સોમવાર, 26 જુલાઈ, 2021

27 જુલાઈ 2021 અંગારકી ચતુર્થી આ તિથિનુ નામ કેવી રીતે પડ્યું? How Name Comes Angarki Chaturthi Katha Gujarati Okhaharan

27 જુલાઈ 2021 અંગારકી ચતુર્થી આ તિથિનુ નામ કેવી રીતે પડ્યું? How Name Comes Angarki Chaturthi Katha Gujarati Okhaharan

Angarki-Chaturthi-2021-Gujarati
Angarki-Chaturthi-2021-Gujarati

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આજના ગુજરાતી ભક્તિ લેખમાં આજે લેખમાં જાણીશું અંગારીકા સંકષ્ટી ચતુથી તિથિ નું નામ કેવી રીતે પડ્યું.

ganesh 21  name gujarati


ચતુર્થી તિથિ દર મહિને બે ચતુર્થી આવે છે. જેમાં એક શુક્લ પક્ષમાં અમાવસ્યા પછી ની તિથિ ને વિનાયક ચતુર્થી અને બીજી પૂર્ણિમા કૃષ્ણ પક્ષ ની તિથિ ને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે. આ વખતે આ જુલાઈ માસમાં રોજ મંગળવારના રોજ આવતા કૃષ્ણ ચતુર્થી પર અંગારાકી ચતુર્થીની ઉજવણી કરવામાં આવશે. માન્યતાઓ અનુસાર ગણેશજીનો જન્મ ચતુર્થી તિથિએ થયો હતો. 

Ganesh-stuti-with-Gujarati-Lyrics-2021

 

 

આ દિવસે ભગવાન ગણેશ ઉપવાસ કરીને અને વિઘિ વિઘાનથી પૂજન કરવાથી પ્રસન્ન થાય છે. બીજી તરફ, જે લોકો સંપૂર્ણ વ્રતનું પાલન કરી શકતા નથી, તેઓ ગજાનંદની પૂજા પછી ખોરાક લઈ શકે છે. 


ganesh stuti gujarati,


મંગળવારે અંગારાકી ચતુર્થી

હિન્દુ ગંથો મુજબ અંગારાકી ચતુર્થી ખૂબ જ પ્રભાવશાળી છે. મત્સ્ય પુરાણ, નારદ પુરાણ અને ગણેશ પુરાણમાં આ દિવસના અતિવિશેષ મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. અંગારાકી ચતુર્થી, ગણેશ પુરાણનું પુરાણે મુજબ મંગળદેવ સખત તપસ્યા કરી રહ્યા હતા તથા સાથે ઉપવાસ પણ કર્યો હતો. મંગળદેવની આ તપથી ભગવાન શ્રીગણેશજી તેમના પર પ્રસન્ન થયા અને તેમને વરદાન આપ્યું કે મંગળવારની ચતુર્થી અંગારકી ચતુર્થી તરીકે ઉજવામાં આવશે. 


 તેથી, મંગળવારે ગણેશ ચતુર્થીને અંગારકી ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે. 

અંગારકી સંકષ્ટ ચતુર્થી વ્રત- કથા,મહાત્મય Youtube પર સાભળો


શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

  ganesh 12 name gujarati


ganesh puja vidhi mantra  home

ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ જી રે | શ્રી કૃષ્ણ ભજન ગુજરાતી | લાલજી ભજન ગુજરાતી | Krishna Bhajan Gujarati | Lalaji Bhajan

ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ જી રે |  શ્રી કૃષ્ણ ભજન ગુજરાતી | લાલજી ભજન ગુજરાતી | Krishna Bhajan Gujarati | Lalaji Bhajan 

Krihsna-Hindola-Decoraion-Hindola-Bhajan

 

હાલરડુ હું ગાઉં મારા લાલાને ઝુલાવું  
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ જી રે
 ગિરધર મારો ડાહ્યો ને પાટલે બેસી નાહ્યો ઝૂ
લો ઝૂલો પારણીયામાં લાલ જી રે
ચાંદા ચાંદા પુરી ગિરધરથી રાધા ગોરી  
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ જી રે
ગિરધર મારો રસીયો એ તો મધુર મધુર હસિયો  
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ જી રે


Shree-Krishna-Sharnanmah-Mantra-Meaning-Gujarati

અગર ચંદનની ગોટી ગિરધરથી રાધા મોટી  
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ જી રે
સાવ સોનાની ઝારી ગિરધરને રાધા પ્યારી  
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ જી રે
રાધાને હાથે ચૂડો એના ગિરધર વર છે રૂડો  
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ જી રે
પેલી વ્રજની ગોપી આવી એના ઝભલા ટોપી લાવી
 ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ જી રે


