મંગળવાર, 14 ડિસેમ્બર, 2021

ગીતા જંયતિ ના દિવસે પાઠ કરો શ્રી અર્જુન ગીતા | Shree Arjun Geeta Gujarati Lyrics | Okhaharan

 ગીતા જંયતિ ના દિવસે પાઠ કરો શ્રી અર્જુન ગીતા | Shree Arjun Geeta Gujarati Lyrics | Okhaharan 

arjun-geeta-gujarati-lyrics
arjun-geeta-gujarati-lyrics

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં.
આ એકાદશી ના તિથિ ના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ એ પાડું પુત્ર ઍજુન ને શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપદેશ આપ્યો હતો એટલે કે તેની ઉત્પત્તિ થઈ હતી માટે તેને ગીતા એકાદશી તથા ગીતા જંયતિ પણ કહેવામાં આવે છે.
આજે આપણે પાઠ કરીશું શ્રી અર્જુન ગીતા.

ૐ શ્રી પરમાત્મને નમઃ
શ્રી ગુરુ પ્રતાપે ગાઈએ, કૃપા તે સાધુ જન જો,
પરિબ્રહ્મ મારો આત્મા, મારુ મન તે અર્જુન જો.
અર્જુને એમ જ પૂછ્યું, કે સાંભળો વૈકુંઠરાય જો,
કહો સાર ગીતા નો મને, નિજ ભક્ત નો મહિમાય જો.
ત્યારે શ્રી હરિ ઓચર્યા, અર્જુન ધરજો મન જો,
જે સાર ગીતાનો સાંભળે, અવતાર તેનો ધન્ય જો.


 ચૌદ લોક જે વશ માહરે, બ્રહ્માંડ કેરો ભાર જો,
એ ધન્ય મારા દાસ ને, રાખે હૃદય મોઝાર જો.
જલ મધ્યે જેમ વસે પદ્મ, તેને સ્પર્શ નહિ લગાર જો,
તે ચિહ્ન મારા ભક્ત નું, વળગે ન વિષય વિકાર જો.
સંસાર માં સરસો રહે, ને મન મારી પાસ જો,
સંસાર માં લેપાય નહિ, તે જાણ મારો દાસ જો.
મુજ ભક્ત તે મુજને ભજે, હૈયે

Gita-stuti-gujarati-lyrics

હોય હેત હંમેશ જો,


તો ભક્ત તેને જાણીએ, જે કરે ન કોઈ નો દ્વેષ જો.
કર માંહી તુલસી, કરને તુલસી, કંઠે તુલસી હાર જો,
બહુ તિલક છાપા શોભતા, મુજ ભક્તનો શણગાર જો.
સાચા સાધુ ને જાણે નહિ, પાખંડી પૂજે લોક જો,

 


Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics

જે દંભ આડંબર કરે, તે જાણું સર્વે ફોક જો.
ઉત્તમ વર્ણ થઇ નહિ ભજે, કહીએ ચાંડાલ તેહ જો,
ચાંડાલ થઇ મુજને ભજે, તે જાણ મારો દેહ જો.
મુજ ભક્ત કેરે કારણે, અવતાર લીધા દશ જો,
હું નિરંજન નિરાકાર, મને ભક્તે કીધો વશ જો.
વળી વૈકુંઠ કેરે કારણે, ગયો વસવા વેન જો,
રાવણ ને મારી રાજ આપ્યું, વિભીષણ રાજન જો.
દુર્વાસા ઋષિએ દુભવ્યો, મુજ આત્મા અંબરીશ જો,
ભય ચક્ર મેલી છેદીઓ, મેં ભલી બગાડી શીખ જો .
બલિરાય ને મેં બાંધીઓ, દેવોની કીધી વહાર જો,
પાતાળ આપ્યું રાય ને, ત્યાં હું રહ્યો છડીદાર જો.
ગોકુલ વિષે હું અવતર્યો, શિરે પીંછ ધારતો મોર જો
માખણ ખાતો ચોરી ને, જુગમાં કહેવાયો ચોર જો.
 

