સોમવાર, 8 માર્ચ, 2021

વિજયા એકાદશી વ્રત કથા | Vijaya Ekadashi Vrat Katha Gujarati | Okhaharan

વિજયા એકાદશી વ્રત કથા | Vijaya Ekadashi Vrat Katha Gujarati |  Okhaharan

Vijaya-Ekadashi-Vrat-Katha-Gujarati
Vijaya-Ekadashi-Vrat-Katha-Gujarati


શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું મહા માસની વદ વિજયા એકાદશી વિજયા એકાદશી વ્રત કથા


એકાદશી ના દિવસે નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.   


ધમૅરાજ યુધિષ્ઠિર બોલ્યા "હે જનાદૅન ! મહા માસના કૃષ્ણ પક્ષની એકાદશી નું નામ શું છે ? તેની વિધિ શી છે? તે કૃપા કરીને કહો. 


શ્રી કૃષ્ણા ભગવાન બોલ્યા હૈ રાજન મહા માસની કૃષ્ણ પક્ષની એકાદશી નું નામ વિજયા છે. તેના વ્રતના પ્રભાવથી મનુષ્ય ને વિજય મળે છે.આ વિજયા એકાદશી ના પ્રભાવ થી અને તેના શ્રવણ પઠનથી સમસ્ત પાપ નષ્ટ થાય છે.


એક સમયે દેવષિ નારદે જગતપિતા બ્રહ્માજી ને પુછ્યુ : હે બ્રહ્માજી તમે મને મહા માસની વદ પક્ષની વિજયા એકાદશી નું વ્રત વિધાન બતાવો બ્રહ્માજી બોલ્યા હે નારદ વિજયા એકાદશી વ્રત પ્રાચીન ને નવા પાપોને નષ્ટ કરનાર છે.


ત્રેતાયુગમાં મયાદા પુરૂષોત્તમ શ્રી રામચંદ્રજી ને જયારે ચૌદ વષૅનો વનવાસ થઈ ગયો ત્યારે તે શ્રી લક્ષ્મણજી તથા માતાજાનકી સહિત પંચવટી માં નિવાસ કરવા લાગ્યા. ત્યારે પાપી રાવણે સીતાજીનું હરણ કર્યું હતું. આ દુ:ખદ સમાચાર થી શ્રી રામ અને લક્ષ્મણ અત્યંત વ્યાકુળ બની સીતાજી ની શોધ માં  નીકળી પડ્યા. ફરતા ફરતા તેઓ મરણાસત્ર જટાયુ ના પાસે પહોંચ્યા. જટાયુ પોતાની કથા સાભવવી સ્વગૅલોક ચાલ્યો ગયો. થોડા આગળ વધી ને  શ્રીરામ ની સુગ્રીવની સાથે મિત્રતા થઈ અને વાલીનો વધુ કયૉ. શ્રી હનુમાનજી રામચંદ્રની પાસે આવ્યા અને બધા સમાચાર કહ્યા. શ્રી રામચંદ્રજી એ સુગ્રીવ ની સંપતિ લઈને વાનરો અને રીંછોની સેના સહિત લંકા તરફ પ્રસ્થાન કર્યું. જ્યારે શ્રી રામચંદ્રજી એ સમુદ્ર કિનારે મહાન , અગાધ મગરમચ્છોથી યુક્ત સમુદ્ર જોયો ત્યારે તેમણે શ્રી લક્ષ્મણજી ને કહ્યું " હે લક્ષ્મણ આ મહાન અગાધ સમુદ્ર ને કઈ રીતે પાર કરીશું? " 

એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

ત્યારે શ્રી લક્ષમ્ણજી બોલ્યા "હે રામજી તમે આદિ પુરુષ પુરાણ પુરુષોત્તમ છો. અહીંથી લગભગ અડધા યોજનની દૂરી પર કુમારી દ્રીપમા બકદાલભ્ય નામના ઋષિ રહે છે એમણે અનેક નામના બ્રહ્મા ને જોયા છે તમે એમની પાસે જંઈને એનો ઉપાયા પુછો" લક્ષ્મણજી ના આ વાંચનો સાંભળી ને શ્રી રામચંદ્રજી એ બકદાલભ્ય ઋષિ પાસે ગયા અને એમને પ્રણામ કરીને બેઠા મુનિએ તને પુછ્યુ હે રામજી તમે ક્યાંથી પધાર્યા છો? 



