સોમવાર, 1 નવેમ્બર, 2021

ધનતેરસના દિવસે ત્રિપુષ્કર યોગ રાશિ મુજબ ખરીદી કરવા માહિતી | Dhanteras Rashi Mujab Karidhi | Okhaharan

ધનતેરસના દિવસે ત્રિપુષ્કર યોગ રાશિ મુજબ ખરીદી કરવા માહિતી | Dhanteras Rashi Mujab Karidhi | Okhaharan 

Dhanteras-buy-any-item-zodic-gujarati
Dhanteras-buy-any-item-zodic-gujarati

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું ધનતેરસના દિવસે રાશિ મુજબ ખરીદી કરવા માહિતી.ધનતેરસના દિવસે તમે જેટલી ખરીદી કરો છો, તેમાં 13 ગણો વધારો થાય છે. 

Lakshmi-stotram-shree-suktam-gujarati-lyrics

 

મેષઃ-  અ,લ,ઈ

રાશિ સ્વામી મંગળ

શુભ રંગ : લાલ

આ લોકો ધનતેરસના દિવસે સોના-ચાંદીના ઘરેણાં કે સિક્કા, વાસણ, વસ્ત્ર વગેરે ખરીદી શકે છે.

વષૃભ રાશિ :- બ,વ,ઉ

રાશિ સ્વામી :- શુક્ર

શુભ રંગ :- સફેદ

આ લોકોએ સોનું, ચાંદી, પીત્તળ, કમ્પ્યૂટર, વાસણ, કેસર, ચંદન વગેરે વસ્તુઓ ખરીદવી જોઈએ.


ઘનતેરસ લક્ષ્મી પુજન વિઘિ | કોનું કોનું પુજન કરવું ?


 

મિથુન રાશિ :- ક,છ,ધ

રાશિ સ્વામી :- બુધ

શુભ રંગ : લીલો

જમીન, મકાન, સોનું, ચાંદી વગેરે વસ્તુઓ ખરીદવી આ લોકો માટે શુભ રહેશે.


કકૅ રાશિ : ડ,હ

રાશિ સ્વામી :- ચંદ્ર

શુભ રંગ :- દુધીયો   

આ લોકોએ સોનું-ચાંદી, નવું વાહન, આભૂષણ વગેરે ખરીદવા જોઈએ.

સિંહ : મ, ટ

રાશિ સ્વામી : સૂર્ય

શુભ રંગ : નારંગી

નવું વાહન, ઇલેક્ટ્રોનિક્સ, સોનું-ચાંદી, જમીન, તાંબા-પીત્તળના વાસણ, ફર્નીચર વગેરે ખરીદી શકાય છે.

કન્યા : પ,ઠ,ણ

રાશિ સ્વામી :- બુધ

શુભ રંગ : લીલો

 આ લોકો જમીન, ઘર, અનાજ વગેરે ખરીદી શકે છે.

mahalaxmi-ashtakam-in-gujarati-Lyrics

 

તુલા : ર,ત

રાશિ સ્વામી :- શુક્ર

શુભ રંગ :- સફેદ

આ સમયે રોકાણ કરવાથી બચવું જોઈએ. જો કોઈ જરૂરી ખરીદદારી કરવી હોય તો પરિવારના કોઈ અન્ય સભ્યના નામે કરી શકો છો.

વૃશ્વિક :- ન,ય

રાશિ સ્વામી :- મંગળ

શુભ રંગ : લાલ

આ લોકોએ સોનું-ચાંદી, વાસણ, પીત્તળ, વસ્ત્ર વગેરે ખરીદી શકાય છે.

ધનુ :- ભ, ધ, ફ, ઢ

રાશિ સ્વામી :- ગુરુ

શુભ રંગ :- પીળો

આ લોકો જમીન-જાયદાદ, કિંમતી ધાતુ ખરીદી શકે છે.

મકર :- ખ,જ

રાશિ સ્વામી :- શનિ

શુભ રંગ :- કાળો  

તમારા માટે આ સમય સારો રહેશે. ઘરની જરૂરિયાતને લગતી કોઈપણ વસ્તુ આ દિવસે ખરીદી શકાય છે.


કુંભ :- ગ,શ

રાશિ સ્વામી :- શનિ

શુભ રંગ :- કાળો

આ લોકો પુસ્તક, વાહન, ફર્નીચર અને ઘરની જરૂરી વસ્તુ ખરીદી શકે છે.

મીન :- દ, ચ,ઝ, થ

રાશિ સ્વામી :- ગુરુ

શુભ રંગ :- પીળો

 સોના-ચાંદી, રત્ન વગેરે વસ્તુઓ ખરીદવા માટે દિવસ શુભ રહેશે.



