શુક્રવાર, 4 માર્ચ, 2022

નિત્ય 21 દિવસ વિધિ સહિત હનુમાનજીના આ જંજીરાનો પાઠ કરવાથી શત્રુ પર વિજય મળે છે | Shatru Vijay Hanuman Janjira Stotram Gujarati Lyrics | Okhaharan

 નિત્ય 21 દિવસ વિધિ સહિત હનુમાનજીના  આ જંજીરાનો પાઠ કરવાથી શત્રુ પર વિજય મળે છે | Shatru Vijay Hanuman Janjira Stotram Gujarati Lyrics | Okhaharan

Shatru-Vijay-Hanuman-Janjira-Stotram-Gujarati-Lyrics
Shatru-Vijay-Hanuman-Janjira-Stotram-Gujarati-Lyrics

 

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું શત્રુ વિજય માટેનો હનુમાનજી જંજીરો

શનિવારે કરો હનુમાનજી ના આ 5 મંત્ર હંમેશા કૃપા રહેશે અહી ક્લિક કરો. 

પ્રારંભ શનિવાર કે મંગળવાર થી કરવો આ મંત્રની સાધના 21 દિવસોની છે સાધનાનો હનુમાનજીની મૂર્તિ કે છબીને તેલ સિંદુર ચડાવી પૂજા કરી બ્રહ્મચર્યનું ખાસ પાલન કરી સાધક પ્રતિદિન એક માળાનો જાપ તથા દશાંશ હવન કરે તો આ મંત્ર સિદ્ધ થશે ત્યારબાદ આવશ્યકતા વખતે આ જંજીરા નો ઉપયોગ કરવાથી શત્રુ દોષો દૂર થાય છે


શત્રુ વિજય માટેનો જંજીરો

હનુમંત બલવંત શત્રુ વિજય કરાવો

તમે છો એક મારૂતિ નંદન વિજય કરાવો

ભક્તોના રક્ષક હાર કાયો થકી કીર્તિ કરાવો

વજ્ર દંડ ધરીને આવો તમે મહાવીર કહેવાઓ

ભય અમારો દૂર કરી નિભૅય અમને બનાવો

આપના ચરણ કમળમાં મારી શ્રદ્ધા થાઓ

શનિવારે કરો શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

એવું કંઈ કરો મહાવીર દુશ્મન પર વિજય થાઓ

દુશ્મન તણી જાળમાંથી આમને દે છોડાવો

પ્રાથૅના કરી હાથ જોડું તમે જલ્દી આવો

હે નાથ શત્રુ મુક્તિ અમને રે દેવડાઓ

મુક્ત કરાવો મિત્ર થાઓ અમને સુખ અપાવો

શનિવાર બજરંગ બલીનો આ પાઠ કરવાથી ડગલે ને પગલે કષ્ટ મટે શ્રી રામ ભક્ત હનુમાનની કૃપા પ્રાપ્ત થાય અહી ક્લિક કરો 

હનુમાન ની ભક્તિ માટે  મોબાઈલ એપ જેમાં મંત્ર , ચાલીસા , બાવની વગેરે.. ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

 

શનિદેવની આ સ્તુતિ કરી લેજો સાડાસાતી અને ક્રુર પ્રભાવ ઓછો થશે

 

શનિવારે સાભળો અભયદાતા શ્રી હનુમાનજી નું ચરિત્ર  

 

 આજે શનિવારે સાંભળો શ્રીહનુમાન વડવાનલ સ્તોત્ર પાઠ | Hanuman Vadvanal Stotra With Gujarati Lyrics |

 

હનુમાન 108 નામ || 108 Names of Lord Hanuman with Gujarati Lyrics

 

રાજા દશરથ કેમ શનિદેવ નો અંત કરવા ગયા પછી શું થયું?

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

 Hanuman-Janjira-Chalisa-Gujarati-Lyrics

 

નિત્ય સવારે શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે | Shree Lakshmi Narayana Ashtakam Gujarati Lyrics | Okhaharan

 નિત્ય સવારે શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે | Shree Lakshmi Narayana Ashtakam Gujarati Lyrics | Okhaharan

Shree-Lakshmi-Narayana-Ashtakam-Gujarati-Lyrics
Shree-Lakshmi-Narayana-Ashtakam-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું શ્રીલક્ષ્મીનારાયણાષ્ટકમ્ નો મહિમા અને શ્રીલક્ષ્મીનારાયણાષ્ટકમ્ નો પાઠ ગુજરાતી લખાણ સાથે.

