શનિવાર, 11 સપ્ટેમ્બર, 2021

ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત | Ganesh Stotram | Ganesh Runmukti stotram gujarati | Okhaharan

ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત | Ganesh Stotram | Ganesh Runmukti stotram gujarati | Okhaharan

ganesh-stotram-ganesh-runmuki-stotram-gujarati
ganesh-stotram-ganesh-runmuki-stotram-gujarati

ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત

અસ્ય શ્રી ઋણવિમોચનમહાગણપતિસ્તોત્રમમંત્રસ્ય શુક્રાચાર્ય ઋષિ ઋણમોચનમહાગણપતિદેવતા અનુષ્ટુપ છંદ ઋણવિમોચનમહાગણપતિપ્રીત્યથે જપે વિનિયોગ

આ ઋણમોચન મહાગણપતિ સ્તોત્ર મંત્રના ઋષિ શુક્રાચાર્ય છે દેવતા ઋણમોચન મહાગણપતિ છે. અનુષ્ટુપ છંદ છે અને ઋણના નાશ માટે મહાગણપતિની પ્રીતિ મેળવવા માટે જપનો વિનિયોગ છે.

Radhika-Stotram-Ganesh-Stuti-Gujarati-Lyrics

ૐ સ્મરામિ દેવદેવેશં વ્રકતુડ મહાબલમ્ |

ષડક્ષરં કૃપાસિન્ધુ નમામિ ઋણમુકતયે ||

હું એ દેવ દેવેશ મહાબળવાન વ્રકતુડ નું સ્મરણ કરું છું.અને તેમના છ અક્ષર મંત્રના ગં ગણપતેય નમઃ નો જાપ કરતાં કૃપાસાગર ગણેશજી વંદન કરું છું તે મારા ઋણનો નાશ કરે.

મહાગણપતિ વંદે માતસેતુ મહાબલમ્ |

 એક મેવા દ્વિતીય તું નમામિ ઋણમુક્તયે ||

હું એ ગણોના અધિપતિ મહાશક્તિશાળી મહાગણપતિ ને વારંવાર નમસ્કાર કરું છું તે ઋણ નો નાશ કરે

Ganesh-stuti-with-Gujarati-Lyrics-2021

એકાક્ષરં ત્વેકદંતમેકં બ્રહ્મ સનાતનમ્ |

મહાવિધ્નહરમ્ દેવ નમામિ ઋણમુકતયે ||

જેમનો એક અક્ષર નો મંત્ર ગં છે તેવા શાશ્વત તત્વજ્ઞાની અને મોટામાં મોટા વિઘ્નોને હરનાર એકદંત ને નમસ્કાર કરું છું તે મારા ઋણ નો નાશ કરે

શુકલામ્બરં શુકલવણૅ શુકલગન્ધાનુલેપનમ્ |

સવૅશુકલમયં દેવં નમામિ ઋણમુકતયે ||

સનાતન ગૌરવણૅવાળા સુગંધિત દ્રવ્યો થી લેપાયેલા સર્વ કલ્યાણકારી દેવ ગણેશજીને હું નમસ્કાર કરું છું તે મારા ઋણ નો નાશ કરે

રક્તામ્બરં રક્તવણૅ રક્તગન્ધાનુલેપનમ્ |

રકતપુષ્પૈ પુજ્યમાનં નમામિ ઋણમુકતયે ||

સૌને પ્રિય લાલવણૅવાળા લાલ સુગંધિત દ્રવ્યો થી લેપાયેલા લાલ પુષ્પોથી પુજિત એ શ્રી ગણેશને મારા નમસ્કાર છે તેઓ મારા ઋણ નો નાશ કરે

ganesh 12 name gujarati 

 કૃષ્ણામ્બરં કૃષ્ણવણૅ કૃષ્ણગન્ધાનુલેપનમ્ |

કૃષ્ણ યજ્ઞોપવીતની ચ નમામિ ઋણમુકતયે ||

શ્યામ રંગના શ્યામ સુગંધિત સુગંધિત દ્રવ્યો થી લેપાયેલા શ્યામ જનોઈ ધારણ કરવાવાળા એ કૃષ્ણાબરને હું નમસ્કાર કરું છું તેઓ મારા ઋણ નો નાશ કરે

