બુધવાર, 25 જૂન, 2025

79 વષૅ નો સંયોગ અમાસ + બુધવાર + જેઠ મહિનો 25 જુન 2025 જેઠ અમાવસ્યા ભૂલથી પણ આ 3 વસ્તુ ના ખાવ | Jeth Amavasya 2025 Gujarati Ma Mahiti | Okhaharan

79 વષૅ નો સંયોગ અમાસ + બુધવાર + જેઠ મહિનો 25 જુન 2025 જેઠ અમાવસ્યા ભૂલથી પણ આ 3 વસ્તુ ના ખાવ | Jeth Amavasya 2025 Gujarati Ma Mahiti | Okhaharan 

jeth-amavasya-2025-gujarati-ma-mahiti
jeth-amavasya-2025-gujarati-ma-mahiti

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ 79 વષૅ નો સંયોગ અમાસ + બુધવાર + જેઠ મહિનો 25 જુન 2025 જેઠ અમાવસ્યા ભૂલથી પણ આ 3 વસ્તુ ના ખાવ આ લેખ થોડો વઘારે માહિતી અને સમજણ માટે સંપૂણ લખેલ છે તો અંત જરુર વાંચજો.


જેઠ મહિનાની અમાસના 25 જૂન 2025 અને બુધવારના દિવસે અમે તમને એક ખાસ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ આ એક વસ્તુ ખાશો તો તમારા ઘરમાં એટલી સુખસમ સમૃદ્ધિ ઘનનો વરસાદ આવશે કે તે ક્યારે પૂર્ણ નહીં થાય 25 જૂનના રોજ બુઘવારની અમાસના શુભ અને ખાસ દિવસે જે લોકો આ એક વસ્તુ ખાય છે તેમના ઘરમાં આખું વર્ષ સુખ સમૃદ્ધિ આવે છે જેઠ મહિનાની અમાસ ખૂબ જ ખાસ અને ચમત્કારિક અમાસ છે મહિલાઓ પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવા માટે જેઠ મહિનાની અમાસનો ઉપવાસ કરે છે પરંતુ તમે આ વ્રત કરો કે ના કરો પણ જેઠ મહિનાની અમાસના દિવસે તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ 


મિત્રો જેઠ મહિનાની આ અમાસ 79 વર્ષ પછી એક દુર્લભ સંયોગમાં બનવા જઈ રહી છે ભગવાન શિવ અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે. જેઠ મહિનાની અમાસના દિવસે ભૂલથી પણ ઘરમાં આવું ભોજન ન બનાવો અને ખાવ પણ નહીં નહીંતર આખો પરિવાર બરબાદ થઈ જશે . 25 મે અને બુધવારે અમાસના દિવસે કઈ વસ્તુ ખાવી જોઈએ જેઠ મહિનાની અમાસનો દિવસ હિન્દુ ધર્મના લોકો અને ભક્તો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે કરવામાં આવેલ કોઈપણ ઉપાય ક્યારેય વ્યર્થ જતો નથી એટલે કે તે હંમેશા લાભ પ્રદાન કરે છે . 

25 જૂન અને બુધવારના દિવસે આપણે કઈ વસ્તુ ખાવી જોઈએ અને અમાસની રાત્રે તુલસી સાથે આ એક વસ્તુ બાંધવી જ જોઈએ જો તમે અમાસના દિવસે આ ખાસ વસ્તુ તુલસીને બાંધો છો તો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનની બધી ગરીબી દૂર થઈ જશે. જેઠ મહિનાની અમાસનો પવિત્ર દિવસ વર્ષ 2025 માં બુધવારે 25 ના રોજ ઉજવવામાં આવશે આ દિવસે ભક્તો પવિત્ર નદીઓમાં માં સ્નાન કરે છે અને દાન વગેરે કરે છે આ પ્રસંગે પૂર્વજો માટે તર્પણ પિંડદાન અને શ્રાદ્ધ જેવી ધાર્મિક વિધિ પણ કરવામાં આવે છે જેઠ મહિનાની અમાસમાં સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્વ છે જેનાથી ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે છે ધાર્મિક પરંપરાઓ અનુસાર આ દિવસે પૂર્વજો માટે દીવા પ્રગટાવવાનો નિયમ પૂર્વજો માટે દીવો પ્રગટાવવો ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ વિધિ તેમના આત્માની શાંતિ માટે અને તેમના વંશજોને તેમના આશીર્વાદ મળે તે માટે જરૂરી છે સૌપ્રથમ તો ચાલો તમને જણાવીએ કે અમાસની સાચી તારીખ અને સમય શું છે પછી અમે તમને વારાફરતી આ બધી માહિતી જણાવીશું.


મહિનાની અમાસની તિથિ 24 જૂન 2025 ના રોજ સાંજે 6 કલાક અને 59 મિનિટે શરૂ થશે આ તારીખ બીજા દિવસે એટલે કે 25 જૂનના રોજ રોજ 4 વાગ્યા આસપાસ સમાપ્ત થશે ઉદય તિથિ પ્રમાણે જેઠ મહિનાની અમાસ 25 મેના રોજ ઉજવવામાં આવશે બ્રહ્મ મુહૂરત સવારે 4 કલાક અને 30 મિનિટથી 6 વાગ્યા સુધી રહેશે અભિજીત મુહૂરત બપોરે 12 વાગ્યાનેત મિનિટથી બપોરે 12 વાગ્યાને૫4 મિનિટ સુધી રહેશે આ દરમિયાન સ્નાનદાન કરો છો તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે મિત્રો બધી અમાસની તિથિઓમાં જેઠ મહિનાની અમાસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે આ દિવસે દેવતાઓ ગંગા યમુના અને સરસ્વતી નદીના સંગમ પર નિવાસ કરે છે તેથી મહિનાની અમાસ પર આ પવિત્ર નદીના પાણીથી સ્નાન કરવામાં આવે છે આ દિવસે જરૂરિયાતમંદોને દાન કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે તેની સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ મળે છે તો ચાલો હવે જાણીએ કે 25 જૂન અને બુધવારે એટલે કે જેઠ મહિનાની અમાસના દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે તુલસીના છોડ સાથે કઈ વસ્તુ બાંધવી જોઈએ અમાસના દિવસે તુલસીના છોડની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે આ દિવસે દિવસે પૂજા કરતી વખતે સૌપ્રથમ વ્યક્તિએ સવારે સ્નાન કર્યા પછી શુદ્ધ અવસ્થામાં તુલસીના છોડ પાસે જવું જોઈએ આ પછી તુલસીના 
છોડને ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ ગંગાજળ છાંટવાથી તુલસીના છોડની પવિત્રતા વધુ વધે છે અને પર્યાવરણમાં પવિત્રતાની ભાવના ફેલાય છે આ પછી તુલસીના છોડ પર હળદર રોલી અને ચંદન લગાવવું જોઈએ અમાસના દિવસે ભક્તો દ્વારા તુલસીના છોડ પર કલા ચલાવા અથવા તો મૌલીનો દોરો બાંધવાની પરંપરા છે દોરો બાંધવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે આ પરંપરા ખાસ કરીને ઘરના બધા સભ્યો માટે સુખ સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિનું પ્રતીક.


