શનિવાર, 18 સપ્ટેમ્બર, 2021

શ્રી ગણેશ નું વિસજૅન કેમ કરવામાં આવે છે ? | Why Shree Ganesh Visarjan ? | Ganesh Visarjan 2025 | Okhaharan

શ્રી ગણેશ નું વિસજૅન કેમ કરવામાં આવે છે ? | Why Shree Ganesh Visarjan ? | Ganesh Visarjan 2025 | Okhaharan 

Shree-Ganesh-Visarjan-kem-gujarati-2021
Shree-Ganesh-Visarjan-kem-gujarati

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું વિસર્જન શું છે.

ભાદરવા માસની ચતૃથી તિથિ લઈને ચૌદશ તિથિ સુઘી દસ દિવસ શ્રી ગણેશ પુજન થાય છે. ઘણાં લોકો દોઠ , 3,5,7 દિવસે વિસજૅન કરે છે તો કેટલાક લોકો દસ દિવસે કરશે. આ દિવસ ની તિથિ અનંત ચૌદશ પણ કહેવામાં આવે છે. 


 શ્રી ગણેશના વિસજૅન ની માહિતી નથી પરંતું મહાભારત ગ્રંથ ના રચિયતા મહર્ષિ વેદવ્યાસ જ્યારે મહાભારત લખવા માટે એક સારા વિચાર તથા એમનું કાયૅ નિરવિઘ્ન થાય તે માટે  ગુણી લેખકની શોધ કરતા હતાં. એ સમયે એમને  આ કાયૅ માટે ગણેશજી બોલાવ્યાં તેમાં પણ  શરત રાખી હતી કે જ્યા સુધી મહર્ષિ ઋષિ બોલવાનું અટકાય નહી ત્યાં સુધી એકી ઘારે સતત લખતાં રહેશે. આ આખું મહાભારત વેદવ્યાસજીએ ગણેશ ચતુર્થીના દિવસે મહાભારતની કથા કહેવાની શરૂ કરી હતી. શ્રી ગણેશજી એકીઘારે સતત 10 દિવસ સુધી આ કથા લખતાં રહ્યાં હતાં.

Ganesh-Bavani-Lyrics-in-Gujarati

 

કથા સંપૂર્ણ પૂણૅ થયા બાદ મહર્ષિ વેદવ્યાસે જ્યારે આંખ ખોલી અને તેમને જોયું કે એકીઘારે સતત 10 દિવસ વધારે લખવાની મહેનતના કારણે ગણેશજીના શરીરનું તાપમાન ઘણું વધી રહ્યું છે. એ સમયે વેદવ્યાસે ને વિચાર આવ્યો તેમને શરીર ઉપર જમીન ઠંડક વાળી માટીનો લેપ લગાવીને ભાદરવા સુદ પક્ષની ચૌદશની તિથિ એ તેમની પૂજા, ભક્તિ કરી. અને માટીનો લેપ સૂકાઇ ગયા પછી શ્રી ગણેશજી નું શરીર એકદમ કડક થઈ ગયું. ત્યારે વેદવ્યાસજીએ ગણેશજીને પાણીમાં સ્નાન કરાવ્યું. મહાભારતનું લેખન કાર્ય 10 દિવસ સુધી ચાલ્યું હતું અને અનંત ચૌદશના દિવસે પૂર્ણ થયું હતું. ત્યારથી જ ગણેશજીને ઘરમાં બેસાડવાની પરંપરા ચાલી રહી છે. અને તેમનું વિસજૅનની પ્રથા પડી.

Ganesh-Mantra-gujarati-lyrics-ganesh-slok

 

વિસર્જન એટલે શું છેઃ-

વિસર્જન શબ્દ આમ જોવા જઈએ તો સંસ્કૃત ભાષાનો શબ્દ છે, તેનુ ગુજરાતીમાં ભાષાંતર કરીયે તો તેનો અર્થ પાણીમાં વિલીલી કરણ કરવું થાય.તેના અથૅ પ્માણે આ સન્માન સૂચક એ કાયૅ થાય છે. 

 

એટલે ઘરમાં પૂજા માટે પ્રયોગમાં લેવામાં આવેલી માટીની મૂર્તિને વિસર્જિત કરીને તેમને સન્માન આપવામાં આવે છે. 