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

 

માં જશોદાએ બાંધીઓ, હું જોડી ઉભો હાથ જો,
હું દિન થયો તે દાસ નો, જે ચૌદ ભૌવન નો નાથ જો.
વળી ઇન્દ્ર જયારે કોપીઓ, ત્યારે કોઈ ના આવ્યું આડ જો,
ગોકુલ રાખ્યું રેલતું, ગોપી લડાવ્યા લાડ જો.
સોળસો સ્ત્રીઓમાં હું રમ્યો, મારો કોઈ ન જાણે ભેદ જો,
મારા ભક્ત કેરે કારણે, મને કહે લંપટ વેદ જો.
વિરંચી વાછરડું હરિ ગયો, તે થયો મહા અધર્મ જો,
હું નવા નિપજાવી લાવિયો, મારો કોઈ ના જાણે મર્મ જો.
મામા ને હું મળવા ગયો, ત્યાં મળી કુબજા નાર જો,
થોડાક ચંદન કારણે, મેં આપ્યું રૂપ અપાર જો.
વળી પ્રથમ પોળે બેસતા, પરિચરે દીધી ગાળ જો,
મેં મારી ને વસ્ત્રો લીધા, સોહાવિયા ગોવાળ જો.
વળી ત્યાંથી આગળ ચાલતા, માલણ લાવી હાર જો,


 

મેં અર્થ સાધ્યો એહનો, આપ્યા પદારથ ચાર જો.
વળી માર્ગમાં નાવિક મળ્યો, ને આપ્યું દર્પણ હાથ જો,
પૂર્યા મનોરથ તે તણાં, મેં રાખ્યો મારી સાથ જો.
સંબંધી જનને જે હણે, ચાંડાલ નો તે અંશ જો,
મારા ભક્ત કેરે કારણે, મેં માર્યો મામો કંસ જો.
મેં સુદામાને સંતોષીયા, તાન્દુલ કણ ને કાજ જો,
સંપત્તિ આપી તેહને, નવનિઘ સુદ્ધા રાજ જો.
એક વાર વિદુર ઘેર જઈ, આરોગ્યા ભાજી-પાન જો,
મેં લાડ પાળ્યા દાસના, રાજાના તોડ્યા માન જો.
એકવાર જુ વન માં ગયો, ત્યાં વન હતું ઘનઘોર જો,
ભાવ જોયો ભીલડી તણો, મેં ખાધા એઠા બોર જો.
કૌરવોનું કુળ સંહારીયુ, મેં સાર્યો તારો અર્થ જો,
હું ચૌદ ભુવનનો રાજિયો, મેં હાંક્યો તારો રથ જો.
અમે ઘણા મળી ગોવાળિયા, રમતા ગયા મહાવન જો,
બહુ ભાવ જોઈ ઋષિ નારનો, અમે જાચી લીધા અન્ન જો.
પ્રહલાદ-પિતાએ પજવીયો, મેં સ્તંભમાં પૂર્યો વાસ જો,
તે દુષ્ટને વિદારીને, ઉગારી લીધો દાસ જો.
વળી ધ્રુવને દુભવીઓ, ને કાઢ્યો વનવાસ જો,
તે બાળકે મને વશ કર્યો, ધન્ય ધન્ય મારો દાસ જો.
ચંદ્રહાસ ને હરિશ્ચંદ્ર રાય, ભક્ત મારા જેહ જો,
 