માનવામાં આવે છે દોરો બાંધવાથી પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તે સમગ્ર પરિવાર માટે રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે દોરો બાંધતી વખતે વ્યક્તિએ તેને ભક્તિ અને શ્રદ્ધાથી બાંધવાની ખાસ કાળજી લેવી જોઈએ આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશથી અટકે છે અને સકારાત્મક ઉર્જા ઘરમાંથી વહેતી રહે છે ઉપરાંત તે વ્યક્તિના જીવનમાં એક નવી ઉર્જાનો સંચાર કરે છે જે તેના કાર્યમાં સફળતા અને સમૃદ્ધિ લાવે છે જેઠ મહિનાની અમાસના દિવસે તુલસી પાસે ગોળ તલ અને ફળો જેવા મીઠા પ્રસાદ ચડાવવા જોઈએ તેને ભગવાન વિષ્ણુ પ્રત્યે ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે ગોળ અને તલનું વિશેષ મહત્વ છે કારણ કે આ ભગવાન વિષ્ણુની પ્રિય વસ્તુ છે ગોળનું સેવન શરીર માટે ફાયદાકારક છે અને તેને તલ સાથે અર્પણ કરવાથી વિશેષ પુણ્ય મળે છે ગોળ તલ અને ફળો ચડાવવાથી ઘરમાં સમૃદ્ધિ અને ધન વધે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુને આ ભોગ અર્પણ કરવાથી તેમના આશીર્વાદથી વ્યક્તિના જીવનમાંથી ગરીબી અને મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ અને શાંતિનો વાસ થાય છે તો ચાલો હવે જાણીએ કે અમાસના દિવસે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ તેમાં સૌથી પહેલી વસ્તુ છે ચોખાનું દાન ધાર્મિક માન્યતા અનુસાર અમાસના દિવસે ચોખાનું દાન કરવું શુભ માનવામાં આવે છે


ચોખા એ ખોરાકનો એક પ્રકાર છે અને એવું માનવામાં આવે છે કે ચોખાનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને જે વ્યક્તિ તેનું દાન કરે છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે આ ઉપરાંત ચોખાનું દાન કરવાથી સૌભાગ્ય મળે છે અને તે પાપોના નાશ કરવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે ધાર્મિક દ્રષ્ટિકોણથી ચોખાનું દાન કરવું એ ભગવાનની સેવાનું એક સ્વરૂપ છે અને તે વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે બીજી વસ્તુ છે સફેદ તલનું દાન અમાસના દિવસે સફેદ તલનું દાન કરવું કરવું પણ એક મહત્વપૂર્ણ ધાર્મિક કાર્ય માનવામાં આવે છે તલનું દાન કરવું એ ખૂબ જ જૂની પરંપરા છે સફેદ તલનું દાન કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે છે એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ સફેદ તલથી પ્રસન્ન થાય છે અને જે લોકો તલનું દાન કરે છે તેમના જીવનમાં ભગવાનના આશીર્વાદ રહે છે સફેદ તલનું દાન કરવાથી શારીરિક અને માનસિક શાંતિ પણ મળે છે ઉપરાંત પાપોનો નાશ અને પુણ્ય પ્રાપ્તિમાં મદદ કરે છે ખાસ કરીને તલનું દાન જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને આંતરિક સંતોષની લાગણી લાવે છે આ ઉપરાંત તલનું દાન કરવાથી વ્યક્તિને સ્વાસ્થ્ય લાભ અને સમૃદ્ધિ મળે છે 


મિત્રો હવે આપણે જાણીએ અમાસના દિવસે કઈ વસ્તુનું સેવન ન કરવું જોઈએ જેથી તમારી ભક્તિ સંપૂર્ણપણે શુદ્ધ રહે અને પૂર્વજોના આશીર્વાદ મેળવવામાં કોઈ અવરોધ ન આવે પહેલી વસ્તુ છે માંસાહારી ખોરાકનો ઉપયોગ પહેલો અને મુખ્ય નિયમ એ છે કે માંસાહારી ખોરાક ટાળવો અમાવસ્યાના દિવસે માંસાહારી ખોરાક ખાવાની સંપૂર્ણ મનાઈ છે ધાર્મિક દ્રષ્ટિકોણથી માંસાહારી ખોરાક માત્ર શારીરિક રીતે જ અયોગ્ય માનવામાં આવતું નથી પરંતુ તે તમારી આધ્યાત્મિક પ્રગતિને પણ અવરોધે છે માંસાહારી ખોરાક ખાવાથી શરીરમાં તામસિક ગુણો વધે છે જે માનસિક શાંતિ અને અસંતુલનને પણ અસર કરે છે આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે માંસાહારી ખોરાક શરીર અને મનમાં રજો અને તમોગુણોમાં વધારો કરે છે જે ભક્તિ માર્ગો માં અવરોધો ઊભા કરે છે તેથી આ દિવસે માંસાહારી ખોરાક જેવા કે ઈંડા માછલી ચિકન કે કોઈપણ પ્રકારનું માંસ ન ખાવું જોઈએ આ દિવસે તમારે શુદ્ધ અને સાત્વિક ખોરાક ખાવો જોઈએ જેમ કે તાજા ફળો દાળ રોટલી ખીચડી વગેરે જે તમારા શરીર અને મન બંનેને શુદ્ધ રાખે છે આ ઉપવાસના હેતુ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.