  


In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કર

વાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે


શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   


હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 


 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


  """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 16 સપ્ટેમ્બર, 2021

પરિવર્તિની એકાદશી ક્યારે છે ? | એકાદશી પુજનવિઘિ મહત્વ | Parivartini Ekadashi 2021 date and time | Parivartini ekadashi 2021 | Okhaharan

પરિવર્તિની એકાદશી ક્યારે છે ? | એકાદશી પુજનવિઘિ મહત્વ |  Parivartini Ekadashi 2021 date and time | Parivartini ekadashi 2021 | Okhaharan

Parivartini-Ekadashi-2021-Ekadashi-kab-hai-gujarati
Parivartini-Ekadashi-2021-Ekadashi-kab-hai-gujarati

 

ભાદરવા મહિનાના સુદ પક્ષની એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણું શીરસાગરમાં શયન દરમિયાન પડખું ફરે છે, એટલે તેને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે.

ભાદરવા માસની સુદ પક્ષની એકાદશી ને પરિવતૅની એકાદશી કહે છે. આ એકાદશી ને વામન એકાદશી પણ કહેવાય છે. 

 

Shree-krishna-ashtottara-namavali-krishna-108-name-in-gujarati

એકાદશી તિથિ પ્રારંભ 16 સપ્ટેમ્બર 2021 ગુરૂવારે સવારે 9-09 મિનિટે થાય છે

એકાદશી તિથિ સમાપ્ટ 17 સપ્ટેમ્બર 2021 શુક્રવારે સવારે 9-08 મિનિટે થાય છે

ઉપવાસ 17 સપ્ટેમ્બર 2021 શુક્રવારે કરવો

પારણા સમય 18 સપ્ટેમ્બર 2021 શનિવારે સવારે 6-09 મિનિટ થી 6-54 મિનિટ નો છે.

એકાદશી નું ફળ અનેક પાપને નષ્ટ કરનારી તથા સ્વગૅલોકની પ્રાપ્તિ કરાવનારી છે.


એકાદશીની પૂજા વિધિ-

આ એકાદશી વ્રતના નિયમ દસમ તિથિની રાતથી જ શરૂ થઈ જાય છે. એટલે કે 16 સપ્ટેમ્બર 2021 સંઘ્યા સમયથી. એકાદશીના દિવસે એટલે કે 17 સપ્ટેમ્બર 2021 શુક્રવાર સૂર્યોદય પહેલાં જ સ્નાન કરવું જોઈએ. સાફ કપડા પહેરીને ભગવાન વામન કે વિષ્ણુજીની મૂર્તિ કે છબી સામે બેસીને એકાદશી વ્રત કરવાનો સંકલ્પ લેવો જોઈએ. અને પુજનમાં ભગવાન વિષ્ણું ના વામનની અવતારની પૂજા વિધિ-વિધાન સાથે કરો. એકાદશીના ઉપવાસમાં અનાજ ખાવું જોઈએ નહીં અને એક સમયે ફળાહાર કરી શકો છો.


ભગવાનની છબી ને સ્વચ્છ કપડાં વડે સાફ કરી બાજટ પર મુકો અને જો ભગવાન મ્રુતિ હોય તો ઉપર શુદ્ધ જળ ચઢાવવું અને પછી પંચામૃતથી સ્નાન કરાવો. તે પછી ફરીથી શુદ્ધ જળ ચઢાવો. તે પછી ભગવાનને ગંધ, ફૂલ, ધૂપ, દીવ, નેવેદ્ય વગેરે પૂજન સામગ્રી અર્પણ કરો. વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ તથા ભગવાન વામનની કથા સાંભળો. તે પછી ભગવાનને નેવેદ્ય ધરાવીને આરતી કરો અને બધામાં પ્રસાદ વહેંચો.

Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics

પરિવર્તિની એકાદશીનું વ્રત અને મહત્ત્વ-

જીવન માં મનુષ્ય તી જાણ્યે-અજાણ્યે થયેલાં દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે. શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું છે કે આ એકાદશીના દિવસે વ્રત અને પૂજામાં ભગવાન વિષ્ણુ, શિવ અને બ્રહ્મા એટલે ત્રિદેવોનું પુજન કરવાથી આ સંસારમાં કશુજ શેષ રેહતું નથી. 

