનારી બીજી વિડિયો માં સાંભળીશું. પરંતુ આ વર્ષ 2023 માં તિથિ વધુ ધટ ના લીધે હોળી દહન લઈને વધારે મૂંઝવણ છે કે હોળી દહન પુજન , ઉપવાસ, ક્યારે કરવો તે આપણે જાણીએ.

ૐ નિરસૃહ નમઃ

પહેલાં આપણે હોળી ની તિથિ માહિતી જાણી લઈએ

આ વષૅ 2023 ની ફાગણ માસ સુદ પૂર્ણિમા તિથિ

શરૂઆત 6 માચૅ 2023 સોમવાર સાંજે 4:17 મિનિટ

સમાપ્તિ 7 માચૅ 2023 મંગળવાર સાંજે 6:09 મિનિટ થાય છે

હવે આપણે જાણીએ ઉપવાસ ક્યારે કરવો?

ત્રણ મહત્વની તિથિ ઉપવાસ ચંદ્ર દશૅન મુજબ થાય બીજ, ચોથ અને પૂર્ણિમા માટે ફાગણ માસ ની પૂર્ણિમા તિથિ ઉપવાસ 6 માચૅ 2023 સોમવાર કરવો

હોળીની ધજા અને જ્વાળાની દિશા દ્વારા શુભ ફળ

હવે આપણે જાણીએ હોળી દહન ક્યારે કરવું?

હોળી દહન સમય એ ભદ્રા કાળ પર આધારિત છે

ભદ્રા કાળ નો સમય 6 માચૅ 2023 સોમવાર સાંજે 4:48 થઈ શરૂ થઈ

7 માચૅ 2023 મંગળવાર સાંજે 5:14 સુધી છે.

માટે આ સમય હોળી દહન ના થાય એટલે હોળી દહન સમય

 6 માચૅ 2023 સોમવાર સાંજે 6:24 થી 8:51 સુધી શુભ સમય છે.

અને રંગ ની હોળી 8 માચૅ 2023 બુધવાર ના રોજ રહેશે.

શ્રી નૃસિંહ વિષ્ણુ અવતાર 5 પાવરફુલ મંત્ર જે દરેક કાયૅ તથા શત્રુ સામે વિજય આપવે

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્રવાર, 3 માર્ચ, 2023

જીવનમાં થયેલા જાણ્યે અજાણ્યે થયેલા પાપોને નષ્ટ કરનારો આ પાઠ " પાપનાશક સ્તોત્ર " | Pap Nashak Stotra Gujarati Lyrics | Okhaharan

 જીવનમાં થયેલા  જાણ્યે અજાણ્યે થયેલા પાપોને નષ્ટ કરનારો આ પાઠ " પાપનાશક સ્તોત્ર " | Pap Nashak Stotra Gujarati Lyrics | Okhaharan

pap-nashak-stotra-gujarati-lyrics
pap-nashak-stotra-gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે લેખમાં જાણીશું એકાદશી ના પવિત્ર દિવસે પાઠ કરીશું જીવનમાં થયેલા  જાણ્યે અજાણ્યે થયેલા પાપોને નષ્ટ કરનારો આ પાઠ " પાપનાશક સ્તોત્ર "

પાપનાશક સ્તોત્ર

ૐ નમો ભગવતે વાસુદેવાય :

विष्णवे विष्णवे नित्यं विष्णवे नमः। नमामि विष्णुं चित्तस्थमहंकारगतिं हरिम्।।1

    સંપૂર્ણ જળ અને ચેતનમાં વ્યાપક ભગવાન શ્રી હરિ વિષ્ણુને હું નમસ્કાર કરું છું. પોતાના ચિત્તમાં સ્થિત અસમર્થ અને આત્મામાં વિધ્યમાન શ્રીવિષ્ણુને હું નમસ્કાર કરું છું.

चित्तस्थमीशमव्यक्तमनन्तमपराजितम्। विष्णुमीड्यमशेषेण अनादिनिधनं विभुम्।।2

    ચિત્તની ભીતર સંપૂર્ણ જગતના નિયામક, અવ્યક્ત, અનંત, કોઇથી પરાજિત ન થવાવાળા ભગવાન શ્રી નારાયણ કે જે દરેક દ્વારા સ્તુતિ કરવા યોગ્ય છે. તથા વ્યાપક સ્વરૂપમાં છે. તેવા પ્રભુને હું નમસ્કાર કરું છું.

विष्णुश्चित्तगतो यन्मे विष्णुर्बुद्धिगतश्च यत्। यच्चाहंकारगो विष्णुर्यद्वष्णुर्मयि संस्थितः।।3

    જે ભગવાન વિષ્ણુ મારા ચિત્તમાં સ્થિત છે. તથા મારી બુદ્ધિમાં વ્યાપક છે. જે ભગવાન વિષ્ણુ અહંકારમાં પણ સ્થિત છે તથા તેઓ અંતરયામી સ્વરૂપે પણ રહેલા છે. એવા પરભિને હું વારંવાર વંદન કરું છું.

