મંગળવાર, 28 ફેબ્રુઆરી, 2023

એક લઘુકથા "" ઉડતા પક્ષી "" | Flying Birds Short Story By Gayatri Jani |

 એક લઘુકથા  "" ઉડતા પક્ષી ""   | Flying Birds Short Story By Gayatri Jani | 

 

flying-birds-short-story-by-gayatri-jani
flying-birds-short-story-by-gayatri-jani

 

"" ઉડતા પક્ષી ""


રોજ સાંજે એક હરોળમા પક્ષીઓ ઉડતા જોવા મળે.


"મમ્મી મમ્મી જોવો ઉપર કેવા સરસ પક્ષીઓ જાય છે.


"હા બેટા સરસ છે તારા જેવા "


"હા મમ્મી પણ મારે એમની જેવુ ઉડવુ છે"

 

થોડીવાર તો સંગીતા બેન વિચારમા ખોવાઈ ગયા કે ખરેખર કેટલુ સરસ મુક્તપણે ઉડવાનું કોઈ જ બંધન નહી.



નાના હતા ત્યારે પ્રાણીસંગ્રહાલયમાં જતા હતા બધા પ્રાણીઓને જોઈ આનંદ મળતો પણ જ્યારે હવે પોતાના બાળકોને જોવા લઈ જઈએ ત્યારે નથી ગમતુ એ પક્ષી અને પ્રાણીઓને પુરેલા જોઈ દયા આવે છે. એમ પક્ષી, પ્રાણી કે વ્યક્તિ મુક્ત મને વિહરી શકે એજ આનંદ.

સમાપ્ત
લેખક : - ગાયત્રી જાની

 

સરસ પરિવાર બોઘ "" નાઈટ પાટી "" એક લઘુકથા 

 

 ઉમિયા ની "" સાક્ષરતા "" એક લઘુકથા  અહી ક્લિક કરો. 

 

 
 
 
 
 
 
 
 

 

સોમવાર, 27 ફેબ્રુઆરી, 2023

"" અજાણ્યું આમંત્રણ "" એક લઘુકથા | Ajanuyu Amantran Shot Story By Gayatri Jani |

"" અજાણ્યું આમંત્રણ ""  એક લઘુકથા  | Ajanuyu Amantran Shot Story By Gayatri Jani |


અજાણ્યું આમંત્રણ

"સપના ઓ સપના ક્યા ગઈ સવાર સવાર માં"

સપના ભગવાન ની પૂજા કરતી હતી અને ઘંટડી વાગવાનો અવાજ સંભળાય છે.

"ચોક્કસ આ અત્યારે ભગવાન પાસે બેસી ગઈ લાગે છે"

પ્રથમ આવીને જોવે છે તો સપના પૂજા કરતી હતી.

"સપના તારી ઉમર નથી થઈ વહેલા ઉઠી આ બધુ કરવાની"

 



"પ્રથમ એવુ ના હોય ખીલેલું ફૂલ ભગવાન ને ધરાવીએ તો એમને ગમે એમ આપણી ઉમર નાની હોય હાથ પગ ચાલતા હોય ત્યારે ભગવાન નુ નામ લઈએ તો એમને પણ ગમે"

"હા સપના હજી આખુ જીવન બાકી છે એ કરવા માટે"

"પ્રથમ એવુ ના વિચારશો કાલે મૃત્યુ છે એમ માનીને કરીશું તો જ થશે અને મૃત્યુ એતો અજાણ્યું આમંત્રણ છે ક્યારે આવશે એની ખબર નહી પડે."

અને પ્રથમ ને સપના ની વાત સમજાઈ જાય છે એ પણ જાગ્યા ત્યારથી સવાર એમ માની ભગવાન નું નામ લેવાનુ ચાલુ કરે છે.

 

સમાપ્ત
લેખક : - ગાયત્રી જાની

સરસ પરિવાર બોઘ "" નાઈટ પાટી "" એક લઘુકથા 

 

 ઉમિયા ની "" સાક્ષરતા "" એક લઘુકથા  અહી ક્લિક કરો. 