 

આ વ્રત દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરનાર માનવામાં આવે છે.

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

  

 

Krishna-chalisa-gujarati  

 

બુધવાર, 15 સપ્ટેમ્બર, 2021

ભાદરવા નોમે પાઠ કરો શ્રી રામદેવ 24 ફરમાન ગુજરાતી અથૅ સહિત | Ramdev 24 Farman with Gujarati meaning | Okhaharan

ભાદરવા નોમે પાઠ કરો શ્રી રામદેવ 24 ફરમાન ગુજરાતી અથૅ સહિત | Ramdev 24 Farman with Gujarati meaning | Okhaharan

ramdev-24-farman-gujarati-meaning-24-farman-lyrics
ramdev-24-farman-gujarati-meaning-24-farman-lyrics


શ્રી રામદેવ 24 ફરમાન 

વિક્રમ સંવત ૧૫૧૫ ભાદ્રપદ સુદી ૧૧ને ગુરુવારના રોજ ભગવાન શ્રી રામદેવજી મહારાજે મહાસમાધીમાં પ્રવેશ કર્યો ત્યારે નિજ ભક્તોને ચોવીસ ફરમાનરૂપે અંતિમ બોધ આપ્યો. તે ચોવીસ ફરમાનો નીચે પ્રમાણે છેઃ

ભગવાન રામદેવજી મહારાજે કહ્યું "ગતગંગા (આ સમુદાયના સહભાગીઓ માતા ગંગા જેટલી શુદ્ધ માનવામાં આવે છે) નીચેની ચોવીસ દૈવી આજ્ઓ સાંભળો.


પાપથી કાયમ દૂર રહેવું ધર્મમાં આપવું નિજ ધ્યાન;

જીવમાત્ર પર દયા રાખવી ભુખ્યાને દેવું અન્નદાન.

હંમેશા પાપથી દૂર રહો અને તમારા જીવનની રીત પર વિશેષ ધ્યાન આપો: બધા જીવંત જીવો પ્રત્યે દયાળુ બનો અને ભૂખ્યા લોકોને ખવડાવો.

(૨)

ગુરુચરણમાં પાપ પ્રકાશો પરમાર્થ કાજે રહેવું તૈયાર;

જૂજ જીવવું જાણી લેજો કરવો સાર અસારનો વિચાર.

તમારા સતગુરુ સમક્ષ તમારા પાપોની કબૂલાત કરો અને હંમેશા અન્યની મદદ માટે તૈયાર રહો. યાદ રાખો કે જીવન ખૂબ ટૂંકું છે અને તમારે વિચારવું જોઈએ કે શું સાચું અને શું ખોટું છે.

(૩)

વાદ વિવાદ કે નિંદા ચેષ્ટા કરવી શોભે નહિ ગતના ગોઠીને;

આવતા વાયકને હેતે વધાવવું નિજ અંતર ઢંઢોળીને.

ગપસપ, ઈર્ષ્યા અથવા અણગમામાં સામેલ થવું સભ્યને અનુકૂળ નથી. પાટ/પૂજામાં ઉત્સાહ સાથે હાજરી આપવાનું આમંત્રણ સ્વીકારો અને તમારા આત્માની શોધમાં ધ્યાન કરવા હાજરી આપો.

(૪)

ગુરુપદ સેવા પ્રથમ પદ જાણો મળે જ્ઞાન સારને ધાર;

ધણી ઉપર ધારણા રાખો તો ઉપજે ભક્તી તણી લાર.

ગુરૂજ્ઞાન મેળવવા અને તમારા ધ્યેયને સિદ્ધ કરવા માટે તમારે પહેલા તમારા સદગુરુને આધીન થવું જોઈએ. સર્વશક્તિમાન ઈશ્વર પર વિશ્વાસ રાખો, જે તમારામાં ભલાઈ ઉત્પન્ન કરશે.


(૫)

તનથી ઉજળા મનથી મેલા ધરે ભગવો વેશ;

તે જન તમે જાણો નુગરા જેને મુખડે નૂર નહિ લવલેશ.