करोति कर्मभूतोऽसौ स्थावरस्य चरस्य च। तत् पापं नाशमायातु तस्मिन्नेव हि चिन्तिते।।4

શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતીમાં  

    ચર, સ્થાવર, સમસ્ત જીવો, જે પણ કર્મ કરે છે, તે ભગવાન વિષ્ણુ દ્વારા જ થાય છે. એ કર્મ દ્વારા થતાં પાપો ભગવાન વિષ્ણુના ચિંતન માત્રથી જ નષ્ટ થઈ જાય છે.  

ध्यातो हरति यत् पापं स्वप्ने दृष्टस्तु भावनात्। तमुपेन्द्रमहं विष्णुं प्रणतार्तिहरं हरिम्।।5

    ધ્યાન કરવા માત્રથી ભગવાન વિષ્ણુ પાપોને નષ્ટ કરી દે છે. સ્વપ્નના ભાવમાં પણ ભગવાનનું ચિંતન કરીને ભગવાન નારાયણ દર્શન આપીને પાપોને નષ્ટ કરી દે છે. એ તેમની શરણમાં આવેલા જીવોના કષ્ટોને દૂર કરે છે. એવા ભગવાન વિષ્ણુને હું વારંવાર વંદન કરું છું.

जगत्यस्मिन्निराधारे मज्जमाने तमस्यधः। हस्तावलम्बनं विष्णु प्रणमामि परात्परम्।।6

    આ ઘોર અંધકારમય , નિરાધાર, સંસાર રૂપી સાગરમાં ડૂબવા વાળા જીવોને પોતાના હાથનો સહારો આપીને ઉગારવાવાળા પરાત્પર શ્રીવિષ્ણુને હું પ્રણામ કરું છું.

सर्वेश्वरेश्वर विभो परमात्मन्नधोक्षज। हृषीकेश हृषीकेश हृषीकेश नमोऽस्तु ते।।7

    હે સમસ્ત સ્વામીઓના પણ સ્વામી ! હે વિભુ ! હે પરમાત્મા ! હે અધોક્ષજ !  હે ઋષિકેશ આપને મારા વારંવાર નમસ્કાર છે.

नृसिंहानन्त गोविन्द भूतभावन केशव। दुरूक्तं दुष्कृतं ध्यातं शमयाघं नमोऽस्तु ते।।8

    હે નૃસિંહ ! હે અનંત ! હે ગોવિંદ ! હે ભૂત ભાવન ! હે કેશવ ! મારા જે દુરુક્ત, દુષ્કૃત તથા ચિતન અને મનના પાપ છે તેને આપ નષ્ટ કરી દો. હે પ્રભુ નષ્ટ કરો, હું આપને વાંવાર નમસ્કાર કરું છું. 

यन्मया चिन्तितं दुष्टं स्वचित्तवशवर्तिना। अकार्यं महदत्युग्रं तच्छमं नय केशव।।9

    હે પ્રભુ ! મારા ચિતથી વસ થઈને મે જે પાપ કર્યા છે. જે પણ ચિંતન કર્યું છે, અત્યંત ઉગ્ર, મહાન જે કાર્ય કર્યા છે. હે કેશવ ! આપ તેને શાંત કરો.

बह्मण्यदेव गोविन्द परमार्थपरायण। जगन्नाथ जगद्धातः पापं प्रशमयाच्युत।।10

    હે બ્રહ્મણ્ય દેવ ! હે ગોવિંદ ! હે પરમાર્થ પરાયણ ! હે જગન્નાથ ! હે જગતનું પાલન કરવાવાળા ! હે અચ્યુત ! આપ મારા પાપોને હંમેશાને માટે નષ્ટ કરી દો.

यथापराह्ने सायाह्ने मध्याह्ने च तथा निशि। कायेन मनसा वाचा कृतं पापमजानता।।11

    હે પ્રભુ ! સવારે, બપોરે કે રાત્રે જે કઈ જાણ્યે અજાણ્યે પાપ કર્યા છે. કર્મ કર્યા છે, તે સમસ્ત પાપ ભગવાન શ્રી હૃષીકેશ ! પુંડરીકાક્ષ ! માધવ ! આ ત્રણ નામોનો ઉચ્ચાર કરવા માત્રથી જ નષ્ટ થઈ જાય.

जानता च हृषीकेश पुण्डरीकाक्ष माधव। नामत्रयोच्चारणतः पापं यातु मम क्षयम्।।12

  કજૅ ઋણ માંથી મુક્તિ મેળવવા શ્રી વિષ્ણુ ભગવાન નો આ પાઠ કરો 

    હે હૃષીકેશ ! હે પુંડરીકાક્ષ ! હે માધવ ! મારા જે શારીરિક, માનસિક કે વાચિક પાપ છે, તેને આપ શાંત કરી દો.  