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay  

પડી વિપત્તિ પણ નહિ વીસર્યા, મુજ મુકુટ મણિ એહ જો.
જયારે સુધન્વાને નાખ્યો, તાતે તેલકઢાની માંહ્ય જો,
મારા દાસને ઉગારવા, હું દોડ્યો તેની પાસ જો.
દ્રૌપદીના પટકૂળ ખેંચીયા, હું પાસ નહિ તે કાળ જો,
મારા દાસ ને વેળા પડી ત્યારે, તુરંત લીધી સંભાળ જો.
પાંચાલીને જયારે પરહરી, પાસે હતા પાંચ વીર જો,
મેં પ્રગટ થઇ ત્યાં પુરિયા, નવસો નવાણું ચીર જો.
એક કોળીએ કૌતુક દીધું ને લીધું મારુ રૂપ જો,
રાજાની કન્યા પરણિયો, પરદલ કોપ્યો ભૂપ જો.
મેં ત્યાં જઈને શું કર્યું, મુજ તેજ મૂક્યું સાર જો,
પારદલનો પરાજય કર્યો, કીધી ભક્તની વહાર જો.
અજામિલ જે મહાપાતકી, પાપિણી ગુણકા જેહ જો,
જે સ્મરણ કરતા માહરું, વૈકુંઠ પામ્યો તેહ જો.
ગજરાજ ને ગ્રાહે ગહ્યો, ત્યાં લીધું મારુ નામ જો,
ત્યાં એક કરતા બેઉના, અર્જુન સિંધ્યા કામ જો.
 


હું ને મારા ભક્તમાં, અંતર હોય ન લગાર જો,
મુજ ભક્તને નહિ ઓળખે, તે ભૂલી ભમે સંસાર જો.
મારા ભક્ત સુખી તો હું સુખી, દુઃખી તો દુઃખી જાણ જો,
મારા ભક્તને જો કોઈ દુભવે, તો મને લાગે બાણ જો.
છે સ્વર્ગ-મૃત્યુ પાતાળમાં, જલથલ મહી મુજવાસ જો,
સન ઇન્દ્રસુંત તુજને કહું, હું થકી વધુ અદકો દાસ જો.
હું યોગ યજ્ઞે નહિ મળું, નહિ તપ તીરથ કે દાન જો,
અર્જુન મહિમા જાણજે, મારુ ભક્તિથી છે જ્ઞાન જો.
હું ભક્ત ની સંગે ફરું, મને ભક્ત નો આધાર જો,
અર્જુન મહિમા જાણજે, કેહતા ન આવે પાર જો.
હરિભક્તિ મહિમા સુણી, અર્જુન પામ્યો હરખ અપાર જો,
મૂર્છિત થઇ અવની પડ્યો, નેત્રે વહે જલધર જો.
અર્જુન ગીતા આ સાંભળે ને ગાય જે નર-નાર જો,
તે ભક્ત નક્કી પામશે, પદ અવિચળ નિરાધાર જો.


 એ ભક્તિ મહિમા માહરો, કોઈથી કળ્યો ના જાય જો,
જેનું ભાગ્ય હોય તે અનુભવે, "ધનદાસ" ગીતા ગાય જો.
અર્જુન ગીતા સમાપ્ત
શ્રી અર્જુન ગીતા શ્રી કૃષ્ણા અપણૅ નમસ્તુ.
જય શ્રી કૃષ્ણ

 

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો



શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ""  

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 11 ડિસેમ્બર, 2021

મોક્ષદા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Mokshada Ekadashi 2024 | Gita Jayanti 2024 | Okhaharan

મોક્ષદા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Mokshada Ekadashi 2024| Gita Jayanti 2024 | Okhaharan

Mokshada-Ekadashi-2023-Gujarati
Mokshada-Ekadashi-2021-Gujarati

 

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે જાણીશુ મોક્ષદા એકાદશી ક્યારે છે?  ઉપવાસ ક્યારે કરવો ? 

Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics


માગશર સુદ એકાદશી ને મોક્ષદા એકાદશી કહે છે. મોક્ષદા એકાદશી એટલે મોક્ષ ની પ્રાપ્તિ કરાવનાર તથા મોહ નો ત્યાગ કરાવનાર એકાદશી. આ એકાદશી નું વ્રત કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને આ એકાદશી નું વ્રત પિતૃઓને અપણૅ કરવામાં આવે તો પિતૃઓને  મોક્ષ ની પ્રાપ્તિ થાય છે તથા સમસ્ત પાપ નષ્ટ થઈ વિષ્ણુ લોકોની પ્રાપ્તિ થાય છે.

