મંગળવાર, 14 સપ્ટેમ્બર, 2021

ભાદરવા સુદ આઠમ ઘરો આઠમ ની વ્રત વિઘિ અને વ્રત કથા | Dharo Atham Vrat Katha Gujarati | Okhaharan

ભાદરવા સુદ આઠમ ઘરો આઠમ ની વ્રત વિઘિ અને વ્રત કથા | Dharo Atham Vrat Katha Gujarati | Okhaharan

Dharo-Atham-Vrat-Katha-Gujarati
Dharo-Atham-Vrat-Katha-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ મિત્રો સ્વાગત છે તમારૂ આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું ઘરો આઠમ ની વ્રત વિઘિ અને વ્રત કથા આ પવિત્ર વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે આવે છે તેને ધરો આઠમ કહે છે.

 

 ધરો આઠમ કયારે છે? પૂજા કેવી રીતે કરવી?  શુ કરવું ?  શુ ના કરવું ? ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

ધરો આઠમ વ્રત વિધિ: 

હિન્દું પંચાગ અનુસાર 31 ઓગસ્ટ 2025  આ વ્રત આવે છે. આ વ્રત કરનારે સ્ત્રીએ સવારે વહેલા સૂયૅદય પહેલા ઊઠી, સ્નાન કરી ધરો ની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે હે ધરોમાં ધરોની જેમ અમારા કુળનો વંશવેલો પણ વઘારતા રેહજો. આ દિવસે વ્રત કરનારે ટાઢું જમવું. પ્રસાદમાં તથા ભોજનમાં ચોખાના લાડુ, ફણગાવેલા કઠોળનાં એમાં મગ જરૂર હોય છે. બાજરાના વડાં વગેરે લઈ શકાય. આ વ્રત સંતાનોના રક્ષા અને કલ્યાણ માટે સ્ત્રીઓ કરે છે.


ધરો આઠમ વ્રત કથા:

વીરપુરે નામને એક ગામમાં સાસુ-વહુ રહે. વહુ ઘણી સમજુ પણ સાસુ નાની વાતમાં છણકા કરે. છતા પણ વહુ બઘી વાતમાં સાસુ માન રાખતી. તેઓ ખેતરમાં મજૂરી કરીને અને ઘાસ ચારો વાઢીને ગુજરાન ચલાવતાં હતા. વહુને એક રૂપાણો દીકરો હતો. વહુ સાસુની આજ્ઞાનું પાલન કરતી હતી.


એવામાં ભાદરવા માસ આવ્યો ઘરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો. સાસુએ કહ્યું કે વહું ચાલ આપણે ખેતરમાંથી ઘાસ વાઢીને આવીએ. 


આજના શુભ દિવસે સાભળો "" શ્રી લક્ષ્મી માંના 24 નામ મંત્ર  "" ગુજરાતી લખાણ સાથે


 વહુ ધરો આઠમનું વ્રત કરતી હતી. આથી આ દિવસે  લીલું ઘાસ વઢાય નહી કે તોડાય પણ નહી.તેથી તેણે સાસુને ના પાડી દીઘી. આથી સાસુએ છણકો કરતા કહ્યું કે ઘાસ નહીં લાવીએ તો ઠોરને ખવડાવીશું ? લાવ હું એકલી જ જઉ? આમ કહી સાસુમા દાતરડું લઈને ઘરમાંથી નીકળી પડ્યા વહુ બિચારી લાચાર બની છોકરા ને ઘોડીયામાં સુવડાવે કરો માને પ્રાર્થના કરીને બોલી એ ધરોમાં મારા ફૂલ જેવા વાળ ની રક્ષા કરજો પછી સાસુ ની પાછળ પાછળ ચાલવા લાગી


થોડીવારમાં સાસુ વહુ એ ખેતર પહોંચી ગયા સાસુમાં તો દાતણ લઈ ઘાસ વાઢવા મંડી પડ્યા પણ બિચારી વહુનો ઘાસ વાઢતા જીવ ચાલતો નહોતો લીલું ઘાસ કાપે તો તેના વ્રતનો ભંગ થાય અને તેને દોષ લાગે તેથી વહુ લીલું ઘાસ છોડતી જાય અને સૂકુ કાપતી જાય આમ કરતાં સાંજ પડી સાસુ વહુ તો ઘાસના ભારા માથે મૂકી ગામમાં આવ્યા ગામના પાદરે સમાચાર મળ્યા કે જટ જાવ તમારું ઘર ભડકે બળે છે


