મંગળવાર, 22 માર્ચ, 2022

આજે ફાગણ વદ પાંચમ એટલે રંગપંચમી નું માહાત્મ્ય અને કેટલાક ઉપાય આર્થિક સમસ્યાઓ દૂર થશે | Rang Panchami 2022 Gujarati Upay | Okhaharan

 આજે ફાગણ વદ પાંચમ એટલે  રંગપંચમી નું માહાત્મ્ય અને કેટલાક ઉપાય આર્થિક સમસ્યાઓ દૂર થશે | Rang Panchami 2022 Gujarati Upay | Okhaharan

Rang-Panchami-2022-Upay-Gujarati
Rang-Panchami-2022-Upay-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું રંગપંચમી નું માહાત્મ્ય અને કેટલાક ઉપાય કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થશે. રંગપંચમી ના દિવસે ધન સમૃદ્ધિ ઉપાય જાણી માતા લક્ષ્મી , વિષ્ણુ ભગવાન તથા મહાદેવ તથા માતા પાવૅતી પ્રસન્ન કરવાના ઉપાય 

 

 મંગળવાર શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો.  

 

ફાગણ માસની પૂર્ણિમા એટલે હોળી દહન અને હોળી રંગો તહેવાર છે બરાબર એના પાંચ દિવસ પછી એટલે ફાગણ વદ પાંચમ ને રંગ પંચમી કહેવાય છે.આ વષૅ આ તિથિ 22 માચૅ 2022 મંગળવાર રોજ આવે છે.આ  દિવસે વસંતોત્સવ ની પુણૉહુતિ થાય છે. આ દિવસે રંગો એકબીજા શરીર પર નહીં પરંતુ હવામાં ઉડાવીને દેવી દેવતા ને પ્રસન્ન કરવામાં આવે છે.આમ કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે . પાંચમ ની તિથિ એ પંચ દેવ ને આપણૅ છે. આ દિવસે હવામાં રંગો ઉગાડવાથી તમોગુણ નો નાશ થાય છે જીવનમાં સુખ શાંતિ વધે છે. ગ્રંથો અનુસાર રંગપંચમીના દિવસે કેટલાક ઉપાય કરવાથી માતા લક્ષ્મીની કૃપા રહે સાથે સાથે જીવનમાં ધન અને વૈભવની પ્રાપ્તિ થાય છે.


ચાલો જાણીએ રંગપંચમી ના કેટલાક ઉપાય

 

જીવનમાં રહેતી રૂપિયા ની કમી દૂર કરવા માટે

આ રંગપંચમી ના દિવસે માતા લક્ષ્મી તથા વિષ્ણુ ભગવાનની પુજન કરવાથી વિશેષ ફળ લાભ થાય છે. આ દિવસે લક્ષ્મીનારાયણ ની પૂજા કરવી સાથે સાથે માતા લક્ષ્મી નો બીજો મંત્ર ૐ શ્રીમ્ શ્રીયે નમઃ મંત્ર ની એક માળા તથા કનકધારા સ્ત્રોત નો પાઠ કરવો. આમ જીવનમાં ધન કમી ધીરે ધીરે દૂર થશે.


રાત્રે સૂતા પહેલાં શ્રી ગણેશ ની આ સ્તુતિ કરી લેજો સવૅ પ્રકારના વિધ્નો નાશ પામશે અહી ક્લિક કરો.   

  ચાલી રહેલી નોકરી  કે વ્યવસાયની સમસ્યાઓ માટે ઉપાય

આ રંગ પંચમીના દિવસે સવારે વહેલા બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાનના કરતા સમયે પાણીમાં એક ચપટી હળદર અને ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ.  આમ કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ  પ્રાપ્ત થાય અને નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થાય છે.

રંગપંચમી ના દિવસે શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.

 

પરિવારમાં સુખ-શાંતિ માટેનો ઉપાય

 આ રંગપંચમીના દિવસે પુજન માં અથવા મંદિરે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ગુલાબ અથવા લક્ષ્મી કમળનું ફૂલ અર્પણ કરવું જોઈએ અને શ્રી લક્ષ્મીનારાયણ દેવ નું ધ્યાન ધરવું . આમ કરવાથી આર્થિક સંકડામણ દૂર થઈ પરિવારમાં સુખ-શાંતિ રહે છે.