Gita-stuti-gujarati-lyrics

 

આ એકાદશી ના તિથિ ના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ એ પાડું પુત્ર ઍજુન ને શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપદેશ આપ્યો હતો એટલે કે તેની ઉત્પત્તિ થઈ હતી માટે તેને ગીતા એકાદશી તથા ગીતા જંયતિ પણ કહેવામાં આવે છે.

11 ડિસેમ્બર 2024 સવારે 3:42 મિનિટે શરૂ થાય


એકાદશી તિથિ સમાપ્ત 12 ડિસેમ્બર 2024  સવારે 1:09 મિનિટે પતે છે .
હિન્દુ માન્યતા અનુસાર ઉપવાસ સૂયૅદયથી શરૂ થતો કરવો માટે એકાદશી નો ઉપવાસ 11 ડિસેમ્બર 2024 કરવો. સવૅ વૈષ્ણવ લોકો આજ દિવસે ઉપવાસ કરવો. જે ડાકોર મંદિર માં જાણવ્યા છે 



એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો


મોક્ષદા એકાદશી ના દિવસે ખાસ કરી ગીતા ના પુસ્તક નું પુજન એકવાર જરૂર કરો. પુજન માં પુસ્તક ને ચંદન વડે તિલક કરી ફૂલ હાર ચડાવો. મોક્ષદા એકાદશી એટલે કે ગીતા જંયતિ ના દિવસે ગીતાજી ના અધ્યાય 15 અને અધ્યાય 18 મો એકવાર જરૂર વાંચન કરવો કે સાંભળવો.



એકાદશી ના દિવસે નીચે મુજબ ના પાઠ મંત્રો કરી શકાય છે.

ૐ નમો ભગવતે વાસુદેવાય -૧૦૮ જાપ

વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત

વિષ્ણુ અષ્ટોત્તરી નામાવલી

કૃષ્ણ નામાવલી

વિષ્ણુ ચાલીસા

રામ રક્ષા સ્ત્રોત

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય.


એકાદશી ના દિવસે ધ્યાન રાખવાની વાત એ છે કે ભગવાન ભોગ અને પ્રસાદ ની વસ્તુ માં ડુંગરી લસણ કે તામસી વસ્તુ ના હોવી જોઈએ.


ભગવાન ભોગ અને પ્રસાદ ની વસ્તુ માં તુલસી પાન ઉપયોગ જરૂર કરો. બીજા કંઈ બાબત નું ધ્યાન એકાદશી ના દિવસે રાખવું .

 


એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

 

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay  

 

 કૃષ્ણ વોલ સ્ટીકર ખરીદી શકો છો 👇👇

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

ધનુમૉસ માં કજૅ ઋણ માંથી મુક્તિ મેળવવા શ્રી વિષ્ણુ ભગવાન નો આ પાઠ કરો  ગુજરાતીમાં અહી ક્લિક કરો.    

 

શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 આજે પાઠ કરો  ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર  અહી ક્લિક કરો.     

 

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

રવિવારે શ્રી ભગવતી રાદંલ માનો આ સ્તુતિ કરવાથી સુખ શાંતિ સમૃદ્ધિ અને વાઝીયા મેણું ટડે છે | Randal Ma Stuti Gujarati Lyrics | Okhaharan

રવિવારે શ્રી ભગવતી રાદંલ માનો આ સ્તુતિ કરવાથી સુખ શાંતિ સમૃદ્ધિ અને વાઝીયા મેણું ટડે છે | Randal Ma Stuti Gujarati Lyrics | Okhaharan 