 

 
 
 
 
 
 
 
 

સરસ પરિવાર બોઘ "" નાઈટ પાટી "" એક લઘુકથા | Night Party Shot Story By Gayatri Jani |

સરસ પરિવાર બોઘ "" નાઈટ પાટી "" એક લઘુકથા  | Night Party Shot Story By Gayatri Jani | 


"મમ્મી આજે મારે નાઈટ પાર્ટી મા જવાનુ છે એટલે મારુ જમવાનુ ના બનાવતા."


"રાહુલ નથી જવુ અમને બેવ ને એ બધું પસંદ નથી તને ખબર છે ને"


"હા મમ્મી પણ ખાસ મિત્ર ની બર્થ ડે છે એટલે"


"સારુ કાલે તારે ઇન્ટરવ્યૂ આપવા જવાનુ છે તો વહેલા આવી જજે"


"હા મમ્મી"


રાહુલ રાત ના આઠ વાગે જવા નીકળે છે.


પાર્ટી મા બધા મિત્રો ભેગા થાય છે અને ધમાલ મસ્તી, ખાવું પીવું બધુ ચાલે છે રાત ના બાર વાગે છે રાહુલ ખૂબ નશા માં હોય છે ગાડી લઈને ઘરે આવવા નીકળે છે નશા માં હોવાથી ભાન રહેતુ નથી અને એક્સિડન્ટ થાય છે મિત્ર રાહુલ ના ઘરે ફોન કરે છે.

 



"હેલો કાકી હુ રાહુલ નો મિત્ર રાહુલ ને હોસ્પિટલ માં દાખલ કર્યો છે તમે ત્યા આવી જાવ"


બિના બેન નો જીવ અધ્ધર થઈ જાય છે જલદી પહોચે છે અને સારવાર કરાવે છે.


"રાહુલ મે તને ના પાડી હતી છતા તુ ગયો એમા તારું ઇન્ટરવ્યૂ માટે જઈ શકીશ નહિ અને આર્થિક, શારીરિક રીતે પણ નુકશાની આપણે"


"હા મમ્મી હવે મને તમારી વાત સમજાઈ ગઈ હુ હવે ક્યારેય આવી નાઈટ પાર્ટી મા જઈશ નહી "


રાહુલ ને સમજાયુ કે દવાખાને કોઈ મિત્ર આયા નથી.


"બેટા આ આપણી ભારતીય સંસ્કૃતિ છે જ નહિ આપણે તો દિવસ ના જ જન્મ દિવસ ઊજવવા વાળા છે રાતે બાર વાગે ક્યારેય જન્મ દિવસ ઉજવવો જોઈએ નહી "


"હવે થી ક્યારેય નહીં કરું મમ્મી અને બેવ સાથે ઘરે જવા નીકળે છે.


સમાપ્ત
લેખક : - ગાયત્રી જાની

સરસ પરિવાર બોઘ "" નાઈટ પાટી "" એક લઘુકથા 

 

 ઉમિયા ની "" સાક્ષરતા "" એક લઘુકથા  અહી ક્લિક કરો. 

 

 
 
 
 
 
 
 
 

શનિવાર, 25 ફેબ્રુઆરી, 2023

શ્રી હનુમાનજી નો આ સ્તોત્ર નો પાઠ કરવાથી બ્રહ્મરાક્ષસ, પિશાચગણો, ભૂતો દૂર થાય છે | Hamuman Stotra Gujarati Lyrics | Okhaharan

શ્રી હનુમાનજી નો આ સ્તોત્ર નો પાઠ કરવાથી  બ્રહ્મરાક્ષસ, પિશાચગણો, ભૂતો દૂર થાય છે |  Hamuman Stotra Gujarati Lyrics | Okhaharan

hamuman-stotra-gujarati-lyrics
hamuman-stotra-gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે પાઠ કરીશું સવૅ કષ્ટ દૂર કરનારો શ્રી હનુમાન સ્ત્રોત ગુજરાતી અથૅ સહિત. 

 શ્રીરામ ની આ જપમાળા જાપ કરવાથી આધિ વ્યાધિ ઉપાધિને પાપ તાપ ટળી જાય ગુજરાતીમાં અહી ક્લિક કરો.   