માતા લક્ષ્મીને કોઈ પણ સફેદ વસ્તુ અર્પણ કરો

આ રંગપંચમીના દિવસે પુજન અથવા મંદિરે દેવી લક્ષ્મીને સફેદ વસ્તુઓ આપણૅ કરો દેવી કે  દૂધની ખીર,માખણ, દહીં, ધી કે  શ્રીખંડ, સફેદ વસ્ત્ર વગેરે અર્પણ કરવું સૌપ્રથમ ઘરની સૌથી મોટી મહિલાને પ્રસાદ આપો અને પછી આખા ઘરમાં અને આસપાસ પ્રસાદનું વિતરણ કરો. આમ કરવાથી કોઈને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી અને ફસાયેલા ધનની પ્રાપ્તિ થાય છે.

રંગપંચમી ના દિવસે નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો. 


નકારાત્મક ઉર્જા નાશ કરવા માટે

આ રંગપંચમીના દિવસે શ્રી લક્ષ્મીનારાયણ દેવ ની પુજન માં એક કળશ શુદ્ધ જળ ભરો અને પુજન પછી તે જળ આખા ધરમાં છાંટ કરો આ રીતે કરવાથી ધરની અંદર  અને જ્યાં જળ છાંટશો ત્યાં ની નકારાત્મક ઉર્જા નાશ પામી સકારાત્મક ઉર્જા નો સંચાર થશે . 

 

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

ભગવાન શિવ અને માતા પાર્વતીને અર્પણ આ વસ્તુ કરો

આ રંગપંચમીના દિવસે એક શ્રીફળ લો તેના પર સિંદુર થી તિલક કરો તેને લાલા રંગના નવા કાપડ માં બાંધો અને પછી મહાદેવ ના મંદિર જઈને ભગવાન શિવ અને માતા પાવૅતી ને અપણૅ કરો આમ કરવાથી શિવ કૃપા રહે અને  જીવનની તમામ સમસ્યાઓનો અંત આવે છે.

 

રાધા-કૃષ્ણને માટે આટલું કરો

આ રંગપંચમીના દિવસે ભગવાન કૃષ્ણએ રાધા રાણીને રંગ ચઢાવ્યો હતો, જેના કારણે આ રંગપંચમી તહેવાર ઉજવાય છે. આ દિવસે રાધા-કૃષ્ણને ગુલાલ રંગો ચઢાવવાથી આમ કરવાથી જીવનમાં પ્રેમ અને સમૃદ્ધિ વધે છે અને દેવતાઓની કૃપા હંમેશા માટે બની રહે છે. 

 

ગણેશ ની ભક્તિ માટે  મોબાઈલ એપ જેમાં મંત્ર , ચાલીસા , બાવની વગેરે.. ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો. 


શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

 

 


રવિવાર, 20 માર્ચ, 2022

સંકષ્ટી ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે | Shree Ganesh Kavach Gujarati Lyrics | Okhaharan

સંકષ્ટી ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે | Shree Ganesh Kavach Gujarati Lyrics | Okhaharan

Shree-Ganesh-Kavach-Gujarati-Lyrics
Shree-Ganesh-Kavach-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે સંકષ્ટી ચતુથી ના દિવસે પાઠ કરીશુ શ્રી ગણેશ કવચમ્  આ કવચ નિત્ય એકવાર શ્રવણ પઠન થી શ્રી વિઘ્નહતૉ ગણેશ સવૅ પ્રકારે રક્ષા કરે છે. શિવ - પાર્વતી નંદન, રિદ્ધિ - સિદ્ધિ ના દાતા, લાભ - શુભ ના પિતા, સંતોષ ધન દેનારા, સર્વ પ્રથમ પૂજય એવા ભગવાન "શ્રી ગણેશજીનું કવચ " નુ વર્ણન કરવામાં આવ્યું છે.. આગળ આ કવચ ગણેશ પુરાણમાં કહેવામાં આવ્યું છે, ઋષિ કશ્યપ એ માતા પાર્વતીજીને આ કવચ કહ્યું છે, માતા પાર્વતીજીએ ગણેશ ભગવાન ની રક્ષા માટે આ કવચને ધારણ કરેલું અને ભગવાન શ્રી ગણેશ ની રક્ષા થાઈ હતી એવું શ્રી ગણેશ પુરાણ, શાસ્ત્રો માં કહેવાયું છે.. આ  કવચ નો પાઠ આસુરી તત્વો નો નાશ કરનારું, આસુરી તત્વો થી રક્ષા કરનારું છે.. આ કવચ નો પાઠ રોજ કરી શકાય છે, જો રોજના થાય તો સ્પેશિયલ બુધવારે જરૂર કરવો જોઈએ,  ગણપતિદાદાનો પ્રિય  વાર છે બુધવાર... જે ભગવાન ગણપતિની પૂજા આરાધના કરે છે,  તે ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ થાય છે,  તેને  રિદ્ધિ, સિદ્ધિ, ધન,  વૈભવ, સૌભાગ્ય  પ્રાપ્ત થાય છે,. ત્રીસંધ્યાએ આ ગણેશ કવચનો પાઠ કરવાથી, સર્વે વિઘ્નો મટે છે.. યાત્રા પર જતા આ  કવચ  નો પાઠ કરવાથી યાત્રામાં શુભ ફળની પ્રાપ્તિ થાય છે

