શનિવાર, 14 જૂન, 2025

શ્રી ગણેશ ઋણહતૉ સ્તોત્ર જેના પઠન શ્રવણ માત્રથી જન્મ મરણ થી મુક્તિ મળે છે | Runharta Ganesh Stotram in Gujarati with meaning | Okhaharan

શ્રી ગણેશ ઋણહતૉ સ્તોત્ર જેના પઠન શ્રવણ માત્રથી જન્મ મરણ થી મુક્તિ મળે છે | Runharta Ganesh Stotram in Gujarati with meaning | Okhaharan


runharta-ganesh-stotram-in-gujarati
runharta-ganesh-stotram-in-gujarati

જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે પાઠ કરીશું શ્રી ગણેશ ઋણહતૉ સ્તોત્ર જેના પઠન શ્રવણ માત્રથી જન્મ મરણ થી મુક્તિ મળે છે.
                             

"" શ્રી ગણેશ ચાલીસા ""


ઋણહતૉ ગણેશ સ્તોત્ર


સૃષ્ટપાદૌ બ્રહ્મણા સમ્યક્ પૂજિતઃ ફલસિદ્ધયે ।
સદૈવ પાર્વતીપુત્ર ઋણનાશં કરોતુ મે ||૧||

સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીએ સૃષ્ટિરૂપ ફળની સિદ્ધિ માટે
જેમનું બધી અને સારી રીતે યોગ્ય પૂજન કર્યું હતું, તે પાર્વતીપુત્ર સદાને માટે મારા ઋણનો નાશ કરે.

ત્રિપુરસ્ય વધાત્ પૂર્વ શમ્મૂના સમ્યગર્ચિતઃ ।
સદૈવ પાર્વતી પુત્ર ઋણનાશં કરોતુ મે ||૨||

ત્રિપુર દૈત્યનો વધ કરતાં પહેલાં ભગવાન શિવે જેમની પૂર્ણ રીતે આરાધના કરી હતી, તે પાર્વતી પુત્ર સદાને માટે મારા ઋણનો નાશ કરે.

હિરણ્યકશ્યપાદીનાં વધાર્થે વિષ્ણુનાર્ચિતઃ । 
સદેવ પાર્વતીપુત્ર ઋણનાશં કરોતુ મે ।।૩ ।।

ભગવાન વિષ્ણુએ હિરણ્યાકશ્યપ આદિ દૈત્યોના વધ માટે જેમની શ્રેષ્ઠ પૂજા કરી હતી, તે પાર્વતી પુત્ર સદાને માટે મારા ઋણનો નાશ કરે.


મહિષસ્ય વધે દેવ્યા ગણનાથઃ પ્રપૂજિતઃ । 
સદેવ પાર્વતીપુત્ર ઋણનાશં કરોતુ મે ||૪।।


દેવતાઓને રંજાડતા દૈત્ય મહિષાસુરના વધ માટે દેવી દુર્ગામાતાએ જે ગણનાથની પૂજા કરી હતી, એ જગજનની પાર્વતી પુત્ર ગણેશ મારા ઋણનો નાશ કરે.

તારકસ્ય વધાત્ પૂર્વ કુમારેણ પ્રપૂજિતઃ । 
સદૈવ પાર્વતીપુત્ર ઋણનાશં કરોતુ મે ॥૫॥

કુમાર કાર્તિકેયે તારકાસુરને હણવા માટે જેમની કૃપાપ્રાપ્તિ મેળવવા જેમનું યોગ્ય અને પૂર્ણ રીતે પૂજન કર્યું હતું, તે જગદંબા પાર્વતીપુત્ર ગણનાથ મારા ઋણનો સદાય નાશ કરે.

ભાસ્કરેણ ગણેશસ્તુ પૂજિતચ્છવિસિદ્ધયે । 
સદૈવ પાર્વતીપુત્ર ઋણનાશં કરોતુ મે ।।૬।।

સમગ્ર જગતને પોતાના પ્રકાશથી અજવાળતા ભગવાન સૂર્યદેવે પોતાના તેજની આભામંડળના રક્ષણ માટે જેની શ્રેષ્ઠ આરાધના કરી હતી, તે પાર્વતીપુત્ર ગજાનંદ સદાને માટે મારા ઋણનો નાશકરે.