પિતામ્બરં પીતવણૅ પીતગન્ધાનુલેપનમ્ |

પીતપુષ્પૈ પૂજયંમાન નમામિ ઋણમુકતયે ||

પીળા વસ્ત્રો ધારણ કરેલા પીળા વણૅવાળા પીળા સુગંધિત દ્રવ્યો લેપિત પીળા પુષ્પોથી પૂજિત એ ગણેશ ને હું નમસ્કાર કરું છું તેવો મારા ઋણ નો નાશ કરે

સવૉત્મકં સવૅવણૅ સવૅગન્ધાનુલેપનમ્ |

સવૅપુષ્પૈ પૂજયમાનં નમામિ ઋણમુકતયે ||

સવૅવણૅવાળા સવૅ ગંધોથી લેપિત સવૅ પુષ્પોથી પૂજિત એ સવૉત્મક ગણેશજી ને હું નમસ્કાર કરું છું તે મારા ઋણ નો નાશ કરે.

એતદ્ ઋણહરં સ્તોત્ર ત્રિસંધ્યં ય: પઠેન્નર |

ષણમાસાભ્યન્તરે તસ્ય ઋણચ્છેદો ન સંશય ||

આ ગણપતિ ના ઋણહર સ્તોત્રનું જે નિત્ય પ્રાતઃકાળે મધ્યાહને સાયંકાળે પાઠ કરે છે તેનું ઋણ છ મહિનામાં જ નષ્ટ પામે છે તેમાં કોઈ સંશય નથી

ganesh 21  name gujarati 

 સહસ્ત્રદશકં કૃત્વા ઋણમુકતો ધની ભવેત્

જે વ્યક્તિ આ સ્તોત્રનો દશ હજાર વખત પાઠ કરે છે તેના તમામ ઋણનો નાશ થાય છે અને તે અત્યંત ધનવાન બને છે.

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે  

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે  

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે   

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે   

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે 

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

સામા પાચંમ ઋષિ પાંચમ વ્રત કથા વ્રત માહીતી ગુજરાતીમાં | Sama Pancham Vrat Katha in Gujarati | Sama Pancham | Okhaharan

સામા ઋષિ પાંચમ વ્રત કથા વ્રત માહીતી ગુજરાતીમાં | Sama Pancham Vrat Katha in Gujarati | Sama Pancham | Okhaharan

Sama-Pacham-Vrat-katha-gujarati
Sama-Pacham-Vrat-katha-gujarati

ભાદરવા સુદ પાંચમ તિથિને સામા પાચંમ કહેવાય છે સામા પાચંમ ઋષિપંચમી પણ ઓળખાય છે. આ વષૅ 28 ઓગસ્ટ 2025  ના રોજ છે.

સામા પાચંમ વ્રત વિધિ

આ વ્રત ભાદરવા સુદ પાંચમના તિથિના દિવસે કરવામાં આવે છે. મોટે ભાગે સ્ત્રીઓથી માસિકઘમૅ-રજોદર્શન સમયે જાણે-અજાણે લાગેલા દોષો નિવારવા અથે આ વ્રત કરે છે. આ વ્રત નું બીજી નામ ઋષિપંચમી તરીકે પણ ઓળખાય છે. વ્રત કરનારે સવારે વહેલા સૂયૅદય પહેલાં ઊઠીને અઘેડાનું દાંતણ કરી, શરીર પર માટી ચોળી, માથામાં આંબળાની ભૂકી નાંખી નહાવું. આ દિવસે ફક્ત સામો ખાવો, ફળાહાર કરવો. બીજી કોઈ વસ્તું કે અન્ન ખાવું નહીં. સ્નાન કર્યા પછી મહાદેવજીની પૂણૅ શ્રદ્રાથી ભક્તિ ભાવથી પૂજા કરવી. 