Lakshmi-aarti-lyrics-in-gujarati

 



શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 


શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


ઘનતેરસ ના દિવસે માતા લક્ષ્મી કરો 5 મિનિટનો આ પાઠ જીવનભર ધનની ખોટ નહી રહે | Shree Suktam Gujarati Lyrics | Okhaharan

ઘનતેરસ ના દિવસે માતા લક્ષ્મી કરો 5 મિનિટનો આ પાઠ જીવનભર ધનની ખોટ નહી રહે | શ્રી સૂક્ત | Shree Sukta Gujarati Lyrics | Okhaharan

 
Lakshmi-stotram-shree-suktam-gujarati-lyrics
Lakshmi-stotram-shree-suktam-gujarati-lyrics

 


 

દુનિયામાં ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હશે જે લક્ષ્મીની કૃપાથી સુખ, સમૃદ્ધિ અને સફળતાની ઈચ્છા ન કરતો હોય. રાજા-રાંક, નાના-મોટા બધાને કાયમ લક્ષ્મી જોઈએ છે. ઘનતેરસ ના દિવસે પુજા સમયે તથા દરરોજ એકવાર આ પાઠ પઠન બીલીના વૃક્ષ આગળ જરૂર કરો અને પછી જુઓ ચમત્કાર. ચાલો આપણે પાઠ કરીયે.

 ઘનતેરસ લક્ષ્મી પુજન વિઘિ | કોનું કોનું પુજન કરવું ? અહી ક્લિક કરો.  

 


શ્રી સૂક્ત


લક્ષ્મી માતા

હરિ : ૐ ॥ હિરણ્યવર્ણા હરિણી સુવર્ણરજતસ્ત્રજામ્ |

ચન્દ્રાં હિરણ્યમયીં લક્ષ્મીં જાતવેદો મ આવહ ॥1॥

તાં મ આવહ જાતવેદો લક્ષ્મીમનપગામિનીમ્ |

યસ્યાં હિરણ્યં વિન્દેયં ગામશ્વં પુરુષાનહમ્ ॥2॥

અશ્વપૂર્વાં રથમધ્યાં હસ્તિનાદપ્રબોધિનીમ્ |

શ્રિયં દેવીમુપહવયે શ્રીર્માંદેવી જુષતામ્ ॥3॥

કાસોસ્મિતાં હિરણ્યપ્રાકારાં આદ્રાઁ જવલન્તીં તૃપ્તાં તર્પયન્તીમ |

પદ્મેસ્થિતાં પદ્મવર્ણાં તામિહોપહવયેશ્રિયમ્ ॥4॥


ચંદ્રા પ્રભાસાં યશસા જવલન્તીં શ્રિયં લોકે દેવજુષ્ટામુદારામ |

તાં પદ્મિનીમીં શરણમહં પ્રપદ્યેડલક્ષ્મીર્મેનશ્યતાં ત્વાં વૃણે ॥5॥

આદિત્યવર્ણે તપસોડધિજાતો વનસ્પતિસ્તવવૃક્ષોથ બિલ્વ: |

તસ્ય ફલાનિ તપસાનુદન્તુ માયાન્તરાયાશ્ય બાહ્યા અલક્ષ્મીં ॥ 6 ॥

ઉપૈતુ માં દેવસખ: કીર્તિષ્વમણિના સહ |

પ્રાદુર્ભૂતો સુરાષ્ટ્રેડસ્મિન કીર્તિમૃદ્ધિં દદાતુ મે ॥ 7 ॥


ધનતેરસના પુજન મુહૂર્ત અહી ક્લિક કરો.   

 