શશિના કાન્તિસિદ્ધયર્થ પૂજીતો ગણનાયક: ।
 સદેવ પાર્વતીપુત્ર ઋણનાશં કરોતુ મે ।।૭॥

શીતળ પ્રકાશ પાથરતા ચંદ્રમાએ પોતાની કાંતિની સિદ્ધિ અર્થે જેની વિધિ-વિધાનથી શ્રેષ્ઠ પૂજા કરી હતી, તે પાર્વતીપુત્ર ગણનાયક સદાને માટે મારા ઋણોનોનાશ કરે.

પાલનાય ચ તપસા વિશ્વામિત્રેણ પૂજિતઃ । 
સદૈવ પાર્વતીપુત્ર ઋણનાશં કરોતુ મે ।।૮ ॥

વિશ્વામિત્ર ઋષિએ પોતાની રક્ષા માટે જે એકદંતની યોગ્ય પૂજા કરી હતી, તે પાર્વતીપુત્ર ગણેશ મારા ઋણોનો સદાને માટે નાશ કરો.


ઈદં વૃણહરં સ્તોત્રં તીવ્રદારિદ્રયનાશનમ્ ||
 એકવારં પઠેન્નિત્યં વર્ષમેકં સમાહિતઃ ||૯||
દારિદ્રયં દારુણં ત્યક્તવા કુબેરસમતાં વ્રજેત ।

આઋણહર્તા ગણેશ સ્તોત્ર દારુણ દરિદ્રતાનો નાશ કરવાવાળું છે. આ સ્તોત્રનો એક વર્ષ સુધી નિત્ય રોજ એકવાર સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી ચિત્તને ભગવાન ગણેશમાં પરોવી જે પાઠ કરે છે તેની અસહ્ય-કારમી દારિદ્રતા દૂર થઈ જાય છે અને તે કુબેરની જેમ ધનવાન બની જાય છે.

ફઽન્તોડચં મહામન્ત્રઃ સાર્ધપંચદશાક્ષરં: ||૧૦|| 
મંત્ર : ‘ૐ ગણેશ ઋણં છિધિ વરેણ્યું હું નમઃ ફટ |'

સ્તોત્રના અંતમાં ઋણહર્તા મંત્ર 'ૐ ગણેશ ઋણ છિન્ધી વરેણ્યું હું નમઃ ફટ્' જે સાડા પંદર અક્ષરનો છે, તેની એક માળા કરવી. આ ઋણહર્તા મહામંત્રનો ૧૦૮ વાર જાપ કરવાથી પાઠ કરનારનું અંતઃકરણ પવિત્ર થઈ જાય છે.

અયૈવાયુત સંખ્યાભિઃ પુરશ્ચરણમીરિતમ્ ।
 સહસ્ત્રાવર્તના સઘો વાંછિતં લભતે ફલમ્ ।
ભૂત-પ્રેત-પિશાચાનાં નાશનં સ્મૃતિમાત્રતઃ ||૧૧ ॥


આ મંત્રનું એકવીસની સંખ્યામાં પુરશ્ચરણ કરવાનું કહેવામાં આવ્યું છે. છ મહિના સુધી નિત્ય આ મંત્રના એક હજાર જાપ કરવાથી પાઠ કરનાર મનુષ્ય ગણેશજીનો પ્રીતિપાત્ર બની જાય છે અને તે જ્ઞાનમાં દેવોના ગુરુ બૃહસ્પતિ જેવો અને ધનમાં કુબેર સમાન બની જાય છે. આ મંત્રનું પુનશ્ચરણ દસ હજાર જાપનું કહેવાયું છે. એક લાખ જાપ કરવાથી ઉપાસક ઋણમુક્ત થાય છે, ધનવાન બને છે અને તેના તમામ મનોરથો પૂર્ણ થાય છે, ભૂત-પ્રેત-પિશાચનો ભય દૂર થાય છે અને તે સર્વે સુખો ભોગવી જન્મ-મરણથી મુક્ત બની જાય છે.