ગિરધરને માખણ વ્હાલું એ તો બોલે કાલું કાલું
 ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ જી રે
એના મુખમાં સાકર આપું ગિરધરને હૃદયે ચાંપુ
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ જી રે
હું તો  રમકડા બહુ લાવું લાલા ને વ્હાલથી રમાડું
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ જી રે


  ગિરધરને પગે પાયલ એ તો રાધા ઉપર ઘાયલ
 ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ જી રે
ઘુઘરડો વગાડું મારા લાલા ને જગાડું
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ જી રે
ભક્તો ના પ્યારા લાડકડા મોહન પ્યારા
 ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ જી રે


આંજણી યાહૂ આંજુ લાલા ને હૈયે ચાંપુ
 ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ જી રે
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ જી 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 ganesh 12 name gujarati

 

શનિવાર, 24 જુલાઈ, 2021

શનિવારે કરો એક શ્ર્લોકી રામાયણ નો પાઠ તથા તેનો અથૅ ગુજરાતી લખાણ સાથે One Slok Ramayan in Gujarati with Lyrics

શનિવારે કરો એક શ્ર્લોકી રામાયણ  નો પાઠ તથા તેનો અથૅ ગુજરાતી લખાણ સાથે One Slok Ramayan in Gujarati with Lyrics

Ramayan-in-one-slok-with-gujarati-lyrics
Ramayan-in-one-slok-with-gujarati-lyrics

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારા આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે આપણે જાણીશું એક શ્ર્લોકી રામાયણ  નો પાઠ તથા તેનો અથૅ ગુજરાતી લખાણ સાથે.

એક શ્ર્લોકી રામાયણ

આદૌ રામ તપોવનાદિગમનં હત્વા મૃગંક્રાંચનં વૈદેહીહરણં જટાયું મરણં સુગ્રીવસંભાષણમ્ | 

બાલી નિદૅલનં સમુદ્રતરણં લંકાપુરી દાહનં પશ્વાત્ રાવણ - કુંભકર્ણહનને ચૈતદ્ધિ રામાયણમ્ ||



Sarv-Kasht-Nivaran-Hanumaji-Janjira-paath-Gujarati-Lyrics

અથૅ
પ્રથમ શ્રીરામનો જન્મ , પછી તપોવનમાં ગમન , ત્યાં સોના જેવા દેખાતા મૃગને માર્યો , સીતાજીનું હરણ થયું , જટાયુનું મરણ થયું , સુગ્રીવ સાથે વાતચીત થઈ , વાલીનો વધ થયો , સમુદ્ર તરીને લંકાનગરીને બાળી , ત્યાર પછી રાવણ અને કુંભકર્ણને માર્યા , એટલો રામાયણનો ટૂંકો સાર છે

 


Hanumanji Stuti Gujarati

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 


ram raksha stotra gujarati

 

Hanuman-Janjira-Chalisa-Gujarati-Lyrics 

ગુરુવાર, 22 જુલાઈ, 2021

શુક્રવારે કરો શ્રી મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્ર નો પાઠ ગુજરાતી લખાણ સાથે અને તેના ફાયદા Mahalaxmi Ashtakam in Gujarati Lyrics Okhaharan

શુક્રવારે કરો શ્રી મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્ર નો પાઠ ગુજરાતી લખાણ સાથે અને તેના ફાયદા Mahalaxmi Ashtakam in Gujarati Lyrics Okhaharan

mahalaxmi-ashtakam-in-gujarati-Lyrics
mahalaxmi-ashtakam-in-gujarati-Lyrics

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારા આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે આપણે જાણીશું શ્રી મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્ર નો પાઠ ગુજરાતી લખાણ સાથે અને તેના ફાયદા.