ક્ષુત્પિપાસામલાં જયેષ્ઠાં અલક્ષ્મીં નાશયામ્યહમ |

અભૂતિમસમૃદ્ધિં ચ સર્વાનિર્ણુદ મે ગૃહાત્ ॥ 8॥

ગન્ધદ્વારાં દુરાધર્ષા નિત્યપુષ્ટાં કરીષિણીમ |

ઇશ્વરી સર્વભૂતાનાં તમિહોપહવયે શ્રિયમ ॥ 9 ॥

મનસ: કામમાકૂતિં વાચ: સત્યમશીમહિ |

પશૂનાં રૂપમન્ન્સ્ય મયિ શ્રી : શ્રયતાં યશ: ॥ 10॥

lakshmi-stuti-lyrics-gujarati

કર્દમેન પ્રજાભૂતા મચિ સંભવ કર્દમ |

શ્રિયં વાસય મે કુલે માતરં પદ્મમાલિનીમ ॥ 11 ॥

આપ: સ્ત્રજંતુ સ્નિગ્ધાનિ ચિકલિત વસ મે ગૃહે |

નિ ચ દેવીં માતરં શ્રિયં વાસય મે કુલે ॥ 12 ॥

આદ્રાઁ પુષ્કરિણીં પુષ્ટિં પિંગલાં પદ્મમાલિનીમ |

ચન્દ્રાં હિરણ્મયીં લક્ષ્મીં જાતવેદો મ આવહ ॥ 13 ॥

આદ્રાઁ ય: કરિણીં યષ્ટિં સુવર્ણા હેમમાલિનીમ |

સૂર્યાં હિરણ્મયીં લક્ષ્મીં જાતવેદો મ આવહ ॥ 14 ॥

તાં મ આવહ જાતવેદો લક્ષ્મીમનપગામિનીમ |

યસ્યાં હિરણ્યં પ્રભૂતં ગાવો દાસ્યોશ્વાન વિન્દેયં પુરુષાનહમ ॥ 15 ॥


ય: શુચિ: પ્રયતો ભૂત્વા જુહુયાદાજયમન્વહમ |

સૂક્તં પંચદશર્ચં ચ શ્રીકામ: સતતં જપેત ॥ 16 ॥

॥ ઇતી શ્રી સૂક્તમ સમાપ્તમ ॥

ૐ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં ૐ મહાલક્ષ્મયૈ નમઃ|

ૐ મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્ની ચ ધીમહિ| તન્નૌલક્ષ્મી: પ્રચોદયાત ||


શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 આજે પાઠ કરો  ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર  અહી ક્લિક કરો.     

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

ઘનતેરસ લક્ષ્મી પુજન વિઘિ | કોનું કોનું પુજન કરવું ? | Dhanteras Pujan Lakshmi Pujan | Dhanteras 2025 | Okhaharan

ઘનતેરસ લક્ષ્મી પુજન વિઘિ | કોનું કોનું પુજન કરવું ? | Dhanteras Pujan Lakshmi Pujan | Dhanteras 2025 | Okhaharan

 
Dhanteras-Date-Time-2022-Dhanteras-Pujan-Vidhi
Dhanteras-Date-Time-2022-Dhanteras-Pujan-Vidhi

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું આસો માસના વદ પક્ષ ની દિવાળી ના તહેવારમાં આવતી ઘનતેરસ વિશે સંપૂણૅ માહિતી. ઘનતેરસ  ક્યારે છે?  કોનું કોનું પુજન કરવું ? પુજન કેવી રીતે કરવું? તે બઘું લેખમાં જાણીશું.

lakshmi-stuti-lyrics-gujarati

જય શ્રી કૃષ્ણ આસો માસના વદ પક્ષની એકાદશી શરૂ થતાં દિવાળી ના તહેવાર શરૂ થઈ ને લાભ પાંચમ સુઘી નવા વષૅ ના તહેવાર ચાલુ રહે છે. આસો માસની વદ પક્ષની તેરસ તિથિ ને ઘનતેરસ કહે છે.  ઘનતેરસ ના દિવસે શ્રી ગણેશ, શ્રી સરસ્વતી માં, કુબેર દેવતા, ઘન્વતંરી દેવ અને યમરાજા ની પુજન કરવામા આવે છે.



ધનતેરસ પૂજન સામગ્રી

પાન,  અખ્તર , દૂધ , દહીં, ઘી, મધ, ખાંડ સંકાળ ,  ધુપ,  કપૂર , નારિયેળ, સોપારી , કંકુ, નાડાછડી, લાલ વસ્ત્ર , સુકો માવો , ગંગાજળ,  ફળ , લક્ષ્મીજી ફોટો કે મ્રુતિ , સિંદૂર , ગણેશજીની પ્રતિમા , સરસ્વતી ફોટો શક્ય હોય તો ત્રણેય અથવા શ્રી લક્ષ્મીજી નો હોય તો પણ ચાલે,  ફુલ , લક્ષ્મી કમળ , મીઠાઈ , તુલસી,  મુખવાસ માટે તજ, લવિંગ, ચોખા, ઘંઉ, મગ.



સૌપ્રથમ શ્રી ગણેશ નું ધ્યાન ઘરો એક બાજટ પર લાલ રંગ વસ્ત્ર પાથરી, એક બાજુ થોડાક ઘંઉ અને ગોળ મુકો. બાજટ પર કળશ ની અંદર શુદ્દ જળ લો . બાજટ પર ઉપર માતા લક્ષ્મી, અને સાથે શ્રી ગણેશ , સરસ્વતી અથવા નારાયણ હોય તો સારૂ. અને મ્રુતિ હોય તો મુકો. તેની ગંગાજળ વડે સ્વસ્છ કરો અને સાફ વસ્ત્ર વડે નુખી નાખો. જો ભગવાન મ્રુતિ હોય તો ઉપર શુદ્ધ જળ ચઢાવવું અને પછી પંચામૃતથી સ્નાન કરાવો સાથે શ્રી સુક્તમ નો પાઠ એકવાર જરૂર કરો વઘારે કરો તો પણ ચાલે. ત્યાર બાદ ફુલ હાર , અબિલ , ગુલાલ, ચડાવો. વસ્ત્ર એટલે ચુદંડી કે નાડાછડી નું વસ્ત્ર બનાવીને અપણૅ કરો. પછી એક બાજુ ઘંઉ , ચોખા અને મગ મુકો, પ્રસાદ અપણૅ કરો. આરતી કરો અને મુખવાસ લવિંગ, તજ, વગેરે મુકો. પછી શ્રી ફળ માં ને અપણૅ કરો અને આનું શુભ ફળ તથા સવૅ મનોકામના કહો. પછી તેમ જે રીતે દર ધનતેરસ ધન ધોતા હોવ એ રીતે કરો અને તમે નથી જાણાતા તો જાણી લો.