ૐ ગં ગણપતેય નમઃ 

 


સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 12 જૂન, 2025

જેઠ માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ? 14 કે 15 જુન ઉપવાસ ક્યારે કરવો? ચંદ્ર દશૅન નો સમય શુ છે ? | Jeth Sankashti Chaturthi 2025 | Okhaharan

જેઠ માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ?  14 કે 15 જુન ઉપવાસ ક્યારે કરવો? ચંદ્ર દશૅન નો સમય શુ છે ? | Jeth Sankashti Chaturthi 2025  | Okhaharan 


jeth-sankashti-chaturthi-2025
jeth-sankashti-chaturthi-2025

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું જેઠ માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ?  14 કે 15 જુન ઉપવાસ ક્યારે કરવો? આ દિવસે શ્રી ગણેશ ના ક્યા સ્વરૂપ નું પુજન કરવું ? અને ચંદ્ર દશૅન નો સમય શુ છે ? કેમ આ ચતુર્થી  ખાસ છે તે બધું આજે આપણે જાણીશું   


ભગવાન ગણેશને માતા ગૌરી અને શંકર ના વરદાન થી પ્રથમ પૂજનીય દેવ માનવામાં આવે છે. દરેક મહિનામાં આવતી વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહે છે. આ દિવસે શ્રી ગણેશ ના પુજન સાથે ચંદ્રદેવનું પુજન કરવામાં આવે છે. શ્રી ગણેશજી એ પ્રથમ ઉપાસક છે અને તે શુભતાના પ્રતીક પણ છે. હિંદુ ધર્મમાં શ્રી ગણેશ ની સંકષ્ટી ચતુર્થી વ્રતને તમામ ઉત્તમ માનવામાં આવે છે. ગણેશજીને વિઘ્નોદૂર કરનાર દેવ પણ કહેવામાં આવે છે. આ દિવસે ગણપતિની પૂજા કરી ઉપવાસ કરવાથી જ્ઞાન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે શ્રી ગણેશ ના પુજન સાથે રિદ્રિ સિદ્રિ નું પુજન દરેક કાયૅ માં સિદ્રિ પ્રાપ્ત થાય. તેમાં આ વષૅ જુન મહિનાની ચતુર્થી જેઠ માસની હોવાથી તેનુ માહાત્મ્ય અનેક ઘણુ વઘી જાય છે .   
દરેક તિથિ દરેક વાર અલગ અલગ ભગવાન અને માતાજી અપણૅ છે જેમ સોમવાર મહાદેવ , એકાદશી તિથિ નારાયણ અષ્ટમી તિથિ માતાજી ને તેમ જ  ચતુર્થી તિથિ એ વિધ્નહર્તા ભગવાન શ્રી ગણેશ ને અપણૅ છે એ પછી સુદ પક્ષની વિનાયક ચતુર્થી  હોય કે વદ પક્ષની સંકષ્ટી ચતુર્થી હોય . તેમાં કેટલીક વખત વિનાયક ચતુર્થી મહત્વ વઘારે હોય તો કેટલીક વખત સંકષ્ટી ચતુર્થી મહત્વ વઘારે હોય . દર માસે બે ચતુર્થી આવે છે આમ દર માસે ની બે અને આ ત્રણ વર્ષે આવતા અધિક માસ ની બે એમ કુલ ૨૬ ચતુર્થી નો ઉલ્લેખ ગણેશ પુરાણમાં થયો છે.  જેઠ માસની સંકષ્ટી ચતુર્થી ની વધું માહિતી જાણીયે.

 
કોઈ પણ માસ ની વદ પક્ષની સંકષ્ટી ચતુર્થી નો ઉપવાસ પૂર્ણ શ્રદ્ધા અને સાચા હૃદયથી ભગવાનની પૂજા કરવાથી ભક્તોના તમામના પ્રકાર વિધ્નો દૂર કરી ભગવાન શ્રી ગણેશ સૌવ સારા વાના થાય છે . ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી જીવનમાં કીર્તિ, ધન, વૈભવ અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે.