વ્યક્તિ સ્વચ્છ દેખાય છે અને ભગવા કપડા પહેરે છે, પરંતુ જો તેનું મન દૂષિત અથવા ભ્રષ્ટ હોય અને તેની આંખ અને ચહેરા પર કોઈ ચમક ન હોય, તો તેને નાગુરા - સદ્ગુરુના માર્ગદર્શન વગરની વ્યક્તિ ગણો.

(૬)

સેવા મહાત્મય છે મોટું જેમાં તે છે સનાતન ધર્મ નિજાર;

જતી સતીનો ધર્મ જાણો ત્યજી મોહમાયાની જંજાળ.

માનવતાની સેવા એ ભગવાનની સેવા છે, તેને તમારી ફરજ બનો જે સનાતન ધર્મનું શિક્ષણ છે. ભૌતિક જગતની વાસના અને આસક્તિનો ત્યાગ કરો અને સનાતન ધર્મના સિદ્ધાંતોને અનુસરો.

(૭)

વચન વિવેકી જે હોય નરનારી નેકી ટેકીને વળી વૃતધારી;

તે સૌ છે સેવક અમારા જે હોય સાચાને સદાચારી.

મારા અનુયાયીઓ એવા છે જે નમ્ર છે, દયાળુ છે, સિદ્ધાંતના પ્રમાણિક છે, અને ઉચ્ચ અખંડિતતાનું નૈતિક જીવન જીવે છે.

(૮)

માત મિતા ગુરુ સેવા કરવી કરવો અતિથી સત્કાર;

સ્વધર્મનો પહેલા વિચાર કરવો પછી આદરવો આચાર.

માત-પિતા ગુરુ સેવા કરવી કરવો અતિથી સત્કાર સ્વ-ધર્મનો પહેલાં વિચાર કરવો પછી આદરવો આચાર.


(૯)

પ્રથમ પરોઢીયે વ્હેલા ઉઠવું પવિત્ર થઈ લેવું ધણીનું નામ;

એકમના થઈ અલેખને આરાધવા પછી કરવા કામ તમામ.

વહેલા ઉઠો, તમારી જાતને ધોઈ લો અને સાફ કરો અને પછી તમારા દૈનિક કાર્યોને હાથ ધરતા પહેલા સંપૂર્ણ એકાગ્રતા સાથે ભગવાનને પ્રાર્થના કરો.

(૧૦)

એક આસને અજપા જાપ જપવા અંતઃકરણ રાખવું નિષ્કામ;

દશેય ઈન્દ્રીયોનુ જ્યારે દમન કરશો ત્યારે ઓળખાશે આત્મરામ.

એક આરામદાયક સ્થિતિ પર બેસો; સ્વચ્છ હૃદયથી પ્રભુના નામનો જાપ કરો. તમે તમારા આત્માને ત્યારે જ ઓળખી શકશો જ્યારે તમે તમારા શરીરની દસ ઇન્દ્રિયો (પાંચ ઇન્દ્રિયો અને તમારા શરીરના પાંચ કાર્યાત્મક ભાગો) પર નિયંત્રણ રાખો.

(૧૧)

દિલની ભ્રાંતી દૂર કરવી ત્યજવા મોહ માન અભિમાન;

મૃત્યુ સિવાય સર્વે મીથ્યા માનવું સમજવું સાચુ જ્ઞાન.

દિલથી ભ્રમ દુર કરવા મોહ માયા ત્યાગ કરવો અભિમાન છોડવું મૃત્યુ સિવાય સવૅ મિથ્યા છે. માનવીને સમજવું સાચુ જ્ઞાન.

 (૧૨)

સંપતિ પ્રમાણે સોડ તાણવી કિર્તિની રાખવી નહિં ભુખ;

મોટ પનો જો અહં ત્યજશો તો મટી જાશે ભવ દુઃખ.

તમારા કોટ મુજબ તમારા કપડા કાપો, ખ્યાતિના લોભથી બચો. અધ્યક્ષપદ માટે કોઈ લોભ ન રાખો અને તમારી તકલીફોનો અંત આવશે.

(૧૩)

સદવર્તનને શુભાચાર કેળવવા વાણી વદતાં કરવો શુધ્ધ વિચાર;

સ્વાશ્રયે જીવન વિતાવવું અલખ ધણીનો લઈ આધાર.