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.   

સૌથી પહેલા આપણે શ્રીલક્ષ્મીનારાયણાષ્ટકમ્ નો મહિમા જાણીયે.

 હું શ્રી લક્ષ્મીનારાયણ દેવ નું ધ્યાન કરીશ કે જેઓ બ્રહ્માંડ અને તેના જીવોના મૂળ છે, તેઓ પીડિત લોકોના દુઃખ નાશ કરે છે, તે ભગવાન અવિનાશી એવા ભગવાન લક્ષ્મીનારાયણનું દેવનું હું ધ્યાન કરીશ

જે ઉપાસકના દુઃખો નાશ કરે છે, એવા શ્રી લક્ષ્મીનારાયણ દેવ દયાનો સાગર છે, તે અચ્યુત ભગવાન છે જેમનાચરણ કમળમાં સમર્પિત થયેલા લોકો માટે સૌથી સુરક્ષિત સ્વર્ગ માને છે, એવા ભગવાન લક્ષ્મીનારાયણનું દેવનું હું ધ્યાન કરીશ

જે ઉપાસકના દુઃખ દૂર કરે છે, એવા શ્રી લક્ષ્મીનારાયણ દેવ તેમના ઉપાસકો માટે ખૂબ જ દયાળુ છે, ભક્તિના સાર છે ,સદ્ગુણોનું પ્રતીક છે, એવા ભગવાન લક્ષ્મીનારાયણનું દેવનું હું ધ્યાન કરીશ 


હું ઉપાસકના દુઃખો નિવારણ કરનાર એવા ભગવાન લક્ષ્મીનારાયણનું દેવનું હું ધ્યાન કરીશ કે જે સર્વ જીવોના સૌથી ભરોસાપાત્ર સાથી છે, દોષરહિત છે, એવા ભગવાન લક્ષ્મીનારાયણનું દેવનું હું ધ્યાન કરીશ

જેઓ દુઃખો નાશ કરે છે. એવા ભગવાન લક્ષ્મીનારાયણનું દેવનું જીવોની બુદ્ધિમાં વાસ કરે છે, તે બ્રહ્માંડ અને તેના જીવોના સ્ત્રોત છે, તે માનવ બુદ્ધિની બહાર છે, તે પ્રદાન કરનાર છે. ઉપાસકને પુષ્કળ વરદાન આપનાર, હું ઉપાસકના દુઃખ દૂર કરનાર ભગવાન લક્ષ્મીનારાયણનું દેવનું હું ધ્યાન કરીશ

જે શંખ અને ચક્રમાં સજ્જ દિવ્ય સ્વરૂપ છે, તે વિશ્વના સેનાપતિ છે, તે ખૂબ જ દયાળુ છે, ઉપાસકના દુઃખો નાશ કરનાર એવા ભગવાન લક્ષ્મીનારાયણનું દેવનું હું ધ્યાન કરીશ 

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

જે ભવ્ય પીળા વસ્ત્રોમાં સજ્જ છે, તે વિષ્ણુ છે જેઓ આખા શરીર પર વિવિધ કિંમતી આભૂષણોથી સજ્જ છે, જેઓ ઉપાસકનાં દુઃખો નાશ કરે છે. એવા ભગવાન લક્ષ્મીનારાયણનું દેવનું હું ધ્યાન કરીશ


તેમના બંને હાથ અભ્ય અને વરદ હસ્ત મુદ્રામાં છે,  જે ઉપાસકના દુઃખો અને દુઃખોનું નિવારણ કરે છે, એવા ભગવાન લક્ષ્મીનારાયણનું દેવનું હું ધ્યાન કરીશ

જે કોઈ પણ સવારે લક્ષ્મી નારાયણ અષ્ટકમના મહિમાના શ્લોકોનું વાંચન કરશે અથવા સાંભળશે. તમામ પ્રકારના પાપોમાંથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના વાસને પ્રાપ્ત કરી,

હું ભગવાન રામને વારંવાર પ્રણામ કરીશ જે સમગ્ર જગતના પ્રિય છે, તેઓ નિર્મૂળ કરે છે. તે ઉપાસકના દુઃખ અને સંકટ હરે છે, તે ઉપાસકને પુષ્કળ સંપત્તિનો પ્રદાતા છે, હું ભગવાન ગોવિંદાને વારંવાર પ્રણામ કરીશ કે જેઓ ભક્તોના દુઃખ અને દુઃખ દૂર કરે છે, ભગવાન હરિ જે પરમાત્મા છે જે કૃષ્ણ અને વાસુદેવ તરીકે પણ છે.