આ હનુમાન સ્ત્રોત ના રચયિતા શ્રી શતાનંદ રચિત છે આ સ્ત્રોત શનિવાર કે મંગળવારે પ્રાતઃકાળે અનુષ્ઠાન કરવું આ સ્ત્રોત દિવસ દરમિયાન 11 વખત પાઠ કરવો. આ સ્ત્રોત ના પ્રભાવ થી તમામ પ્રકાર ના ભય , ક્લેશ, રોગ નાશ પામે છે. રોગ ધરના દરવાજા સુધી આવતો નથી  અને જો હોય તો તે પણ ભાગી જાય છે.ધંધા રોજગાર માં બરકત આવે છે. વેપાર ધંધો ધમાકેદાર ચાલે છે. ધરમાં કોઈ નું અપમૃત્યુ થતું નથી. હવે આપણે આ સ્ત્રોત નું પાઠ કરીયે


શ્રી હનુમાન સ્ત્રોત  
શ્રી સીયાવર રામચંદ્ર ભગવાન ની જય
ૐ હનુમંતે નમઃ
નીતિપ્રવીણ નિગમાગમ શાસ્ત્રબુદ્ધે ।
રાજાધિરાજ રઘુનાયક મંત્રિવર્ય ।
સિંદૂર ચર્ચિત કલેવર નૈષ્ઠિકેન્દ્ર
શ્રી રામદૂત હનુમન્ હર સંકટ મે ॥ ૧ ॥

અર્થ : રાજનીતિમાં પ્રવીણ, વૈદાદિક શાસ્ત્રોમાં પારંગત, રઘુકુળનાયક શ્રી રામચંદ્રજીના મંત્રી, સિંદૂર અર્ધેલા શરીરવાળા અને નૈષ્ઠિક બ્રહ્મચારીઓમાં શ્રેષ્ઠ એવા હે રામદૂત હનુમાનજી ! તમે મારા કષ્ટને દૂર કરો. ॥ ૧ ॥

સીતા નિમિત્ત જરદૂત્તમ ભૂરિ કષ્ટ,
 પ્રોત્સારણૈકક સહાય હતાસ્ત્રપૌધ ।
 નિર્દગ્ધયાતુપતિહાટક રાજધાને,
શ્રી રામદૂત હનુમન્ હર સંકટ મે ॥ ૨ ॥

અર્થ : સીતાહરણથી શ્રી રામચંદ્રજીને ઊપજેલા મહાન કષ્ટને દૂર કરવામાં મુખ્ય સહાયક; અનેક અસુરોનો નાશ કરનારા અને સોનાની રાજધાની લંકાને બાળી દેનારા, એવા હે રામદૂત હનુમાનજી ! તમે મારા કષ્ટને દૂર કરો. ॥ ૨ ॥ 

હનુમાનજી નો આ પાઠ કરવાથી નકારત્મક ઉર્જા સામે રક્ષણ મળે છે અહી ક્લિક કરો.  

દુર્વાર્ય રાવણ વિસર્જિત શક્તિઘાત,
કંઠાસુલક્ષ્મ સુખા હ્યત જીવવલ્લે ।
 દ્રોણાચલાનયન નંદ્રિત રામપક્ષ
શ્રી રામદૂત હનુમન્ હર સંકટ મે ॥ ૩ ॥

 અર્થ : રાવણે છોડેલી ભયંકર મારણશક્તિથી મૂર્છિત થયેલા લક્ષ્મણજીને સુખી ક૨વા, દ્રોણાચળ સહિત સંજીવની વેલ લાવી આપી, રામચંદ્રજીના પક્ષવાળા સહુને આનંદ પમાડનારા, હે રામદૂત હનુમાનજી ! તમે મારા કષ્ટને દૂર કરો. ॥ ૩॥

રામાગમોકિત તરિતારિત બંધ્વયોગ,
દુઃખાબ્ધિ મગ્ન ભરતાર્પિત પારિબર્હ ।
રામમંત્રિ પદ્મ મધુપીભવં દત્તરાત્મન્,
શ્રી રામદૂત હનુમન્ હર સંકટ મે ॥ ૪ ॥

અર્થ : રામચંદ્રજીના આગમનના સમાચાર કહેવા રૂપી નૌકા દ્વારા બંધુવિયોગના દુઃખ-દરિયામાંથી ભરતજીનો ઉદ્વાર કરી, પહેરામણી મેળવનાર અને રામચંદ્રજીનાં ચરણકમળમાં જ ભમરાની માફક આસકૃત રહેનારા, એવા હે રામદૂત હનુમાનજી ! તમે મારા કષ્ટને દૂર કરો. ॥ ૪ ॥