શ્રી રામજી બોલ્યા " હે મહષિ હું મારી સેવા સહિત અહીં આવ્યો છું અને રાક્ષસોને જીતવા લંકા જઈ રહ્યો છું" 

બકદાલભ્ય ઋષિ બોલ્યા " હે રામજી હું તમને એક ઉત્તમ વ્રત બતાવું છું મહા માસની વદ પક્ષની વિજયા એકાદશી વ્રત કરવાથી તમે સમુદ્ર અવશ્ય પાર કરી શકશો અને તમારો વિજય થશે હે રામજી આ વ્રતની વિધિ એ છે કે દશમના દિવસે સોના, ચાંદી , તાબા કે માટીનો કોઈ પણ એક નો કળશ બનાવવો . આ ધડામા પાણી ભરી તેના પર પાંચ પલ્લવ રાખીને વેદિકા પર સ્થાપન કરવું. એ કળશ નીચે સતનજા અને ઉપર જવ રાખવા. તેના પર શ્રી નારાયણ ભગવાન ની સુવણૅ પ્રતિમા સ્થાપિત કરવી.એકાદશી ના દિવસે સ્નાન આદિ નિત્યકર્મ થી નિવૃત થંઈને ધૂપ , દીપ , નૈવેદ્ય , નારિયેળ, આદિથી ભગવાનનું પુજન કરવુ. એ સમસ્ત દિવસે ભક્તિ પૂર્વક કળશ ની સામે વ્યતીત કરવો. અને રાત્રિના પણ એ રીતે બેસીને જાગરણ કરવું જોઈએ. દ્રાદશી ના દિવસે નથી અથવા તળાવ માં સ્નના કર્યા પછી આ કળશ ને બ્રહ્માણ ને આપી દેવો. હે રામ જો તમે આ વ્રતને સેનાપતિઓ સાથે કરશો તો અવશ્ય જ વિજયી થશો.

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો



શ્રી રામચંદ્રજીએ મુનિની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વિજયા એકાદશી વ્રત કર્યું અને તેના પ્રભાવથી દૈત્યોના ઉપર વિજય મેળવ્યો.


અતઃ હે રાજન જે મનુષ્ય આ વ્રતને વિધિપૂર્વક કરશે તેને બંને લોકમાં વિજય થશે.

 

આ એકાદશી નું વ્રત પૂણૅ શ્રદ્રા રાખીને કરવાથી કોઈ પણ ઘારેલા કાયૅ માં વિજય મળે છે 
Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics


ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કર

વાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે


શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   


રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

રવિવાર, 7 માર્ચ, 2021

516 વષૅ પછી ખાસ શિવરાત્રી યોગ રાશિ મુજબ પુજન સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં આખું વષૅ લાભ જ લાભ 

 516 વષૅ પછી ખાસ શિવરાત્રી યોગ રાશિ મુજબ પુજન સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં આખું વષૅ લાભ જ લાભ 

Shivratri 2021
Shivratri 2021

મહાશિવરાત્રી એ દેવો ના દેવ મહાદેવ નો પવૅ છે. મહાશિવરાત્રી પવૅ મહા માસની વદ પક્ષની તેરસ ઉજવાય છે. આ વષૅ મહાશિવરાત્રી 11 માચૅ 2021 ગુરુવાર ના રોજ ઉજવાસે.


આ દિવસે મહાદેવ ના મંદિર માં પુજન અને દશૅન માટે ભકતો ની ભીડ રેહશે. મહાદેવ ના મંદિર શિવલિંગ દર્શન અને પૂજા કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થઇ શકે છે. હિન્દુ શાસ્ત્રા અનુસાર માન્યતા છે કે પ્રાચીન સમયમાં આ તિથિએ દેવી પાર્વતી અને શિવજીના લગ્ન થયાં હતાં તથા એક અન્ય માન્યતા પ્રમાણે આ દિવસે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી સામે શિવજી અનંત સ્વરુપ લિંગ સ્વરૂપમાં પ્રકટ થયાં હતાં.