મિત્રો આ દિવસે બીજી અને સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે જે આપણાથી દૂર રાખવી જોઈએ તે છે નશાકારક પદાર્થો અમાવસ્યાના દિવસે દારૂ તમાકુ ગુટખા નશીલા પદાર્થો વગેરેનું સેવન ટાળવું જોઈએ નશીલા પદાર્થો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને ઉપવાસના પવિત્ર હેતુને પણ બગાડી શકે છે ધાર્મિક દ્રષ્ટિકોણથી નશાકારક પદાર્થો શરીર અને મનમાં અશુદ્ધિ પેદા કરે છે જે તમારા ઉપવાસ અને ભક્તિની શક્તિઓનો નાશ કરી શકે છે આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે નશીલા પદાર્થનું સેવન ભક્તિની શુદ્ધતાને અસર કરે છે નશાને કારણે માનસિક સ્થિતિ વિકૃત થઈ શકે છે જેના કારણે તમારી પૂજા અને ઉપવાસની અસર ઓછી થાય છે તેથી આ દિવસે કોઈપણ પ્રકારનો નશો ટાળવો જોઈએ જેથી તમારી ભક્તિ શુદ્ધ રહે નશાથી દૂર રહીને તમે તમારા મન અને શરીરને શુદ્ધ કરી શકો છો ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવી શકો છો.

 
મિત્રો હવે આપણે ત્રીજી વસ્તુ વિશે વાત કરીએ જે આ દિવસે પ્રતિબંધિત છે આ દિવસે ખાટા પદાર્થો ખાટા ખોરાક જેમ કે કેરી આંબલી દહીં અને ખાટા ફળો વગેરેનું સેવન ન કરવું જોઈએ ધાર્મિક દ્રષ્ટિકોણથી ખાટા ખોરાકથી તામસિક ગુણો વધે છે જે માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર કરે છે ખાટા ખોરાક શરીરમાં નકારાત્મક ઉર્જાનો સંચય કરે છે જે તમારા ઉપવા વાસ હેતુને વિરુદ્ધ છે જ્યારે તમે ખાટા ખોરાકનું સેવન કરો છો ત્યારે તે તમારા મનને અશાંત કરી શકે છે જે પૂજા અને ભક્તિમાં વિક્ષેપ ઉત્પન્ન કરી શકે છે આ ઉપરાંત ખાટા ખોરાક શરીરના ઉર્જા સ્તરને પણ અસંતુલિત કરી શકે છે તેથી આ દિવસે ખાટા ખોરાકથી દૂર રહેવું જોઈએ જો તમને તાજગી અને સ્વાદ જોતો હોય તો તમે કેળા સફરજન અથવા તો નાળિયર જેવા હળવા મીઠા ફળોનું સેવન કરી શકો છો આ ફળો ફક્ત સ્વાદિષ્ટ જ નથી પણ તમારા શરીર અને મનને શાંતિ પણ આપે છે. 

હવે આપણે ચોથી વસ્તુ વિશે વાત કરીએ આ વસ્તુ છે ખાંડ અને મીઠાઈનું સેવન આ દિવસે વધુ પડતી મીઠાઈઓ અને ખાંડવાળી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ ખાંડનું વધુ પડતું સેવન શરીરમાં રાષ્ટ્ર અને તામસિક ગુણોમાં વધારો કરે છે જે ઉપવાસના હેતુને વિરુદ્ધ છે અને ઉપવાસને સંતુલિત રાખવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે આ દિવસે કેળા સફરજન અને નાળિયર વગેરે જેવા હળવા મીઠા ફળોનું સેવન કરી શકાય છે જે શરીર માટે ફાયદાકારક છે અને માનસિક શાંતિ જાળવી રાખે છે મીઠાઈને બદલે તાજા ફળો અને હળવો સાત્વિક ખોરાક ખાઈને તમે તમારી ભક્તિને શુદ્ધ અને સ્થિર રાખી શકો છો મિત્રો હવે પાંચમી અને છેલ્લી મહત્વની વાત છે ડુંગળી અને લસણનું સેવન અમાસના દિવસે ડુંગળી અને લસણનું સેવન ન કરવું જોઈએ તેમને તામસિક ગુણોથી ભરપૂર માનવામાં આવે છે જે તમારા માનસિક સંતુલનને અસર કરી શકે ડુંગળી અને લસણ ખાવાથી વ્યક્તિના આહારમાં અસંતુલન થાય છે અને ભક્તિમાં અવરોધો પેદા થઈ શકે છે ડુંગળી અને લસણનું સેવન કરવાથી મનમાં ખલેલ પહોંચે છે અને વ્યક્તિની માનસિક સ્થિતિ ખરાબ થઈ શકે છે એટલા માટે આ દિવસે આ બંનેનું સેવન ન કરવું યોગ્ય છે.  


"" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે


""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે  


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


DISCLAIMER: Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes. 

અહી ઉપરોક્ત આપેલ કોઈપણ માહિતી અથવા આ કંઈ પણ કાયૅ ઈન્ટરનેટ, ચોપડી, જુનાં ગ્રંથો આઘારિત છે.આ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં www.okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

મંગળવાર, 24 જૂન, 2025

79 વષૅ શુભ સંયોગ જેઠ અમાવસ્યા 2025 નો તિથિ સમય . વ્રત ઉપવાસ ક્યારે કરવો? આ દિવસે શુ કરવું ? શું ના કરવું ? | Jeth Amavasya 2025 | Okhaharan

79 વષૅ શુભ સંયોગ જેઠ અમાવસ્યા 2025 નો તિથિ સમય . વ્રત ઉપવાસ ક્યારે કરવો? આ દિવસે શુ કરવું ? શું ના કરવું ? | Jeth Amavasya 2025 | Okhaharan


jeth-amavasya-2025
jeth-amavasya-2025

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ 79 વષૅ શુભ સંયોગ જેઠ અમાવસ્યા નો તિથિ સમય ક્યારે છે? વ્રત ઉપવાસ ક્યારે કરવો? આ દિવસે શુ કરવું ? શું ના કરવું ? તે બઘું જાણીશું. 