 સામા પાચંમ વ્રત શુ કરવુ?   શુ ના કરવુ? ઉપવાસ માં શું જમવું ? ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

આ દિવસે હિંદુ ધર્મનાં સાત ઋષિઓ જેવાકે, કશ્યપ, અત્રિ, ગૌતમ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, જમદગ્નિ અને વસિષ્ઠની પુજા કરે છે.તેમાં પણ વિશેષ અરુંઘતી પુજન મનમાં રટણ જરૂર કરવું. આ રીતે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવું. ત્યાર બાદ તેનું ઉજવણું કરવું. એ વખતે અરુંધતી સહિત સપ્તઋષિઓની પૂજા કરવી અને બ્રાહ્મણોને જમાડી, યથાશક્તિ દાન-દક્ષિણા આપવી.નવા કોરા વસ્ત્ર ભેટ આપવી.

સામા પાચંમ વ્રત કથા

ઘણા વર્ષો પહેલાંની વાત છે. ચંદ્રદેશમાં ત્રિલોક નામે એક બ્રાહ્મણ પોતાની પત્ની ત્રિલોચના અને પુત્ર-પુત્રી સાથે રહેતો હતો. પુત્રનું નામ સુદશૅન અને પુત્રી નામ સુશીલા હતું . પુત્ર સુદશૅન પિતાની જેમ સર્વ વિદ્યા ભણીને હોંશિયાર થઈ ગયો હતો. પુત્રી સુશીલા ને ઉમર થતા પરણાવી દીધી હતી. આથી બ્રાહ્મણ અને તેની પત્ની હવે કોઈ ચિંતા નથી તે રીતે જીવી રહ્યા હતા.  પોતાનું ગુજરાન ચલાવી રહ્યાં હતાં. પરંતુ એક વર્ષ થયું હશે ત્યા તેની પુત્રી સુશીલા પર દુ:ખના ડુંગર તૂટી પડ્યા. તેનો પતિ ટૂંકી માંદગી ભોગવી મૃત્યુ પામ્યો.

સુશીલા દુ:ખી થઈ પિયરમાં આવી ગઈ. ભરજુવાનીમાં પુત્રીની આવી હાલત જોઈ માતા-પિતા પણ દુઃખ નું આભ ટુટી પડ્યું એવુ લાગતું હતું. તેઓએ પુત્રીને આશ્વાસન આપીને પ્રભુ ભક્તિમાં ધ્યાન આપવાનું કહ્યું.

Dharo-Atham-Vrat-date-2021

બ્રાહ્મણ અને તેની પત્નીનું મન સંસારમાંથી ઊઠી ગયું.  આથી તેઓએ વનમાં જઈ આશ્રમ બાંધી ધર્મપરાયણ જીવન જીવવા લાગ્યા.  પુત્ર સુદશૅન પોતાની પત્ની સાથે ગામમાં રહે  અને પુત્રી સુશીલા તેમની સાથે આશ્રમ રહેતી હતા. ધર્મના કાર્ય કરવા છતા સુશીલા નો આખો દિવસ કોઈ કામમાં પૂરો થતો હતો. આથી તે બપોરના સમયે આશ્રમ પાસે આવેલા એક ઝાડ નીચે પાથરી સૂઈ જતી.

એક દિવસ તે સૂતી હતી ત્યાં અચાનક તેના શરીરમાંથી અસંખ્ય કીડા નીકળવા લાગ્યા અને ખદબદવા લાગ્યા. આ જોઈ સુશીલા ગભરાઈ ગઈ અને રડતી રડતી માતા પાસે આવી. પુત્રીને આ રીતે જોઈ માતા ગભરાઈ ગઈ અને તેણે ઘરમાં પતિને વાત કરી. 

શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો.

  બ્રાહ્મણે પુત્રીને આશ્વાસન આપી શરીર પર માટી લગાડી. પાણીથી સ્નાન કરવાનું કહ્યું. આથી તેને થોડી રાહત થઈ. પત્નીના આગ્રહથી બ્રાહ્મણે પોતાના  ત્રિકાળ જ્ઞાનથી પુત્રીનો ભૂતકાળ જાણી લીધો. આગલા જન્મમાં તે એક બ્રાહ્મણની પત્ની હતી. તે રજસ્વલા ધર્મ પાળતી ન હતી.  રજસ્વલા સ્ત્રીએ આ ચાર દિવસ ઘરકામ ન કરવું જોઈએ તથા સ્પર્શથી દૂર રહેવું જોઈે. પરંતુ આ સુશીલા એ એ ધર્મ પાળ્યો ન હતો. તેથી આ ભવે તેને પાપ નડ્યું  છે. આ ઉપરાંત કોઈ સામા પાચમનું વ્રત કરે તો ઠેકડી ઉડાવતી તેણે ઋષિપંચમીની નિંદા કરી હતી. સામાપાંચમનું વ્રત કરનાર છોકરીઓની મશ્કરી કરી હતી. આથી આ ભવે તે પતિસુખથી વંચિત રહી છે અને આખા શરીરમાં કીડા પડ્યા છે. 