દાન્તાત્મ કેસરિ મહાકપિરાર્ તદીય
ભાર્યાજની પુરુ તપઃફલ પુત્રભાવ ।
 તાક્ષ્યૌપમોચિતવપુર્બલ તીવ્રવેગ
 શ્રી રામદૂત હનુમન્ હર સંકટ મે ॥ ૫ ॥

અર્થ : મહાકપિયરાજ કેસરી અને તેમનાં પત્ની અંજનીના દેહદમન તથા તીવ્ર તપના ફળરૂપે, પુત્રભાવને પામેલા અને શરીરબળ તથા તીવ્ર વેગમાં ગરુડ જેવા, હે રામદૂત હનુમાનજી ! તમે મારા કંષ્ટને દૂર કરો. ॥ ૫ ॥

નાના ભિચારિક વિસૃષ્ટ સવીર કૃત્યા,
 વિદ્રાવણારુણં સમીક્ષણ-દુપ્રધષ્ય |
સાથે રોગધ્ન સત્સુતદ વિત્તદ મંત્રજાપ,
 શ્રી રામદૂત હનુમન્ હર સંકટ મે ॥ ૬ ॥

 અર્થ : બહુ પ્રકારના અભિચારકોએ પ્રેરેલી, વીર સહિત ભયંકર કૃત્યાઓને લાલ નેત્રોની દૅષ્ટિમાત્રથી જ નસાડી મૂકનારા અને જેનો મંત્ર જપવાથી દર્દ દૂર થાય છે, સુપુત્રની પ્રાપ્તિ થાય છે તેમ જ ધનસંપત્તિ મળે છે, એવા હે રામદૂત હનુમાનજી ! તમે મારા કષ્ટને દૂર કરો.

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે અહી ક્લિક કરો.  

યજ્ઞામઘેય પદક શ્રુતિ માત્રતો પિ,
 યે બ્રહ્મરાક્ષસ પિશાચ ગણાશ્ચ ભૂતાઃ ।
તે મારિકાશ્ચ સભયં હ્યપયન્તિ સત્વ,
 શ્રી રામદૂત હનુમન્ હર સંકટ મે ॥ ૭ ॥

અર્થ : જેના નામનો એક અક્ષર માત્ર સાંભળવાથી બ્રહ્મરાક્ષસ, પિશાચગણો, ભૂતો અને મરકી, ભય પામીને પલાયન થઇ જાય છે. એવા આપ હે શ્રી રામદૂત હનુમાનજી ! તમે મારા કષ્ટને દૂર કરો. ॥ ૭ |

ત્વ ભક્ત માનસ સમીપ્સિત પૂર્તિ શકતો,
 દીનસ્ય દુર્મદ સપત્ન ભયાર્તિ ભાજઃ ।
ઇષ્ટં મમાપિ પરિપૂરય પૂર્ણકામ,
શ્રી રામદૂત હનુમન્ હર સંકટ મે ॥ ૮ ॥

અર્થ : : તમે ભક્તોના મનોરથો પૂર્ણ કરવા સમર્થ છો, માટે દુષ્ટ મદવાળા શત્રુઓના ભય થકી મુકાવારૂપ, દીન એવા મારું પણ ઇચ્છિત શુભ પૂર્ણ કરી, પૂર્ણકામ એવા હે રામદૂત હનુમાનજી ! તમે મારું કષ્ટ દૂર કરો. II ૮ ॥



ઇતિશ્રી શતાનંદ મુનિ વિરચિતં શ્રી હનુમત્ત્તોત્રં સમાપ્તમ્ ।


 

 હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો. 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

બુધવાર, 22 ફેબ્રુઆરી, 2023

ભગવાન વિષ્ણુના નામની આગળ 'શ્રી' કેમ લખાય છે ? | Why Shree Name in Lord Vishnu | Okhaharan

 ભગવાન વિષ્ણુના નામની આગળ 'શ્રી' કેમ લખાય છે ? | Why Shree Name in Lord Vishnu | Okhaharan

shri-in-the-name-of-lord-vishnu
shri-in-the-name-of-lord-vishnu

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે લેખમાં જાણીશું ભગવાન વિષ્ણુના નામની આગળ 'શ્રી' લગાવવાનું શું છે કારણ, તમે ક્યારેય નહી વિચાર્યું હોય તે આજે આપણે જાણીશું