ઉચ્ચ નૈતિક મૂલ્યો સાથે તમારા વિચારોમાં શુદ્ધ રહો અને તે મુજબ કાર્ય કરો. સર્વશક્તિમાન ઈશ્વરમાં સંપૂર્ણ શ્રદ્ધા સાથે સ્વતંત્ર જીવન જીવો.

(૧૪)

દીનજનોના સદા હિતકારી પરદુઃખે અંતર જેનું દુઃખાય;

નિશ્વય જાણવા તે સેવક અમારા કદીએ નવ વિસરાય.

ગરીબો પ્રત્યે સહાનુભૂતિ રાખો અને જરૂરિયાતમંદોને મદદ કરવા હંમેશા તૈયાર રહો. હું હંમેશા આવા ભક્તોને યાદ રાખીશ અને તેઓ મારા હૃદયની નજીક રહેશે.


 (૧૫)

નિસ્વાર્થીને વળી સમભાવી જેને વચનમાં પૂર્ણ વિશ્વાસ;

એક ચિતે ભકિત કરે તેને જાણવા હરિના દાસ.

મારા સાચા ભક્તો નિસ્વાર્થ, નિષ્પક્ષ, સન્માનનીય અને મારા શબ્દોમાં વિશ્વાસ છે.

(૧૬)

જનસેવામાં જીવન ગાળે તે નર સેવા ધર્મી કહેવાય;

ઉંચ નીચનો ભેદ ન રાખે તેવા સમદર્શી નર પૂજાય.

જેઓ પોતાનું જીવન માનવતા માટે વિતાવે છે અને જેઓ રંગ, જાતિ, સંપ્રદાય કે ધર્મમાં ભેદભાવ નથી કરતા તેઓ મારી પૂજાને લાયક છે.


(૧૭)

ભક્તજન અમારા જાણવા સર્વે જેને છે મુજ ભકિતમાં વિશ્વાસ;

અંતરિક્ષ અને પ્રગટ પરચો પામે પામે પૂર્ણ વિશ્વાસ.

જે ભક્તોને મારામાં સંપૂર્ણ વિશ્વાસ છે તેઓ જ મને દૃશ્યમાન અને અદ્રશ્ય સ્વરૂપે ઓળખશે અને મારા વિશ્વાસને લાયક છે.

(૧૮)

કોઈ જન સાચા કોઈ જન ખોટા આપ મતે ચાલે સંસાર;

પરવૃતિમાં ચાલે કોઈ વિરલાં કોઈ વિવેકી નર ને નાર.

કોઈ સાચા કે કોઈ ખોટા આપ મેળે ચાલ્યા કરે સંસાર કોઈ હોય વીર તો કોઈ હોય વિવેકી નર અને નારી

(૧૯)

ભકિતને બહાને થાય કોઈ અનાચારી તો કોઈ વ્યભિચારી;

તે જન નહિ સેવક અમારા નહિ પાટપૂજાના તે અધિકારી.

જે ભર્તિ ના બહાને કોઈ અનાચારી થાય તો કોઈ વ્યભિચારી થાય તે લોકો અમારા સેવક કદી નહી અને આમારા પાઠના અઘિકારીનહી.


(૨૦)

ભકિતભાવ નિષ્કામ કર્મમાં જે તે ભક્ત અમારા સત્ય સુજાણ;

નરનારી તે પ્રેમે પામે ચોવીસ અવતારની આજ્ઞા પ્રમાણ.

જેઓ સારા કાર્યો કરે છે અને મારા પ્રત્યે નિષ્ઠાપૂર્વક સમર્પિત છે તેઓ આ ફર્માન્સને લાયક છે અને મારા આશીર્વાદના હકદાર છે.

(૨૧)

સભામહિ સાંભળવું સૌનું રહેવું મુજ આજ્ઞા પ્રમાણ;

મુજ પદ નો તે છે જીવ અધિકારી પામી પદ નિરવાણ.

પ્રેક્ષક તરીકે બધાને સાંભળો પરંતુ મારા ઉપદેશોને અનુસરો. આ તમને મોક્ષ તરફ દોરી જશે. (નિર્વાણ - એવી સ્થિતિ જ્યાં આત્મા પુનર્જન્મ પામતો નથી).