સાંભળી સાસુ-વહુના જીવ તાળવે ચોંટી ગયા તે તો ઘાસના ભારા પાદરે ફૈકી દોડતા દોડતા ઘરે આવ્યા જોયું તો આખું ઘર બળીને ભસ્મ થઈ ગયું હતું સાસુમા તો નીચે બેસી પોક મૂકીને રડવા લાગ્યા વહુ તો દોડતી દોડતી અડધા પડદા બળેલા બારણા ને હડસેલીને અંદર ગઈ અને જોયું તેના પુત્રની આસપાસ ઘરો વીંટળાઈ ગઈ હતી. અને ઘોડિયામાં બાળક હસતો રમતો હતો આ જોઈ વહુ તો રાજી રાજી થઈ ગઈ તે તરત જ પારણામાંથી બાળકને ઉઠાવી છાતી સરસો ચાંપી દીધો પછી મનોમન ધરો માને પ્રાર્થના કરવા લાગી


તે બાળકને લઈ બહાર આવી બાળકને જીવતો જોઈ સાસુની આંખોમાં હરખના આંસુ આવી ગયા વહુએ કહ્યું બા આજે મારું ધરો આઠમ નું વ્રત ફળ્યું ધરોમાં એ જ મારા લાલ ને બચાવ્યો

 

શ્રી ગણેશ નો  "" ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત ""  ગુજરાતી લખાણ સાથે 

સાસુમા પણ ધરોમાને પ્રાર્થના કરવા લાગ્યા અને પોતાની ભૂલ બદલ તેમની માફી માંગવા લાગ્યા સાસુમાએ તે જ ક્ષણે ધરો આઠમ નું વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો એ ધરોમાં તમે જેવા વહુને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર આ કળિયુગમાં સર્વ ભક્તજનોની ફરજો કથા કરનારા કથા વાંચનારા કથા સાંભળનારા સૌની ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો.


બોલીયે શ્રી ધરો માત કી જય




 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે 

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે 


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે 

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

સોમવાર, 13 સપ્ટેમ્બર, 2021

શિવ ના મંત્ર વંદના ,ધ્યાન, શિવ ગાયત્રી મંત્ર , શિવ દશૅન પુણ્ય ફળ | Shiv Mantra | Mahadev Mantra | Okhaharan

 શિવ ના મંત્ર વંદના ,ધ્યાન, શિવ ગાયત્રી મંત્ર , શિવ દશૅન પુણ્ય ફળ | Shiv Mantra | Mahadev Mantra | Okhaharan

Shiv-Mantra-2021-Gujarati-lyrics
Shiv-Mantra-2021-Gujarati-lyrics

 

શ્રી શિવ ગાયત્રી મંત્ર

ૐ તત્પુરુષાય વિહ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત

અથૅ

એ મહાપુરુષ મહાદેવને અમે જાણીએ છીએ અને તેમનું ધ્યાન ધરીએ છીએ. તે અમને સારી પ્રેરણા આપો.

Shiv Mantra Gujarati

 