 

 શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો 

ગણેશ કવચમ્

એષોતિ ચપલો દૈત્યાન્ બાલ્યેપિ નાશયત્યહો ।

અગ્રે કિં કર્મ કર્તેતિ ન જાને મુનિસત્તમ ॥


દૈત્યા નાનાવિધા દુષ્ટાસ્સાધુ દેવદ્રુમઃ ખલાઃ ।

અતોસ્ય કંઠે કિંચિત્ત્યં રક્ષાં સંબદ્ધુમર્હસિ ॥


ધ્યાયેત્ સિંહગતં વિનાયકમમું દિગ્બાહુ માદ્યે યુગે

ત્રેતાયાં તુ મયૂર વાહનમમું ષડ્બાહુકં સિદ્ધિદમ્ । ઈ

દ્વાપરેતુ ગજાનનં યુગભુજં રક્તાંગરાગં વિભું તુર્યે

તુ દ્વિભુજં સિતાંગરુચિરં સર્વાર્થદં સર્વદા ॥


વિનાયક શ્શિખાંપાતુ પરમાત્મા પરાત્પરઃ ।

અતિસુંદર કાયસ્તુ મસ્તકં સુમહોત્કટઃ ॥


લલાટં કશ્યપઃ પાતુ ભ્રૂયુગં તુ મહોદરઃ ।

નયને બાલચંદ્રસ્તુ ગજાસ્યસ્ત્યોષ્ઠ પલ્લવૌ ॥


જિહ્વાં પાતુ ગજક્રીડશ્ચુબુકં ગિરિજાસુતઃ ।

વાચં વિનાયકઃ પાતુ દંતાન્ રક્ષતુ દુર્મુખઃ ॥


શ્રવણૌ પાશપાણિસ્તુ નાસિકાં ચિંતિતાર્થદઃ ।

ગણેશસ્તુ મુખં પાતુ કંઠં પાતુ ગણાધિપઃ ॥


સ્કંધૌ પાતુ ગજસ્કંધઃ સ્તને વિઘ્નવિનાશનઃ ।

હૃદયં ગણનાથસ્તુ હેરંબો જઠરં મહાન્ ॥


ધરાધરઃ પાતુ પાર્શ્વૌ પૃષ્ઠં વિઘ્નહરશ્શુભઃ ।

લિંગં ગુહ્યં સદા પાતુ વક્રતુંડો મહાબલઃ ॥


ગજક્રીડો જાનુ જંઘો ઊરૂ મંગળકીર્તિમાન્ ।

એકદંતો મહાબુદ્ધિઃ પાદૌ ગુલ્ફૌ સદાવતુ ॥


ક્ષિપ્ર પ્રસાદનો બાહુ પાણી આશાપ્રપૂરકઃ ।

અંગુળીશ્ચ નખાન્ પાતુ પદ્મહસ્તો રિનાશનઃ ॥


સર્વાંગાનિ મયૂરેશો વિશ્વવ્યાપી સદાવતુ ।

અનુક્તમપિ યત્ સ્થાનં ધૂમકેતુઃ સદાવતુ ॥


રાત્રે સૂતા પહેલાં શ્રી ગણેશ ની આ સ્તુતિ કરી લેજો સવૅ પ્રકારના વિધ્નો નાશ પામશે  

 આમોદસ્ત્વગ્રતઃ પાતુ પ્રમોદઃ પૃષ્ઠતોવતુ ।

પ્રાચ્યાં રક્ષતુ બુદ્ધીશ આગ્નેય્યાં સિદ્ધિદાયકઃ ॥


દક્ષિણસ્યામુમાપુત્રો નૈઋત્યાં તુ ગણેશ્વરઃ ।

પ્રતીચ્યાં વિઘ્નહર્તા વ્યાદ્વાયવ્યાં ગજકર્ણકઃ ॥


કૌબેર્યાં નિધિપઃ પાયાદીશાન્યાવિશનંદનઃ ।

દિવાવ્યાદેકદંત સ્તુ રાત્રૌ સંધ્યાસુ યઃવિઘ્નહૃત્ ॥


રાક્ષસાસુર બેતાળ ગ્રહ ભૂત પિશાચતઃ ।

પાશાંકુશધરઃ પાતુ રજસ્સત્ત્વતમસ્સ્મૃતીઃ ॥


જ્ઞાનં ધર્મં ચ લક્ષ્મી ચ લજ્જાં કીર્તિં તથા કુલમ્ । ઈ

વપુર્ધનં ચ ધાન્યં ચ ગૃહં દારાસ્સુતાન્સખીન્ ॥


સર્વાયુધ ધરઃ પૌત્રાન્ મયૂરેશો વતાત્ સદા ।

કપિલો જાનુકં પાતુ ગજાશ્વાન્ વિકટોવતુ ॥


ભૂર્જપત્રે લિખિત્વેદં યઃ કંઠે ધારયેત્ સુધીઃ ।