(૨૨)

નવને વંદન, નવને બંધન, વળી જે હોય નવઅંકા;

નવધા ભક્તિ તે નરને વરે, વરે મુક્તિને કોઈ નરબંકા.

ભક્તિના નવ સ્વરૂપો છે. ભક્તિના તમામ નવ સ્વરૂપોને સલામ કરો અને નિષ્ઠાવાન ભક્તો તે છે જે ભક્તિના આ સ્વરૂપોને પૂર્ણ કરે છે અને જીવે છે. તેઓ જ મોક્ષ અથવા નિર્વાણ પ્રાપ્ત કરે છે.

(૨૩)

દાન દીએ છતાં રહે અજાચી વળી પારકી કરે નહિ આસ;

આઠે પહોર આનંદમાં રહે તેને જાણવો મુજ અંતર પાસ.

તે વ્યક્તિઓ કે જેઓ કોઈ પણ આશા વગર અથવા કોઈ તરફેણ કરવાની ઈચ્છા વગર અનામી દાતા છે અને હંમેશા ખુશ રહે છે તે હંમેશા પ્રિય અને મારા હૃદયની નજીક રહેશે.

(૨૪)

હું છું સૌનો અંતરયામી નિજ ભક્તનો રક્ષણહાર;

ધર્મ કારણ ધરતો હું વિધવિધ રૂપે અવતાર.

હું તે જ છું જે મારા ભક્તોના હૃદયમાં રહે છે અને હું તે જ છું જે મારા ભક્તોનું ધ્યાન રાખશે. હું આ બ્રહ્માંડમાં ધર્મ (રક્ષા) માટે વિવિધ સ્વરૂપોમાં પુનર્જન્મ લઉં છું.

જ્યારે બાબા રામદેવ સમાધિ લેવાના હતા ત્યારે તેમના એક હાથમાં લીલો ઝંડો હતો અને બીજા હાથમાં ભામર ભાલો (ભાલા લોન્ચ કરવામાં આવતા વિશિષ્ટ અવાજને કારણે "ભામર" નામનો ભાલો) પકડી રાખ્યો હતો. તેમણે તેમના તમામ સંબંધો, મિત્રો, શત્રુઓ, શુભેચ્છકો, અનુયાયીઓ અને ભક્તોને ચોવીસ દિવ્ય આજ્ઓ આપી. આ પછી રામાપીરની સમાધિમાં અગાઉ જણાવેલા તેમના છેલ્લા શબ્દો હતા. 


બાબા રામદેવે બધાને ભક્તિના જ્ થી આશીર્વાદ આપ્યા, જેના દ્વારા વ્યક્તિ પરમપદ, મોક્ષ અથવા નિર્વાણનો દરજ્જો પ્રાપ્ત કરી શકે છે.

Ramdevpir-Chalisa-Gujarati-Lyrics

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics 

Shree-krishna-ashtottara-namavali-krishna-108-name-in-gujarati

 



મંગળવાર, 14 સપ્ટેમ્બર, 2021

શ્રી ગણેશ બાવની ગુજરાતી લખાણ સાથે | Ganesh Bavani Lyrics in Gujarati | Ganesh Bavani Lyrics | Okhaharan

શ્રી ગણેશ બાવની ગુજરાતી લખાણ સાથે | Ganesh Bavani Lyrics in Gujarati | Ganesh Bavani Lyrics | Okhaharan 

Ganesh-Bavani-Lyrics-in-Gujarati
Ganesh-Bavani-Lyrics-in-Gujarati


શ્રી ગણેશ બાવની

મૂળ પ્રણવ સૌનો ॐ કાર આદ્ય ગજાનન તારણહાર .
એની લીલા ' અપરંપાર ,ગુણલા ગાતાં ન આવે પાર .
દેવ સભામાં ચર્ચા થાય ,પહેલું પૂજન કોનું થાય .
બ્રહ્માજી તો કરશે ન્યાય ,સૌ દેવો આવ્યા ત્યાયં ,
કિધો  બ્રહ્માજીએ ન્યાય પૃથ્વી સાત પ્રદક્ષિણા થાય
. લખી પૃથ્વીમાં હરિનું નામ ,જીત્યા વિનાયક પૂરણ કામ .
જેથી પહેલું પૂજન કરો, વિઘ્નહરણનું ધ્યાન જ ધરો .