Randal-ma-stuti-gujarati-lyrics
Randal-ma-stuti-gujarati-lyrics


રાંદલમાની સ્તુતિ
 ( રાગ : શ્રી રામચંદ્ર કૃપાળુ ભજ મન )
હે આદ્યશક્તિ દયાળુ દેવી , રાંદલ માત નમો નમ :
હૈ સુષ્ટિ પાલનહાર દેવી , રાંદલ માત નમો નમ :
હે મહિષાસુર હણનારી મા , મારા કામ ક્રોધને બાળજે ;
દયા કરીને શરણે લેજે , રાંદલ માત નમો નમ :
હે ચંડમુંડ હણનારી મા , મને પાપથી તું છોડાવજે ; 


 

 દયા કરીને ભક્તિ દેજે , રાંદલ માત નમો નમ :
તારે ભરોં સે જીવનનૈયા , હાંકી રહ્યો છું માત રે ;
બની સુકાની પાર ઉતારો , રાંદલ માતા નમો નમ :
મારી મનવૃત્તિને સ્થિર કરીને , ચરણે તારે રાખજે ;
‘ બળવંત ’ કહે મા પાર ઉતારો , રાંદલ માત નમો નમ :
બોલીયે શ્રી દેવી રાંદલ ની જય 

Randal-maa-stuti-sathi-gujarati

 

શ્રી રામચરિતમાનસ સુંદરકાંડ દોહા કેમ હનુમાનજી ને મચ્છર જેવું રૂપ લેવુ પડ્યું ? | Sunderkand With Gujarati Meaning Doha-3 | Okhaharan

શ્રી રામચરિતમાનસ સુંદરકાંડ દોહા કેમ હનુમાનજી ને મચ્છર જેવું રૂપ લેવુ પડ્યું  ? | Sunderkand With Gujarati Meaning Doha-3 | Okhaharan

Sunderkand-With-Gujarati-Meaning-doha-3
Sunderkand-With-Gujarati-Meaning-doha-3

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું રામચરિતમાનસ સુંદરકાંડ ગુજરાતીમાં અને તેના અથૅ સહીત હું આશા રાખું તમને પંસદ આવશે.

Hanuman-Janjira-Chalisa-Gujarati-Lyrics


 પુર રખવારે દેખિ બહુ કપિ મન કીન્હ બિચાર

 અતિ લઘુ રૂપ ધરૌં નિસિ નગર કરૌં પઇસાર


નગરના બહુસંખ્યક રખેવાળોને જોઈને હનુમાનજીએ મનમાં વિચાર કર્યો કે અત્યંત નાનું રૂપ ધરું અને રાત્રિના સમયે નગરમાં પ્રવેશ કરું. ॥૩॥


મસ્રક સમાન રૂપ કપિ ધરી।

લંકહિ ચલેઉ સુમિરિ નરહરી ॥

નામ લંકિની એક નિસિચરી।

સો કહ ચલેસિ મોહિ નિંદરી॥૧।|


હનૃમાનજી મચ્છર સમાન (નાનકડું) રૂપ ધારણ કરીને નરસિંહરૂપે લીલા કરનારા પુરુષસિંહ રામ અને લક્ષ્મણનું સ્મરણ કરીને લંકાએ ચાલ્યા. [લંકાના દ્વાર ઉપર] લંકિની નામની એક રાક્ષસી રહેતી હતી. તે બોલી - મારો અનાદર કરીને (મને પૂછયાવિના) ક્યાં ચાલ્યો જઈ રહ્યો છે?