ધ્યાન વંદના મંત્ર

વન્દે દેવમુમાપતિ સુરગુરુ વન્દે જગત્કારણમ્

વન્દે પન્નગભૂષણં મૃગધરં વન્દે પશૂના પતિમ્

વન્દે સૂયૅશશાકવહિનનયનં વન્દે મુકુન્દપ્રિયમ્

વન્દે ભક્તનાશ્રયં છ વરદં વન્દે શિવં શંકરમ્


શંકર ભગવાનનું ધ્યાન મંત્ર

શાંતાકારં કમલનયનં નીલકંઠં સુરેશમ્

વિશ્ર્વાધારં સ્ફટિકસદ્દશં શુભ્રવણૅ શુભાગમ્

ગૌરીકાન્તં ત્રિતયનયનં યોગિભિધ્યાનગમ્યમ્

વંદે શંભો ભવભયહરં સવૅલોકૈકનાથમ્


શિવ દશૅન પુણ્ય ફળ

પ્રાતઃકાળે શિવ દષ્ટવા નિસિ પાપ વિનશ્યતિ

આજન્મકૃતં મધ્યાન્હે સાયાન્હે સતજન્મનિ

મેરુ કાંચન દત્તાના ગવા કોટિ શતૈરપિ

પંચકોટિતુરંગાણા તત્કલં શિવદશૅનમ્

અથૅ 


પ્રાતઃ કાલમા શિવદશૅન કરવાથી પોતાનાં પાપ નાશ પામે છે. તેમ મધ્યાહન કાલે શિવદશૅન કરવાથી જન્મભરના અને સાયંકાલે શિવદશૅન કરવાથી સાત જન્મનાં પાપ નષ્ટ થાય છે. સોનાનો પવૅત તથા સો કરોડ ગાયો તેમજ પાંચ કરોડ ધોડાનુ દાન કરવાથી જે ફળ મળે છે તે સદાશિવના દશૅન કરવાથી પ્રાપ્ત થાય છે.

 Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics

Shree-krishna-ashtottara-namavali-krishna-108-name-in-gujarati

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 


રવિવાર, 12 સપ્ટેમ્બર, 2021

12 સપ્ટેમ્બર 2021ભાદરવા સુદ છઠ્ઠ પાઠ કરો ત્રિકાલ સૂયૅ સ્તવન ગુજરાતીમાં | Surya Satvan gujarati lyrics | Okhaharan

12 સપ્ટેમ્બર 2021ભાદરવા સુદ છઠ્ઠ પાઠ કરો ત્રિકાલ સૂયૅ સ્તવન ગુજરાતીમાં | Surya Satvan gujarati lyrics | Okhaharan

Surya-satvan-gujarati-surya-stuti-mantra
Surya-satvan-gujarati-surya-stuti-mantra


 ત્રિકાલ સૂયૅ સ્તવન

પ્રાતઃ સ્મરામિ સૂયૅ સ્વતન

પ્રાતઃ સ્મરામિ ખલું તત્સંવિતુવૅણ્યં

રૂપં હિ મણ્ડલમૃચોઙથ તનુયૅજૂસિ

સામાનિ યસ્ય કિરણ: પ્રભાવાદિ હેતુ બ્રહ્માહરાત્મકમ્ અલક્ષ્યમ્ અચ્રિત્યરુપમ્

suryadev-dwadash-stotram-gujarati-lyrics

હું ભગવાન સૂર્યદેવના એ દિવ્ય સ્વરૂપનું પ્રાત કાળે સ્મરણ કરું છું જેમનું મંડળ ઋગ્વેદ શરીર યજુર્વેદ અને કિરણો સામવેદ છે જે બ્રહ્મા વિષ્ણુ અને શંકર નું રૂપ છે જે સૃષ્ટિની ઉત્પત્તિ રક્ષા તથા સંહારનું કારણ છે તથા જે અલક્ષ્ય અચિંત્ય સ્વરૂપ છે.


પ્રાતનૅમામિ તરણિ તનુવામનોભિ: બ્રહ્મેન્દ્ર પૂવૅકસૂરૈનતૅમચિતં ચ |

વૃષ્ટિ પ્રમોચન વિનિગ્રહ હેતુભૂતં ત્રૈલોક્યપાલનપરં ત્રિગુણાત્મક ચ |

Surya Storam in gujarati


હું પ્રાતઃકાળે શરીર વાણી અને મન વડે બ્રહ્મા ઇન્દ્રાદિ દેવતાઓ જેની પૂજા કરે છે એવા સ્તુતિ યોગ્ય વૃષ્ટિ નું કારણ અવૃષ્ટિનો હેતુ ત્રણેય લોકના પાલનમાં સદા તત્પર  સત્તવાદિ  ત્રિગુણ સ્વરૂપ ધારણ કરનાર ભગવાન શ્રી સુર્યનારાયણને હું પ્રણામ કરું છું


પ્રાતભૅજામિ સવિતારમ્ અનન્ત શક્તિ પાપૌધ શત્રુભય રોગહરં પરં ચ |

તં સવૅલોક કલનાત્મક કાલમૂતિ ગોકણ્ઠબન્ધન વિમોચનમ્ આદિ દેવમ્


પાપો ના સમૂહનો નાશ કરનાર શત્રુનો ભય તથા રોગોને નષ્ટ કરનાર બધાની ઉત્કૃષ્ટ બધા લોકોની સમયની ગણનાની નિમિત્ત  ભૂત કાળ સ્વરૂપ ગાયોનાં કંઠબંધન છોડાવનાર આ અનંત શક્તિ સ્વરૂપ એવા ભગવાન શ્રી સુર્યનારાયણ ને હું પ્રાત કાળે ભજુ છું


sri-surya-namaskara-mantram-gujarati-okhaharan 

 શ્ર્લોકત્રપમ્ ઈદં ભાનો પ્રાતઃકાળે પઠેતુ તું ય:

