મંગળવાર, 21 ડિસેમ્બર, 2021

માગશર માસની સંકષ્ટી ચતુર્થી 22 કે 23 ડિસેમ્બર ક્યારે છે ? ચંદ્ર દશૅનનો સમય શું છે? | Magshar Sankashti Chaturthi 2021 | Okhaharan

 માગશર માસની સંકષ્ટી ચતુર્થી 22 કે 23 ડિસેમ્બર ક્યારે છે ? ચંદ્ર દશૅનનો સમય શું છે? | Magshar Sankashti Chaturthi 2021 | Okhaharan

Magshar-chauthi-kyare-che-2021-gujarati

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું માગશર માસની સંકષ્ટી ચતુર્થી ક્યારે છે અને ચંદ્ર દશૅનનો સમય શું છે.


દર માસે બે ચતુર્થી  આવે છે દરેક ચતુર્થી  નું મહત્વ અલગ હોય છે. દર માસની વદ પક્ષની ચતુર્થી ને સંકષ્ટી ચતુર્થી અને સુદ પક્ષ ની ચતુર્થી ને વિનાયક ચતુર્થી કહે છે દર માસે ની બે અને ત્રણ વર્ષે આવતા અધિક માસ ની બે એમ કુલ ૨૬ ચતુર્થી છે. આ વષૅ માગશર માસ ની સંકષ્ટી ચતુર્થી 

vighna-nashak-ganesh-stuti-gujarati-lyrics

 

Ganesh-bhajan-gujarati-lyrics

તિથિ પ્રારંભ 22 ડિસેમ્બર 2021 બુધવાર સાંજે ૪:૫૧

તિથ સમાપ્તી 23 ડિસેમ્બર 2021 ગુરૂવાર સાંજે ૬:૨૬

ચતુર્થી તિથિ નો ઉપવાસ 22 ડિસેમ્બર 2021 બુધવાર


ચંદ્ર દશૅન સમય રાત્રે ૮:૪૫ મિનિટ છે.

Ganesh-Mantra-gujarati-lyrics-ganesh-slok

 

ganesh-stotram-ganesh-runmuki-stotram-gujarati

 

અંગારકી સંકષ્ટ ચતુર્થી વ્રત- કથા,મહાત્મય Youtube પર સાભળો


શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 


ganesh 12 name gujarati

 

ganesh stuti gujarati,

ganesh puja vidhi mantra  home

 

ganesh 21  name gujarati
 

સોમવાર, 20 ડિસેમ્બર, 2021

આજે સોમવાર સંઘ્યાએ પાઠ કરીયે શિવ ભજન શંકર વસે કૈલાશમાં | Shankar Vase Kailashma Shiv Bhajan Gujarati Lyrics | Okhaharan

આજે સોમવાર સંઘ્યાએ પાઠ કરીયે શિવ ભજન શંકર વસે કૈલાશમાં | Shankar Vase Kailashma Shiv Bhajan Gujarati Lyrics | Okhaharan

Shiv-Bhajan-gujarati-lyrics-Shankar-Vase-Kailashma
Shiv-Bhajan-gujarati-lyrics-Shankar-Vase-Kailashma

 

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે સોમવાર સંઘ્યાએ પાઠ કરીયે શિવ ભજન શંકર વસે કૈલાશમાં .

Shiv-Stuti-Gujarati-Lyrics

 

શંકર વસે કૈલાશમાં

ભોળો ભિક્ષા નો ભોગી કહાવે નિર્ગુણ જોગી રે સદાય વસે આનંદ માં


સર્વે તે દેવ નાં દેવતા રે ચૌદ લોક ના છે ઈશ (૨)

પંચવદન ઝળકી રહ્યા શોભે ચંદ્રમાજી શિશ રે

શંકર વસે કૈલાશ માં...


અળધે અંગે ઉમિયા વસે રે જટા માં જ્હાનવી બિરાજે (૨)

નામ જપતાં મહાદેવ નું ભોળો ભવ ના દુઃખ ભાંગે રે.. શંકર..