 lakshmi-stuti-lyrics-gujarati

શ્રી મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્ર

ઇંદ્ર ઉવાચ -

નમસ્તેઽસ્તુ મહામાયે શ્રીપીઠે સુરપૂજિતે ।

શંખચક્ર ગદાહસ્તે મહાલક્ષ્મી નમોસ્તુ તે ॥ 1 ॥

નમસ્તે ગરુડારૂઢે કોલાસુર ભયંકરિ ।

સર્વપાપહરે દેવિ મહાલક્ષ્મી નમોસ્તુ તે ॥ 2 ॥

સર્વજ્ઞે સર્વવરદે સર્વ દુષ્ટ ભયંકરિ ।


સર્વદુઃખ હરે દેવિ મહાલક્ષ્મી નમોસ્તુ તે ॥ 3 ॥

સિદ્ધિ બુદ્ધિ પ્રદે દેવિ ભુક્તિ મુક્તિ પ્રદાયિનિ ।

મંત્ર મૂર્તે સદા દેવિ મહાલક્ષ્મી નમોસ્તુ તે ॥ 4 ॥

આદ્યંત રહિતે દેવિ આદિશક્તિ મહેશ્વરિ ।

યોગ જ્ઞે યોગ સંભૂતે મહાલક્ષ્મી નમોસ્તુ તે ॥ 5 ॥


સ્થૂલ સૂક્ષ્મ મહારૌદ્રે મહાશક્તિ મહોદરે ।

મહા પાપ હરે દેવિ મહાલક્ષ્મી નમોસ્તુ તે ॥ 6 ॥

પદ્માસન સ્થિતે દેવિ પરબ્રહ્મ સ્વરૂપિણિ ।

પરમેશિ જગન્માતઃ મહાલક્ષ્મી નમોસ્તુ તે ॥ 7 ॥

શ્વેતાંબર ધરે દેવિ નાનાલંકાર ભૂષિતે ।

જગસ્થિતે જગન્માતઃ મહાલક્ષ્મી નમોસ્તુ તે ॥ 8 ॥


મહાલક્ષ્મષ્ટકં સ્તોત્રં યઃ પઠેદ્ ભક્તિમાન્ નરઃ ।

સર્વ સિદ્ધિ મવાપ્નોતિ રાજ્યં પ્રાપ્નોતિ સર્વદા ॥

ફાયદા

એકકાલે પઠેન્નિત્યં મહાપાપ વિનાશનં ।

દ્વિકાલં યઃ પઠેન્નિત્યં ધન ધાન્ય સમન્વિતઃ ॥

ત્રિકાલં યઃ પઠેન્નિત્યં મહાશત્રુ વિનાશનં ।

મહાલક્ષ્મી ર્ભવેન્-નિત્યં પ્રસન્ના વરદા શુભા ॥


ઇંત્યકૃત શ્રી મહાલક્ષ્મીષ્ટક સ્તોત્રં સંપૂર્ણમ્

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 


Maha-Lakshmi-Upay-Gujarati

 

 

 

ચાતુર્માસમાં 12 રાશિના જાતકો કેવી રીતે પુજન કરવું અને શ્રી વિષ્ણું ભગવાન ના કયાં મંત્રો જાપ કરવા Mantra For chaturass GUjarati Okhaharan

ચાતુર્માસમાં 12 રાશિના જાતકો કેવી રીતે પુજન કરવું અને શ્રી વિષ્ણું ભગવાન ના કયાં મંત્રો જાપ કરવા Mantra For chaturass GUjarati Okhaharan

All-zodic-mantra-for-vishnu-in-chaturmass-gujarati
All-zodic-mantra-for-chaturmass-gujarati

 

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારા આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે આપણે જાણીશું ચાતુર્માસમાં 12 રાશિના જાતકો કેવી રીતે પુજન કરવું અને શ્રી વિષ્ણું ભગવાન ના કયાં મંત્રો જાપ કરવા તે બઘું જાણીશું. 

 

મેષઃ- અ,લ,ઈ , રાશિ સ્વામી મંગળ , શુભ રંગ : લાલ

આ રાશિના લોકોએ દરરોજ સવારે રતાંજલીના ચંદનનો ચાંદલો કરી ભગવાન વિષ્ણું ને લાલ રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા લાલ રંગના ફળ અને લાલ રંગની મીઠાઇ પ્સાદમાં ધરવી. પુજન બાદ એક માળા || શ્રી વિષણવે નમઃ|| મંત્રની કરવી

Shree-Krishna-Sharnanmah-Mantra-Meaning-Gujarati

 વૃષભઃ- બ,વ,ઉ , રાશિ સ્વામી :- શુક્ર ,શુભ રંગ :- સફેદ

આ રાશિના લોકોએ દરરોજ સવારે ગોરો ચંદનનું તિલક કરી, ભગવાન વિષ્ણું ને સફેદ રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા કેળાનો પ્રસાદ અને સફેદ મીઠાઇ ભોગ રૂપે ધરવી.  પુજન બાદ એક માળા  ||શ્રી અચ્યુતાય નમઃ|| મંત્રની કરવી


મિથુનઃ-  ક,છ,ધ રાશિ સ્વામી :- બુધ  શુભ રંગ : લીલો

આ રાશિના લોકોએ અબીલનું તિલક કરી, ભગવાનને લીલા રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા લીલા ફળનો પ્રસાદ અને દૂધીનો હલવો ભોગ રૂપે ધરવી. પુજન બાદ એક માળા || શ્રી શ્રીધરાય નમઃ || મંત્રની કરવી

Rajabali-vaman-avatar-katha-vaman-dwadashi-gujarati-2021

 