શ્રીલક્ષ્મીનારાયણાષ્ટકમ્

આર્તાનાં દુઃખશમને દીક્ષિતં પ્રભુમવ્યયમ્ ।

અશેષજગદાધારં લક્ષ્મીનારાયણં ભજે ॥ ૧॥

અપારકરુણામ્ભોધિં આપદ્બાન્ધવમચ્યુતમ્ ।

અશેષદુઃખશાન્ત્યર્થં લક્ષ્મીનારાયણં ભજે ॥ ૨॥

એકવાર પાઠ કરો શ્રી દેવીકવચ ગુજરાતી ભાષાંતર સાથે  

ભક્તાનાં વત્સલં ભક્તિગમ્યં સર્વગુણાકરમ્ ।

અશેષદુઃખશાન્ત્યર્થં લક્ષ્મીનારાયણં ભજે ॥ ૩॥

સુહૃદં સર્વભૂતાનાં સર્વલક્ષણસંયુતમ્ ।

અશેષદુઃખશાન્ત્યર્થં લક્ષ્મીનારાયણં ભજે ॥ ૪॥

ચિદચિત્સર્વજન્તૂનાં આધારં વરદં પરમ્ ।

અશેષદુઃખશાન્ત્યર્થં લક્ષ્મીનારાયણં ભજે ॥ ૫॥


શઙ્ખચક્રધરં દેવં લોકનાથં દયાનિધિમ્ ।

અશેષદુઃખશાન્ત્યર્થં લક્ષ્મીનારાયણં ભજે ॥ ૬॥

પીતામ્બરધરં વિષ્ણું વિલસત્સૂત્રશોભિતમ્ ।

અશેષદુઃખશાન્ત્યર્થં લક્ષ્મીનારાયણં ભજે ॥ ૭॥

હસ્તેન દક્ષિણેન યજં અભયપ્રદમક્ષરમ્ ।

અશેષદુઃખશાન્ત્યર્થં લક્ષ્મીનારાયણં ભજે ॥ ૮॥


યઃ પઠેત્ પ્રાતરુત્થાય લક્ષ્મીનારાયણાષ્ટકમ્ ।

વિમુક્તસ્સર્વપાપેભ્યઃ વિષ્ણુલોકં સ ગચ્છતિ ॥

ઇતિ શ્રીલક્ષ્મીનારાયણાષ્ટકમ્ સમ્પૂર્ણમ્ ।

 

ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   


 


In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

  જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 Krishna-chalisa-gujarati 

 


મંગળવાર, 1 માર્ચ, 2022

મહાશિવરાત્રી ના દિવસે શિવ ભક્તિ માટે ચાલીસા , બાવની , મંત્ર , વ્રત કથા , બધું વાંચો ગુજરાતી લખાણ સાથે | MahaShivratri | Okhaharan

 મહાશિવરાત્રી ના દિવસે શિવ ભક્તિ માટે ચાલીસા , બાવની , મંત્ર , વ્રત કથા , બધું વાંચો ગુજરાતી લખાણ સાથે | MahaShivratri | Okhaharan



 

શિવજીના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 મહાશિવરાત્રી વ્રત કથા ક્લિક કરો. 

 

 મહાશિવરાત્રી શિવલિંગ પુજન માં કંઈ વસ્તુ નો ઉપયોગ કરવો અને ખાસ કંઈ વસ્તુ નો ઉપયોગ ના કરવો અહી ક્લિક કરો. 

 

મહાશિવરાત્રી ક્યારે છે ? મહાશિવરાત્રી નું માહાત્મ્ય શું છે?  શું છે ચાર પ્રહર પુજન નો સમય અને આ સમય ક્યાં મંત્રો નો જાપ કરવા ?અહી ક્લિક કરો.  

 

 શિવજી સરસ ભજન કે શિવજી સંકટ ને હરજો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

શિવ કૃપા માટે પાઠ કરો શિવ સ્તુતિ અહી ક્લિક કરો.  

 

શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે અહી ક્લિક કરો. 

 

ૐ નમઃ શિવાય 5 મંત્રો નો અથૅ જાણીને જાપ કરવાથી અઘિક ફળ મલે અહી ક્લિક કરો.  

 

 શિવ બિલિપત્ર નું માહાત્મય | બિલાષ્ટક પાઠ ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો. 