રૂંઢ માળા કંઠે ધરી રે અંગે ભસ્મ લગાવે (૨)

વરદાન આપે શિવ દૈત્ય ને દેવ સાથે લડાવે રે... શંકર...


દિગંબર વન માં વસે રે કરે વૃષભ વાહન (૨)

ડાક ડમરુ તે સોહામણા તેના શબ્દ તે પાવન રે... શંકર...


શંકર કહે ઉમિયા સુણો રે જાઉં ગંગા ને તીર (૨)

ધ્યાન ધરવું છે પરિબ્રહ્મ નું મન રાખવું છે સ્થિર રે... શંકર...


ઉમિયા કહે શિવ સાંભળો રે વનમાં અપ્સરાઓ આવે (૨)

કઈ પેરે જોગ આરાધશો કામ બાણ ચડાવે રે... શંકર...


શંકર કહે ઉમિયા સુણો રે આવે કામ કેરી નાર (૨)

તપ કરતાં તે ચુકુ નહિ, સત્ય માનજો નિર્ધાર રે... શંકર...


ઉમિયા કહે ત્રિપુરારી ને રે કેમ જાય દીન રાત (૨)

ખટ માસે પ્રાણ વહી જશે, મારું માનો જગતાત રે... શંકર...


Shiv Mantra Gujarati

શંકર કહે ઉમિયા સુણો રે વચન યેહી ઉલાસ (૨)

વેલા વરીને ઘરે આવશું કાઈ થાશો ના ઉદાસ રે... શંકર...


આજ્ઞા લઈને શિવ સંચર્યા રે ગયા ગંગા ને તીર (૨)

ધ્યાન ધર્યું છે પરીબ્રહ્મ નું મન રાખ્યું છે સ્થિર રે... શંકર...


તપ કરતાં મહાદેવ ને રે વીતી ગયા ખટમાસ (૨)

ઉમિયા એ મન માં વિચાર્યું કેમ નાવ્યા પ્રાણનાથ રે... શંકર...


કેળપત્ર સતી ના પહેરણા રે ઓઢણ કેળપત્ર સાર (૨)

નાકે તે નથડી શોભતી ગલે ગુંજા નો હાર રે... શંકર...


આદ લલાટે શોભતા રે આંખ આજી અણિયારી (૨)

બાયે બાજુબંધ બેરખા સતી ચાલ્યા વનવાસ રે... શંકર...


ગજ નીજ ચાલે ચાલતા રે ગયા ગંગા ને તીર (૨)

જ્યાં બેઠા મહાદેવ જી નીરખ્યા ઉમિયા એ ધિર રે... શંકર...


રાગ મલ્હાર આલપિયો રે કેવા વિજયા ના ખેલ (૨)

ગગન ઘટા થાય વીજળી મોર બોલે રસરેલ રે... શંકર...


મક્કરધ્વજ થયા વેગડા રે શિવ ને લાગ્યા મોહ બાણ (૨)

તપ થકી શિવજી ઉઠ્યા આવ્યા અપ્સરા ની પાસ રે.. શંકર...


ક્યાં થી આવ્યા તે મૃગલોચની રે કહો ને ક્યાં તમારો વાસ (૨)

કૃપા કરો ને મૃગળોચની તમને રાખું મુજ પાસ રે... શંકર...


વાસ અમારો વેગડો રે અમારો ભિલિરાણી નો વાસ (૨)

પિયુજી ગયા છે તપ સાધવા તેને થયા ખટમાસ રે... શંકર...


સાચું કહો ને મુનીશ્વરા રે ક્યારે આવશે ભરથાર (૨)

જોષ જુઓ ને જોગેશ્વરા મન રાખી નિર્ધાર રે... શંકર...


શંકર કહે ભિલી સુણો રે વનવાસી ની શી આશ (૨)

કૃપા કરો ને મૃગલોચ્ની તમને રાખું મુજ પાસ રે... શંકર...


હસી ને ભીલી રાણી બોલ્યા રે ધન્ય ધન્ય મહાદેવ (૨)

તમારે ઘેર ગંગા પાર્વતી તેની કોણ કરે સેવ રે... શંકર...