સૈપ્રથમ એ જાણીયે અમાસ તિથિ શું છે. આપણા હિન્દું શાસ્ત્રોમાં જેટલું મહત્વ પુનમનું હોય છે એટલું જ મહત્વ અમાસનું પણ હોય છે . અમાસ તિથિ એ હિન્દું પંચાગ અનુસાર 30મી તિથિ ગણાય છે અને આ દિવસે ચંદ્ર શૂન્ય કળામાં હોય છે એટલે ચંદ્રદય થતો નથી. અમાસ તિથિ ના દેવ પિતૃ છે. આ અમાસ તિથિનાં દિવસે સ્નાન દાન જપ તપ તથા પિતૃ તૅપણ માટે ઉત્તમ દિવસ માનવામાં આવે છે. અમાસ ના દિવસે પિતૃઓ માટે પિંડદાન કરવાથી તેમને તૃપ્તિ મળે છે તેથી પિતૃઓને વૈકુંઠ તરફ પ્રસ્થાન કરે છે 

આ વષૅ 2025 જેઠ માસની અમાસ તિથિ માહિતી
તિથિ ની શરૂઆત 24 જુન 2025 મંગળવાર સાંજે 6:58 મિનિટ 
તિથિ ની સમાપ્તિ 25 જુન 2025 બુધવાર સાંજે 4:04 મિનિટ
આમ અમાવસ્યા 25 જુન 2025 બુધવાર પિતૃ તર્પણ સ્નાન રહેશે 
ૐ નમો ભગવતે વાસુદેવાય

આગળ જાણાવ્યા મુજબ આ તિથિ પિતૃઓને અપણૅ છે આ દિવસે કરેલા દરેક કાયૅ પિતૃઓને અપણૅ થાય છે અને તેનું પુણ્ય ફળ મળે છે.

અમાસ દિવસે શું કરવું

અમાસ તિથિ સવારથી એટલે કે સૂયૅદય થાય ત્યારથી બઘા કાયૅ કરવામાં આવે છે.

1)  અમાસ તિથિ ના દિવસે સ્નાન સાથે દાન મહિમા વઘારે છે. અમાસ તિથિ ના દિવસે પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાનો માહાત્મય વઘારે છે. જો નદીમાં સ્નાન ના થઈ શકે તો ઘરમાં રહીને સવૅ નદીઓનું મંત્રથી ધ્યાન કરીને સ્નાન કરવું જોઈએ.અને શક્ય હોય તો પાણીમાં ગંગાજળ ઉમેરીને પણ સ્નાન કરી શકો છો. આમ કરવાથી પુણ્ય ફળ ની પ્રાપ્તિ થાય છે.

2)  ત્યાર પછી મંદિરમાં સેવા પૂજા કરી પાનિયારે જ્યાં પીવાનું પાણી રાખીયે ત્યાં સવાર અને સાંજ બંને ટાઈમ દિવો કરવો અને દિવો બે આડી વાટનો ધી દિવો કરી બે અગરબતી કરી પિતૃઓનું ધ્યાન ધરતા “ ૐ નમો ભગવતે વાસુદેવાય “ મંત્ર અગરબત્તી અડધી ના થાય ત્યાંસુધી જાપ કરવો. 


3)  તાયાર પછી સૂર્યદેવને જળ ચઢાવો. જળ ચઢાવતી સમયે તાબાના લોટો હોવો જોઈએ અને એમાં ખાસ કરીને લાલ ચંદન અને લાલ ફુલ , ચોખા વડે સૂયૅદેવ ને અઘ્ય આપણૅ કરો અને સૂયૅ દેવનાં 12 નામ જાપ કરો અને એ ના ફાવે તો ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો

4)   આ અમાસ તિથિ પિતૃઓનું કોઈ કાયૅ અઘુરૂ હોય તે કરવામાં સૌથી ઉત્તમ દિવસ છે એમાં પણ બુઘવાર નો દિવસ. આ દિવસે પિતૃઓનું પુજન, તપણૅ વિઘિ, પિડંદાન, અંજલિ કરવાથી તોઓ તૃપ્ત થાય છે. તોઓ ના આશીવૉદ ફળે છે. આપણાં ઘર પર પિતૃદોષ હોય એમાં રાહત મળે છે.   

5)  અમાસ તિથિ ના દિવસે દાન નો અનેરો મહિમાં છે.  માટે આ દિવસે પિતૃઓને યાદ કરીને દાન કરવું જોઈએ પછી જરૂરિયાતમંદ લોકોને અન્ન, નવા વસ્ત્ર કે પછી ધન દાન કરો તો પણ ચાલે. બ્રહ્માણ ને ભોજન કરાવવું, ગાયમાતા કે જેમની અંદર 33 કરોડ દેવી દેવતા વાસ હોય છે એક સારી તિથિ એક સાથે બઘા દેવી-દેવતા પ્રસન્ન થઈ જાય માટે ગાય કે  ગૌશાળામાં લીલું ઘાસ ગાય ને ખડાવવું , ગાયનું ભોજન ખોળ વગેરે ચથાશક્તિ મુજબ દાનનું  કાયૅ કરવું. કુતરા ધી  ગોળ કે મીઠાઈ કે રોટલી રોટલો ખડાવવો,  કીડી ને લોટ સાથે મોરંસ ઉમેરીને કીડીયારૂ પુરવું, તમારી ઘર ની આસપાસ કે રવેશીમાં પક્ષી માટે ચણ અને પાણી વવ્યવસ્થા કરવી આમ આટલા પ્રકાર ના અમાસ તિથિ ના દિવસે દાન કરી શકાય છે.  
6)    અમાસ તિથિ પિતૃઓને અપણૅ છે આ દિવસે ઘરમાં પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરો. ધૂપ કરવા માટે સવારે, કે બપોર કે પછી સંઘ્યાનો સમય સૌથી ઉત્તમ રહે છે. સવારે કરેલ ઘુપ દેવતા ને અપણૅ છે અને  બપોર અથવા સંઘ્યા કરેલ એ પિતૃદેવને અપણૅ છે ઘુપ સમયે ગાયના ગોબર ના છાણા અથવા અત્યારના સમયમાં કોલસા ઉપર ગુગળ મુકીને ઘુપ કરો અને પછી ધૂમાડો નીકળતો બંધ થઈ જાય, ત્યારે બળતા છાણા અથવા કોલસા ઉપર ગોળ અને ઘીથી ધૂપ આપવું જોઈએ. આ દિવસે પિતૃઓ પૃથ્વી પર વાયુ વેગે આવે છે આ દરમિયાન પિતૃઓનું ધ્યાન ઘરતા રહેવું મનમાં ૐ પિતૃભ્યૌ નમઃ અથવા ૐ નમો ભગવતે વાસુદેવાય જાપ કરવો.   