આ વષૅ જેઠ માસ ની સંકષ્ટી ચતુર્થી  
તિથિ પ્રારંભ 14 જુન 2025 શનિવાર બપોરે 3:46
તિથિ સમાપ્તી 15 જુન 2025 રવિવાર બપોરે 3:50
ચતુર્થી નો ઉપવાસ ચંદ્રદોય પ્રમાણે માટે
ચતુર્થી તિથિ નો ઉપવાસ 14 જુન 2025 શનિવાર
પુજન નો શુભ સમય 7:23 થી 9:05
ચંદ્ર દશૅન સમય રાત્રે 10:02 મિનિટ છે.

ચતુર્થી તિથિ ચંદ્રની પૂજા વિના અધૂરી માનવામાં આવે છે. માટે રાત્રીના ચંદ્રદય એ ચંદ્રદશૅન પછી ચંદ્ર દેવને ફુલ ચોખા વઘાવી જળ અપણૅ કરી ઉપવાસ છોડવો. આ ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ ના ગણાઘ્યક્ષ સ્વરૂપ નું પુજન કરવામાં આવે છે.

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


બુધવાર, 11 જૂન, 2025

શ્રી સત્યનારાયણા દેવ 108 નામાવલી જાપ કરીશું જેના જાપ માત્રથી સવૅ પાપ કલેશ નાશ થઈ વૈકુંઠ ની પ્રાપ્તિ થાય | Satyanarayana 108 Name in Gujarati Lyrics | OKhaharan

શ્રી સત્યનારાયણા દેવ 108 નામાવલી જાપ કરીશું જેના જાપ માત્રથી સવૅ પાપ કલેશ નાશ થઈ વૈકુંઠ ની પ્રાપ્તિ થાય | Satyanarayana 108 Name in Gujarati Lyrics | Okhaharan 


satyanarayana-108-name-in-gujarati
satyanarayana-108-name-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું કળિયુગ ના દેવ શ્રી સત્યનારાયણા દેવનો  108 નામાવલી જાપ કરીશું જેના જાપ માત્રથી સવૅ પાપ કલેશ નાશ થઈ વૈકુંઠ ની પ્રાપ્તિ થાય.  


શ્રી સત્યનારાયણ અષ્ટોત્તર નામાવળિઃ 
 શ્રી સત્યનારાયણા 108 નામ ગુજરાતી માં

ॐ નારાયણાય નમઃ ।
ॐ  નરાય નમઃ ।
ॐ  શૌરયે નમઃ ।
ॐ  ચક્રપાણયે નમઃ ।
ॐ  જનાર્દનાય નમઃ ।
ॐ  વાસુદેવાય નમઃ ।
ॐ  જગદ્યોનયે નમઃ ।
ॐ  વામનાય નમઃ ।
ॐ  જ્ઞાનપંજરાય નમઃ (10)
ॐ  શ્રીવલ્લભાય નમઃ ।
ॐ  જગન્નાથાય નમઃ ।
ॐ  ચતુર્મૂર્તયે નમઃ ।
ॐ  વ્યોમકેશાય નમઃ ।
ॐ  હૃષીકેશાય નમઃ ।
ॐ  શંકરાય નમઃ ।
ॐ  ગરુડધ્વજાય નમઃ ।
ॐ  નારસિંહાય નમઃ ।
ॐ  મહાદેવાય નમઃ ।
ॐ  સ્વયંભુવે નમઃ ।
ॐ  ભુવનેશ્વરાય નમઃ (20)