  શ્રી ગણેશજી ના 108 નામ જાપ ગુજરાતમાં લખાણ સાથે

 બ્રાહ્મણની આ વાત સાંભળી તેની પત્ની વિલાપ કરવા લાગી.આથી બ્રાહ્મણે આશ્વાસન આપતા કહ્યું કે સુશીલા તેના પાપનું નિવારણ કરી શકે છે. તે આ વ્રત ભક્તભાવથી કરીપોતાના પાપનો નાશ કરી શકે છે. આ સાંભળી બધા ખુશ થયા અને વ્રત કેવી રીતે થાય તે પૂછ્યું.

બ્રાહ્મણે કહ્યું કે ભાદરવા સુદ પાંચમના દિવસે આ વ્રત થાય છે. એ દિવસે સવારે વહેલા ઊઠીને, સ્નાન કરીને ઘીનો દીવો-ધૂપ કરવા. ત્યાર પછી નૈવૈધમાં ફળ ધરાવી મહર્ષિ કશ્યપ, અત્રિ, વિશ્વામિત્ર, ભારદ્વાજ, ગૌતમ, જમદાગ્નિ અને અરુધતિ સહિત વિશિષ્ટનું ધ્યાન ધરવું. તેમની પૂજા કરવી. વ્રત દરમિયાન ઉપવાસ કરવો અને ફળાહાર કરવો, માવો ખાવો. આ રીતે ભક્તિભાવથી વ્રત કરવાથી રજસ્વલા વખતે અજાણતા થયેલા અનેક પ્રકારના દોષો નાશ પામે છે.

સુશીલા  પિતાએ જણાવ્યા પ્રમાણે વ્રત તે પ્રમાણે સામાપાચમનું વ્રત શ્રદ્રાપૂવૅક કરવા લાગી. થોડા દિવસોમાં વ્રતના પ્રતાપે તેના શરીરમાં પરું નિકળતું બંધ થઈ ગયું. તેની કાયા સર્વ દોષોથી મુક્ત થઈ કંચન જેવી થઈ ગઈ.  

જે કોઈ સ્ત્રી પુરાણો પ્રસિદ્ર સામા પાંચમનુ વ્રત શ્રદ્રાથી કરે તેના સવૅ દોષોનું નિવારણ થાય છે. અને તેમના અજાણ્ય પણે થયેલા દોષ બળીને ભસ્મ થઈ જાય છે. તેમને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે.

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 9 સપ્ટેમ્બર, 2021

ધરો આઠમ કયારે છે? પૂજા કેવી રીતે કરવી? શુ કરવું ? શુ ના કરવું ? | Dharo Atham Vrat Date 2026 | Okhaharan

ધરો આઠમ કયારે છે? પૂજા કેવી રીતે કરવી?  શુ કરવું ?  શુ ના કરવું ? | Dharo Atham Vrat Date 2026 | Okhaharan

Dharo-Atham-Vrat-date-2026
Dharo-Atham-Vrat-date-2026

ધરો આઠમ કયારે છે?

આ વષૅ ભાદરવા સુદ આઠમની તિથિ
ઉપવાસ સૂયદોય પ્રમાણે માટે
19 સપ્ટેમ્બર 2026  ધરો આઠમ

 ધરો આઠમ કયારે છે?

પહેલા તો સવાલ એવો થાય કે ઘરો ઓળખવી કેવી રીતે?