Shivji-bhajan-har-har-bhole-mahadevji-gujarati-lyrics-bhajan-gujarati-lyrics

 

પાર્વતી ને પિયરીએ વળાવું રે ગંગા દાસી કરી આપું (૨)

સર્વે તે દેવ ના દેખતા પટરાણી કરી સ્થાપુ રે... શંકર...


સાંખ પુરાવી સર્વે દેવ ની રે ઝાલ્યો ભિલિરાણી નો હાથ(૨)

ઉમિયા એ રૂપ પ્રકાશિયું ત્યારે લાજ્યા ગૌરીનાથ રે... શંકર...


ઉમિયા કહે ત્રિપુરારી ને રે ક્ષમા કરો અપરાધ (૨)

એવું કહી ને કર ઝાલિયો પછી આવ્યા કૈલાશ રે... શંકર...


ગાય શીખે ને સાંભળે રે તેની શંભુ પુરે આશ (૨)

વિયોગ ભાંગે નરનારી ના થાય કૈલાશ માં વાસ રે... 


શંકર વસે કૈલાશ માં...

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

 

 

 



 


રવિવાર, 19 ડિસેમ્બર, 2021

ધનુમૉસમાં શ્રી કૃષ્ણ નો આ પાઠ કરવાથી જન્મ-મરણથી મુક્તિ મળી ભગવાનમાં તરફ પ્રીતિ કરવાનાર | Krishna Bavani Gujarati Lyrics | Okhaharan

ધનુમૉસમાં શ્રી કૃષ્ણ નો આ પાઠ કરવાથી જન્મ-મરણથી મુક્તિ મળી ભગવાનમાં તરફ પ્રીતિ કરવાનાર | Krishna Bavani Gujarati Lyrics | Okhaharan

 
Krishna-Bavani-Gujarati-Lyrics
Krishna-Bavani-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. ઘનુમૉસમાં પાઠ કરીશું શ્રી કૃષ્ણ બાવની જેમાં શ્રી કૃષ્ણ ભગવાનના બાવન ગુણ તેમના જન્મથી લઈ વૈકુંઠ ઘામ સુઘીના. નિત્ય આ બાવનીનો પાઠ કરવાથી જન્મ મરણ થી મુક્તિ મળે છે.

Narayana-Stotram-Gujarati-Lyrics

 


શ્રીમદ્ ભાગવત પુરાણ ના દશમ સ્કંદ ના સાર રૂપ ભગવાન શ્રી કૃષ્ણ ના બાવન (52) વખત સ્તુતિ કે ગુણ ગવાતા આવા "શ્રી કૃષ્ણ બાવની " નો પાઠ છે. ભગવાન શ્રી કૃષ્ણ ની કૃપા થી જન્મ મરણ ના ચક્કર માંથી મુક્તિ મળે છે.. જીવન માં આનંદ નો અનુભવ થાઈ છે.. ભગવાન ની લીલા કથા સાંભળવાથી મન પ્રસન્ન રહે છે.


શ્રી કૃષ્ણ બાવની

દુષ્ટોનો ભૂમિ પર ભાર , હલકો કરવા કર્યો વિચાર .
પ્રભુએ એવી કીધી પેર , જન્મ લીધો વસુદેવને ઘેર .
મથુરામાં લીધો અવતાર , કૃષણ બન્યા દેવકીના બાળ .
કારાગૃહ જનમિયાં મધરાત , ત્યાથી નાઠા વેઠી રાત .
અજન્મા જનમે શું દેવ , બાળ સ્વરૂપ લીધું તત્ખેવ .
વસુદેવ લઈને નાઠા બાળ , ગોકુળ ગામ ગયા તત્કાળ .