ॐ  શ્રીધરાય નમઃ ।
ॐ  દેવકીપુત્રાય નમઃ ।
ॐ  પાર્થસારથયે નમઃ ।
ॐ  અચ્યુતાય નમઃ ।
ॐ  શંખપાણયે નમઃ ।
ॐ  પરંજ્યોતિષે નમઃ ।
ॐ  આત્મજ્યોતિષે નમઃ ।
ॐ  અચંચલાય નમઃ ।
ॐ  શ્રીવત્સાંકાય નમઃ ।
ॐ  અખિલાધારાય નમઃ (30)
ॐ  સર્વલોકપ્રતિપ્રભવે નમઃ ।
ॐ  ત્રિવિક્રમાય નમઃ ।
ॐ  ત્રિકાલજ્ઞાનાય નમઃ ।
ॐ  ત્રિધામ્ને નમઃ ।
ॐ  કરુણાકરાય નમઃ ।
ॐ  સર્વજ્ઞાય નમઃ ।
ॐ  સર્વગાય નમઃ ।
ॐ  સર્વસ્મૈ નમઃ ।
ॐ  સર્વેશાય નમઃ ।
ॐ  સર્વસાક્ષિકાય નમઃ (40)
ॐ  હરયે નમઃ ।
ॐ  શારંગિણે નમઃ ।
ॐ  હરાય નમઃ ।
ॐ  શેષાય નમઃ ।
ॐ  હલાયુધાય નમઃ ।
ॐ  સહસ્રબાહવે નમઃ ।
ॐ  અવ્યક્તાય નમઃ ।
ॐ  સહસ્રાક્ષાય નમઃ ।
ॐ  અક્ષરાય નમઃ ।
ॐ  ક્ષરાય નમઃ (50)
ॐ  ગજારિઘ્નાય નમઃ ।
ॐ  કેશવાય નમઃ ।
ॐ  કેશિમર્દનાય નમઃ ।
ॐ  કૈટભારયે નમઃ ।
ॐ  અવિદ્યારયે નમઃ ।
ॐ  કામદાય નમઃ ।
ॐ  કમલેક્ષણાય નમઃ ।
ॐ  હંસશત્રવે નમઃ ।
ॐ  અધર્મશત્રવે નમઃ ।
ॐ  કાકુત્થ્સાય નમઃ (60)
ॐ  ખગવાહનાય નમઃ ।
ॐ  નીલાંબુદદ્યુતયે નમઃ ।
ॐ  નિત્યાય નમઃ ।
ॐ  નિત્યતૃપ્તાય નમઃ ।
ॐ  નિત્યાનંદાય નમઃ ।
ॐ  સુરાધ્યક્ષાય નમઃ ।
ॐ  નિર્વિકલ્પાય નમઃ ।
ॐ  નિરંજનાય નમઃ ।
ॐ  બ્રહ્મણ્યાય નમઃ ।
ॐ  પૃથિવીનાથાય નમઃ (70)

ॐ  પીતવાસસે નમઃ ।
ॐ  ગુહાશ્રયાય નમઃ ।
ॐ  વેદગર્ભાય નમઃ ।
ॐ  વિભવે નમઃ ।
ॐ  વિષ્ણવે નમઃ ।
ॐ  શ્રીમતે નમઃ ।
ॐ  ત્રૈલોક્યભૂષણાય નમઃ ।
ॐ  યજ્ઞમૂર્તયે નમઃ ।
ॐ  અમેયાત્મને નમઃ ।
ॐ  વરદાય નમઃ (80)
ॐ  વાસવાનુજાય નમઃ ।
ॐ  જિતેંદ્રિયાય નમઃ ।
ॐ  જિતક્રોધાય નમઃ ।
ॐ  સમદૃષ્ટયે નમઃ ।
ॐ  સનાતનાય નમઃ ।
ॐ  ભક્તપ્રિયાય નમઃ ।
ॐ  જગત્પૂજ્યાય નમઃ ।
ॐ  પરમાત્મને નમઃ ।
ॐ  અસુરાંતકાય નમઃ ।
ॐ  સર્વલોકાનામંતકાય નમઃ (90)
ॐ  અનંતાય નમઃ ।
ॐ  અનંતવિક્રમાય નમઃ ।
ॐ  માયાધારાય નમઃ ।
ॐ  નિરાધારાય નમઃ ।
ॐ  સર્વાધારાય નમઃ ।
ॐ  ધરાધારાય નમઃ ।
ॐ  નિષ્કલંકાય નમઃ ।
ॐ  નિરાભાસાય નમઃ ।
ॐ  નિષ્પ્રપંચાય નમઃ ।
ॐ  નિરામયાય નમઃ (100)