ન ભયં જાયતે તસ્ય યક્ષ રક્ષઃ પિશાચતઃ ॥


ત્રિસંધ્યં જપતે યસ્તુ વજ્રસાર તનુર્ભવેત્ ।

યાત્રાકાલે પઠેદ્યસ્તુ નિર્વિઘ્નેન ફલં લભેત્ ॥


યુદ્ધકાલે પઠેદ્યસ્તુ વિજયં ચાપ્નુયાદ્ધ્રુવમ્ ।

મારણોચ્ચાટનાકર્ષ સ્તંભ મોહન કર્મણિ ॥


સપ્તવારં જપેદેતદ્દનાનામેકવિંશતિઃ ।

તત્તત્ફલમવાપ્નોતિ સાધકો નાત્ર સંશયઃ ॥


એકવિંશતિવારં ચ પઠેત્તાવદ્દિનાનિ યઃ ।

કારાગૃહગતં સદ્યો રાજ્ઞાવધ્યં ચ મોચયોત્ ॥


રાજદર્શન વેળાયાં પઠેદેતત્ ત્રિવારતઃ ।

સ રાજાનં વશં નીત્વા પ્રકૃતીશ્ચ સભાં જયેત્ ॥


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

ઇદં ગણેશકવચં કશ્યપેન સવિરિતમ્ ।

મુદ્ગલાય ચ તે નાથ માંડવ્યાય મહર્ષયે ॥


મહ્યં સ પ્રાહ કૃપયા કવચં સર્વ સિદ્ધિદમ્ ।

ન દેયં ભક્તિહીનાય દેયં શ્રદ્ધાવતે શુભમ્ ॥


અનેનાસ્ય કૃતા રક્ષા ન બાધાસ્ય ભવેત્ વ્યાચિત્ ।

રાક્ષસાસુર બેતાળ દૈત્ય દાનવ સંભવાઃ ॥


॥ ઇતિ શ્રી ગણેશપુરાણે શ્રી ગણેશ કવચં સંપૂર્ણમ્ ॥

 

આજની સંકટ ચોથ ની વાર્તા | sankashti chaturthi ni vrat katha gujarati ma |

 

Gujarati Bhakti Lekh on Whatsapp

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી  

 

ગણેશ ની ભક્તિ માટે  મોબાઈલ એપ જેમાં મંત્ર , ચાલીસા , બાવની વગેરે.. ફી ડાઉનલોડ જે  Make in India છે

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે 

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે 

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત

 


 


 

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 19 માર્ચ, 2022

ફાગણ માસની સંકષ્ટી ચતુર્થી 21 કે 22 માચૅ 2022 ક્યારે છે ? ચંદ્ર દશૅનનો સમય શું છે? | Fagan Sankashti Chaturthi 2022 | Okhaharan

ફાગણ માસની સંકષ્ટી ચતુર્થી 21 કે 22 માચૅ 2022 ક્યારે છે ? ચંદ્ર દશૅનનો સમય શું છે? | Fagan Sankashti Chaturthi 2022 | Okhaharan

Fagan-chauthi-kyare-che-2022-gujarati
Fagan-chauthi-kyare-che-2022-gujarati

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું ફાગણ માસની સંકષ્ટી ચતુર્થી ક્યારે છે?  21 કે 22 માચૅ ઉપવાસ ક્યારે કરવો ? આ દિવસે કયાં ગણેશજીના કયાં સ્વરૂપ નું પુજન કરવું ? ચંદ્ર દશૅનનો સમય શું છે ?