કર્કઃ- ડ,હ રાશિ સ્વામી :- ચંદ્ર શુભ રંગ :- દુધીયો   

આ રાશિના લોકોએ સફેદ ચંદનનું તિલક કરી, ભગવાનને સફેદ રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા કેળાનો પ્રસાદ અને સફેદ બરફી ભોગ રૂપે ધરવી. પુજન બાદ એક માળા || શ્રી યોગેશ્વરાય નમઃ || મંત્રની કરવી


સિંહઃ- મ, ટ રાશિ સ્વામી : સૂર્ય  શુભ રંગ : નારંગી  

આ રાશિના લોકોએ લાલ ચંદનનું તિલક કરી, ભગવાનને ગુલાબી રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા રાસબરીનો નો પ્રસાદ અને મોતીચૂરના લાડુ ભોગ રૂપે ધરવા. પુજન બાદ એક માળા  || શ્રી નૃસિંહાય નમઃ || મંત્રની કરવી.

Shiv Mantra Gujarati

 

કન્યાઃ- પ,ઠ,ણ  રાશિ સ્વામી :- બુધ  શુભ રંગ : લીલો  

આ રાશિના લોકોએ અબીલનું તિલક કરી, ભગવાનને લીલા રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા લીલા ફળનો પ્રસાદ અને દૂધીનો હલવો ભોગ રૂપે ધરવી. પુજન બાદ એક માળા  || શ્રી પદ્મનાભાય નમઃ || મંત્રની કરવી.


તુલાઃ- ર,ત રાશિ સ્વામી :- શુક્ર શુભ રંગ :- સફેદ  

આ રાશિના લોકોએ ગોરો ચંદનનું તિલક કરી, ભગવાનને સફેદ રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા કોળાનો પ્રસાદ અને સફેદ મીઠાઇ ભોગ રૂપે ધરવી. પુજન બાદ એક માળા  || શ્રી વિશ્વકર્માય નમઃ || મંત્રની કરવી.

guruvar-ke-upay-gujarati

 

વૃશ્ચિકઃ- ન,ય રાશિ સ્વામી :- મંગળ  શુભ રંગ : લાલ

આ રાશિના લોકોએ રતાંજલીના ચંદનનો ચાંદલો કરી ભગવાનને લાલ રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા લાલ ફળ અને લાલ મીઠાઇ ધરવી.. પુજન બાદ એક માળા  || શ્રી પુષ્કરાય નમઃ || મંત્રની કરવી.


ધનઃ- ભ, ધ, ફ, ઢ રાશિ સ્વામી :- ગુરુ  શુભ રંગ :- પીળો  

આ રાશિના લોકોએ કેસરયુક્ત ચંદનનો ચાંદલો કરી ભગવાનને પીળા રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા પીળા ફળ અને મોહનથાળ મીઠાઇ ધરવી. પુજન બાદ એક માળા   || શ્રી મધુસુદનાય નમઃ || મંત્રની કરવી.

Krishna-chalisa-gujarati

મકરઃ-  ખ,જ રાશિ સ્વામી :- શનિ શુભ રંગ :- કાળો  

આ રાશિના લોકોએ ભષ્મ નું તિલક કરી ભગવાનને નીલા રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા જાંબુ ફળ પ્રસાદ રૂપે અને કાલાજામ મીઠાઇ ભોગ સ્વરૂપે ધરવી. પુજન બાદ એક માળા   || શ્રી પુષ્કરાક્ષાય નમઃ || મંત્રની કરવી.


કુંભઃ- ગ,શ રાશિ સ્વામી :- શનિ  શુભ રંગ :- કાળો

આ રાશિના લોકોએ ભષ્મ નું તિલક કરી ભગવાનને નીલા રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા જાંબુ ફળ પ્રસાદ રૂપે અને કેસર કાજુકતરી મીઠાઇ ભોગ સ્વરૂપે ધરવી. પુજન બાદ એક માળા  || શ્રી શ્રીકરાય નમઃ || મંત્રની કરવી.

ganesh 12 name gujarati

 

મીનઃ- દ, ચ,ઝ, થ  રાશિ સ્વામી :- ગુરુ શુભ રંગ :- પીળો

આ રાશિના લોકોએ કેસરયુક્ત ચંદનનો ચાંદલો કરી ભગવાનને પીળા રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા પીળા ફળ અને મોહનથાળ મીઠાઇ ધરવી.. પુજન બાદ એક માળા   || શ્રી લોકાધ્યક્ષાય નમઃ || મંત્રની કરવી.


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 


 

 દરરોજ સવારે કરો શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે 

 

 
 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