ganesh-stotram-ganesh-runmuki-stotram-gujarati

શિવ ગૌરીના ગુણિયલ બાળ ,ભાવે ભજતાં ઊતરે પાર .
દિવ્ય જન્મ દેવોના હોય ,શંકિત હૈયાં બુદ્ધિ ખોય .
ગણેશ જન્મની કહું કયાય ,મહિમાના શું મૂલ્ય જ થાય ?
એક સમે શ્રી ભોળાનાથ ,તપ કરવા વિચારે વાત ,
તપમાં બેઠા ત્રિપુરારી ,દેહ વાત સૌ વિસારી .
ઘેર પ્રગટિયો બે ફરજન ,ઓખા ને વળી ગજાનન .
રોજ ૨મે ભગિનીભાઈ ,માના હૈયે હર્ષ ન માય .
એક સમે શ્રી પાર્વતી માત ,ગણપતિજીને કરે છે વાત .


ઘરમાં કરવા બેસું સ્નાન  ,દ્વાર  ઉપર તમે રાખો ધ્યાન .
ગણપતિ બેઠા ચોકી કરે ,આવી શિવજી નિહાળ્યા કરે .
ભૂલી ગયા પુરાણી વાત ,મને રોકવા કઈ તાકાત ?
પિતા પુત્ર કરે છે જંગ ,અજબ ગજબનો જામીયો રંગ  .
ત્રિશુળથી ગણ શિર છેદાય ,સતીના હૈયે મહા દુઃખ થાય
કરો સજીવ મારો બાળ ,તમો દયા તણા ભંડાર
ત્યારે શિવજી બોલ્યો વાણ,કરું સજીવન ઊગતા ભાણ .
શિર ગયું ચન્દ્રલોકની માંય ,બદલે બીજે શિર મુકાય ,
આવ્યા પ્રભાતે ગજ મહાશય, ગણ કાયા પર શિર મુકાય .

Ganesh-Mantra-gujarati-lyrics-ganesh-slok

 

વિનાયક નો ૨મતા થાય, માના મુખ તાઈ  મલકાયા .
કાર્તિક સ્વામી મોટાભાઈ ,પૃથ્વી પ્રદક્ષિણા હરિફાઈ .
કાર્તિક ગયો બ્રહ્માંડની કોર ,ગણપતિ માત પિતાની દોર .
જીત્યા દેવ ગજાનન આજ ,સૌ દેવોના એ શિરતાજ .
સુંઢાળા દયાળુ હરિ, માત પિતાની સેવા કરી .
માગશર સુદ ચોથ કહેવાય ,ગણપતિની જયંતી ઉજવાય ..


એક સમે પરશુરામ સંગ ,ગણેશજીને થયો મહા જંગ .
ફરશીથી એકદંત ઘવાય ,લીલા એની શું ગવાય ?
મહિમા ગાતા ના'વે પાર ,વંદન કરીએ વારંવાર .
ભાદ્ર શુકલની ચોથ માંહ્ય ,દાદા ગજનું સ્થાપન થાય .
એકાદશ દિન ગુણ ગવાય ,આનંદ મંગળ નિત્ય વર્તાય .
મોદક ધરાવે પ્રેમથી સહું ,ગુણલાં એનાં શું રે ગાઉં ?
મુષક વાહન ચંચળ મન ,કરે સવારી શ્રી ગજાનન .
 રિદ્ધિ સિદ્ધિ બે છે નાર ,બુદ્ધિના પણ એ દાતાર
લક્ષ અને લાભ બે ગણના બાળ , સેવે એનો બેડો પાર .


Radhika-Stotram-Ganesh-Stuti-Gujarati-Lyrics

પામર મતિ મારી કહેવાય, બિંદુ સિંધુના શું ગુણ ગાય ?
દ્રાદશ નામે સમરે સો ,મહિમાં એનો કેટલો કહું ?
બાર માસની સકંટ ચોથ ,વ્રત થકી પામે છે ઓથ .
ગજ વિષ્ણુ ને શંકર દેવ ,તેત્રીસ કોટિ કરે છે સેવે .
મંગળ સ્મરણ એનું થાય ,કાર્યો સઘળાં પૂરણ થાય .
પધરાવે દુંડાળા દેવ ,મુકિત આપે અવશ્ય એવ .
ખેડુત બ્રાહ્મણ વેપારી ,સહુયે કરે સ્તુતિ તમારી .


