ગુરુવાર, 8 જુલાઈ, 2021

9 જુલાઈ 2021 દશૅ અમાસ ના દિવસે કરો આ કામ અને ખાસ ના કરો આ કામ Amash Gujarati upay Okhaharan

9 જુલાઈ 2021 દશૅ અમાસ ના દિવસે કરો આ કામ અને ખાસ ના કરો આ કામ Amash Gujarati upay Okhaharan

Amash-UPay-Gujarati-9-July-2021
Amash-UPay-Gujarati-9-July

 

અમાસ તિથિ એ કૃષ્ણ પક્ષ શરૂ થતાં જ ચંદ્ર, સૂર્યની તરફ આગળ વધતો જાય છે. પછી કૃષ્ણ પક્ષની છેલ્લી તિથિ પર સૂર્ય અને ચંદ્ર એક જ રાશિમાં આવી જાય છે અને આ બંને ગ્રહોની વચ્ચેનું અંતર 0 ડિગ્રી થઈ જાય છે.

108-Names-of-Lord-Shiva-Ashtottara-Shatanamavali-Lyrics-Gujarati

 


અમાસ તિથિ ના દિવસે જપ તપ વ્રત પુજન મંત્ર કરવા માટે અતિ ઉત્તમ તિથિ માનવામા આવે છે આ દિવસે શિવ પાવૅતી, લક્ષ્મીનારાયણ , પિતૃઓ તથા પીપળા ના વૃક્ષ પુજાન ખાસ કરવું જોઈએ. જો આમાંથી કોઈ પણ ની પુજા ના કરી શકો અમાસ ના દિવસે શિવજી માટે શિવ મહિમ્ન સ્તોત્ર વાંચો સાંભળો, શ્રી લક્ષ્મીનારાયણ દેવ માટે વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત તથા શ્રી સુક્તમ્ નો પાઠ કરો અને પિતૃઓ માટે ગરીબ , બ્રાહ્મણ તથા પ્રાણી ઓનો ભોજન જરૂર કરવો.


એવું માનવામાં આવે છે કે અમાસ તિથિ એ પિતૃઓ ચંદ્ર પાસે અમૃતપાન માટે જાય છે અને વાયુ વેગે હવામાં ફર્યા કરે છે.આ દિવસે પુર્ણ શ્રદ્ધા થી શ્રાદ્ધ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને પરિવાર લોકોની ઉંમર અને સુખ-સમૃદ્ધિ પણ વધે છે. આ દિવસે કરવામાં આવેલા વ્રતથી ઘણા પ્રકારના દોષ પણ દૂર થાય છે.


આ અમાસ ની તિથિ ના દિવસે કેટલાક કાર્યો ખાસ કરવા અને કેટલાક કાર્યો ના કરવા.


આ દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને તીર્થ સ્થાન અથવા પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપાર છે. પરંતુ અત્યાર ના સમય મુજબ એમ ના થાય તો  ઘરે જ પાણીમાં ગંગાજળના કેટલાક ટીપાં અથવા પવિત્ર નદીનું જળ નાખીને સ્નાન કરવાથી એટલું જ પુણ્ય મળશે.


આખામાં ઘરમાં સફાઈ કર્યા બાદ ગંગાજળ અથવા ગૌમૂત્રનો છંટકાવ કરવો.


આખો દિવસ વ્રત અથવા ઉપવાસની સાથે પૂજા-પાઠ અને શ્રદ્ધાનુસાર દાન કરવાનો સંકલ્પ લો. આ દિવસે તમારા કુળદેવી કુળદેવતા ની પુજન પછી શિવ પાવૅતી પુજન કરી ૐ નમઃ શિવાય મંત્રની એક માળા રૂદ્રાક્ષ ૧૦૮ મણકા ની એક માળા કરો. શ્રી લક્ષ્મીનારાયણ દેવનું પૂજન કરો ૐ નમો ભગવતે વાસુદેવાય ની બે માળા કરો અને માળા તુલસી ના મણકા ની હોય તો અતિ ઉત્તમ માનવામાં આવે છે.