 

શિવજીના રૂપનુ વણૅન નો અષ્ટક પાઠ ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

સોમનાથ જ્યોતિર્લિંગ સ્થાપના ની ચંદ્ર ભક્તિ શિવપુરાણ ની કથા ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

શિવજી ના બાવન ગુણ નો પાઠ અહી ક્લિક કરો.  

 

મહાશિવરાત્રીના દિવસે આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

મહાશિવરાત્રીના દિવસે આ રક્ષા સ્ત્રોત પાઠ કરવાથી મહાદેવ હંમેશા ભક્તો ની રક્ષા કરે છે અહી ક્લિક કરો.  

 

મહાદેવ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

 

સંપૂર્ણ "શિવ માળા 108 મણકા" ગુજરાતી લખાણ સાથે

 

 શિવમહિમ્નઃ સ્તોત્રમ સાભળો ફક્ત 9 મિનિટ માં  

 

શિવ બાવની ગુજરાતી લખાણ સાથે સાભળો 4 મિનિટમાં  



  જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો.👇👇👇 

મહાશિવરાત્રી વ્રત કથા | Mahashivratri Vrat Katha Gujarati | Okhaharan

 મહાશિવરાત્રી વ્રત કથા | Mahashivratri Vrat Katha Gujarati | Okhaharan

 
Mahashivratri-Vrat-Katha-Gujarati
Mahashivratri-Vrat-Katha-Gujarati


શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું  મહાશિવરાત્રી વ્રત કથા 

મહાશિવરાત્રીના દિવસે આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 


એક વાર પાર્વતીજીએ ભગવાન શિવશંકરને પૂછ્યું કે એવું ક્યું શ્રેષ્ઠ અને સરળ વ્રત પૂજન છે જે મૃત્યુલોકના જીવો સહજતાથી પ્રાપ્ત કરી શકે છે. જવાબમાં ભોળાનાથે શિવરાત્રિના વ્રતની કથા સંભળાવી.


એકવાર ચિત્રભાનું નામનો એક શિકારી હતો. તે પશુઓની હત્યા કરીને તે પોતાના કુંટુંબનું પાલન પોષણ કરતો હતો. એક વાર એક સાહૂકાર તેનો ઋણી હતો. આમછતાં સમય પર દેવું ન ચુકવી સકતા ક્રોધિત સાહૂકારે તેને શિવમઠમાં બંદી બનાવી લીધો. સંયોગવશ એ દિવસે શિવરાત્રી હતી. બંદી રહેતા શિકારી મઠમાં શિવ સંબંધિત ધાર્મિક વાતો સાંભળતો રહ્યો. ત્યાં તેણે શિવરાત્રિની કથા પણ સાંભળી. સંધ્યા થયા પર સાહૂકારે તેમને બોલાવ્યો અને ઋણ ચુકવવા માટે પૂછ્યું તો શિકારી આગલા દિવસે તમામ ઋણ પરત આપાવાનું વચન આપ્યું. સાહૂકારે તેમની વાત માની લીધી અને તેને છોડી દીધો. 


બીજે દિવસે શિકારી શિકાર માટે જંગલમાં ગયો. આમછતાં દિવસભર જેલમાં બંધ હોવાને કારણે તે ભૂખ્યો અને તરસ્યો હતો. શિકાર કરવા માટે તેણે એક તળાવના કિનારે આવેલા બિલિના વૃક્ષને પસંદ કર્યું.તે પાણી ભરેલી થેલી લઈને ઝાડ પર ચઢી ગયો. તળાવના કિનારે પ્રાણીઓ પાણી પીવા આવે તેની રાહ જોવા લાગ્યો. એ જ બિલિ વૃક્ષની નીચે એક શિવલિંગ હતું. જે બિલિપત્રોના પાન ખરવાને લીધે ઢંકાયેલું હતું. શિકારી આ વિશે જાણતો ન હતો. તે ભૂખ્યો તરસ્યો ઝાડ પર બેસીને શિકારની શોધમાં આમતેમ જોવા લાગ્યો. એ દરમિયાન તેની પાણીની થેલીમાંથી પાણીના ટીપાં શિવલિંગ પર પડતાં રહ્યાં. દરમિયાન તેના હાથે જે પાંદડા તૂટ્યાં, તે શિવલિંગ પર પડવા લાંગ્યા


મહાશિવરાત્રી કરો શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે અહી ક્લિક કરો.  