જશોદાજીને સોંપ્યા જઈ , માયાદેવીને આવ્યાં લઈ .
કંસ જાણ્યું જન્મ બાળ , દોડી દુષ્ટ ગયો તત્કાળ .
આકંદ કરતી માતા રહી , બાળકી કરથી ગ્રહી .૯
પથ્થર પર પટકે જ્યાં શીર , છટકી જાણે છૂટંયું તીર .
૨ક્ષણ કરે જો દીનદયાળ , તેનો થાય ન વાંકો વાળ .
અધ્ધર અટકી માતા કહે, મને મારવા તું શું ચહે ?
કૃષણ કનૈયો તારો કાળ , ઉછેરે છે ગોકુળમાં બાળ .
મામા કંસ કરે વિચાર , કૃષ્ણ ભાણાનો કરવા સંહાર .
મોકલે રાક્ષસ મહા વિકરાળ , કૃષ્ણ કરે છે તેનો કાળ .
નિત નિત નવી લીલાઓ કરે , કેશવ કોઈનાથી ના ડરે .
ગોવાળિયાની સાથે  રામિયો , શામળિયો સૌને મન ગમ્યો .
ગાયો ચારી ગોવાળ થયાં , , કાંલિંદી ને કાઠે ગયા .


Gajendra-Moksha-Stuti-Gujarati-Lyrics

ગાયો પાણી પીએ જ્યાં , કાળી નાગ વસે છે ત્યાં .
જળમાં જોયું ઝાઝું ઝેર , મરે ગાય આવે ને લહેર .
દુ:ખ ટાળવા કર્યો વિચાર , કૃષ્ણ ચડ્યા કદમની ડાળ .
ઝંઝાપાત કર્યો જળમાં માંહ્ય, કાળી નાગ રહે છે ત્યાંય .
પાતળિયો પેઠો પાતાળ, નાગાણીઓએ દીઠો બાળ .
અહીં કયાં આવ્યો બાળક બાપ , સૂતા છે અહીં ઝેરી સાપ .
બીક લાગશે વિકરાળ , ઝેર જ્વાળાથી નીપજે કાળ .
જે જોઈએ તે મુખથી માંગ , જા બાપુ તું અહીંથી ભાગ .
એટલે જાગ્યો સહસ ફેણ , મુખથી બોલ્યો કડવાં વેણ .
શીર પર વીર ચડ્યા જોઈ લાગ , નાગાણીઓ રડતી બેફામ .
નાચ નચૈયા નાચે નાચ , રેશમ દોરથી નાથ્યો નાગ .
ટાળ્યું ઇન્દ્ર તણું અભિમાન , ગોવર્ધન તોળ્યો ભગવાન .


વૃંદાવન જઈ કીધો વાસ , રમ્યા ગોપીઓ સાથે રાસ .
વૃજ વનિતા ફરતી ચોપાસ , પેસી જતાં જોઈ સૂતો આવાસ .
મટકા ફોડી  માખણ ખાય , કોઈ દેખે તો નાસી જાય .
અનેક એવી લીલા કરી , પછી નજર થઈ મામા ભણી .
રાક્ષસ સઘળા કીધા સાફ, રહ્યો એકલો મામો આપ .
મથુરા મામો કરે " વિચાર , ભાણાનો કરવા સંહાર .
યુક્તિ અખાડા કેરી કરી , મલ્લયુદ્ધની રચના કરી
અકુર કાકા તેડવા ગયા, દર્શન કરી પાવન થયા ,
મલ્લ મર્યા હાથીની સાથ , કંસની સાથે ભીડી બાથ .
પટકી પળમાં લીધા પ્રાગ, રાક્ષસનું ના રહ્યું એંધાણ .


Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics 

 પુરાણ કીધું ધાર્યું કામ , ઉગ્રસેનને આપ્યું રાજ ,
દ્રારામતી પહોંચ્યા જદુરાજ , દ્રારિકામાં જઈ કીધું રાજ .
ભકતો ને ભેટીયા ભગવાન , ધ્રુવ પ્રહલાદ ને અમરિષ જાણ .
નરસિંહ સુદામાને કીધી સહાય , સુધન્વાનો કઢો શીત થાય .
મીરાંબાઈનું ઝેર અમૃત કરિયું , સખુબાઈનું કષ્ટ જ હર્યું



 બોડાણા પર કીધી દયા , દ્વારકાથી ડાકોર ગયા .
અર્જુનને કીધા રણધીર, દ્રૌપદી કેરા પૂર્યા ચીર .
પાંડવ કેરી ૨ક્ષા કરી , કૌરવ કુળને નાખ્યું દળી .
લડી વઢીને જાદવ ગયા , કૃષ્ણ એકલા પોતે રહ્યા .
સ્વધામ જાવા ચોટયૂ ચિત્ત , જરા પારધી બન્યો નિમિત્ત .
ત્રણ વ્રજ જોઈ માર્યું બાણ , પ્રભુ પધાર્યા વૈકુંઠ ધામ .
કૃષ્ણ બાવની જે કોઈ ગાય , જન્મ મરણથી મુકિત જ થાય .
બોલીયે શ્રી કૃષ્ણ ભગવાનની જય.

Shiv-Bhajan-gujarati-lyrics-Shankar-Vase-Kailashma

 

 



શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ""  

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 18 ડિસેમ્બર, 2021

પુનમ અને ઘનુમૉસ શ્રી રણછોડરાય નો આ પાઠ કરવાથી નાથ ઝીલશે હાથ | Ranchhod Bavani in Gujarati Lyrics | Okhaharan

પુનમ અને ઘનુમૉસ શ્રી રણછોડરાય નો આ પાઠ કરવાથી નાથ ઝીલશે હાથ | Ranchhod Bavani in Gujarati Lyrics | Okhaharan

Ranchhod-Bavani-in-Gujarati-Lyrics

 

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. માગશર સુદ પુનમ અને ઘનુમૉસ ના પવિત્ર દિવસે પાઠ કરીશું શ્રી રણછોડ બાવની જેમા ભગવાન શ્રી કૃષ્ણ ની લીલા અને પરમ ભક્ત બોડાણાની કથા છે.

Narayana-Stotram-Gujarati-Lyrics

 

 શ્રી રણછોડ બાવની

રણછોડ તું રંગીલો નાથ , વિશ્વ સકળને તારો સાથ .

ભૂમિ કેરો હેરવા ભાર ,જગમાં પ્રગટ્યો વારંવાર .

જન્મ ધર્યો તે કારાગાર ,જગતમાં કરવા ચમત્કાર

કસરાયને થાય  જાણ ,તેથી કીધું તરત પ્રયાણ .

ગોકુળમાં જઈ કીધો વાસ ,નંદ જશોદાજીની પાસ .

વર્ણન કરતાં ના'વે પાર ,એવી તારી લીલા અપાર .

ગોવાળોની સાથે જાય ,ગાય ચરાવી રાજી થાય .


છાનો ગોરસ લૂંટી ખાય ,પકડતામાં છટકી જાય .

ગોપીકાનાં ચોર્યા ચિત્ત ,સૌના ઉપર સરખી પ્રીત .

બંસી કેરો સૂર મધુર ,સુણનારા થાયે ચકચૂર .

શરદ પૂનમની આવે રાત ,સૌના હૈયે થાય પ્રભાત

વ્રજ  વનિતા છોડે આવાસ ,દોડી આવે રમવા રાસ .

તારલિયા ચમકે આકાશ ,ચાંદલિયાનો પૂર્ણ પ્રકાશ .

દાનવ કેરો જ્યાં જ્યાં ત્રાસ ,પળમાં જઈને કીધો નાશ .

પટકી માર્યો મામો કંસ ,રહ્યો ન જગમાં તેનો વંશ .

કૌરવોને કીધા તંગ ,પાંડવોનો રાખી રંગ .

અર્જુનને તે દીધો બોધ ,જ્ઞાનામૃતનો વરસ્યો ધોધ .

યુદ્ધ તજીને કીધી દોડ ,નામ પડ્યું તેથી રણછોડ .

દ્વારિકામાં  કીધો વાસ ,ધર્મ ધજા ફરકે ચોપાસ .