शरीरं में हृषीकेश पुण्डरीकाक्ष माधव। पापं प्रशमयाद्य त्वं वाक्कृतं मम माधव।।13
यद् भुंजन् यत् स्वपंस्तिष्ठन् गच्छन् जाग्रद यदास्थितः।कृतवान् पापमद्याहं कायेन मनसा गिरा।।14
यत् स्वल्पमपि यत् स्थूलं कुयोनिनरकावहम्। तद् यातु प्रशमं सर्वं वासुदेवानुकीर्तनात्।।15

   હે પ્રભુ મારાથી ભોજન કરતી વખતે, સૂતી વખતે કે ક્યાંય સ્થિર રૂપે અથવા ચાલી વખતે, જાગતી વખતે, બેસતી વખતે જે પણ કઈ શરીર, મનથી કે વાણીથી પાપ થાય છે, કુયોની કે નરકમાં પડવવાળા જે પણ પાપ છે, તે તમામ પાપ હે પ્રભુ તમારું ધ્યાન કરવાથી તમારું
સંકીર્તન કરવાથી નષ્ટ થઈ જાય. 

परं ब्रह्म परं धाम पवित्रं परमं च यत्। तस्मिन् प्रकीर्तिते विष्णौ यत् पापं तत् प्रणश्यतु।।16

    હે પ્રભુ જે પરમ ધામ છે. જે પરમ પવિત્ર છે, પરમ ધામ છે, તે ભગવાન વિષ્ણુના નામ સંકીર્તન કરવા માત્રથી મારા બધા પાપ નષ્ટ થઈ જાય.

यत् प्राप्य न निवर्तन्ते गन्धस्पर्शादिवर्जितम्। सूरयस्तत् पदं विष्णोस्तत् सर्वं शमयत्वघम्।।17

    દિવ્ય સૂરિજન, ભગવાન વિષ્ણુના જે ગંધ અને આદિ સ્પર્શથી રહિત જે પદને પ્રાપ્ત કરીને પુનઃ આ સંસાર ચક્રમાં આવું પડતું નથી તે બધા મારા પાપ નષ્ટ થઈ જાય.

    જે જીવ આ પાપનાશક સ્તોત્રનો પાઠ કરે છે સાંભળે છે, તેના દ્વારા કરવામાં આવેલા શારીરિક, વાચિક કે માનસિક દરેક પાપમાંથી તેને મુક્તિ મળે છે.

    બધા પાપો તથા ગ્રહોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુ પરમ પદ ણે પ્રાપ્ત થાય છે, તેથી જ્યારે પણ જાણીએ અજણાએ થયેલા પાપ માંથી મુક્તિ માટે આ પાપનાશક સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

    આ પાઠ પાંપણ પ્રાયશ્ચિત સમાન છે. જે કોઈ વ્રત, જપ, સ્નાન, દાન કરી શકતું નથી, તે જો માત્ર આ પાપનાશક સ્તોત્રનો નિયમિત પાઠ કરે તો તેના પાપ નષ્ટ થાય છે. તેથી સિદ્ધિ કે મોક્ષની પ્રાપ્ત અર્થે, પ્રાયશ્ચિત અર્થે આ પાપનાશક સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ.

આમલકી એકાદશી વ્રત કથા વાંચવાથી એક હજાર ગૌદાની ના ફળ બરાબર ફળ મળે છે

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

DISCLAIMER: Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes. 

અહી ઉપરોક્ત આપેલ કોઈપણ માહિતી અથવા આ કંઈ પણ કાયૅ ઈન્ટરનેટ, ચોપડી, જુનાં ગ્રંથો આઘારિત છે.આ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં www.okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

મંગળવાર, 28 ફેબ્રુઆરી, 2023

મિત્રતા ની એક લઘુકથા "" ઋણાનુબંધ "" | Runanubandh Short Story By Gayatri Jani |

મિત્રતા ની એક લઘુકથા "" ઋણાનુબંધ "" | Runanubandh Short Story By Gayatri Jani | 

runanubandh-short-story-by-gayatri-jan
runanubandh-short-story-by-gayatri-jan

શીર્ષક:-ઋણાનુબંધ

કરણ અને રામ નાનપણથી મિત્ર હતા કરણની આર્થિક સ્થિતિ સારી ન હતી અને માતા પણ નહી આથી પિતા એને રામના ઘરે મુકીને નોકરી પર જતા હતા. 