સ: સવૅ વ્યાધિ નિમુક્ત પરં સુખમવાપ્નુયાત્


જે મનુષ્ય પ્રાત કાળે શ્રી સૂર્યનારાયણ ભગવાનના સ્મરણ સ્વરૂપ આ ત્રણ શ્લોકોનો પાઠ કરે છે તે સર્વ વ્યાધિ ઉપાધિ રોગોથી મુક્ત થઇને પરમ સુખ પામે છે


મધ્યાહન સ્મરામિ સૂયૅ

ય ઉદગાન્ મહતોણૅવાત્ વિભ્રાજમાન: સલિલસ્ય મધ્યાત્

સ મા વૃષભો લોહિતાક્ષ સૂરો વિપશ્ચિન્મ સા પુનાતુ


સાયં સ્મરામિ સૂર્ય

ધ્યેય: સદા સવિતૃ મણ્ડલ મધ્યવર્તી

નારાયણ સરસિજાસન સંત્રિવિષ્ટા

કેયૂરવાન્ મકરકુણ્ડવાન્ કિરીટી

હારી હિરણ્યમ વપુધૃત શંખ ચક્ર

શ્રી સૂયૅનારાયણ દેવની જય 

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 
Surya-Stuti-Gujarati

શનિવાર, 11 સપ્ટેમ્બર, 2021

ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત | Ganesh Stotram | Ganesh Runmukti stotram gujarati | Okhaharan

ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત | Ganesh Stotram | Ganesh Runmukti stotram gujarati | Okhaharan

ganesh-stotram-ganesh-runmuki-stotram-gujarati
ganesh-stotram-ganesh-runmuki-stotram-gujarati

 

ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત

અસ્ય શ્રી ઋણવિમોચનમહાગણપતિસ્તોત્રમમંત્રસ્ય શુક્રાચાર્ય ઋષિ ઋણમોચનમહાગણપતિદેવતા અનુષ્ટુપ છંદ ઋણવિમોચનમહાગણપતિપ્રીત્યથે જપે વિનિયોગ


આ ઋણમોચન મહાગણપતિ સ્તોત્ર મંત્રના ઋષિ શુક્રાચાર્ય છે દેવતા ઋણમોચન મહાગણપતિ છે. અનુષ્ટુપ છંદ છે અને ઋણના નાશ માટે મહાગણપતિની પ્રીતિ મેળવવા માટે જપનો વિનિયોગ છે.

Radhika-Stotram-Ganesh-Stuti-Gujarati-Lyrics

 


ૐ સ્મરામિ દેવદેવેશં વ્રકતુડ મહાબલમ્ |

ષડક્ષરં કૃપાસિન્ધુ નમામિ ઋણમુકતયે ||


હું એ દેવ દેવેશ મહાબળવાન વ્રકતુડ નું સ્મરણ કરું છું.અને તેમના છ અક્ષર મંત્રના ગં ગણપતેય નમઃ નો જાપ કરતાં કૃપાસાગર ગણેશજી વંદન કરું છું તે મારા ઋણનો નાશ કરે.


મહાગણપતિ વંદે માતસેતુ મહાબલમ્ |

 એક મેવા દ્વિતીય તું નમામિ ઋણમુક્તયે ||


હું એ ગણોના અધિપતિ મહાશક્તિશાળી મહાગણપતિ ને વારંવાર નમસ્કાર કરું છું તે ઋણ નો નાશ કરે


Ganesh-stuti-with-Gujarati-Lyrics-2021

એકાક્ષરં ત્વેકદંતમેકં બ્રહ્મ સનાતનમ્ |

મહાવિધ્નહરમ્ દેવ નમામિ ઋણમુકતયે ||


જેમનો એક અક્ષર નો મંત્ર ગં છે તેવા શાશ્વત તત્વજ્ઞાની અને મોટામાં મોટા વિઘ્નોને હરનાર એકદંત ને નમસ્કાર કરું છું તે મારા ઋણ નો નાશ કરે