ધરોને સંસ્કૃતમાં दूर्वा કહે છે. આ વનસ્પતિના જમીન પર ફેલાતાં પ્રકાંડ-પ્રશાખામાં અનેક ગાંઠો હોય છે અને એ દરેકગાંઠ જમીનમાં રોપાતાં નવાં પર્ણ ત્યાંથી ફૂટી આવે છે, આથી शतपर्वा પણ કહેવાય છે. ઘેરા લીલાં રંગની ધ્રો ને શ્યામ કે લીલીધરો કહે છે. જયારે  આછા લીલાં રંગની અને મૂળ પાસેથી વધુ સફેદ દેખાતી ધરોને श्वेतदूर्वा કહે છે. ભાદરવા સુદ આઠમની તિથિ ઘરો આઠમ કહે છે. જે  વષે 31 ઓગસ્ટ 2025  રોજ આવે છે.

ધરો આઠમ પૂજા કેવી રીતે કરવી?

જે જગ્યાએ ઘરો હોય તેની આજુબાજુની જગ્યા એક દિવસ પહેલાં સ્વચ્છ કરી દેવી. ધરો આઠમ ના દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઊઠી,સ્નાન કરી જયાં ઘરો પુજન જગ્યાએ એક દિવો કરવો, ઘુપ કે અગરબતી કરવી, નૈવેધ અર્પણ કરવું , નૈવેધ ખાસ કરીને ચોખાના લાડુ, ફણગાવેલા કઠોળ મુકવા. કથા વાતૉ વાચવી અથવા સાભળવી.  ત્યાર બાદ પ્રસાદ વહેચી દેવો.  ઘરો માંને પ્રથાના કરવી માં ધરોની જેમ અમારા કુળનો વંશવેલો પણ વધે એવી કૃપા કરજો અને અમારાં સંતાન લાંબુ આયુષ્ય આપજો.

શ્રી ગણેશ નો  "" ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

ધરો આઠમ ના દિવસે શું કરવું?

ધરો આઠમ ના દિવસે એકટાણું કરવું. વ્રત કરનારે સ્ત્રીએ જમવામાં ટાઠું ભોજન ખાવું. ભોજનમાં ચોખાના લાડુ, ફણગાવેલા કઠોળનાં વડાં વગેરે લઈ શકાય.

ધરો આઠમ ના દિવસે શું ના કરવું?

ઘરો આઠમ ના દિવસે ખાસ ઘરો તોડવી કે કાપવી નહીં. ગણેશ પુજનમાં ઘરો લેવી હોય તો એક દિવસ પહેલાં તોડી લેવી. જુઠું બોલવું નહી. વ્રત કરનારે બ્રહ્મચયૅનું પાલન કરવું અને કોઈનું પણ અપમાન ના કરવું. 

 ઘરો આઠમ ની વ્રત કથા ગુજરાતી લખાણ સાથે

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

સામા પાચંમ વ્રત કયારે છે? કેમ કરવું? શુ કરવુ? ઉપવાસ માં શું જમવું ? શુ ના કરવુ? કોની પૂજા કરવી? | Sama Pancham Vrat Mahiti Gujarati | Okhaharan

સામા પાચંમ વ્રત કયારે છે?  કેમ કરવું? શુ કરવુ? ઉપવાસ માં શું જમવું ?  શુ ના કરવુ? કોની પૂજા કરવી?  | Sama Pancham Vrat Mahiti Gujarati | Okhaharan

sama-pancham-food-sama-pancham-2026
sama-pancham-food-sama-pancham- 2026

સામા પાચંમ વ્રત કયારે છે?  

સામા પાચંમ ઋષિપંચમી પણ ઓળખાય છે. ભાદરવા સુદ પાંચમ તિથિને સામા પાચંમ કહેવાય છે માટે આ વષૅ 15 સપ્ટેમ્બર 2026 ના રોજ છે.

  સામા પાચંમ ઋષિ પાંચમ વ્રત કથા વ્રત માહીતી ગુજરાતીમાં લખાણ સાથે અહી ક્લિક કરો.  

 કેવડા ત્રીજનો મહિમા અને સંપૂર્ણ વિધિ અને વ્રત કથા ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો

સામા પાચંમ વ્રત કેમ કરવું?