 

 રાત્રિનો પહેલો પ્રહર વીત્યો ત્યારે એક ગર્ભવતી મૃગલી તળાવ પર પાણી પીવા પહોંચી. શિકારીએ ધનુષ પર તીર ચઢાવીને જે પ્રત્યંચા ખેંચી કે મૃગલી બોલી, હું મારા બચ્ચાને મળીને પાછી આવીશ. આપીશ. ત્યારે મારો શિકાર કરી લેજો. શિકારીએ પ્રત્યંચા ઢીલી  કરી. મૃગલી જંગલની ઝાડીઓમાં લુપ્ત થઈ ગઈ. કેટલાંક સમય પછી એક મૃગ બાળ ત્યાં આવી પહોંચ્યું. શિકારીએ તેનો શિકાર કરવા માટે ધનુષ્ય પર બાણ ચઢાવ્યું. તેણે શિકારીને વિનંતી કરી કે મને મારી માતાને એક વાર મળવા દો પછી હું પાછું આવીશ ત્યારે તમે મારો શિકાર કરજો. શિકારીના હૃદયમાં કોઈ કારણે દયા આવી ગઈ અને તેણે તેને પણ જવા દીધું. બીજો પ્રહર પણ વીતી ગયો. ત્રીજા પ્રહરમાં એક બીજુ મૃગ બાળ ત્યાં આવ્યું. શિકારીએ ધનુષ્યબાણની પ્રત્યંચા ખેંચવા ઉઠાવ્યું ત્યારે મૃગબાળ બોલી ઉઠ્યું.

 

મહાશિવરાત્રી ના દિવસે 617 વષૅ ચાર ગ્રહ ના સંયોગ માં કરો 12 રાશિ મુજબ આ ઉપાય અને મંત્ર

 

 તેણે કહ્યું કે હું મારી માતાની શોધમાં નિકળ્યું છું. તેમને અને મારા બાંધવને મળીને પાછું આવીશ. શિકારીએ કહ્યું કે હું તને નહિં જવા દઉ. તારા પહેલાં પણ એક મૃગલી અને એક મૃગબાળ ચાલ્યા ગયા છે તે હજી પાછા નથી આવ્યા. ત્યારે મૃગબાળે કહ્યું કે મારી એક જ અંતિમ ઈચ્છા મારી માતાને મળવાની છે. હું તમને વચન આપું છું કે હું મારી માતાને મળીને પાછું આવીશ. શિકારીએ તેને પણ જવા દીધું.


ત્રીજો પ્રહર વીતી ગયો. ચોથો પ્રહર શરૂ થયો. દરમિયાન એક મૃગ ત્યાં આવી પહોંચ્યું. તે પાણી પીવા ગયું પણ શિકારીના ધનુષ્યબાણની પ્રત્યંચાના અવાજે તેને સતર્ક કરી દીધું. તેણે શિકારીને જોઈ લીધો. તેણે કહ્યું કે હું મારી પત્ની અને બાળકોની શોધમાં નિકળ્યો છું. તેમને મળીને હું પાછો આવીશ. શિકારીએ તેને કહ્યું કે અગાઉ મૃગલી અને બે બચ્ચા આવી રીતે જતાં રહ્યાં છે, શું તું મને મુર્ખ સમજે છે કે હું તને જવા દઈશ. ત્યારે મૃગ બોલ્યું. તમે તેમનો વિશ્વાસ કરીને જવા દીધાં છે તો મને પણ જવાદો. હું તમને વચન આપું છું કે તેમને મળીને હું પાછો આવીશ. તે મારી રાહ જોતાં હશે. દિવસભરના ઉપવાસ અને રાત્રિ ભરના જાગરણને કારણે શિકારીનું હૃદય પવિત્ર થઈ ગયું હતું. તેનામાં ભગવદ શક્તિનો વાસ થઈ ગયો હતો. તેણે મૃગને પણ જવા દીધું. 

મહાશિવરાત્રી ના દિવસે શિવજીના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  