7)    આ દિવસે ઘરે ખીર બનાવો અને પિતૃઓને પ્રસાદ તરીકે અપણૅ અને ઘરનાં સવૅ સભ્યો સાથે મળીને ભોજન કરો આમ કરવાથી પણ પિતૃઓ તૃપ્ત થાય છે

8)    અમાસ તિથિ ના દિવસે ભગવાન શિવને કોઈ શિવાલયમાં જઈને શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ તથા ચાંદીના લોટાથી કાચુ દૂધ ચઢાવો અને સાથે સાથે શિવ પંચઅક્ષર મંત્ર ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો. તે પછી શુદ્ધ જળ ચઢાવો. શિવલિંગનો ચંદન ચોખા, બીલીપાન, ધતૂરો, ફળ-ફૂલ ચઢાવો. ભગવાનને મીઠાઈનો ભોગ ધરાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. પછી પ્રદક્ષિણા કરીને એક માળા ૐ નમઃ શિવાય ની કરો. 



9)    આ અમાવસ્યા ના દિવસે સવારે પીપળા વૃક્ષ પર દૂધ જળ ને મિશ્ર કરીને ચડાવું સાથે ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જાપ કરવા. અને સંધ્યા સમયે સરસવ ના તેલ નો ચૌમુખ વાળો દિવો કરવો. આ સમયે ૐ પિતૃભ્યૌ નમઃ મંત્ર જાપ પણ કરી શકો છો.

અમાસ ના દિવસે શું ના કરવું?
1)    અમાસ તિથિ ના દિવસે તમે વ્રત કરો કે ના કરો પણ કંઈ પણ નશીલા પદાર્થો સેવન કે  કોઈ વસ્તુ નશો ના કરો.
2)    અમાસ ના દિવસે બ્રહ્મચર્ય નું પાલન કરો.
3)    અમાસ ના દિવસે ધરમાં કે બહાર નાના મોટા ની ઉપર કોધ ના કરવો
4)    અમાસ ના દિવસે માંસ મદિર નું સેવન ના કરવું
5)    અમાસ ના દિવસે પારકા એટલે બીજા નું અન્ન ના ખાવ. ધરે બનાવીને જમો.

6) ઘરની અંદર કે ઘરના મુખ્ય દરવાજાની આજુબાજુ ક્યાય જગ્યાએ થૂકવું અશુભ માનવામાં આવે છે
7) આ દિવસે નખ અને વાળ કાપવાથી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ તમારા ઉપર થઈ શકે છે
 


"" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે


""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે  


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

જેઠ અમાસ ના શુભ દિવસે આ જગ્યાએ એક દિવો પ્રગટાવી લેજો બધાજ દુ:ખોનો અંત આવી જશે | Jeth Amavasya 2026 Gujarati Ma | Okhaharan

જેઠ અમાસ ના શુભ દિવસે આ જગ્યાએ એક દિવો પ્રગટાવી લેજો બધાજ દુ:ખોનો અંત આવી જશે | Jeth Amavasya 2026 Gujarati Ma | Okhaharan


jeth-amavasya-2025-gujarati-ma
jeth-amavasya-2025-gujarati-ma

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ આપણા હિન્દું શાસ્ત્રોમાં જેટલું મહત્વ પુનમનું હોય છે એટલું જ મહત્વ અમાસનું પણ હોય છે અમાસનો દિવસ જ્યોતિષશાસ્ત્ર તથા પુરાણોમાં વિવિધ ઉપાયો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે સાથે જ અમાસથી જોડાયેલા શાસ્ત્રોના લખેલા કેટલાક નિમ્નલિખિત નિયમોનું પાલન પણ અવશ્ય કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે અમાસના દિવસે નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ખુબ વઘારે હોય છે.  હિન્દુ ધર્મમાં જેઠ અમાસને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે આ વર્ષે 14 જુલાઈ 2026 મંગળવાર ના દિવસે જેઠ મહિનાની અમાસ તિથિ છે શાસ્ત્રો અનુસાર અમાસ તિથિ પિતૃઓને સમર્પિત હોય છે આ દિવસે પિતૃઓની આત્માને તૃપ્તિ માટે તર્પણ તથા પિંડદાન જેવા કાર્યો કરવામાં આવે છે તો ચાલો જાણીએ કે અમાસના દિવસે શું કરવું તથા શું ના કરવું જોઈએ  તે જાણીયે. 

 સવૅ પિતૃ અમાસ ની વ્રત કથા અહી ક્લિક કરો.  