એવા શુકનવંતા દેવ ,મંગળકારી સ્મરણ એવ .
આઘપ્રભુ હે ગણપતિ નાથ ,દીન દુ : ખિયાને તારો સાથ .
તું બેઠો હૈયામાં જ્યાં , નારદ શારદ શેષ છે ત્યાં.
ગથ પુરાણો પ્રગટ કર્યા ,વ્યાસ તણા હૈયે એ કર્યા
લખી લખાવી બાવની તેં ,નિત્ય પાઠ કરતો રહેશે .
ભક્તોના તવથી દુ : ખડાં જાય ,આનંદ મંગલ નિત્ય વરતાય .


દોહરો
મંગલ કાર્યો આરંભતા , ગણેશ બાવની ગાય ,
દુ:ખ વિઘ્ન તો સહુ ટળે , જયકારો વરતાય .


 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો | Ganesh Sidhidayak Mantra Gujarati Lyrics | Okhaharan

શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો | Ganesh Sidhidayak Mantra Gujarati Lyrics | Okhaharan

Ganesh-Mantra-gujarati-lyrics-ganesh-slok
Ganesh-Mantra-gujarati-lyrics

 

 શ્રી ગણેશાય નમઃ મિત્રો સ્વાગત છે તમારૂ આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું  શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો ગુજરાતી લખાણ સાથે.

શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો

1 એક અક્ષરીય મંત્ર

ગં | 

 ગ્લૌ  | 

ગૌં |

2 ચાર અક્ષરીય મંત્ર

ॐ ગૂં નમઃ | 

ॐ હ્રીં ગ્રીં હ્રીં | 

ॐ હ્રીં ગ્રીં શ્રીં  |  

ॐ હ્રીં શ્રીં હ્રીં

ganesh-stotram-ganesh-runmuki-stotram-gujarati

 3 પાંચ અક્ષરીય મંત્ર

ॐ ગણપતયે નમઃ |

 ॐ હ્રીં ગણેશાય નમઃ|

4 છ અક્ષરીય મંત્ર

ગણેશાય નમઃ | 

વ્રકતુણ્ડાય નમઃ|

5 આઠ અક્ષરીય મંત્ર

ॐ ગં ગણપતયે નમઃ|


6  નવ અક્ષરીય મંત્ર

ॐ હ્રીં ગં ગ્લોં ગણાઘિપાય | 

હસ્તિપિશાચિલિઢઃ ઠઃ  | 

ગં હસ્તિપિશાચિલિખે સ્વાહા

7 દસ  અક્ષરીય મંત્ર

ગં ક્ષિપ્રપ્રસાદનાય નમઃ  | 

ગં હસ્તિપિશાચિલિખે સ્વાહા |  

ॐ હસ્તિપિશાચિની ચેઠઃ ઠઃ |

Angarak-Stotram-Gujarati-Lyrics-PDF

 

8 અગિયાર  અક્ષરીય મંત્ર

  ॐ હ્રીં ગં હ્રીં વશમાનય સ્વાહા |

9 બાર અક્ષરીય મંત્ર

  ॐ હ્રીં ગં હ્રીં મહાગણપતેય  સ્વાહા  |  

ॐ હ્રીં ગં  હસ્તિપિશાચિલિખે સ્વાહા |  

ॐ ગં ગૂં ગણપતેય નમઃ સ્વાહા |

10 તેર અક્ષરીય મંત્ર

  ॐ નમસ્તે શ્ર્વેતાકૅ ગણપતેય ॐ|


11 સોળ અક્ષરીય મંત્ર

  ॐ ગં ગૌ ગણપતેય વિઘ્નવિનાશિને સ્વાહા | 

 ॐ ગણેશ ઋણં છિન્ઘિ વરેણ્યં હું નમઃ ફટ્ |

ganesh stuti gujarati,

 

 

ગણેશ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય 

 

શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