મહાદેવ ના મંદિર માં ખાસ આટલી પુજા જરુર કરજો

શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચઢાવવું અને ઓમ સાંબ સદાશિવાય નમઃ મંત્રનો જાપ કરવો. શિવલિંગ ઉપર બીલીપાન અને ધતૂરો પણ ચઢાવવો જોઇએ. ધૂપ-દીપ પ્રગટાવીને મંત્ર જાપ કરવા જોઇએ..

હવે રાશિ પ્રમાણે ખાસ પુજન વિઘી

મેષઃ-  અ,લ,ઈ

રાશિ સ્વામી મંગળ

શુભ રંગ : લાલ

ખાસ કરીને લાલ વસ્તુ નો અભિષેક કરવો અથવા દાન પણ કરી શકાય છે જેમ કે ગોળ, ધંઉ , રાતો બળદ , ધી ,કેશર કસ્તુરી , લાલ રંગ વસ્ત્ર  વગેરે 

આ રાશિના લોકો માટે બુધ લાભદાયક રહી શકે છે. શિક્ષણ અને બુદ્ધિના કાર્યોમાં સફળતા મળશે. પરિવારમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

વષૃભ રાશિ :- બ,, 

રાશિ સ્વામી :- શુક્ર 

શુભ રંગ :- સફેદ 

ખાસ કરીને સફેદ વસ્તુ નો અભિષેક કરવો અથવા દાન પણ કરી શકાય જેમ કે દુધ, ચોખા , સફેદ ગાય , સફેદ પુષ્પ વગેરે

  તમારા માટે બુધ શુભ રહેશે. મોટા કાર્યોમાં ભાગ્યનો સાથ મળી શકશે. જૂના અટવાયેલાં કાર્યો પૂર્ણ થઇ શકે છે.

મિથુન રાશિ :- ક,,

રાશિ સ્વામી :- બુધ 

શુભ રંગ : લીલો 

ખાસ કરીને લીલું વસ્તુ નો અભિષેક કરો અથવા દાન પણ કરી શકાય છે જેમ કે લીલા વસ્ત્ર , મગ, લીલા ફળ વગેરે

આ લોકોને બુધના કારણે સફળતા અને સન્માન મળી શકે છે. દૈનિક કાર્યોમાં વધારો થઇ શકે છે, પરંતુ ભવિષ્યમાં આ કાર્યોથી લાભ મળશે.

કકૅ રાશિ : ડ, 

રાશિ સ્વામી :- ચંદ્ર

શુભ રંગ :- દુધીયો  

 ખાસ કરીને સફેદ વસ્તુ નો અભિષેક કરવો અથવા દાન પણ કરી શકાય જેમ કે દુધ, ચોખા , સફેદ ગાય , સફેદ પુષ્પ વગેરે

 તમારા માટે ચિંતાજનક સમય રહી શકે છે. ભય રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન વધારે રાખવું પડશે. સિઝનલ બીમારીઓ થઇ શકે છે. બેદરકારી ન કરો.

સિંહ : મ,  

રાશિ સ્વામી : સૂર્ય 

શુભ રંગ : નારંગી 

ખાસ કરીને ધંઉ , પીળા વસ્ત્રો , લાલ રંગ પુષ્પ , લાલ રંગની ગાય વગેરે

આ લોકોનું લગ્નજીવન સારું રહેશે. કુંવારા લોકોના લવ મેરેજ થઇ શકે છે. લગ્ન યોગ્ય લોકોના લગ્નમાં આવી રહેલી સમસ્યાઓ દૂર થશે.

કન્યા : પ,, 

રાશિ સ્વામી :- બુધ 

શુભ રંગ : લીલો 

ખાસ કરીને લીલું વસ્તુ નો અભિષેક કરો અથવા દાન પણ કરી શકાય છે જેમ કે લીલા વસ્ત્ર , મગ, લીલા ફળ વગેરે

 આ રાશિના લોકો માટે બુધ લાભની સ્થિતિ બનાવશે. જૂની બીમારીઓ ઠીક થવા લાગશે. આસપાસના દુશ્મનોથી સાવધાન રહેવું. સમજી-વિચારીને કામ કરશો તો સારું રહેશે.