 

 શનિવારે કરો હનુમાનજી ના આ 5 મંત્ર હંમેશા કૃપા રહેશે અહી ક્લિક કરો. 

 

હિંદુ ધર્મમાં શ્રી ગણેશ ની સંકષ્ટી ચતુર્થી વ્રતને તમામ ઉત્તમ માનવામાં આવે છે.ભગવાન ગણેશને માતા પાવૅતી અને મહાદેવ ના વરદાન થી પ્રથમ પૂજનીય દેવ માનવામાં આવે છે.માટે દરેક કાર્ય ની શુભ શરૂઆત શ્રી ગણેશજીની પૂજા કરવામાં આવે છે. ગણેશજીને વિઘ્નહર્તા દેવ પણ કહેવામાં આવે છે. કોઈ પણ સંકષ્ટી ચતુર્થી નો ઉપવાસ પૂર્ણ શ્રદ્ધા અને સાચા હૃદયથી ભગવાનની પૂજા કરવાથી ભક્તોના તમામના પ્રકાર વિધ્નો દૂર કરી સૌવ સારા વાના થાય છે . ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી જીવનમાં કીર્તિ, ધન, વૈભવ અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. આ સંકષ્ટી ચતુર્થી ના દિવસે આખો દિવસ ઉપવાસ કરી રાત્રે ચંદ્ર દશૅન પછી ઉપવાસ છોડવાનો હોય છે. 


દર માસની ચતુર્થી તિથિ એ ભગવાન શ્રી ગણેશ ને આપણૅ છે  દર માસે બે ચતુર્થી  આવે છે દરેક ચતુર્થી  નું મહત્વ અલગ હોય છે. દર માસની વદ પક્ષની ચતુર્થી ને સંકષ્ટી ચતુર્થી અને સુદ પક્ષ ની ચતુર્થી ને વિનાયક ચતુર્થી કહે છે દર માસે ની બે અને ત્રણ વર્ષે આવતા અધિક માસ ની બે એમ કુલ ૨૬ ચતુર્થી છે. દરેક વિનાયક અને સંકષ્ટી મહત્વ અલગ અલગ હોય છે. આ વષૅ ફાગણ માસ ની સંકષ્ટી ચતુર્થી 

રાત્રે સૂતા પહેલાં શનિદેવની આ સ્તુતિ કરી લેજો સાડાસાતી અને ક્રુર પ્રભાવ ઓછો થશે અહી ક્લિક કરો.  

તિથિ પ્રારંભ 21 માચૅ 2022 સોમવાર સવારે 8:19

તિથ સમાપ્તી 22 માચૅ 2022 મંગળવારે સવારે  5:15

ચતુર્થી નો ઉપવાસ ચંદ્રદોય પ્રમાણે માટે

ચતુર્થી તિથિ નો ઉપવાસ  21 માચૅ 2022 સોમવાર

ચંદ્ર દશૅન સમય રાત્રે 9:59 મિનિટ છે.


ગણેશ ભક્તો આ દિવસે ભગવાનના આશીર્વાદ મેળવવા અને પૂજા વગેરે કરવા માટે ઉપવાસ રાખે છે. સંકષ્ટી ચતુર્થીના વ્રતને મનોકામના પૂર્ણ કરનાર માનવામાં આવે છે. પૌરાણિક ગ્રંથો અનુસાર આ વ્રત રાખવાથી ભક્તોની તમામ પરેશાનીઓ અને દુ:ખ દૂર થાય છે. 