Shiv Mantra Gujarati

આ દિવસે પીપળો, આસોપાલવ, તુલસી, બીલીપત્ર અને અન્ય છોડ-વૃક્ષ લગાવવાની પરંપરા છે. આવું અમાસના દિવસે લગાવવામાં આવેલા વૃક્ષો અને છોડથી પિતૃ અને દેવતા પ્રસન્ન થાય છે.


સવારે વહેલા ઉઠીને પીપળાના ઝાડ પર જળ ચઢાવવું. પીપળા અને વડના વૃક્ષની 108 પરિક્રમા કરવાથી ગરીબી દૂર થાય છે.


માનવામાં આવે છે કે અમાસના દિવસે મૌન રહેવાની સાથે સ્નાન અને દાન કરવાથી હજાર ગાયોના દાન કરવા જેટલું ફળ મળે છે.


શ્રદ્ધા મુજબ, દાન કરીને સંકલ્પ લેવો જોઈએ. પછી જરૂરિયાતમંદ લોકોને દાન આપવું જોઈએ. આ દિવસે તેલ, જૂતા-ચપ્પલ, લાકડીનો પલંગ, છત્રી, કાળા કપડા અને અડદની દાળનું દાન કરવાથી કુંડળીમાં રહેલો શનિ દોષ દૂર થઈ જાય છે. પ્રાણીઓ ને જેમ કે કાળા રંગની ગાય, કુતરા ને મીઠાઈ ખવડાવુ.


અમાસ ના દિવસે ખાસ કરીને સાત્વિક ભોજન કરો અને તામસી ભોજન કેમ કે લસણ-ડુંગળી અને માંસથી દૂર રહો.

કોઈપણ પ્રકારનો નશો ન કરવો અને પતિ-પત્નીએ એક જ પલંગ પર ન સૂવું જોઈએ. કોઈ પણ પરિસ્થિતિમાં બ્રહ્મચર્ય નું પાલન કરવું.

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

 

 

 

8 જુલાઈ 2021 નો ગુજરાત ડીઝલ બજાર નો ભાવ | Today Diesel Price| Diesel Rate Today in Gujarat

8 જુલાઈ 2021 નો ગુજરાત ડીઝલ બજાર નો ભાવ | Today Diesel Price| Diesel Rate Today  in Gujarat

Diesel-Price-Today-Gujarati-Updae-diesel-Rate
Diesel-Price-Today-Gujarati-Updae-diesel-Rate

 

ગુજરાત એ ભારતનું એક વિશેષ રાજ્યો છે, જે ભારતના ભોગોલીક સ્થિતિ મુજબ પશ્ચિમ ભાગમાં આવેલું છે. રાજ્યની આશરે વસ્તી 6 કરોડથી વધુ છે. કુલ સ્થાનિક ઉત્પાદન અનુસાર એ ભારતના અર્થતંત્રમાં રૂ. ૧૭.૬૬ લાખ કરોડનું યોગદાન આપનાર તેથી તે ત્રીજુ સૌથી મોટું રાજ્ય છે.



આજનો 7 મહાનગરો નો ડીઝલ બજારનો ભાવ

અમદાવાદ    :-  ૯૬.૪૮/- રૂપિયા

વડોદરા  :-  ૯૬.૧૪/- રૂપિયા

ભાવનગર :- ૯૭.૭૨/- રૂપિયા

રાજકોટ:- ૯૬.૨૮ /- રૂપિયા

ગાઘીનગર :- ૯૬.૬૯ /- રૂપિયા

સુરત :- ૯૬.૭૩ /- રૂપિયા

જામનગર :- ૯૬.૧૦ /- રૂપિયા



સૌથી ઓછો ભાવ  :- જામનગર :- ૯૬.૧૦ /- રૂપિયા

સૌથી વઘારે ભાવ   :- ગીર સોમનથ:- ૯૮.૧૦ /- રૂપિયા

મિત્રો માહીતી સારી લાગી હોય તો મિત્રો સાથે શેર કરો.