ॐ  ભક્તવશ્યાય નમઃ ।
ॐ  મહોદારાય નમઃ ।
ॐ  પુણ્યકીર્તયે નમઃ ।
ॐ  પુરાતનાય નમઃ ।
ॐ  ત્રિકાલજ્ઞાય નમઃ ।
ॐ  વિષ્ટરશ્રવસે નમઃ ।
ॐ  ચતુર્ભુજાય નમઃ ।
ॐ  શ્રીસત્યનારાયણસ્વામિને નમઃ (108)

  શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય 

 

 

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે

 

શુભ દિવસે વાંચો "" શ્રી નૃસિંહ અષ્ટકમ્ "" ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે 


 શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે 

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


મંગળવાર, 10 જૂન, 2025

સૂતાં પહેલા એકવાર માતા સાવિત્રી નો આ પાઠ જરુર કરજો જેના 2 મિનિટ પઠન માત્રથી દેવી સાવિત્રી ના આશીવાદ રહે | Vat Savitri Vrat ni Stuti in Gujarati | Okhaharan

સૂતાં પહેલા એકવાર માતા સાવિત્રી નો આ પાઠ જરુર કરજો જેના 2 મિનિટ પઠન માત્રથી દેવી સાવિત્રી ના આશીવાદ રહે | Vat Savitri Vrat ni Stuti in Gujarati | Okhaharan


vat-savitri-vrat-ni-stuti-in-gujarati
vat-savitri-vrat-ni-stuti-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં સૂતાં પહેલા એકવાર માતા સાવિત્રી નો આ પાઠ જરુર કરજો જેના 2 મિનિટ પઠન માત્રથી દેવી સાવિત્રી ના આશીવાદ રહે. 


સાંભળો સાંભળો સતી સાવિત્રીનો પાઠ 
સમરો સમરો સીતારામ 

પરણ્યા પછી સતી પિયર નથી ગયા
વ્રત વટસાવિત્રી નું કરવા ... સમરો સમરો સીતારામ 

સતી સાવિત્રી ને એવાજ નિયમ
એને પતિવ્રત પાળવા ના નિયમ ... સમરો સમરો સીતારામ 

સતી ના પતિ ને જંગલ જાવું
સતી સાવિત્રી ને સાથે જાવું ... સમરો સમરો સીતારામ 

જંગલમાં જઈને વડ કાપ્યા 
હાથના કુહાડા પગમાં વાગ્યાં ... સમરો સમરો સીતારામ 

જીવ લેવાને જમડા આવ્યા
સતી સાવિત્રી કર ગરી વિનવે ... સમરો સમરો સીતારામ 

હાથ જોડી ને જમડા ને વિનવે 
તમને વિનવે સાવિત્રી ... સમરો સમરો સીતારામ 

માડી ના જાયા તમે મારા વીરલા 
બેની અલડા કરે પોકાર ... સમરો સમરો સીતારામ 


જે જોઈ એ તે માંગી લેજો
હું તો જીવ લઈ ને જઈશ ... સમરો સમરો સીતારામ  

સાસુ સસરા ને નથી આંખો
તેની આંખો દેતા જાંવ ... સમરો સમરો સીતારામ 

મારા પિયરમાં મારો વીરો નથી
મુજને સો સો વીરલો દેતા જાવ ...સમરો સમરો સીતારામ 

સો સો પુત્રોની માતા હું બનું
રાખો અખંડ ચૂડી ને ચાંદલો ... સમરો સમરો સીતારામ 

ધર્મરાજ એ મનમાં વિચાર્યું 
આ છે કયા વ્રત ના ફળ .. સમરો સમરો સીતારામ 

સતી સાવિત્રી એ વડલો પૂજ્યો
આ છે વટ સાવિત્રી ના ફળ ... સમરો સમરો સીતારામ 


સતી સાવિત્રી પાઠ જે ગાશે
એનો અખંડ રહેશે ચૂડી ચાંદલો ... સમરો સમરો સીતારામ 


 

શનિ પનોતી | પનોતી થી બચવા શું દાન કરવું? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

 શ્રી શનિદેવ આ 5 મંત્ર માંથી એક મંત્રની કરીલો  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો. 