શુકલામ્બરં શુકલવણૅ શુકલગન્ધાનુલેપનમ્ |

સવૅશુકલમયં દેવં નમામિ ઋણમુકતયે ||


સનાતન ગૌરવણૅવાળા સુગંધિત દ્રવ્યો થી લેપાયેલા સર્વ કલ્યાણકારી દેવ ગણેશજીને હું નમસ્કાર કરું છું તે મારા ઋણ નો નાશ કરે


રક્તામ્બરં રક્તવણૅ રક્તગન્ધાનુલેપનમ્ |

રકતપુષ્પૈ પુજ્યમાનં નમામિ ઋણમુકતયે ||


સૌને પ્રિય લાલવણૅવાળા લાલ સુગંધિત દ્રવ્યો થી લેપાયેલા લાલ પુષ્પોથી પુજિત એ શ્રી ગણેશને મારા નમસ્કાર છે તેઓ મારા ઋણ નો નાશ કરે


ganesh 12 name gujarati 

 કૃષ્ણામ્બરં કૃષ્ણવણૅ કૃષ્ણગન્ધાનુલેપનમ્ |

કૃષ્ણ યજ્ઞોપવીતની ચ નમામિ ઋણમુકતયે ||


શ્યામ રંગના શ્યામ સુગંધિત સુગંધિત દ્રવ્યો થી લેપાયેલા શ્યામ જનોઈ ધારણ કરવાવાળા એ કૃષ્ણાબરને હું નમસ્કાર કરું છું તેઓ મારા ઋણ નો નાશ કરે


પિતામ્બરં પીતવણૅ પીતગન્ધાનુલેપનમ્ |

પીતપુષ્પૈ પૂજયંમાન નમામિ ઋણમુકતયે ||


પીળા વસ્ત્રો ધારણ કરેલા પીળા વણૅવાળા પીળા સુગંધિત દ્રવ્યો લેપિત પીળા પુષ્પોથી પૂજિત એ ગણેશ ને હું નમસ્કાર કરું છું તેવો મારા ઋણ નો નાશ કરે


સવૉત્મકં સવૅવણૅ સવૅગન્ધાનુલેપનમ્ |

સવૅપુષ્પૈ પૂજયમાનં નમામિ ઋણમુકતયે ||

સવૅવણૅવાળા સવૅ ગંધોથી લેપિત સવૅ પુષ્પોથી પૂજિત એ સવૉત્મક ગણેશજી ને હું નમસ્કાર કરું છું તે મારા ઋણ નો નાશ કરે.


એતદ્ ઋણહરં સ્તોત્ર ત્રિસંધ્યં ય: પઠેન્નર |

ષણમાસાભ્યન્તરે તસ્ય ઋણચ્છેદો ન સંશય ||

આ ગણપતિ ના ઋણહર સ્તોત્રનું જે નિત્ય પ્રાતઃકાળે મધ્યાહને સાયંકાળે પાઠ કરે છે તેનું ઋણ છ મહિનામાં જ નષ્ટ પામે છે તેમાં કોઈ સંશય નથી


ganesh 21  name gujarati 

 સહસ્ત્રદશકં કૃત્વા ઋણમુકતો ધની ભવેત્


જે વ્યક્તિ આ સ્તોત્રનો દશ હજાર વખત પાઠ કરે છે તેના તમામ ઋણનો નાશ થાય છે અને તે અત્યંત ધનવાન બને છે.

 

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે  

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે   

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે   

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે 


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

સામા પાચંમ ઋષિ પાંચમ વ્રત કથા વ્રત માહીતી ગુજરાતીમાં | Sama Pancham Vrat Katha in Gujarati | Sama Pancham | Okhaharan

સામા ઋષિ પાંચમ વ્રત કથા વ્રત માહીતી ગુજરાતીમાં | Sama Pancham Vrat Katha in Gujarati | Sama Pancham | Okhaharan

Sama-Pacham-Vrat-katha-gujarati
Sama-Pacham-Vrat-katha-gujarati

 

ભાદરવા સુદ પાંચમ તિથિને સામા પાચંમ કહેવાય છે સામા પાચંમ ઋષિપંચમી પણ ઓળખાય છે. આ વષૅ 28 ઓગસ્ટ 2025  ના રોજ છે.