અમાસના દિવસે આ ત્રણ કાર્યો તો ભૂલથી પણ ન કરવા જોઈએ અમાસના દિવસે માસ મદિરાનું સેવન ન કરવું જોઈએ ,આ દિવસે સાત્વિક ભોજન જ કરવું જોઈએ કેટલાક લોકો ખોટી જાણકારીના લીધે અમાસના દિવસે માસનું સેવન કરતા હોય છે પરંતુ આ દિવસે કોઈપણ પ્રાણીના પ્રાણ લેવામાં મોટામાં મોટું પાપ માનવામાં આવે છે આ દિવસે માસનું સેવન કરવાથી નકારાત્મક શક્તિઓ તમારા ઉપર હાવી થઈ શકે છે


અમાસના દિવસે ઘરમાં ગંદકી ન રાખવી જોઈએ આ દિવસે મીઠાવાળા પાણીથી ઘરમાં પોતું અવશ્ય કરવું જોઈએ એનાથી નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશ કરતી નથી અને ઘરમાંથી સંપૂર્ણ નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અમાસના દિવસે ઘરમાં અથવા ઘરની બહાર થૂકવું ન જોઈએ શાસ્ત્રોમાં કહ્યું છે કે થૂકવાથી ઘરમાં ખરાબ શક્તિઓને ઘરમાં આવવાનું આમંત્રણ આપ્યું કહેવાય છે તેથી આ દિવસે ઘરની અંદર કે ઘરના મુખ્ય દરવાજાની આજુબાજુ ક્યાય જગ્યાએ થૂકવું અશુભ માનવામાં આવે છે અમાસના દિવસે બાલ અને નખ પણ નકા કાપવા જોઈએ આ પણ અશુભ માનવામાં આવે છે આ દિવસે નખ અને વાળ કાપવાથી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ તમારા ઉપર થઈ શકે છે શાસ્ત્રો અનુસાર અમાસના દિવસે કોઈપણ મનુષ્યને શારીરિક સંબંધ ન બનાવવો જોઈએ અમાસના દિવસે શારીરિક સંબંધ બનાવવાથી તેના નકારાત્મક પરિણામો ભોગવવા પડી શકે છે તેનાથી જન્મ લેનારી સંતાનને ખૂબ જ કષ્ટ ભોગવવું પડે છે તો હવે આપણે જાણીશું અમાસના દિવસે કયા ઉપાયો કરવા જોઈએ.

શાસ્ત્રો અનુસાર અમાસના દિવસે સવારે બ્રહ્મમુહરતમાં જાગીને કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. જો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું સંભવ ન હોય તો આ દિવસે ઘરમાં જ પવિત્ર નદીઓનું સ્મરણ કરતાં શુદ્ધ જળથી સ્નાન કરવું જોઈએ. અથવા તો સ્નાન કરવાના પાણીમાં થોડું ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યા બાદ સૂર્યદેવને જળ જરૂર આપવું જોઈએ.તેમાં ચપટી લાલ કંકું અને લાલ ફુલ કે ફુલ ની પાદડી મુકો. અમાસના દિવસે સૂર્યદેવને જળ ચડાવવાથી દરિદ્રતાનો નાશ થાય છે. 


જેઠ અમાસના દિવસે પીપળના વૃક્ષની પૂજા કરવાનું પણ ખૂબ જ અધિક મહત્વ છે પીપળાના વૃક્ષમાં બધા જ દેવી દેવતાઓનો વાસ હોય છે તથા અમાસના દિવસે બધા જ પિતૃગણ પીપળના વૃક્ષના વૃક્ષમાં નિવાસ કરે તેથી આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા અવશ્ય કરવી જોઈએ એનાથી તમારા જીવનમાં ચાલી રહી સમસ્યાઓથી છુટકારો મળે છે જેઠ અમાસના દિવસે પીપળના વૃક્ષના થળમાં કાચું દૂધ કાળા તલ ગંગાજળ ચોખા વગેરે જેવી શુભ ચીજો અર્પણ કરવી જોઈએ એનાથી પીપળના વૃક્ષમાં નિવાસ કરનારા બધા જ દેવતાગણ તથા પિતૃગણ સંતુષ્ટ થાય છે અને તમને આશીર્વાદ પ્રદાન કરે છે. આપણા શાસ્ત્રોમાં પીપળાના વૃક્ષને દેવ ગણવામાં આવે છે તેથી તેમની પૂજા કરવાથી કરોડો પાપો નષ્ટ થાય છે ખાસ કરીને અમાસના દિવસે પીપળના વૃક્ષમાં દૂધ ચડાવવાથી આપણી અંતરાત્મા શુદ્ધ થાય છે અને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે.

અમાસ ના શ્રી કુબેર ભંડારી મહાદેવ 108 નામ જાપ


અમાસના દિવસે પશુઓની સેવા કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે આ દિવસે ગાય કુતરા કાગડા વગેરે જેવા પ્રાણી પક્ષીઓની ભોજન કરાવીને તેમને સંતુષ્ટ કરવા જોઈએ એનાથી આપણને પિતૃઓના આશીર્વાદ મળે છે અને પિતૃઓના આશીર્વાદ મળવાથી તમારા કોઈપણ કાર્યમાં કોઈ અડચણ આવતી નથી બધા જ કાર્યોમાં સફળતા જ મળે છે જેઠમાં અમાસના દિવસે એક સરસોનું તેલ ચોપડેલી રોટલી તમારે કાળા કુતરાને જરૂર ખવડાવવી જોઈએ એનાથી શનિની મહાદશાથી મુક્તિ મળે છે શનિદેવ ન્યાયના દેવતા છે એમની ભક્તિ કરનાર ભક્તોને શનિદેવ ક્યારેય નિરાશ નથી કરતા તેથી તમે અમાસના દિવસે કાળા કુતરાને અને ગાયને રોટલી અવશ્ય ખવડાવી જોઈએ એનાથી થી તમારા ધનમાં કેટલાય ધનલાભ થાય છે અને શનિદેવ તમને ઉન્નતિના કેટલાય અવસરો પ્રદાન કરે છે સાથે જ નોકરી ધંધામાં પણ જલ્દી સફળતા પ્રાપ્ત થાય છે જો કોઈ વ્યક્તિ કાળસર્પ દોષથી પીડિત છે તો જેઠ અમાસના દિવસે ચાંદીથી બનેલા નાગ અને નાગિનના જોડાની પૂજા કરવી જોઈએ અને કોઈ પવિત્ર નદીમાંતા પછી તેને પધરાવી દેવા જોઈએ આ ઉપાયથી કાળ સર્પદોષથી તરત જ મુક્તિ મળે છે અને આ કાર્યથી થી તમારા જેટલા પણ કાર્યો અટકેલા છે એ બધા જ પૂરા થવા લાગે છે.