રાત્રિ વીતી ગઈ. સવારનો પ્રથમ શરૂ થઈ ગયો. દરમિયાન શિકારી બિલિના પાન તોડીને તોડીને નીચે નાંખતો હતો. તેની મશકમાંથી પાણી નીચે શિવલિંગ પર પડતું હતું. થોડીવાર પછી મૃગ સપરિવાર શિકારી સમક્ષ ઉપસ્થિત થઈ ગયું. તેણે શિકારીને કહ્યું કે તમે હવે સુખેથી અમારો શિકાર કરીને તમારી ભૂખ મીટાવી શકો છો. શિકારી પશુઓની સત્યતા અને વચનપરસ્તી જોઈએ તેમને પ્રેમથી નિહાળવા લાગ્યો. તેને થયું કે આવા પરિવારને હું વિંખી નાંખીશ. તેના હૃદયમાં પસ્તાવો થવા લાગ્યો. તેની આંખમાંથી આ હરણાંઓ માટે પ્રેમની ધારા વહેવા લાગી. આખરે શિકારીએ પોતાના હૃદયમાંથી આ મૃગ પરિવારને મારવાનો સંકલ્પ માંડી વાળ્યો. તેનું મન હવે એ હરણાંઓને હણવા તૈયાર ન હતું. તેણે મશકમાંથી થોડું પાણી પીવા ઉંચી કરી. તેમાંથી થોડું જળ નીચે શિવલિંગ પર પડ્યું. તે હળવેથી પાન આમતેમ કરીને નીચે ઉતર્યું. તેનું હૃદય અત્યંત પ્રેમથી ભરાઈ ગયું હતું. સમસ્ત દેવલોક આ ઘટનાને જોઈ રહ્યો હતો. તેઓ આ દ્રશ્ય જોઈ ગદગદ્દીત થઈ ગયા. તેમણે શિકારી અને મૃગ પરિવારને મોક્ષનું વરદાન આપ્યું.


અજાણતા જ શિવરાત્રિના વ્રતનુ પાલન કરવાથી શિકારીને મોક્ષની પ્રાપ્તિ થઈ. જ્યારે મૃત્યુકાળમાં યમદૂત તેનો જીવ લેવા આવ્યો તો શિવગણોએ તેમને પરત મોકલી દીધો અને શિકારીને શિવલોક લઈ ગયા. શિવજીની કૃપાથી જ પોતાના આ જન્મમાં રાજા ચિત્રભાનુ પોતાના પાછલા જન્મને યાદ રાખી શક્યા અને મહાશિવરાત્રિનુ મહત્વ જાણીને તેનુ આગલા જન્મમાં પણ પાલન કરી શક્યા.


મહાશિવરાત્રીના દિવસે આ રક્ષા સ્ત્રોત પાઠ કરવાથી મહાદેવ હંમેશા ભક્તો ની રક્ષા કરે છે અહી ક્લિક કરો.  

 



બિલ્વપત્ર ની ઉત્પત્તિ કેવી રીતે થઈ? બિલ્વ વૃક્ષ કેટલા દેવતા નો વાસ છે?  બિલ્વપત્ર શિવજી ને અપણૅ કરવાનો મંત્ર કયો? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  


શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે 

 

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

સોમવાર, 28 ફેબ્રુઆરી, 2022

મહાશિવરાત્રી 72 વષૅ પછી બંને રહેલા પંચગ્રહ યુતીયોગ રાશિ મુજબ કરો શિવ અભિષેક અને મંત્ર | Mahashivratri Rashi Upay 2026 Gujarati | Okhaharan

મહાશિવરાત્રી 72 વષૅ પછી બંને રહેલા પંચગ્રહ યુતીયોગ રાશિ મુજબ કરો શિવ અભિષેક અને મંત્ર  | Mahashivratri Rashi Upay 2026 Gujarati | Okhaharan

Mahashivratri-Rashi-Upay-2022-Gujarati
Mahashivratri-Rashi-Upay-2026-Gujarati

 

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું 72 વષૅ પછી મહાશિવરાત્રી બની રહેલા પાંચ ગ્રહ યુતી ના દિવસે રાશિ મુજબ શિવલિંગ પુજન. જેથી મહાદેવ પ્રસન્ન થાય અને આખુ વષૅ ઘનવષૉ રહે.

મહાશિવરાત્રી ક્યારે છે ? મહાશિવરાત્રી નું માહાત્મ્ય શું છે?  શું છે ચાર પ્રહર પુજન નો સમય અને આ સમય ક્યાં મંત્રો નો જાપ કરવા ? અહી ક્લિક કરો. 


મહાશિવરાત્રી 2026 ભગવાન શિવએ જન્મરાશિ કુડંળી ના માલિક છે . ભગવાન શિવને એમની , મુતિ કે શિવલિંગ સ્વરૂપમાં પુજાય છે. ખાસ કરીને શિવરાત્રી ની રીત્રી એ મહાદેવ અને માતા પાવૅતી ની પુજન થાય છે. મંદિરોમાં શિવલિંગ સ્વરૂપે પુજન થાય છે.