એક નાના કાસા વાસંણમાં શુધ્ધ જળ, બીજામાં પંચામૃત, ત્રીજામાં શુધ્ધ જળ આમ ત્રણેય માં તમારી સોના ચાંદીની વસ્તુ અથવા તમે જે પુજન ઉપયોગ કરતાં હોવ ધોવો. ત્યાર બાદ અબીલ ગુલાલ કંકુ, ફુલ હાર તેને ચડાવો. સાથે શ્રી કુબેર અને શ્રી ધંન્વતરી નું પણ પુજન કરો.


આ પછી ચોમુખી દિવો તમારા ઉંમરા પર શ્રી યમદેવતા માટે પુજન કરો દિવો મુકતા સમયે તમારું મુખ દક્ષિણા દિશામાં રાખો. અને મંદિર, તુલસી, ગૌશાળા વગેરે જગ્યા એક દિપ દાન જરૂર કરો.


Maha-Lakshmi-Upay-Gujarati

આ પછી બીલીના વૃક્ષ નું પુજન કરવાનું અનેક ઘણું મહત્વ છે કારણકે શિવપુરાણ અનુસાર બીલીવૃક્ષમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે.બીલીવૃક્ષ ની પણ ઉપર જાણવ્યાં મુજબ પંચામૃત, જળ, અબીલ ગુલાલ ફુલ હાર થી પુજન કરો અને શ્રી સુક્તમ નો પાઠ જરૂર કરો. 

 

આ વષૅ તેરસ તિથિ પ્રારંભ 18 ઓક્ટોબર 2025  બપોરે  12:18 મિનિટે શરૂ થાય
તેરસ તિથિ સમાપ્ત 19 ઓક્ટોબર 2025 બપોરે  1:51 મિનિટે પતે છે .
માતા લક્ષ્મી પુજન નું સંઘ્યા સમયે માહાત્મ્ય વઘારે હોય છે માટે ના રોજ
18 ઓક્ટોબર 2025  ધનતેરસના શ્રી મહાલક્ષ્મી પુજન છે. 
જ્યારે ધનતેરસની ખરીદી 19 ઓક્ટોબર બપોરે 1 વાગ51 મિનિટ સુધી કરવામાં આવશે અથવા તો 18 તારીખે બપોરે 12 વાગ 18 મિનિટ પછી પણ આપ ધનતેરસની ખરીદી કરી શકો છો બંને સમય આ ધનતેરસની ખરીદી કરવા માટે અનુકૂળ રહેશે.


ધનતેરસના પુજન મુહૂર્ત 2025 અહી ક્લિક કરો. 


18 ઓક્ટોબર 2025 પ્રદોષ કાળ પુજન સમય

સાંજે 5:58 થી 7:31


ચોઘડિયા અનુસાર સમય

18 ઓક્ટોબર 2025 


બપોરે 

લાભ 1:38 થી 3:05

અમૃત 3:05 થી 4:31

લાભ  5:58 થી 7:31 સૈથી ઉત્તમ સમય 

શુભ રાત્રે 9:05 થી 10:38

અમૃત રાત્રે 10:38 થી 12:12

19 ઓક્ટોબર 2025 

સવારે

લાભ   9:19 થી 10:45

અમૃત   10:45 થી 12:12

 

ઘનતેરસ દિવસ ના મંત્ર જાપ


ૐ ઐ હ્રીં શ્રીં ક્લીં સૌ મહાલક્ષ્મૈ નમઃ


ૐ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં ૐ મહાલક્ષ્મયૈ નમઃ|

ૐ મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્ની ચ ધીમહિ| તન્નૌલક્ષ્મી: પ્રચોદયાત ||

 

ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्ट-लक्ष्मी मम गृहे धनं पुरय पुरय नमः॥

 

ॐ श्रीं ह्रीं क्लीं श्रीं क्लीं वित्तेश्वराय नमः॥

 

એકમાળા જરૂર કરવી માતા લક્ષ્મી કૃપા હંમેશા રહે છે. 