જેઠ અમાસના દિવસે કેસરયુક્ત ખીર બનાવીને માતા લક્ષ્મીને ભોગ ચડાવવો જોઈએ અને એ પછી એ ખીર ઘરની બધી જ મહિલાઓને સેવન કરવું જોઈએ આ ઉપાયથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે પિતૃઓના નામથી ગરીબોને ભોજન કરાવવું જોઈએ અને ગૌમાતાને ખીરનો ભોગ લગાવવો જોઈએ આવ કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે અને પરિવારના સદસ્યોમાં પ્રેમ અને વિશ્વાસ વધે છે અને ઘરમાં સુખ શાંતિ બની રહે છે. ઘરમાંથી દરિદ્રતા દૂર કરવા માટે જેઠ અમાસના દિવસે ઉપવાસ રાખીને પીપળના વૃક્ષના થળમાં પાણી જરૂર અર્પણ કરવું જોઈએ અને સાંજે પીપળના થળ પાસે પૂર્વ અને ઉત્તરની મધ્ય દિશામાં એક ઘીનો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ આવું કરવાથી કર્જ સંબંધિત પરેશાનીઓ દૂર થાય છે અને ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે.

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

અમાસના દિવસે દાનનું પણ વિશેષ મહત્વ છે તમે કોઈ બીજા દિવસે દાન ન કરો પણ અમાસના દિવસે તમારે દાન જરૂર કરવું જોઈએ આ દિવસે દાન કરવાથી પુણ્ય મળે છે અને બધા જ પાપો નષ્ટ થાય છે. જેઠ અમાસના દિવસે તલ દૂધ અથવા તલથી બનેલા લાડુનું દાન જરૂર કરવું જોઈએ. એનાથી દરિદ્રતા સમાપ્ત થાય છે. જેઠ અમાસના દિવસે ગ્રહોના દુષ્ટ પ્રભાવને ઓછા કરવા માટે તેમનાથી સંબંધિત ચીજોનું દાન પણ અવશ્ય કરવું જોઈએ. જેથી ગ્રહોના ભય સમાપ્ત થાય છે શનિ અને સૂર્ય ગ્રહને મજબૂત કરવા માટે ઘઉં અને કાળા ચણાનું દાન કરવું શુભ માનવામાં આવે છે શુક્ર ગ્રહને મજબૂત કરવા માટે આ દિવસે સફેદ તલનું દાન કરવું જોઈએ બુધ ગ્રહને મજબૂત કરવા માટે મગનું દાન કરવું જોઈએ અમાસના દિવસે ચોખાનું દાન કરવાથી ચંદ્ર ગ્રહ મજબૂત થાય છે ગુરુ ગ્રહને મજબૂત કરવા માટે જવનું દાન કરવું જોઈએ અને મંગળ ગ્રહની કૃપા માટે મસૂરની ની દાળનું દાન કરવું જોઈએ આ પ્રકારે તમે આ ચીજોનું દાન કરીને આ સાત ગ્રહોના પ્રભાવને ઓછો કરી શકો છો અને એમની સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો 

અમાસની રાત્રે ખાસ કરીને પીપળના વૃક્ષ નીચે એક ચોખા ઘીનો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ કેમ કે પીપળના વૃક્ષમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રણેયનો વાસ હોય છે અને અમાસના દિવસે પિતૃઓ વાસ કરતા હોય છે તેથી ચોખાઘીનો દીવો પીપળના વૃક્ષ નીચે પ્રગટાવવાથી પિતૃઓ આપણને આશીર્વાદ પ્રદાન કરે છે અને તેમના આશીર્વાદથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને કર્જમાંથી છુટકારો મળે છે તો મિત્રો આ પ્રકારે તમે જેષ્ઠ અમાસના દિવસે આ ઉપાયો કરીને તમે તમારા જીવનમાં સુખ શાંતિ લાવી શકો છો અને દુઃખ દરિદ્રતાને દૂર કરી શકો છો. 

અમાસ ના દિવસે કરો ભક્ત વલ્લભ ભટ્ટ રચિત આનંદ નો ગરબો ૧૧૮ છંદ 

તમને આ માહિતી પસંદ આવી હશે પસંદ આવી હોય તો આપ મારી સાથે WhatsApp  પર જોડાઈ શકો છો નીચે બટન પર ક્લિક કરો. જય શ્રીકૃષ્ણ.


"" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે


ગાયને એક વસ્તુ ખવડાવવાથી 24 કલાક મા સવૅ મનોકામના પૂણૅ થાય  સાથે ઈચ્છાપૂર્તિ થાય

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે  


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

રવિવાર, 22 જૂન, 2025

શ્રી સુદર્શન અષ્ટકમ્ જેમાં ભગવાન શ્રી વિષ્ણુ ના સુદર્શન ચક્ર ના આઠ ગુણ નો પાઠ | Shree Sudarshana Ashtakam in Gujarati Lyrics | Okhaharan

શ્રી સુદર્શન અષ્ટકમ્ જેમાં ભગવાન શ્રી વિષ્ણુ ના સુદર્શન ચક્ર ના આઠ ગુણ નો પાઠ | Shree Sudarshana Ashtakam in Gujarati Lyrics | Okhaharan 


shree-sudarshana-ashtakam-in-gujarati
shree-sudarshana-ashtakam-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશુંએકાદશી ના પવિત્ર દિવસે પાઠ કરીશું શ્રી સુદર્શન અષ્ટકમ્ જેમાં ભગવાન શ્રી વિષ્ણુ ના સુદર્શન ચક્ર ના આઠ ગુણ કહેવામાં આવ્યા છે.