આ વ્રતને કરવાથી જો રજસ્વલા દોષ હોય તો એ પણ મટી જાય છે. માસિકધર્મ પૂરા થતા ઋષિ પંચમી વ્રતનો ઉદ્યાપન કરાય છે. હિંદું ધર્મમાં કોઈ સ્ત્રીને રજસ્વલા (માહવારી કે માસિકધર્મ, પીરિયડ)થતાં રસોડામાં જવાનું, રસોઈ કરવી, પાણી ભરવું અને ધાર્મિક કાર્યમાં શામેલ થવું અને તેનાથી સંબંધિત વસ્તુઓને અડવું વર્જિત ગણાય છે. જો ભૂલથી આ અવસ્થામાં એવું થઈ જાય તો તેનાથી રજસ્વલા દોષ લાગે છે આ રજસ્વલા દોષને દૂર કરવા માટે ઋષિ પંચમીનું વ્રત કરાય છે.

સામા પાચંમ વ્રત ના દિવસે શુ કરવુ?

સામા પાચંમ વ્રત ના દિવસે સવારે વહેલા અધેડાનું દાતણ કરવું. સ્નાન કરતા સમયે શરીરે માટી ચોપડવી. માથામાં અંબળાની ભુકી નાખાને માથું ઘોવું. સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા ત્યાર પછી ઘરમાં જ કોઇ પવિત્ર જગ્યાએ સાત ઋષિઓની સ્થાપના કરવી.ત્યાર પછી સાતેય ઋષિઓનું ચોખા ચંદન સુગઘીગ પુષ્પ વડે પુજન કરવું અને નૈવેધ અર્પણ કરવું.ત્યાર પછી સામા પાંચમની વ્રત કથા વાચવી કે સાભળવી. આરતી અને પ્રસાદ વિતરણ કરવો.દિવસ દરમ્યાન માત્ર સામો અને ફળાહાર ગ્રહણ કરવો. આ પ્રમાણે પાંચ વર્ષ વ્રત કરીને તેની પૂર્ણાહુતિ કરવી. છેલ્લે બ્રાહ્મણને ભોજન કરાવી,દક્ષિણા આપીને વિદાય કરવાં. ગુરૂ તો ખાસ એમની સેવા જરૂર કરવી. 

સામા પાચંમ વ્રત માં કોની પૂજા કરવી?

હિંદુ ધર્મનાં સાત ઋષિઓ જેવાકે, કશ્યપ, અત્રિ, ગૌતમ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, જમદગ્નિ અને વસિષ્ઠની પુજા કરે છે.તેમાં પણ વિશેષ અરુંઘતી પુજન મનમાં રટણ જરૂર કરવું. મહિલાઓ આ દિવસે સાત ઋષિઓની પૂજા કરે છે. આ દિવસે બહેનો સ્ત્રીદોષોથી થતા રોગોની મુક્તિ માટે વ્રત કરે છે. જેમાં સામા નામનું ઋષિધાન્ય ખાઈને ફળાહાર કરીને નદીએ જઈને સ્નાન કરે છે. મહિલાઓ આ દિવસે સાત ઋષિઓની પૂજા કરે છે. અને વ્રત ના પ્રભાવે રજસ્વલા દોષ નાશ થાય અને શ્રેષ્ઠ ફળદાયી ગણાય છે.

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

સામા પાચંમ વ્રત ઉપવાસ માં શું જમવું ?  

આ વ્રત દરમિયાન માત્ર સામો અને ફળાહાર ગ્રહણ કરવો. ઋષિ પંચમીના દિવાસે કંદમૂળને બદલે વાડાના શાક ખાવામાં આવે છે. સામો ઉપરાંત વાડાના તમામ શાક પણ પાંચમના પર્વે ખવાય છે. વાડા જેમાં દુધી,તૂરીયા, ચીભડુ, ગલકા વગરેનો સમાવેશ થાય છે. તે ઉપરાંત તમામ પ્રકારના ફળ પણ ખાઇ શકાય છે. આ પર્વે કંદમૂળના ભોજનનો નિષેધ હોવાથી સૂરણ કે બટાકાનો ખાવામાં ઉપયોગ કરવો જોઈએ નહીં.

સામા પાચંમ વ્રત શુ ના કરવુ?

આ વ્રત કરતી વખતે બ્રહ્મચર્યનું પાલન કરવું જરૂરી છે. જુઠું બોલવું નહી. વડિલોનું અપમાન ન કરવું.