Lakshmi-aarti-lyrics-in-gujarati

 



શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 


શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

રવિવાર, 31 ઑક્ટોબર, 2021

લક્ષ્મી એકાદશી કે રમા એકાદશી ક્યારે છે ? | એકાદશી પુજનવિઘિ મહત્વ | Rama Ekadashi 2025 date and time | Rama ekadashi 2025 | Okhaharan

 લક્ષ્મી એકાદશી કે રમા એકાદશી ક્યારે છે ? | એકાદશી પુજનવિઘિ મહત્વ |  Rama Ekadashi 2025 date and time | Rama ekadashi 2025 | Okhaharan

Rama-Ekadashi-2025-Ekadashi-kab-hai-gujarati
Rama-Ekadashi-2025-Ekadashi-kab-hai-gujarati

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું આસો માસના વદ પક્ષ ની દિવાળી ના તહેવારમાં આવતી રમા કે લક્ષ્મી એકાદશી વિશે સંપૂણૅ માહિતી. રમા કે લક્ષ્મી એકાદશી ક્યારે છે?  કોનું પુજન કરવું ? પુજન કેવી રીતે કરવું? આ એકાદશી નું મહત્વ શું કરવું અને શું ના કરવું? તમે ઉપવાસ કરો કે ના કરો આ વાતનું ધ્યાન રાખવું? તે બઘું લેખમાં જાણીશું.

Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics

જય શ્રી કૃષ્ણ આસો માસના વદ પક્ષની એકાદશી શરૂ થતાં દિવાળી ના તહેવાર શરૂ થઈ ને લાભ પાંચમ સુઘી નવા વષૅ ના તહેવાર ચાલુ રહે છે. આસો માસની વદ પક્ષની એકાદશી તિથિ ને રમા એકાદશી અને શરદ પુણિમાં ના દિવસ થી લક્ષ્મીજી ની ઉત્પતિ લઈ ને દિવાળી સુઘી શ્રી મહાલક્ષ્મીનું પુજન થાય છે માટે લક્ષ્મી એકાદશી અને લક્ષ્મીજીનું એક નામ રમા પણ છે માટે લક્ષ્મી એકાદશી કહે છે. 


આ વષૅ એકાદશી તિથિ પ્રારંભ 16  ઓક્ટોબર  2025 ગુરુવાર સવારે 10:34 મિનિટે શરૂ થાય

એકાદશી તિથિ સમાપ્ત 17 ઓક્ટોબર  2025  શુક્રવાર સવારે 11:11 મિનિટે પતે છે .

હિન્દુ માન્યતા અનુસાર ઉપવાસ સૂયૅદયથી શરૂ થતો કરવો માટે એકાદશી નો ઉપવાસ 17 ઓક્ટોબર  2025  શુક્રવાર કરવો.

પારણા નો સમય 18 ઓક્ટોબર 2025 સવારે 6:39 થી 8:50 સુધી નો છે.

નોઘઃ- સ્થળ મુજબ સમય થોડો અલગ હોય.

Krishna-chalisa-gujarati

દરેક એકાદશી તિથિ માં ભગવાન વિષ્ણુ ના અવતાર નું વિધિવધ રીતે પુજન કરવાનું હોય છે એ પછી શુક્લ પક્ષ હોય કે કૃષ્ણ પક્ષ.

ભગવાન વિષ્ણુ પુજન કરવાનું પુજન કેવી રીતે કરવુ એ મારી પાછળ સમજાવ્યું એ માહિતી વાચવાં અહી કિલ્ક કરો. વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ તથા ભગવાન રમા એકાદશી ની કથા વાંચો કે સાંભળો.

ત્યારે બાદ ખાસ કરીને આ એકાદશી ના દિવસે ખાસ કરીને વિષ્ણુ ભગવાનના કેશવ અને લક્ષ્મીજીના રમા અવતારનું પુજન કરવાનું અનેક ધણું મહત્વ છે. પુજન શુદ્ધ જળ, પંચામૃત, ચંદન , ચોખા ધુપ દિપઅને નૈવેદ્ય થી પુજન આરતી કરવી. આ રીતે ભગવાન વિષ્ણુ કેશવ અને લક્ષ્મીજી રમા સવાર સાંજ પુજન કરવું અને રાત્રી શક્ય હોય ત્યાં સુધી જાગરણ કરી ભગવાન વિષ્ણુ ના અવતાર ભજન કીર્તન મંત્રો કરવાં.