 જાનેહિ નહીં મરમુ સઠ મોરા

 મોર અહાર જહોં લગિ ચોરા

મુઠિકા એક મહા કપિ હની।

રૂધિર બમત ધરની ઢનમની॥ર॥


હે મૂર્ખ! તેં મારો ભેદ નથી જાણ્યો? જ્યાં સુધી (જેટલા) ચોર્‌ છે, તે સર્વે મારા આહાર છે. મહાકપિ હનુમાનજીએ તેને એક ઠૂંસો માર્યો, જેનાથી તે લોહીની ઊલટી કરતાં પૃથ્વી પર ઢળી પડી. ॥૨॥


 પુનિ સંભારિ ઉઠી સો લંકા।

 જોરિ પાનિ કર બિનય સસંકા॥

જબ રાવનહિ બ્રહ્ય બર દીન્હા |

 ચલત બિરંચિ કહા મોહિ ચીન્હા ।૩॥ 

ram raksha stotra gujarati


તે લંકિની પછી સંભાળીને ઊઠી અને ભયને લીધે હાથ જોડીને વિનંતી કરવા લાગી. [તે બોલી] રાવણને જ્યારે બ્રહ્માજીએ વર આપ્યો હતો, ત્યારે જતી વખતે તેમણે મને રાક્ષસોના વિનાશની આ ઓળખાણ આપી દીધી હતી કે - ॥૩।।


બિકલ હોસિ તૈં કપિ કે મારે।

તબ જાનેસુ નિસિચર સંઘારે॥

તાત મોર અતિ પુન્ય બહૂતા |

 દેખેઈે નયન રામ કર દૂતા॥૪॥


જ્યારે તું વાનરના મારવાથી વ્યાકુળ થઈ જાય, ત્યારે તું રાક્ષસોનો સંહાર થયો જાણી લેજે. હે તાત! મારાં અત્યંત મોટાં પુણ્ય છે. કે હું શ્રીરામચન્દ્રજીના દૂત(આપ)ને નેત્રોથી જોવા પામી. ॥૪।

 

Sunderkand-With-Gujarati-Meaning-doha-4

Sunderkand-With-Gujarati-Meaning-doha-1

 

 

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     

ગુરુવાર, 9 ડિસેમ્બર, 2021

માં અન્નપૂર્ણા દિવસે રાત્રે સૂતા પહેલાં એકવાર આ સ્તુતિ જરૂર કરી લેજો કોઈની પાસે કંઈ માંગવું નહીં પડે | Annapurna stuti Gujarati Lyrics | Okhaharan

માં અન્નપૂર્ણા દિવસે રાત્રે સૂતા પહેલાં એકવાર આ સ્તુતિ જરૂર કરી લેજો કોઈની પાસે કંઈ માંગવું નહીં પડે | Annapurna stuti Gujarati Lyrics | Okhaharan

Annapurna-stuti-gujarati-lyrics
Annapurna-stuti-gujarati-lyrics

 

શ્રી અન્નપૂર્ણા માની સ્તુતિ

અન્નપૂણે સદાપૂણે શંકર પ્રાણ વલ્લભે

જ્ઞાન વૈરાગ્ય સિદ્રાથૅ ભિક્ષા દેહિ છ પાવતિ

માતા ચ પાવૅતી દેવી પિતા દેવો મહેશ્વર

બાંધવા શિવભક્તાશ્ચ સ્વદેશો ભુવનત્રયમ્

માં અન્નપૂર્ણા માં અન્નપૂર્ણા જય માં અન્નપૂર્ણા

અખિલ જગતને અન્ન પૂરનારી જય માં અન્નપૂર્ણા 

annapurna-vrat-ke-upay-gujarati

 

ધન આપે અને ધાન્ય આપે પુત્ર પુત્રીઓ માં

કલ્યાણકારી પીડા હરનારી જય માં અન્નપૂર્ણા

અધમ ઉધારણ ભવભયહારણ સૌની રક્ષક માં

લખચોરાસી ફેરા ટાળતી જય માં અન્નપૂર્ણા

તું છે લક્ષ્મી તું છે પાવૅતી તું જ ભવાની મા

તું જે જગની પાવનહરી જય મા અન્નપૂર્ણા


બોલીયે શ્રી દેવી અન્નપૂર્ણા ની જય 

 

 



શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ""  

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