હિન્દુ ધર્મ ની અંદર અનેક દેવી-દેવતાઓનું પૂજાન કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં વેદ, પુરાણમાં,  સ્તોત્રોમાં વગેરે દેવી-દેવતાઓ તથા તેમના કાર્યો, ચમત્કારો, ઉત્પતિ ઉદ્ભવનો દરેક ની કથા વાર્તા વણૅન કરવામાં આવેલ છે. જેમાં ભગવાન વિષ્ણુ અને તેમના દશ અવતારો ની દરેક કથા અને યુગ નો બતાવવામાં આવ્યો છે  . પરંતુ આટલા શાસ્ત્રો, પુરાણો , સ્ત્રોતો, કથઃ ,વાતૉ વાંચ્યા પછી, તમને ક્યારેય એવો વિચાર આવ્યો કે કેમ ભગવાન વિષ્ણુના નામ પહેલાં 'શ્રી' શબ્દનો ઉલ્લેખ કેમ થાય છે એટલૉ જ નહીં તેમના દશ અવતાર પણ જોઈલો તેમ પણ નામની આગળ 'શ્રી' પણ વપરાય છે. જેમ કે શ્રી વામન , શ્રી વરાહ ,  શ્રી હરિ, શ્રી રામ, શ્રી કૃષ્ણ વગેરે. મનમાં પ્રશ્ન થાય છે કે આવું કેમ? તો ચાલો જાણીએ .

 

શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતીમાં  

 


 'શ્રી' નો અર્થ શુભતા થાય છે


વાસ્તવમાં 'શ્રી' શબ્દ  કોઈ ને માન સમ્માન અને આદર માટે બોલવામાં આવે છે.
પરંતુ આશ્ચર્યની વાત એ છે કે સત્યયુગ સમય થી શ્રી શબ્દ નો ઉપયોગ થાય છે જેમાં દેવી દેવતા ને બોલાવામાં આવે છે. અને તેનો ઉપયોગ ભગવાન વિષ્ણુના નામની આગળ જ થાય છે. કારણ કે શ્રી હરિ વિષ્ણુના નામની આગળ 'શ્રી' નો અર્થ થાય છે  'મહાલક્ષ્મી'. મહાલક્ષ્મી ભગવાન વિષ્ણુની પત્ની છે અને મહાલક્ષ્મી નું સહસ્ત્રનામ અને 108 નામાવલી  ના નામમાં 'શ્રી'  એક એમનું નામ પણ છે. એ તો બધા જાણે છે કે મહાલક્ષ્મી 'સંપત્તિ આપે છે'. આ બંનેને એક સ્વરૂપમાં પૂજવા અને આદર આપવાને કારણે આપણે ભગવાન વિષ્ણુના નામની આગળ શ્રી લગાવીએ છીએ.



દશ અવતારોના નામમાં પણ શ્રી શબ્દ નો ઉપયોગ થાય છે.


'શ્રી' શબ્દનો ઉપયોગ ભગવાન વિષ્ણુના નામની આગળ જ નહીં પરંતુ તેમના દશ અવતાર વરાહ, નરસિંહ, પરશુરામ, રામ અને કૃષ્ણના નામમાં પણ થાય છે. કારણ એ છે કે જ્યારે પણ શ્રી વિષ્ણુજી અવતર્યા ત્યારે માતા લક્ષ્મીજી પણ તેમની સાથે આ ધરતી પર કોઈ ને કોઈ અવતાર માં આવ્યા હતા. જેમ શ્રી રામની સાથે માતા સીતા અને શ્રી કૃષ્ણ સાથે  રુક્મિણીની અવતાર આવ્યા હતાં. આ અવતારો ને પણ લક્ષ્મીજીના અવતાર તરીકે વર્ણવવામાં આવ્યા છે. તેથી જ તેઓને 'શ્રી રામ' અને 'શ્રી કૃષ્ણ' કહેવામાં આવે છે.

  કજૅ ઋણ માંથી મુક્તિ મેળવવા શ્રી વિષ્ણુ ભગવાન નો આ પાઠ કરો 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

  

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