Petrol-Price-Today-Gujarati-Updae-diesel-Rate

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 
ganesh 12 name gujarati

 guruvar-ke-upay-gujarati

બુધવાર, 7 જુલાઈ, 2021

7 જુલાઈ પ્રદોષ શિવ ભજન ગુજરાતી લખાણ સાથે | Mahadev Bhajan With Gujarati Lyrics Okhaharan

7 જુલાઈ પ્રદોષ શિવ ભજન ગુજરાતી લખાણ સાથે | Shiv Bhajan With Gujarati Lyrics Okhaharan

Shiv-Bhajan-Gujarati-Lyrics-Sadashiv-Aashro-Ek-Tamaro
Shiv-Bhajan-Gujarati-Lyrics-Sadashiv-Aashro-Ek-Tamaro


સદાશિવ આશરો એક તમારો

ભોળા શંભુ આશરો એક તમારો

જળ, સ્થળ ને જડ ચેતન સૌ માં વાસ સદા છે તમારો

પામર પ્રાણી હું, કાઈ નવ સમજ્યો

ખેલ અજબ છે તમારો રે....

સદાશિવ આશરો એક તમારો

ભોળા શંભુ આશરો એક તમારો


અજબ અલૌકિક રૂપ તમારું ને ભાલ માં ચંદ્ર રૂપાળો

કર માં કમંડળ ત્રિશૂળ ડમરુ

છે યોગી વેશ તમારો રે...

સદાશિવ આશરો એક તમારો

ભોળા શંભુ આશરો એક તમારો


જગ હિત કાજે ઝીલ્યા ઝટામાં ને,

ગંગાનો ગર્વ ઉતાર્યો

મૃત્યુના દૂત ને મોકલ્યો પાછો

માર્કન્ડેય ને ઉઘાર્યો રે...

સદાશિવ આશરો એક તમારો

ભોળા શંભુ આશરો એક તમારો


Shiv Mantra Gujarati

દેવને દાનવ સાથે મળીને

સાગર માંથવાને ધાર્યો

રાતનો નીકળતા રાજી થયા સૌ

કહેતા કે ભાગ અમારો રે...

સદાશિવ આશરો એક તમારો

ભોળા શંભુ આશરો એક તમારો


વિષ હળાહળ નીકળ્યું ત્યારે,

વિષ્ણુ ને કહે કે ઊઘારો

વિષ્ણુ કહે એ તો કામ કઠણ છે

શંભુ નું શરણ સ્વીકારો રે... સદાશિવ આશરો એક તમારો

ભોળા શંભુ આશરો એક તમારો


108-Names-of-Lord-Shiva-Ashtottara-Shatanamavali-Lyrics-Gujarati

અમૃતની તમે આશા ના કિધીને

 ઝેર નો ભાગ સ્વીકાર્યો

સરળ સ્વભાવ ને ભાવ તમારો

ભક્તો ના દુઃખ હરનારો રે...

સદાશિવ આશરો એક તમારો

ભોળા શંભુ આશરો એક તમારો


દેવ ને દાનવ માનવ સૌ ને

આપતા આપ સહારો

બાદ તમારો જાણી ને મુજને

ભવજલ પાર ઉતારો રે... સદાશિવ આશરો એક તમારો

ભોળા શંભુ આશરો એક તમારો


સર્વે જગત માં વાસ તમારો ને,

ભક્તો ને દેતા સહારો

દાસ તણા સર્વે પાપ નિવારો

ભવજળ પાર ઉતારો રે... સદાશિવ આશરો એક તમારો

ભોળા શંભુ આશરો એક તમારો 


લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

 