 સંકષ્ટી ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

 

 શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

ફાગણ માસની સંકષ્ટી ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ ના હેરંબ સ્વરૂપ પૂજા કરવામા આવે છે 

શનિવાર બજરંગ બલીનો આ પાઠ કરવાથી ડગલે ને પગલે કષ્ટ મટે શ્રી રામ ભક્ત હનુમાનની કૃપા પ્રાપ્ત થાય અહી ક્લિક કરો 

ગણેશ ની ભક્તિ માટે  મોબાઈલ એપ જેમાં મંત્ર , ચાલીસા , બાવની વગેરે.. ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો. 

 

શનિવારે કરીલો આ કાયૅ તમને સફળ થતા કોઈ રોકી નહી શકે  અહી ક્લિક કરો. 

 

અંગારકી સંકષ્ટ ચતુર્થી વ્રત- કથા,મહાત્મય Youtube પર સાભળો  

 

શનિદેવ 108 નામવલી જાપ  સાડાસાતી સામે રક્ષણ મળશે ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો. 

 

શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

 

જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇 

 

શુક્રવાર, 18 માર્ચ, 2022

હોળી સ્પેશ્યલ ટોપ 5 રાઘા કૃષ્ણ ભજન ગુજરાતી લખાણ સાથે | Holi Bhajan Krishna Special Bhajan Gujarati Lyrics | Okhaharan

હોળી સ્પેશ્યલ ટોપ રાઘા કૃષ્ણ ભજન ગુજરાતી લખાણ સાથે | Holi Bhajan Krishna Special Bhajan Gujarati Lyrics | Top 5 Krishna Bhajan | Okhaharan

Holi-Bhajan-Krishna-Special-Bhajan-Gujarati-Lyrics
Holi-Bhajan-Krishna-Special-Bhajan-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું  હોળી સ્પેશ્યલ ટોપ 5 રાઘા કૃષ્ણ ભજન ગુજરાતી લખાણ સાથે. Wish You Happly Holi to all.

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.  

બાંકે બિહારીલાલ રંગે રમે રે


રંગે રમે રંગે રમે, રંગે રમે રે.
બાંકે બિહારીલાલ રંગે રમે રે,
ગોકુળના ગ્વાલ બાલ સંગે રમે રે,
બાંકે બિહારીલાલ રંગે રમે રે... રંગે રમે...

કેસરીયાં વાઘા ને જરકસી કોર છે, (૨)
બાંકે બિહારીનો લટકો કાંઈ ઓર છે,(૨)
માથે-મુગુટ મોર પિંછ સોહે રે,
બાંકે બિહારીલાલ રંગે રમે રે.. રંગે રમે...

એક બાજુ ગોપી ને એક બાજુ ગ્વાલ છે, (૨)
ગોરી ગોરી રાધા સામે કારો કારો કાન છે (૨)
શ્યામથી રંગાઈ રાધા શ્યામ બને રે,
બાંકે બિહારીલાલ રંગે રમે રે... રંગે રમે...

તનડું રંગાયુ આજ મનડું રંગાય છે,(૨)
રંગના ઉમંગમાં હૈયું હરખાય છે,(૨)
ગોકુળ બરસાના સંગ સંગ રમે રે,
બાંકે બિહારીલાલ (આજ) રંગે રમે રે... રંગે રમે...

રંગે રમતો શામળો રંગ માં રંગવતો (૨)
ગોપ ગોપી રાધા સંગ નાચતો નચાવતો (૨)
''ભક્તિ આનંદ' છોળ હૈયે ઉડે રે,
બાંકે બિહારીલાલ રંગે રમે રે... રંગે રમે...


 શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.  

બરસાના ખેલે હોળી


બરસાના ખેલે હોળી, ખેલે હોળી ચાલો - બરસાના
પાંચ વ૨સકા કુંવર કનૈયા
સાત વરસ રાધે ગોરી, રાધે ગોરી - ચાલો