તુલા : ર, 

રાશિ સ્વામી :- શુક્ર

શુભ રંગ :- સફેદ 

ખાસ કરીને સફેદ વસ્તુ નો અભિષેક કરવો અથવા દાન પણ કરી શકાય જેમ કે દુધ, ચોખા , સફેદ ગાય , સફેદ પુષ્પ વગેરે

આ રાશિના લોકો માટે બુધ સુખ-શાંતિ વધારશે. નોકરી અને વ્યવસાયમાં બુધના કારણે નફો મળી શકે છે. મિત્રો પાસેથી મદદ મળશે.

વૃશ્વિક :- ન, 

રાશિ સ્વામી :- મંગળ

શુભ રંગ : લાલ

ખાસ કરીને લાલ વસ્તુ નો અભિષેક કરવો અથવા દાન પણ કરી શકાય છે જેમ કે ગોળ, ધંઉ , રાતો બળદ , ધી ,કેશર કસ્તુરી , લાલ રંગ વસ્ત્ર  વગેરે 

આ લોકો માતાનો આશીર્વાદ લઇને કામની શરૂઆત કરે. સફળતા મળવાની શક્યતા વધશે. કામ વધશે, પરંતુ તમારા માટે ફાયદાકારક રહેશે.

ધનુ :- ભ, , ,

રાશિ સ્વામી :- ગુરુ

શુભ રંગ :- પીળો 

ખાસ કરીને પીળી વસ્તુઓ નો અભિષેક અથવા દાન કરવી જેમ કે ચણાની દાળ , પીળું અનાજ , પીળું વસ્ત્ર, પુષ્પ વગેરે

 મિત્રો પાસેથી અને ભાઈ-બહેનો પાસેથી મદદ મળશે, આ મદદથી કોઇ મોટું કામ પૂર્ણ થઇ શકે છે. પરફોર્મન્સ સારું રહેશે. કામ સમયે પૂર્ણ થઇ શકે છે.

મકર :- ખ,

રાશિ સ્વામી :- શનિ

શુભ રંગ :- કાળો 

ખાસ કરીને પીળી વસ્તુઓ નો અભિષેક અથવા દાન કરવી જેમ કે તેલ, કાળા અડદ, કાળ તલ, કાળા વસ્ત્ર , જોડા,કાળા પુષ્પ વગેરે

આ રાશિના લોકો માટે બુધ સફળતા આપનાર રહેશે. ધન-સંપત્તિમાં વધારો થવાના યોગ છે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે.

કુંભ :- ગ,

રાશિ સ્વામી :- શનિ 

શુભ રંગ :- કાળો 

ખાસ કરીને પીળી વસ્તુઓ નો અભિષેક અથવા દાન કરવી જેમ કે તેલ, કાળા અડદ, કાળ તલ, કાળા વસ્ત્ર , જોડા,કાળા પુષ્પ વગેરે

આ લોકો માટે કિસ્મત પક્ષમાં રહી શકે છે. અટવાયેલાં કાર્યો પૂર્ણ થઇ શકે છે. આવકમાં વધારો થઇ શકે છે. જીવનસાથીનો સહયોગ મળશે. વિઘ્નો દૂર થવા લાગશે.

મીન :- દ, ,,  

રાશિ સ્વામી :- ગુરુ

શુભ રંગ :- પીળો 

ખાસ કરીને પીળી વસ્તુઓ નો અભિષેક અથવા દાન કરવી જેમ કે ચણાની દાળ , પીળું અનાજ , પીળું વસ્ત્ર, પુષ્પ વગેરે

 ખર્ચ વધારે રહી શકે છે. સમજી-વિચારીને ખર્ચ કરો. વિચાર્યા વિના કામ કરશો તો હાનિ થઇ શકે છે. ધૈર્ય જાળવી રાખવું.

 

 Click Here For👇👇👇

 Youtube  બઘા શિવ ભજન સાભળવા માટે 

 


લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

ૐ નમઃ શિવાય  જય જરૂર લખજો.

 

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

Shiv Mantra Gujarati
Shiv-Mantra-Gujarati