 

રવિવાર, 4 જુલાઈ, 2021

14 જુન જેઠ વદ અગિયારસ ના દિવસે શિવ મંદિર કરી આ એક કામ તમારી કિસ્મત બદલતા કોઈ રોકી નહીં શકે Yogini Ekadashi Okhaharan

14 જુન જેઠ વદ અગિયારસ ના દિવસે શિવ મંદિર કરી આ એક કામ તમારી કિસ્મત બદલતા કોઈ રોકી નહીં શકે Yogini Ekadashi Okhaharan 

ekadashi-shiv-pujan-gujarati



 

જેઠ વદ પક્ષની એકાદશી 14 જુન 2023 ના રોજ છે. આ એકાદશીને યોગિની એકાદશી કહેવામાં આવે છે. એકાદશીના દિવસે ભગવાન જગતના પાલનહાર શ્રી વિષ્ણુ માટે વ્રત જપ તપ ઉપવાસ કરવા હોય છે. આ સિવાય પણ તમારા આરાધ્યદેવની વિશેષ પૂજા કરવી જરૂરી છે.

Yogini-Ekadashi-Pujan-vidhi-Gujarati

 


એકાદશીએ ભગવાન વિષ્ણુ સહિત દેવી લક્ષ્મીનો પુજન મંત્ર તથા અભિષેક કરો. પૂજામાં શક્ય હોય તો દક્ષિણાવર્તી શંખમાં કેસર સાથે દૂધ મિશ્ર કરીને અભિષેક કરવો તથા સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જરૂર બોલો. જો તમારા ઘરે બાલ ગોપાલનો પણ આ રીતે અભિષેક કરો. શ્રીકૃષ્ણના બાળ ગોપાલ સ્વરૂપને દુઘ કોઈ પણ ઉપવાસમાં ખવાય એવું પકવાન અથવા ખાસ કરીને માખણ-મિશ્રીનો ભોગ જરૂર  ધરાવો.


આ વષૅ યોગિની એકાદશી  દેવો ના દેવ મહાદેવ નો એ એક યોગિ પુરૂષ તથા જ્ઞાન ના ભંડાર છે. માટે એ દિવસે શંકર ભગવાન ના મંદિરે જઈને આ ખાસ કાયૅ કરો.


શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચઢાવો અને ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. મંત્ર જાપની એક રૂક્ષાસ ની માળા જરૂર કરો . ભગવાનને અતિપ્રિય બીલીપાન અને ધતૂરો પણ ચઢાવો. દુપ, દીવો અને કપૂર પ્રગટાવીને આરતી કરો. પૂજા બાદ જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો.

Yogini-Ekadashi-Vrat-Katha-2021-Gujarati

 


આ તિથિએ સવારે તુલસીને તથા પીપળા પર જળ ચઢાવો અને સૂર્યાસ્ત સમયે તુલસી પાસે ઘી નો દીવો પ્રગટાવો અને પરિક્રમા કરો.

 

 

 ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

  """ શ્રી કૃષ્ણ બાવની """  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

14 જુન યોગિની એકાદશી પૂજા વિધિ | એકાદશીએ શું કરવું ? | એકાદશીએ શું ન કરવું| Yogini Ekadashi Pujan Vidhi Gujarati Okhaharn

14 જુન યોગિની એકાદશી પૂજા વિધિ | એકાદશીએ શું કરવું ? | એકાદશીએ શું ન કરવું| Yogini Ekadashi Pujan Vidhi Gujarati Okhaharn

Yogini-Ekadashi-Pujan-vidhi-Gujarati



 

પૂજા વિધિઃ-

એકાદશીના દિવસે સૂર્યોદય પહેલાં જાગી નિત્યક્રમ પૂર્ણ કરીને સ્નાન કરવું. પાણીમાં ખાસ કરીને ગંગાજળ ઉમેરીને સ્નાન કરજો. ત્યાર બાદ સાફ અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઇએ.પીળા રંગના વસ્ત્રો પહેરે તો ખુબજ શુભ માનવામાં આવે છે