સવારે સૂર્યદય પહેલાં ઉઠીને નિત્યક્રમ પરવારી આગળ જણાવ્યા મુજબ ભગવાન નું પુજન કરવું. ભગવાન સામે સંકલ્પ કરો કે- હું આજે સંપૂર્ણ ભોગનો ત્યાગ કરી નિરાહાર એકાદશીનું વ્રત કરીશ. હું તમારી શરણમાં છું, તમે મારું રક્ષણ કરો.અને તમે જે રીતે ઉપવાસ કરવાના હોય એવો સંકલ્પ કરો.

રમા એકાદશી વ્રતનું મહત્ત્વ-

પ્રાચીન ગ્રંથો મુજબ રમા એકાદશી વ્રતથી કામધેનુ દાન અને ચિંતામણિ દાન સમાન ફળ મળે છે. આ વ્રતને કરવાથી મનુષ્યોના જીવનમાં સુખ , સમૃદ્ધિ અને સંપન્નતા ઘન ઘાન્ય નો વઘારો થાય છે. આ વ્રતથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે કારણકે આ એક એમના સ્વરૂપ ની એકાદશી છે. . પદ્મ પુરાણ ના ગ્રંથ મુજબ રમા એકાદશી વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પણ મળે છે. જેના પ્રભાવથી દરેક પાપ નાશ થાય છે. મૃત્યુ પછી વૈકુંઠ લોક મળે છે.


એકાદશીના દિવસે સંઘ્યા સમયે પુજન બાદ એટલે કે  સૂર્યાસ્ત પછી તુલસી માતાની પૂજા કરો. તેના માટે તુલસી પાસે ઘી નો દીવો પ્રગટાવો, અગરબતી, દુપ કરો ચુદંડી અપણૅ કરો અને પરિક્રમા કરો. એમાં ખાસ ધ્યાન રાખો તુલસીનો સ્પર્શ કરવો જોઈએ નહીં. સૂર્યાસ્ત પછી તુલસી સ્પર્શ કરવાથી દોષ લાગે છે. આ એકાદશીનું વર્ત જો વિધિવિધાન પૂર્વક કરવામાં આવે તો પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ અગિયારસે દાન આપવાનો વિશેષ મહિમા છે.

આ એકાદશી ના દિવસે ભગવાન વિષ્ણુ ના ભજન કીર્તન મંત્રો.જેવાકે

"શ્રીકૃષ્ણ શરણમ્ મમ:",

"ઓમ નમો ભગવતે વાસુદેવાય" 


 વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ ,

વિષ્ણુ સહસ્ત્રનામ નામાવલી ,

કૃષ્ણ નામાવલી,

ભગવત્ ગીતા ના અધ્યાયનું પઠન કરો.

આ એકાદશી ના દિવસે તમે ઉપવાસ કરો કે ના કરો પણ ખાસ કરી પુરાણોમાં જાણવેલ નિમ્નલિખિત કાયૅ ના કરવા જોઈએ જેમકે

ચોખા, ધંઉ, ભોજન, ચણા લસણ ડુંગળી, માંસાહાર મધપાન મદિરા, ના કરવું.  


દિવાળી 2025 તહેવારોની યાદી


કોઈ પણ ને કોઈ પ્રકારે જુઠું બોલીને ખોટી માહિતી આપવી નહીં.  

શક્ય હોય તો મૌન પાળવું, કોઈ ની પણ ચાડી ચુગલી ન કરવી,

બ્રહ્મચર્ય નો નિયમ પાળવો.  

નખ ન કાપવા, વાળ, દાઢી ન કપાવવા.

કાળા કલરના કપડા પણ ન પહેરવા. બની શકે ભગવા અથવા શ્ર્વેત વસ્ત્ર પહેરી શકાય. કોઈનું દિલ દુભાય એવા વચનો બોલવા નહીં.

ઘરનાં દરેક સભ્યો  અથવા કોઈનું પણ અપમાન ના કરવું . 


 


ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

લક્ષ્મી એકાદશી કે રમા એકાદશી વ્રતકથા ગુજરાતીમાં | Rama Ekadashi Vrat Katha in Gujarati | Rama Ekadashi 2025 | Okhaharan

લક્ષ્મી એકાદશી કે રમા એકાદશી વ્રતકથા ગુજરાતીમાં | Rama Ekadashi Vrat Katha in Gujarati | Rama Ekadashi 2025 | Okhaharan

Rama-ekadashi-vrat-katha-gujarati-2021
Rama-ekadashi-vrat-katha-gujarati-2021

 

આસો માસ ની કૃષ્ણ પક્ષ ની એકાદશી -રમા એકાદશી

ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા :” હે ભગવાન ! હવે તમે આસોમાસ ની કૃષ્ણ પક્ષ ની એકાદશી ની કથા સંભળાવો .આ કથા થી કયું ફળ મળે છે તે કહો .”

શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા :” હે રાજન ! આસો માસ ની કૃષ્ણ પક્ષ ની એકાદશી નું નામ રમા છે .આ વ્રત ના પ્રભાવ થી સમસ્ત પાપ નષ્ટ થાય છે .તેની કથા આ  પ્રમાણે છે .”

પ્રાચીન કાળ માં મુચુકુન્દ  નામનો એક રાજા હતો .તેના ઇન્દ્ર ,વરુણ ,કુબેર ,વિભીષણ આદિ મિત્ર હતા .તે સત્યવાદી અને વિષ્ણુ ભક્ત હતો .તેનું રાજ્ય નિષ્કંટક હતું .તેને ચંદ્રભાગા નામ ની ઉત્તમ પુત્રી હતી .તેનો વિવાહ રાજા ચંદ્રસેન ના પુત્ર શોભન સાથે કર્યા .એક સમયે જયારે તે પોતાના સાસરા માં હતી ત્યારે આ એકાદશી આવી ,ચંદ્રભાગા વિચારવા લાગી કે એકાદશી નજીક આવી છે ,પણ મારા પતિ અત્યંત કમજોર છે તેથી વ્રત ના કરી શકે પણ મારા પિતા ની કડક આજ્ઞા છે

 Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics

જયારે દસમ આવી ત્યારે રાજ્ય માં  ઢંઢેરો પીટાવ્યો .એ સાંભળી શોભન પોતાની પત્ની પાસે ગયો અને બોલ્યો કે હે પ્રિયે ! તમે મને કોઈ ઉપાય બતાવો કારણકે વ્રત કરીશ તો અવશ્ય મરી જ જઈશ .”ત્યારે ચંદ્રભાગા બોલી : હે પ્રાણનાથ!મારા પિતાજી ના રાજ્ય માં એકાદશી ના દિવસે કોઈ ભોજન કરી શકતું નથી ,ત્યાં સુધી કે હાથી ઘોડા જેવા પશુ પણ ઘાસ ,અન્ન જળ આદિ ગ્રહણ કરી શકતા નથી પછી અહીં મનુષ્ય ભોજન ક્યાંથી કરી શકે ? જોભોજન કરવા ઈચ્છો છો તો બીજા સ્થાન પર ચાલ્યા જાવ .જો અહીં રહેશો તો તમારે અવશ્ય વ્રત કરવું જ પડશે  ”ત્યારે શોભન બોલ્યો :”હે પ્રિયે !તારું કહેવું બિલકુલ સત્ય જ છે .હું વ્રત અવશ્ય કરીશ .ભાગ્ય માં જે લખ્યું હશે તે જ થશે.

Krishna-chalisa-gujarati

આવો વિચાર કરીને તેણેએકાદશી નું વ્રત કર્યું અને તે ભુખ તરસ થી અત્યંત પીડિત થવા લાગ્યો .સુર્ય ભગવાન પણ અસ્ત થઇ ગયા અને જાગરણ માટે રાત્રી થઇ .તે રાત્રી શોભન ને દુઃખ દેનારી હતી .બીજા દિવસે પ્રાત:પહેલા જ શોભન આ સંસાર માંથી ચાલ્યો ગયો .રાજા એ તેના મૃતક શરીર ના અગ્નિ સંસ્કાર કર્યા .ચંદ્રભાગા પોતાના પતિ ની આજ્ઞા અનુસાર સતી થઇ નહી અને પિતા ના ઘર માં રહેવાનું તેણે ઉત્તમ સમજ્યું .રમા એકાદશી ના પ્રભાવ થી શોભન ને મંદરાચલ પર્વત પર ધન ધાન્ય થી યુક્ત તથા શત્રુ રહિત ઉત્તમ નગર મળ્યું .તેના મહેલા માં રત્ન તથા સ્વર્ણ ના થાંભલા લાગેલા હતા .ત્યાં તે સ્વર્ણ અને મણીઓ ના સિંહાસન પર સુંદર વસ્ત્ર આભૂષણો થી યુક્ત બેઠો હતો .આભૂષણો થી યુક્ત ગાંધર્વ અને અપ્સરા એમની સ્તુતિ કરતા હતા .એ સમયે રાજા શોભન  બીજા ઇન્દ્ર જેવો લાગતો હતો .