સામા પાચંમ વ્રત વિધિ

આ વ્રત ભાદરવા સુદ પાંચમના તિથિના દિવસે કરવામાં આવે છે. મોટે ભાગે સ્ત્રીઓથી માસિકઘમૅ-રજોદર્શન સમયે જાણે-અજાણે લાગેલા દોષો નિવારવા અથે આ વ્રત કરે છે. આ વ્રત નું બીજી નામ ઋષિપંચમી તરીકે પણ ઓળખાય છે. વ્રત કરનારે સવારે વહેલા સૂયૅદય પહેલાં ઊઠીને અઘેડાનું દાંતણ કરી, શરીર પર માટી ચોળી, માથામાં આંબળાની ભૂકી નાંખી નહાવું. આ દિવસે ફક્ત સામો ખાવો, ફળાહાર કરવો. બીજી કોઈ વસ્તું કે અન્ન ખાવું નહીં. સ્નાન કર્યા પછી મહાદેવજીની પૂણૅ શ્રદ્રાથી ભક્તિ ભાવથી પૂજા કરવી. 

 સામા પાચંમ વ્રત શુ કરવુ?   શુ ના કરવુ? ઉપવાસ માં શું જમવું ? ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

આ દિવસે હિંદુ ધર્મનાં સાત ઋષિઓ જેવાકે, કશ્યપ, અત્રિ, ગૌતમ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, જમદગ્નિ અને વસિષ્ઠની પુજા કરે છે.તેમાં પણ વિશેષ અરુંઘતી પુજન મનમાં રટણ જરૂર કરવું. આ રીતે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવું. ત્યાર બાદ તેનું ઉજવણું કરવું. એ વખતે અરુંધતી સહિત સપ્તઋષિઓની પૂજા કરવી અને બ્રાહ્મણોને જમાડી, યથાશક્તિ દાન-દક્ષિણા આપવી.નવા કોરા વસ્ત્ર ભેટ આપવી.


સામા પાચંમ વ્રત કથા

ઘણા વર્ષો પહેલાંની વાત છે. ચંદ્રદેશમાં ત્રિલોક નામે એક બ્રાહ્મણ પોતાની પત્ની ત્રિલોચના અને પુત્ર-પુત્રી સાથે રહેતો હતો. પુત્રનું નામ સુદશૅન અને પુત્રી નામ સુશીલા હતું . પુત્ર સુદશૅન પિતાની જેમ સર્વ વિદ્યા ભણીને હોંશિયાર થઈ ગયો હતો. પુત્રી સુશીલા ને ઉમર થતા પરણાવી દીધી હતી. આથી બ્રાહ્મણ અને તેની પત્ની હવે કોઈ ચિંતા નથી તે રીતે જીવી રહ્યા હતા.  પોતાનું ગુજરાન ચલાવી રહ્યાં હતાં. પરંતુ એક વર્ષ થયું હશે ત્યા તેની પુત્રી સુશીલા પર દુ:ખના ડુંગર તૂટી પડ્યા. તેનો પતિ ટૂંકી માંદગી ભોગવી મૃત્યુ પામ્યો.


સુશીલા દુ:ખી થઈ પિયરમાં આવી ગઈ. ભરજુવાનીમાં પુત્રીની આવી હાલત જોઈ માતા-પિતા પણ દુઃખ નું આભ ટુટી પડ્યું એવુ લાગતું હતું. તેઓએ પુત્રીને આશ્વાસન આપીને પ્રભુ ભક્તિમાં ધ્યાન આપવાનું કહ્યું.


Dharo-Atham-Vrat-date-2021

બ્રાહ્મણ અને તેની પત્નીનું મન સંસારમાંથી ઊઠી ગયું.  આથી તેઓએ વનમાં જઈ આશ્રમ બાંધી ધર્મપરાયણ જીવન જીવવા લાગ્યા.  પુત્ર સુદશૅન પોતાની પત્ની સાથે ગામમાં રહે  અને પુત્રી સુશીલા તેમની સાથે આશ્રમ રહેતી હતા. ધર્મના કાર્ય કરવા છતા સુશીલા નો આખો દિવસ કોઈ કામમાં પૂરો થતો હતો. આથી તે બપોરના સમયે આશ્રમ પાસે આવેલા એક ઝાડ નીચે પાથરી સૂઈ જતી.