એક બાજઠ પર પીળા કલરની નું વસ્ત્ર પાથરીને તેના ઉપર ભગવાન વિષ્ણુની છબી કે મ્રુતિ મુકો જો તમારી પાસે વિષ્ણુ ભગવાન ની મુતિ કે છબી ના હોય તો તેમના દસ અવતાર માંથી કોઈ પણ છબી કે મુતિ લઈ શકાય છે અને ખાસ આ મોહિની એકાદશી ના દિવસે મોહિની રૂપ ની છબી હોય ધણું ઉત્તમ માનવામાં આવે છે. બાજઠ પર  ઘીનો દીવો પ્રગટાવવો અને ગાય ધી હોય અતિ શુભ તથા હાથમાં જળ લઈને વ્રતનો સંકલ્પ લેવો. એક કળશ શુદ્ધ જળ અથવા ગંગાજળ ભરીને રાખો.


ત્યારબાદ છબી તથા મુતિ ને સ્વચ્છ કરો.જોશકય હોય તો મુતિ પર પંચામૃત નો અભિષેક કરો સાથે ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર નો જાપ અથવા વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત સાંભળો અને સાથે અભિષેક કરો. પછી મુતિ અને છબી ને સ્વચ્છ કરીને પીળા કલર નું વસ્ત્ર ચડાવો.પુજનમા ખાસ પીળા રંગની મીઠાઈ, ફુલ પીળા રંગના તથા લક્ષ્મી કમળ અને વિષ્ણુ ભગવાનને પ્રિય તુલસી પાન ચડાવો.


 ધૂપ, દીપથી આરતી કરો અને કથા વાતૉઓ વાંચો અથવા સાંભળો અને ભગવાન વિષ્ણુન  ભજન  જ કીર્તન કરો . રાતે ભગવાનનું ભજન કીર્તન કરીને જાગરણ અવશ્ય કરવું. એકાદશી દિવસે યથાશક્તિ પ્રમાણે ગાય , કુતરા, ગરીબ , જરૂરિયાત મંદ લોકો તથા બ્રાહ્મણ દાન પુણ્ય કરો.


Yogini-Ekadashi-Vrat-Katha-2021-Gujarati

 

એકાદશીએ શું કરવું-

આ દિવસે સવારે જલ્દી જાગીને સ્નાન કરવું અને પુજન પછી તુલસીના છોડ દિવો કરીને જળ ચઢાવવું અને પ્રદક્ષિણા કરવી

આખો દિવસ કંઇ જ ખાવું જોઇએ નહીં. ખાસ કરીને તામસી ભોજન જેમ કે ડુંગરી લસણ ના ખાવું. આખો દિવસ ભૂખ્યા રહેવું સંભવ ન હોય તો ફળ ખાઈ શકો છો.

વૈશાખ મહિનામાં ગરમી હોવાથી માટીના વાસણમાં પાણી ભરીને દાન કરવું જોઇએ.

કોઇ મંદિરમાં ભોજન અથવા અનાજનું દાન કરવું જોઇએ.


એકાદશીએ શું ન કરવું-

આ દિવસે ચોખા, ભોજન , ચણા, માંસાહાર ના ખાવું.

ડુંગરી લસણ તામસી ભોજન ના લેવું ત્રણ દિવસ.

જુઠું બોલવું નહીં કોઈ ની નિંદા ના કરવી.

બ્રહ્મચર્યનું ખાસ પાલન કરો.

વડીલોનું અપમાન ના કરવું.

ખોટા ખરાબ વૃત્તિ વાળા લોકોની સંગતથી બચવું.


 ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

  """ શ્રી કૃષ્ણ બાવની """  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