આ વષૅ મહાશિવરાત્રી 2026 તિથિ ના દિવસે પાચ ગ્રહો મંગળ, શનિ, બુધ, ચંદ્ર અને શુક્ર ગ્રહો મળીને મકર રાશિમાં પંચગ્રહી યોગ બનાવે છે.  મહાશિવરાત્રી પવૅ તિથિ શરૂઆત 14 ફેબ્રુઆરી 2026  શનિવાર બપોરે 4:01 મિનિટ સમાપ્તી 15 ફેબ્રુઆરી 2026 રવિવાર સાંજે 5:04 મિનિટ. આ પંચગ્રહી યોગ ખૂબ જ વિશેષ રહેવાનો છે. ચાલો જાણીએ કે તમારી રાશિ અનુસાર શિવ પુજન મંત્ર તથા કંઈ વસ્તુથી રીતે પુજન કરવું જેથી મહાદેવ પ્રસન્ન થાય અને આખુ વષૅ ઘનવષૉ રહે. ચાલો હવે જાણીયે રાશિ મુજભ ઉપાય

 

મેષઃ-  અ,લ,ઈ

રાશિ સ્વામી મંગળ

શુભ રંગ : લાલ

મહાશિવરાત્રી દિવસે આ રાશિના લોકો ભગવાન શિવની ગંગાજળમાં સાકર અને ગોળ ભેળવીને શિવલિંગનો અભિષેક કરો . ત્યારબાદ ગુલાલથી પૂજા કરો અને “ઓમ મમલેશ્વરાય નમઃ” મંત્રનો જાપ કરો,  ઓમ નમઃ શિવાયનો મંત્ર ની એક માળા જાપ કરો.


મહાશિવરાત્રી કરો શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે અહી ક્લિક કરો.  

 વષૃભ રાશિ :- બ,વ,ઉ

રાશિ સ્વામી :- શુક્ર

શુભ રંગ :- સફેદ

મહાશિવરાત્રી દિવસે આ રાશિના લોકો શિવને દૂધ, દહીં , ઘી  નો અભિષેક કરવો જોઈએ. "ઓમ નાગેશ્વરાય નમઃ" તથા ઓમ નમઃ શિવાયનો મંત્ર ની એક માળા જાપ કરો. આર્થિક સંકટ દૂર થશે. નવી નોકરીની ઓફર મળી શકે છે.


મિથુન રાશિ :- ક,છ,ધ

રાશિ સ્વામી :- બુધ

શુભ રંગ : લીલો

મહાશિવરાત્રી દિવસે આ રાશિના લોકો ભગવાન શિવને ગંગા જળ અને શેરડીના રસથી અભિષેક કરવો થી અભિષેક કરવો જોઈએ અને મગ, ઘતુરો ચડાવોતેની સાથે "ઓમ ભૂતેશ્વરાય નમઃ" તથા ઓમ નમઃ શિવાયનો મંત્ર ની એક માળા જાપ કરો તમને માનસિક શાંતિ મળશે.


કકૅ રાશિ : ડ,હ

રાશિ સ્વામી :- ચંદ્ર

શુભ રંગ :- દુધીયો   

મહાશિવરાત્રી દિવસે આ રાશિના લોકો ભગવાન શિવને પંચામૃત દૂઘ, દહી, ઘી, મઘ , સાંકળ મિક્સ કરીને અભિષેક કરવો જોઈએ અને મહાદેવના ‘દ્વાદશ’ નામનું સ્મરણ તથા ઓમ નમઃ શિવાયનો મંત્ર ની એક માળા જાપ કરો  સુખ શાંતિ આવશે


મહાશિવરાત્રી ના દિવસે શિવજીના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

સિંહ : મ, ટ

રાશિ સ્વામી : સૂર્ય

શુભ રંગ : નારંગી

મહાશિવરાત્રી દિવસે આ રાશિના લોકો શિવને મધ તથા પાણીમાં લાલ ચંદન મિક્સ કરીને અભિષેક કરો અને ઓમ નમઃ શિવાયનો મંત્ર ની એક માળા જાપ કરો. ઈચ્છાઓ પૂર્ણ થશે. નોકરી સંબંધિત સમસ્યાઓ દૂર થશે.


કન્યા : પ,ઠ,ણ

રાશિ સ્વામી :- બુધ

શુભ રંગ : લીલો

મહાશિવરાત્રી દિવસે આ રાશિના લોકો પાણીમાં દુર્વા અને ભાંગને દૂધ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને ‘શિવ ચાલીસા’નો પાઠ કરવો જોઈએ. અને ઓમ નમઃ શિવાયનો મંત્ર ની એક માળા જાપ કરો. જૂના રોગમાંથી તમને રાહત મળશે.