શ્રી સુદર્શન અષ્ટકમ્ 


પ્રતિભટશ્રેણિભીષણ વરગુણસ્તોમભૂષણ
જનિભયસ્થાનતારણ જગદવસ્થાનકારણ ।
નિખિલદુષ્કર્મકર્શન નિગમસદ્ધર્મદર્શન
જય જય શ્રીસુદર્શન જય જય શ્રીસુદર્શન ॥ 1 ॥

શુભજગદ્રૂપમંડન સુરજનત્રાસખંડન
શતમખબ્રહ્મવંદિત શતપથબ્રહ્મનંદિત ।
પ્રથિતવિદ્વત્સપક્ષિત ભજદહિર્બુધ્ન્યલક્ષિત
જય જય શ્રીસુદર્શન જય જય શ્રીસુદર્શન ॥ 2 ॥


નિજપદપ્રીતસદ્ગણ નિરુપથિસ્ફીતષડ્ગુણ
નિગમનિર્વ્યૂઢવૈભવ નિજપરવ્યૂહવૈભવ ।
હરિહયદ્વેષિદારણ હરપુરપ્લોષકારણ
જય જય શ્રીસુદર્શન જય જય શ્રીસુદર્શન ॥ 3 ॥

સ્ફુટતટિજ્જાલપિંજર પૃથુતરજ્વાલપંજર
પરિગતપ્રત્નવિગ્રહ પરિમિતપ્રજ્ઞદુર્ગ્રહ ।
પ્રહરણગ્રામમંડિત પરિજનત્રાણપંડિત
જય જય શ્રીસુદર્શન જય જય શ્રીસુદર્શન ॥ 4 ॥

ભુવનનેતસ્ત્રયીમય સવનતેજસ્ત્રયીમય
નિરવધિસ્વાદુચિન્મય નિખિલશક્તેજગન્મય ।
અમિતવિશ્વક્રિયામય શમિતવિશ્વગ્ભયામય
જય જય શ્રીસુદર્શન જય જય શ્રીસુદર્શન ॥ 5 ॥

મહિતસંપત્સદક્ષર વિહિતસંપત્ષડક્ષર
ષડરચક્રપ્રતિષ્ઠિત સકલતત્ત્વપ્રતિષ્ઠિત ।
વિવિધસંકલ્પકલ્પક વિબુધસંકલ્પકલ્પક
જય જય શ્રીસુદર્શન જય જય શ્રીસુદર્શન ॥ 6 ॥


પ્રતિમુખાલીઢબંધુર પૃથુમહાહેતિદંતુર
વિકટમાલાપરિષ્કૃત વિવિધમાયાબહિષ્કૃત ।
સ્થિરમહાયંત્રયંત્રિત દૃઢદયાતંત્રયંત્રિત
જય જય શ્રીસુદર્શન જય જય શ્રીસુદર્શન ॥ 7 ॥

દનુજવિસ્તારકર્તન દનુજવિદ્યાવિકર્તન
જનિતમિસ્રાવિકર્તન ભજદવિદ્યાનિકર્તન ।
અમરદૃષ્ટસ્વવિક્રમ સમરજુષ્ટભ્રમિક્રમ
જય જય શ્રીસુદર્શન જય જય શ્રીસુદર્શન ॥ 8 ॥


દ્વિચતુષ્કમિદં પ્રભૂતસારં
પઠતાં વેંકટનાયકપ્રણીતમ્ ।
વિષમેઽપિ મનોરથઃ પ્રધાવન્
ન વિહન્યેત રથાંગધુર્યગુપ્તઃ ॥ 9 ॥

ઇતિ શ્રી વેદાંતાચાર્યસ્ય કૃતિષુ સુદર્શનાષ્ટકમ્ ।

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 21 જૂન, 2025

શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ નામનો પાઠ કરવા નિમ્નલિખિત 10 નિયમો જેથી પાઠ કરવાનું 100% ફળ મળેજ | vishnu sahasranamam path rules in gujarati | Okhaharan

શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ નામનો પાઠ કરવા નિમ્નલિખિત 10 નિયમો જેથી પાઠ કરવાનું 100% ફળ મળેજ | vishnu sahasranamam path rules in gujarati | Okhaharan 

vishnu-sahasranamam-path-rules-in-gujarati
vishnu-sahasranamam-path-rules-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું શ્રી વિષ્ણુ ભગવાનનો ઉત્તમ ભક્તિ નો પાઠ એટલે શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ નામનો પાઠ કરવા નિમ્નલિખિત ૧૦ નિયમો જેથી પાઠ કરવાનું 100% ફળ મળેજ 


શ્રી કૃષ્ણ નો આ પાઠ કરવાથી જન્મ-મરણથી મુક્તિ મળી ભગવાનમાં તરફ પ્રીતિ કરવાનાર 


શ્રીવિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાના 10 નિયમો

૧. સ્નાન કરી પવિત્ર વસ્ત્રો પહેરી અગર પંચસ્નાન કરી પાઠ કરવો. પ્રભુ જરૂર કલ્યાણ કરશે.

૨. ઘરમાં બેસી ભગવાનનું ધ્યાન ધરીને તેમજ દેવમંદિરમાં પ્રભુની મૂર્તિની સામે બેસી પાઠ કરશો.

૩. બને તો પાઠ કરતી વખતે ઘીનો દીવો અગર અગરબત્તી રાખવી.

૪. શુદ્ધ ઉચ્ચારથી ઊંચા સ્વરે પાઠ કરવો. 

૫. રુદ્રશાપવિમોચનનો પાઠ કરીને કરન્યાસવિધિ કરવી, પછી વિષ્ણુસહસ્ત્રનો પાઠ કરવો. શ્રદ્ધા-ભક્તિપૂર્વકના પાઠનું ફળ મળે છે.

૬. પાઠ પૂરો કર્યા સિવાય અધવચમાં આસન પરથી ઊઠવું નહિ.

૭. નિયમિત દરરોજ પાઠ કરવાનો સંકલ્પ કરી પાઠની શરૂઆત કરવી. નિયમનો ભંગ થવા દેવો નહિ. નિયમનો ભંગ થાય તો ઉપવાસ કરવો.

૮. ભગવાન વિષ્ણુ આપણી પાસે જ છે એમ ધારી પાઠ કરવો.

૯. ઉપરાંત શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવો.

૧૦. શ્રદ્ધાપૂર્વક પાઠ કરવાથી મુશ્કેલીઓ દૂર થાય છે અને આત્માનું કલ્યાણ થાય છે.

ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ

આશા છે કે આ લેખ પસંદ આવ્યો હશે મારી સાથે Whatsapp જોડાવા ની બટન પર ક્લિક કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