ગુજરાતે એક ડાકોર ગામ ,ભકત થયો બોડાણો નામ .

Gajendra-Moksha-Stuti-Gujarati-Lyrics

 

પત્ની તેની ગંગાબાઈ ,તે પણ ભકિતમાં રંગાઈ .

હરતાં ' ફરતાં ગાયે ગાન ,મેળવવા ચાહે ભગવાન .

તેવામાં એક આવ્યો સંઘ ,રેલાયો ભક્તિનો રંગ .  ,

યાત્રાળુઓ દ્વારિકા જાય, બોડાણો તેમાં જોડાય .

ગોમતીજીમાં કીધું સ્નાન , ભાવે નીરખ્યા શ્રી ભગવાન

છ  માસ આવીશ હું ધામ ,ટેક એવી લીધી નિકામ .

તુલશી વાવી કાયમ જાય ,પ્રભુને અર્પી રાજી થાય .

સહન કરે એ કષ્ટ અમાપ ,ભલે પડે ઠંડી કે તાપ .

વૃદ્ધ થયો પણ હૈયે હામ ,અવિચળ શ્રદ્ધા આઠો જામ .

સિત્તેર વર્ષ વીત્યાં છે એમ ,ત્યારે પૂરણ થઈ છે તેમ .


બોડાણો જીત્યો છે દાવ ,પ્રભુના હૈયે પ્રગટ્યો ભાવ

હવે લાવજે ગાડું સાથે ,બોલ્યો વિશ્વ સકળનો નાથ .

પૂર્ણિમાએ પ્રેમથી ડાકોર ,દર્શન કરવા જાય .

રામભક્ત તે પુનિત બને , કારજ સઘળાં તેના થાય .

ખડખડતી લીધી છે વહેલ ,વૃદ્ધ થયેલા જોડ્યા બેલ .

ગંગાબાઈએ દીધી વિદાય ,બોડાણો હરખાતો જાય .

બોડાણો રાતો રાત , મૂક્યા દ્વારિકાની વાટ .

દર્શન કરતા કહે છે નાથ ,ગાડું હું લાવ્યો છું સાથે .

ગુગળીઓ મનમાં વહેમાંય , ભકત પ્રભુને ના લઈ જાય .

માર્યા તાળાં મજબૂત દ્રાર , રાત પડીને વાગ્યા બાર .

વહાલો નીકળી નાઠો બહાર , વહેલ તરત કીધી તૈયાર

Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics

ગાડું હકે જગદાધાર , કહો પછી શું લાગે વાર .

ઉમરેઠ પકડી લીમડા ડાળ , મીઠી થઈ ગઈ તે તત્કાળ .

વહાણું થયું વીતી રાત , ડાકોર માંહે થયું પ્રભાત .

ગંગાબાઈએ નીરખ્યા નાથ , ઉર ઉમળકે જોડ્યા હાથ .

ડાકોર વરસો જ્ય જ્યકાર , દ્વારિકામાં હાહાકાર .

દ્વારિકાના રાજાની સાથે , ગુંગળી લેવા આવ્યા નાથ .

ભગત સામે લેવા જાય , માર્યો ભાલો મૃત્યુ થાય .

ભાવિકોનાં દિલ દુ:ખાય , બદલો લેવા સામા થાય .

ગંગાબાઈએ ધીરજ ધરી , વહાલમજીએ વિપત્ત હરી .

ગુગળી સોનું લેવા ધાય , વહાલો વાળીએ તોળાય .

રિજિયો  વિશ્વ સકળનો ભૂપ , મનસુખરામનું લીધું રૂપ .


દોહો .