રામના પિતા એને બધુ નવુ નવુ શીખવાડે અને રોજ કઈક શીખે તો ચોકલેટ પણ લાવે. રામ નાનો હતો એને કયારેક આ બધુ ગમતુ નહી એના મનમા ઈર્ષા થતી કે મારા પપ્પા મને નથી આપતા અને કરણને આપે છે આથી મિત્ર ભાવ એ ઈર્ષામા બદલાઈ ગયો કરણ ખૂબ હોશિયાર હતો પણ પરિસ્થિતિના કારણે એ કઈ કરી શકતો નહી એને ડોકટર બનવુ હતુ રામના પિતાએ એનો ખર્ચો આપી ભણાવ્યો મોટા થયા પછી રામને વધુ ઈર્ષા થતી એ ભુલી ગયો કે આ મારો મિત્ર છે. પણ કરણની સ્થિતિએ નાની ઉંમરમા ઘણો મોટો બનાવી દીધો હતો આથી એની સમજણ વધારે હતી.

એકવાર રામ ખૂબ બિમાર થાય છે અને કરણ એની ખૂબ સરસ સારવાર કરે છે રામ મનોમન પસ્તાય છે કે હુ જ ખોટુ વિચારતો હતો કરણને તો હજુ મારા પ્રત્યે લાગણી છે એ માફી માંગે છે ત્યારે કરણ જવાબ આપે છે કે મિત્રતામા માફી ના હોય અને તારા પિતાનુ ઋણ મારા પર છે. 

રામ ધરતી પર જન્મ લેતા પહેલા દરેક સબંધ ઈશ્વર નકકી કરીને મોકલે છે માત્ર મિત્રતાનો સંબંધ જ જાતે બાંધવાનો હોય છે અને આજે તને ભૂલ સમજાઈ એજ મારા માટે મારી મિત્રતા સાચી હોવાનો પૂરાવો છે અને આ બધુ ઋણાનુબંધ છે.

રામ અને કરણ બધુ ભૂલીને નાના હતા એ દિવસો યાદ કરી આનંદ માણવા લાગ્યા.

 સમાપ્ત
લેખક : - ગાયત્રી જાની

સરસ પરિવાર બોઘ "" નાઈટ પાટી "" એક લઘુકથા 

 ઉમિયા ની "" સાક્ષરતા "" એક લઘુકથા  અહી ક્લિક કરો. 

ઉમિયા ની "" સાક્ષરતા "" એક લઘુકથા | Literacy Shot Story By Gayatri Jani |

 ઉમિયા ની "" સાક્ષરતા "" એક લઘુકથા | Literacy Shot Story By Gayatri Jani | 

સાક્ષરતા

મમ્મી ઓ મમ્મી બોલ બેટા

ઉમિયા કેમ સ્કૂલ જતી નથી? ક્રિષ્ના બેન તીર્થ ને જવાબ આપવા વિચારે ત્યાં જ તીર્થ બોલ્યો

મમ્મી એ આપણે ત્યાં આવે છે અને ઘણી બધી વાર બેસીને ટી વી જોવે છે ત્યારે હુ એને શિખવાડું?

દસ વર્ષ નો તીર્થ એકદમ સહજ ભાવે મમ્મી સાથે વાત કરી રહ્યો હતો.

એટલે ક્રિષ્ના બેને પણ એનો ઉત્સાહ જોઈને હા પાડી

હા બેટા તું શિખવાડજે

ઉમિયા ક્રિષ્ના બેન ને ત્યાં કામ કરતી એક આદિવાસી છોકરી હતી

અને જવાબદારી થોડી જડતા વાળો સમાજ જેથી ભણી શકી નહી

પણ એનુ ગણતર ખુબ ઉત્તમ હતુ એને રૂપિયા કમાવા અને ગણવા બધુ જ આવડતુ

એ સિવાય ટીવી ની ચેનલ બદલવી કે મોબાઇલ ઓપરેટ કરવો બધુ જ સરળતા થી કરી લેતી. જો ભણે તો હજી સરસ બધુ કરી શકે

ઉમિયા જયારે વાસણ  ઘસવા આવે ત્યારે તીર્થ એને રમત કરતા એને કક્કો શિખવાડે બેવ ને મજા આવે.

આમ કરતા કરતા એ વધારે નહી પણ લખતા વાચતા સીખી ગઈ

ઉમિયા એમની આજુબાજુ મા રહેતી છોકરીઓ ને પણ શિખવાડવા લાગી અને એક પછી બે, ત્રણ એમ સંખ્યા વધતી ગઈ

અને એક નાના છોકરા એ ભણતર ની નાના પ્રયત્ન દ્વારા ખૂબ મોટી શરૂઆત કરાવી.

સમાપ્ત
લેખક : - ગાયત્રી જાની

સરસ પરિવાર બોઘ "" નાઈટ પાટી "" એક લઘુકથા 

 ઉમિયા ની "" સાક્ષરતા "" એક લઘુકથા  અહી ક્લિક કરો.