યુવા યુવા ચંદન ઓર અરગજા
અબીલ ગુલાલકી ભર ઝોળીરે, ભર ઝોળી - ચાલો

ઈત ગોકુળ ઈત મથુરા નગરી
બીચ બહે યમુના ઘેરી રે, યમુના ઘેરી - ચાલો

હાથ મેં ગુલાલ - ગુલાબ ફેં ટમેં
લાલાજી કે હાથ ગુલાબ છડી રે, ગુલાબ છડી - ચાલો

સુરદાસ પ્રભુ તિહારે મિલનકો
રાધાકીશન ખેલે હોળી રે, ખેલે હોળી - ચાલો


હોળી આવી રે

 
હોળી તો વૃજવાસી ખેલે ખેલે વૃજ ની નાર... હોળી આવી રે
જમનાજી ના કાંઠે ખેલે ખેલે નંદજીનો લાલ... હોળી આવી રે
મોર મુગટ ને મુખડું મલકે
ઉડે અબીલ ગુલાલ... હોળી આવી રે
પીળા તે પીતાંબર પહેર્યો
પિચકારી તૈયાર... હોળી આવી રે
સામા સામી ભરી પિચકારી
મુખડું લાલ ગુલાલ... હોળી આવી રે
કેસુડાનો રંગ રૂપાળો
ખેલે માઝમ રાત... હોળી આવી રે
સાડી મારી કેસરભીની
જોબન ઘેલી નાર... હોળી આવી રે
વસંતના તો વાયુ વાયા


ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 ચાલે ચટકતી ચાલ... હોળી આવી રે
બરસાના થી રાધા આવી
લઈને અબીલ ગુલાલ... હોળી આવી રે
ગોકુળ ગામ થી કાનજી આવ્યા
ભરી પીચકારી હાથ... હોળી આવી રે
ભક્ત મંડળ ના સ્વામી શામળિયા
ઉતારો ભવ પાર... હોળી આવી રે
હોળી તો વૃજવાસી ખેલે
ખેલે વૃજની નાર... હોળી આવી રે

હોળી ખેલવાને આવ્યો નંદજીનો લાલ


ગોકુળ કેરી ગલીયોમાં જામી છે ધમાલ,
 હોળી ખેલવાને આવ્યો નંદજીનો લાલ,
વૃન્દાવનની કુંજ ગલીમાં જામી છે ધમાલ,
હોળી ખેલવાને આવ્યો નંદજીનો લાલ...

બાંકેબિહારી આજે બન્યો છે મસ્તાનો,
પીળું પિતાંબર ને કેશરીયો જામો,
મોર-મુકુટ માથે તિલક છે લાલ.… હોળી...

ગોપીઓનાં ટોળે વ્હાલો રાધાને નિહાળે,
 કેસુડાની પીચકારી તન પર મારે,
ખોબલે, ખોબલે, ઉડાડે છે અબીલ ગુલાલ... હોળી...

વસંતનો ઉત્સવ જાણે, વ્રજમાં છવાયો,
 છાનો માનો છટકી જાય જશોદાનો જાયો,
ઘેરૈયાએ ઘેરી લીધા વૃજનાં વૃજલાલ... હોળી...

રંગ રસિયા રમવા આવ્યા છે આજે,
તનડામાં તાલાવેલી 'દર્શન' કાજે, રંગીલો બન્યો છે
આજે ગાયોનો ગોવાળ... હોળી...

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

કાન હોળી રમવા આવે છે


આવે છે રે આવે છે, કાન હોળી રમવા આવે છે; (૨)
સાથે ગોવાળની ટોળીને લાવે છે...કાન હોળી...(૨)

ગોકુળ ગામડે ઘરે ઘરેથી (૨)
રંગે રમવાને બોલાવે છે...કાન...હોળી...(૨)

કેસુડાનાં રંગથી ભરી પીચકારીઓ (૨)
રસ્તે રમાતાંને રંગાવે છે...કાન...હોળી... ‍

અબીલ ગુલાલની રમઝટ ઉડતી (૨)
શેરીઓમાં ધુમ મચાવે છે...કાન...હોળી... (૨)

ઝાંઝ, પખાજ ને મૃદંગ વાગતાં (૨)
વૃજલોકોની નિંદર ઉડાવે છે... કાન... હોળી... (૨)

 ગોકુળ ગામથી, ઘેરૈયાં નીસરી (૨)
બરસાનો ગામે ગજવે છે..કાન...હોળી...(૨)

રાધા સાથે સહું, ગોપીઓરે નીસરી (૨)
જોવા જેવો રંગ જમાવે છે...કાન.. હોળી...(૨)

‘દીન બાળક’ એવાં, રંગને નીરખતાં (૨)
 હૈયાનાં ભાન ભુલાવે છે..કાન...હોળી...(૨)

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   



In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

  જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 17 માર્ચ, 2022

શ્રી નૃસિંહ વિષ્ણુ અવતાર 5 પાવરફુલ મંત્ર જે દરેક કાયૅ તથા શત્રુ સામે વિજય આપવે | Narsingh Powerful Mantra Gujarati Lyrics | Okhaharan

 શ્રી નૃસિંહ વિષ્ણુ અવતાર 5 પાવરફુલ મંત્ર જે દરેક કાયૅ તથા શત્રુ સામે વિજય આપવે | Narsingh Powerful Mantra Gujarati Lyrics | Okhaharan 

Narsingh-Powerful-Mantra-Gujarati-Lyrics
Narsingh-Powerful-Mantra-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી નૃસિંહ વિષ્ણુ અવતાર 5 પાવરફુલ મંત્ર જે દરેક કાયૅ તથા શત્રુ સામે વિજય આપવે.


નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.  

શ્રી નૃસિંહ એ વિષ્ણુ ભગવાન ના દસ અવતાર માનો ચોથો અવતાર છે. જે પોતાના ભક્ત માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે અને વિષ્ણુ ના દસ અવતાર માંથી સૌથી ભયંકર અવતાર નૃસિંહ છે જેમનું ઘડ સિંહ જેવું , શરીર માણસ જેવું છે. ભગવાન આ અવતાર તેમના પરમ ભક્ત માનો એક ભક્ત પ્રહલાદ ના રક્ષણ માટે લીધો હતો. ભક્ત પ્રહલાદ ના પિતા હરિણ્યાકશિપુ ભગવાન વિષ્ણુ ના દુશ્મન હતા અને એમની જે ભક્તિ તેને પણ એ સજા આપતા હતા પણ દિકરો ગુરૂ દક્ષિણા માં વિષ્ણુ ભક્તિ શિખ્યો હતો. ભક્ત પ્રહલાદ ને અનેક મારવા પ્રયાસ કર્યા પણ ના મારી શકયો એમાં એક હોળી નો પસંગ છે જે આપ જાણો જ છો તો ચાલો હવે આપણે જાણીએ શ્રી નૃસિંહ અવતાર 5 પાવરફુલ મંત્રો

1) બીજ મંત્ર
શ્રૌ ક્ષૌ 

342 વષૅ પછી બની રહેલા સંયોગ ના દિવસે હોળીની ભસ્મ કરો ઉપાય


2) સંકટમોચન નૃસિંહ મંત્ર
ધ્યાયેન્નૃસિહં તરૂણાકૅનેત્રં સિતામ્બુજાતં જ્વલિતાગ્રિવક્ત્રમ્
અનાદિમધ્યાન્તમજં  પુરાણમ્ પરાત્પરેશમ્ જગતામ્ નિધાનમ્ 


Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics 

 
3) ૐ ‌‌‌ઉગ્રં વીરં મહાવિષ્ણુ જ્વલંતં સવૅતોમુખં

4) નૃસિંહ ભીષણમ્ ભદ્રમ્ મૃત્યુ  મૃત્યું નમામયહમ્

5) નૃમ નૃમ નૃમ નર સિંહાય નમઃ 

 


વાંચો ભક્ત પ્રહલાદ ની નૃસિંહ ઉદભવ કથા અહી ક્લિક કરો.  

 

નૃસિંહ ભગવાનનાં પૂજા કરતી વખતે કેટલાક મંત્રોનો જાપ કરવાથી ઈચ્છિત ફળ મળે છે.


એકાક્ષર નૃસિંહ મંત્રનો સિદ્ધ મંત્ર: "ક્ષૌં"

ત્ર્યક્ષરી નૃસિંહ મંત્ર: "ॐ ક્ષૌં ॐ "

ષડાક્ષર નૃસિંહ મંત્ર: "ॐ હ્રીં ક્ષૌં ક્રૌં હૂં ફટ્ "


નૃસિંહ ગાયત્રી: 

" ॐ ઉગ્ર નરસિંહાય વિદ્મહે વ્રજ નખાય ધીમહિ તન્નો નરસિંહઃ પ્રચોદયાત્ । 

નૃસિંહ ગાયત્રી: 

" ॐ વજ્ર-નાખાય વિદ્મહે તીક્ષ્ણ-દ્રષ્ટયા ધીમહિ. તન્નો નરસિંહઃ પ્રચોદયાત્ ।

 
મિત્રો આ 5 પાવરફુલ મંત્રો હું આશા રાખું આપને આ લેખ  પસંદ આવ્યો હશે તો મિત્રો સાથે શેર કરજો 

 


 

 શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.  


ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     


ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 


એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે


એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો


શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   



In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

  જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