સંત પુનિતને દીધી હામ , પૂરણ કીધાં સઘળાં કામ , ‘

રામભકત ' જે કરશે પાઠ , નાથ ઝીલશે તેનો હાથ

 

 

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay 

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 
Randal-ma-stuti-gujarati-lyrics
 

દત્ત જંયતિ ના દિવસે રાત્રે સૂતા પહેલાં એકવાર આ સ્તુતિ કરી લેજો ત્રિદેવ સવૅ મનોકામના પૂર્ણ કરશે | Dattatreya Stuti Gujarati Lyrics | Okhaharan

દત્ત જંયતિ ના દિવસે રાત્રે સૂતા પહેલાં એકવાર આ સ્તુતિ કરી લેજો ત્રિદેવ સવૅ મનોકામના પૂર્ણ કરશે | Dattatreya Stuti Gujarati Lyrics | Okhaharan

Dattatreya-Stuti-Gujarati-Lyrics
Dattatreya-Stuti-Gujarati-Lyrics

 

  શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. માગશર સુદ પુનમ એટલે દત્ત જંયતિ  શ્રી દત્તાત્રેય સ્તુતિ પાઠ કરીશું.


 

 શ્રીદત્તાત્રેયસ્તુતિઃ  

જગત્સત્યં વા નો ન ચ તનુરહં વા તનુરહં

અહં ભૂમા નો વા મનુત ઇતિ યો નોઽદ્વયરસઃ .

ન માયા નોઽવિદ્યા સ્પૃશતિ કિલ યં તં સુવિમલં

ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૧.. 


ત્રિમૂર્તીનાં માયારહિતમતિશુદ્ધં નિજપદં

પરં સચ્ચિત્સૌખ્યં પ્રકટિતમહોઽત્ર ત્રિવદનૈઃ .

નિજબ્રહ્મૈક્યં યદ્વિહરતિ વિતન્વન્ ય ઇહ તં

 ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૨.. 

108-name-dattatreya-ashtottara-namavali-gujarati-lyrics

 

તપસ્તેપેઽત્રિર્યત્તનુજજનને ભક્તિવશતઃ

તયા પ્રીત્યા દત્તઃ સ્ફુટતરપરાત્મૈવ કૃપયા .

દદાત્યાત્માનં યો હ્યતિકરુણયા તં સુખનિધિં

 ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૩.. 

datta-ashtakam-gujarati-lyrics

 

વિભુર્યો નિત્યો વાઽક્ષરમિતિ ચ વા બ્રહ્મ પરમં

 વરેણ્યં સત્યં વા તનુવિભવઃ પાશરહિતઃ .

સ્વભક્તાનાં મુક્ત્યૈ સગુણ ઇતિ યસ્તં શ્રુતિનુતં

ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૪.. 


ન ભોગૈર્નો દાનં ચ ખલુ તથા યાગનિચયૈ-

 ર્ન શાસ્ત્રૈર્નો યોગૈર્બહુવિધાનૈર્ન વશગઃ .

કલૌ ભક્ત્યા પ્રીતો ભવતિ ચ વશો યસ્તમભયં

 ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૫.. 

Dattatreya-Guru-Name-Gujarati

 

ન માયા નોઽવિદ્યા જગદિદમહો જૈવમથવા

ન પિણ્ડં બ્રહ્માણ્ડં ભવતિ ન જનુર્યસ્ય દયયા .

દયાસિન્ધુર્યસ્તં ભવદલનદક્ષં મુનિનુતં

 ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૬... 

Shanivar-Na-Totke-Gujarati

 

ભવેદ્યઃ સન્તુષ્ટઃ સ્મરણમપિ ચેદ્વા યદિ કૃતં

 નિજં જ્ઞાનં દત્વા વિષયવિષપાશાન્ દલતિ યઃ .

જગત્સેતુર્યો વૈ ભવજલનિધિં તર્તુમિહ તં

 ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૭.. 

about-shanidev-panoti-in-gujarati

 

ન માયા નોઽવિદ્યા ન ચ મમ તુ જીવેશકલના

 ન વિશ્વં નો પિણ્ડં ન ચ મમ જનિર્વા મૃતિરપિ .

નરો નો નારી વા ન ચ મમ વિકારઃ ક્વચિદિતિ

 ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૮.. 


ઇતિ સમર્થાનુગૃહીત મહાત્મા શ્રી શ્રીધરસ્વામીવિરચિતા

 શ્રીદત્તાત્રેયસ્તુતિઃ સમાપ્તા . 




શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ""  

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