 

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

સોમવાર, 9 જૂન, 2025

વટ સાવિત્રી વ્રત ક્યારે છે ? | પુજન સ્રામગ્રી | પુજન કેવી રીતે કરવું? | Vat Savitri Vrat date time Pujan item Gujarati | Okhaharan

વટ સાવિત્રી વ્રત ક્યારે છે ? | પુજન સ્રામગ્રી | પુજન કેવી રીતે કરવું? | Vat Savitri Vrat date time Pujan item Gujarati |  Okhaharan 


vat-savitri-vrat-date-time-pujan-item
vat-savitri-vrat-date-time-pujan-item

આજે આપણે ગુજરાતી લેખમાં જાણીશું વટ સાવિત્રી વ્રત ગુજરાતમાં ક્યારે ઉજવાસે અને પુજન સ્રામગ્રી કંઈ છે કેવી રીતે પુજન કરશો તે બધું આજે આ લેખમાં જાણીશું.


વટ સાવિત્રી વ્રત ક્યારે છે

 હિન્દુ  ધર્મમાં વટ સાવિત્રીનો વ્રત ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, સુહાગિન સ્ત્રીઓ આ ઉપવાસ તેમના પતિ અને બાળકોના લાંબા જીવન માટે રાખે છે. આ વ્રત દર વર્ષે જયેષ્ઠ માસમાં સુદ તેરશ થી શરૂ કરવામાં આવે છે. આ વ્રતનું પાલન કરવાથી વ્યક્તિને શાશ્વત સૌભાગ્ય મળે છે. પુર્ણિમા ના દિવસે વ્રત કરે છે એટલે 29 જુન 2026  રોજ.

વટ સાવિત્રી વ્રતનું મહત્વ

•    આ દિવસે ઉપવાસ કરવાથી અખંડ સૌભાગ્ય મળે છે.

•    આ ઉપવાસ બાળકો મેળવવા માટે પણ કરવામાં આવે છે.

•    આ શુભ દિવસે વટ વૃક્ષની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

•    આ દિવસે પુજન કરવાથી યમદેવતા પ્રસન્ન થાય છે.

વટ સાવિત્રી પૂજા સામગ્રીની સૂચિ

•    સાવિત્રી-સત્યવાનની મૂર્તિઓ

•    સુહાગણ પુજન વસ્તુઓ

•    જળથી ભરેલ કળશ

•    વાંસના પંખા

•    સફેદ સુતર નો દોરો

•    દીપ

•    ઘી

•    ફળ

•    ફૂલ

•    અબીલ ગુલાલ

•    કંકુ

•    ચોખા

•    રોલી

•    હનીડ્યુ

•    પોડ્સ

•    વડનું ફળ


વટ સાવિત્રી પૂજાની રીત

•    આ શુભ દિવસે વહેલી સવારે સૂયૅદય પહેલા ઉઠી ને નિત્યકમૅ પરવારી લો.

•    ઘરના મંદિરમાં તમામ દેવી દેવતાનું પુજન કરો અને દીવો પ્રગટાવો.

•    આ શુભ દિવસે વટ ઝાડની પૂજાનું વિશેષ મહત્વ છે.

•    વટનાં ઝાડ નીચે સાવિત્રી અને સત્યવાનની મૂર્તિ મૂકો.

•    આ પછી, મૂર્તિ અને ઝાડને જળ ચઠાવો.

•    આ પછી, પૂજાની બધી સામગ્રી અર્પણ કરો.

•    સફેદ સુતરને ઝાડ સાથે બાંધો, તેની ફરતે સાત વાર ફેરવો.

•    આ દિવસે સાવિત્રી સત્યવાન કથા વાર્તા પણ સાંભળો.

•    આ દિવસે ભગવાનનું વધુમાં વધુ ધ્યાન કરો.


 

શનિ પનોતી | પનોતી થી બચવા શું દાન કરવું? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

 શ્રી શનિદેવ આ 5 મંત્ર માંથી એક મંત્રની કરીલો  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો. 

 

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