એક સમયે મુચુકુન્દ નગર માં રહેનાર એક સોમ શર્મા નામ નો બ્રાહ્મણ તીર્થ યાત્રા ના માટે નીકળ્યો .એણે ફરતા ફરતા તેમને જોયા .તે બ્રાહ્મણ પોતાના રાજા ના જમાઈ જાણી તેમની નજીક ગયો .રાજા શોભન બ્રાહ્મણ ને  જોઈને ઉભા થયા અને પોતાના સસરા તથા પત્ની ચંદ્રભાગા ની  કુશળતા પૂછવા લાગ્યો .સોમ શર્મા બોલ્યા :”હે રાજન ! અમારા રાજા કુશળ છે અને તમારી પત્ની પણ કુશળ છે .હવે તમે તમારું વૃતાંત સંભળાવો .મને આ જોઈ ખુબ આશ્ચર્ય છે કે આવું વિચિત્ર અને સુંદર નગર જેને ન તો કોઈએ ક્યારેય જોયું છે કે સાંભળ્યું છે તો તમને આ બધુ કેવી રીતે પ્રાપ્ત થયું ? શોભન બોલ્યા :”હે દેવ ! આ બધુ આસો માસની કૃષ્ણ પક્ષ ની રમા એકાદશી નું ફળ છે .આ વ્રત ના લીધે જ મને આ અનુપમ નગર પ્રાપ્ત થયું છે .પરંતુ આ અધ્રુવ કેમ છે અને ધ્રુવ કેવી રીતે થઇ શકે તે તમે મને બતાવો .હું તમારા કહ્યાં અનુસાર જ કરીશ .તેમે તમે બિલકુલ જૂથ ના માનશો .રાજા શોભન બોલ્યા :હે દેવ મેં અશ્રદ્ધા પૂર્વક વ્રત કર્યું તોય તેના પ્રભાવ થી આ નગર પ્રાપ્ત થયું છે તેથી તેણે હું અધ્રુવ માનું છું જો તમે આ વૃતાંત  રાજા મુચુકુન્દ ની પુત્રી ચંદ્રભાગા ને કહેશો તો તે આને ધ્રુવ બનાવી શકશે .


બ્રાહ્મણે ત્યાં આવીને ચંદ્રભાગા ને સમસ્ત વૃતાંત કહ્યું .આથી રાજ કન્યા બોલી :”હે બ્રાહ્મણ દેવ !શું તમે આ બધુ પ્રત્યક્ષ જોઈ ને આવ્યા છો કે પછી તમારું સ્વપ્ન કહો છો?ત્યારે બ્રાહ્મણ બોલ્યા હે પુત્રી ! મેં તારા પતિ તથા તેના નગર ને પ્રત્યક્ષ જોયું છે .પણ તે અધ્રુવ છે તું એવો ઉપાય કર કે જેથી એ ધ્રુવ થઇ જાય ..ત્યારે ચંદ્રભાગા બોલી મને એ નગર માં લઇ ચલો હું મારા પતિ ને જોવા ઈચ્છુંછું . હું મારા વ્રત ના પ્રભાવ  થી એ નગર ને ધ્રુવ બનાવી લઈશ .”

Rama-Ekadashi-2021-pitru-ekadashi-2021-Ekadashi-kab-hai-gujarati

 

ચંદ્રભાગા ના વચન સાંભળી તે બ્રાહ્મણ તેણે મંદરાચલ પર્વત ની પાસે વામદેવ ના આશ્રમ માં લઇ ગયા .વામ દેવ  તેની વાત  સાંભળી ચંદ્રભાગા ને મન્ત્ર થી અભિષેક કર્યો .ચંદ્રભાગા મંત્રો તથા વ્રત ના પ્રભાવથી દિવ્ય દેહ ધારણ કરી ને પોતાના પતિ ની પાસે ગઈ .શોભને પોતાની પત્ની ને જોઈ ને પ્રસન્નતા પૂર્વક તેણે વામ  અંગ માં બેસાડી .ચંદ્રભાગા બોલી ,હે પ્રાણનાથ!હવે તમે મારા પુણ્ય સાંભળો જયારે હું મારા પિતા ના ગૃહે આઠ વર્ષની હતી ત્યારથી હું સવિધિ એકાદશી નું વ્રત કરતી હતી . એ વ્રતો ના પ્રભાવ થી તમારું આ નગર ધ્રુવ થઇ જાશે અને સમસ્ત કર્મો થી યુક્ત થઇ ને પ્રલય ના અંત સુધી રહેશે .” ચંદ્રભાગા દિવ્ય રૂપ ધારણ કરીને તથા દિવ્ય વસ્ત્રાલંકારો થી સજી ને પોતાના પતિ ની સાથે  આનંદ પૂર્વક રહેવા લાગી.


હે રાજન ! આ મેં રમા એકાદશી નું મહાત્મ્ય કહ્યું છે .જે મનુષ્ય રમા એકાદશી નું વ્રત કરશે તેના સમસ્ત બ્રહ્મ હત્યા આદિ પાપ નષ્ટ થઇ જાય છે અને અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે.

સર્વે વૈષ્ણવો ને મારા જય શ્રી કૃષ્ણ . 


રમા એકાદશીના વ્રત દિવસે 5 ઉપાયથી ધનની તંગી થી મળશે છુટકારો


 




આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 

Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.