એક દિવસ તે સૂતી હતી ત્યાં અચાનક તેના શરીરમાંથી અસંખ્ય કીડા નીકળવા લાગ્યા અને ખદબદવા લાગ્યા. આ જોઈ સુશીલા ગભરાઈ ગઈ અને રડતી રડતી માતા પાસે આવી. પુત્રીને આ રીતે જોઈ માતા ગભરાઈ ગઈ અને તેણે ઘરમાં પતિને વાત કરી. 


શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો.


  બ્રાહ્મણે પુત્રીને આશ્વાસન આપી શરીર પર માટી લગાડી. પાણીથી સ્નાન કરવાનું કહ્યું. આથી તેને થોડી રાહત થઈ. પત્નીના આગ્રહથી બ્રાહ્મણે પોતાના  ત્રિકાળ જ્ઞાનથી પુત્રીનો ભૂતકાળ જાણી લીધો. આગલા જન્મમાં તે એક બ્રાહ્મણની પત્ની હતી. તે રજસ્વલા ધર્મ પાળતી ન હતી.  રજસ્વલા સ્ત્રીએ આ ચાર દિવસ ઘરકામ ન કરવું જોઈએ તથા સ્પર્શથી દૂર રહેવું જોઈે. પરંતુ આ સુશીલા એ એ ધર્મ પાળ્યો ન હતો. તેથી આ ભવે તેને પાપ નડ્યું  છે. આ ઉપરાંત કોઈ સામા પાચમનું વ્રત કરે તો ઠેકડી ઉડાવતી તેણે ઋષિપંચમીની નિંદા કરી હતી. સામાપાંચમનું વ્રત કરનાર છોકરીઓની મશ્કરી કરી હતી. આથી આ ભવે તે પતિસુખથી વંચિત રહી છે અને આખા શરીરમાં કીડા પડ્યા છે. 


  શ્રી ગણેશજી ના 108 નામ જાપ ગુજરાતમાં લખાણ સાથે


 બ્રાહ્મણની આ વાત સાંભળી તેની પત્ની વિલાપ કરવા લાગી.આથી બ્રાહ્મણે આશ્વાસન આપતા કહ્યું કે સુશીલા તેના પાપનું નિવારણ કરી શકે છે. તે આ વ્રત ભક્તભાવથી કરીપોતાના પાપનો નાશ કરી શકે છે. આ સાંભળી બધા ખુશ થયા અને વ્રત કેવી રીતે થાય તે પૂછ્યું.


બ્રાહ્મણે કહ્યું કે ભાદરવા સુદ પાંચમના દિવસે આ વ્રત થાય છે. એ દિવસે સવારે વહેલા ઊઠીને, સ્નાન કરીને ઘીનો દીવો-ધૂપ કરવા. ત્યાર પછી નૈવૈધમાં ફળ ધરાવી મહર્ષિ કશ્યપ, અત્રિ, વિશ્વામિત્ર, ભારદ્વાજ, ગૌતમ, જમદાગ્નિ અને અરુધતિ સહિત વિશિષ્ટનું ધ્યાન ધરવું. તેમની પૂજા કરવી. વ્રત દરમિયાન ઉપવાસ કરવો અને ફળાહાર કરવો, માવો ખાવો. આ રીતે ભક્તિભાવથી વ્રત કરવાથી રજસ્વલા વખતે અજાણતા થયેલા અનેક પ્રકારના દોષો નાશ પામે છે.


સુશીલા  પિતાએ જણાવ્યા પ્રમાણે વ્રત તે પ્રમાણે સામાપાચમનું વ્રત શ્રદ્રાપૂવૅક કરવા લાગી. થોડા દિવસોમાં વ્રતના પ્રતાપે તેના શરીરમાં પરું નિકળતું બંધ થઈ ગયું. તેની કાયા સર્વ દોષોથી મુક્ત થઈ કંચન જેવી થઈ ગઈ.  

જે કોઈ સ્ત્રી પુરાણો પ્રસિદ્ર સામા પાંચમનુ વ્રત શ્રદ્રાથી કરે તેના સવૅ દોષોનું નિવારણ થાય છે. અને તેમના અજાણ્ય પણે થયેલા દોષ બળીને ભસ્મ થઈ જાય છે. તેમને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે.


 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