તુલા : ર,ત

રાશિ સ્વામી :- શુક્ર

શુભ રંગ :- સફેદ

મહાશિવરાત્રી દિવસે આ રાશિના લોકો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ દિવસે મહાદેવને દહીં , ઘી અને ગુલાબના અત્તરથી અભિષેક કરો નો અભિષેક કરો અને ‘શિવસ્તક’નો પાઠ કરો અને ઓમ નમઃ શિવાયનો મંત્ર ની એક માળા જાપ કરો. નાણાકીય સમસ્યાઓ હલ થશે.

મહાશિવરાત્રીના દિવસે આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 


વૃશ્વિક :- ન,ય

રાશિ સ્વામી :- મંગળ

શુભ રંગ : લાલ

મહાશિવરાત્રી દિવસે આ રાશિના લોકો શિવને મઘ અને સરસીયા તેલ નો અભિષેક કરવો જોઈએ અને "ઓમ અંગારેશ્વરાય નમઃ" મંત્રનો જાપ અને ઓમ નમઃ શિવાયનો મંત્ર ની એક માળા જાપ કરવો જોઈએ.ઘરમાં સુખ-શાંતિ રહેશે. પારિવારિક વિવાદો દૂર થશે.


ધનુ :- ભ, ધ, ફ, ઢ

રાશિ સ્વામી :- ગુરુ

શુભ રંગ :- પીળો

મહાશિવરાત્રી દિવસે આ રાશિના લોકો શિવને દૂધમાં ચંદન ભેળવી અભિષેક કરો અને "ઓમ સોમેશ્વરાય નમઃ " મંત્ર અને ઓમ નમઃ શિવાય, પંચાક્ષર સ્તોત્રનો નો મંત્ર ની એક માળા જાપ કરવો જોઈએ  બધી મનોકામનાઓ જલ્દી પૂરી થશે.


મકર :- ખ,જ

રાશિ સ્વામી :- શનિ

શુભ રંગ :- કાળો  

મહાશિવરાત્રી દિવસે આ રાશિના લોકો મકર રાશિના લોકો ભગવાન શિવને દૂઘમાં કાળા તલ મિકસ કરીને અભિષેક તથા શેરડીના રસથી પણ કરો છે અને "શિવ સહસ્રનામ" નો પાઠ પણ કરે છે. સફળતા મળશે. શત્રુનો નાશ થશે.

મહાશિવરાત્રીના દિવસે આ રક્ષા સ્ત્રોત પાઠ કરવાથી મહાદેવ હંમેશા ભક્તો ની રક્ષા કરે છે અહી ક્લિક કરો. 


કુંભ :- ગ,શ

રાશિ સ્વામી :- શનિ

શુભ રંગ :- કાળો

મહાશિવરાત્રી દિવસે આ રાશિના લોકો શિવને દૂધ, દહીં, ખાંડ, ઘી, મધનો અભિષેક કરવો જોઈએ, તેની સાથે "ઓમ નમઃ શિવાય" મંત્રનો જાપ કરવો જોઈએ.પૈસાથી ફાયદો થશે.


મીન :- દ, ચ,ઝ, થ

રાશિ સ્વામી :- ગુરુ

શુભ રંગ :- પીળો


મહાશિવરાત્રી દિવસે આ રાશિના લોકો શિવને પ્રસન્ન કરવા માટે, મોસમી ફળોના રસથી અભિષેક કરો, તેની સાથે "ઓમ ભમેશ્વરાય નમઃ" ઓમ નમઃ શિવાય, પંચાક્ષર સ્તોત્રનો નો મંત્ર ની એક માળા મંત્રનો જાપ કરો.


મિત્રો આ હતું મહાશિવરાત્રી 72 વષૅ પછી મહાશિવરાત્રી પાંચગ્રહ યુતી રાશિ મુજબ શિવલિંગ પુજન હું આશા રાખું આ લેખ તમને જરૂર પસંદ આવ્યો હશે તો ૐ નમઃ શિવાય કોમેન્ટ માં જરૂર લખજો.

 

Mahashivratri-Vrat-Katha-Gujarati

 

મહાદેવ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

સંપૂર્ણ "શિવ માળા 108 મણકા" ગુજરાતી લખાણ સાથે

 શિવમહિમ્નઃ સ્તોત્રમ સાભળો ફક્ત 9 મિનિટ માં  

શિવ બાવની ગુજરાતી લખાણ સાથે સાભળો 4 મિનિટમાં 


  જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો.👇👇👇 

 

Shiv-Stuti-Gujarati-Lyrics